Tag: Clean Note Policy

  • RBI:  સરકાર દ્વારા શું રૂ. 2000ની નોટ જમા કરાવવાની અંતિમ તારીખ લંબાવવામાં આવશે? સરકારે આ વાત કહી.. જાણો એક ક્લિક પર..

    RBI: સરકાર દ્વારા શું રૂ. 2000ની નોટ જમા કરાવવાની અંતિમ તારીખ લંબાવવામાં આવશે? સરકારે આ વાત કહી.. જાણો એક ક્લિક પર..

    News Continuous Bureau | Mumbai 

    RBI: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 2000 રૂપિયા (Rs. 2000) ની નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023ની સમયમર્યાદા નક્કી કરી છે. જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટો છે, તો તેને સમયમર્યાદા પહેલા બેંકોમાં જમા કરાવો. કારણ કે સરકાર 2000 રૂપિયાની નોટો જમા કરાવવાની સમયમર્યાદા વધારવા જઈ રહી નથી. સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યું કે શું 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે? જેના પર નાણા મંત્રાલયે જવાબ આપ્યો. તમને જણાવી દઈએ કે 19 મેના રોજ રિઝર્વ બેંકે 2000 રૂપિયા પાછા લાવવાની જાહેરાત કરી હતી.

    શું સમયમર્યાદા આગળ વધશે?

    સમયમર્યાદા લંબાવવા અંગેની સ્થિતિને સ્પષ્ટ કરતા નાણા મંત્રાલયે(finance minister) કહ્યું કે 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ વધુ લંબાવવામાં આવશે નહીં. એટલે કે જેમની પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટો છે તેમણે 30 સપ્ટેમ્બર પહેલા જમા કરાવવી પડશે. સંસદના ચોમાસુ સત્રમાં સુપ્રિયા સુલે સહિત અનેક સાંસદોએ આ અંગે પૂછ્યું હતું. સાંસદોના પ્રશ્નોના જવાબ આપતાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે હાલમાં સરકાર આવું કંઈ વિચારી રહી નથી. નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે બેંકમાં પાછી જમા કરાવવામાં આવેલી રૂ.2000ની નોટો બદલવા માટે અન્ય ચલણનો સ્ટોક ઉપલબ્ધ છે.

    આ સમાચાર પણ વાંચો : New Delhi: AAP સાંસદ સંજય સિંહની સસ્પેન્શન પર હંગામો, વિપક્ષે સંસદની બહાર દેખાવો કર્યો.. જાણો શું છે સમગ્ર મુદ્દો..

    સરકારે મે મહિનામાં આ નિર્ણય લીધો હતો

    ભારતીય રિઝર્વ બેંકે મે મહિનામાં 2000 રૂપિયાની સૌથી મોટી ચલણી નોટ પર મોટો નિર્ણય લીધો હતો. જોકે, રિઝર્વ બેંકે કહ્યું હતું કે 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. ભારતીય રિઝર્વ બેંકે ‘ક્લીન નોટ પોલિસી’ (Clean note policy) હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે ધીમે બજારમાંથી 2000ની નોટો પાછી ખેંચી રહી છે.

    આ નોટો રિઝર્વ બેંક દ્વારા 2016માં જારી કરવામાં આવી હતી.

    હકીકતમાં, 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશમાં નોટબંધી (Demonetisation) ની જાહેરાત કરી હતી. ત્યારબાદ 500 અને 1000ની નોટો ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ઘણી ઉથલપાથલ મચી ગઈ હતી, પરંતુ પછી નવી નોટો કરન્સી માર્કેટનો એક ભાગ બની ગઈ હતી.

    સરકારે 200, 500 અને 2 હજારની નોટો લોન્ચ કરી હતી. નવેમ્બર 2016 માં નોટબંધી પછી, આમાંથી 2 હજારની નોટ લોન્ચ કરવામાં આવી હતી. આગામી કેટલાક મહિનાઓ સુધી દેશમાં ઘણી અરાજકતા હતી. જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો મેળવવા લોકોને બેંકોમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું.

     

     

  • જાણવા જેવુ / શું નોટ પર કઈ લખવાથી કરન્સી થઈ જાય છે અમાન્ય? જાણો આરબીઆઈની ગાઈડલાઈન

    જાણવા જેવુ / શું નોટ પર કઈ લખવાથી કરન્સી થઈ જાય છે અમાન્ય? જાણો આરબીઆઈની ગાઈડલાઈન

    News Continuous Bureau | Mumbai

    RBI Clean Note Policy: ઘણી વાર તમને આવી ઘણી નોટો મળે છે જેના પર કંઈક લખેલું હોય છે. આવી સ્થિતિમાં મનમાં સવાલ ઉઠે છે કે, શું જે નોટો પર કંઈક લખેલું હશે તે અમાન્ય ગણાશે. આજકાલ આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો તમે નવી નોટ પર કંઈક લખશો તો તે અમાન્ય થઈ જશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે શું તેની વેલ્યૂ સમાપ્ત થઈ જશે અને તમે તેનો બજારમાં ઉપયોગ કરી શકતા નથી અથવા કોઈ અન્ય હકીકત છે.

    આરબીઆઈની નવી ગાઈડલાઈનનો આપવામાં આવી રહ્યો છે હવાલો

    સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો કોઈ નોટ પર કંઈક લખેલું હશે તો તે સીધું જ અમાન્ય (Notes Invalid) થઈ જશે. આવી નોટો માત્ર કાગળનો ટુકડો બનીને રહી જશે. વાયરલ મેસેજમાં આરબીઆઈની નવી ગાઈડલાઈન્સ (RBI Guidelines for Indian Note) ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જેમ અમેરિકી ડોલર પર કંઈક લખવાથી તે અમાન્ય થઈ જાય છે. તેવી જ રીતે, જો તમે ભારતીય ચલણ પર કંઈક લખો છો, તો તે અમાન્ય થઈ જશે.

    દાવો સંપૂર્ણપણે નકલી

    સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા સમાચારની પીઆઈબીએ ફેક્ટ ચેક (PIB Fact Check) કર્યું છે. આ પેક્ટ ચેકમાં પીઆઈબીને જાણવા મળ્યું છે કે, આ સમાચાર સંપૂર્ણપણે ફેક છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેકે આ મામલે સ્પષ્ટતા આપી છે અને જણાવ્યું છે કે, આરબીઆઈના નામે ફેલાવવામાં આવી રહેલા આ સમાચાર ફેક છે. તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, નોટ પર કંઈક લખવાથી તે ઈનવેલિડ નહીં થાય.

    આ સમાચાર પણ વાંચો : પાંચ મહિના બાદ કરી વાપસી, ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન, ધોની- પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો 

    નોટ પર કઈપણ લખવાથી બચો

    આરબીઆઈ (RBI) ની ક્લીન નોટ પોલિસી મુજબ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોકોને વિનંતી કરે છે કે તેઓ નોટ પર કંઈપણ ન લખે. તેની સાથે લોકો નોટોને ધ્યાનથી રાખે, કારણ કે જો તેઓ નોટ પર કંઈક લખે છે, તો આવી નોટોની લાઈફ ઓછી થઈ જાય છે, તે ઝડપથી બગડે છે. આવી સ્થિતિમાં આરબીઆઈએ તેમને ઝડપથી બદલવું પડે છે.