Tag: builder

  • Mumbai Air Pollution: વાયુ પ્રદૂષણ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા પ્રથમ કેસ દાખલ.. BMCની ફરિયાદ બાદ કાર્યવાહી.. જાણો વિગતે

    Mumbai Air Pollution: વાયુ પ્રદૂષણ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા પ્રથમ કેસ દાખલ.. BMCની ફરિયાદ બાદ કાર્યવાહી.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    Mumbai Air Pollution: રાજધાની દિલ્હી ( Delhi ) અને મુંબઈ ( Mumbai) માં વાયુ પ્રદૂષણ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય છે. હવાની ગુણવત્તા બગડવાના કારણે શહેરીજનોને શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. તેથી બોમ્બે હાઈકોર્ટે ( Bombay High Court ) વાયુ પ્રદૂષણને લઈને કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. જો કે, હજુ પણ કેટલાક દ્વારા આ સૂચનાઓની અવગણના કરવામાં આવી રહી છે.

    તેવી જ રીતે, મુંબઈ પોલીસે ( Mumbai Police ) એક બિલ્ડર ( Builder ) વિરુદ્ધ માર્ગદર્શિકાનું ( guidelines ) પાલન ન કરવા અને શહેરમાં વાયુ પ્રદૂષણ ફેલાવવા બદલ કેસ નોંધ્યો છે. મુંબઈમાં વાયુ પ્રદૂષણના સંબંધમાં નોંધાયેલો આ પહેલો કેસ છે. આ બિલ્ડર સામે મહાનગરપાલિકાએ ફરિયાદ નોંધાવી હતી.

    મુંબઈમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. વાયુ પ્રદૂષણ અટકાવવા માટે નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવા મહાનગરપાલિકા દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે. જો કે, કેટલાક બિલ્ડરો આ નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે.

    સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે…

    મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં એક બિલ્ડર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બીએમસીની ફરિયાદ પર મુંબઈ પોલીસ દ્વારા બિલ્ડર વિરુદ્ધ નોંધાયેલ આ પ્રથમ એફઆઈઆર (FIR) છે. બીએસએમસી (BMC) એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, બિલ્ડર ભારત રિયલ્ટી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડે તેની બાંધકામ સાઇટ પર 25 ફૂટ ઊંચી શીટ લગાવી નથી.

    આ સમાચાર પણ વાંચો : IND vs AUS: વર્લ્ડ કપ જીત્યા બાદ ભારત સામેની T20 સિરીઝમાંથી બહાર થયો ડેવિડ વોર્નર.. આ છે કારણ… જાણો વિગતે..

    તેથી આ વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે, તેમ છતાં આરોપીઓએ બાંધકામ સ્થળ પર 25 ફૂટ ઉંચી ચાદર નાખ્યા વિના ફરીથી બાંધકામ શરૂ કરી દીધું હતું, જેથી જાહેર સેવકના આદેશનો ભંગ કર્યો હતો. તેથી, ભારત રિયલ્ટી વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

  • મહારાષ્ટ્રમાં ઘરો ખરીદનારાઓ માટે સારા સમાચાર! રેરાએ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ જાહેરાત સંબંધિત બિલ્ડરો માટે જારી કર્યો આ આદેશ..

    મહારાષ્ટ્રમાં ઘરો ખરીદનારાઓ માટે સારા સમાચાર! રેરાએ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ જાહેરાત સંબંધિત બિલ્ડરો માટે જારી કર્યો આ આદેશ..

    News Continuous Bureau | Mumbai

    ઘણીવાર આપણે જોઈએ છીએ કે ગ્રાહકોને લુભાવવા માટે, બિલ્ડરો તેમના આગામી બિલ્ડિંગ પ્રોજેક્ટ્સની અખબારોમાં, સોશિયલ મીડિયા પર અથવા મોટા હોર્ડિંગ્સ દ્વારા જાહેરાત કરે છે. આ જાહેરાત એ હેતુ માટે છે કે તેમને ઘરના ખરીદદારો વધુને વધુ મળી શકે. તેમના આગામી પ્રોજેક્ટ વિશેની માહિતી વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકે અને તેઓ રોકાણ કરી શકે.

    જોકે મહારાષ્ટ્ર રેરાએ હવે આવી જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. જેમના પ્રોજેક્ટ્સ રેરા હેઠળ નોંધાયેલા નથી અને બિલ્ડર તેમની જાહેરાત કરી રહ્યા છે. મહારેરાના જણાવ્યા મુજબ, કોઈપણ બિલ્ડિંગ પ્રોજેક્ટની નોંધણી રેરા હેઠળ ન થાય ત્યાં સુધી કોઈ બિલ્ડર તેના આગામી ભાવિ પ્રોજેક્ટની જાહેરાત કરી શકશે નહીં. ગ્રાહકો તેમાં અટવાઇ જવાનો ભય છે. ઘર ખરીદદારોની સલામતી માટે રેરાએ આ પગલું ભર્યું છે.

    લોકોને આ અપીલ

    મહારાષ્ટ્ર રેરાને વિવિધ માધ્યમો દ્વારા માહિતી મળી હતી કે ઘણા બિલ્ડરો તેમના ભાવિ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સમાં નોંધણી વિના જાહેરાત કરી રહ્યા છે અને લોકોને બુકિંગ માટે અપીલ કરે છે જેમાં ઘણા મકાન ખરીદદારોને પૈસા મેળવવાનો ભય છે. મહારેરાએ પણ આવા નોંધણી કર્યા વિના બિલ્ડિંગ પ્રોજેક્ટની જાહેરાત કરનારાઓને નોટિસ મોકલી છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર રેરાએ પણ લોકોને અપીલ કરી છે કે જે લોકો નોંધાયેલા નથી તેવા ઘરના પ્રોજેક્ટ્સમાં પૈસા મૂકવાનું ટાળશે.

    મહારાષ્ટ્ર રેરાના જણાવ્યા મુજબ, તેમને એવી માહિતી મળી છે કે કેટલાક બિલ્ડરો તેમની જાહેરાતોમાં નોંધાયેલા રેરા લખી રહ્યા છે, પરંતુ તેમનો રેરા નોંધાયેલ નથી. આ કાયદેસર રીતે ખોટું છે, આ માટે ગ્રાહકોને સ્માર્ટ હોવું જરૂરી છે.

    આ સમાચાર પણ વાંચો :  પવન ખેરાને રાહત, સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર વચગાળાના જામીન, યુપી અને આસામ પોલીસને નોટિસ

    રીઅલ એસ્ટેટ એક્ટ અનુસાર, 500 ચોરસ મીટર અથવા 8 ફ્લેટ પ્રોજેક્ટ રેરા હેઠળ નોંધાયેલ છે. મહારેરાની અપીલ એ છે કે જો ગ્રાહકો આ વિશે જાગૃત હોય, તો તેઓ તેમના રોકાણને સુરક્ષિત રાખી શકે છે. જો કોઈ બિલ્ડર તેના બિલ્ડિંગ પ્રોજેક્ટની જાહેરાત કરે છે અને લખે છે કે રેરા તેની સાથે નોંધણી કરે છે, તો ગ્રાહકોએ રેરા નોંધણી નંબર વિશે માહિતી મેળવવાની જરૂર છે.

  • મુંબઈના આ જાણીતા બિલ્ડરે કરી આત્મહત્યા- બિલ્ડિંગના 23મા માળેથી લગાવી છલાંગ- કારણ અંકબંધ  

    મુંબઈના આ જાણીતા બિલ્ડરે કરી આત્મહત્યા- બિલ્ડિંગના 23મા માળેથી લગાવી છલાંગ- કારણ અંકબંધ  

    News Continuous Bureau | Mumbai

    મુંબઈ(mumbai) માં એક પ્રખ્યાત બિલ્ડરની આત્મહત્યા(Suicide) ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શન બિઝનેસમેન પારસ પોરવાલે (Buisnessman Paras Porwal) જીવનનો અંત આણ્યો છે. પારસ પોરવાલે રહેણાંક મકાનના 23મા માળેથી કૂદીને તેમના જીવનનો અંત આણ્યો છે.

    મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ બિઝનેસમેન પારસ પોરવાલે સવારે 6 થી 7 વાગ્યાની આસપાસ ભાયખલા(Byculla) માં રહેણાંક મકાનના 23મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યાથી પોરવાલ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમજ આ બનાવથી બિલ્ડર વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે. પારસ પોરવાલે દક્ષિણ મુંબઈમાં ઘણી ઈમારતો બનાવી છે.

    આ સમાચાર પણ વાંચો : સત્તા પરિવર્તન બાદ પ્રથમ વખત એનસીપી સુપ્રીમો શરદ પવાર શિંદે સરકાર સાથે એક મંચ દેખાયા- અટકળો વહેતી થઈ- જુઓ ફોટો

    પારસ પોરવાલ દક્ષિણ મુંબઈ(South Mumbai)ના સૌથી પ્રખ્યાત બિલ્ડર તરીકે જાણીતા હતા. પરંતુ તેઓએ શા માટે આવું પગલું ભર્યું તેનું કારણ હજુ બહાર આવ્યું નથી. આ ઉપરાંત પોરવાલ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. દરમિયાન પોલીસે પોરવાલના આત્મહત્યા કેસની તપાસ શરૂ કરી દીધી છે. હાલ તેમના પરિવાર, મિત્રો, બિઝનેસ પાર્ટનરની પૂછપરછ કરવામાં આવી રહી છે.  

  • મહાવિકાસ આઘાડી સરકારના આ નેતાઓને ગળે હવે સકંજો : નેતાઓના નજીકના ગણાતા બિલ્ડર મિત્રો પર આઇટીનો છાપો; જાણો વિગત

    મહાવિકાસ આઘાડી સરકારના આ નેતાઓને ગળે હવે સકંજો : નેતાઓના નજીકના ગણાતા બિલ્ડર મિત્રો પર આઇટીનો છાપો; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

    શુક્રવાર

    મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારના મંત્રીઓ એક પછી એક સરકારી એજન્સીના હાથે ચઢી રહી છે. મહારાષ્ટ્રના કદાવર નેતાઓના અને તેમના ખાસ કહેવાતા મિત્રો પર ઇન્કમ ટૅક્સે ધાડ પાડી છે. ઘર તથા ઑફિસ સહિત લગભગ 40 ઠેકાણે ઇન્કમ ટૅક્સે છાપો માર્યો છે.

    સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્કમ ટૅક્સ વિભાગે રાજ્ય સરકારના કદાવર કહેવાતા પ્રધાન અશોક ચવાણ, જિતેન્દ્ર આવ્હાડ, એકનાથ શિંદે તથા સુભાષ દેસાઈના નજીકના કહેવાતા લોકોની ઑફિસ તથા ઘર પર છાપો માર્યો હતો. જેમાં પુણે અને મુંબઈના જાણીતા બિલ્ડરોનો સમાવેશ થાય છે. એમાં પુણેના બિલ્ડર તો અશોક ચવાણના એકદમ નજીકના માણસ ગણાય છે, તો થાણેનો બિલ્ડર એકનાથ શિંદેની નજીક અને મુંબઈના બિલ્ડર સુભાષ દેસાઈ અને જિતેન્દ્ર આવ્હાડની નજીકના માણસ ગણાય છે.

    મહારાષ્ટ્રના આ જિલ્લામાં આદમખોર વાઘનો આતંક : અત્યાર સુધી આટલા લોકોને ફાડી નાખ્યા

    ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટની આ છાપામારી દરમિયાન મહત્ત્વના દસ્તાવેજો હાથ લાગ્યા હોવાનું કહેવામાં આવે છે. અમુક લોકોની આ પ્રકરણમાં ધરપકડ પણ કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના ઘર અને ઑફિસ પર છાપો મારવામાં આવ્યો હતો, જેમાં તેમની અનેક છૂપી સંપત્તિનો ખુલાસો થયો હતો.

  • SRA પ્રોજેક્ટમાં બિલ્ડરોને ઘી-કેળાં, કોવિડકાળમાં રેકૉર્ડ બ્રેક પ્રોજેક્ટ થયા મંજૂર; જાણો વિગત

    SRA પ્રોજેક્ટમાં બિલ્ડરોને ઘી-કેળાં, કોવિડકાળમાં રેકૉર્ડ બ્રેક પ્રોજેક્ટ થયા મંજૂર; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

    મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

    શનિવાર

    કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષથી મોટા ભાગની ઇન્ડસ્ટ્રીમાં મંદી જોવા મળી છે, પરંતુ સ્લમ રિહેબિલિટેશન ઑથૉરિટી (SRA) હેઠળ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં બિલ્ડિરોએ મોટા પ્રોજેક્ટ પાર પાડ્યા છે. માર્ચ 2019થી એપ્રિલ 2021 સુધીના સમયગાળામાં રેકૉર્ડ બ્રેક કહેવાય એમ 516 પ્રોજેક્ટને મંજૂરી મળી છે. એમાં લાંબા સમયથી અટવાઈ ગયેલા પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.એટલુ જ નહીં, પણ સૌથી વધુ પ્રોજેક્ટ પણ આ સમયમાં  જ પૂરા થયા છે. એની સામે એપ્રિલ 2017થી માર્ચ 2019 દરમિયાન માત્ર 186 પ્રોજેક્ટ મંજૂર થતાં તેમને લેટર ઑફ ઇન્ટેટ આપવામાં આવ્યા હતા. SRA પ્રોજેક્ટને ઝડપથી મંજૂરી મળતાં ઝૂંપડાવાસીઓને ઇમારતમાં ઘર મળવાનો માર્ગ મોકળો થયો છે.

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કરી મોટી જાહેરાત, ભારતની આ મહિનામાં આવી જશે ડિજિટલ કરન્સી; જાણો વિગતે 

    માર્ચ 2019થી એપ્રિલ 2021 દરમિયાન SRA દ્વારા  28,162 સ્લમ રિહેબિલિટેશન યુનિટોને ઑક્યુરેન્સી સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. એમાં 2019-20માં 8,602, 2021ની સાલમાં 13,875 અને એપ્રિલ 2021માં 5,685 ઑક્યુપેન્સી સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. એની સામે એપ્રિલ 2017થી માર્ચ 2019 દરમિયાન 26,422 ઑક્યુપેન્સી સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં.

  • બિલ્ડિંગમાં રહેલા ગૅરેજની માલિકી ફક્ત ને ફક્ત હાઉસિંગ સોસાયટીની, કોર્ટે આપ્યો આ મહત્ત્વનો ચુકાદો;  જાણો વિગત

    બિલ્ડિંગમાં રહેલા ગૅરેજની માલિકી ફક્ત ને ફક્ત હાઉસિંગ સોસાયટીની, કોર્ટે આપ્યો આ મહત્ત્વનો ચુકાદો; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

    મુંબઈ, 18 ઑગસ્ટ 2021

    બુધવાર

    સોસાયટીમાં રહેલાં પાર્કિગ અને ગૅરેજ કૉમન એરિયા અને સુવિધાઓની વ્યાખ્યામાં આવે છે. બિલ્ડરને એ પાર્કિંગનું સ્થળ અથવા ગૅરેજ વેચવાનો અધિકાર નથી. પ્રમોટર અથવા બિલ્ડરને બિલ્ડિંગનો એવો કોઈ હિસ્સો વેચવાનો અધિકાર નથી જે ફ્લૅટ ના હોય. એવો ચુકાદો તાજેતરમાં સિવિલ કોર્ટે આપ્યો છે.

    દક્ષિણ મુંબઈની હાઉસિંગ સોસાયટીના સંલગ્ન આ કેસમાં સિવિલ કોર્ટે સોસાયટીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. એમાં ફ્લૅટ માલિકોને અગાઉના માલિક પાસેથી ખરીદેલા ગૅરેજને પાછો સોસાયટીને સોંપી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફ્લૅટના પહેલાંના માલિકને ફ્લૅટની સાથે ગૅરેજ વેચવાનો અધિકાર ન હોવાની સ્પષ્ટતા પણ કોર્ટે કરી હતી. પહેલાંના ફ્લૅટના માલિકને 1972ની સાલમાં ફ્લૅટ ખરીદતાં સમયે તેમને ગૅરેજ માત્ર ફાળવવામાં આવ્યું હતું. આ એક કૉમન સુવિધા હતી. બિલ્ડર પાર્કિંગ અથવા ગૅરેજ વેચી ના શકે. 

    આતે કેવું ગાંડપણ? દાદર ખાતે દરિયામાં ઘોડા ને લઈ જવામાં આવ્યો અને કરી ઘોડે સવારી. જુઓ ફોટોગ્રાફ

    બચાવ પક્ષે ગેરકાયદે ડીડ ઑફ ટ્રાન્સફરને આધારે ગૅરેજ પર અતિક્રમણ કર્યું છે. હાઉસિંગ સોસાયટી કાયદેસર રીતે ગૅરેજનો હક ધરાવે છે. મૂળ  ફ્લૅટના માલિકને અંગત વપરાશ માટે ગૅરેજ આપવામાં આવ્યું હતું. તેને  પોતાના ફ્લૅટની સાથે એને વાપરવામાં આવેલું ગૅરેજ વેચવાનો અધિકાર નથી એવી સ્પષ્ટતા કોર્ટે કરી હતી તેમ જ ગૅરેજનો કબજો હાઉસિંગ સોસાયટીને સોંપ્યો હતો.
     

  • ફ્લૅટનો કબજો આપવામાં વિલંબ કરનારા બિલ્ડરને થયો આટલા લાખનો દંડ; જાણો વિગત

    ફ્લૅટનો કબજો આપવામાં વિલંબ કરનારા બિલ્ડરને થયો આટલા લાખનો દંડ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 2 ઑગસ્ટ, 2021

    સોમવાર

    મુલુંડમાં એક દંપતીને ફ્લૅટનો કબજો આપવામાં વિલંબ કરનારા બિલ્ડરને 19.50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ ગ્રાહક પંચે આપ્યો છે. દંપતીને ફ્લૅટનો કબજો સોંપવા માટે દાયકા સુધી બિલ્ડરે રઝળાવ્યા  હતા.

    બિલ્ડર તરફથી ઘર મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. એથી આ દંપતીને ભાડાના ઘર માટે વારંવાર સ્થળાંતર કરવું પડતું હતું. એથી તેના 28,000 રૂપિયા ટ્રાન્સપૉર્ટેશનના અને લીવ ઍન્ડ લાઇસન્સના રજિસ્ટ્રેશન પેટે 1.70 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ બિલ્ડરને આપવામાં આવ્યો હતો.

    મુલુંડના આ દંપતીએ 2008માં પોતાનો ફ્લૅટ ખાલી કર્યો હતો. બિલ્ડરે તેમને નવો ફ્લૅટ 2011માં આપવાનું વચન આપ્યું હતું. જોકે ફ્લૅટ છેક 2017માં તૈયાર થયો હતો, પરંતુ ફ્લૅટનું અંદરનું કામ બાકી હોવાથી દંપતીએ એનો કબજો લીધો નહોતો.

    મોટા સમાચાર : બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને ખખડાવી. જો બે વેક્સિન પછી પણ ઘરે રહેવાનું હોય તો વેક્સિન શું કામ આપી? ટ્રેનનો ચાલુ કરો.. જાણો વિગત

    દંપતીએ 2018માં મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનમાં એની ફરિયાદ નોંધાવી હતી. દંપતીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.