Tag: captainship

  • Hanuma Vihari: હું આંધ્રપ્રદેશ માટે ફરી ક્યારેય નહીં રમીશ, ત્યાં મેં મારું સ્વાભિમાન ગુમાવ્યું છેઃ વિહારી.. જાણો શું છે આ આખો કિસ્સો..

    Hanuma Vihari: હું આંધ્રપ્રદેશ માટે ફરી ક્યારેય નહીં રમીશ, ત્યાં મેં મારું સ્વાભિમાન ગુમાવ્યું છેઃ વિહારી.. જાણો શું છે આ આખો કિસ્સો..

    News Continuous Bureau | Mumbai 

    Hanuma Vihari: રણજી ટ્રોફી 2024 માં આંધ્ર પ્રદેશના અભિયાનના અંત પછી, એક વિવાદ સામે આવ્યો જેણે રાજ્યોના ક્રિકેટ સંગઠનોમાં રાજકીય હસ્તક્ષેપનો પર્દાફાશ કર્યો. એક ટીમના બે ખેલાડીઓ વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન ( Andhra Pradesh Cricket Association ) જ મુશ્કેલીમાં મુકાઈ ગયું. 

    વાસ્તવમાં, આંધ્રની રણજી ટીમના ( Ranji Trophy 2024 ) કેપ્ટન હનુમા વિહાર, જે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચ પણ રમી ચૂક્યો છે, તેણે એક ઈન્સ્ટા પોસ્ટમાં જણાવ્યું હતું કે, કેવી રીતે તેને તેની ટીમની કેપ્ટનશીપ છોડવાની ફરજ પડી હતી. તેણે લખ્યું પોસ્ટમાં લખ્યું હતું કે, તેને કેપ્ટનશિપ ગુમાવવી પડી કારણ કે તેણે અન્ય સાથી ખેલાડી પર જોરથી બૂમો પાડી હતી. જે ખેલાડી પર તેણે બૂમો પાડી તે આંધ્રપ્રદેશના ( Andhra Pradesh ) રાજકારણીનો પુત્ર ( politician son ) હતો. આ જ કારણ હતું કે નેતાએ આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન પર હનુમા વિરુદ્ધ કાર્યવાહી કરવા દબાણ કર્યું અને પછી હનુમાને અચાનક કેપ્ટનશિપ ( Captainship ) છોડવી પડી.

     

    View this post on Instagram

     

    A post shared by Hanuma vihari (@viharigh)

     હનુમા વિહારીએ આ સમગ્ર ઘટના બાદ જ આંધ્રપ્રદેશ તરફથી રમવાની ના પાડી દીધી હતી…

    હનુમા વિહારીની આ પોસ્ટ પછી જ્યારે મામલો વધી ગયો. તો હનુમા વિહારીએ જેના પર બૂમો પાડી તે ખેલાડી પણ સામે આવ્યો હતો અને સોશ્યલ મિડીયા પોસ્ટ કરી હનુમા પર આરોપો લગાવ્યા હતા. પરુધવી રાજ ( Prudhvi Raj ) નામના આ ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિહારીને નિશાન બનાવ્યો હતો. પરુધીએ પોસ્ટમાં લખ્યું હતું કે, વિહારીએ તેના માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને શબ્દો એવા હતા કે તે સહન કરી શકાય નહીં. પરુધવીએ એમ પણ લખ્યું કે વિહારી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા માત્ર સહાનુભૂતિની રમત રમી રહ્યો છે.

     

    View this post on Instagram

     

    A post shared by Hanuma vihari (@viharigh)

    આ સમાચાર પણ વાંચો :  Godrej : ન્યુ ઈનોવેશન.. ગોદરેજ અપ્લાયન્સિસે લોન્ચ કર્યાં વુડ-ફિનિશ, નેચરલ ઈન્સ્પાયર્ડ એસી અને રેફ્રિજરેટર્સ..

    દરમિયાન, હનુમા વિહારીએ પણ આનો જવાબ આપવામાં સમય બગાડ્યો નહીં. તેણે નવી પોસ્ટ કરી. વિહારીએ એક પત્ર પોસ્ટ કર્યો, જે આંધ્રપ્રદેશની રણજી ટીમના ખેલાડીઓ વતી લખવામાં આવ્યો હતો. આમાં ખેલાડીઓ હનુમા વિહારીનો પક્ષ લેતા જોવા મળે છે. ખેલાડીઓનું કહેવું છે કે સાથી ખેલાડીઓમાં અભદ્ર ભાષા વિશે વાત કરવામાં આવે છે. આ પત્રમાં તમામ ખેલાડીઓ હનુમા વિહારીને પોતાના કેપ્ટન તરીકે રાખવાની પણ અપીલ કરી રહ્યા છે. આ પત્રમાં 15 ખેલાડીઓની સહી પણ છે.

    ઉલ્લેખનીય છે કે, હનુમા વિહારીએ ભારતીય ટીમ માટે અત્યાર સુધી 16 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 33.56ની એવરેજથી 839 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી હતી. વિહારીએ તેની છેલ્લી ટેસ્ટ મેચ જુલાઈ 2022માં બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. વિહારીને ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં રમાયેલી શાનદાર ઇનિંગ્સ માટે યાદ કરવામાં આવે છે. તે મેચમાં હનુમા વિહારીએ અંગદની જેમ મેદાનમાં દટી રહીને મેચ બચાવી હતી. ત્યાર બાદ જ ભારતે ગાબા ટેસ્ટ જીતીને શ્રેણી જીતી લીધી હતી.

    નોંધનીય છે કે, હનુમા વિહારીએ આ સમગ્ર ઘટના બાદ જ આંધ્રપ્રદેશ તરફથી રમવાની ના પાડી દીધી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું આંધ્રપ્રદેશ ક્રિકેટ એસોસિએશન કે BCCI આ મામલે આગળ આવે છે કે પછી વિહારી અન્ય રાજ્ય તરફથી રમતા જોવા મળશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Pakistan Cricket Board: PCBએ કરી પાકિસ્તાનના નવા કેપ્ટનની જાહેરાત, આ ખેલાડી બન્યો કેપ્ટન.. જુઓ અહીં…

    Pakistan Cricket Board: PCBએ કરી પાકિસ્તાનના નવા કેપ્ટનની જાહેરાત, આ ખેલાડી બન્યો કેપ્ટન.. જુઓ અહીં…

    News Continuous Bureau | Mumbai

    Pakistan Cricket Board: વર્લ્ડકપમાં પાકિસ્તાનના ( Pakistan ) ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે ( Babar azam ) કેપ્ટનશિપ ( Captainship )  પરથી રાજીનામું ( Resignation ) આપી દીધું છે. હવે પીસીબીએ શાહીન શાહ આફ્રિદીને ( Shaheen Shah Afridi ) ટી-20નો કેપ્ટન ( T20 captain ) અને શાન મસૂદને ટેસ્ટ ફોર્મેટનો કેપ્ટન બનાવ્યો છે. જોકે, વનડે ફોર્મેટ માટે હજુ સુધી કોઈ કેપ્ટનની નિમણૂક કરવામાં આવી નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેની ટીમે પ્રથમ બે મેચ જીતી હતી અને ત્યારબાદ સતત 4 મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

    વર્લ્ડ કપના લીગ તબક્કામાં પાકિસ્તાનની ટીમે તેની કુલ 9 મેચમાંથી 4માં જીત મેળવી હતી અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે પાકિસ્તાન વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી શક્યું ન હતું. પાકિસ્તાનના આ ખરાબ પ્રદર્શન બાદ પીસીબીએ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા ફેરફાર કર્યા છે. બાબર આઝમે સુકાની પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યાર બાદ પીસીબીએ બંને ફોર્મેટ માટે નવા કેપ્ટનના નામની જાહેરાત પણ કરી હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ ટી20 ટીમનો કેપ્ટન યુવા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી હશે. તે જ સમયે, PCBએ શાન મસૂદને ટેસ્ટ ફોર્મેટ માટે તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

    અહીં નોંધનીય બાબત એ છે કે પાકિસ્તાને ODI ફોર્મેટમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું, પરંતુ PCBએ હજુ સુધી ટેસ્ટ અને T20 ફોર્મેટના નવા કેપ્ટનની નિમણૂક કરી છે, જ્યારે ODI ફોર્મેટના નવા કેપ્ટનની નિમણૂક કરવામાં આવી નથી. જો કે, ક્રિકેટ નિષ્ણાતો અને સોશિયલ મીડિયા પર અફવાઓ અનુસાર, PCB શાહીન શાહ આફ્રિદીને ODI ફોર્મેટનો કેપ્ટન પણ બનાવી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

     ‘હું આજે ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું: બાબર આઝમ…

    દરમિયાન બાબરે X પર પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘મને તે સમય સારી રીતે યાદ છે, જ્યારે 2019માં પાકિસ્તાનનું નેતૃત્વ કરવા માટે PCBથી કોલ આવ્યો હતો. છેલ્લા 4 વર્ષમાં મે મેદાન અને બહાર અનેક ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ મેં પૂરા હૃદયથી સંપૂર્ણ લગનથી ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું ગૌરવ વધારવા માટેનું લક્ષ્ય રાખ્યું છે.’

    આ સમાચાર પણ વાંચોઃ Mumbai: દિવાળી વેકેશન દરમિયાન વીરમાતા જીજાબાઈ ભોસલે પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો રેકોર્ડ ધસારો… જાણો વિગેત અહીં..

    તેમણે વધુમાં લખ્યું કે, ‘વ્હાઈટ બૉલ ક્રિકેટમાં નંબર-1 સ્થાન પર પહોંચવું ખેલાડીઓ, કોચ અને મેનેજમેન્ટના સામૂહિક પ્રયાસોનું પરિણામ હતું. હું આ સફર દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ફેન્સના અતૂટ સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કરવા માંગું છું.’

    બાબરે કહ્યું કે, ‘હું આજે ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. આ એક આકરો નિર્ણય છે, પરંતુ હું સમજું છું કે આ નિર્ણય લેવાનો યોગ્ય સમય છે. હું ત્રણેય ફોર્મેટમાં ખેલાડી તરીકે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરતો રહીશ. નવા કેપ્ટન અને ટીમને મારો સંપૂર્ણ સપોર્ટ રહેશે. હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભારી છું જેમણે મને આ મહત્વની જવાબદારી આપી.’

  • Rohit Sharma’s Captaincy: રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશીપ પર લટકતી તલવાર, વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પછી થશે છુટ્ટી!

    Rohit Sharma’s Captaincy: રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશીપ પર લટકતી તલવાર, વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પછી થશે છુટ્ટી!

     News Continuous Bureau | Mumbai

    Rohit Sharma’s Captaincy: ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા ત્યારથી રોહિત શર્માની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા છે. તેને સુકાનીપદેથી પણ હટાવવામાં આવશે તેમ કહેવાય છે. હવે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રમાયેલી બે ટેસ્ટ મેચો બાદ રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટનશિપ ગુમાવી શકે છે.

    જો કે રોહિત શર્મની કેપ્ટનશીપ પર કોઈ ખતરો નથી, પરંતુ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી બે ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરવું પડશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ કદાચ રોહિત શર્મા BCCI સાથે બેસીને ટેસ્ટમાં પોતાનું ભવિષ્ય નક્કી કરશે. ટીમ ઈન્ડિયાના વિકાસથી વાકેફ લોકોના મતે, જ્યાં સુધી રોહિત શર્મા પોતે ન ઈચ્છે ત્યાં સુધી તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર કેપ્ટનશીપ છોડી શકે નહીં.

    મીડિયા સાથે વાત કરતા BCCIના એક વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતાની શરતે કહ્યું કે, આ બધી પાયાવિહોણી વાતો છે કે રોહિત શર્માને કેપ્ટન્સીથી હટાવવામાં આવશે. હા, શું તે સંપૂર્ણ બે વર્ષનું WTC ચક્ર ચાલશે તે એક મોટો પ્રશ્ન છે કારણ કે 2025 માં ત્રીજી આવૃત્તિ સમાપ્ત થશે ત્યારે તે 38 ની આસપાસ હશે.

    આ સમાચાર પણ વાંચો :  મોટી દુર્ઘટના.. લગ્નમાંથી પરત ફરતા 100 લોકોને કાળ ભરખી ગયો, નદીમાં હોડી પલટી મારતા મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત..

    અધિકારીએ કહ્યું, “અત્યારે હું માનું છું કે શિવ સુંદર દાસ અને તેના સાથી ખેલાડીઓએ બે ટેસ્ટ પછી નિર્ણય લેવો પડશે અને તેમનું બેટિંગ ફોર્મ જોવું પડશે.” બીસીસીઆઈ અન્ય રમત સંગઠનોથી ખૂબ જ અલગ રીતે કામ કરે છે.

    અધિકારીએ વધુમાં કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝ પછી અમારી પાસે ડિસેમ્બર સુધી કોઈ ટેસ્ટ મેચ નથી જ્યારે ટીમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. એટલા માટે પસંદગીકારો પાસે નિર્ણય લેવા માટે પૂરતો સમય હશે. ત્યાં સુધી પાંચમો સિલેક્ટર પણ પેનલમાં સામેલ થશે અને પછી નિર્ણય લેવામાં આવી શકે છે.

    જેઓ ભારતીય ઘટનાક્રમથી વાકેફ છે તેઓ જાણે છે કે વિરાટ કોહલીએ આફ્રિકા સામેની શ્રેણી હાર્યા બાદ કેપ્ટનશીપ છોડી દીધી હતી અને શરૂઆતમાં રોહિત ટેસ્ટ કેપ્ટન બનવા માટે ઉત્સુક ન હતો કારણ કે તે જાણતો ન હતો કે તેનું શરીર તેને સાથ આપી શકશે કે નહીં.

    અધિકારીએ વધુમાં ઉમેર્યું, તે સમયે બે ટોચના લોકોએ (ભૂતપૂર્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને વર્તમાન સચિવ જય શાહ) રોહિત શર્માને સુકાનીપદ સંભાળવા માટે સમજાવ્યા કારણ કે કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકામાં કેપ્ટન તરીકે પ્રભાવિત કરી શક્યા ન હતા. નાગપુરની પડકારજનક પિચ પર ઓસ્ટ્રેલિયા સામે 120 રનની શાનદાર ઇનિંગ સિવાય રોહિત તેના કેલિબરના ખેલાડી પાસેથી જે પ્રકારના રનની અપેક્ષા રાખવામાં આવે છે તે કરી શક્યો નથી.

  • ઇંગ્લેન્ડના જૉ રૂટે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી, આ કારણોસર લીધો મોટો નિર્ણય, જાણો વિગતે

    ઇંગ્લેન્ડના જૉ રૂટે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી, આ કારણોસર લીધો મોટો નિર્ણય, જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai 

    જો રુટએ(Joe Root) આજે ઇંગ્લેન્ડની(England) ટેસ્ટ ટીમનાં(test team) કેપ્ટન(captain) પદ પરથી રાજીનામું (Resignation)આપી દીધું છે. 

    તાજેતરમાં જ જૉ રૂટની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ ટીમે એશીઝ સીરીઝમાં(Ashes series) 0-4 થી હારનો સામનો કરવો પડ્યો હતો. 

    શરમજનક હાર બાદ કેપ્ટન જૉ રૂટ નિરાશ હતો અને આ કારણે જે તેને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. 

    રુટનાં નામ પર ઇંગ્લેન્ડ ટેસ્ટ કેપ્ટનનાં રૂપમાં સૌથી વધારે મેચ રમવાનો અને જીતવાનો રેકોર્ડ છે. ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમને 27 મેચ જીતાડીને રુટએ માઈકલ વોન (26), સર એલેસ્ટેયર કુક (24)ન પણ પાછળ છોડ્યા છે.

    તે 2017 થી ઇંગ્લિશ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો હતો. એલિસ્ટર કૂક બાદ તેને આ કમાન સોંપવામાં આવી હતી.

     આ સમાચાર પણ વાંચો :  વાહ સુનીલ ગાવસ્કર વાહ!!! ભારત સરકાર માંગે કે ન માંગે પણ સુનીલ ગાવસ્કર ક્રિકેટ કોમેન્ટ્રી દરમિયાન બ્રિટન પાસે કોહીનૂર હીરો માંગી લીધો. પણ કઈ રીતે? જાણો વિગતે

  • બિગ બ્રેકીંગ ન્યુઝ : એમ.એસ.ધોનીએ ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ છોડી, આ ગુજરાતી ખેલાડીને બનાવાયો નવો કેપ્ટન

    બિગ બ્રેકીંગ ન્યુઝ : એમ.એસ.ધોનીએ ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ છોડી, આ ગુજરાતી ખેલાડીને બનાવાયો નવો કેપ્ટન

     News Continuous Bureau | Mumbai

    ક્યારેય કોઈપણ નિર્ણયની કોઈને પણ ખબર ન પડવા દેનાર કેપ્ટન કૂલ માહીએ એકાએક હવે ચેન્નાઈ સુપરકિંગ્સની કેપ્ટન્સી પણ છોડી દીધી છે. 

    IPL2022ની શરૂઆતને હવે ગણતરીના કલાક જ બાકી છે ત્યાં ધોનીએ સુકાની પદ છોડવાનો નિર્ણય કર્યો છે. 

    હવે એમએસ ધોનીના સ્થાને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કમાન સોંપવામાં આવી છે.
     
    મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. 213 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે

    આ સમાચાર પણ વાંચો : ACC અધ્યક્ષ જય શાહનો કાર્યકાળ લંબાવાયો, હવે તેમના પદ પર આ વર્ષ સુધી બની રહેશે.. જાણો વિગતે
     

  •  ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, વિરાટ કોહલી RCB ના કેપ્ટન પદેથી આપશે રાજીનામું; જુઓ ક્યારે 

     ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, વિરાટ કોહલી RCB ના કેપ્ટન પદેથી આપશે રાજીનામું; જુઓ ક્યારે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

    સોમવાર

    વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કર્યાંના ગણતરીના દિવસ બાદ વધુ એક મોરચે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે.

    પ્રાપ્ત જાણકારી મુજબ કોહલીએ IPLની વર્તમાન સિઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની કેપ્ટનશીપ પણ છોડવાનો નિર્ણય કર્યો છે.

    કોહલીએ કહ્યું કે RCBના કેપ્ટન તરીકે આ મારી અંતિમ IPL હશે. હું મારી અંતિમ IPL મેચ સુધી RCBનો ખેલાડી તરીકે જળવાઈ રહીશ. 

    મારા પર વિશ્વાસ કરવા અને મારુ સમર્થનન કરવા બદલ હું RCBના તમામ પ્રશંસકોનો આભાર વ્યક્ત કરું છું.

    કોહલી IPL-2021માં અંતિમ વખત RCB માટે કેપ્ટનશીપ કરતો દેખાશે. 

    ઉલ્લેખનીય છે કે આગામી મહિને શરૂ થનારા T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડી દેવાની વિરાટ કોહલી અગાઉ જાહેરાત કરી ચુક્યો છે.  આ ઉપરાંત વિરાટ કોહલી 2013ની સિઝનથી RCBનો કેપ્ટન રહ્યો છે.

     

  • વિરાટ કોહલી આપશે કેપ્ટનશીપમાંથી રાજીનામુ? T20 વર્લ્ડ કપ બાદ આ ધૂરંધર ખેલાડી બની શકે છે ભારતનો કેપ્ટન; જાણો વિગતે 

    વિરાટ કોહલી આપશે કેપ્ટનશીપમાંથી રાજીનામુ? T20 વર્લ્ડ કપ બાદ આ ધૂરંધર ખેલાડી બની શકે છે ભારતનો કેપ્ટન; જાણો વિગતે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

    સોમવાર

    ભારતીય ક્રિકેટ ટીમમાં વ્હાઇટ બોલ ક્રિકેટમાં આગામી દિવસોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે 

    આ વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ હાલના કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ પર ફોકસ કરવા માટે ટી20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડી શકે છે.

    સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારી શેર કરવાનો નિર્ણય લીધો છે. 

    વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ ઈન્ડિયાની જીત બાદથી આ વાતચીત ચાલી રહી હતી.

    ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર તેની ખૂબ અસર પડી છે. કોહલીના મતે તેમની બેટિંગને વધારે સમય અને વધારે સ્પીડની જરૂર છે.

    આગામી વર્ષ 2022 અને 2023માં ભારત 2 વર્લ્ડ કપ રમવાનું છે જેને કારણે વિરાટની બેટિંગને મહત્વની માનવામાં આવે છે. 

    વિરાટ ટેસ્ટમાં પોતાની કેપ્ટનશિપ ચાલુ રાખી શકે છે. તેઓ હાલ 32 વર્ષના છે અને આગામી 5-6 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે. 

    પરિણીત હોવા છતાં, તે તેના પુત્ર સાથે રહે છે બૉબી દેઓલના ઘરમાં; જાણો તે સુંદર અભિનેત્રી કોણ છે?