Tag: ફિલ્મ

  • ગુજરાતમાં ધ કેરલ સ્ટોરી ફિલ્મને કરમુક્ત કરવા માટે MP અને MLAએ લખ્યો સીએમને પત્ર

    ગુજરાતમાં ધ કેરલ સ્ટોરી ફિલ્મને કરમુક્ત કરવા માટે MP અને MLAએ લખ્યો સીએમને પત્ર

    News Continuous Bureau | Mumbai

    ધ કેરલ સ્ટોરી ફિલ્મને કરમુક્ત કરવાના હેતુસર ભાજપના ધારાસભ્યો અને સાંસદો દ્વારા સીએમને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મને લઈને મોટી ચર્ચાઓ સામે આવી હતી ત્યારે ફિલ્મ રીલીઝ થયા બાદ ફિલ્મ પર વિવાદ પણ શરુ થયો છે.જેમાં રાજકીય નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મને લઈને એમપી અને યુપી જેવા રાજ્યોએ કરમુક્ત કરી છે.

    ગુજરાતમાં પણ ફિલ્મને કરમુક્ત કરવાની રજૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફે તમિલનાડું અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ફિલ્મ થિયેટરમાં રિલીઝ ન થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મ પહેલેથી જ કેરળમાં બેન કરવામાં આવી છે.

    ગુજરાતમાં આ ફિલ્મ કરમુક્ત બને તે હેતુથી ભાજપના રાજેકોટના ધારાભ્યો દર્શિતા શાહ, રમેશે ટીલાળા તેમજ અન્ય નેતા એવા સેંજય કોરડીયા અને વિપુલ પટેલ દ્વારા સીએમને પત્ર લખીને જૂઆત કરવામાં આવી છે.

    ભાજપના 4 ધારાસભ્યો અને સાસંદો દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ધ કાશ્મીર ફાઇલ ફિલ્મને પણ કરમુક્ત કરવામાં આવી હતી.

    આ સમાચાર પણ વાંચો: Multibagger Stock: આને કહેવાય જેકપોટ. પાંચ રૂપિયાનો શેર હવે ₹600 નો થઈ ગયો. ઇન્વેસ્ટરો કરોડપતિ થયા.

  • ગુજરાતી ફિલ્મ લાસ્ટ ફિલ્મ શોને જાપાનના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી, ટોક્યોમાં જ આ ફિલ્મ 24 સિનેમાઘરોમાં રજુ થઈ

    ગુજરાતી ફિલ્મ લાસ્ટ ફિલ્મ શોને જાપાનના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી, ટોક્યોમાં જ આ ફિલ્મ 24 સિનેમાઘરોમાં રજુ થઈ

    News Continuous Bureau | Mumbai

    જાપાનનો સુપ્રસિદ્ધ સ્ટુડિયો, શોચીકુએ સમગ્ર જાપાનમાં પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)ની થિએટર રિલીઝની શરૂઆત કરી. રિલીઝના પહેલા દિવસે માત્ર ટોક્યોમાં જ આ ફિલ્મ 24 સિનેમાઘરોમાં રજુ થઇ, દિગ્દર્શક પાન નલિન અને નિર્માતા ધીર મોમાયા આ સપ્તાહના સમગ્ર સમયગાળા દરમિયાન ટોક્યોમાં પ્રેક્ષકોને મળશે અને તેઓનું અભિવાદન કરશે; શિનજુકુ પિકાડિલી ખાતે જે શોચીકુનું મુખ્ય સિનેમા છે, પ્રખ્યાત સ્ટાર કેન કોગાની હાજરીમાં એક વિશિષ્ટ શો સાથે આ ફિલ્મની જાપાનની જર્નીનો પ્રારંભ થયો.

    શોચીકુના એક્વિઝિશન હેડ રેઇકો હકુઇએ કહ્યું, “અમે તરત જ આ સુંદર અને પ્રેરણાદાયી વાર્તાના પ્રેમમાં પડી ગયા. આ ફિલ્મ માત્ર સિનેમા માટેનો પ્રેમ પત્ર નથી, પણ પરિવાર, મિત્રો પ્રત્યેના પ્રેમ અને શંકા વિના તમારા સ્વપ્નને અનુસરવાની શુદ્ધ નિર્દોષતાથી ભરપૂર છે. જાપાનના પ્રેક્ષકોને ભારત તરફથી આ અદ્ભુત રત્નનો પરિચય કરાવવા માટે અમે સન્માનિત છીએ.” શોચીકુ ગ્રુપ એ મનોરંજન કોર્પોરેશન્સનું બહુ વ્યાપક જૂથ છે જે ઓડિયો, વિડિયો અને થિયેટરના ત્રણ મુખ્ય સ્તંભોથી નિર્મિત છે. શોચીકુ તેમના 120 વર્ષથી વધુના ઇતિહાસમાં, કાબુકીથી સિનેમાથી લઈને એનીમે સુધી, જાપાનીઝ પર્ફોર્મિંગ આર્ટ્સના પ્રણેતા છે. 1895 થી, શોચીકુ જાપાનીઝ એનિમેશન સહિત જાપાનીઝ મોશન પિક્ચર ઉદ્યોગનો એક ભાગ છે. તેઓએ જાપાનની પ્રથમ ટોકી ફિલ્મ અને રંગીન ફિલ્મનું નિર્માણ કર્યું છે.

    આ સમાચાર પણ વાંચો: 30 વર્ષ પછી મૌની અમાવસ્યા પર દુર્લભ સંયોગ, આ વસ્તુઓનું દાન વરસાવશે શનિના આશીર્વાદ!

    તેઓએ ઓઝુ, કુરોસાવા, મિઝોગુચીથી લઈને કિતાનો સુધીના ઘણા જાપાનીઝ માસ્ટર્સ બનાવ્યા છે. આ તમામ બાબતો લાસ્ટ ફિલ્મ શોના સંપાદન માટેનો તેમનો પ્રેમ પણ દર્શાવે છે કારણ કે શોચીકુ એક સંપૂર્ણ મનોરંજન કંપની છે પરંતુ મહાન સિનેમાને સમર્પિત પણ છે. માસાહિરો યામાનાકા, જે શોચીકુ ખાતે મોશન પિક્ચર અને એક્વિઝિશન ડિવિઝનના ઓપરેટિંગ ઓફિસર છે, તેઓએ તેમની ફિલ્મ વિશેની ઉત્સુકતા શેર કરી, “સૌપ્રથમ, આ વર્ષના ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી થવી, જ્યાં ઘણા મજબૂત દાવેદારો હતા, તે ખરેખર એક મહાન સિદ્ધિ છે. વધુમાં, શોર્ટલિસ્ટ થવાનો અર્થ એ છે કે એકેડમીના સભ્યોએ ફિલ્મના વાસ્તવિક મૂલ્યને ઓળખી કાઢ્યું છે અને અમને લાગે છે કે આ ફિલ્મ ખરેખર તેને લાયક છે. સિનેમા પ્રત્યેના પ્રેમ ઉપરાંત, અમને તે ખરેખર રસપ્રદ લાગ્યું કે પ્રેક્ષકો એક ઉત્સુક છોકરાના અને તેના મિત્રોના સાહસોથી ખરેખર ઉત્સાહિત થઈ શકે છે! આ ફિલ્મ એક છોકરાના વિકાસની સુંદર વાર્તા છે, અને માતા-પિતાનો તેમના બાળકો પ્રત્યેનો સાચા પ્રેમ પર આધારિત છે, જે સાર્વત્રિક અને ટાઈમલેસ થીમ છે.

    આ ફિલ્મ વિશ્વભરના પ્રેક્ષકોના દિલ જીતવાની શક્તિ ધરાવે છે, અને હકીકત એ છે કે ફિલ્મે અસંખ્ય પ્રેક્ષક પુરસ્કારો જીત્યા છે અને ફિલ્મને વિવિધ દેશોમાં વિતરિત કરવામાં આવી છે. અમે માનીએ છીએ કે જાપાની દર્શકો પણ આ ફિલ્મનો જાદુ અનુભવશે.” લેખક-નિર્દેશક પાન નલિને ઉમેર્યું, “શોચીકુએ સો કરતાં પણ વધુ વર્ષ પહેલાં ફિલ્મો બનાવવાની શરૂઆત કરી હતી, તે માત્ર સ્ટુડિયો જ નહીં પણ જાપાનીઝ સિનેમાનું એક સ્મારક છે અને સિનેમાના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ છે. એક યુવાન ફિલ્મપ્રેમી તરીકે કુરોસાવા, ઓઝુ, યામાદા, નાકાતા જેવા માસ્ટર્સની મૂવીઝની શરૂઆત પહેલા મેં શોચીકુ સ્ટુડિયોનો મોશન લોગો સેંકડો વખત જોયો હશે; તેથી આજે, અહીં જાપાનમાં હોવાથી, એવું લાગે છે કે એક સપનું સાકાર થયું છે કે આજે સિનેમાઘરોમાં ખુલતાની સાથે જ શોચીકુ લોગો લાસ્ટ ફિલ્મ શોનું નેતૃત્વ કરી રહ્યો છે.

    શોચીકુ ટીમ લાસ્ટ ફિલ્મ શોમાંથી ફિલ્મો, ફૂડ અને ફેશન જેવી થીમનો ઉપયોગ કરીને સૌથી નવીનતમ માર્કેટિંગ કરી રહી છે. અહીંના પ્રેસ અને મીડિયાએ ટોચના સ્ટાર રિવ્યુથી ફિલ્મને સ્વીકારી છે. અને આ પ્રથમ સપ્તાહના અંતે હું જાપાની પ્રેક્ષકોને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે પ્રીવ્યુ શોનો શરૂઆતનો પ્રતિસાદ જબરજસ્ત રહ્યો છે.” નિર્માતા ધીર મોમાયા કે જેઓ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ડાર ગઇ સાથે જાપાનમાં છે, તેમણે શેર કર્યું, “જાપાનમાં આ મારી પહેલી મુલાકાત છે, અને લાસ્ટ ફિલ્મ શોના થિયેટર રિલીઝ થકી, આ સમૃદ્ધ દેશને શોધવાની આ સારી તક છે. અમે શોચીકુ અને જાપાનીઝ વિતરણ સિસ્ટમમાંથી ઘણું શીખી શકીએ છીએ, અને તેઓ ફિલ્મને કેવી રીતે વિકસાવે છે, અને તેને ઝીણવટપૂર્વક આયોજિત માર્કેટિંગ સાથે દર્શકો સુધી લઈ જાય છે. જાપાની પ્રેક્ષકોનો પ્રારંભિક પ્રતિસાદ અદ્ભુત રહ્યો છે, અને અમારી ફિલ્મ પ્રત્યેનો પ્રેમ સતત ફેલાઈ રહ્યો છે…”

    આ સમાચાર પણ વાંચો: ફેમસ ડાયરેક્ટર મહેશ ભટ્ટની થઇ હાર્ટ સર્જરી, પુત્ર રાહુલે આપ્યું તેમનું હેલ્થ અપડેટ

    લાસ્ટ ફિલ્મ શો, 95મા ઓસ્કારમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તેનું વર્લ્ડ પ્રીમિયર ન્યૂયોર્કમાં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પોટલાઇટની ઓપનિંગ ફિલ્મ તરીકે યોજાયું હતું. ત્યારથી આ ફિલ્મે સેમીન્સી 66મા વેલાડોલિડ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સ્પેનમાં બેસ્ટ પિક્ચર, મિલ વેલી કેલિફોર્નિયા ખાતે ઓડિયન્સ ફેવરિટ એવોર્ડ્સ, લોસ એન્જલસના એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ પિક્ચર સ્નો લેપર્ડ, BAFICI આર્જેન્ટિના, બેઇજિંગ ચાઇના ખાતે બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડિરેક્ટર નામાંકન.સહિત વિશ્વભરમાંથી અનેક એવોર્ડ જીત્યા છે. આ ફિલ્મનું નિર્માણ ધીર મોમાયા (જુગાડ મોશન પિક્ચર), સિદ્ધાર્થ રોય કપૂર (રોય કપૂર ફિલ્મ્સ) અને પાન નલિન (મોન્સૂન ફિલ્મ્સ) દ્વારા ફ્રાન્સની વર્જિની લેકોમ્બે (વર્જની ફિલ્મ્સ) અને એરિક ડુપોન્ટ સાથે સહ-નિર્માણમાં કરવામાં આવ્યું છે.

  • શાહરુખની ફિલ્મમાં જોવા મળેલી આ ક્યૂટ છોકરી કરવા જઈ રહી છે લગ્ન, અભિનેત્રી સુપ્રિયા શુકલા એ સોશિયલ મીડિયા પર આપી માહિતી

    શાહરુખની ફિલ્મમાં જોવા મળેલી આ ક્યૂટ છોકરી કરવા જઈ રહી છે લગ્ન, અભિનેત્રી સુપ્રિયા શુકલા એ સોશિયલ મીડિયા પર આપી માહિતી

    News Continuous Bureau | Mumbai

    તમને શાહરૂખ ખાનની ( shah rukh khan ) ફિલ્મ કલ હો ના ( kal ho na ho ) હો યાદ છે? આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટાની નાની બહેન બનેલી જિયાએ પોતાના ક્યૂટ લુકથી બધાનું દિલ જીતી લીધું હતું. પરંતુ હવે તે નાની છોકરી ( child actor ) મોટી થઈ ગઈ છે અને તે લગ્ન કરવા જઈ રહી છે.

    ઝનક ની થઇ સગાઈ

    બાળ કલાકાર તરીકે ઘર-ઘરમાં જાણીતી બનેલી ઝનક તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. તે સર્ટિફાઈડ ફિટનેસ ટ્રેનર સ્વપ્નિલ સૂર્યવંશી સાથે લગ્ન કરવા જઈ રહી છે. ઝનક ની ( jhanak shukla ) માતા સુપ્રિયા શુક્લા એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પ્રેમી યુગલનો ફોટો શેર કર્યો છે. જ્યાં બંને એક સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. ઝનકે પણ સગાઇ ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ટીવી સેલેબ્સ માંથી ઘણા લોકો એ ઝનક ને શુભેચ્છા પાઠવી હતી.

     

    આ સમાચાર પણ વાંચો:  ઉંમરના આ પડાવ પર આદિત્ય રોય કપૂર ને ટક્કર આપી રહ્યો છે અનિલ કપૂર, વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

    ઝનક શુકલા નું એક્ટિંગ કરિયર

    ઝનક શુક્લા 26 વર્ષથી ફિલ્મો અને ટીવીનો જાણીતો ચહેરો છે. ‘કરિશ્મા કા કરિશ્મા’ સિરિયલમાં પણ ઝનકે રોબોટિક ગર્લ કરિશ્માનો રોલ કર્યો હતો.આ સિવાય તેણે હોલીવુડ ફિલ્મ વન નાઈટ વિથ કિંગ માં પણ કામ કર્યું છે.ઝનક પોતાના સમયમાં ખૂબ જ લોકપ્રિય રહી છે, પરંતુ 15 વર્ષની ઉંમરે અભિનેત્રીએ બ્રેક લઈને બધાને ચોંકાવી દીધા હતા. ઝનક શરૂઆતથી જ અભ્યાસ તરફ વધુ ઝોક ધરાવતી હતી. અભિનેત્રી માને છે કે અભ્યાસ પ્રથમ આવે છે. તેથી જ તેણે અભિનય ઉદ્યોગમાંથી બ્રેક લીધો અને પોતાનો અભ્યાસ પૂરો કર્યો.ઝનકે આર્કિયોલોજી માં માસ્ટર્સ કર્યું છે.

  • Kuttey Trailer: આ ફિલ્મનું નામ છે ગાળ; ટ્રેલર પણ અપશબ્દોથી ભરેલું છે, સેન્સર બોર્ડ શું કરશે?

    Kuttey Trailer: આ ફિલ્મનું નામ છે ગાળ; ટ્રેલર પણ અપશબ્દોથી ભરેલું છે, સેન્સર બોર્ડ શું કરશે?

    News Continuous Bureau | Mumbai

    વિશાલ ભારદ્વાજે 2009માં કમીને ફિલ્મ બનાવી હતી. હવે તે  કુત્તે ફિલ્મ લઈને આવી રહ્યો છે. સામાન્ય અર્થમાં બંને પદવી એવા છે, જેને સમાજમાં અપમાનજનક ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા બે દાયકામાં બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓ સિનેમાને વાસ્તવિક બનાવવાના નામે ફિલ્મોમાં ખૂબ જ દુરુપયોગ કરી રહ્યા છે. કૂત્તાનું ટ્રેલર રિલીઝ થયું છે અને તે અપશબ્દોથી ભરેલું છે. આ જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે આ ફિલ્મમાં કેટલી બધી અબ્યુઝ હશે. આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થનારી આ ફિલ્મ અંગે સેન્સર બોર્ડ શું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે. ભૂતકાળમાં, સેન્સર અશ્લીલતા અને અપશબ્દોને લઈને કડક વલણ અપનાવી રહ્યું છે.

    પુત્ર ડિરેક્ટર બન્યો

    બોલિવૂડમાં નેપોટિઝમ છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. નેપો-બાળકો ઘણીવાર સ્ક્રીન પર ચમકે છે. કુટ્ટેમાં દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ પોતાના પુત્રને ડિરેક્ટર તરીકે લોન્ચ કરી રહ્યા છે. તેમના પુત્ર આસમાન ભારદ્વાજ કુત્તેના દિગ્દર્શક છે અને પિતા-પુત્રની જોડીએ ફિલ્મને સહ-લેખિત કરી છે. આ ડાર્ક કોમેડી એક્શન ડ્રામા છે. આ ફિલ્મ 13 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં અર્જુન કપૂર, નસીરુદ્દીન શાહ, કુમુદ મિશ્રા, તબ્બુ, કોંકણા સેન શર્મા, રાધિકા મદન અને શાર્દુલ ભારદ્વાજ મહત્વની ભૂમિકામાં છે. નસીર અહીં ગેંગ લીડર બની ગયો છે, જેના માટે અર્જુન કપૂર અને કુમુદ મિશ્રા કામ કરતા જોવા મળે છે. જ્યારે તબ્બુ એક બગડેલા પોલીસ ઓફિસરના રોલમાં છે. કોંકણા સેન શર્મા જંગલમાં નક્સલી ટાઈપ ગેંગ લીડરના રોલમાં છે.

    આ સમાચાર પણ વાંચો:  Star Couple Divorce: છૂટાછેડાના સમાચાર વચ્ચે ‘મહાદેવ’ મોહિત રૈનાએ શેર કરી આવી પોસ્ટ! પત્ની સાથેના તમામ ફોટોઝ કાઢી નાખ્યા ….

    કુત્તે એક વાન લૂંટવાની વાર્તા છે, જેમાં કરોડોની રોકડ છે. આ ટ્રેલરમાં ત્રણ ગેંગ મુંબઈના બહારના વિસ્તારમાં આ વાન લૂંટવાની યોજના બનાવી રહી છે. પરંતુ તેઓ એકબીજાના પ્લાન વિશે જાણતા નથી. આવી સ્થિતિમાં ચારે બાજુથી ગોળીઓ વરસે છે અને લોહી વહે છે. આ સાથે અપશબ્દો પણ અસ્ખલિત રીતે વહે છે. આ લૂંટમાં કોને કેટલો ભાગ મળે છે તે જોવાનું રહેશે. ટ્રેલરમાં અર્જુન કપૂરની સાથે તબ્બુ અને રાધિકા મદન પણ આડેધડ અપશબ્દો બોલી રહ્યા છે. ફિલ્મનું સંગીત વિશાલ ભારદ્વાજે આપ્યું છે અને ગીતો ગુલઝારે લખ્યા છે. ટ્રેલરમાં તબ્બુને સૌથી વધુ વખાણ મળી રહ્યા છે.

     

  • પોતાના ફિલ્મનું પ્રમોશન કરવા પહોચેલ આ કન્નડ સુપરસ્ટારના ચહેરા પર ફેંકાયું ચંપલ, વીડિયો થયો વાયરલ, જાણો શું હતું કારણ

    પોતાના ફિલ્મનું પ્રમોશન કરવા પહોચેલ આ કન્નડ સુપરસ્ટારના ચહેરા પર ફેંકાયું ચંપલ, વીડિયો થયો વાયરલ, જાણો શું હતું કારણ

    News Continuous Bureau | Mumbai

    કન્નડ અભિનેતા દર્શનનો ( kannada actor darshan ) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને અભિનેતાના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં આ વીડિયો એક ( kranti event )  ઇવેન્ટ નો છે, જેમાં દર્શન પર કોઈએ ચપ્પલ ( hit with a slipper ) ફેંકી હતી. આ પ્રસંગનો વીડિયો મીડિયાના કેમેરામાં કેદ થયો હતો અને હવે વાયરલ થયો છે.

     ફિલ્મ અભિનેતા પર ચપ્પલ ફેંકવા નો વિડીયો થયો વાયરલ

    કર્ણાટકના હોસ્પેટમાં અભિનેતા દર્શન તેની નવી ફિલ્મના પ્રમોશન માટે આવ્યો હતો.તેની ફિલ્મ ક્રાંતિ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના નવા ગીતને લોન્ચ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દર્શને લોકો સાથે વાત કરવા સ્ટેજ પર ચડી ગયા હતા. આ દરમિયાન કોઈએ તેમની તરફ સેન્ડલ ફેંક્યું, જે તેમના ખભા પર વાગ્યું.દર્શન સાથે બનેલી આ ઘટના બાદ ઇવેન્ટ માં હાજર તમામ લોકો ચોંકી ગયા હતા. આ વાતથી અભિનેતા પોતે પણ ચોંકી ગયો હતો. જો કે, પછી તેણે પોતાની જાતને સંભાળી અને બધાને શાંત કર્યા. બાકીની ઘટના યોજના મુજબ બની અને આગળ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. બીજી તરફ, ઘણા ચાહકો નારાજ છે અને ચંપલ ફેંકનાર વ્યક્તિની ધરપકડની માંગ કરી રહ્યા છે…

    આ સમાચાર પણ વાંચો: Mango arrives in Mumbai market : કોંકણના રાજાનું મુંબઈમાં આગમન! કેરીના પ્રથમ બોક્સની કિંમત 42 હજાર…

    દર્શન ના એક ઇન્ટરવ્યૂ બાદ લોકો નો ફાટી નીકળ્યો ગુસ્સો

    દર્શન સામેનો આ ગુસ્સો તેમના એક નિવેદન બાદ ફાટી નીકળ્યો છે. દર્શને તેના તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આ કહ્યું, દર્શને તેના તાજેતરના એક ઈન્ટરવ્યુમાં આવી વાત કહી હતી, જેને મિસગોગ્નેસ્ટિક કહેવામાં આવી હતી અને લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા હતા.તેણે ઈન્ટરવ્યુમાં ભાગ્યની દેવી વિશે વાત કરી હતી.દર્શને કહ્યું હતું કે, ‘ભાગ્યદેવી તમારા દરવાજે ખટખટાવતી નથી. જો તે દરવાજો ખખડાવે છે, તો તેને પકડી લો, તેને તમારા બેડરૂમમાં ખેંચી ને લઇ જાઓ અને તેના બધા કપડાં ઉતારો, જો તમે તેને કપડાં આપશો તો તે બહાર જતી રહેશે.’

    કન્નડ અભિનેતાની આ વાતે સોશિયલ મીડિયા પર લોકોને ઉશ્કેર્યા હતા. તેનો આ વીડિયો વાયરલ થયો હતો. યુઝર્સે કહ્યું કે દર્શનની વાત અત્યંત નિંદનીય છે અને તે મહિલાઓ પ્રત્યેની તેની નબળી વિચારસરણી દર્શાવે છે. આ સાથે યુઝર્સે કહ્યું કે એક્ટરે દેવીનું પણ અપમાન કર્યું છે. ઘણા યુઝર્સ તેને ચીપ પણ કહેતા હતા. અન્ય ઘણા વપરાશકર્તાઓએ કહ્યું કે અભિનેતાએ હદ વટાવી દીધી છે…

    આ સમાચાર પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને એવો પ્રસાદ મળ્યો, જે અત્યાર સુધી તે બીજાને પકડાવતી હતી. નાગપુરનું પાર્ટી કાર્યાલય શિંદે સેનાએ પચાવી પાડ્યું

  • તો શું ખરેખર શાપિત હતી હોલિવૂડની આ ફિલ્મ?ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટારકાસ્ટ સાથે બનતી હતી અજીબોગરીબ ઘટના

    તો શું ખરેખર શાપિત હતી હોલિવૂડની આ ફિલ્મ?ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટારકાસ્ટ સાથે બનતી હતી અજીબોગરીબ ઘટના

    News Continuous Bureau | Mumbai

    અત્યાર સુધી તમે ઘણી હોરર ફિલ્મો જોઈ હશે. જેમાં હોલીવુડ ( hollywood ) , બોલિવૂડની ફિલ્મો પણ સામેલ હશે. પરંતુ આજે અમે તમને ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તમે તે ફિલ્મ તો જોઈ હશે પરંતુ તે ફિલ્મના પડદા પાછળની વાર્તા શું હતી. આ સાંભળીને તમે ચોક્કસપણે દંગ રહી જશો. હોરર ફિલ્મો વિશે ઘણી વખત એવી અફવા આવી છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટારકાસ્ટ સાથે અજીબોગરીબ ઘટનાઓ બનવા લાગી હતી. પરંતુ હોલિવૂડની હોરર ફિલ્મ ‘ધ એક્સોર્સિસ્ટ’ ( the exorcist ) એક એવી ફિલ્મ છે, જેની રિલીઝ બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તેણે લોકોના ( cursed ) જીવ લીધા.

     લોકો આ ફિલ્મને શ્રાપિત માનતા હતા

    વિલિયમ ફ્રીડકીનની આ હોરર ક્લાસિક ફિલ્મ ‘ધ એક્સોસિસ્ટ’ વર્ષ 1973માં રિલીઝ થઈ હતી. આ એક એવી ફિલ્મ છે જેને લોકો શ્રાપ માને છે. તેનું કારણ એ છે કે આ ફિલ્મ એટલી ડરામણી હતી કે તેને જોનારા ઘણા લોકોને સિનેમાઘરોમાં જ હાર્ટ એટેક આવી ગયો હતો. કહેવાય છે કે ફિલ્મ સમીક્ષકો હોરર ફિલ્મ ‘ધ એક્ઝોર્સિસ્ટ’ જોવા માટે સિનેમા હોલમાં પહોંચી ગયા હતા અને ફિલ્મ શરૂ થયાના થોડા જ સમયમાં ત્યાંથી ભાગી ગયા હતા. સ્થિતિ એવી હતી કે અમેરિકામાં ફિલ્મ હોલની બહાર એમ્બ્યુલન્સ ઊભી રહેતી કે કોને ક્યારે જરૂર પડશે.

    આવી હતી ફિલ્મ ની વાર્તા

    તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ધ એક્સોર્સિસ્ટ’ એક એવી છોકરીની વાર્તા હતી જેને એક દુષ્ટ આત્માનો શિકાર હતો. ફિલ્મના દ્રશ્યો ખૂબ જ ડરામણા શૂટ કરવામાં આવ્યા હતા. જેને જોઈને દર્શકો થિયેટરોમાં જ ચીસો પાડતા હતા. એવી ચર્ચાઓ બધે થવા લાગી. આટલું જ નહીં, UKના Farout મેગેઝીને દાવો કર્યો છે કે ફિલ્મ ‘ધ એક્સોર્સિસ્ટ’નું શૂટિંગ શરૂ થતાંની સાથે જ સ્ટાર કાસ્ટ સાથે અપ્રિય વસ્તુઓ થવા લાગી. જે બાદ લોકો આ ફિલ્મને શ્રાપિત માનવા લાગ્યા હતા. એવું પણ કહેવાય છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર આગ લાગી હતી અને આખા શૂટમાં માત્ર બેડરૂમ જ રહ્યો જ્યાં હોરર સીન શૂટ કરવામાં આવ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો: G20 મિટિંગ માટે મુંબઈનું કરાયું બ્યુટિફિકેશન… શહેર ઝૂંપડપટ્ટીઓને આવી રીતે છુપાવવામાં આવી.. જુઓ વિડીયો   

    આટલા લોકોના મૃત્યુ થયા હતા

    એવો દાવો કરવામાં આવે છે કે ફિલ્મના નિર્માણ દરમિયાન તેની સાથે જોડાયેલા 20 લોકોના અલગ-અલગ કારણોસર મોત થયા હતા. જો કે, દુર્ઘટના અહીં અટકી ન હતી. ફિલ્મના કલાકારો જેક મેકગોવન અને વાસિલીકી મલીયારોસ, જેમના પાત્રો ફિલ્મમાં માર્યા ગયા હતા, ફિલ્મ વીંટાયાના થોડા સમય પછી શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. બાકીની સ્ટાર કાસ્ટ સાથે પણ વિચિત્ર ઘટનાઓ બની. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે ફિલ્મ જોયા બાદ ઘણા લોકો ડિપ્રેશનમાં આવી ગયા હતા, ત્યારબાદ ચર્ચમાંથી પાદરીઓને તેમની સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા.

     આ ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે ફિલ્મ

    નવાઈની વાત તો એ હતી કે ફિલ્મ ‘ધ એક્સોર્સિસ્ટ’ને લઈને ઘણા બધા દાવા કરવામાં આવ્યા હતા. લોકો ડિપ્રેશનમાં ગયા. ઘણાએ પોતાનો જીવ ગુમાવ્યો. આમ છતાં લોકોમાં ફિલ્મનો ક્રેઝ ખતમ થયો નહતો. કહેવાય છે કે ધ એક્સોસિસ્ટને જોવા માટે સિનેમા હોલની બહાર વહેલી સવારથી જ લાઈનો લાગતી હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ધ એક્સોર્સિસ્ટ’ પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.

    આ સમાચાર પણ વાંચો: ‘રામ રાખે એને કોણ ચાખે’.. મુંબઈના પવઈમાં એક બસે રાહદારીને મારી ટક્કર, પછી થયો એવો ચમત્કાર કે… જુઓ વિડિયો