News Continuous Bureau | Mumbai
કહેવાય તો છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂ બંધી તો માત્ર નામ પૂરતી. ઓન રેકોર્ડ પર જ રહી છે. વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોએ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના રીતસરના લીરેલીરા ઉડાવી દીધા છે. જેના ઉદાહરણ રૂપ હાલમાં જ કામરેજ પોલીસ દ્વારા ધોરણ પારડી નજીક વર્ષ દરમિયાન પકડાયેલા 271 જેટલા પ્રોહી ગુનામાં કુલ ₹ 2.11 કરોડની અધધ કહી શકાય એટલી કિંમતના વિદેશી દારૂના જથ્થા પર તેમજ સુરત સિટીમાંથી 8 મહિનામાં પોલીસની રેઇડ દરમિયાન ₹.37.97ની કિંમતના વિદેશી દારૂના ઝડપાયેલા જથ્થા પર રોલર ફેરવી નાશ કરવામા આવ્યો હતો. ત્યારે મંગળવારની મોડી રાત્રે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલનાકા નજીકથી કામરેજ પોલીસે મુંબઈથી અમદાવાદ તરફ જતી લકઝરી બસમાં થી ₹.70 હજારની કિંમતનો વિદેશી દારૂ સહિત અન્ય મળી કુલ 10.70 લાખની કિંમતના મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસની રેઇડ દરમિયાન લક્ઝરી બસ ચાલક અંધારાનો લાભ લઈ પલાયન થઈ ગયો હતો.ત્યારે વિદેશી દારૂનું દુષણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પીએસઆઇ વી.આર. ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ કામરેજ પોલીસ સ્ટાફ કર્મચારી પેટ્રોલિંગ કામગીરી કરી રહ્યા હતા. ત્યારે કામરેજ પોલીસ સ્ટાફના નામદેવ કલાભાઈ તેમજ અરવિંદ વેલજીભાઈને મળેલી વિદેશી દારૂનું વહન કરતી લક્ઝરી બસ વિશેની બાતમી અનુસાર કામરેજના ચોર્યાસી ટોલનાકા નજીક વોચ ગોઠવી દેવામાં આવી હતી. સમયાંતરે બાતમી અને હકીકત મુજબના વર્ણન વાળી લક્ઝરી બસ મુંબઈ થી અમદાવાદ તરફના ટ્રેક પર લક્ઝરી ચોર્યાસી ટોલનાકા નજીક આવતી નજરે પડતાં કામરેજ પોલીસ સ્ટાફ દ્વારા તેને અટકાવવા ઈશારો કર્યો જે બસ ચાલક બસને આગળ લઈ સાઈડ પર કરી. ચાલક રાત્રીના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : વધુ એક હવાઈ દુર્ઘટના, અરુણાચલમાં લશ્કરનું આ હેલિકોપ્ટર થયું ક્રેશ, પાયલટની શોધખોળ શરૂ..
કામરેજ પોલીસે લક્ઝરી બસ લગેજના પાછળના ભાગેથી ₹.70 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. મહારાણા પ્રતાપ ચોક પીપલ કોટ જી. જલગાવ મહારાષ્ટ્ર સહિત બે ઇસમની અટક કરી સ્થળ પરથી ₹.70 હજારની કિંમતના વિદેશી દારૂનો જથ્થો તેમજ લક્ઝરી બસ નંબર GJ03BT-0678 કિંમત ₹.10 લાખ મળી કુલ 10.70 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે સ્થળ પરથી રાજસ્થાન ખાતેના ઉદયપુર ખાતે રહેતા રવિ તેમજ સોનગઢ ખાતેના છોટુભાઈ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.
