• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ac-bus
Tag:

ac-bus

best will get more 60 ac bus mumbai
મુંબઈ

‘બેસ્ટ’ના કાફલામાં 60 વધુ એસી પ્રીમિયમ બસો, આ બે વધારાના રૂટ પર સેવા

by kalpana Verat April 6, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

બેસ્ટ પ્રશાસને ગિરદીના સમયે બેસ્ટની બસમાં થતી ગિરદી, સમયસર ન મળતી બસ વગેરે બાબત ધ્યાનમાં રાખીને બેસ્ટ ઉપક્રમે એસી પ્રીમિયમ બસ સેવા શરૂ કરી છે.

હવે ‘BEST’ના કાફલામાં 60 વધુ પ્રીમિયમ બસો ઉમેરવામાં આવી છે જે મુંબઈકરોને પ્રવાસી સેવાઓ પૂરી પાડે છે અને આ સેવા વધુ બે રૂટ પર શરૂ કરવામાં આવી છે. ‘બેસ્ટ’ના કાફલામાં અગાઉ 32 પ્રીમિયમ બસો છે. હાલમાં, આ સેવા છ બસ રૂટ પર ચાલી રહી છે અને આજથી થાણેથી અંધેરી (પૂર્વ) બસ સ્ટેશન અને  ગુંદવલી મેટ્રો સ્ટેશનથી બાંદ્રા-કુર્લા સંકુલ સુધી બે નવા બસ રૂટ શરૂ કરવામાં આવ્યા છે, એમ ‘બેસ્ટ’ વહીવટીતંત્રે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: ખેડૂતોને મળશે રાહત.. મહારાષ્ટ્ર સરકારે કમોસમી વરસાદને લઈને લીધો આ મોટો નિર્ણય..

સરેરાશ, દરરોજ 5000 થી વધુ મુસાફરો બેસ્ટની પ્રીમિયમ બસોની સેવાનો લાભ લઈ રહ્યા છે. બંને નવા બસ રૂટ પર સવારના 7.30 થી 11.30 અને સાંજે 4 થી 8 દરમિયાન પીક અવર્સ દરમિયાન 15 મિનિટના અંતરે લક્ઝરી બસો ઉપલબ્ધ છે. દરમિયાન, મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, પ્રીમિયમ બસો વર્તમાન 45-મિનિટના અંતરાલને બદલે એરપોર્ટ રૂટ પર દોડે છે. આ પ્રીમિયમ બસ સેવા દક્ષિણ મુંબઈથી એરપોર્ટ અને ખારઘરથી ​​એરપોર્ટ માટે 30 મિનિટના અંતરે શરૂ કરવામાં આવી છે.

April 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Electric double decker AC buses will run for two days for heritage tour from CSMT to Nariman point
મુંબઈTop Post

મુંબઈમાં હવે હેરિટેજ ટૂર થશે ઠંડા ઠંડા કુલ કુલ, સપ્તાહના આ બે દિવસ શહેરમાં દોડશે ઇલેક્ટ્રિક ડબલડેકર એસી બસ..

by Dr. Mayur Parikh February 23, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈવાસીઓની સેવામાં આવેલી ઇલેક્ટ્રિક ડબલડેકર એસી બસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ડબલ ડેકર બસમાં પહેલા જ દિવસે એક હજારથી વધુ મુંબઈકરોએ મુસાફરી કરી છે.

આ બસ હેરિટેજ ટુર માટે દોડશે

આ બસ નંબર A-115 સોમવારથી શુક્રવાર દર અડધા કલાકે સીએસએમટીથી નરીમાન પોઈન્ટ સુધી દોડે છે. આ બસો શનિવાર અને રવિવારે હેરિટેજ ટુર તરીકે સેવા આપશે. આ બસ સેવા સવારે 9 વાગ્યાથી શરૂ થશે. બેસ્ટને અપેક્ષા છે કે આ નિર્ણય બાદ હેરિટેજ ટુરને પણ જોરદાર પ્રતિસાદ મળવાની શક્યતા છે. એસીબસ બેસ્ટના કાફલામાં જોડાતા મુંબઈકરોને મોટી રાહત મળી છે. મુંબઈમાં ડબલ ડેકરમાં મુસાફરી કરતા મુંબઈગરાઓ બેસ્ટની એસી બસમાં મુસાફરી કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં એક મહિનામાં ત્રીજી વખત CNG બસમાં લાગી આગ, BEST ઉપક્રમે લીધો આ મોટો નિર્ણય.. મુસાફરો થશે હાલાકી..

શુ સમય઼ છે અત્યારે

પ્રથમ બસ સીએસએમટીથી સવારે સાડા નવ વાગ્યે ઉપડે છે. પ્રથમ પાંચ કિલોમીટર માટે મુસાફરોએ 6 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે કે એસી ડબલ ડેકર બસનું ભાડું પણ સામાન્ય લોકોને પરવડે તેમ છે. હાલમાં આ બસ CSMT સ્ટેશનથી NCPA જતા રૂટ પર ચલાવવામાં આવે છે. આ બસ સવારે 8.45 થી રાત્રે 10.30 સુધી ચાલે છે. આ બસનો રૂટ નંબર 115 છે.

પ્રથમ તબક્કામાં, બેસ્ટ પાસે તેના કાફલામાં 7 એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસો છે. આ એક ડબલ ડેકર બસ છે જેમાં કુલ 65 સીટો છે. હાલમાં માત્ર બે બસો મુંબઈકરોને સેવા આપે છે અને આગામી સપ્તાહ સુધીમાં 7 થી 8 વધુ બસો ઉપલબ્ધ થશે. ઉપરાંત, માર્ચના અંત સુધીમાં, 200 એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર્સ બેસ્ટના કાફલામાં જોડાશે.

આ સમાચાર પણ વાંચો :   જગત જમાદાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું ઠોકર ખાવાનું યથાવત, ફરી એકવાર પગથિયાં ચઢતાં ગોથું ખાઈ ગયાં.. જુઓ વિડીયો

February 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Electric double decker AC buses will run for two days for heritage tour from CSMT to Nariman point
મુંબઈ

મુંબઈકરોની સેવામાં આવી ગઈ ઇલેક્ટ્રિક ડબલ ડેકર એસી બસ, આવતીકાલથી આ રૂટ પર પર દોડશે.. જાણો ભાડું અને અન્ય વિગતો 

by kalpana Verat February 20, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

મુંબઈકરોની મનપસંદ ડબલ ડેકર હવે નવા અત્યાધુનિક ઇલેક્ટ્રિક અવતારમાં મુસાફરોની સેવામાં આવી ગઈ છે. આ ડબલ ડેકર બસની સફર આવતા આવતીકાલથી જ શરૂ થશે. આ ડબલ ડેકર બેટરી પર ચાલશે અને સંપૂર્ણ એરકન્ડિશન્ડ હશે. 

મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રથમ ડબલ-ડેકર ઇલેક્ટ્રિક એસી બસ મંગળવારથી મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને NCPA વચ્ચે દોડશે, જે પર્યાવરણને અનુકૂળ, સસ્તી અને કાર્યક્ષમ મુસાફરીનું સર્જન કરશે. આ માટે મુસાફરોએ પ્રથમ પાંચ કિલોમીટર માટે 6 રૂપિયા ચૂકવવા પડશે. બેસ્ટના કાફલામાં આ દેશની પ્રથમ ડબલ-ડેકર એસી બસ છે અને આ મહિનાના અંત સુધીમાં કાફલામાં વધુ 5 ડબલ-ડેકર ઉમેરવામાં આવશે.

ડબલ-ડેકર બસો એક સમયે મુંબઈનું ગૌરવ હતું, પરંતુ તેમની અપ્રચલિતતાને કારણે, બેસ્ટે તેના કાફલામાંથી ડબલ-ડેકર બસોને તબક્કાવાર દૂર કરી છે. બેસ્ટ ઉપક્રમના કાફલામાં હાલમાં 45 ડબલ-ડેકર બસો છે, જે ટૂંક સમયમાં સેવામાંથી દૂર કરવામાં આવશે. BEST ઉપક્રમે 900 વાતાનુકૂલિત ઈલેક્ટ્રિક ડબલ-ડેકર બસો લીઝ પર ખરીદવાનો નિર્ણય કર્યો છે જેથી મુંબઈવાસીઓ ફરીથી ડબલ-ડેકર બસોમાં મુસાફરીનો આનંદ માણી શકે. આ બસો લંડનની ડબલ ડેકર બસો જેવી છે. આ બસોનું નિર્માણ અશોક લેલેન્ડની પેટાકંપની સ્વિચ મોબિલિટી દ્વારા કરવામાં આવે છે.

બસની કુલ દોડવાની ક્ષમતા 180 કિમી છે. બસ 45 મિનિટના ચાર્જિંગમાં 100 કિમી સુધી દોડી શકે છે જ્યારે ફુલ ચાર્જ થવામાં 80 મિનિટનો સમય લાગે છે.

આ સમાચાર પણ વાંચો :  દહીંના ઉપયોગથી દૂર થશે વાળ સંબંધિત ઘણી સમસ્યાઓ, આ રીતે ઉપયોગ કરો

8 વર્ષની બેટરી વોરંટી

બસની બેટરી નિકલ, મેંગેનીઝ અને કોબાલ્ટની બનેલી છે અને તેની આઠ વર્ષની વોરંટી છે. મોબિલિટી મોનિટરની મદદથી બેટરી ટેમ્પરેચર ચેક કરી શકાય છે. જો આમાં કોઈ ખામી જણાય તો તરત જ તેની જાણકારી ડ્રાઈવરને આપી શકાય છે. આ મોબિલિટી મોનિટરની મદદથી બેટરીમાં આગ લાગવાથી અને દબાવવાથી થતા જોખમને તરત જ સમજી શકાશે અને આ રીતે સંભવિત જોખમો ટાળી શકાશે.

ફિટનેસ સર્ટિફિકેટ માટે સાત મહિના

બેસ્ટ ગયા વર્ષથી ડબલ-ડેકર એસી બસો રજૂ કરવાની પ્રક્રિયામાં છે અને ઓગસ્ટ 2022માં ઇલેક્ટ્રિક એસી ડબલ-ડેકર બસો રજૂ કરવામાં આવી હતી. પરંતુ પૂણેમાં ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARI) તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં વિલંબ થયો હતો. આથી, પ્રથમ એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસ 11 ફેબ્રુઆરીના રોજ કોલાબા આગાર ખાતે બેસ્ટ ઉપક્રમના કાફલામાં દાખલ થઈ. આરટીઓ વિભાગ પાસેથી મંજૂરી મેળવવામાં તેને એક સપ્તાહનો સમય લાગ્યો હતો. પરંતુ હવે આ ડબલ ડેકર એસી બસ મંગળવારથી દક્ષિણ મુંબઈના રસ્તાઓ પર દોડશે.

90 મુસાફરોની ક્ષમતા!

સુરક્ષા માટે બસમાં સીસીટીવીની સુવિધા આપવામાં આવી છે. એક બસની કિંમત લગભગ બે કરોડ રૂપિયા છે અને તે લગભગ 90 મુસાફરોને લઈ જઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : એર ઇન્ડિયા બાદ હવે ઈન્ડિગોનો સામે આવ્યો મેગા પ્લાન, 2030 સુધીમાં 500 એરક્રાફ્ટનો કરશે વધારો

February 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Third CNG bus catches fire in a month, BEST takes 400 buses off roads
મુંબઈ

વાહ-મુંબઈગરાઓનો બેસ્ટનો પ્રવાસ થશે ઠંડા ઠંડા કુલ કુલ-બેસ્ટના કાફલામાં જોડાશે વધુ એસી બસ

by Dr. Mayur Parikh August 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાનો બેસ્ટની બસ(BEST BUS) વધુ સુવિધાજનક અને ગરમીથી રાહત(Heat relief) આપનાનો ઠંડા ઠંડા કુલ બની રહેવાનો છે. ડિસેમ્બર સુધીમાં 500 થી વધુ વાતાનુકૂલિત બસોને(Air-conditioned buses) બેસ્ટના કાફલામાં સામેલ કરવામાં આવવાની છે. આ એસી બસો મીડી(AC Bus Midi), મીનીને બદલે 12 મીટર લાંબી હશે. કેટલીક ડબલ-ડેકર એર-કન્ડિશન્ડ ટ્રેનો(Double-decker air-conditioned trains) પણ બેસ્ટના કાફલામાં જોડવાની છે.

મિની, મિડી બસોમાં મુસાફરોની વહન ક્ષમતા(carrying capacity)પ્રમાણમાં ઓછી હોય છે. કુલ બસ કાફલામાં મિની, મિડી ફોર્મેટની 1700 થી વધુ બસોનો સમાવેશ થાય છે, પરંતુ આ મિની, મિડી બસોમાં મુસાફરોની વહન ક્ષમતા પ્રમાણમાં ઓછી હોય છે. પરિણામે, મુસાફરોની અસુવિધાને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર 2022 સુધી પહેલ દ્વારા 12 મીટર લંબાઈની 500 વાતાનુકૂલિત બસો શરૂ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  વાહ-ક્યા શાન હેં તિરંગે મેં-ઉત્તર મુંબઈમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા-જુઓ અદભુત વિડીયો

500 બસો પૈકી મોટાભાગની બસો સિંગલ ડેકર(Single decker) હશે જ્યારે કેટલીક ડબલ ડેકર હશે. પ્રથમ ડબલ ડેકર એર કન્ડિશન્ડ બસ 18 ઓગસ્ટના રોજ બેસ્ટના કાફલામાં સામેલ કરવામાં આવશે. આ બસ સપ્ટેમ્બરથી સેવામાં આવશે. આગામી કેટલાક વર્ષોમાં, બેસ્ટના કાફલામાં મુંબઈમાં 900 વાતાનુકૂલિત ડબલ-ડેકર બસો દોડશે અને પ્રથમ તબક્કામાં 200 ડબલ-ડેકર બસોનો કાફલામાં સમાવેશ કરવામાં આવશે.
 

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈગરાને મળ્યું લોંગ વીકેન્ડ પરંતુ ટુરીસ્ટ કેબ અને બસો ખાલી. જાણો કેમ?

by Dr. Mayur Parikh April 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈગરા(Mumbaikar)ને રજા માણવા માટે લાંબો વીકએન્ડ(Long weekend) મળ્યો છે. પરંતુ ખાનગી બસ અને ટુરિસ્ટ કાર (Tourist bus)ઓપરેટરો માટે આ વીકએન્ડ(weekend) ફળ્યો નથી. સળંગ ચાર દિવસની રજાને પગલે તેમની સારા બુકિંગની અપેક્ષા પણ પાણી ફરી વળ્યું છે. તેઓ 90 ટકાના આંકડાને પાર કરવાની અપેક્ષા રાખતા હતા, તેની સામે માત્ર 60-65 ટકા પ્રવાસીઓ(tourist) જ ખાનગી કેબ અને બસ બુક કરી હોવાની માહિતી બહાર આવી છે.

મુંબઈમાં લગભગ 15,000 ટૂરિસ્ટ કેબ અને 3,500 ઇન્ટરસિટી બસો છે જે રસ્તાઓ પર ચાલે છે, જેમાંથી 35થી 40 ટકા આ લાંબા વીકએન્ડ માટે બુક કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.

લોંગ વીકએન્ડ છતાં નબળા બુકિંગ માટેનું પ્રાથમિક કારણ છેલ્લા કેટલાક દિવસોમાં ઈંધણ(Fuel rate)ના ભાવમાં વધારો (પેટ્રોલ, ડીઝલ અને CNG) છે. તમામ રૂટ માટે ઇન્ટરસિટી બસોના ટેરિફમાં ઓછામાં ઓછો 20-22 ટકાનો વધારો થયો છે, જ્યારે એસી કાર(AC Car) માટે પ્રતિ કિલોમીટરનો દર કારના પ્રકાર અને મોડલના આધારે પ્રતિ કિલોમીટર રૂ. 15 થી રૂ. 18 સુધી બદલાયા છે. તેને કારણે મુંબઈ-પુણે એસી બસ(Mumbai-Pune AC bus)ની ટિકિટની કિંમત(Ticket rate) 350-400 રૂપિયા હતી, જેમાં 75-100 રૂપિયાનો વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના માટુંગા રેલવે સ્ટેશન પર અકસ્માત બાદ ટ્રેક રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે ચાલુ, ફાસ્ટ લાઇનના ટ્રેનોને આ સ્ટેશનો વચ્ચે કરાઈ ડાયવર્ટ 

લોકો વીકએન્ડમાં બહાર તો નીકળ્યા છે. પરંતુ મોટાભાગના લોકોએ પ્રાઇવેટ કાર(private car) તથા બસના બુકિંગ(bus booking) કરવાને  બદલે પોતાની ખાનગી કારમાં જ બહાર નીકળ્યા છે. ઇંધણના ભાવમાં વધારાને કારણે કામકાજના ખર્ચમાં વધારો થયો હોવાથી ટેરિફ વધારવાની ફરજ પડી હોવાનો દાવો ફેડરેશન ઑફ ટૂરિસ્ટ ટેક્સી ઑપરેટર્સ દ્વારા કરવામાં આવ્યો છે. 

બસ ઓપરેટરોએ દાવો કર્યો હતો કે માત્ર ઇંધણના ભાવમાં જ વધારો નથી થયો પરંતુ અન્ય બાબતોમાં પણ વધારો થયો છે. ઈંધણ સિવાય તેલ, ટાયર અને મેનપાવરના ભાવમાં પણ વધારો થયો છે. ઓપરેશનલ ખર્ચના 60 ટકા ઇંધણ હોવાનું મુંબઈ બસ મલક સંગઠનનું કહેવું છે.

April 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

લો બોલો!! હવે બેસ્ટની બસમાં પણ કરો રિર્ઝવેશન. જાણો વિગત

by Dr. Mayur Parikh February 11, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022

શુક્રવાર.

મુંબઈમાં સવારના ધસારાના સમયમાં બસ અને લોકલ ટ્રેનમાં ભારે ભીડ રહેતી હોય છે. અમુક  વ્યક્તિ આરામથી મુસાફરી કરવાનું પસંદ કરતી હોવાથી તેઓ  ઉબેર, ખાનગી ટેક્સી, રિક્ષામાં વગેરેમાં પ્રવાસ કરે છે.જોકે હવે મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટ પણ આગળ આવી છે. પ્રવાસીઓને રાહત આપવા માટે ટૂંક સમયમાં ખાનગી વાહનોની જેમ બેસ્ટમાં પણ પ્રવાસી પોતાની સીટ આરક્ષિત કરી શકશે બેસ્ટની આ સુવિધા વર્તમાન 'ચલો એપ' દ્વારા ઉપલબ્ધ થશે અથવા આ માટે એક સ્વતંત્ર એપ હશે, BEST એ સ્પષ્ટ કર્યું છે. 

બેસ્ટના અધિકારીના કહેવા મુજબ આગામી થોડા દિવસોમાં પ્રવાસીઓ બેસ્ટની બસમાં સીટ રિઝર્વ કરી શકશે. આ માટે હાલમાં ચાલી રહેલી ચલો એપનો ઉપયોગ કરવામાં આવશે અથવા અલગ એપ દ્વારા સીટ રિઝર્વેશનની સુવિધા આપવામાં આવશે. તેમાં પ્રવાસીઓને બસનો રૂટ, સમય, તે રૂટ પર વધુ કેટલી બસ સેવા ઉપલબ્ધ થશે, તે અંગેની માહિતી મેળવી શકશે. આ સેવાઓ પર માત્ર વાતાનુકૂલિત બસો (AC) જ ચાલશે. આગામી ત્રણ મહિનામાં સેવા ઉપલબ્ધ થશે તેમ બેસ્ટ વહીવટીતંત્રે જણાવ્યું હતું. 

દુનિયામાં સૌથી વધુ ટ્રાફિક ભારતનાં આ શહેરમાં, હંમેશા રસ્તા રહે છે જામ; જાણો વિગતે 

આ એપ સાથે, ડેપો પર લાઇનમાં ઉભા રહીને ટિકિટ લેવાની જરૂર રહેશે નહીં. ચલો સુપર સેવર યોજના  બસની મુસાફરી માં નાણાં બચાવવામાં મદદ કરશે. સુપર સેવર યોજના ચલો કાર્ડ અને ચલો એપ પર ઉપલબ્ધ છે.  

February 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અરે વાહ શું વાત છે! હવે ઍરપૉર્ટ પહોંચવા માટે બોરીવલીથી ઍરકન્ડિશન બસ મળશે

by Dr. Mayur Parikh October 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો     
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021 
બુધવાર
બેસ્ટ ઉપક્રમે મુંબઈ ઍરપૉર્ટને શહેરના વિવિધ ભાગો સાથે જોડવા માટે વિશેષ બસસેવા શરૂ કરી છે. આ યોજના અંતર્ગત દક્ષિણ મુંબઈની તાજ હૉટેલ તેમ જ ટ્રાઇડન્ટ અને હૉટેલ પ્રેસિડન્ટ જેવી પાંચ સિતારા હૉટેલોને ઍરપૉર્ટ સાથે જોડવામાં આવી છે. હવે આ યોજનાને પશ્ચિમ અને પૂર્વ ઉપનગર સાથે જોડવા માટે બોરીવલી પૂર્વથી તેમ જ વાશીથી બેસ્ટની બસ ઍરપૉર્ટ માટે સેવા શરૂ કરશે. 

શિવસેનાના આ નગરસેવકની ગમે એ ઘડીએ ધરપકડ થશે, બૉમ્બે હાઈ કોર્ટે જામીન અરજી નકારી

બસ ક્યારે ઊપડશે અને કેટલા વાગ્યે?

બોરીવલી પૂર્વથી સવારે છ વાગ્યે તેમ જ આઠ વાગ્યાની વચ્ચે ત્રણ ઍર કન્ડિશન બસ ઍરપૉર્ટ જશે. આ ઉપરાંત સાંજે સાડાત્રણથી સાડાપાંચ દરમિયાન ત્રણ બસ ઍરપૉર્ટ માટે ઊપડશે.

આ ઉપરાંત ઍરપૉર્ટથી સાંજે પાંચથી સાત વાગ્યાની વચ્ચે ત્રણ બસ બોરીવલી પૂર્વ આવશે તેમ જ સવારે સાડાસાતથી સાડાનવ દરમિયાન ત્રણ બસ ઍરપૉર્ટ થી બોરીવલી આવશે.

ભાડું કેટલું હશે?

આ બસ સેવા માટેનું ભાડું 50 રૂપિયાથી 150 રૂપિયા જેટલું હશે.

October 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

 અરે વાહ હવે ગરમીમાં બોરીવલી વાળાઓ માટે સુપરકૂલ પ્રવાસ… આ એસી બસની સેવા વધારવામાં આવી.

by Dr. Mayur Parikh March 20, 2021
written by Dr. Mayur Parikh

બેસ્ટ પ્રશાસને બોરીવલી ખાતે એરકન્ડીશન બસની સેવા માં વધારો કર્યો છે.

બોરીવલી પૂર્વ થી શરૂ કરીને સમતા નગર સુધી સવારે છ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યાની વચ્ચે દર પંદર મિનિટે એર કન્ડિશન બસ દોડશે.

આ ઉપરાંત બસ ક્રમાંક એ-૨૯૩ ના રૂટ ને લંબાવવામાં આવ્યો છે જે મુજબ એરકન્ડીશન બસ જય મહારાષ્ટ્ર નગર થી શ્રી કૃષ્ણ નગર બોરીવલી સ્ટેશન થઈને જશે.

March 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અરે વાહ બોરીવલી પૂર્વમાં પણ એસી બસ શરૂ થઈ. જાણો તેનો પ્રવાસ ક્યા રુટ પર છે.

by Dr. Mayur Parikh March 1, 2021
written by Dr. Mayur Parikh

બોરીવલી પૂર્વમાં માગાઠાણે વિધાનસભા ક્ષેત્રમાં હવે બે વાતાનુકૂલિત એટલે એર કન્ડિશન બસ પ્રવાસ કરશે.

માગાઠાણે ડેપો થી શરૂ થઈને આ બસ બોરીવલી પૂર્વ રેલવે સ્ટેશન તેમજ બોરીવલી પૂર્વ થી પાંડે નગર થઈને કાંદિવલી પૂર્વ આ માર્ગ પર ચાલશે.

આ બે બસ હોવાને કારણે તે સતત ફર્યા કરશે. જેથી લોકોએ ટ્રાવેલિંગ માં રાહત રહેશે.

મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી વધુ  કોરોનાના નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા અહીં..

March 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક