• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Bhupendra Patel
Tag:

Bhupendra Patel

World Energy Conservation Day ૧૪ ડિસેમ્બર 'વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ'
રાજ્ય

World Energy Conservation Day: ૧૪ ડિસેમ્બર ‘વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ’

by samadhan gothal December 13, 2025
written by samadhan gothal

News Continuous Bureau | Mumbai

  • World Energy Conservation Day ગુજરાતે અત્યાર સુધીમાં ‘’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ લક્ષ્યાંકના ૪૯ ટકાથી વધુ હિસ્સો પૂર્ણ કર્યો :- ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
  • માર્ચ’ ૨૦૨૭ સુધીમાં ’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત ૧૦ લાખ રહેણાંકીય રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપવાનું લક્ષ્ય નક્કી

દર વર્ષે તા. ૧૪ ડિસેમ્બરે ગુજરાત સહિત વિશ્વભર માં ‘વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં ઊર્જા સંરક્ષણ બાબતે કરેલી કામગીરી અંગે ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, સોલાર ઊર્જા ઉત્પન્ન કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વીજળીના સતત વધી રહેલા વપરાશ અને ભાવિ માંગને પહોંચી વળવા તૈયાર છે.

ગુજરાતે ‘પીએમ સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ના સફળ અમલીકરણ થકી એક ક્રાંતિકારી પહેલ કરી છે. વડાપ્રધાનશ્રીની દ્વારા શરુ કરેલ પી.એમ. સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં દેશમાં ૨૫ ટકાના યોગદાન સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમક્રમે છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતે આગામી વર્ષ-૨૦૨૭ સુધીમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત ૧૦ લાખ રહેણાંકીય રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ગુજરાતે અત્યારે સુધીમાં આ યોજના હેઠળ કુલ ૧૮૮૬ મેગાવોટ સોલર ક્ષમતાની ૪.૯૬ લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપન કરેલ છે જે રાજ્યના લક્ષ્યાંકના ૪૯ ટકાથી વધુ છે જે એક મહત્વની સિધ્ધિ છે.

આ સમાચાર પણ વાંચો: Syed Mushtaq Ali Trophy: ભારતીય ક્રિકેટમાં ફિક્સિંગનું કનેક્શન, આ ૪ મોટા ખેલાડીઓ પર સસ્પેન્શનની તલવાર, FIR પણ દાખલ!

વધુમાં ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાની કામગીરીની સમીક્ષા માટે રાજ્ય કક્ષાની સંકલન બેઠક બોલાવવામાં આવે છે. જેમાં રાજ્યમાં ચાલી રહેલ યોજનાની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવે છે. રાજ્ય સરકારે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના ને વધુ વેગવંતી બનાવવા અને રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા, ૬ કિ.લો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ રૂ.૨૯૫૦ની સહાય તથા ૬ કિલો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જ માફ કરવામાં આવેલ છે. તેમજ વધુ સુવિધા માટે નેટ મીટરીંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો લાભ લઇ રહ્યા છે.

વધુમાં જણાવવાનું કે આજે ગુજરાત સોલાર રૂફ્ટોપક્ષેત્રે ૨૭%ના યોગદાન સાથે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જેમાં રહેણાંક તથા બિન રહેણાંક ક્ષેત્રે સાથે સંકલિત કુલ ૬૩૧૫ મેગાવોટ સોલાર સિસ્ટમોનું સ્થાપન થયેલ છે. જે થકી દર વર્ષે ૯૩૮૬ મિલિયન યુનિટ ઇલેક્ટ્રિસીટી ઉત્પન થશે. જેના પરિણામ સ્વરૂપે દર વર્ષે ૬.૩૮ મિલિયન મેટ્રિક ટન કોલસાની બચત થશે , ૮.૩૩ મિલિયન ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે તેમ મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું

સિદ્ધિઓ હાંસલ થવાના મુખ્ય પરિબળો

રાજ્ય સરકારની નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટેની સશક્ત પ્રતિબદ્ધતા અને સક્રિય સહયોગ છે. ગુજરાતે ગ્રાહકોને મુખ્ય હિસ્સેદાર તરીકે ગણીને ગ્રાહક-પ્રથમ અભિગમ અપનાવ્યો છે. ગુજરાત એક નીતિ આધારિત રાજ્ય છે. જ્યાં સોલાર પોલિસી હેઠળ નેટ મીટરિંગનો અમલ કરવામાં આવે છે. રાજ્યમાં રહેણાંકક્ષેત્રે સોલાર સ્થાપના માટે લોડની કોઈ મર્યાદા નથી. નાગરિકો માટે ઘરે ઉત્પન્ન થતી વધારાની વીજળીની વેચાણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સોલર સિસ્ટમ ધરાવનાર રહેણાંક વપરાશકર્તાઓને બેંકિંગ શુલ્ક ચૂકવવો પડતો નથી. નાગરિકોને કોઈ પણ પ્રકાર પરેશાની વગર સરળતાથી સોલાર રૂફ્ટોપ યોજનાનો લાભ લઇ શકે તે માટે રાજ્ય સરકારે દરેક બાબતોનું ધ્યાન આપી રહી છે

December 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Government સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના સંકટ સામે સુરક્ષાનું કવચ
રાજ્ય

Gujarat Government: સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના: સંકટ સામે સુરક્ષાનું કવચ

by samadhan gothal December 13, 2025
written by samadhan gothal

News Continuous Bureau | Mumbai

  • Gujarat Government અમદાવાદ વિમાન દુર્ઘટના, હરણી દુર્ઘટના જેવી વિવિધ સંકટની ઘડીમાં લભાર્થીના પરિવારોને ઝડપથી વીમા કવચની ચૂકવણી કરાઈ

જીવનની અનિશ્ચિતતાઓ સામે ગુજરાત સરકારે સંવેદનશીલતા સાથે સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના દ્વારા રાજ્યના લાખો પરિવારોને મજબૂત ઢાલ પૂરી પાડી છે. આ યોજના થકી રાજ્ય સરકારે સાબિત કર્યું છે કે, સંકટની ઘડીમાં નાગરિકો એકલા નથી, પરંતુ સરકાર તેમની પડખે ઊભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશથી રાજ્ય સરકાર દ્વારા સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ સંકટની ઘડીમાં પરિવારો માટે ઝડપથી વીમા કવચની ચૂકવણી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યના ૪.૧૨ કરોડથી વધુ નાગરીકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતાં વધુ લાભાર્થીઓના અકસ્માત-મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારજનોને અંદાજે રૂ. ૨૯૩ કરોડનું વીમા વળતર ચૂકવવામાં આવ્યું છે, જે જનતા પ્રત્યે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે.

Gujarat Government અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય સરકારના વિવિધ વિભાગ દ્વારા તેના હસ્તકના ખાતાના વડાઓ મારફતે જુદી જુદી અકસ્માત વીમા યોજનાઓ અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાઓનો લાભ લાભાર્થીઓને વ્યાપક રીતે મળી શકે તેમજ યોજના હેઠળના લાભ બેવડાય નહિ તે હેતુથી જુદી જુદી જૂથ અકસ્માત યોજનાઓની યુનિફોર્મ પેટર્ન નકકી કરી રાજ્ય સરકારની વીમા નિયામકની કચેરી દ્વારા સંકલિત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના અમલી બનાવાઈ હતી. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીને વીમા કવચ મળવાથી અકસ્માત-મૃત્યુ સામે તેમના પરિવારજનોને આર્થિક રક્ષણ મળી રહ્યું છે.

આ યોજના અંતર્ગત અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૩૦થી વધુ મૃતકો સહિત ૪ મેડીકલના વિદ્યાર્થીઓના વારસદારોને ચુકવણું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા ખાતે હરણી દુર્ઘટના વખતે મૃત્યુ પામેલ ૧૨ બાળકોના વારસદારોને પણ ત્વરિત ચુકવણું કરાયું હતું. તાજેતરના વર્ષોમાં મોરબી દુર્ઘટના, રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના, તક્ષશીલા દુર્ઘટના વખતે પણ મૃતકોના પરિવારોને આ યોજના હેઠળ વીમા કવચ રકમની ચૂકવણી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો: Mahayuti: રાજકીય ડ્રામા મહાયુતિમાં સીટ વહેંચણીના વિવાદ વચ્ચે BJP અધ્યક્ષનું નિવેદન, શું હવે બધા વિવાદોનો અંત આવશે?

નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વિવિધ કુદરતી હોનારતો અને અન્ય અકસ્માતોના કિસ્સામાં ઝડપી કાર્યવાહી કરીને દાવાઓનું સત્વરે નિરાકરણ લાવવામાં આવ્યું છે.

Gujarat Government આ યોજના માત્ર આર્થિક સુરક્ષાની ખાતરી નથી, પણ સરકારની સામાજિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ છે. રાજ્ય સરકારની સામુહિક જુથ અકસ્માત વીમા યોજના હેઠળ ૧૪ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોના લાખો લાભાર્થીઓ અને તેમના પરિવારોને અકસ્માત વીમા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેમાં ખેડૂત પરિવારો, અસંગઠીત શ્રમિકો, પ્રાથમિક-માધ્યમિક શાળા, કોલેજ અને ITIના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ, જેલ ગાર્ડસ્, સફાઈ કામદારો, નિરાધાર વિધવાઓ, દિવ્યાંગો, હીરા ઉદ્યોગના કારીગરો તેમજ સાહસિક પ્રવૃત્તિમાં ભાગ લેતા યુવકોનો સમાવેશ થાય છે. આ ૧૪ ક્ષેત્રોમાં વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૨ લાખથી ૧૫ લાખ સુધીનું વીમા કવચ મળે છે. આ વીમા કવચ સંકટની ઘડીમાં પરિવારો માટે મોટી રાહત સાબિત થઈ રહી છે. આમ, રાજ્ય સરકારે પારદર્શિતા અને ઝડપ સાથે નાગરિકોને સહાય આપીને સાબિત કર્યું છે કે જનતાનું હિત જ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

December 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Government મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિક્ષણની વિવિધ યોજનાઓ
રાજ્ય

Gujarat Government: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિક્ષણની વિવિધ યોજનાઓ હેઠળ 13 લાખ વિદ્યાર્થીઓને રૂ.370 કરોડની સ્કોલરશીપ સહાય વિતરણ

by samadhan gothal December 13, 2025
written by samadhan gothal

 Continuous Bureau | Mumbai

  • Gujarat Government નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના લાભાર્થીઓને ડી.બી.ટી.થી સહાય એનાયત*
  • કે.જી. થી પી.જી. સુધીનું શિક્ષણ બાળકોને સરળતાએ મળે તેવી વડાપ્રધાનશ્રીની નેમ પાર પડી રહી છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
  • વિદ્યાર્થીઓને આર્થિક ભારણ ન પડે તેવા આશય સાથે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ શૈક્ષણિક યોજનાઓ કાર્યરત: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
  • શિક્ષણમાં કરાયેલું રોકાણ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ વિકસિત ગુજરાતના નિર્માણનો મજબૂત પાયો છે :શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના 13 લાખથી વધુ લાભાર્થી વિદ્યાર્થીઓને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં રૂ.370 કરોડથી વધુની સ્કોલરશીપ સહાય ડી.બી.ટી.થી એનાયત કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા અઢી દાયકામાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. કે.જી. થી પી.જી. સુધીનું શિક્ષણ બાળકોને સરળતાએ મળે તેવી વડાપ્રધાનશ્રીની નેમ પાર પડી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તથા કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે તેની ચિંતા કરીને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “બેટી પઢાવો” અભિયાનથી દેશમાં દીકરીઓના ભણતરને ખૂબ મોટો વેગ આપ્યો છે. 2001માં ગુજરાતનું સેવાદાયિત્વ તેમણે સંભાળ્યું ત્યારે અનેક સમસ્યાઓ હતી. આવા સમયે કોઈ રાજ્યનાં મુખ્યમંત્રી પોતે ગામેગામ જઈને દીકરીઓના ભણતર માટેનો સેવા યજ્ઞ ઉપાડે તેનો દાખલો શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં બેસાડ્યો હોવાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું.

Gujarat Government: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિક્ષણની વિવિધ યોજનાઓ હેઠળ 13 લાખ વિદ્યાર્થીઓને રૂ.370 કરોડની સ્કોલરશીપ સહાય વિતરણ

એટલું જ નહીં, મુખ્યમંત્રી તરીકે તેમને મળતી ભેટ સોગાદોની હરાજી કરીને એની જે રકમ આવે તે કન્યા કેળવણી માટે આપવાની નવી પરંપરા શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરી હતી. આ બધાના પરિણામે લોકોમાં પણ દીકરીઓને શાળાએ મોકલવાની જાગૃતિ વધી. તેમજ શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવની સફળતાને પગલે દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ 37% થી ઘટીને બે ટકાથી પણ નીચો આવી ગયો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક સમયે ગામોમાં વિજ્ઞાન પ્રવાહની શાળોઓની સંખ્યા નહિવત હતી. આજે વિજ્ઞાન પ્રવાહની 2834 શાળોઓ થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, 2001માં માત્ર 775 કોલેજો હતી આજે ગુજરાતમાં 3200થી વધુ કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ધો.12માં વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે જવુ હોય તો માત્ર 139 કોલેજ હતી, આજે એન્જિનિયરિંગ કોલેજની સંખ્યા 288એ પહોંચી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે 1175 મેડિકલ સીટો હતી. જે આજે 7000 હજારથી વધુ થઈ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, મેડિકલમાં અભ્યાસ કરતી દિકરીઓને આર્થિક મદદ મળે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાંથી અત્યારસુધીમાં રાજ્યની 24 હજારથી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતનું અને દેશનું ભવિષ્ય જેમના હાથમાં છે તેવા આજના વિધાર્થીઓ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શરૂ કરેલી ફ્લેગશિપ યોજનાઓ પૈકીની ચાર યોજનાઓ અંતર્ગત આજે ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રૂ.૩૭૦ કરોડથી વધુ રકમની શિષ્યવૃત્તિ સહાય સીધી જ DBT માધ્યમથી ટ્રાન્સફર થઈ છે. અત્યાર સુધીમાં, આ ચારેય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૩.૫૦ લાખથી વધુ બાળકોને રૂ.૧૩૩૨ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: લોન લેવાનું આયોજન હોય તો જાણી લો! આ ૨ બેંકોએ વ્યાજ દરોમાં કર્યો ઘટાડો!

શ્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને બીજી ટર્મમાં આજે સફળતાપૂર્વકના ત્રણ વર્ષ નિમિત્તે અભિનંદન પાઠવતા કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના હિતમાં અનેક નિર્ણયો લીધા છે અને તેમના સ્વભાવ મુજબ મૃદુતા સાથે સમગ્ર મંત્રી મંડળની ટીમને પણ આ પ્રકારે લોકહિતના નિર્ણય લેવા માટે સતત પ્રેરણા, મોકળાશ અને હિંમત આપી છે. શિક્ષણ વિભાગની જે ચાર યોજનાઓ અંતર્ગત આજે શિષ્યવૃત્તિ સહાય ચૂકવવામાં આવી તે પૈકીની એક ફ્લેગશિપ યોજના પણ તેમના જ નિર્ણયનો અંશ છે. શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલા આ પ્રકારના પ્રત્યેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ વિભાગ પ્રત્યે અને આપણું ભવિષ્ય એવા વિધાર્થીઓ માટે તેમનું સમર્પણ અને યોગદાન કેટલું છે તે સાબિત કરી બતાવ્યું છે.

શ્રી હર્ષ સંઘવીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંગે કહ્યું કે, ગુજરાતમાં જે રીતે મોટી મોટી ઈન્ડસ્ટ્રીઝ આવી રહી છે ત્યારે આપણા વિધાર્થીઓ પણ તેમાં પોતાનું યોગદાન આપી શકે તે ખૂબ જરૂરી છે. આવા સંજોગોમાં કોઈ માતા પિતા પોતાના બાળકને વિજ્ઞાન પ્રવાહમાં ભણાવવા માંગતા હોય અને તેમના પર આર્થિક ભારણ ન પડે તેવા શુધ્ધ વિચારો સાથે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે, જેનો લાભ રાજ્યના અનેક વિધાર્થીઓ લઈ રહ્યા છે.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ રાજ્યમાં શિષ્યવૃત્તિ વિતરણના પ્રસંગે જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ના નિર્માણમાં શિક્ષિત અને સક્ષમ સમાજનું નિર્માણ કરવા ગુજરાત સરકાર અડગ છે. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ વિભાગ દેશના ભવિષ્ય એવા આજના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી યોગ્ય દિશા આપવા સંકલ્પબદ્ધ છે. સરકાર દ્વારા શિક્ષણમાં કરવામાં આવેલું આ રોકાણ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ આવનારા સમયના વિકસિત ગુજરાતના નિર્માણનો મજબૂત પાયો છે. આ મહત્વપૂર્ણ પગલાં ગુજરાતના વિદ્યાર્થીઓના જીવનમાં નવી દિશા, નવી તક અને નવા સપનાઓ આપશે.

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રાથમિકતા આપતી ચાર મહત્વપૂર્ણ યોજનાઓથી આવી રહેલા ફેરફારની વાત કરતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ યોજનાઓ થકી લાખો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે. નમો લક્ષ્મી યોજનાએ દીકરીઓના સશક્તીકરણનું શક્તિશાળી માધ્યમ બની છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૦.૪૯ લાખ દીકરીઓને રૂ. ૧,૦૩૩ કરોડની સહાય DBT દ્વારા ચૂકવાઈ છે. આના પરિણામે વિદ્યાર્થીનીઓની હાજરીમાં ૭૩ ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે તેમજ ધોરણ ૧૨માં પ્રવેશ મેળવનાર દીકરીઓની સંખ્યામાં ૧૩.૫૯ ટકાનો વધારો નોંધાયો છે.

શિક્ષણ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની રૂચિ વધારવા માટે ૧.૫ લાખ વિદ્યાર્થીઓને રૂ. ૧૫૧.૮૪ કરોડની સહાય આપવામાં આવી છે, જેનાથી વિજ્ઞાન પ્રવાહના નામાંકનમાં ૬.૩૪ ટકાનો વધારો થયો છે. મેરિટ અને ગુણવત્તા આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપતી અન્ય બે યોજનાઓ – મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના દ્વારા ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને રૂ. ૮૬.૧૪ કરોડ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના દ્વારા ૬૦,૦૦૦ વિદ્યાર્થીઓને રૂ. ૬૧.૨૭ કરોડની સહાય આપવામાં આવી છે. આ ચારેય યોજનાઓ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્ઞાનસેતુનું નિર્માણ કરી રહી છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે આયોજિત આ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજમાં હકારાત્મક બદલાવ તેમજ દરેક બાળકને સશક્ત બનાવવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે, તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું. વડાપ્રધાનશ્રીના આ વિચારને સાકાર કરતા આજના કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને ડીબીટીના માધ્યમથી રૂ. ૩૭૦ કરોડની સહાય પહોંચાડવાનો આ એક ગૌરવ લઈ શકાય તેવો ઐતિહાસિક પ્રસંગ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આપણા દેશનું દરેક બાળક ઉજ્જવળ ભારતનું સ્વપ્ન છે. જેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિત અનેકવિધ યોજનાઓ થકી બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને આરોગ્યને કેન્દ્રમાં રાખીને સતત કાર્ય કરી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તાસભર શિક્ષણ, માળખાકીય સુવિધામાં સતત વધારો, કન્યા શિક્ષણને પ્રોત્સાહન, ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો કરવો અને સાથે બાળકોનો સર્વાંગી વિકાસ સાથે રાજ્યના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરીને સુંદર ભવિષ્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ ડો. આશીષ દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, નિયામક શાળાઓની કચેરી શ્રી પ્રજેશ રાણા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

December 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Cabinet ગુજરાત કેબિનેટમાં કોનું પત્તું કપાશે, કોણ બનશે મંત્રી રીવાબા
રાજ્ય

Gujarat Cabinet: ગુજરાત કેબિનેટમાં કોનું પત્તું કપાશે, કોણ બનશે મંત્રી? રીવાબા જાડેજાથી લઈને અર્જુન મોઢવાડિયા સુધી… સંભવિત નામોની યાદી આવી સામે

by aryan sawant October 17, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Gujarat Cabinet ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં વિસ્તરણ થવા જઈ રહ્યું છે. ગુરુવારે ગુજરાતમાં મુખ્યમંત્રીને છોડીને તમામ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. હવે શુક્રવારે નવી મંત્રીમંડળની શપથવિધિ થઈ રહી છે. હવેથી થોડી વારમાં ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં નવા સભ્યો શપથ લેશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યપાલે મુખ્યમંત્રીને ગુજરાત કેબિનેટની વર્તમાન સ્થિતિ વિશે જણાવ્યું અને નવા કેબિનેટ સભ્યો માટે શપથ ગ્રહણ સમારોહ આયોજિત કરવાની મંજૂરી માંગી.

આ સમાચાર પણ વાંચો : Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ

ભૂપેન્દ્ર કેબિનેટમાં આ ચહેરાઓ થશે સામેલ

એક સમાચાર એજન્સી અનુસાર, ગુજરાત ભાજપે (BJP) કેબિનેટમાં ફેરફાર પછી 26 મંત્રીઓની યાદી જાહેર કરી છે. તેમાં નીચેના નામોનો સમાવેશ થાય છે:
સ્વરૂપજી ઠાકોર
પ્રવીણકુમાર માળી
ઋષિકેશ પટેલ
દર્શના વાઘેલા
કુંવરજી બાવળિયા
રીવાબા જાડેજા (Rivaba Jadeja)
અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)
પુરુષોત્તમ સોલંકી
જિતેન્દ્ર વાઘાણી
પ્રફુલ પાનશેરિયા
હર્ષ સંઘવી (Harsh Sanghavi)
કનુભાઈ દેસાઈ

October 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bhupendra Patel ગુજરાત કેબિનેટમાં ભૂકંપ CM ભૂપેન્દ્ર પટેલને તમામ મંત્રીઓએ
રાજ્યMain PostTop Post

Bhupendra Patel: ગુજરાત કેબિનેટમાં ભૂકંપ: CM ભૂપેન્દ્ર પટેલને તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા, સંગઠનમાં મોટા પરિવર્તનની તૈયારી

by aryan sawant October 16, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Bhupendra Patel ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત ગુજરાત સરકારમાં તમામ 16 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. તમામ મંત્રીઓએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યું છે.તમામ મંત્રીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘરે 16 ઓક્ટોબર 2025, ગુરુવારે મહત્વની મીટિંગ બાદ રાજીનામું આપ્યું. રાજીનામા પહેલા મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓની મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં મુખ્યમંત્રીને છોડીને તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે.

સામૂહિક રાજીનામાનો નિર્ણય

ગુજરાતના મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે. તમામના રાજીનામા તૈયાર હતા અને મંત્રીઓએ તેના પર સહી કરી દીધી હતી.રસપ્રદ વાત એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસેથી રાજીનામું માંગ્યું ન હતું. આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક મળી, જેમાં નિર્ણય લેવાયો કે તમામ મંત્રીઓ સામૂહિક રીતે રાજીનામું આપશે.

મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયા

રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. સૌથી પહેલા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું. આ પછી એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું. આ રાજીનામા વિશ્વકર્માને સોંપવામાં આવ્યા હતા, જેમણે તમામ મંત્રીઓને રાજીનામું આપવાનો નિર્દેશ આપ્યો.

આ સમાચાર પણ વાંચો : Kapil Sharma: કેનેડામાં કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ પર ફરી ગોળીબાર: લોરેન્સ ગેંગે જવાબદારી લીધી, મોટા ખંડણીની આશંકા

 નવા મંત્રીમંડળની શપથવિધિ

આ નિર્ણય પછી હવે બધાની નજર નવા મંત્રીમંડળની ઘોષણા પર ટકેલી છે. નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે, શુક્રવારે (17 ઓક્ટોબર) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે.
Five Keywords: Bhupendra Patel,Gujarat Cabinet,Resignation,Cabinet Expansion,Swearing-in Ceremony

October 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bhupendra Patel મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના
ગાંધીનગર

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત 25 સપ્ટેમ્બર ગુરૂવારે યોજાશે

by Dr. Mayur Parikh September 24, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સપ્ટેમ્બર 2025નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 25 સપ્ટેમ્બરને ગુરૂવારે યોજાવાનો છે.

આ સમાચાર પણ વાંચો : Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ

નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવારે, તા.25 સપ્ટેમ્બરના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.

September 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gandhinagar Startups સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ
Main Postદેશરાજ્ય

Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ

by Dr. Mayur Parikh September 24, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી 

  • છેલ્લા એક દાયકામાં સ્ટાર્ટઅપ્સમાં ૩૮૦ ટકાની વૃદ્ધિ સાથે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસીસ્ટમ બની
  • દેશમાં આજે ૧.૯૨ લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ અને ૧૨૦થી વધુ યુનિકોર્ન છે, જેની કુલ વેલ્યુ ૩૫૦ બિલિયન ડોલરથી પણ વધુ છે
  • આગામી ત્રણ વર્ષમાં ભારતને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ટોચના ૧૦ દેશોમાં સ્થાન અપાવવાનો સંકલ્પ
  • ભારતમાં મિલિયન્સ ઓફ પ્રોબ્લ્મ્સ હશે, પણ તેની સામે બિલિયન્સ ઓફ પ્રોબ્લમ સોલ્વર્સ પણ છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને સ્કીલ્ડ વર્કફોર્સના મહત્તમ ઉપયોગથી ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા ‘મેક ઇન ઇન્ડિયા-મેડ ફોર ધ વર્લ્ડ’નું વિઝન આપ્યુઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

 મુખ્યમંત્રીશ્રી 

  • વડાપ્રધાનશ્રીએ આપેલા મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા મોટા અભિયાનોની સફળતાને કારણે ઇન્ડસ્ટ્રી, ઇકોનોમી અને સ્ટાર્ટઅપ્સ સહિતના સેક્ટર્સને વેગ મળ્યો છે
  • સ્વદેશી-આત્મનિર્ભરતા-ઇનોવેશનને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારી સર્જન તથા એન્ટરપ્રાઈઝીંગને વેગ આપવા અને વિકસિત ભારતના નિર્માણ માટે દેશમાં સ્ટાર્ટઅપ્સ જરૂરી છે

Gandhinagar Startups મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-૨૦૨૫”નો પ્રારંભ
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર ખાતે “સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૫”નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, આ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ સાબિત થશે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક દાયકામાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ૩૮૦ ટકાથી વધુના વૃદ્ધિ દર સાથે આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે.

ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-૨૦૨૫”નો આજે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો. સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનો પ્રારંભ કરાવીને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લઇ ઉદ્યમીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ નોરતે અંગદાનથી જીવનદાન

દેશના યુવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો યશ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં માત્ર ૫૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને ચાર જ યુનિકોર્ન હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાનોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવા સ્ટાર્ટઅપ્સને આપેલા પ્રોત્સાહનોના પરિણામે આજે દેશમાં ૧.૯૨ લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ અને ૧૨૦થી વધુ યુનિકોર્ન કાર્યરત છે, જેની કુલ વેલ્યુ ૩૫૦ બિલિયન ડોલરથી પણ વધુ થાય છે. પરિણામે આજે ભારતનો યુવાન જોબ સીકર મટી, જોબ ગીવર બની રહ્યો છે. તેમણે યુવાનોમાં રહેલી આ ક્ષમતાનો લાભ લેવા ઉદ્યોગકારો અને રોકાણકારોને પણ અપીલ કરી હતી.

સ્ટાર્ટઅપ કોન્કલેવની આ બીજી આવૃત્તિ અંગે તેમણે કહ્યું હતું કે, સતત બે દિવસ ચાલનારા આ કોન્કલેવમાં ભારતને દરેક ક્ષેત્રે સર્વોચ્ચ બનાવવા અને દરેક નાગરિકના જીવનમાં સમયાનુકુળ પરિવર્તન માટે ચિંતા અને ચિંતન થકી સમસ્યાના સમાધાન માટે સાત સત્રોમાં વિચાર-વિમર્શ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૩માં સ્ટાર્ટઅપ કોન્કલેવની પ્રથમ આવૃત્તિની સફળતા બાદ આ બીજી આવૃત્તિ દેશ-પ્રદેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં વધુ મદદરૂપ પૂરવાર થશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત ૯૧માં ક્રમે હતું, જે વડાપ્રધાનશ્રીની નિર્ણાયક અને દૂરંદેશી નીતિઓના પરિણામે તાજેતરમાં જ રીલીઝ થયેલા વર્ષ ૨૦૨૫ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત સીધું જ ૩૮માં ક્રમે પહોંચ્યું છે, જે દેશના યુવાનોમાં રહેલી ક્ષમતા બતાવે છે. યુવાનોની આ જ ક્ષમતાને પ્રોત્સાહન આપીને આગામી ત્રણ વર્ષમાં ભારતને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ટોચના ૧૦ દેશોમાં સ્થાન અપાવવામાં પણ આ કોન્કલેવ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ભારતીય જ્ઞાનપ્રણાલીમાં આરોગ્ય, વિજ્ઞાન, ગણિત, દર્શનશાસ્ત્ર સહિત વિવિધ વિષયોનું શ્રેષ્ઠ જ્ઞાન સંચિત થયેલું પડ્યું છે. ત્યારે જ્ઞાનનો આ ખજાનો યુવાનોના નવા સ્ટાર્ટઅપ્સનો મજબૂત પાયો બનશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે વડાપ્રધાનશ્રીના શબ્દોને દોહરાવતા કહ્યું હતું કે, ભારતમાં મિલિયન્સ ઓફ પ્રોબ્લમ્સ હશે, પણ તેની સામે બિલિયન્સ ઓફ પ્રોબ્લમ સોલ્વર્સ પણ છે. આ પ્રકારના આયોજનોથી દેશમાં ઇનોવેશનને વેગ અને દેશના યુવાનોની ક્રિયેટીવીટીને પ્લેટફોર્મ મળશે. જેના પરિણામે યુવાનો પ્રોફિટથી આગળ વધીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સિદ્ધ કરવામાં મહત્તમ યોગદાન આપશે. વર્ષ ૨૦૧૪ પહેલા દેશના ટીઅર-૨ અને ટીઅર-૩ શહેરોમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા નગણ્ય હતી. આજે દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી ૩૭ ટકા સ્ટાર્ટઅપ્સ આ શહેરોમાંથી આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી ૪૮ ટકા સ્ટાર્ટઅપ્સ બહેનોએ તૈયાર કર્યા છે. માતૃ શક્તિ-મહિલા ઉદ્યમીઓ પાસે હંમેશા લક્ષ્મીજીનો વાસ હોય છે. ઉત્તર -પૂર્વમાં અંદાજે ૯૦૦ મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ છે જે આત્મનિર્ભર ભારત માટે કાર્યરત છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના માધ્યમથી અત્યાર સુધીમાં ગૌરવ સમાન અંદાજે ૧૭.૯૦ લાખને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટુ ટાયર અને થ્રી ટાયર સિટીમાં પ્રતિ વર્ષ અંદાજે ૯,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ શરૂ થાય છે, જે દેશનો વિકાસ દર્શાવે છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી મોદીજીના નેતૃત્વમાં દેશભરમાં વર્ષ ૨૦૧૪થી સ્ટાર્ટઅપને નાણાકીય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિગત અને બેન્કિંગ સહયોગ ઉપલબ્ધ થઈ રહ્યો છે. આ માટે રૂ‌ ૧૦ હજાર કરોડના ફંડ ઓફ ફંડની રચના કરવામાં આવી છે. સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ લોન મર્યાદા રૂ. ૧૦ કરોડથી વધારીને રૂ. ૨૦ કરોડ કરવા ઉપરાંત વિવિધ ટેક્સમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકાર પણ સ્ટાર્ટઅપને અનેક પ્રકારે સહાય કરી રહી છે.જેના પરિણામે દરેક સર્જક પોતાનું અલગ સ્ટાર્ટઅપ બનાવી રહ્યો છે. મેઇક ઈન ઇન્ડિયા અને ૧૪ મુખ્ય ક્ષેત્રમાં PLI લાવીને વિવિધ પ્રકલ્પોને પ્રોત્સાહન આપવા કરોડો રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલ મેક ઇન ઇન્ડિયા અને PLIના માધ્યમથી વિશ્વભરના રોકાણકારો ભારતમાં રોકાણ કરી રહ્યા છે. રોકાણકારોની સરળતા માટે દેશમાં ૩૪૦૦થી વધુ કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યો તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં શ્રી અમિત શાહે ઉમેર્યું કે, હાલમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જીએસટીનું સરળીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે દેશભરમાં જીએસટીનો નવો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે વિવિધ ૧૬ ટેક્સને ભેગા કરીને એક ટેક્સ અમલમાં લાવવો એ એક સ્વપ્નની વાત હતી. દેશના તમામ રાજ્યોએ ભેગા મળીને રૂ. ૮૦ હજાર કરોડથી જીએસટી કરની શરૂઆત કરી હતી. નવા જીએસટી કાયદાના પરિણામે આજે રૂ. ૮૦ હજાર કરોડથી ૨ લાખ કરોડ સુધી જીએસટી કલેક્શન પહોચ્યું છે. જેથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બની છે. શોષણ માટે નહી, પરંતુ દેશના વિકાસ માટે ટેક્સ જરૂરી છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, આ જીએસટી રીફોર્મ કરદાતા અને સરકાર વચ્ચે એક સેતુરૂપ સાબિત થયું છે. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી હતી ત્યારે રૂ.૨.૫ લાખ સુધી કરમાં છુટછાટ હતી. આજે દેશના નાગરિકની આવક રૂ.૧૨ લાખ સુધી થાય તો પણ તેણે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો થતો નથી. જ્યારે દેશની જનતાએ પ્રમાણિકતાથી ટેક્સ ભર્યો છે, ત્યારે-ત્યારે વડાપ્રધાનશ્રીએ ટેક્સ ઓછો કરવાનું કામ કર્યું છે. ઇન્ફ્રાસ્ટ્રકચર સપોર્ટ, ડિજિટલ ઇન્ડિયા, જેમ ટ્રિનીટી આ બધું સ્ટાર્ટઅપ ક્ષેત્રને આગળ વધારવામાં મદદરૂપ હોય છે. ભારત નેટ પરિયોજના અંતર્ગત ૨ લાખ ગ્રામ પંચાયતોને ભારત સરકારે ઈન્ટરનેટથી જોડ્યા છે.

વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષોથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગેવાની સાથે કામ કરીને સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમના મંત્રીઓ તથા સરકારી અધિકારીઓએ સાથે મળીને ગુજરાતને સ્ટાર્ટઅપ ક્રાંતિનું કેન્દ્ર બનાવ્યું છે. દેશમાં ટોપ પાંચ રાજ્યોમાં ૧૬,૦૦૦ સ્ટાર્ટઅપ ગુજરાતમાં છે. માત્ર અમદાવાદ શહેરમાં ૬,૬૫૦ સ્ટાર્ટઅપ સાથે ટોપ-૪માં સ્થાન ધરાવે છે. સતત ચાર વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત બેસ્ટ પર્ફોમન્સ કરતુ રાજ્ય બન્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૫માં નવા સ્ટાર્ટઅપ્સ અને યુવાનોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને સ્કીલ્ડ વર્કફોર્સના મહત્તમ ઉપયોગથી ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા ‘મેક ઇન ઇન્ડિયા-મેડ ફોર ધ વર્લ્ડ’નું વિઝન આપ્યું છે. ભારત આજે ગ્લોબલ સ્ટાર્ટઅપ સ્પેસમાં એક નવી આશા તરીકે ઉભરી આવ્યું છે તેની પાછળ આદરણીય વડાપ્રધાનશ્રીનું આ આગવું વિઝન રહેલું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના આ વિઝનના પરિણામે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા મોટા અભિયાનો સફળ થયા છે. તેના કારણે ઇન્ડસ્ટ્રી, ઇકોનોમી અને સ્ટાર્ટઅપ્સ સહિતના સેક્ટર્સને વેગ મળ્યો છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતને વેગ આપતા ડિફેન્સ સેક્ટરમાં મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સની વિશ્વના અન્ય દેશમાં માંગ વધી છે અને ભારતમાં બનેલા શસ્ત્રો અને સબ-સિસ્ટમ્સ સહિતની વસ્તુઓ ગયા વર્ષે ૮૦ દેશોમાં નિકાસ થઈ છે.

તેમણે કહ્યું કે, એક સમયે રમકડાં ઉદ્યોગ ઇમ્પોર્ટ પર નિર્ભર હતો. વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં સ્વદેશી રમકડાને પ્રોત્સાહન આપવા હાકલ કરી હતી. તેના પરિણામે દેશનો રમડકા ઉદ્યોગ હવે વૈશ્વિક બજારમાં ચમકી રહ્યો છે અને ૧૫૩ દેશોમાં રમકડાં એક્સપોર્ટ થાય છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, UPIથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ ભારત અગ્રેસર છે. આજે નાનામાં નાનો ધંધો-રોજગાર કરતી વ્યક્તિ પણ યુ.પી.આઈ.થી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે. સ્ટાર્ટઅપ્સને પણ યુપીઆઈ આધારિત ડિજિટલ ટ્રાન્ઝેક્શન સહાયરૂપ બની છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કરેલા વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પની દિશામાં દેશ ત્રીજી આર્થિક મહાસત્તા બનવા માટે આગળ વધી રહ્યો છે તેમાં સ્ટાર્ટઅપ્સ મોટી ભૂમિકા ભજવી શકે છે.

સ્ટાર્ટઅપ્સ સ્વદેશી, આત્મનિર્ભરતા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારી સર્જન તથા એન્ટરપ્રાઈઝીંગને વેગ આપવા માટે જરૂરી છે. એટલું જ નહિ, વિકસિત ભારતના નિર્માણ માટે દેશમાં સ્ટાર્ટઅપ્સનું મહત્વ છે તેમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ વેગ મળે અને નવા સ્ટાર્ટઅપ્સ માટે પ્રોગ્રેસીવ પાથ માટેની ચર્ચા થાય તે માટે આ સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં મહત્વની ભૂમિકા ભજવશે. ૧૧ વર્ષ પહેલાં દેશમાં સ્ટાર્ટઅપ્સનું કોઈ નામ લેતુ નહોતું અને સ્ટાર્ટ-અપ મિટના આયોજનનો વિચાર કરવો તો શક્ય જ ન હતો. પરંતુ તેની સામે આજે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સ કલ્ચરનો ટ્રેન્ડ સતત વધતા આવી ભવ્ય કોન્ક્લેવનું આયોજન રાજ્યમાં થઈ રહ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા રાજ્ય સરકારે ચાર રિજિયનમાં આઈ-હબ અને 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓમાં એ.આઈ. લેબ ઊભી કરવાની પણ નેમ રાખી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્ય સરકારે આપેલા પ્રોત્સાહનની ભૂમિકા પણ રજૂ કરી હતી. ગુજરાતમાં ૧૨ હજાર ૫૦૦થી વધારે સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે તેની અને ગુજરાત યંગ એન્ટરપ્રિન્યોર્સ વેન્ચર ફંડ” દ્વારા રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ્સ માટે ૩૫૦ કરોડનું ફંડ ઊભું કર્યું છે તેની પણ વિગતો આપી હતી.

ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ વિકસિત ભારતના નિર્માણ માટે દેશના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી રહ્યાં છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સ્ટાર્ટઅપ ક્ષેત્રે અનેકવિધ નવા આયામો હાથ ધરીને યુવા સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા સ્ટાર્ટઅપ અને વિદ્યાર્થીઓના ઈનોવેટીવ આઇડિયા ચાલકબળ સાબિત થશે.

મંત્રીશ્રીએ સ્ટાર્ટ અપ કોન્કલેવને જ્ઞાનનો મહાકુંભ કહીને મહત્તમ વિદ્યાર્થીઓને આ કોન્કલેવનો લાભ લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. સ્ટાર્ટ અપ અને સ્ટેન્ડ અપ ઈન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવી પહેલને વિકસિત ભારતના ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં વિવિધ ૭ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે NEP-૨૦૨૦ ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોફી ટેબલ બુક, ΝΕΡ-૨૦૨૦ પાંચ વર્ષનું અમલીકરણ પુસ્તક‌ તથા ભારતીય જ્ઞાન પ્રણાલી સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા. જ્યારે, વિવિધ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતા રોકાણકારોએ ચેક અર્પણ કર્યા હતા.

કાર્યક્રમના અંતે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમરે આભાર વિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર તેમજ ઉદ્યોગકારો, શિક્ષણ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

September 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
સાણંદમાં ભારતની સૌપ્રથમ એન્ડ-ટુ-એન્ડ OSAT ફેસિલિટીનો પ્રારંભ
રાજ્ય

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ OSAT ફેસિલિટીનો પ્રારંભ

by Akash Rajbhar August 29, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ -:
* ગુજરાતના પ્લાન્ટમાંથી નિર્મિત મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભરતા તરફ લઈ જશે
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ઝડપથી ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે

-: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ :-
* 10 લાખ યુવા પ્રતિભા થકી ભારત સેમીકન્ડકટર ક્ષેત્રે ટેલેન્ટપાવર બની રહેશે
* ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેણે સેમી કંડકટર પોલિસી બનાવી છે
* વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે ભારત સેમી કંડકટર ક્ષેત્રે હબ બને
* દેશમાં 270 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના સહયોગથી સેમીકન્ડકટર ક્ષેત્રે જરૂરી કૌશલ્યવાન યુવાનો થઈ રહ્યા છે

સાણંદ અને ધોલેરા ઓટોમોબાઇલ સહિતના અન્ય ઉદ્યોગોની સાથે સેમિકન્ડક્ટર હબ પણ બની ગયા છે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિનની વૈષ્ણવ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો છે. આ પ્લાન્ટ સીજી પાવર દ્વારા નિર્માણ પામ્યો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,સેમીકંડકટર સેક્ટર એક એવું સ્પેશિયલ સેક્ટર છે, જેમાં ભારતે આગળ વધવાની કલ્પના પણ નહોતી કરી પણ આજે આ સેક્ટરમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. નવેમ્બર ૨૦૨૪માં સીજી પાવરને આ સેમિકન્ડક્ટર પ્લાન્ટની ભારત સરકાર તરફથી મંજૂરી મળી હતી. ટૂંકા ગાળામાં જરૂરી તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરીને એક વર્ષની અંદર આ પ્લાન્ટનો પ્રારંભ થયો છે, તે સમગ્ર ગુજરાત માટે એક ગૌરવની વાત છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત હરહંમેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા માટે અગ્રેસર રહ્યું છે. જ્યારે પણ વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વમાં અગ્રેસર બનાવવાનું આહ્વાન કર્યું છે ત્યારે ગુજરાતે હંમેશાં લીડ લીધી છે. સેમીકંડક્ટર ક્ષેત્રમાં ગુજરાતને ફ્યુચર રેડી બનાવવા માટે વર્ષ ૨૦૨૨માં સેમી કંડક્ટર પોલીસી લોન્ચ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું.

આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સેમિકન્ડક્ટર સેક્ટરને પ્રમોટ કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. ભારત સરકારે ગુજરાતમાં ચાર સેમી કંડક્ટર પ્લાન્ટની મંજૂરી આપી છે. ગુજરાત સમગ્ર દેશમાં માત્ર એક એવું રાજ્ય છે જ્યાં એક સાથે ચાર પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતના પ્લાન્ટમાંથી નિર્મિત મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભરતા તરફ અવશ્ય લઈ જશે.

આ સમાચાર પણ વાંચો :  Kuno National Park ભારતમાં જન્મેલા ચિત્તા ના બચ્ચા એ કર્યું એવું કામ કે આફ્રિકન નિષ્ણાતો થયા આશ્ચર્યચકિત, જાણો વિગતે

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ઝડપથી ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે. વર્લ્ડ ઇકોનોમી એક્સપર્ટ અનુસાર આવનારા સમયમાં ગ્લોબલ ઇકોનોમીમાં ભારતનું યોગદાન ૨૦ ટકા સુધી પહોંચશે. એટલું જ નહીં ગ્લોબલ રેટિંગ એજન્સી એ પણ ભારતની ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કરી છે.

કેન્દ્રીય રેલવે અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસંગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટરના ૧૦ પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે. ગુજરાતમાં સાણંદ અને ધોલેરા ખાતેના સેમિકોન પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે, એના માટે ટીમ ગુજરાત અભિનંદનને પાત્ર છે. ગુજરાતના સેક્રેટરી સીઈઓ જેમ કાર્ય કરે છે. મુખ્યમંત્રીશ્રી સહિતની સમગ્ર એફિશિયન્ટ ટીમને શુભેચ્છા પાઠવું છું, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે ભારત સેમી કંડકટર ક્ષેત્રે હબ બને. ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેણે સેમી કંડકટર પોલિસી બનાવી છે. રાજ્ય સરકારનો સતત મળતા સહયોગથી આ ક્ષેત્રે ઝડપી કામગીરી ચાલી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશનું સ્વપ્ન છે કે ભારતમાં જ સેમી કન્ડક્ટર ચીપની ડિઝાઇન થાય અને દેશમાં જ તેનું નિર્માણ થાય. સીજી પાવરના અહીંના પ્લાન્ટની પાયલોટ લાઈન પર ટૂંક સમયમાં દેશની પહેલી સેમિકન્ડક્ટર ચીપ તૈયાર થશે અને વડાપ્રધાનશ્રીના હાથે બહાર પડશે, એવી આશા કેન્દ્રીય મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

ભારત સેમીકન્ડકટર ક્ષેત્રે ટેલેન્ટપાવર બની રહેશે એવી આશા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશમાં 270 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના સહયોગથી સેમીકન્ડકટર ક્ષેત્રે જરૂરી કૌશલ્યવાન યુવાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કૌશલ્યવાન યુવાનો આવનાર સમયમાં દેશની એક મોટી તાકાત બની રહેશે, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે દેશની 70 યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ દ્વારા 25 જેટલી સેમિકન્ડક્ટર ચીપની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ પણ થઈ રહ્યું છે. વિશ્વમાં બહુ ઓછા દેશો એવા છે, જ્યાં ચીપની ડિઝાઇન અને નિર્માણ બંને આ રીતે થતા હોય.

ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સાણંદ ખાતેના પ્લાન્ટના આજના પ્રારંભથી ગુજરાત હવે સેમિકન્ડક્ટરનું હબ બની ચૂક્યું છે, એનું ગૌરવ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતના પ્રારંભ પછી રાજ્યમાં આર્થિક અને ઔદ્યોગિક ક્રાંતિ આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સેમિકન્ડક્ટર અને એઆઈ જેવા નવાં ક્ષેત્રોમાં પણ અગ્રેસર છે. રાજ્ય સરકારની વિશેષ નીતિઓ, સિંગલ વિન્ડો સિસ્ટમ, આંતર માળખાકીય તથા ટ્રાન્સપોર્ટ સેવાઓ વગેરેને કારણે ગુજરાતે ઉદ્યોગોનો વિશ્વાસ જીત્યો છે.


સીજી પાવરના ચેરમેન શ્રી વેલાયન સુબય્યાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્રારંભ માત્ર સીજી પાવર માટે જ નહિ સમગ્ર દેશ માટે એક માઇલસ્ટોન બની રહેશે. આ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બનશે.

સીજી સેમીના ચેરમેન શ્રી ગિરીશ ચતુર્વેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડીએસટીના સચિવ શ્રીમતી પી. ભારતીએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સરકારની પહેલો અને કામગીરીની પ્રગતિ અંગે વાત કરી હતી.

આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, ભારત સરકારના ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગના જોઈન્ટ સેક્રેટરી શ્રી સુશીલ પાલ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, ગુજરાત રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી પી. ભારતી, સીજી સેમીના સીઇઓ જેરી એગેન્સ્ટ તેમજ વોઈસ પ્રેસિડેન્ટ ઉપરાંત સીજી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ તેમજ પ્લાન્ટ પર કાર્યરત અધિકારી -કર્મચારીઓ હાજર રહ્યા હતા.

August 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
National Sports Day 2025 Celebration in Gujarat Tribute to Major Dhyan Chand
ગાંધીનગર

Gujarat Sports Events: ગુજરાતમાં આગામી 29 થી 31 ઓગસ્ટ, 2025 દરમિયાન કરવામાં આવશે ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની ઉજવણી

by Dr. Mayur Parikh August 27, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

  • નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી દરમિયાન ગુજરાતમાં યોજાશે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમો, તમામ પ્રતિસ્પર્ધીઓ દ્વારા લેવામાં આવશે ‘ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા’

  • ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘ખેલ મહાકુંભ 2025’ માટેના રજિસ્ટ્રેશનની થશે શરૂઆત

ભારતના ખેલકૂદ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદે ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય રમત-ગમત દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે, નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી જાહેર કરી છે. ‘એક ઘંટા ખેલ કે મૈદાન મેં’ (એક કલાક રમત-ગમતના મેદાનમાં) અને ‘હર ગલી હર મૈદાન, ખેલે સારા હિંદુસ્તાન’ (દરેક ગલી દરેક મેદાન, રમે આખું હિંદુસ્તાન) જેવા નારા સાથે આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર ખેલકૂદ, ઉત્સાહ અને એકતાનો આ 3 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઉત્સવ ઉજવશે, અને મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપશે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પણ 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસ માટે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવશે.

દર વર્ષે, રાષ્ટ્રીય રમત-ગમત દિવસના રોજ શ્રેષ્ઠ ખેલાડીઓને રાષ્ટ્રીય રમત-ગમત પુરસ્કારો આપવામાં આવે છે, જે દેશભરમાં રમત-ગમત ક્ષેત્રે શ્રેષ્ઠતા અને સિદ્ધિઓને માન્યતા આપે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સાહસિક અને સમાવેશી વિઝન સાથે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ લોન્ચ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ છે, દેશમાં ફિટનેસ અને રમતગમતની મજબૂત સંસ્કૃતિનું નિર્માણ કરવું, રમત-ગમત થકી સમગ્ર ભારતને એક કરવું અને તમામ માટે ફિટનેસને પ્રોત્સાહન આપવું.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં નેશનલ સ્પોર્ટ્સ ડે 2025ની ઉજવણી માટે તૈયારીઓ

ગુજરાતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે 2025ની ત્રણ દિવસની ઉજવણી માટે તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવશે. આ માટે, કલેક્ટર કચેરી, કમિશનર કચેરી અને પોલીસ મહાનિદેશકની કચેરી દ્વારા તમામ જિલ્લાઓને સક્રિય કરવામાં આવશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછો એક મોટો રમત-ગમતનો કાર્યક્રમ અને તાલુકા સ્તરે અન્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. આ માટે જિલ્લાવાર નોડલ અધિકારીઓ (DSDO અને DSO)ની નિમણૂંક કરવામાં આવશે. વધુમાં, તમામ જિલ્લાઓમાં વીઆઇપી અને રમત-ગમત ક્ષેત્રની હસ્તીઓને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.

ગુજરાતમાં ત્રણ દિવસ વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન

ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી માટે ગુજરાતમાં 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રથમ દિવસે, એટલે કે 29 ઓગસ્ટ, 2025ના રોજ તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ પ્રતિસ્પર્ધીઓ દ્વારા ‘ફિટ ઇન્ડિયા પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા છે:

આ સમાચાર પણ વાંચો : Monkey terror: વાંદરાએ અધધ આટલા રૂપિયા ભરેલો થેલો છીનવ્યો, ઝાડ પરથી થયો નોટોનો વરસાદ, જુઓ વિડીયો

‘હું પ્રતિજ્ઞા લઉં છું, કે હું મારી જાતને શારીરિક રીતે તંદુરસ્ત, માનસિક રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનાવીશ. હું મારા પરિવાર અને મિત્રોને દરરોજ રમવા અને રમત-ગમત અને તંદુરસ્તીની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ. હું જે પણ રમત રમું છું, તેમાં શ્રેષ્ઠતા, સન્માન અને મિત્રતાના ઓલિમ્પિક મૂલ્યોને આત્મસાત્ કરવાનો પ્રયાસ કરીશ.’

પ્રથમ દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓમાં મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઉપરાંત, તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓમાં રમત-ગમત સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ, સેમિનાર, શારીરિક અને માનસિક ફિટનેસ પર ચર્ચાઓ, પોસ્ટર મેકિંગ જેવી પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવશે. આ સાથે જ, આ દિવસે ‘ખેલ મહાકુંભ 2025’ માટે તમામ જિલ્લાઓમાં રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવશે.

બીજા દિવસે એટલે કે 30 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્યના પોલીસ વિભાગના નેતૃત્વ હેઠળ તમામ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રમત-ગમત સ્પર્ધાઓ અને ફિટનેસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે થનારી સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં અન્ય વિભાગો પણ હિસ્સો લેશે. પોલીસ વિભાગ દ્વારા તેમના સંબંધિત જિલ્લાઓમાં રમવામાં આવતી એક અથવા વધુ લોકપ્રિય રમતોનું આયોજન કરવામાં આવશે.

ત્રીજા દિવસે એટલે કે 31 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્યના તમામ જિલ્લા મુખ્યાલયો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ‘સન્ડે ઓન સાયકલ’ (રવિવારનો દિવસ સાયકલ પર) કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી ‘સ્વસ્થ ગુજરાત, ઓબેસિટી-મુક્ત ગુજરાત’ ને પ્રોત્સાહન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં NCC, NSS, સામાજિક અને રાજકીય નેતાઓ, ધાર્મિક નેતાઓ, NGOs વગેરે દ્વારા સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગો સક્રિય રીતે જોડાશે, જેમાં રમત-ગમત વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ ખાતું, શહેરી વિકાસ અને આવાસ વિભાગ, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતો તેમજ અન્ય તમામ વિભાગોનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગો આ કાર્યક્રમ અંગે રાજ્યના નાગરિકોમાં જાગૃતિ લાવશે અને લોકો સક્રિય રીતે આ કાર્યક્રમમાં જોડાય તે સુનિશ્ચિત કરશે.

August 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Grant CM ભૂપેન્દ્ર પટેલે ૨૦૫૫ ગ્રામ પંચાયત માટે ૪૯૦ કરોડ મંજૂર કર્યા
રાજ્ય

Grant: ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયત ઘર માટે ૪૯૦ કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યું

by Dr. Mayur Parikh August 22, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રથમવાર એકસાથે ૨૦૫૫ Gram Panchayat (ગ્રામ પંચાયત) ઘર અને તલાટી-મંત્રી આવાસ માટે કુલ ₹489.95 કરોડનું અનુદાન મંજૂર કર્યું છે. આ અનુદાનથી વિવિધ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોમાં નવા પંચાયત ઘર નિર્માણ અને તલાટી-મંત્રી આવાસ બાંધકામને ૧૦૦% સેચ્યુરેશન લાવવામાં આવશે. મુખ્યમંત્રીનું આ પ્રો-પીપલ (Pro-People) એપ્રોચ ગ્રામ્ય વિસ્તારની વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

અનુદાન (Grant)થી ગ્રામ પંચાયત ઘરોનું નવીનીકરણ અને તલાટી-મંત્રી આવાસ બાંધકામ

ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાના પાયાના એકમ Gram Panchayat (ગ્રામ પંચાયત) ના મકાનો અને તલાટી-મંત્રી આવાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ₹489.95 કરોડનું અનુદાન મંજૂર કર્યુ છે. આ અનુદાનથી રાજ્યની ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયતોમાં પોતાની જરૂરિયાત પ્રમાણે મકાનો અને આવાસ બાંધકામ માટે નાણાં પૂરા પાડવામાં આવશે. ગામોની વસ્તી મુજબ અનુદાન રૂ. 40 લાખથી રૂ. 25 લાખ સુધી આપવામાં આવશે જેથી તમામ ગ્રામ પંચાયતોને સંપૂર્ણ લાભ મળી શકે.

વસ્તી આધારિત અનુદાનની યોજનાઓ

આ યોજના હેઠળ, ૧૦,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ₹40 લાખ, ૫,૦૦૦થી ૧૦,૦૦૦ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ₹34.83 લાખ અને ૫,૦૦૦ થી ઓછી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ₹25 લાખ સુધીનો અનુદાન આપવામાં આવશે. આ અનુદાન Gram Panchayat (ગ્રામ પંચાયત) ઘર અને તલાટી-મંત્રી આવાસના નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે. આથી ગ્રામ્ય વિસ્તારની કચેરીઓ વધુ સજ્જ અને આધુનિક બનશે.

આ સમાચાર પણ વાંચો : DDU-GKY અંતર્ગત ૩૫૦ લાભાર્થીઓને રોજગાર (Employment) નિમણૂંક પત્રો એનાયત

ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી સેવાઓની ઝડપ અને સુવિધા સુધારાશે

નવી Gram Panchayat કચેરીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને સરકારી સેવાઓ સરળ અને ઝડપી મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ થશે. આ સાથે જ, રાજ્યની બધી ગ્રામ પંચાયતો હવે પોતાના Gram Panchayat (ગ્રામ પંચાયત) ઘરોથી સુસજ્જ બની જશે, જે ગ્રામ્ય વિકાસને વધુ તેજ કરશે અને નાગરિકો માટે સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (infrastructure) નો સર્જન થશે.

August 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક