• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ashok pandit
Tag:

ashok pandit

Satish Shah 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' ફેમ સતીશ શાહનું નિધન,
મનોરંજન

Satish Shah: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ સતીશ શાહનું નિધન, ૭૪ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

by aryan sawant October 25, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Satish Shah બોલિવૂડ અને ટીવી જગતના દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે નિધન થયું છે. ભારતીય ફિલ્મ નિર્માતા અને નિર્દેશક અશોક પંડિતે આ સમાચારની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે અભિનેતા હવે આ દુનિયામાં રહ્યા નથી. શનિવારે બપોરે કિડની ફેલ થવાને કારણે તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.’સારાભાઈ વર્સિસ સારાભાઈ’ સીરિયલથી તેમને ખૂબ લોકપ્રિયતા મળી હતી. સતીશ શાહ છેલ્લા કેટલાક સમયથી મીડિયાથી દૂર હતા. તેઓ લાંબા સમયથી કોઈ પબ્લિક ઇવેન્ટમાં કે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નહોતા. વર્ષ 2014માં તેમની છેલ્લી ફિલ્મ ‘હમશકલ્સ’ રિલીઝ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ashoke Pandit (@ashokepandit1)

અશોક પંડિતે ઇન્સ્ટાગ્રામ પર આપી જાણકારી

ફિલ્મમેકર અશોક પંડિતે ઇન્સ્ટાગ્રામ પર નિધનના સમાચાર શેર કરતાં લખ્યું: “દુઃખ અને આઘાત સાથે તમને આ જાણ કરવી પડી રહી છે કે અમારા પ્રિય મિત્ર અને શાનદાર અભિનેતા સતીશ શાહનું થોડા કલાકો પહેલાં કિડની ફેલ થવાને કારણે નિધન થઈ ગયું છે. તેમને તાત્કાલિક હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ આપણા ઉદ્યોગ માટે એક મોટી ખોટ છે. ઓમ શાંતિ.”

આ સમાચાર પણ વાંચો : Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો

સતીશ શાહની કારકિર્દી

સતીશ શાહનો જન્મ 25 જૂન 1951ના રોજ મુંબઈમાં થયો હતો. બાળપણથી જ તેમનો ઝોક અભિનય તરફ હતો. તેમણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII), પુણેમાંથી અભિનયનું શિક્ષણ લીધું, જ્યાંથી તેમની કારકિર્દીનો પાયો નંખાયો.સતીશ શાહે 1970ના દાયકાના અંતમાં ફિલ્મોમાં પગ મૂક્યો હતો. તેમણે 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં ઘણી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમની મુખ્ય ફિલ્મોમાં ‘જાને ભી દો યારો’ (1983), ‘માસૂમ’ (1983), ‘કભી હા કભી ના’ (1994), ‘હમ આપકે હૈં કૌન’ (1994), ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (1995), ‘કલ હો ના હો’ (2003), ‘ઓમ શાંતિ ઓમ’ (2007), ‘મૈં હું ના’ (2004), ‘રા.વન’ (2011), ‘ચલતે-ચલતે’ અને ‘મુજસે શાદી કરોગી’ જેવી ફિલ્મો સામેલ છે.

October 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
72 hoorain co producer gets death threats after film release mumbai police provide protection
મનોરંજન

72 hoorain : 72 હુરે રિલીઝ થતા જ નિર્માતા અશોક પંડિતને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસે કર્યું આ કામ

by Dr. Mayur Parikh July 8, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સંજય પુરણ સિંહ દ્વારા દિગ્દર્શિત વિવાદાસ્પદ ફિલ્મ ”72 હુરે’‘ આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકોની સાથે ક્રિટિક્સ દ્વારા પણ વખાણી રહી છે. આતંકવાદના કાળા સત્યને ઉજાગર કરતી આ ફિલ્મને પહેલા દિવસે દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. પરંતુ તેમ છતાં ’72 હુરેં’ રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને અનેક જગ્યાએ વિવાદો પણ જોવા મળી રહ્યા છે. હવે આ દરમિયાન ફિલ્મના મેકર્સને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. વાસ્તવમાં, ’72 હુરેં’ના કો-પ્રોડ્યુસરે જણાવ્યું કે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જે બાદ નિર્માતાની સુરક્ષા માટે મુંબઈ પોલીસ તેના ઘરે પહોંચી છે.

72 હુરે ના નિર્માતા ને મળી ધમકી

‘72 હુરેન’ના નિર્માતાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ફિલ્મ ‘72 હુરેન’ રીલિઝ થઈ ગઈ છે અને તેને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તેણે કહ્યું, “પરંતુ ફિલ્મ રીલિઝ થયા પછી મને જાનથી મારી નાખવાની ધમકીના ફોન આવી રહ્યા છે, આ સિવાય મને સોશિયલ મીડિયા પર પણ ધમકીઓ મળી રહી છે. ધમકી મળતાની સાથે જ મેં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને જાણ કરી, નાયબ મુખ્યપ્રધાન અને મુંબઈના પોલીસ કમિશનરને. મેં સુરક્ષા આપવા માટે પત્ર લખ્યો છે. જે લોકો મને ધમકી આપી રહ્યા છે તેઓને હું કહીશ કે હું ડરવા નો નથી. આ આતંકવાદ સામેની લડાઈ છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે મેં કાશ્મીરમાં આતંકવાદને ખૂબ નજીકથી જોયો છે.’

#WATCH | Mumbai, Maharashtra | Police personnel deployed at the residence and office of filmmaker Ashoke Pandit after he reportedly received threats over his film 72 Hoorain. pic.twitter.com/JED6esVDNt

— ANI (@ANI) July 7, 2023

આ સમાચાર પણ વાંચો : Weather Today: મેદાનોથી લઈ પર્વતો સુધી વરસાદ, IMDએ 20 થી વધુ રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું, જાણો હવામાનની સંપૂર્ણ સ્થિતિ

મુંબઈ પોલીસે 72 હુરે ના નિર્માતા ને સુરક્ષા પુરી પાડી

ફિલ્મ નિર્માતા અશોક પંડિતના ઘર અને ઓફિસ પર સુરક્ષાની માંગણી બાદ મુંબઈ પોલીસ તૈનાત કરવામાં આવી છે.72 હુરે ની વાર્તાની વાત કરીએ તો, આ ફિલ્મ બે પાકિસ્તાની છોકરાઓના જીવન પર આધારિત છે, જેઓ જન્નતમાં 72 હુરે મેળવવાના સપનાથી ગેરમાર્ગે દોરાય છે અને જેહાદના નામે આતંકવાદના માર્ગ પર ધકેલાઈ જાય છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંજય પુરન સિંહ દ્વારા નિર્દેશિત, ’72 હુરે’ ધાર્મિક કટ્ટરતા અને આતંકવાદની કાળી વાસ્તવિકતાઓને સુંદર રીતે દર્શાવે છે. આ ફિલ્મની વાર્તા એટલી રસપ્રદ છે કે દર્શકો અંત સુધી સ્ક્રીન પર ચોંટી જશે.

 

July 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
cbfc refused to give certificate to 72 hoorain trailer ashoke pandit reacted on board decision
મનોરંજન

72 હુરે: સેન્સર બોર્ડે ’72 હુરે ‘ના ટ્રેલરને પ્રમાણિત કરવાનો કર્યો ઇનકાર, ગુસ્સામાં અશોક પંડિતે કહી આ વાત

by Zalak Parikh June 28, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ બહુપ્રતિક્ષિત ફિલ્મ ’72 હુરે’ના ટ્રેલરને પ્રમાણિત કરવાનો ઇનકાર કરી દીધો છે. બોર્ડના આ નિર્ણય બાદ સર્જનાત્મક સ્વતંત્રતા અને સેન્સરશીપને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે. ફિલ્મના કો-પ્રોડ્યુસર અશોક પંડિતની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

 

સેન્સર બોર્ડે  સિર્ટીફીકેટ આપવાનો કર્યો ઇન્કાર  

CBFCએ ’72 હુરે’ના ટ્રેલરને પ્રમાણિત કરવાનો ઇનકાર કરી દીધો છે. CBFCનો આ નિર્ણય આશ્ચર્યજનક છે કારણ કે અગાઉ બોર્ડે તેને લીલી ઝંડી આપી દીધી હતી. પરંતુ ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો હતો. બોર્ડના આ નિર્ણય બાદ ફિલ્મના મેકર્સ ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે. ’72 હુરે’ના નિર્માતાઓનું કહેવું છે કે તેઓ હવે આ મામલે મદદ માટે ઉચ્ચ અધિકારીઓ પાસે જશે.આ સાથે માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ CBFCના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરવા વિનંતી કરવામાં આવશે.

અશોક પંડિતે આપી આ પ્રતિક્રિયા 

CBFCના નિર્ણયથી નારાજ અશોક પંડિતે કહ્યું, ‘આ લોકો કોણ બેઠા છે? આ મામલો ખૂબ જ ગંભીર છે. જે ફિલ્મને સરકાર દ્વારા નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. CBFCએ તેને પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી દીધો.ટ્રેલરમાં પણ એ જ બતાવવામાં આવ્યું છે, જે ફિલ્મમાં છે. તમે ટ્રેલરને સર્ટિફિકેટ ન આપીને મોટો સવાલ ઉઠાવ્યો છે. એટલા માટે અમે મેકર્સ CBFC ના ચેરપર્સન પ્રસૂન જોશીને પ્રશ્ન કરવા માંગીએ છીએ. સેન્સર બોર્ડના એવા લોકો કોણ છે જેમણે આ નિર્ણય લીધો છે. સેન્સર બોર્ડની આટલી મોટી મજાક ના કરી શકાય. હું IB મંત્રી અનુરાગ ઠાકુરને આની તપાસ કરવા વિનંતી કરવા માંગુ છું. શું કારણ છે કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ નથી આપવામાં આવી રહ્યું. કોણ છે એ લોકો જે સેન્સર બોર્ડને બદનામ કરી રહ્યા છે. મને આશા છે કે અમને ન્યાય મળશે.’ફિલ્મની વાર્તા આતંકવાદની કાળી દુનિયા પર આધારિત છે.મેકર્સે ’72 હુરેં’નું ટ્રેલર 28મી જૂને રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન પુરણ સિંહ ચૌહાણે કર્યું છે, જેઓ બે વખત નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. આ ફિલ્મ 7 જુલાઈએ રિલીઝ થવાની છે.

આ સમાચાર પણ વાંચો : Adipurush: AICWA એ આદિપુરુષ વિવાદમાં અમિત શાહને લખ્યો પત્ર, ઓમ રાઉત અને પ્રોડક્શન ટીમ સામે FIRની માંગણી

June 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

તુષાર ગાંધીનો ચોંકાવનારો દાવો- કહ્યું ગાંધી હત્યા રીઈન્વેસ્ટિગેટ કરો- ઘણા તથ્યો સામે આવશે

by Dr. Mayur Parikh August 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનને(Pakistan) 55 કરોડ રૂપિયા આપ્યા તેથી મહાત્મા ગાંધીની હત્યા(Murder of Mahatma Gandhi) થઈ એવી ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી છે ત્યારે આ હત્યા પ્રકરણના(murder chapter) દસ્તાવેજો ફરી તપાસવામાં આવે તો નવા તથ્યો સામે આવશે એવો ચોંકાવનારી દાવો મહાત્મા ગાંધીના પ્રપૌત્ર(Great grandson) તુષાર ગાંધીએ(Tushar Gandhi) કર્યો છે.

કોલ્હાપુરમાં(Kolhapur) યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તુષાર ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યા ભલે નથુરામ ગોડસેએ(Nathuram Godse) કરી હતી. પરંતુ તેની પાછળ કોઈ ભેદી હાથ હોવો જોઈએ. તે માટે કોર્ટના દસ્તાવેજોનો નવેસરથી અભ્યાસ થવો જોઈએ. ગાંધીજીની હત્યા બાદ પણ સમાજના જયેષ્ઠ અભ્યાસુ, વિચારકોની હત્યા કરવાનો સિલસિલો ચાલુ જ છે.

આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી

જાણીતા લેખક અશોક પંડિતે(Ashok Pandit)પણ આ દરમિયાન કહ્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યા જો એક ક્ષણમાં થઈ હોત તો તેની પાછળ ખૂબ મોટું ષડયંત્ર હતું. પોલીસ તપાસમાં પણ અનેક ત્રુટી હોવાનું કપૂર કમિશનના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.

August 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

શું ‘કપિલ શર્મા શો’માં વાપસી કરશે નવજોત સિંહ સિદ્ધુ ? આ ફિલ્મ નિર્માતાએ કરી સ્પષ્ટતા

by Dr. Mayur Parikh March 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

પંજાબ વિધાનસભાના પરિણામો બાદ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ જમીન પર આવી ગયા છે. સિદ્ધુએ પાર્ટી બદલીને બધાની સામે બળવો કર્યો, પરંતુ આ પછી પણ તેઓ CMની ખુરશી મેળવી શક્યા નહીં. ચૂંટણી હાર્યા બાદ હવે ચારેબાજુ તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમની રાજકીય કારકિર્દી હવે પૂરી રીતે પૂરી થઈ ગઈ છે અને તેથી જ તે હવે ‘ધ કપિલ શર્મા શો’માં વાપસી કરવા જઈ રહ્યા છે. 

એક તરફ ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને બીજી તરફ ‘ધ કપિલ શર્મા શો’ અંગે પણ સ્પષ્ટતા થઈ. જી હા. હવે ન તો સિદ્ધુ પંજાબના CMની ખુરશી મેળવી શકશે અને ન તો કપિલના શોની ખુરશી મેળવી શકશે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્‌વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે નવજોત સિંહ સિદ્ધુ ઈચ્છે તો પણ ‘ધ કપિલ શર્મા શો’માં પાછા નહીં આવી શકે. એક ટ્‌વીટમાં તેણે લખ્યું કે, ‘ધ કપિલ શર્મા શોમાં નવજોત સિંહ સિદ્ધુની વાપસીથી જે પણ ચિંતિત છે. હું તેમને જણાવી દઉં કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે પાકિસ્તાનને સમર્થન આપવા બદલ નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ અસહકાર જાહેર કર્યો છે અને તેનો સ્પષ્ટ અર્થ છે કે તે “ધ કપિલ શર્મા શો” નહીં કરી શકે.’ 

  આ સમાચાર પણ વાંચો :પલક તિવારીએ મોનોકીની માં પોઝ આપીને ગરમાવ્યો ઈન્ટરનેટ નો પારો, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ

અશોક પંડિતના આ ટિ્‌વટ બાદ નવજાેત સિંહ સિદ્ધુને ચાહનારા લોકો ચોક્કસપણે નિરાશા થશે. ૧૦ માર્ચનો દિવસ સિદ્ધુના જીવનમાં ઘેરો અંધકાર લાવ્યો છે. આમ આદમી પાર્ટીએ જે રીતે પંજાબમાં પોતાની જીત લહેરાવી છે અને અન્ય તમામ પાર્ટીઓને મ્હાત આપી છે.પરંતુ આ દરમિયાન જાે કોઈને સૌથી વધુ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે તો તે છે નવજોત સિંહ સિદ્ધુ.  KRKએ પણ સિદ્ધુને રાજનીતિકાર ગણાવ્યા અને તેમની ચૂંટણીમાં હારને તેમની રાજકીય કારકિર્દીનો અંત ગણાવ્યો.

March 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક