Tag: asia cup

  • Suryakumar Yadav: દેશનો નેતા પોતે જ ફ્રન્ટ ફૂટ પર રમે છે, PM મોદી ના વખાણ માં સૂર્યકુમાર યાદવ એ કહી આવી વાત

    Suryakumar Yadav: દેશનો નેતા પોતે જ ફ્રન્ટ ફૂટ પર રમે છે, PM મોદી ના વખાણ માં સૂર્યકુમાર યાદવ એ કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai
    Suryakumar Yadav એશિયા કપ વિજેતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાછે. તેમણે કહ્યું છે કે સારું લાગે છે જ્યારે દેશનો નેતા પોતે જ ફ્રન્ટ ફૂટ પર રમે છે. પાકિસ્તાન વિરુદ્ધ જીત બાદ PM મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેદાન કોઈ પણ હોય, જીત ભારતની જ હોય છે.યાદવે કહ્યું, “સારું લાગે છે જ્યારે દેશના લીડર પોતે જ ફ્રન્ટ ફૂટ પર બેટિંગ કરે છે. એવું લાગી રહ્યું હતું કે તેમણે સ્ટ્રાઇક લીધી અને રન બનાવ્યા. જોઈને ખૂબ સારું લાગ્યું. જ્યારે સર જ બધાની આગળ ઊભા હોય, તો ખેલાડીઓ તો ખુલ્લીને જ રમશે.” તેમણે કહ્યું, “સૌથી જરૂરી વસ્તુ એ જ છે કે આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે. જ્યારે અમે ભારત પાછા જઈશું, તો સારું લાગશે અને આગળ સારું પ્રદર્શન કરવા નું પ્રોત્સાહન મળશે.”

    PM મોદીએ જીત બાદ શું કહ્યું?

    વડાપ્રધાન મોદીએ ભારતની જીત બાદ ટ્વીટ કર્યું હતું, “ઓપરેશન સિંદૂર ખેલના મેદાનમાં. પરિણામ સમાન છે… ભારતની જીત. અમારા ક્રિકેટરોને અભિનંદન.” દુબઈમાં થયેલી રવિવારની ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો; Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત

    ટૂર્નામેન્ટની શરૂઆતથી જ તણાવ

    કાશ્મીરના પહેલગામમાં એપ્રિલમાં આતંકવાદી હુમલામાં ૨૬ પ્રવાસીઓની હત્યા અને પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ પછી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો પહેલીવાર કોઈ ટૂર્નામેન્ટમાં આમને-સામને હતી. ટૂર્નામેન્ટની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો હતો. ખાસ વાત એ છે કે ત્રણ વખત થયેલી મેચમાં પાકિસ્તાન એકવાર પણ જીતી શક્યું નહીં. તો વળી, કેપ્ટન યાદવ સહિત આખી ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

  • Jasprit Bumrah: જસપ્રીત બુમરાહના પ્લેન સેલિબ્રેશન પર કિરેન રિજિજુ એ આપી આવી પ્રતિક્રિયા

    Jasprit Bumrah: જસપ્રીત બુમરાહના પ્લેન સેલિબ્રેશન પર કિરેન રિજિજુ એ આપી આવી પ્રતિક્રિયા

    News Continuous Bureau | Mumbai
    Jasprit Bumrah એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને નવમી વખત ખિતાબ પોતાના નામે કર્યો. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું ‘પ્લેન ડાઉન’ જશ્ન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયું છે. બુમરાહે પાકિસ્તાનના હારિસ રઉફના ઓફ-સ્ટમ્પ ઉખાડ્યા બાદ આ ઇશારો કર્યો હતો. રઉફે સુપર ફોર મુકાબલામાં ભારતીય પ્રશંસકો તરફ જે ઉશ્કેરણીજનક ‘પ્લેન ડાઉન’ ઇશારો કર્યો હતો, તેનો આ જવાબ હતો. રઉફે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાન દ્વારા ૬ ભારતીય જેટ પાડવાના પાયાવિહોણા દાવા તરફ ઇશારો કર્યો હતો.
    કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જસપ્રીત બુમરાહના આ જશ્ન અને રઉફના ઉખડેલા સ્ટમ્પની તસવીર શેર કરી છે. તેમણે X પર લખ્યું, “પાકિસ્તાનને આ સજા મળવી જ હતી.” જાણવા મળે છે કે આ ટૂર્નામેન્ટ ઘણા વિવાદોથી ઘેરાયેલું રહ્યું. પહેલગામ આતંકી હુમલામાં ૨૬ નિર્દોષોના જાન ગયા હતા. આ હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ભારતીય ટીમે મુકાબલા દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. આ ઉપરાંત, સુપર ફોરમાં રઉફના ઉશ્કેરણીજનક ઇશારાએ પણ તણાવ વધાર્યો હતો.

    ટ્રોફી સમારોહમાં પણ થયો હંગામો

    Jasprit Bumrah ફાઇનલમાં ભારતની રોમાંચક જીત બાદ પુરસ્કાર સમારોહમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો. ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને પાકિસ્તાની મંત્રી મોહસિન નકવીથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો. આખરે, નકવી મંચ પરથી ચાલ્યા ગયા અને ભારતીય ટીમે ટ્રોફી વિના જ જશ્ન મનાવ્યો.

    આ સમાચાર પણ વાંચો; Zoho: વોટ્સએપને ટક્કર આવી ગયું ઝોહોનું દેશી મેસેજિંગ એપ અરટ્ટાઈ, જાણો શું છે તેની ખાસિયત

    PM મોદી અને અમિત શાહનો સંદેશ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર ભારતીય ટીમને અભિનંદન આપતા લખ્યું, “ખેલના મેદાન પર ઓપરેશન સિંદૂર. પરિણામ એ જ – ભારતની જીત! અમારા ક્રિકેટરોને અભિનંદન.” ગૃહ મંત્રી અમિત શાહે તેને શાનદાર જીત ગણાવી. તેમણે કહ્યું, “અમારા ખેલાડીઓની જોશીલી ઊર્જાએ એકવાર ફરી પ્રતિદ્વંદ્વીઓને ઉડાવી દીધા. ભારત દરેક ક્ષેત્રમાં જીત માટે નિયત છે.”

  • Amit Shah: અમિત શાહનો એશિયા કપના બહાને દુનિયાને ખાસ સંદેશ, જાણો કેન્દ્રીય ગૃહમંત્રી એ તેમની પોસ્ટ માં શું લખ્યું

    Amit Shah: અમિત શાહનો એશિયા કપના બહાને દુનિયાને ખાસ સંદેશ, જાણો કેન્દ્રીય ગૃહમંત્રી એ તેમની પોસ્ટ માં શું લખ્યું

    News Continuous Bureau | Mumbai
    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દુબઈમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો છે. અમિત શાહે પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું કે ભારત નિયતિ થી વિજેતા છે – ભલે મેદાન ખેલનું હોય કે કોઈ બીજું.અમિત શાહે ‘X’ પોસ્ટમાં લખ્યું, “આ એક જબરદસ્ત જીત રહી. અમારા ખેલાડીઓની જબરદસ્ત ઊર્જાએ ફરી એકવાર વિરોધીઓને હરાવી દીધા. ભારત નિયતિ થી વિજેતા છે, ભલે મેદાન ખેલનું હોય કે કોઈ બીજું.”

    ટીમ ઈન્ડિયાને ૨૧ કરોડ રૂપિયાનું પુરસ્કાર

    BCCI એ એશિયા કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ અને સહયોગી સ્ટાફને ટૂર્નામેન્ટમાં અજેય પ્રદર્શન પર ૨૧ કરોડ રૂપિયાનું પુરસ્કાર આપશે. બોર્ડે દુબઈમાં પાકિસ્તાન પર એશિયા કપની ફાઇનલમાં જીત બાદ આ જાહેરાત કરી. BCCI સચિવ દેવાજીત સૈકિયાએ કહ્યું, “આ એક અસાધારણ જીત હતી અને તેથી જશ્નના ભાગરૂપે BCCI એ એશિયા કપમાં ભારતીય ટીમનો ભાગ રહેલા ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે ૨૧ કરોડ રૂપિયાના નકદ પુરસ્કારની જાહેરાત કરી છે.” બોર્ડે એ નથી જણાવ્યું કે કોને કેટલું પુરસ્કાર મળશે. સૈકિયાએ કહ્યું, “તે ધનરાશિ વહેંચવામાં આવશે અને તે અમારી ટીમ, ભારતીય ક્રિકેટ બોર્ડ અને ભારતના લોકો માટે એક મોટું ઇનામ છે. અમને અમારા ક્રિકેટરો અને સહયોગી સ્ટાફના દુબઈમાં શાનદાર પ્રદર્શન પર ખૂબ ગર્વ છે.” બોર્ડે આ પહેલા પોતાના વિવિધ સોશિયલ મીડિયા પેજ પર પાકિસ્તાન પર જીતની હેટ્રિકનો ઉલ્લેખ કરતાં લખ્યું, “ત્રણ ઝટકા, શૂન્ય જવાબ. એશિયા કપ ચેમ્પિયન. સંદેશ આપી દેવામાં આવ્યો. ટીમ અને સહયોગી સ્ટાફને ૨૧ કરોડ રૂપિયા પુરસ્કાર.”

    આ સમાચાર પણ વાંચો; Asia Cup: આખરે ટીમ ઈન્ડિયાએ એશિયા કપની ટ્રોફી ના લેવાનું અસલી કારણ આવ્યું સામે, વાંચો વિગતે

    વિજયનો તિલક, પલટી દીધી બાજી

    જણાવી દઈએ કે દુબઈમાં એશિયા કપની ફાઇનલ મેચમાં તિલક વર્માએ અણનમ અડધી સદી ફટકારીને ‘સંકટમોચક’ ની ભૂમિકા નિભાવી અને અત્યંત રોમાંચક ફાઇનલ મુકાબલામાં રવિવારે ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનનું ફરી એકવાર માનમર્દન કરતા પાંચ વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો.

  • Asia Cup: આખરે ટીમ ઈન્ડિયાએ એશિયા કપની ટ્રોફી ના લેવાનું અસલી કારણ આવ્યું સામે, વાંચો વિગતે

    Asia Cup: આખરે ટીમ ઈન્ડિયાએ એશિયા કપની ટ્રોફી ના લેવાનું અસલી કારણ આવ્યું સામે, વાંચો વિગતે

    News Continuous Bureau | Mumbai
    BCCI નવેમ્બરમાં ICCની આગામી બેઠકમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવી વિરુદ્ધ ‘કડક વિરોધ નોંધાવશે’. નકવીએ ભારતીય ટીમ દ્વારા દુબઈમાં તેમની પાસેથી એશિયા કપની ટ્રોફી લેવાનો ઇનકાર કર્યા બાદ ચેમ્પિયન ટીમને ટ્રોફી જ નહોતી આપી. BCCI સચિવ દેવાજીત સૈકિયાએ ટીમના ઇનકારને યોગ્ય ઠેરવતા કહ્યું કે ‘દેશની વિરુદ્ધ યુદ્ધ છેડનાર’ આવા કોઈપણ વ્યક્તિ પાસેથી ભારતીય ટીમ ટ્રોફી ન લઈ શકે. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું છે.

    ‘ટ્રોફી ન આપવી બચકાનાપણું છે’

    નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ હોવાની સાથે તેમના દેશના ગૃહમંત્રી પણ છે. સૈકિયાએ કહ્યું, “જ્યાં સુધી ટ્રોફીનો સવાલ છે, ટ્રોફી વિતરણનો સવાલ છે, ભારત એવા વ્યક્તિ પાસેથી ટ્રોફી ન લઈ શકે જે આપણા દેશ વિરુદ્ધ યુદ્ધ છેડી રહ્યો હોય.” તેમણે કહ્યું, “અમે તેમની પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો, પરંતુ તેનાથી તે વ્યક્તિને ટ્રોફી અને મેડલ પોતાની સાથે હોટેલ લઈ જવાની મંજૂરી મળી જતી નથી.” તેમણે વધુમાં કહ્યું, “આ અણધારીય છે, ખૂબ બચકાનાપણું છે અને અમે નવેમ્બરના પહેલા સપ્તાહમાં દુબઈમાં યોજાનારી આગામી ICC બેઠકમાં ICC સમક્ષ ખૂબ કડક વિરોધ નોંધાવીશું.”

    કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું?

    કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ સમગ્ર મુદ્દે કહ્યું કે વિજેતા ટીમને યાદ રાખવામાં આવે છે, ટ્રોફીને નહીં. સૂર્યકુમારે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “મેં એવું પહેલા ક્યારેય જોયું નથી કે વિજેતા ટીમને ટ્રોફી ન આપવામાં આવી હોય, પરંતુ મારા માટે મારા ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ જ અસલી ટ્રોફી છે.” ભારતીય ટીમે આખા ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. ભારતે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે ત્રણ મેચ રમી અને ત્રણેયમાં જીત મેળવી. સૂર્યકુમારે બાદમાં ‘X’ પર લખ્યું, “મેચ પૂરી થયા બાદ માત્ર ચેમ્પિયન્સને યાદ કરવામાં આવે છે, ટ્રોફીની તસવીરને નહીં.” ટીમે નકવીથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો તે અંગે તેમણે કહ્યું, “અમે મેદાન પર આ નિર્ણય લીધો. કોઈએ અમને આવું કરવા માટે કહ્યું નહોતું.”

    આ સમાચાર પણ વાંચો; Stock Market: સપ્તાહના પહેલા દિવસે બજારમાં ઉછાળો, સેન્સેક્સ 330 અંક ચઢ્યો, નિફ્ટી થયો આટલા ને પાર

    વિવાદનો નિષ્કર્ષ

    BCCIના મજબૂત વલણ અને સૂર્યકુમાર યાદવના નિવેદનોએ સ્પષ્ટ કરી દીધું છે કે ટીમ ઇન્ડિયાનો ટ્રોફી ન લેવાનો નિર્ણય માત્ર રમતગમતનો નહોતો, પરંતુ પાકિસ્તાનના રાજકીય વલણનો પ્રતિકાર પણ હતો. BCCI હવે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મામલો ઉઠાવીને મોહસિન નકવીના કૃત્યનો વિરોધ કરવા માટે તૈયાર છે.

  • Shashi Tharoor: એશિયા કપ વિવાદ પર શશી થરૂરનું મોટું નિવેદન, પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ના મિલાવવા પર કહી આવી વાત

    Shashi Tharoor: એશિયા કપ વિવાદ પર શશી થરૂરનું મોટું નિવેદન, પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ના મિલાવવા પર કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Shashi Tharoor એશિયા કપ દરમિયાન ભારતીય ક્રિકેટરો દ્વારા પાકિસ્તાની ક્રિકેટરો સાથે હાથ મિલાવવાનો ઇનકાર અને પાકિસ્તાની ક્રિકેટરો દ્વારા મેદાન પર કરવામાં આવેલા હાવભાવ પર કોંગ્રેસના સાંસદ શશી થરૂરે મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યુમાં એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, “મને વ્યક્તિગત રીતે લાગે છે કે એકવાર રમવાનો નિર્ણય લેવાઈ જાય, તો જો આપણે પાકિસ્તાન વિશે આટલું જ મક્કમતાથી વિચારતા હોઈએ તો આપણે રમવું જ નહોતું જોઈતું. પરંતુ જો આપણે તેમની સાથે રમવા જઈ રહ્યા છીએ, તો આપણે રમતની ભાવના સાથે રમવું જોઈએ અને આપણે તેમની સાથે હાથ મિલાવવો જોઈતો હતો.”

    1999ના કારગિલ યુદ્ધનું ઉદાહરણ

    કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું કે, “આપણે 1999માં પણ આવું કર્યું છે, જ્યારે કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું. જે દિવસે આપણા સૈનિકો દેશ માટે શહીદ થઈ રહ્યા હતા, ત્યારે આપણે ઈંગ્લેન્ડમાં પાકિસ્તાન સામે વર્લ્ડ કપ રમી રહ્યા હતા. ત્યારે પણ આપણે તેમની સાથે હાથ મિલાવી રહ્યા હતા, કારણ કે રમતની ભાવના દેશો વચ્ચે અને સેનાઓ વચ્ચેની ભાવના કરતાં અલગ હોય છે. આ મારો વિચાર છે. જો પાકિસ્તાની ટીમ, પહેલીવાર અપમાનિત થયા પછી, બીજીવાર આપણું અપમાન કરવાનો નિર્ણય કરે છે, તો તે દર્શાવે છે કે બંને બાજુ રમતની ભાવનાનો અભાવ છે.”

    આ સમાચાર પણ વાંચો : Indian Rupee: રૂપિયાએ ચાલી પોતાની ચાલ, કરન્સી રિંગમાં ડોલર સામે આટલા પૈસાની કરી રિકવરી

    એશિયા કપ દરમિયાન સામે આવેલા વિવાદો

    એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં હાથ ન મિલાવવા ઉપરાંત અન્ય ઘણા વિવાદો પણ સામે આવ્યા, જેમાં પાકિસ્તાની ક્રિકેટરો દ્વારા ફાઇટર જેટ જેવી એક્શનનો સમાવેશ થાય છે, જે ઘણો વિવાદાસ્પદ બન્યો હતો. આ સિવાય, બેટથી ગન વાળો પોઝ પણ વિવાદનું કારણ બન્યો હતો. આ મુદ્દો માત્ર રમત પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ રાજકીય ચર્ચાનો ભાગ પણ બની ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ હંમેશાથી એક રાજકીય અને ભાવનાત્મક મુદ્દો રહ્યો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ 2012થી બંધ છે અને મેચો ફક્ત આઈસીસી ટૂર્નામેન્ટ અથવા એશિયા કપ જેવા આયોજનોમાં જ રમાય છે.

  • Asia Cup: એશિયા કપનો ડ્રામા પાકિસ્તાનની અપીલ આઈસીસીએ ફગાવી, રેફરી ને લઈને લીધો આ નિર્ણય

    Asia Cup: એશિયા કપનો ડ્રામા પાકિસ્તાનની અપીલ આઈસીસીએ ફગાવી, રેફરી ને લઈને લીધો આ નિર્ણય

    News Continuous Bureau | Mumbai
    Asia Cup અપેક્ષા મુજબ, એશિયા કપમાં હાથ મિલાવવાનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની પાકિસ્તાન બોર્ડની માંગ આઈસીસીએ ફગાવી દીધી છે. તેથી, પાકિસ્તાન હવે ટૂર્નામેન્ટ છોડી દેવાની આપેલી ધમકીને સાચી કરશે કે કેમ તે એક પ્રશ્ન છે. હાલમાં, તેઓએ UAE સામેની મેચ પહેલાંની પ્રેસ કોન્ફરન્સમાં ભાગ ન લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. મંગળવારે મોડી રાત્રે ICCએ સત્તાવાર રીતે પાકિસ્તાનને આ અંગે એક પત્ર મોકલ્યો છે.

    હાથ મિલાવવાના વિવાદથી થયો હતો આરંભ

    આ વિવાદ મેચ પહેલાંના ટોસથી શરૂ થયો હતો. જ્યારે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા અને ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટોસ માટે મેદાન પર આવ્યા, ત્યારે તેઓએ એકબીજા સાથે પરંપરા મુજબ હાથ મિલાવ્યો ન હતો. તેના પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ દાવો કર્યો હતો કે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે પાકિસ્તાની કેપ્ટનને હાથ ન મિલાવવાનું કહ્યું હતું. પાયક્રોફ્ટનું વર્તન અખિલાડી હોવાનો આરોપ લગાવીને પાકિસ્તાન બોર્ડે ICCને લેખિત ફરિયાદ પણ કરી હતી.

    આ સમાચાર પણ વાંચો : PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ

    આઈસીસીએ પાકિસ્તાનનો દાવો ફગાવ્યો

    મેચ પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યા બાદ આ મામલો વધુ વકર્યો હતો. પાકિસ્તાને પોતાની ફરિયાદમાં ‘પાયક્રોફ્ટને ટૂર્નામેન્ટમાંથી હટાવો, નહીં તો અમે એશિયા કપનો બહિષ્કાર કરીશું’ તેવી માગણી કરી હતી. પરંતુ, ICCએ એક દિવસની સુનાવણી બાદ પાકિસ્તાનનો દાવો ફગાવી દીધો છે. આઈસીસીએ તપાસ બાદ સ્પષ્ટ કર્યું છે કે, “મેદાન પર હાથ ન મિલાવવાનો નિર્ણય મેચ રેફરીએ નહીં, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલના લોકોએ લીધો હતો.” આઈસીસીએ હવે કહ્યું છે કે એન્ડી પાયક્રોફ્ટ ભારતના કહેવાથી નહીં, પરંતુ એશિયન કાઉન્સિલના અધિકારીઓએ કહ્યું હોવાથી તેમ વર્ત્યા હતા. તેથી, આઈસીસીનું કહેવું છે કે એન્ડી પાયક્રોફ્ટ પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. હવે આ કારણે આ વિવાદ વધુ વકરવાની શક્યતા છે. પાકિસ્તાનને આ નિર્ણય ગમશે તેવી શક્યતા ઓછી છે, અને તેઓ નક્કી કર્યા મુજબ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરે છે કે કેમ, તે જોવું પડશે.

  • India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા

    India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા

    News Continuous Bureau | Mumbai

    India Pakistan Match એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ થયેલા ‘હેન્ડશેક વિવાદ’ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. પાકિસ્તાન સામેની 7 વિકેટની જીત બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે અભિવાદન કર્યું નહોતું. આ ઘટનાથી નારાજ થયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)માં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

    ‘હાથ મિલાવવો એ માત્ર એક સદ્ભાવનાનો સંકેત છે’

    BCCIના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, હાથ મિલાવવાનું એ ફક્ત એક પરંપરા છે, કોઈ નિયમ નથી. અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, “જો તમે નિયમોની બુક વાંચશો, તો તેમાં હાથ મિલાવવાનો કોઈ ઉલ્લેખ નથી. આ માત્ર એક સદ્ભાવનાનો સંકેત (goodwill gesture) છે અને રમતગમતના ભાગરૂપે વિશ્વભરમાં એક પરંપરા તરીકે નિભાવવામાં આવે છે.” તેમણે વધુમાં કહ્યું કે, “જ્યાં આ અંગે કોઈ નિયમ નથી, ત્યાં ભારતીય ટીમ વિરોધી ટીમ સાથે હાથ મિલાવવા માટે બંધાયેલી નથી, ખાસ કરીને જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ હોય.”

    PCBએ મેચ રેફરીને હટાવવાની માગ કરી

    પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો ભારતીય ખેલાડીઓનો નિર્ણય હવે એક મોટો વિવાદ બની રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ આ ઘટનાથી નારાજ છે અને તેણે મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટને આ માટે જવાબદાર ઠેરવીને તેમને હટાવવાની માગ કરી છે. PCBના અધ્યક્ષ મોહસીન નકવીએ ‘X’ પર લખ્યું કે, “પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ રેફરી દ્વારા ICC કોડ ઓફ કન્ડક્ટ અને MCCના નિયમોના ઉલ્લંઘનને લઈને ફરિયાદ નોંધાવી છે અને તેમને તાત્કાલિક એશિયા કપમાંથી હટાવવાની માગ કરી છે.”

    આ સમાચાર પણ વાંચો : Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય

    ભારતીય ટીમનો આગામી સમયમાં પણ આ જ સ્ટેન્ડ રહેશે

    ન્યૂઝ એજન્સી મુજબ, જો ભારત 28 સપ્ટેમ્બરે ફાઇનલમાં પહોંચશે, તો ખેલાડીઓ મોહસીન નકવી સાથે સ્ટેજ શેર નહીં કરે. નકવી ACCના પ્રમુખ હોવાને કારણે વિજેતા ટીમને ટ્રોફી આપી શકે છે. મેચ દરમિયાન ટોસ અને વોર્મ-અપ સમયે પણ બંને ટીમોના ખેલાડીઓએ એકબીજા સાથે વાતચીત કરી નહોતી. બંને ટીમના કેપ્ટનોએ મેચ રેફરીને ટીમશીટ સોંપી હતી. એવું પણ માનવામાં આવે છે કે હાથ ન મિલાવવાનો આ નિર્ણય એક નીતિગત છે અને જો આગામી રવિવારે સુપર 4 માં ભારતનો સામનો ફરીથી પાકિસ્તાન સાથે થાય, તો આ વલણનું પુનરાવર્તન કરવામાં આવશે.

  • IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું

    IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું

    News Continuous Bureau | Mumbai

    IND vs PAK: ભારતીય ટીમે એશિયા કપમાં પાકિસ્તાન સામે એક યાદગાર જીત નોંધાવી. પરંતુ ભારતની આ જીતથી પાકિસ્તાન ભારે નારાજ થયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારતીય ટીમ પર ખેલ ભાવના વિરુદ્ધ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે અને આ મામલે મેચ રેફરી સામે પણ વિરોધ નોંધાવ્યો છે. દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને જોરદાર જીત મેળવી હતી. આ મેચમાં ‘નો હેન્ડશેક’નો મામલો સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો.

    પાકિસ્તાને ભારતીય ટીમ પર કેમ ફરિયાદ કરી?

    IND vs PAK: મેચ બાદ પાકિસ્તાનના વ્હાઇટ-બોલ હેડ કોચ માઇક હેસને જણાવ્યું હતું કે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીની સેરેમનીમાં ગયા નહોતા કારણ કે ભારતીય ટીમનું વર્તન નિરાશાજનક હતું. હેસને કહ્યું કે, “અમે મેચના અંતે હાથ મિલાવવા અને સૌહાર્દપૂર્ણ વાતચીત કરવા માટે ઉત્સાહિત હતા, પરંતુ આવું બન્યું નહીં.” આ મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની ટીમના મેનેજર નવીદ અખ્તર ચીમાએ ભારતીય ટીમ દ્વારા કરવામાં આવેલા અયોગ્ય વર્તન સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. PCBએ કહ્યું કે મેનેજર ચીમાએ મેચ રેફરીના વર્તન સામે પણ સત્તાવાર વિરોધ કર્યો છે, કારણ કે તેમણે બંને કેપ્ટનને ટોસ સમયે હાથ ન મિલાવવાની વિનંતી કરી હતી.

    આ સમાચાર પણ વાંચો :  Chhaava Shooting: ‘છાવા’ ના શૂટિંગ દરમિયાન વિકી કૌશલને થયો હતો આધ્યાત્મિક અનુભવ, બની હતી સંભાજી મહારાજ સાથે જોડાયેલી 2 અજીબ ઘટનાઓ

    ટોસથી લઈને મેચ પૂરી થવા સુધી શું થયું?

    IND vs PAK: મેચ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ સમયે અને મેચ પૂરી થયા બાદ પણ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને નજરઅંદાજ કર્યા હતા અને તેમની સાથે હાથ મિલાવ્યા નહોતા. મેચ પછીના પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવે આ વર્તનનું કારણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, “અમારી સરકાર અને BCCI આ મુદ્દે સંપૂર્ણ રીતે એકમત હતા. અમે નિર્ણય લીધો કે અમે માત્ર રમવા આવ્યા છીએ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીશું.” સૂર્યાએ મેચ પછી પુરસ્કાર વિતરણ સમારોહમાં આ જીતને ‘દેશ માટે એક શાનદાર ભેટ’ ગણાવી હતી અને આ જીત પહેલગામ આતંકી હુમલાના પીડિત પરિવારો અને સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી.

    આ મેચમાં ભારતનો કેવો રહ્યો દેખાવ?

    મેચમાં, ભારતના સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 127-9નો સ્કોર બનાવી શકી. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ અંતમાં આવીને 16 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેષ્ઠ બોલર કુલદીપ યાદવ રહ્યા, જેમણે 3 વિકેટ લીધી અને માત્ર 19 રન આપ્યા. અક્ષર પટેલે પણ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતે 128 રનના લક્ષ્યનો પીછો કરતા અભિષેક શર્માના 31 રન, કેપ્ટન સૂર્યકુમાર યાદવના 47 રન અને તિલક વર્માના 31 રનના બળે 7 વિકેટે શાનદાર જીત મેળવી.

     

  • Hockey Asia Cup IND vs PAK: પાકિસ્તાન ફરી ઘૂંટણિયે, એશિયા કપ માટે હોકી ટીમ આવશે ભારત; જાણો ક્રિકેટમાં શું થશે?

    Hockey Asia Cup IND vs PAK: પાકિસ્તાન ફરી ઘૂંટણિયે, એશિયા કપ માટે હોકી ટીમ આવશે ભારત; જાણો ક્રિકેટમાં શું થશે?

    News Continuous Bureau | Mumbai

     Hockey Asia Cup IND vs PAK: ભારતે આતંકવાદી કૃત્યોને સમર્થન આપતા પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. એટલું જ નહીં, સિંધુ સંધિ પણ સ્થગિત કરવામાં આવી છે. આવી  સ્થિતિમાં, પાકિસ્તાન હોકી ટીમ આવતા મહિને ભારત આવશે. 

     Hockey Asia Cup IND vs PAK:  પાકિસ્તાનને ભારતમાં યોજાનારી હોકી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે લીલી ઝંડી 

    રમતગમત મંત્રાલયે માહિતી આપી છે કે પાકિસ્તાનને ભારતમાં યોજાનારી હોકી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે લીલી ઝંડી મળી ગઈ છે. એટલે કે પાકિસ્તાન હોકી ટીમ એશિયા કપ અને જુનિયર હોકી વર્લ્ડ કપ રમવા માટે ભારત આવશે. ઓપરેશન સિંદૂર પછી, એશિયા કપમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે શંકાઓ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, “અમે કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતમાં રમવાની કોઈપણ ટીમની વિરુદ્ધ નથી.” પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મેચો એક અલગ બાબત છે. એશિયા કપ હોકી ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં રમાશે.

     Hockey Asia Cup IND vs PAK: એશિયા કપમાં ભાગ લેવો બધી ટીમો માટે મહત્વપૂર્ણ 

    મહત્વનું છે કે એશિયા કપમાં ભાગ લેવો બધી ટીમો માટે મહત્વપૂર્ણ છે. કારણ કે તે 2026 હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇંગ રાઉન્ડ છે. આ સ્પર્ધા બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાશે. એશિયા કપ ઉપરાંત, પાકિસ્તાની ટીમ જુનિયર હોકી વર્લ્ડ કપ રમવા માટે પણ ભારત આવશે. આ સ્પર્ધા નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે. પઠાણકોટ આતંકવાદી હુમલા પછી યોજાયેલા છેલ્લા જુનિયર હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભાગ લીધો ન હતો. આ સ્પર્ધા 2016 માં લખનૌમાં યોજાઈ હતી. જો પાકિસ્તાની ટીમ ભારત આવવાની હોય તો એવું લાગે છે કે બંને દેશો વચ્ચે રમતગમતના સંબંધો ફરીથી સ્થાપિત થઈ રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Maharashtra Language row : મનસે કાર્યકરોની ગુંડાગીરી, મરાઠી ન બોલવા પર દુકાનદારને માર માર્યો, વિરોધમાં આજે મીરા ભાઈંદર બંધ; જુઓ વિડીયો 

     Hockey Asia Cup IND vs PAK: ભારતે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાનો ઇનકાર કરી દીધો

    બીજી બાજુ, ક્રિકેટને લઈને એક અલગ જ ચિત્ર છે. ઓપરેશન સિંદૂર પહેલાથી જ બંને દેશોના ક્રિકેટ બોર્ડમાં વિવાદ જગાવી ચૂક્યું છે. ભારતે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાનો ઇનકાર કરી દીધો હતો. તેથી, ભારતના બધા મેચ દુબઈમાં યોજાયા હતા. તે સમયે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે તે ભારતમાં મેચ નહીં રમે. તેથી, એવી શક્યતા છે કે BCCI એશિયા કપનું આયોજન UAE માં કરે. આ સ્પર્ધા 4 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની શક્યતા છે.

     

  • Asia Cup 2025 India:  શું ભારતીય ટીમ એશિયા કપ અને ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાં નહીં રમે? બહાર થવાના અહેવાલ વહેતા થતા BCCI સેક્રેટરીએ કરી આ સ્પષ્ટતા..

    Asia Cup 2025 India: શું ભારતીય ટીમ એશિયા કપ અને ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાં નહીં રમે? બહાર થવાના અહેવાલ વહેતા થતા BCCI સેક્રેટરીએ કરી આ સ્પષ્ટતા..

     News Continuous Bureau | Mumbai  

    Asia Cup 2025 India:  ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવ વચ્ચે એશિયા કપ 2025 સમાચારમાં છે. વાસ્તવમાં, ICC ઇવેન્ટ પછી આ એકમાત્ર ટુર્નામેન્ટ છે જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજાનો સામનો કરે છે. પરંતુ કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપ 2025માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને પણ પોતાના નિર્ણયની જાણ કરી છે. પરંતુ હવે આ સમાચાર પર BCCI તરફથી એક મોટી અપડેટ આવી છે.

    Asia Cup 2025 India: એશિયા કપ 2025 પર BCCI નું મોટું નિવેદન

    વાસ્તવમાં, BCCI એ એશિયા કપ 2025 સંબંધિત સમાચારોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ મીડિયા ને જણાવ્યું કે હાલમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ ટુર્નામેન્ટ પર કોઈ ચર્ચા થઈ નથી. સેક્રેટરી દેવજીતે કહ્યું, આજ સવારથી, BCCI ના ACC ઇવેન્ટ, એશિયા કપ અને મહિલા ઇમર્જિંગ ટીમ એશિયા કપ બંનેમાં ભાગ ન લેવાના નિર્ણય અંગે કેટલાક સમાચાર અમારા ધ્યાનમાં આવ્યા છે. આ સમાચારોમાં કોઈ સત્ય નથી. કારણ કે અત્યાર સુધી BCCI એ ACC ના આગામી કાર્યક્રમો વિશે ચર્ચા પણ કરી નથી કે આવું કોઈ પગલું ભર્યું નથી, ACC ને કંઈ લખવાની વાત તો દૂરની વાત છે.

    Asia Cup 2025 India: હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી 

    સેક્રેટરી દેવજીતે વધુમાં કહ્યું, હાલમાં અમારું મુખ્ય ધ્યાન વર્તમાન IPL અને પછી ઇંગ્લેન્ડ સિરીઝ પર છે, જેમાં પુરુષો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે. એશિયા કપનો મામલો કે અન્ય કોઈ ACC ઇવેન્ટનો મુદ્દો કોઈપણ સ્તરે ચર્ચામાં આવ્યો નથી, તેથી તેના પરના કોઈપણ સમાચાર કે અહેવાલો સંપૂર્ણપણે કાલ્પનિક છે. એવું કહી શકાય કે જ્યારે પણ BCCI ACC ના કોઈપણ કાર્યક્રમ પર ચર્ચા કરશે અને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશે, ત્યારે તેની જાહેરાત મીડિયા દ્વારા કરવામાં આવશે. એટલે કે, સચિવ દેવજીતે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને જે પણ નિર્ણય લેવામાં આવશે તે ખુલ્લેઆમ જાહેર કરવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો :  India Pakistan Conflict: નહીં સુધરે આ લોકો… પોર્ટુગલમાં ભારતીય દૂતાવાસ બહાર પાકિસ્તાનીઓએ મચાવ્યો હંગામો, મળ્યો એવો જવાબ કે..

    Asia Cup 2025 India: એશિયા કપ સપ્ટેમ્બરમાં રમાશે

    તમને જણાવી દઈએ કે, એશિયા કપ 2025 સપ્ટેમ્બરમાં રમાશે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન ભારત પાસે છે. છેલ્લી વખત, આ ટુર્નામેન્ટ પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનનો પ્રવાસ ન કર્યો અને તેની બધી મેચ શ્રીલંકામાં રમી. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પણ શ્રીલંકામાં યોજાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી.