News Continuous Bureau | Mumbai
મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું ટૂંકી માંદગી બાદ મંગળવારે મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે અવસાન થયું હોવાનું પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું. 89 વર્ષીય લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર્તાના અંતિમ સંસ્કાર આજે કોલ્હાપુર ખાતે કરવામાં આવશે, એમ તેમના પુત્ર તુષાર ગાંધીએ પીટીઆઈને જણાવ્યું હતું.
14 એપ્રિલ, 1934ના રોજ ડરબનમાં મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાને ત્યાં જન્મેલા અરુણ ગાંધીએ એક કાર્યકર તરીકે તેમના દાદાના પગલે ચાલ્યા હતા. તેમજ અલગ અલગ અખબારોમાં તેમના મંતવ્યો છપાઈને આવતા હતા. . સામાજિક અને રાજકીય મુદ્દે તેઓ ક્યારેક પોતાનો અભિપ્રાય પણ આપતા હતા.
આ સમાચાર પણ વાંચો: ભામરાગઢના કેલમારા જંગલ વિસ્તારમાં પોલીસ-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ નક્સલવાદી મર્યા ગયા
