• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - bus fire
Tag:

bus fire

Delhi Airport જુઓ દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની
દેશ

Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો

by aryan sawant October 28, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Delhi Airport દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3 પર મંગળવાર ના રોજ એર ઇન્ડિયાની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવા પ્રદાન કરતી કંપની AI SATSની એક બસમાં અચાનક આગ લાગી ગઈ. આ ઘટના બે નંબર 32ની નજીક બની, જે વિમાનથી માત્ર થોડા જ મીટરના અંતરે હતું.

આ સમાચાર પણ વાંચો :BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો

સૌથી મહત્વની વાત એ છે કે, બસમાં તે સમયે કોઈ યાત્રી હાજર નહોતો, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. આગ લાગતાની સાથે જ દમકલ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ પર કાબૂ મેળવી લીધો. કોઈને ઈજા થઈ હોવાના કે આસપાસ ઊભેલા વિમાનોને નુકસાન થયું હોવાના કોઈ સમાચાર મળ્યા નથી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે એર ઇન્ડિયા તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

#ChhathPuja
Bus fire at Delhi Airport pic.twitter.com/t1wyRFkbGf

— AIRCRAFT MECHANIC (@GOD3636) October 28, 2025

October 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kurnool bus accident કુર્નૂલ બસ દુર્ઘટના આગમાં અધધ આટલા મુસાફરો જીવતા ભડથું, દરવાજો જામ થતાં લોકો બહાર ન
દેશ

Kurnool bus accident: કુર્નૂલ બસ દુર્ઘટના: આગમાં અધધ આટલા મુસાફરો જીવતા ભડથું, દરવાજો જામ થતાં લોકો બહાર ન નીકળી શક્યા; હૃદય કંપાવનારી ઘટના

by aryan sawant October 24, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Kurnool bus accident આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાં ચિન્નાટેકુર નજીક એક ખાનગી બસમાં એક દ્વિચક્રીય વાહન (મોટરસાઇકલ) સાથે ટક્કર થયા બાદ ભીષણ આગ લાગી હતી, જેના કારણે આ દુર્ઘટનામાં 20 લોકોનાં કરૂણ મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોમાં મોટરસાઇકલ સવાર એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો છે. પ્રારંભિક માહિતી અનુસાર, હૈદરાબાદ જઈ રહેલી આ બસમાં અકસ્માત સમયે લગભગ 41 લોકો સવાર હતા. ટક્કર બાદ મોટરસાઇકલ બસ નીચે આવી ગઈ અને તેના ઇંધણ ટેન્કનું ઢાંકણું ખૂલી જતાં આગ લાગી હતી.

દરવાજો જામ થવાથી મૃત્યુઆંક વધ્યો

કુર્નૂલ વિભાગના પોલીસ ઉપ મહાનિરીક્ષક એ જણાવ્યું હતું કે, “19 મુસાફરો, બે બાળકો અને બે ડ્રાઇવર આ દુર્ઘટનામાં માંડ બચી ગયા હતા.” પોલીસે જણાવ્યું કે શોર્ટ સર્કિટ થવાને કારણે બસનો દરવાજો જામ થઈ ગયો હતો અને ગણતરીની મિનિટોમાં જ આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના સવારે 3 થી 3:10 વાગ્યાની વચ્ચે થઈ હતી, જ્યારે બસની ટક્કર બાઇક સાથે થવાથી ઇંધણનું લિકેજ થયું અને આગ લાગી. 41 મુસાફરોમાંથી 21 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. બાકીના 20 મૃતકોમાંથી અત્યાર સુધીમાં 11 મૃતદેહોની ઓળખ થઈ શકી છે, અને બાકીના ની ઓળખના પ્રયાસો ચાલુ છે.

વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે આંધ્ર પ્રદેશમાં બસમાં આગ લાગવાના કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને આ દુર્ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કુર્નૂલ માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન કાર્યાલયના સત્તાવાર ‘એક્સ’ હેન્ડલ પર જારી કરાયેલા સંદેશ મુજબ, વડાપ્રધાને દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માંથી ₹2 લાખની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Afghanistan: ભારત પછી હવે આ દેશ પણ પાકિસ્તાનનું પાણી રોકશે? કુનાર નદી પર બંધ બનાવવાની તૈયારીઓ શરૂ

મુખ્યમંત્રી અને સ્થાનિક તંત્રનો પ્રતિભાવ

આ પહેલાં, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ અકસ્માત બાદ શોક વ્યક્ત કરતાં કહ્યું કે, “કુર્નૂલ જિલ્લાના ચિન્ના ટેકુર ગામ પાસે થયેલી ભીષણ બસ આગ દુર્ઘટના વિશે જાણીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. મારી હાર્દિક સંવેદનાઓ તે પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે.” તેમણે કહ્યું કે સરકારી અધિકારીઓ ઘાયલો અને અસરગ્રસ્ત પરિવારોને તમામ સંભવિત મદદ પૂરી પાડશે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક કુર્નૂલ જનરલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે.

October 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bus Fire Video Bus Catches Fire On Purvanchal Expressway, All Passengers Safe
રાજ્ય

Bus Fire Video : ભડભડ કરતી સળગી ઉઠી બસ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યો.. જુઓ વિડીયો

by kalpana Verat November 14, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Bus Fire Video : 

  • ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર આજે સવારે એક ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. 

  • બસમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં 42 જેટલા મુસાફરો સવાર હતા. 

  • મુસાફરો અને બસના ડ્રાઈવરે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. 

  •  ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતમાં બસ બળીને ખાખ થઈ ગઈ છે.

  • અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જુઓ…

 

पूर्वाचल एक्सप्रेस-वे पर यात्रियों से भरी बस बनी आग का गोला!

टायर फटने के बाद लगी आग….चालक परिचालक समेत करीब 42 यात्रियों ने भागकर बचाई जान।#दिल्ली से #आज़मगढ़ जा रही थी डबल-डेकर बस।

#Lucknow के गोसाईगंज थाना क्षेत्र में हुआ हादसा। pic.twitter.com/NGQAn3Jr50

— Himanshu Tripathi (@himansulive) November 14, 2024

આ સમાચાર પણ વાંચો :  Rajasthan SDM Slap : રાજસ્થાનમાં અપક્ષ ઉમેદવારે નજીવી બાબતે ગુમાવ્યો પિત્તો, એસડીએમને ઝિંકી દીધો લાફો; જુઓ વિડીયો.. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Third CNG bus catches fire in a month, BEST takes 400 buses off roads
મુંબઈTop Post

મુંબઈમાં એક મહિનામાં ત્રીજી વખત CNG બસમાં લાગી આગ, BEST ઉપક્રમે લીધો આ મોટો નિર્ણય.. મુસાફરો થશે હાલાકી..

by Dr. Mayur Parikh February 23, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં મુસાફરી કરવા માટે લોકલ ટ્રેનને શહેરની લાઈફલાઈન કહેવામાં આવે છે. જ્યાં દરરોજ હજારો લોકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યાં છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં બેસ્ટની બસ પણ મહત્વની બની ગઈ છે. મુંબઈમાં મુસાફરી કરવા માટે પણ બેસ્ટ બસ એ મુંબઈના લોકોની પસંદગી છે, બેસ્ટ બસમાં મુસાફરી કરવી એ લોકો માટે કિફાયતી પણ છે અને બેસ્ટ બસની કનેક્ટિવિટીને ધ્યાનમાં લઈને લોકો માટે મુસાફરી કરવી સરળ બને છે.

મુંબઈમાં બેસ્ટની બસોમાં વર્ષોથી ઘણા ફેરફારો જોવા મળ્યા છે. પર્યાવરણ બચાવવા માટે પહેલા બેસ્ટની બસને સીએનજીથી બદલવામાં આવી અને હવે ધીરે ધીરે ઈ-બસ શરૂ કરવામાં આવી રહી છે. મુંબઈમાં હજુ પણ ઘણી બસો છે જે CNG પર ચાલે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં આ બસોમાં અકસ્માતો સર્જાયા છે અને બસમાં આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે.

છેલ્લા એક મહિનામાં સીએનજી બસોમાં આગ લાગવાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. બીજી તરફ, ગઈકાલે સાંજે મુંબઈના અંધેરી વિસ્તારમાં બેસ્ટની સીએનજી બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને ધ્યાનમાં રાખીને મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ બોડી બેસ્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત 400 બસોને મુંબઈમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રસ્તાઓ મુંબઈમાં હાલમાં લગભગ 1900 CNG બસો દોડી રહી છે અને આ બસો કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ છે.

આ સમાચાર પણ વાંચો :   જગત જમાદાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું ઠોકર ખાવાનું યથાવત, ફરી એકવાર પગથિયાં ચઢતાં ગોથું ખાઈ ગયાં.. જુઓ વિડીયો

તે જ સમયે, જ્યાં સુધી OEM અને ઓપરેટરો ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં નહીં લે ત્યાં સુધી આ 400 બસોને ફરીથી સેવામાં લાવવામાં આવશે નહીં. બીજી તરફ આ બસો હટાવ્યા બાદ મુસાફરોને અગવડતા પડી શકે છે. જેના કારણે આગામી કેટલાક દિવસો માટે બેસ્ટ તરફથી શિડ્યુલમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે.

February 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
BEST bus catches fire in Mumbai's Bandra, all passengers safe
મુંબઈ

મુંબઈના રસ્તા પર દોડતી બેસ્ટની બસમાં અચાનક ભભૂકી આગ, મુસાફરોનો માંડ થયો બચાવ. જુઓ વિડીયો 

by kalpana Verat January 26, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એક દુર્ઘટના ઘટી છે. માયાનગરી મુંબઈના બાંદ્રામાં બેસ્ટ ઉપક્ર્મની  એક બસમાં અચાનક આગ ફાટી નિકળી હતી. આ ઘટનાની જાણકારી મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ  હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સાથે જ બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. 

મુંબઈના રસ્તા પર દોડતી બેસ્ટની બસમાં અચાનક ભભૂકી આગ, મુસાફરોનો માંડ થયો બચાવ. જુઓ વિડીયો #mumbai #busfire #bandra #mumbaibusfire #BEST #Bus #BESTbusfire #newscontinuous pic.twitter.com/FASQ8NV6H7

— news continuous (@NewsContinuous) January 26, 2023

હાલ આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેના પગલે બસમાંથી ધુમાડાના ગોટેગોટા નિકળી રહ્યાં છે. 

આ સમાચાર પણ વાંચો: RBI એ લીધો મોટો નિર્ણય : આ બેંકના વ્યવહારો પર લગાવી રોક, ગ્રાહકો પર હવે કેવી અસર થશે?

પ્રાપ્ત જાણકારી મુજબ બસના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આવા સમયે બસ ડ્રાઈવરે સૌથી પહેલા બસ ધીમી પાડી હતી અને ત્યાર બાદ સાઈડમાં રોકી બસનો દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખુલ્યા બાદ તમામ મુસાફરો સલામત રીતે બહાર આવી ગયા હતાં. આમ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.  નોંધનીય છે કે ગત નવેમ્બરમાં અમરાવતીના પિંપલવિહિરમાં રાજ્ય પરિવહન નિગમની બસમાં આગ ભભૂકી હતી. 

January 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈના ધારાવી વિસ્તારમાં રસ્તા પર ઉભી બસ અચાનક ભડ ભડ સળગી ઉઠી- દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા- જુઓ વિડિયો 

by Dr. Mayur Parikh October 31, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતી મુંબઈ(Mumbai)ની ધારાવી(Dharavi) માં ભર બપોરે રસ્તા પર એક બસમાં અચાનક આગ (Bus Fire) ફાટી નીકળી હતી. રોડની સાઈડમાં પાર્ક કરેલી બસમાં અચાનક આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઈ છે. અને ટ્રાફિક જામ (Traffic jam) સર્જાયો હતો. હાલ સ્થળ પર હાજર મુંબઈ પોલીસ હાજર છે. 

 

#મુંબઈના #ધારાવી વિસ્તારમાં રસ્તા પર ઉભી #બસ અચાનક ભડ ભડ સળગી ઉઠી, દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા.. જુઓ વિડિયો#dharavi #busfire #firebreaksout #fireincident #newscontinuous pic.twitter.com/Acib87n0rl

— news continuous (@NewsContinuous) October 31, 2022

દરમિયાન એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં આગના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળી રહ્યા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સદનસીબે કારમાં કોઈ ન હતું તેથી કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ સમાચાર પણ વાંચો : દુઃખદ – મોરબી કરુણાંતિકામાં આ ભાજપ સાંસદના એક બે નહીં પણ પરિવારના 12 સભ્યોના નિપજ્યા મોત

October 31, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

નાસિકમાં મોટી દુર્ઘટના- અકસ્માત બાદ ટ્રાવેલ બસમાં ફાટી નીકળી ભીષણ આગ- આટલા મુસાફરો જીવતા ભડથું થયા – જુઓ વિડીયો

by Dr. Mayur Parikh October 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના નાસિક(Nasik)માં આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) સર્જાયો છે. અકસ્માત બાદ બસમાં આગ(FIre in Bus) લાગી હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ(Fire brigade)ની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી અને બચાવ કાર્ય(rescue operation) શરૂ કરી દીધું છે. 

 

Maharashtra:- 10 dead after a Tours & Travel Bus of Chintamani Travels collided with a truck near Nasik and caught fire 10 passengers dead, many injured with burns said source. More details awaited.@DGPMaharashtra @CMOMaharashtra @Dev_Fadnavis @PMOIndia @AmitShah pic.twitter.com/CHY1NNulhQ

— INDRADEV PANDEY (@INDRADE73401515) October 8, 2022

આ અકસ્માત નાશિક-ઔરંગાબાદ રૂટ(Nasik-Aurangabad) પર નંદુરનાકા પાસે થયો હતો. ચિંતામણી ટ્રાવેલ્સની બસ હતી. તેમાં 45-50 લોકો હતા. રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને મદદ કરી છે. દરેકને રૂ.5 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે.

હાલ પોલીસ ટીમ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. જો કે બસમાં આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. પોલીસ ટીમે આ ઘટના અંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી છે.

October 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક