• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Catch
Tag:

Catch

India vs Bangladesh 2nd Test Rohit Sharma's one-handed stunner dismisses Litton Das, Watch here
ક્રિકેટ

India vs Bangladesh 2nd Test: હિટમેન રોહિત શર્માએ ચિત્તાની જેમ છલાંગ લગાવીને કેચ પકડ્યો, બાંગ્લાદેશી બેટ્સમેન જોતો જ રહી ગયો; જુઓ વિડીયો

by kalpana Verat September 30, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

India vs Bangladesh 2nd Test: કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેદાન પર અજાયબી કરી બતાવી છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં વરસાદના કારણે બે દિવસની રમત રદ્દ રહ્યા બાદ આજે ત્રીજા દિવસે મેચ શરૂ થઈ હતી. પહેલા દિવસે બાંગ્લાદેશે 35 ઓવરમાં 3 વિકેટે 107 રન બનાવ્યા હતા. આ પછી બીજા દિવસે મેચ થઈ ન હતી. હવે જ્યારે ત્રીજા દિવસે રમત શરૂ થઈ ત્યારે કેપ્ટન રોહિત શર્માએ  પોતાની વિસ્ફોટક ફિલ્ડિંગથી શાનદાર કેચ પક્ડ્યો હતો.

 

A STUNNER FROM CAPTAIN ROHIT SHARMA 🫡

– Hitman leading by example….!!! pic.twitter.com/EUkA8J9WnU

— Johns. (@CricCrazyJohns) September 30, 2024

 India vs Bangladesh 2nd Test:  મોહમ્મદ સિરાજે ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન લિટન દાસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો

જસપ્રીત બુમરાહે ત્રીજા દિવસે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે મુશ્ફિકુર રહીમને ક્લીન બોલ્ડ કર્યો હતો. રહીમ માત્ર 11 રન બનાવી શક્યો હતો. તેના પછી મોહમ્મદ સિરાજે ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન લિટન દાસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આમાં કેપ્ટન રોહિતનું યોગદાન સૌથી વધારે હતું. જો તેણે 30 યાર્ડ સર્કલની અંદર એક હાથે કેચ ન લીધો હોત તો ભારતને આ સફળતા મળી ન હોત.

 India vs Bangladesh 2nd Test:   રોહિતે લિટનના સિઝલિંગ શોટને રોક્યો 

સિરાજના બોલ પર લિટન આગળ વધ્યો અને 30 યાર્ડ સર્કલ ઉપરથી તેને ફટકારવાનો પ્રયાસ કર્યો. તે બાઉન્ડ્રી મારવા માંગતો હતો. રોહિતે લિટનના સિઝલિંગ શોટને રોક્યો હતો. તેણે હવામાં કૂદકો મારતા જબરદસ્ત કેચ પકડ્યો હતો. હિટમેનનો આ કેચ જોઈને સિરાજ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રોમાંચિત થઈ ગયા અને રોહિતને ગળે લગાવ્યા. ભારતીય સુકાનીએ પણ તેની શ્રેષ્ઠ શૈલીમાં ઉજવણી કરી હતી.

આ સમાચાર પણ વાંચો : મિથુનદાને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, વાંચો બોલિવૂડ ડિસ્કો ડાન્સરની ભારતીય સિનેમામાં નોંધપાત્ર સફર..

 India vs Bangladesh 2nd Test: સિરાજે પ્રથમ વિકેટ લીધી  

શુભમન ગિલે અવિશ્વાસ સાથે તેના માથા પર હાથ રાખીને કેચ પર પ્રતિક્રિયા આપી. વિરાટ કોહલી પણ રોહિતનો કેચ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. સિરાજની આ મેચની પ્રથમ વિકેટ હતી. ભારતે 2 મેચોની શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી છે. 280 રનથી જીત મેળવીને સિરીઝમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jemimah Rodrigues takes stunning diving catch to dismiss Hayley Matthews in WPL 2023
ખેલ વિશ્વ

જેમિમા રોડ્રિગ્સનું શાનદાર પ્રદશન ચાલુ, ફરી એક વખત પકડ્યો અદ્ભુત કેચ, ચાહકો થઈ ગયા સ્તબ્ધ.. જુઓ વિડીયો

by Dr. Mayur Parikh March 21, 2023
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

વિમેન્સ પ્રીમિયર લીગમાં સોમવારે રાત્રે એકતરફી મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું. જોકે, દિલ્હીની જીત કરતાં સ્ટાર ઓલરાઉન્ડર જેમિમા રોડ્રિગ્સના કેચની વધુ ચર્ચા થઈ રહી છે. જેમિમાએ દોડતી વખતે એક ચોંકાવનારો ડાઈવિંગ કેચ કર્યો અને મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત બગાડી.

Screamer alert 🔥🔥

WHAT. A. CATCH from @JemiRodrigues 🙌🏻

Follow the match ▶️ https://t.co/Gcv5Cq5nOi#TATAWPL | #MIvDC pic.twitter.com/p4vlhHaYMI

— Women’s Premier League (WPL) (@wplt20) March 20, 2023

ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ટીમે ત્રીજી ઓવરમાં જ 6 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. શિખા પાંડે ઇનિંગની ચોથી ઓવર રમવા આવી હતી. તેની સામે હેલી મેથ્યુસ હતી. શિખાના ફુલ લેન્થ બોલ પર મેથ્યુસે બાઉન્ડ્રી ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, મિડ-ઓન પર ફિલ્ડિંગ કરતી જેમિમા રોડ્રિગ્સે તેની જમણી તરફ ઝડપથી છલાંગ લગાવી અને શાનદાર કેચ કર્યો.

આ સમાચાર પણ વાંચો : વાહન ચાલકો માટે સારા સમાચાર.. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે મોટો ઘટાડો, મોદી સરકારે આ ટેક્સમાં કર્યો મોટો ઘટાડો..

જેમિમા રોડ્રિગ્ઝના કેચનો વીડિયો WPLના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરવામાં આવ્યો છે. તેમાં કેપ્શન લખ્યું હતું, ‘સ્ક્રીમર એલર્ટ.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમિમાએ એલિસા મેથ્યુસને પણ ટુર્નામેન્ટની એક મેચમાં સમાન સ્લાઈડિંગ કેચ સાથે આઉટ કરી હતી.

March 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sachin Tendulkar And Rohit Pawar Appreciate The Kiran Taralekar After His Catch Video Viral On Social Media
ખેલ વિશ્વ

અદભુત.. મેદાનની અંદર આ ખેલાડી બન્યો રોનાલ્ડો, ફૂટબોલર બનીને પકડ્યો કેચ.. જુઓ વિડિયો

by kalpana Verat February 13, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટ ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરની સૌથી મજબૂત ટીમોમાંની એક માનવામાં આવે છે. ભારતમાં મહાનગર થી લઈને ગામડાઓ સુધી ક્રિકેટનો ક્રેઝ જોવા મળે છે. ક્રિકેટ માટે જરૂરી મૂળભૂત સાધનો અને સુવિધાઓનો અભાવ હોવા છતાં, ઘણા ખેલાડીઓએ આ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું છે. 

હાલ ભારતીય ક્રિકેટરોની કુશળતા દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાઉન્ડ્રી પર એક ખેલાડીએ લીધેલા કેચનો છે. આ વીડિયોથી ભારતીય ક્રિકેટ ફેન્સના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પ્રભાવિત થયા છે. જોકે આ વીડિયો કોઈ ઈન્ટરનેશનલ મેચનો નહીં પરંતુ બેલગામમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનો છે જેમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમાય છે.

आंतराष्ट्रीय क्रिकेटला साजेल असा झेल बेळगावच्या डेपो मैदानावर पकडला गेला श्री ट्रॉफीच्या सेमी फायनल मधील एस आर एस हिंदुस्थान विरुद्ध साईराज वॉरियर्स यांच्यातल्या सामन्या दरम्यान डोळ्याचे पारणे फेडणारा सीमारेषा लगतचा झेल बेळगावच्या किरण तरळेकर यांनी पकडला…@RRPSpeaks @mca pic.twitter.com/wmBl8H9JBD

— Belgaumlive (@belgaumlive) February 12, 2023

વિડીયોમાં જોઈ શકાય છે કે ફિલ્ડર બાઉન્ડ્રીની અંદર ઊભો રહ્યો અને બોલ નીચે આવવાની રાહ જોતો હતો અને જ્યારે બોલ નીચે આવી રહ્યો હતો ત્યારે આ ફિલ્ડરે રોનાલ્ડોની જેમ સાયકલ કિક વડે બોલને પાછો જમીન પર મોકલી દીધો અને બીજા ફિલ્ડરે તેને પકડી લીધો.ક્રિકેટ આ જોઈને ત્યાં બેઠેલા તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. સચિને આ વીડિયો ટ્વિટ કરીને લખ્યું છે કે, જ્યારે તમે એવા ખેલાડીને મેદાનમાં લાવશો, જે ફૂટબોલ રમવું પણ જાણે છે ત્યારે આવું થાય છે.

આ સમાચાર પણ વાંચો :  ખૂબ જ કામનુ / નવવિવાહિત યુગલોને મળી રહ્યાં છે 2.5 લાખ રૂપિયા, આવી રીતે તાત્કાલિક કરો અરજી

February 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fan Takes a Stunning Catch in The Stands During SA20
ખેલ વિશ્વ

દક્ષિણ આફ્રિકા T20 માં દર્શક બન્યો ફિલ્ડર, એક હાથે પકડ્યો જબરદસ્ત કેચ, હવે મળશે 48.25 લાખનું ઇનામ

by Dr. Mayur Parikh January 13, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દક્ષિણ આફ્રિકા T20 લીગ 10 જાન્યુઆરી, મંગળવારથી શરૂ થઈ. આમાં પ્રથમ મેચ પાર્લ રોયલ્સ અને એમઆઈ કેપટાઉન વચ્ચે રમાઈ હતી. આ પછી બીજી મેચ ડરબન સુપર જાયન્ટ્સ અને જોબર્ગ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં જોબર્ગ સુપર કિંગ્સનો 16 રને વિજય થયો હતો. ડોનાવોન ફેરેરાએ જોબર્ગ સુપર કિંગ્સ માટે ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે 40 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ દરમિયાન એક દર્શકે એક હાથે કેચ પકડીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ડોનાવોન ફરેરાએ 104 મીટર લાંબી સિક્સ ફટકારી હતી, જે સીધી સ્ટેન્ડમાં પડી હતી. સ્ટેન્ડમાં બેઠેલા એક દર્શકે આ બોલને એક હાથે પકડ્યો. કેચ પકડ્યા બાદ દર્શકોની પ્રતિક્રિયા જોવાની હતી. તે પછી તે બોલને પાછો ફેંકી દે છે.

કેચ પકડીને કરોડપતિ બની ગયો

આ વ્યક્તિએ આ કેચ પકડીને પોતાને કરોડપતિ બનાવી દીધો. ખરેખર, દક્ષિણ આફ્રિકા T20 ના સ્પોન્સર દ્વારા ‘Catch a Million’ નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જો 18 વર્ષથી ઉપરની વ્યક્તિ બાઉન્ડ્રીની બહાર એક હાથે કેચ પકડે છે તો તેને ઈનામ તરીકે 10 લાખ રેન્ડની રકમ આપવામાં આવશે. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ 48.25 લાખ રૂપિયા હતી.

આ સમાચાર પણ વાંચો : USમાં મંદીના તોળાતા ખતરાની આશંકા વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 11.25% ઘટી રૂ.19,432 કરોડ નોંધાઇ

જોહનિસબર્ગ સુપર કિંગ્સે તેમની પ્રથમ મેચ જીતી

જોહનિસબર્ગ સુપર કિંગ્સે દક્ષિણ આફ્રિકા T20 લીગમાં જીત સાથે શરૂઆત કરી. પ્રથમ બેટિંગ કરતા જોહનિસબર્ગ સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા ડરબન સુપર જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 174 રન જ બનાવી શકી હતી.

શ્રીલંકા સામે ભારતે સીરિઝ જીતી

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ODI કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. ભારતની આ જીતમાં કે.એલ રાહુલની શાનદાર અડધી સદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 6 ચોગ્ગાની મદદથી 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે રમતા એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

January 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
video of crocodile jump from water for food went
પ્રકૃતિ

ડ્રોનને શિકાર સમજી બેઠો મગર, પકડવા માટે પાણીની અંદરથી રોકેટની જેમ કૂદ્યો.. પછી શું થયું? જુઓ આ વીડિયોમાં..

by Dr. Mayur Parikh December 24, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

છેલ્લા ઘણા સમયથી વિશ્વભરમાં ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. લગ્ન સમારોહ અને પાર્ટીઓ ઉપરાંત, ઘણા ફોટોગ્રાફરો અને વિડિયોગ્રાફરો કુદરતી સૌંદર્ય અને શહેરોના હવાઈ દૃશ્યોને કેપ્ચર કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરે છે. પહેલા, વિડીયોગ્રાફરોને જંગલી પ્રાણીઓ અને તેમની લડાઈના વીડિયો બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો પડતો હતો, પરંતુ હવે ડ્રોન ( drone ) આવવાથી જંગલી પ્રાણીઓના ( Crocodile ) ક્લોઝ-અપ વીડિયો બનાવવાનું થોડું સરળ બની ગયું છે. પરંતુ તેની કેટલીક આડઅસર પણ છે, જે સામે આવતી રહે છે.

ડ્રોન દ્વારા જંગલી મગરનો ( Crocodile  ) વિડિયો બનાવવાની કોશિશની ક્લિપ સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં હવામાં ઉડતા એક ડ્રોનને મગર પોતાનો શિકાર સમજી બેસે છે અને તેને પકડવા માટે છલાંગ લગાવે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મગરે પાણીની બહાર માથું નીકાળ્યું છે અને તેની ઉપર એક ડ્રોન ઉડી રહ્યું છે. ડ્રોનને જોઇને મગરના મોમાં પાણી આવી જાય છે. કારણ કે તેને એવું લાગે છે કે ઉપર કોઇ ખાવાની ચીજ છે. એવામાં ડ્રોનને પકડવા માટે તે એકદમ વીજળીની ( jumps out of water )  ઝડપે છલાંગ લગાવે છે અને ડ્રોનને ( swallow  )) પકડી પાડે છે..

આ સમાચાર પણ વાંચો:  મુકેશ અંબાણીના ઘરે આવ્યા નાના મહેમાન.. દીકરી ઈશા અંબાણી જુડવા બાળકોને લઇને પહોંચી મુંબઇ, પરિવારે કર્યું ધમાકેદાર સ્વાગત.. જુઓ વિડિયો

Using drones to capture wildlife video footage. 🐊😮 pic.twitter.com/RCdzhTcGSf

— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) December 19, 2022

વિડિઓ જુઓ:

December 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક