• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Alia Bhatt
Tag:

Alia Bhatt

Alia Bhatt Wins This Big Title, Shines at the International Level
મનોરંજન

Alia Bhatt: આલિયા ભટ્ટે જીત્યો મોટો ખિતાબ, આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવી ધાક: જાણો કયા સમારંભમાં આલિયા ભટ્ટને મળ્યું આ સન્માન?

by Zalak Parikh December 12, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Alia Bhatt: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની આગામી ફિલ્મ ‘આલ્ફા’ ને લઈને પહેલાથી જ ચર્ચામાં છે, ત્યારે તેણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ગ્લોબલ સિનેમામાં પણ પોતાનો પ્રભાવ ધરાવે છે. ઉત્કૃષ્ટ અભિનયથી દર્શકોનું દિલ જીતનાર આલિયાને આ વર્ષે પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ્સ હોરાઇઝન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. આ સન્માન અભિનેત્રીના કરિયર માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Abhishek-Aishwarya Divorce: અભિષેક-ઐશ્વર્યાના છૂટાછેડાની અફવા: આરાધ્યાએ કેવી રીતે આપી પ્રતિક્રિયા? અભિષેક બચ્ચને કર્યો મોટો ખુલાસો!

રેડ સી ફેસ્ટિવલમાં સન્માન

આ એવોર્ડ સાઉદી અરબના જેદ્દાહમાં આયોજિત રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ના પાંચમા સંસ્કરણમાં આલિયા ભટ્ટને આપવામાં આવ્યો હતો. આલિયાને આંતરરાષ્ટ્રીય સિનેમામાં તેના અસાધારણ યોગદાન માટે ગોલ્ડન ગ્લોબ્સ હોરાઇઝન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી.આ ખાસ અવસર પર ટ્યુનિશિયન અભિનેત્રી હેન્ડ સબરીને ઓમર શરીફ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

View this post on Instagram

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

એવોર્ડ મળ્યા બાદ આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની કેટલીક તસવીરો શેર કરી, જેમાં તે હંમેશાની જેમ ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.પોતાની પોસ્ટમાં આલિયાએ લખ્યું કે સિનેમાની શક્તિ તેને હંમેશા પ્રેરિત કરે છે અને ‘આ યાદ અપાવે છે કે મને ફિલ્મોથી આટલો પ્રેમ કેમ છે.’ ગોલ્ડન ગ્લોબ્સના પ્રમુખ હેલેન હોહેને પણ આલિયાના ભરપૂર વખાણ કર્યા અને કહ્યું કે ‘આલિયાને આ એવોર્ડ આપતા ખૂબ જ ખુશી થઈ રહી છે. આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સિનેમામાં તેના અસાધારણ યોગદાન માટે છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ranbir Kapoor and Vicky Kaushal spotted in Air Force uniform, leaked photos from ‘Love and War’ sets go viral
મનોરંજન

Love And War: રણબીર-વિક્કી કૌશલ એરફોર્સ યુનિફોર્મમાં, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ની તસવીરોએ મચાવી ધૂમ

by Zalak Parikh November 29, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Love And War: સંજય લીલા ભણસાલી ની અપકમિંગ ફિલ્મ ‘લવ એન્ડ વૉર’  ની શૂટિંગ ચાલુ છે. ફિલ્મમાં રણબીર કપૂર , વિક્કી કૌશલ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેને જોઈને ફેન્સમાં ઉત્સાહ છવાયો છે.

આ સમાચાર પણ વાંચો : Kajol-Twinkle: કાજોલ અને ટ્વિંકલ ખન્નાની ‘લગ્ન-ચીટિંગ’ પરની કમેન્ટથી હોબાળો,બંને એ આપી સ્પષ્ટતા

એરફોર્સ લુકમાં રણબીર અને વિક્કી

લીક થયેલી તસવીરોમાં રણબીર કપૂર અને વિક્કી કૌશલ એરફોર્સની નીલી યુનિફોર્મમાં દેખાઈ રહ્યા છે. બંને ફાઇટર જેટ ની બાજુમાં ઉભા છે, જે દર્શાવે છે કે ફિલ્મમાં તેઓ એરફોર્સ પાઇલટનો રોલ નિભાવશે.આ પહેલા પણ ‘લવ એન્ડ વૉર’ના સેટ પરથી રણબીર અને આલિયાની તસવીરો લીક થઈ હતી. એક તસવીરમાં રણબીર સફેદ શર્ટ અને ટ્રાઉઝરમાં હતા, જ્યારે બીજી તસવીરમાં તેઓ આર્મી ડ્રેસમાં દેખાયા હતા. આલિયા ભટ્ટ સાડીમાં નજર આવી હતી અને તસવીરોમાં સંજય લીલા ભણસાલી પણ હતા.

Sanjay Leela Bhansali wants the audience to believe in #LoveAndWar Alia Bhatt’s character is supposed to leave Ranbir’s character for Vicky with this looks 😭 https://t.co/9nD2g7eCLx pic.twitter.com/Q0wtb2JwLl

— RKᵃ (@seeuatthemovie) November 26, 2025

A little glimpse into the behind-the-scenes of Sanjay Leela Bhansali’s Love & War with Alia Bhatt and Ranbir Kapoor! ✨#IIFA #Bollywood #LoveandWar pic.twitter.com/63j6E0KJmT

— IIFA (@IIFA) November 25, 2025

‘લવ એન્ડ વૉર’માં લવ ટ્રાયએંગલ બતાવવામાં આવશે, જેમાં આલિયા ભટ્ટને લઈને રણબીર અને વિક્કી વચ્ચે ટક્કર જોવા મળશે. આ ફિલ્મ 2026માં રિલીઝ થવાની છે અને ભણસાલી પ્રોડક્શન હેઠળ બની રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Alia Bhatt Not Part of 'Dining With The Kapoors' on Netflix, Here's Why Alia Bhatt Not Part of 'Dining With The Kapoors' on Netflix, Here's Why Alia Bhatt Not Part of 'Dining With The Kapoors' on Netflix, Here's Why
મનોરંજન

Dining With The Kapoors: ડાઇનિંગ વિથ ધ કપૂર્સ: શું આલિયા ભટ્ટ અને કપૂર પરિવાર વચ્ચે અણબનાવ? વાયરલ ફોટામાંથી બહાર રહેવાનું કારણ આવ્યું સામે!

by Zalak Parikh November 20, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dining With The Kapoors: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ નિમિત્તે કપૂર પરિવાર એક ખાસ OTT શો ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’ નેટફ્લિક્સપર રજૂ કરી રહ્યો છે. આ ડોક્યુ-સિરીઝમાં રણબીર કપૂર, કરીના કપૂર , કરિશ્મા કપૂર, નીતૂ કપૂર અને અન્ય પરિવારજનો જોવા મળશે. પરંતુ આ શોમાં અલિયા ભટ્ટ હાજર નથી, જે રણબીર કપૂરની પત્ની અને કપૂર પરિવારની વહુ છે.

આ સમાચાર પણ વાંચો : Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!

અલિયા શોમાં કેમ નથી?

અલિયા ભટ્ટના શોમાં ન હોવાના કારણે ચાહકોમાં આશ્ચર્ય છે. આ અંગે અરમાન જૈન એ સ્પષ્ટતા આપી છે કે અલિયા પહેલેથી જ અન્ય ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત હતી. તેમણે કહ્યું, “જેમ રાજ કપૂર સાહેબે કહ્યું છે – કામ એ જ પૂજા છે.” એટલે કામને પ્રાથમિકતા આપી.અલિયા હાલમાં ‘અલ્ફા’  અને ‘લવ એન્ડ વોર’  જેવી ફિલ્મોમાં વ્યસ્ત છે. ‘અલ્ફા’ એક સ્પાય થ્રિલર છે જે 2026ના એપ્રિલમાં રિલીઝ થવાની છે, જ્યારે ‘લવ એન્ડ વોર’ સંજય લીલા ભંસાલી દ્વારા નિર્મિત ફિલ્મ છે, જેની રિલીઝમાં હજુ સમય છે.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’ 21 નવેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ડોક્યુ-સિરીઝમાં કપૂર પરિવારના સભ્યો એક સાથે ભોજન કરે છે અને રાજ કપૂરની વારસાની ચર્ચા કરે છે. ટ્રેલરમાં રણબીર, કરીના, કરિશ્મા, નીતૂ, રિદ્ધિમા અને નવ્યા નવેલી નંદા જેવા ચહેરા જોવા મળ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ikkis Agastya Nanda’s Debut Film to release on Christmas 2025
મનોરંજન

Ikkis: ઈક્કીસ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો અગસ્ત્ય નંદા ની ફિલ્મ

by Zalak Parikh November 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ikkis: અમિતાભ બચ્ચનના નાતી અગસ્ત્ય નંદા  ની ડેબ્યુ ફિલ્મ ‘ઇક્કીસ’   હવે ઓફિશિયલી 25 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થવાની છે. શ્રીરામ રાઘવન ના દિગ્દર્શનમાં બનેલી આ વોર ડ્રામા ફિલ્મમાં અગસ્ત્ય ભારતના સૌથી યુવાન પરમવીર ચક્ર વિજેતા અરુણ ખેત્રપાલ ની ભૂમિકા ભજવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Akash Ambani and Shloka Mehta: હેલોવીન પાર્ટી માં આકાશ અને શ્લોકા એ લૂંટી લાઈમલાઈટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો

ક્રિસમસ 2025 પર થશે રિલીઝ 

મેડોક ફિલ્મ્સે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. તેમણે લખ્યું છે કે, “આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025 ના રોજ રિલીઝ થવાની છે. અમે ભારતના યુવા પરમવીર ચક્ર હીરોની વાર્તા કહેવા આવી રહ્યા છીએ.” અગાઉ, નિર્માતાઓએ આ વર્ષે જ ફિલ્મની રિલીઝની જાહેરાત કરી હતી, પરંતુ રિલીઝ તારીખની પુષ્ટિ કરવામાં આવી ન હતી.

View this post on Instagram

A post shared by Maddock Films (@maddockfilms)

‘ઇક્કીસ’ ભારત-પાકિસ્તાન 1971ના યુદ્ધમાં શહીદ થયેલા સેકન્ડ લેફ્ટિનેન્ટ અરુણ ખેત્રપાલની જીવનકથા પર આધારિત છે. ફિલ્મમાં અગસ્ત્ય નંદા સાથે ધર્મેન્દ્ર, જયદીપ અહલાવત અને સિકંદર ખેર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Akash Ambani and Shloka Mehta Stun with Halloween Look; Bollywood Stars Join the Party
મનોરંજન

Akash Ambani and Shloka Mehta: હેલોવીન પાર્ટી માં આકાશ અને શ્લોકા એ લૂંટી લાઈમલાઈટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો

by Zalak Parikh November 1, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Akash Ambani and Shloka Mehta: હેલોવીન પાર્ટીનો ક્રેઝ બોલીવૂડ અને બિઝનેસ વર્લ્ડમાં છવાઈ ગયો છે. આ વખતે અંબાણી પરિવાર પણ પાછળ નથી રહ્યો. આકાશ અંબાણી અને  શ્લોકા મહેતા એ ‘ધ એડમ્સ ફેમિલી’  ના પાત્રો ગોમેઝ એડમ્સ અને મોર્ટિસિયા એડમ્સનો લુક અપનાવ્યો અને સોશિયલ મીડિયા પર તેમના ફોટોઝ ધૂમ મચાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : The Taj Story Review: જો તમે પણ ધ તાજ સ્ટોરી જોવાનું વિચારી રહ્યા હોવ તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો પરેશ રાવલ ની ફિલ્મ નો રિવ્યુ

શ્લોકાનો મોર્ટિસિયા લુક અને આકાશનો ગોમેઝ સ્ટાઈલ

શ્લોકાએ બ્લેક ફ્લોર-લાંથ ગાઉન પહેર્યો હતો અને હાથમાં ફૂલ લઈને પોઝ આપ્યો હતો. તેના લુકને પાર્ટીનો સૌથી આકર્ષક લુક ગણાવવામાં આવી રહ્યો છે. આકાશ અંબાણી ગોમેઝ એડમ્સના ક્લાસિક લુકમાં જોવા મળ્યા.ઇન્ફ્લુએન્સર ઓરીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો જેમાં દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, નીતા અંબાણી, અર્જુન કપૂર, યામી ગૌતમ સહિત અનેક સ્ટાર્સ પાર્ટી એન્જોય કરતા દેખાયા. દીપિકા ‘લેડી સિંઘમ’ લુકમાં અને આલિયા બ્લેક ડ્રેસમાં જોવા મળી.

View this post on Instagram

A post shared by Ambani Family (@ambani_update)

અંબાણી પરિવાર હંમેશા પોતાના બિઝનેસ ઉપરાંત લાઈફસ્ટાઈલ અને ઇવેન્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. આ પાર્ટીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હાજર નહોતા, પરંતુ આકાશ અને શ્લોકાના લુકે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Filmfare Awards 2025 Laapataa Ladies’ Sweeps with 13 Wins Alia Bhatt Wins Best Actress for ‘Jigra’
મનોરંજન

Filmfare Awards 2025: ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં ‘લાપતા લેડીઝ’નો દબદબો, આટલા એવોર્ડ જીતી રચ્યો ઇતિહાસ, વાંચો વિજેતા ની પુરી લિસ્ટ અહીં

by Zalak Parikh October 12, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Filmfare Awards 2025: 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 11 ઓક્ટોબરે અમદાવાદના EKA એરીનામાં યોજાયા હતા. આ ભવ્ય ઇવેન્ટમાં શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પૌલ એ હોસ્ટિંગ કર્યું હતું. આ વખતે કિરણ રાવ  દિગ્દર્શિત ‘લાપતા લેડીઝ’  એ 13 એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શક સહિત અનેક કેટેગરીમાં એવોર્ડ જીત્યા.

‘લાપતા લેડીઝ’ના નામે સૌથી વધુ એવોર્ડ

2024માં રિલીઝ થયેલી ‘લાપતા લેડીઝ’ બે દુલ્હનોની કહાની પર આધારિત છે. ફિલ્મમાં પ્રતિભા રાંટા અને નિતાંશી ગોયલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મે નીચેના કેટેગરીમાં એવોર્ડ જીત્યા:

  • શ્રેષ્ઠ ફિલ્મ: લાપતા લેડીઝ
  • શ્રેષ્ઠ દિગ્દર્શક: કિરણ રાવ
  • શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક્સ): પ્રતિભા રાંટા
  • શ્રેષ્ઠ નવીન અભિનેત્રી: નિતાંશી ગોયલ
  • શ્રેષ્ઠ સહાયક અભિનેતા: રવિ કિશન
  • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: છાયા કદમ
  • શ્રેષ્ઠ પાટકથા અને સંવાદ: સ્નેહા દેસાઈ
  • શ્રેષ્ઠ સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર: રામ સંપત
  • શ્રેષ્ઠ ગીતકાર: પ્રશાંત પાંડે
  • શ્રેષ્ઠ વેશભૂષા: દર્શન જલાન

What a win!

Team Laapataa Ladies swept the#70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism

Congratulations to the entire team ❤️🎥

Title Partner: @HyundaiIndia

Destination Partner: @GujaratTourism

Co-Powered By: @itssweetysupari

Associate Partners: @Gopal_Namkeen… pic.twitter.com/VNP0RXKyPZ

— Filmfare (@filmfare) October 11, 2025

અલિયા, અભિષેક અને કાર્તિક આર્યનના નામ પણ રહ્યા ચર્ચામાં

  • શ્રેષ્ઠ અભિનેત્રી: આલિયા ભટ્ટ (જિગરા)
  • શ્રેષ્ઠ અભિનેતા: અભિષેક બચ્ચન (I Want To Talk) અને કાર્તિક આર્યન (Chandu Champion)
  • શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટિક્સ): રાજકુમાર રાવ (શ્રીકાંત)
  • શ્રેષ્ઠ નવીન અભિનેતા: લક્ષ્ય (Kill)
  • શ્રેષ્ઠ નવીન દિગ્દર્શક: કુણાલ ખેમૂ (મડગાંવ એક્સપ્રેસ) અને આદિત્ય સુહાસ જાંભલે (આર્ટિકલ 370)

આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan OTT Debut: ફિલ્મો બાદ હવે ઓટીટી પર પણ ધૂમ મચાવશે રિતિક રોશન, આ વેબ સિરીઝ થી કરશે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ

ટેકનિકલ કેટેગરી અને સ્પેશિયલ એવોર્ડ્સ

ફિલ્મ ‘Kill’એ ચાર ટેકનિકલ એવોર્ડ જીત્યા:

  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: રફે મહમૂદ
  • શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન: મયૂર શર્મા
  • શ્રેષ્ઠ એક્શન: સીયંગ ઓહ અને પરવેઝ શેખ
  • શ્રેષ્ઠ સંપાદન: શિવકુમાર વી. પનિકેર
  • શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન: સુભાષ સાહો

સ્પેશિયલ એવોર્ડ્સ:

  • ક્રિટિક્સ ચોઈસ શ્રેષ્ઠ ફિલ્મ: I Want To Talk (શૂજિત સરકાર)
  • લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ: ઝીનત અમાન અને શ્યામ બેનેગલ
  • આર.ડી. બર્મન એવોર્ડ: અચિંત ઠક્કર (જિગરા અને Mr. & Mrs. Mahi)
  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી: બોસ્કો-સીજર (તૌબા તૌબા – Bad News)
  • શ્રેષ્ઠ VFX: મુંજયા
  • શ્રેષ્ઠ પાર્શ્વગાયક (પુરુષ): અરીજીત સિંહ
  • શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા (મહિલા): મધુબંટી બાગચી (સ્ત્રી 2)
  • શ્રેષ્ઠ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે: રિતેશ શાહ અને તુષાર શીતલ જૈન (I Want To Talk)
  • શ્રેષ્ઠ કહાની: આદિત્ય ધાર અને મોનલ ઠક્કર (આર્ટિકલ 370)

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Alia Bhatt to Replace Deepika Padukone in Kalki 2898 AD Part 2?
મનોરંજન

Kalki 2898 AD Part 2: કલ્કી 2898 AD પાર્ટ 2 માં દીપિકાની જગ્યા લેશે આલિયા ભટ્ટ? આ સમાચારથી મચ્યો ખળભળાટ

by Zalak Parikh October 11, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kalki 2898 AD Part 2: સાયન્સ ફિક્શન ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ની જબરદસ્ત સફળતા પછી, હવે તેના બીજા ભાગને લઈને મોટી ખબર સામે આવી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણની જગ્યાએ અભિનેત્રી આલિયા ભટ્ટની એન્ટ્રીની અટકળો તેજ બની છે.બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની મેગા-બજેટ ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ (Kalki 2898 AD) એ વર્ષ 2024માં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

આ સમાચાર પણ વાંચો : Deepika Padukone: ‘સ્પિરિટ’ અને ‘કલ્કી 2898 AD’ છોડ્યા પછી પહેલીવાર દીપિકા પાદુકોણ ની પ્રતિક્રિયા આવી સામે, 8 કલાક ની શિફ્ટ પર કહી આવી વાત

દીપિકા ની એકઝિટ અને આલિયા ભટ્ટની એન્ટ્રી?

કલ્કિ 2898 AD’માં  દીપિકા પાદુકોણે ‘સુમતિ’નો મહત્વનો અને સંવેદનશીલ રોલ નિભાવ્યો હતો, પરંતુ તે આ ફિલ્મના બીજા ભાગનો હિસ્સો નહીં હોય. દીપિકાની આ એક્ઝિટ બાદ હવે સૌ કોઈ એ જાણવા ઉત્સાહિત છે કે બીજા ભાગમાં તેની જગ્યાએ કઈ અભિનેત્રી આવશે.મીડિયા રિપોર્ટ્સ મુજબ, ‘કલ્કિ 2898 AD પાર્ટ 2’માં ‘સુમતિ’નું પાત્ર ભજવવા માટે અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયા ભટ્ટ સાથે મેકર્સની વાતચીત એડવાન્સ સ્ટેજ પર ચાલી રહી છે. જોકે, ફિલ્મ નિર્માતાઓ દ્વારા હજી સુધી આલિયાના નામની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

જો આલિયા ભટ્ટ ‘કલ્કિ 2898 AD Part 2’માં દીપિકાની જગ્યા લે છે, તો તે સુપરસ્ટાર પ્રભાસ અને દિગ્દર્શક નાગ અશ્વિન સાથે આલિયાનો પહેલો પ્રોજેક્ટ હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ranbir Kapoor or Vicky Kaushal to Star Opposite Alia Bhatt in Karan Johar’s Next?
મનોરંજન

Ranbir Kapoor or Vicky Kaushal: ‘રણબીર-વિકી વચ્ચે લવ ટ્રાયેન્ગલ! આલિયાની આગામી ફિલ્મમાં કોણ મારશે બાજી?

by Zalak Parikh October 6, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ranbir Kapoor or Vicky Kaushal: બોલિવૂડ નો લોકપ્રિય ડાયરેક્ટર કરણ જોહર પોતાની આગામી ફિલ્મ માટે તૈયાર છે, જેમાં લીડ અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટ ફાઈનલ થઈ ગઈ છે. પરંતુ હવે ચર્ચા છે કે આલિયા સામે લીડ એક્ટર તરીકે કોણ હશે – રણબીર કપૂર  કે વિકી કૌશલ ? બંને એક્ટર્સને ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ફાઈનલ નિર્ણય લેવાશે

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: મિહિર-તુલસીના સંબંધમાં તણાવ લાવતી નોયના ની એન્ટ્રીથી ફેન્સ નારાજ, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે એકતા કપૂર ની સિરિયલ

‘લવ એન્ડ વોર’ પછી ફરી એકવાર ટક્કર

સંજય લીલા ભણસાલી ની આગામી ફિલ્મ લવ એન્ડ વોર માં રણબીર, વિકી અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. હવે કરણ જોહરની નવી ફિલ્મ માટે પણ બંને એક્ટર્સ વચ્ચે ટક્કર છે. આલિયા અને રણબીર અગાઉ બ્રહ્માસ્ત્ર માં સાથે જોવા મળ્યા હતા, જ્યારે વિકી સાથે તેણે રાઝી અને હવે લવ એન્ડ વોર માં કામ કર્યું છે.સોશિયલ મીડિયા પર ફેન્સે ચર્ચા શરૂ કરી દીધી છે કે આલિયા સાથે કોણ વધુ સારી જોડી બનાવશે –રણબીર કે વિકી? બંનેની કેમેસ્ટ્રી અલગ છે અને બંને સાથેની ફિલ્મો હિટ રહી છે. હવે જોવું રહ્યું કે ધર્મ પ્રોડક્શન કઈ જોડી પસંદ કરે છે.

View this post on Instagram

A post shared by Areesh Reviews(MOVIES) (@areeshreviews)

આલિયા ભટ્ટ અને કરણ જોહર અગાઉ સ્ટુડન્ટ ઑફ ધ યર, રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. હવે આ નવી ફિલ્મ તેમની ત્રીજી ફિલ્મ હશે. ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર થયું નથી, પણ તે રોમાન્સ-ડ્રામા હોવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Alia Bhatt Stuns at Milan Film Festival 2025; Announces Release Date of Spy Thriller ‘Alpha’
મનોરંજન

Milan Film Festival 2025: મિલાન ફેશન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો બોલ્ડ લુક થયો વાયરલ, અભિનેત્રી એ જાહેર કરી ‘અલ્ફા’ ફિલ્મની રિલીઝ ડેટ

by Zalak Parikh September 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Milan Film Festival 2025: મિલાન ફેશન ફેસ્ટિવલ 2025 માં બોલીવૂડ અભિનેત્રી અને Gucci બ્રાન્ડની એમ્બેસેડર આલિયા ભટ્ટ એ પોતાના બોલ્ડ અને અનોખા લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું. ન્યૂડ સેટિન આઉટફિટ સાથે ઓવરસાઈઝ બ્લેક ફર કોટ, સ્ટાઈલિશ હીલ્સ અને નેટ સ્ટોકિંગ્સમાં આલિયાએ રેડ કાર્પેટ પર ધમાકેદાર એન્ટ્રી કરી. તેના લુકમાં લાંબા અને સીધા વાળ, સ્મોકી આઈ મેકઅપ અને સ્ટેટમેન્ટ પર્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા.

આ સમાચાર પણ વાંચો : Kantara Chapter 1 Trailer: ‘કાંતારા ચેપ્ટર 1’ ટ્રેલર થયું રિલીઝ,ઋષભ શેટ્ટી ના ખતરનાક અંદાજથી દુશ્મનો પણ ડરી ગયા

‘અલ્ફા’ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર

ફેશન ઇવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટ એ પોતાના આગામી પ્રોજેક્ટ ‘અલ્ફા’  વિશે મોટી જાહેરાત કરી. તેણે જણાવ્યું કે, “અલ્ફા 25 ડિસેમ્બર 2025 ના રોજ રિલીઝ થશે. આ મારી પહેલી એક્શન ફિલ્મ છે અને હું દર્શકોની પ્રતિસાદ માટે ખૂબ ઉત્સાહિત છું.” આ સમાચાર સામે આવતા જ ફેન્સમાં ખુશીની લહેર ફરી વળી છે.

Alia Bhatt opens up about her next release, saying she’s “really curious” to see how audiences respond to her venture into action. #MilanFashionWeek pic.twitter.com/53oM9dVGlX

— Variety (@Variety) September 23, 2025

‘અલ્ફા’ એ YRF Spy Universe ની પહેલી મહિલા મુખ્ય પાત્રવાળી ફિલ્મ છે. આ યુનિવર્સમાં અગાઉ શાહરુખ ખાન ની ‘પઠાન’ અને સલમાન ખાન ની ‘ટાઈગર’ જેવી ફિલ્મો આવી ચૂકી છે. ‘અલ્ફા’ એક હાઈ-ઓક્ટેન સ્પાય થ્રિલર છે, જેમાં આલિયા ભટ્ટને એક્શન અવતારમાં જોવા મળશે. ‘વોર 2’   ના પોસ્ટ-ક્રેડિટ સીનમાં આલિયાની ઝલક દર્શકો જોઈ ચૂક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Two Much With Kajol and Twinkle Trailer: Aamir scared, Salman mocks, fans impressed
મનોરંજન

Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર

by Zalak Parikh September 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Two Much With Kajol and Twinkle Trailer: ‘ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વીન્કલ’ નામના નવા ચેટ શો નું ટ્રેલર રિલીઝ થયું  છે, જેમાં બોલીવૂડના મોટા સ્ટાર્સની મસ્તી અને હાસ્ય જોવા મળે છે. ટ્રેલરમાં સલમાન ખાન પોતાને અને આમિર ખાન   ને “લિટલ સ્ટાર્સ” કહે છે, જ્યારે આમિર કાજોલ અને ટ્વિંકલ ની હાજિરજવાબીથી દંગ રહી જાય છે. વિકી  કૌશલ અને કૃતિ સેનન પણ બંને એક્ટ્રેસથી ડરતા દેખાય છે.

આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ

કાજોલ-ટ્વિંકલનો મજેદાર ચેટ શો

‘ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વીન્કલ’ એ એક હાઈ-પ્રોફાઈલ ચેટ શો છે, જેમાં કાજોલ અને ટ્વિંકલ  ખન્ના હોસ્ટ તરીકે જોવા મળશે. ટ્રેલરમાં સલમાન ખાન, આમિર ખાન, વિક્કી કૌશલ, કૃતિ સેનન, આલિયા ભટ્ટ , કરણ જોહર, અને ગોવિંદા, ચંકી પાંડે અને વરુણ ધવન જેવા સ્ટાર્સની હાજરી છે.ટ્રેલરમાં સલમાન ખાન  પોતાને “ત્રણ એક્સપ્રેશન” પર ચાલતો એક્ટર કહે છે અને આમિર ખાન ની મજાક ઉડાવે છે. આમિર કહે છે “મેં બે-બે લઈ લીધા”, તો સલમાન જવાબ આપે છે “શું બોલી રહ્યો છે આમિર?” આ મજાકભર્યા સંવાદો શોને વધુ મજેદાર બનાવે છે.

View this post on Instagram

A post shared by prime video IN (@primevideoin)

ટ્રેલર જોઈને ફેન્સ ખૂબ ઉત્સાહિત છે. ઘણા યુઝર્સે કાજોલના પતિ અજય દેવગન અને ટ્વિંકલના પતિ અક્ષય કુમાર ને પણ શોમાં લાવવાની માંગ કરી છે. ફેન્સ કહે છે કે આ શો માત્ર ગોસિપ નહીં, પણ હાસ્ય અને મસ્તીથી ભરપૂર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક