• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - box office
Tag:

box office

Smriti Irani Praises 'Dhurandhar's' Rahman Dacait Akshay Khanna Again
મનોરંજન

Smriti Irani : અક્ષય ખન્નાની એક્ટિંગ પર સ્મૃતિ ઈરાની ફિદા! સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહી આવી વાત

by Zalak Parikh December 16, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Smriti Irani : રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાની દમદાર પરફોર્મન્સ પ્રશંસા મેળવી રહી છે. સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની એન્ટ્રીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમના પર ફિલ્માવાયેલ અરબી ગીત Fa9la પર રીલ્સ બની રહી છે. સામાન્ય લોકો ઉપરાંત સેલેબ્સ પણ અક્ષયના પરફોર્મન્સના વખાણ કરતા થાકતા નથી. ટીવી અભિનેત્રી અને રાજનેતા સ્મૃતિ ઈરાની અક્ષયની ફેન બની ગઈ છે. તેમણે તાજેતરમાં ફિલ્મના નિર્માતાઓ અને અભિનેતાઓના જોરદાર વખાણ કર્યા હતા. હવે તેમણે અક્ષય ખન્નાને ઓસ્કર આપવાની પોસ્ટ શેર કરી છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: દોઢ વર્ષની મહેનત: ‘ધુરંધર’ ફિલ્મનું કાસ્ટિંગ હતું સૌથી મુશ્કેલ, ‘રહેમાન ડકૈત’ના પાત્ર માટે થઈ હતી અધધ આટલી મોટી શોધખોળ

સ્મૃતિ ઈરાનીએ શેર કરી અક્ષયની તસવીર

સ્મૃતિ ઈરાનીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અક્ષય ખન્નાની પ્રશંસા કરતા ફિલ્મ તીસ માર ખાનની એક મજેદાર ક્લિપ શેર કરી.તેની સાથે તેમણે લખ્યું, “જ્યારે અક્ષય ખન્ના તમામ અપેક્ષાઓ પાર કરી જાય અને તમે પણ પછી કહેવા માંગતા હો, ઓસ્કર આપી દો.”તાજેતરમાં ‘ધુરંધર’ના કલાકારોના વખાણ કરતા સ્મૃતિ ઈરાનીએ એક લાંબી પોસ્ટ શેર કરી હતી. સ્મૃતિએ લખ્યું હતું કે જો કોઈએ કોઈ શહીદ સૈનિકની પત્નીની આંખોમાં જોયું હોય, તેને સ્મશાન સુધી મૂક્યા હોય, જમ્મુના જગતી કેમ્પની મુલાકાત લીધી હોય, શ્રીનગરના શારિકા દેવી મંદિરના સૂના પરિસરને જોયું હોય કે પછી સંસદ હુમલા અને ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલા સાથે જોડાયેલા લોકોને મળ્યા હોય, તો ‘ધુરંધર’ જોઈને કોઈ પ્રકારનો આક્રોશ અનુભવ નહીં થાય, કારણ કે આખરે તે એક ફિલ્મ જ છે.તેમણે ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધરના પણ વખાણ કર્યા હતા અને તેમને શ્રેષ્ઠ સ્ટોરીટેલર અને રિસર્ચમાં માહિર ગણાવ્યા હતા.

View this post on Instagram

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાકો કરી રહી છે. સોમવાર સુધીના આંકડાઓ મુજબ, ફિલ્મે ૨૯ કરોડની કમાણી કરી છે, અને માત્ર ૧૧ દિવસમાં ફિલ્મે લગભગ ૩૮૦ કરોડનો આંકડો સ્પર્શી લીધો છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે બહુ જલ્દી આ ફિલ્મ ૪૦૦ કરોડનો આંકડો પાર કરી જશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ranveer Singh Gets Emotional Over 'Dhurandhar' Blockbuster Status, Shares Heartfelt Post
મનોરંજન

Ranveer Singh : ‘ધુરંધર’ની સફળતા ની વચ્ચે રણવીર સિંહ ની પોસ્ટ થઇ વાયરલ,સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી દિલની લાગણી

by Zalak Parikh December 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranveer Singh : રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ૭ વર્ષના લાંબા સમયગાળા પછી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક નોંધ શેર કરી છે, જેમાં લખ્યું છે: “કિસ્મતની એક બહુ સુંદર આદત છે કે તે સમય આવ્યે બદલાય છે, પણ હાલમાં નજર અને ધીરજ.” ફિલ્મની ૧૦ દિવસની કમાણી ભારતમાં  ૩૫૦ કરોડ અને વિશ્વભરમાં  ૫૦૦ કરોડને પાર કરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Lionel Messi: ફૂટબોલના ‘કિંગ’ લિયોનેલ મેસીને મળ્યા શાહરૂખ ખાન, પુત્ર અબરામનું રિએક્શન વાયરલ

લાંબા સમય પછી બ્લોકબસ્ટર

લાંબા સમયથી રણવીર સિંહ એક બ્લોકબસ્ટર ફિલ્મની શોધમાં હતા, કારણ કે ૨૦૨૩ માં તેમની રિલીઝ થયેલી ફિલ્મો ‘૮૩’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સર્કસ’ ફ્લોપ સાબિત થઈ હતી. હવે ૭ વર્ષ પછી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.’ધુરંધર’ની સફળતા વચ્ચે હવે અભિનેતાએ એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે.તેને પોસ્ટમાં લખ્યું: “કિસ્મતની એક બહુ સુંદર આદત છે કે તે સમય આવ્યે બદલાય છે, પણ હાલમાં નજર અને ધીરજ.”રણવીર સિંહના આ પોસ્ટને જોઈને ચાહકો કયાસ લગાવી રહ્યા છે કે ‘ધુરંધર’ને મળી રહેલી સફળતાથી અભિનેતા ખૂબ ખુશ છે.

View this post on Instagram

A post shared by Bollywood Society (@bollywoodsocietyy)

રિલીઝના પહેલા દિવસથી જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે.ભારતમાં આ ફિલ્મે ૧૦ દિવસની અંદર ૩૫૦ કરોડ ની કમાણી કરી લીધી છે.વિશ્વભરમાં ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.આ આંકડા સાથે અભિનેતાએ પોતાની જ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dhurandhar' is a Super Hit in Jammu and Kashmir... Long Queues Outside Theatres, Shows Housefull in Shopian-Pulwama!
મનોરંજન

Dhurandhar: જમ્મુ-કાશ્મીરમાં ‘ધુરંધર’ની સુનામી! ફિલ્મ જોવા થિયેટરોમાં ઉમટ્યું માનવ મહેરામણ, બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી

by Zalak Parikh December 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dhurandhar: ફિલ્મ ધુરંધર  આ સમયે બોક્સ ઓફિસ પર કમાણીના મોટા રેકોર્ડ્સ તોડવામાં લાગી છે. ફિલ્મને મળી રહેલા આટલા શાનદાર રિસ્પોન્સએ સાબિત કરી દીધું છે કે જો વાર્તામાં દમ હોય તો બોક્સ ઓફિસ પર ફિલ્મ આપોઆપ જ હિટ થઈ જાય છે. ફિલ્મમાં પાકિસ્તાનની આંતરિક રાજનીતિથી લઈને ૨૬/૧૧ ના હુમલાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો, આ બધી બાબતો વિશે જણાવવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: ‘ધુરંધર’ માં રોલ મેળવવા ‘તુલસી’ ની પુત્રી પણ મેદાનમાં, સારાએ કેવી રીતે બાજી પલટી?

કાશ્મીરમાં ‘ધુરંધર’ના હાઉસફુલ શો

રણવીર સિંહ અને અક્ષય ખન્ના અભિનીત આ ફિલ્મને કાશ્મીરમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને આદિત્ય ધરના નિર્દેશનની ખૂબ પ્રશંસા થઈ રહી છે.એક તરફ જ્યાં ફિલ્મ મોટા શહેરો અને વિદેશોમાં છવાયેલી છે, ત્યાં બીજી તરફ નાના શહેરોમાં પણ ‘ધુરંધર’ ને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. કાશ્મીરમાં સિનેમાઘરોની કમી હોવા છતાં, કાશ્મીરના શોપિયાં અને પુલવામા જેવા વિસ્તારોમાં પણ ‘ધુરંધર’ના શો હાઉસફુલ ચાલી રહ્યા છે. ફિલ્મને જોવા માટે આસપાસના લોકો થિયેટરોમાં પહોંચી રહ્યા છે અને લાંબી-લાંબી કતારો લાગી રહી છે.

View this post on Instagram

A post shared by Jio Studios (@officialjiostudios)

કાશ્મીરમાં હંમેશાથી થિયેટરો અને મલ્ટીપ્લેક્સ ચેઇન્સની કમી રહી છે. આવી સ્થિતિમાં ત્યાંના લોકો નવી ફિલ્મોથી વંચિત રહી જાય છે.કાશ્મીરના લોકો વચ્ચે જ્યારે ‘ધુરંધર’ આવી, ત્યારે લોકોએ તેના પર ખૂબ પ્રેમ વરસાવ્યો. શોપિયાં અને પુલવામા જેવી જગ્યાઓ પર જ્યાં લોકો સિનેમાઘરોમાં પહોંચતા નહોતા, ત્યાં હવે લોકો પહોંચી રહ્યા છે અને સીટો ફૂલ ચાલી રહી છે.’ધુરંધર’ની કમાણી ધમાકેદાર થઈ રહી છે.ફિલ્મે આખી દુનિયામાં લગભગ૫૫૨ કરોડથી વધુ નો કારોબાર કરી લીધો છે.ભારતમાં ફિલ્મની કમાણી ૩૬૪ કરોડથી વધુ થઈ ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dhurandhar: 'Dhurandhar' Will Be Shown at Midnight in These Cities, Midnight Shows Begin Due to Public Craze
મનોરંજન

Dhurandhar: ‘ધુરંધર’ની જબરદસ્ત સફળતા: પબ્લિક ક્રેઝને કારણે આ શહેરોમાં શરૂ થયા મિડનાઈટ શો!

by Zalak Parikh December 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dhurandhar: એક્શનથી ભરપૂર ફિલ્મ ‘ધુરંધર’ ની ધમાકેદાર સફળતાને કારણે દર્શકોમાં તેનો ક્રેઝ વધી ગયો છે. દર્શકોની જબરદસ્ત માંગને ધ્યાનમાં રાખીને મુંબઈ અને પુણેમાં ફિલ્મના મિડ-નાઈટ શો  શરૂ કરવામાં આવ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ  ના જણાવ્યા અનુસાર, મુંબઈમાં આ શો રાત્રે ૧૨:૪૫ વાગ્યાથી અને પુણેમાં રાત્રે ૧૨:૨૦ વાગ્યાથી શરૂ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Esha Deol: ભાવુક ક્ષણ: જ્યારે ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના પ્રથમ પત્નીને પણ આપ્યું સ્થાન, શ્રદ્ધાંજલિ વીડિયો થયો વાયરલ!

મિડનાઈટ શોની શરૂઆત

મુંબઈ અને પુણેમાં ‘ધુરંધર’ ના શો અડધી રાત્રે શરૂ થઈ રહ્યા છે. ટ્રેડ વિશ્લેષક એ   X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને આ અપડેટ આપ્યું છે. તેમણે લખ્યું છે કે, ” ‘ધુરંધર’ સિનેમાઘરોમાં ૨૪ કલાક ચાલી રહી છે. દર્શકોનો ક્રેઝ જોઈને મુંબઈમાં આ ફિલ્મના અડધી રાતના શો શરૂ થઈ ગયા છે. રાત્રે ૧૨.૪૫ વાગ્યાથી ‘ધુરંધર’ ના શો શરૂ થઈ ગયા છે.”આ જ રીતે પુણેમાં પણ ફિલ્મના શો રાત્રે ૧૨.૨૦ વાગ્યાથી શરૂ થઈ રહ્યા છે. આ વાત પરથી ફિલ્મની માંગનો અંદાજ લગાવી શકાય છે.

#BreakingNews… #Dhurandhar goes round the clock… Midnight shows – commencing from 12.45 am onwards – have begun in #Mumbai.

In #Pune too, shows are commencing from 12.20 am onwards, underlining the film’s unstoppable demand.

— taran adarsh (@taran_adarsh) December 13, 2025

‘ધુરંધર’ બોક્સ ઑફિસ પર શાનદાર કલેક્શન કરી રહી છે. મિડનાઈટ શો પર દર્શકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો છે, પરંતુ કેટલાક યુઝર્સ સવાલ કરી રહ્યા છે કે શું આ ‘કોર્પોરેટ બુકિંગ’ છે? કોર્પોરેટ બુકિંગ એ એક ટર્મ છે, જેમાં કોઈ સ્ટારની ફિલ્મના અમુક નિશ્ચિત ટિકિટો તે બ્રાન્ડ્સ ખરીદે છે જેના માટે અભિનેતા જાહેરાત કરે છે. જણાવી દઈએ કે આવતા વર્ષે માર્ચમાં ‘ધુરંધર’ નો બીજો ભાગ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sholay - The Final Cut: 'Sholay The Final Cut' Pass or Fail Collection Compared to 'Dhurandhar'
મનોરંજન

Sholay – The Final Cut: ‘શોલે ધ ફાઈનલ કટ’ ને કેવો મળ્યો પ્રતિસાદ? જાણો ‘ધુરંધર’ ના તોફાન સામે ફિલ્મે કેટલો કર્યો વકરો!

by Zalak Parikh December 13, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sholay – The Final Cut: ફિલ્મ ‘શોલે’ ની રી-રિલીઝની જાહેરાત થઈ ત્યારે દર્શકો ઉત્સાહિત થઈ ગયા હતા. આ ફિલ્મ 4K રિસ્ટોરેશન અને ઓરિજિનલ એન્ડિંગ સાથે રજૂ કરવામાં આવી છે. મૂળ રિલીઝના સમયે ફિલ્મમાંથી ડિલીટ કરાયેલા સીન્સ પણ રી-રિલીઝમાં જોવા મળશે. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, તો તેણે પહેલા દિવસે કેવું પ્રદર્શન કર્યું છે તે જાણો.

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2’ માં થશે મોટો બદલાવ, આ બે જુના પાત્રો ની થશે એન્ટ્રી!

પહેલા દિવસનું કલેક્શન

ફિલ્મ ‘શોલે’ પહેલીવાર ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ ના રોજ રિલીઝ થઈ હતી અને આ વર્ષે તેણે તેની રિલીઝના ૫૦ વર્ષ પૂરા કર્યા છે.મીડિયા રિપોર્ટ મુજબ, રી-રિલીઝ થયેલા સંસ્કરણે ઓપનિંગ ડે પર ૨૭ લાખ ની કમાણી કરી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘શોલે ધ ફાઇનલ કટ’ લગભગ ૨.૫ કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે. આ હિસાબે ફિલ્મે પહેલા દિવસે બજેટની સરખામણીમાં દસ ટકાથી વધુ કમાણી કરી છે.

The trailer of Sholay: The Final Cut is here!
India’s most iconic epic returns in restored 4K and Dolby 5.1 sound. Releasing 12th December, the original uncut version arrives in cinemas for the Golden Jubilee year!

Produced by Sippy Films · Directed by Ramesh Sippy · Restored by… pic.twitter.com/u0BrhtbtGf

— Komal Nahta (@KomalNahta) December 6, 2025

ફિલ્મનો જે ક્રેઝ જોવા મળે છે, તે હિસાબે રી-રિલીઝમાં પહેલા દિવસનો કારોબાર થોડો ધીમો છે.આનું એક કારણ સિનેમાઘરોમાં ચાલી રહેલી રણવીર સિંહ અભિનીત ‘ધુરંધર’ નો ક્રેઝ હોઈ શકે છે, જે હાલમાં સારો બિઝનેસ કરી રહી છે.બીજું, તે જ દિવસે કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું ૨’ પણ રિલીઝ થઈ છે, જેના કારણે ‘શોલે’ ના કલેક્શન પર અસર જોવા મળી છે.મૂળ ફિલ્મની રિલીઝ વખતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા અસલી ક્લાઇમેક્સ સીનને હિંસક ગણાવીને હટાવી દેવામાં આવ્યો હતો.જોકે, રી-રિલીઝના સમયે દર્શકોને આ ઓરિજિનલ ક્લાઇમેક્સ સીન જોવા મળશે.આ વર્ષે રમેશ સિપ્પીના ફિલ્મી કરિયરને પણ ૫૦ વર્ષ પૂરા થયા છે, જેને નિર્માતાઓએ આ ફિલ્મની રી-રિલીઝ દ્વારા ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dhurandhar રણવીર સિંહની ફિલ્મને ફટકો પાકિસ્તાન વિવાદના કારણે 'ધુરંધર' આ ૬ દેશોના
મનોરંજન

Dhurandhar: રણવીર સિંહની ફિલ્મને ફટકો: પાકિસ્તાન વિવાદના કારણે ‘ધુરંધર’ આ ૬ દેશોના સિનેમાઘરોમાંથી ગાયબ!

by Zalak Parikh December 11, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dhurandhar: બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝ થયા બાદથી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. ફિલ્મ ભારતમાં તેમજ વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, પરંતુ ‘ધુરંધર’ ઘણા દેશોમાં રિલીઝ થઈ શકી નથી, જેના કારણે ફિલ્મને ભારે નુકસાન થયું છે. ગલ્ફ કન્ટ્રીઝના દેશોમાં ‘ધુરંધર’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Dhurandhar box office collection: ફિલ્મ ‘ધુરંધર’ નો બોક્સ ઓફિસ પર દબદબો: છઠ્ઠા દિવસના કલેક્શન સાથે બન્યો નવો રેકોર્ડ

 આ ૬ દેશોમાં ‘ધુરંધર’ પર પ્રતિબંધ

ફિલ્મ ‘ધુરંધર’ને ૬ દેશોમાં રિલીઝ કરવાની મંજૂરી મળી નથી. આ પાછળનું કારણ ફિલ્મને ‘એન્ટી-પાકિસ્તાની’ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ‘ધુરંધર’ રિલીઝ થઈ નથી.’ધુરંધર’ પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવા અંગેના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે “આવું થવાની અપેક્ષા હતી કારણ કે આ ફિલ્મને પાકિસ્તાન વિરોધી ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે. અગાઉ પણ આવી ફિલ્મો આ ક્ષેત્રમાં રિલીઝ થવામાં નિષ્ફળ રહી છે. ‘ધુરંધર’ની ટીમે પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે, તમામ દેશોએ ફિલ્મના કન્ટેન્ટને સ્વીકાર્યું નહીં. આ જ કારણ છે કે ‘ધુરંધર’ ખાડી દેશોમાંથી કોઈ પણ દેશમાં રિલીઝ થઈ શકી નથી.”

View this post on Instagram

A post shared by Saregama India (@saregama_official)

રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’એ વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ૬ દિવસમાં  ૨૭૪.૨૫ કરોડનું કલેક્શન કર્યું છે.જો આ ફિલ્મ ગલ્ફ દેશોમાં પણ રિલીઝ થઈ હોત, તો ફિલ્મનું કલેક્શન ઘણું વધારે હોત. ૬ દેશોમાં પ્રતિબંધ હોવાને કારણે ફિલ્મને બોક્સ ઓફિસ પર ભારે નુકસાન થયું છે.જોકે, ૬ દિવસની કમાણી સાથે ‘ધુરંધર’એ તેનું ૨૫૦ કરોડનું બજેટ વસૂલ કરી લીધું છે.આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સંસદ પર થયેલા આતંકવાદી હુમલા અને ૨૬/૧૧ ની ઘટનાઓ પર આધારિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dhurandhar box office collection 'Dhurandhar' Made a Massive Collection on Day 6
મનોરંજન

Dhurandhar box office collection: ફિલ્મ ‘ધુરંધર’ નો બોક્સ ઓફિસ પર દબદબો: છઠ્ઠા દિવસના કલેક્શન સાથે બન્યો નવો રેકોર્ડ

by Zalak Parikh December 11, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dhurandhar box office collection: વર્ષના છેલ્લા મહિનામાં રિલીઝ થયેલી રણવીર સિંહની સ્પાય એક્શન થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મને રિલીઝ થયાના ૬ દિવસ થઈ ચૂક્યા છે, અને આ દરમિયાન તેણે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: આર. માધવનનો ખુલાસો: ‘ધુરંધર’માં ઓછા દેખાયા, પણ બીજા પાર્ટમાં તેમના પાત્રનું મહત્ત્વ જાણીને તમે ચોંકી જશો!

‘ધુરંધર’ નું છઠ્ઠા દિવસનું કલેક્શન

આદિત્ય ધર નિર્દેશિત આ ફિલ્મ સકારાત્મક વર્ડ ઑફ માઉથને કારણે વીકડેઝમાં પણ દર્શકોને સિનેમાઘરોમાં આકર્ષિત કરી રહી છે. ફિલ્મે પહેલા દિવસે (શુક્રવારે) ૨૮.૦૦ કરોડ, બીજા દિવસે (શનિવારે) ૩૨.૦૦ કરોડ અને ત્રીજા દિવસે (રવિવારે)  ૪૩.૦૦ કરોડનું કલેક્શન કર્યું હતું. વીકડેઝમાં પણ તેની મજબૂત પકડ જાળવી રાખીને, ફિલ્મે ચોથા દિવસે (સોમવારે) ૨૩.૨૫ કરોડ અને પાંચમા દિવસે (મંગળવારે) ૨૭.૦૦ કરોડનું કલેક્શન કર્યું હતું. છઠ્ઠા દિવસના (બુધવાર) અર્લી ટ્રેન્ડ મુજબ  ૨૬.૫૦ કરોડની કમાણી સાથે, આ ફિલ્મનું ૬ દિવસનું કુલ નેટ કલેક્શન  ૧૮૦.૦૦ કરોડ પર પહોંચ્યું છે.

View this post on Instagram

A post shared by Ranveer Singh (@ranveersingh)

‘ધુરંધર’ની બમ્પર કમાણી સાથે તેણે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે ‘ધુરંધર’ (રૂ. ૧૮૦ કરોડ) એ ‘રેડ ૨’ (૧૭૯.૩ કરોડ) ને પાછળ છોડીને વર્ષની સાતમીસૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.હવે ફિલ્મનું આગામી લક્ષ્ય ‘હાઉસફુલ ૫’ ( ૧૯૮.૪૧ કરોડ) નું કલેક્શન પાર કરવાનું છે. જે સ્પીડથી ફિલ્મ આગળ વધી રહી છે, તેને જોતા તે ગુરુવારે જ આ આંકડો પાર કરીને વર્ષની છઠ્ઠી સૌથી મોટી ફિલ્મ બની જશે.’ધુરંધર’ હવે ૨૦૦ કરોડની ક્લબમાં સામેલ થવાથી માત્ર થોડાક જ ઇંચ દૂર છે.આ આંકડો પાર કરવા માટે ફિલ્મને માત્ર ૨૦ કરોડ જેટલી વધુ કમાણીની જરૂર છે.ફિલ્મના હાલના પ્રદર્શનને જોતા, તે સંભવ છે કે ‘ધુરંધર’ બીજા વીકએન્ડ સુધીમાં ૨૦૦ કરોડના આંકડાને પાર કરી જશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
De De Pyaar De 2 OTT Release: When and where will Ajay Devgn’s romantic drama stream online
મનોરંજન

De De Pyaar De 2 OTT Release: ‘દે દે પ્યાર દે 2’ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો કયા પ્લેટફોર્મ પર માણી શકશો રોમેન્ટિક ડ્રામા ની મજા

by Zalak Parikh December 1, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 De De Pyaar De 2 OTT Release: અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ અને આર માધવન અભિનીત ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ થિયેટર્સમાં હવે અંતિમ પડાવ પર છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી, પરંતુ હવે તેની ઓટીટી રિલીઝને લઈને ફેન્સમાં ઉત્સુકતા વધી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: રિલીઝ પહેલા ‘ધુરંધર’પર વધ્યો વિવાદ, જાણો કેમ કરાચીના પોલીસ અધિકારીની પત્નીએ આપી કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી

કયા પ્લેટફોર્મ પર આવશે ફિલ્મ?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ‘દે દે પ્યાર દે 2’ના ડિજિટલ રાઈટ્સ નેટફ્લિક્સ એ ખરીદ્યા છે. થિયેટર રિલીઝ પહેલા જ આ ડીલ ફાઈનલ થઈ હતી. મેકર્સને આ માટે મોટી રકમ મળી હોવાનું કહેવાય છે.હાલમાં સત્તાવાર જાહેરાત નથી, પરંતુ અંદાજ છે કે ફિલ્મ ન્યુ ઈય આસપાસ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. થોડા દિવસોમાં મેકર્સ તરફથી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થવાની શક્યતા છે.

View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

ફિલ્મનું બજેટ 130 કરોડથી વધુ હતું, જ્યારે 18 દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર કમાણી 71 કરોડ અને વર્લ્ડવાઈડ 110 કરોડ સુધી પહોંચી છે. આ રીતે ફિલ્મ પોતાની કિંમત વસૂલવામાં નિષ્ફળ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
‘Laalo Krishna Sada Sahaayate’ Creates History: From 98 Lakh in 21 Days to 50 Crore in 38 Days
મનોરંજન

Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર

by Zalak Parikh November 17, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. રિલીઝના પહેલા 21 દિવસમાં ફિલ્મે માત્ર  98 લાખ કમાયા હતા, પરંતુ 38મા દિવસે ફિલ્મનો કુલ કલેક્શન  52.75 કરોડ સુધી પહોંચી ગયું છે. આ સિદ્ધિ પોઝિટિવ વર્ડ ઓફ માઉથ ના કારણે શક્ય બની છે.

આ સમાચાર પણ વાંચો : Dilip Kumar and Kamini Kaushal: દિલીપ કુમાર અને કામિની કૌશલની પ્રેમકથા કેમ અધૂરી રહી? જેની ગૂંજ આજે પણ કલા જગતમાં છે.

કમાણીનો અદ્ભુત ગ્રાફ

 ફિલ્મના પહેલા ત્રણ અઠવાડિયામાં કમાણી ઓછી રહી –

  • પહેલું અઠવાડિયું: 26 લાખ
  • બિકુ અઠવાડિયું:  29 લાખ
  • ત્રીજું અઠવાડિયું: 43 લાખ

પરંતુ ચોથા અઠવાડિયાથી કમાણીમાં ધમાકો થયો –

  • ચોથું અઠવાડિયું: 10.32 કરોડ
  • પાંચમું અઠવાડિયું: 24.7 કરોડ

છઠ્ઠા અઠવાડિયામાં પણ ફિલ્મે સ્પીડ પકડી રાખી અને 38મા દિવસે કુલ 52.75 કરોડ સુધી પહોંચી ગઈ.

View this post on Instagram

A post shared by DharmeshKumar Gohel (@dharmeshkumarofficial)

‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ હવે સુધીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા રેકોર્ડ ‘ચાલ જીવી લાઈએ’ ના નામે હતો, જેનું કુલ કલેક્શન 42 કરોડ હતું.ફિલ્મની સફળતા પાછળ પોઝિટિવ વર્ડ ઓફ માઉથ અને સ્ટોરીલાઈન નો મોટો ફાળો છે. શરૂઆતમાં ઓછી કમાણી છતાં, દર્શકોની પ્રશંસા અને સોશિયલ મીડિયા પર ચર્ચાએ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવી દીધી..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Lalo ગુજરાતી ફિલ્મોનો દબદબો એક મહિના જૂની ફિલ્મે બૉલીવુડને હરાવ્યું,
મનોરંજન

Lalo: ગુજરાતી ફિલ્મોનો દબદબો: એક મહિના જૂની ફિલ્મે બૉલીવુડને હરાવ્યું, ‘હક’ કરતાં ડબલ કમાણી કરીને ઇતિહાસ રચ્યો!

by aryan sawant November 10, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Lalo  બોલીવુડથી લઈને સાઉથ સુધી, થિયેટરોમાં ફિલ્મોની ભરમાર છે. જોકે, આ દરમિયાન એક મહિના જૂની ગુજરાતી ફિલ્મે એવો કમાલ કર્યો છે કે ફિલ્મ બિઝનેસ આશ્ચર્યચકિત થઈ ગયો છે. ગુજરાતી ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ એ આ વીકએન્ડમાં એટલી જબરદસ્ત કમાણી કરી છે કે તે થિયેટરોમાં હાજર દરેક ફિલ્મ કરતાં મોટી સાબિત થઈ છે.

એક મહિના પહેલા રિલીઝ થયેલી ફિલ્મનો ધમાકો

બૉક્સ ઑફિસ પર છેલ્લા વીકએન્ડમાં ઘણી ફિલ્મો મોટા પડદા પર હતી. પરંતુ ‘લાલો’ આ બધામાં સૌથી દમદાર પ્રદર્શન કરનારી ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મ ૧૦ ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. પહેલા દિવસે તેણે લગભગ ૨ લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. દિવાળી પછી તેનું દૈનિક કલેક્શન પહેલી વાર ૧૦ લાખના આંકડા સુધી પહોંચ્યું. ચોથા અઠવાડિયામાં પહેલી વાર ૧ કરોડ રૂપિયાનું દૈનિક કલેક્શન જોનારી ‘લાલો’ વીકએન્ડમાં ઇન્ડિયન બૉક્સ ઑફિસ પર સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ.

 માત્ર એક વીકએન્ડમાં ૧૪ કરોડની કમાણી!

છેલ્લા આખા અઠવાડિયામાં ૨ કરોડની રેન્જમાં કલેક્શન કરી રહેલી ‘લાલો’ની કમાણી શનિવારે બમણાથી પણ વધુ વધી ગઈ. શનિવારે ફિલ્મે ૪.૬૫ કરોડનું નેટ કલેક્શન કર્યું. રવિવારે ફિલ્મે ફરી તીવ્ર ઉછાળો જોયો અને ૭ કરોડથી વધુ કલેક્શન કર્યું. ૩૧ દિવસમાં તેનું કુલ નેટ કલેક્શન ૨૭ કરોડથી વધુ થઈ ગયું છે. માત્ર છેલ્લા વીકએન્ડમાં જ ‘લાલો’એ ૧૪ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે તેની કુલ કમાણીના અડધાથી પણ વધુ છે.

આ સમાચાર પણ વાંચો : IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!

 ‘હક’ કરતાં બમણી કમાણી અને નવો રેકોર્ડ

રવિવારે બોલીવુડ ફિલ્મ ‘હક’ એ લગભગ ૪ કરોડનું કલેક્શન કર્યું અને અન્ય ફિલ્મોએ તેનાથી ઓછું કલેક્શન કર્યું. પરંતુ રિલીઝના ૩૧મા દિવસે પણ ‘લાલો’એ ૭ કરોડ કમાયા, જે બોલીવુડ રિલીઝ ‘હક’ કરતાં લગભગ બમણું કહી શકાય. સૌથી મોટી વાત એ છે કે આના પહેલાં કોઈ ગુજરાતી ફિલ્મ એક દિવસમાં ૪ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન પણ કરી શકી નહોતી.

‘લાલો’ બની વર્ષની સૌથી મોટી ગુજરાતી ફિલ્મ

ફિલ્મ ‘લાલો’ અત્યાર સુધીમાં ૩૧ દિવસોમાં ૩૨ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી ચૂકી છે. હવે તે આ વર્ષની સૌથી મોટી ગુજરાતી ફિલ્મ બની ચૂકી છે. આના પહેલાં ‘૩ ઇક્કા’ અને ‘ઝમકુડી’ ૨૫ કરોડ ગ્રોસ કલેક્શન સાથે બીજા નંબરે હતી, પરંતુ હવે ‘લાલો’ તેમને પાછળ છોડી ચૂકી છે.

November 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક