• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cm
Tag:

cm

Surat Metro Road Repair on a War Footing After CM’s Directive
રાજ્ય

Surat Metro Road :ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સુરત શહેરમાં મેટ્રોને સમાંતર માર્ગોનું ઝડપી સમારકામ હાથ ધર્યું, રોડ પરથી ૪૭૭ ખાડા દૂર કરાયા

by kalpana Verat July 14, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Surat Metro Road : 

  • ૭,૬૧૫ સ્ક્વેર મીટર વિસ્તારમાં પુરાણ અને સમારકામ કરી રોડ પરથી ૪૭૭ ખાડા દૂર કરાયા – ૯૪% કાર્ય પૂર્ણ
  • અઢી કિલોમીટર લંબાઈ જેટલા રોડને રિસર્ફેસ કરાયા, બાકીનું કામ આગામી ચાર દિવસમાં પૂરું થઈ જશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ – રસ્તાઓના ઝડપી સમારકામ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા બાદ રાજ્યભરમાં રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ગ્રામીણ અને શહેરી રોડ તેમજ સ્ટેટ હાઇવે તથા નેશનલ હાઇવેનું સમારકામ પણ ઝડપભેર થઈ રહ્યું છે.

રાજ્યના અન્ય શહેરોની જેમ સુરત શહેરમાં પણ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતમાં મેટ્રો ટ્રેન રૂટને સમાંતર આવેલા રોડ રસ્તાઓમાં જ્યાં વરસાદી પાણીથી નુકસાન થયું છે તે દરેક જગ્યાએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા રોડ મેન્ટેનન્સ અને રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી એ. એસ. બિસ્તના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સુરતમાં મેટ્રો ટ્રેન રૂટને સમાંતર આવેલા રોડ- રસ્તાઓ પરના

૪૭૭ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે. લગભગ ૭,૬૧૫ સ્ક્વેર મીટર વિસ્તારમાં પુરાણ અને સમારકામ કરીને આ ખાડાઓ દૂર કરવામાં આવ્યા છે. મેટ્રો રૂટ અંતર્ગત આવતા જમીની માર્ગો પરથી ખાડા દૂર કરવાનું ૯૪% જેટલું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેટ્રો રૂટને સમાંતર અઢી કિલોમીટર જેટલા રસ્તા પર રોડને રિસર્ફેસ કરવામાં આવ્યા છે. હોટ મિક્સ અને પેવર ફિનિશરના ઉપયોગથી આ રસ્તાનું રિસર્ફેસિંગ કરાયું છે. તેમણે ઉમેર્યું કે મેટ્રો રૂટને સમાંતર માર્ગો પર દિવસે વાહનોનો ટ્રાફિક હોવાને કારણે રસ્તાનું સમારકામ માત્ર રાતે કરવામાં આવે છે. બાકીનું કામ આગામી ચાર દિવસમાં પૂરું થઈ જશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા માર્ગોનું ઝડપી સમારકામ અને રિસર્ફેસિંગની કામગીરીથી સુરત શહેરના માર્ગો વધુ સલામત અને સુગમ બન્યા છે. વરસાદ દરમિયાન વાહન વ્યવહાર પણ સરળ બની રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai News: પૂર્વીય ઉપનગરના આ વિસ્તારમાં બનશે મેડિકલ કોલેજ અને શિક્ષણ હોસ્પિટલ; દર્દીઓને મળશે વધુ સારી ગુણવત્તાવાળી તબીબી સેવાઓ.

મેટ્રો પ્રોજેક્ટના નિર્માણકાર્ય દરમિયાન માર્ગો પર થયેલા ઘસારા કે નુકસાનને પહોંચી વળવા માટે GMRC રોડ રિપેરિંગની પ્રક્રિયા સતત કરે છે, આ ઉપરાંત વરસાદી પાણીને કારણે થયેલા ખાડા દૂર કરવાનું અને ધોવાઈ ગયેલા રોડ રસ્તાને રિપેર કરવાનું કામ પણ GMRC યુદ્ધના ધોરણે કરી રહ્યું છે. GMRCની આ પ્રતિબદ્ધતા સુરતને વધુ આધુનિક અને લીવેબલ શહેર બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat News: CM bhupendra patel swagat public grievance district resolution
રાજ્ય

Gujarat Samras Panchayat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬૧ સમરસ ગ્રામ પંચાયતોને ૩૫ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ડી.બી.ટી.થી ફાળવી

by kalpana Verat July 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Samras Panchayat : 

*રાજ્યની ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યોનું અદકેરુ અભિવાદન*
_*:મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રીએ સરપંચોને પ્રમાણપત્રો અર્પણ કર્યા:*_
———–
*ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———
_*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬૧ સમરસ ગ્રામ પંચાયતોને ૩૫ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ડી.બી.ટી.થી ફાળવી*_
*પંચાયત ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ માટે ૧૨૩૬ કરોડની ગ્રાન્ટ ફાળવણી થઈ*
———-
_*::મુખ્યમંત્રીશ્રી::*_
* રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ-સ્વચ્છતાની હરીફાઈ થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવા આહવાન.
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૧ વર્ષના સુશાસનમાં ગ્રામીણ-અર્થતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે.
* રાજ્ય સરકાર અને ગામ સાથે મળીને ગ્રામ વિકાસ કાર્યોનું પરસ્પર સહયોગથી આયોજન કરે છે.
* “આપણું ગામ આપણું ગૌરવ”ના મંત્ર સાથે સરપંચો ગામના વિકાસ કામોના પિલ્લર બને
———
*ગામનો સર્વાંગી વિકાસ અને ગામમાં લોકશાહી કાર્યપ્રણાલીનું સંરક્ષણ એ દરેક સરપંચની નૈતિક ફરજ: કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ*
———
*“સુવિધા શહેરની અને આત્મા ગામડાનો” સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ: ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
———
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ગામોમાં ઊડીને આંખે વળગે એવી સ્વચ્છતા-સફાઈ રાખવાનું પ્રેરક આહવાન નવા ચૂંટાયેલા સરપંચો અને ગ્રામ પંચાયત સદસ્યોને કર્યું હતું.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામ-નગર-શહેરો દરેક સ્થળને સાફ-સુઘડ રાખવાનું જન આંદોલન ચલાવ્યું છે.

રાજ્ય સરકાર દરેક ગામની આવી સ્વચ્છતા-સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ ૪ રૂપિયાની ફાળવણી કરે છે. હવે, આ રકમ બમણી કરીને વ્યક્તિ દિઠ માસિક ૮ રૂપિયા અપાશે. આના પરિણામે ગામોમાં સ્વચ્છતા-સફાઈને વધુ વેગ મળશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવા ચૂંટાયેલા સરપંચોને ગ્રામસફાઈ પ્રતે પ્રોત્સાહિત કરતાં ઉમેર્યુ કે, રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ-સ્વચ્છતાની સ્પર્ધા થાય તેવું પ્રેરક વાતાવરણ આપણે બનાવવું છે.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજીત અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્વાચિત સરપંચો-સભ્યોનું સન્માન કર્યું હતું.

કેન્દ્ર જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ, ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ તથા મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવીને વિજય પ્રાપ્ત કર્યો છે તેની ભૂમિકા આપતા સ્પષ્ટ પણે જણાવ્યું કે કહ્યું કે, ‘આપણું ગામ આપણું ગૌરવ’ના મંત્ર સાથે તમારે સૌએ ગામના વિકાસ કામોના પિલ્લર બનવાનું છે.

તેમણે ઉમેર્યું કે, ગ્રામ સ્વરાજ્ય માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને વડાપ્રધાનશ્રીએ સરપંચોના હાથમાં ગામના સામુહિક વિકાસની સત્તા સોંપી છે. એટલું જ નહીં, ચૂંટણીઓમાં સમરસતાનો નવો વિચાર પણ તેમણે ગુજરાતમાં આપેલો છે. આ વિચારને અનુસરતા આ વખતની ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં રેકર્ડ બ્રેક ૭૬૧ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેનું મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ કર્યું હતું.

આવી સમસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ પેટે કુલ ૩૫ કરોડ રૂપિયા ડી.બી.ટી.થી ફાળવવા સાથે સમગ્રતયા રૂ.૧૨૩૬ કરોડની રકમ વિવિધ વિકાસ કામોની ગ્રાન્ટ તરીકે ફાળવણી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૧ વર્ષના સુશાસનકાળમાં ગ્રામીણ, અર્થતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે.

દેશમાં અંદાજે ૪ કરોડ ગ્રામીણ ગરીબોને આવાસ, એક દશકમાં ૨ લાખથી વધુ ગ્રામ પંચાયતોમાં ઇન્ટરનેટ અને સાડા પાંચ લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટર્સ ગ્રામીણ નાગરિકોને સરકારી સેવાના લાભ પહોંચાડવા કાર્યરત થયા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારો અને ગામ સાથે મળીને વિકાસ કાર્યોનું પરસ્પર સંયોગથી આયોજન કરે છે. તેમણે વિકસિત ભારત @ ૨૦૪૭નો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ સાકાર કરવા વિકસિત ગામથી વિકસિત ગુજરાતના નિર્માણમાં સરપંચોની ભૂમિકા મહત્વની બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

_*કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ*_

નવનિયુક્ત સરપંચશ્રી અને સદસ્યશ્રીઓને અભિનંદન પાઠવતા કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ગ્રામજનોએ તેમના ગામના વિકાસની સંપૂર્ણ જવાબદારી નવનિયુક્ત સરપંચ અને સદસ્યોને સોંપી છે. ગામનો સર્વાંગી વિકાસ, લોકશાહી કાર્યપ્રણાલીનું સંરક્ષણ અને વિકસિત ગુજરાતના નિર્માણમાં ગામનું મહત્વપૂર્ણ યોગદાન એ દરેક સરપંચની નૈતિક ફરજ છે.

સરપંચને ગામનો મુખ્યમંત્રી ગણાવતા કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, જેમ રાજ્યની સંપૂર્ણ જવાબદારી મુખ્યમંત્રીની હોય છે, તેવી જ રીતે એક ગામને સમૃદ્ધ બનાવવાની સંપૂર્ણ જવાબદારી સરપંચની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામ પંચાયતોને વધારે સત્તા અને ગ્રાન્ટ આપીને પંચાયતી રાજને વધુ મજબૂત બનાવ્યું છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ગામમાં સ્વચ્છતા, જલ જીવન મિશન અને જળસંચય અભિયાનને વેગ આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ૬૦ કરોડ નાગરિકો શૌચાલયનો ઉપયોગ કરતા થયા છે. આ ઉપરાંત જલ જીવન મિશન હેઠળ દેશના ૧૫.૬૫ કરોડથી વધુ ઘરમાં નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે, જ્યારે વર્ષ ૨૦૨૮ સુધીમાં અન્ય ૪ કરોડ ઘરોમાં પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેચ ધ રેઇન અભિયાનને પ્રાધાન્ય આપવા અનુરોધ કરતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ જળસંચય અભિયાનને જનઆંદોલન બનાવવા આહ્વાન કર્યું હતું. જેના પરિણામે માત્ર ૮ કલાકના સમયગાળામાં જ જળસંચય માટે ૩૨ લાખથી વધુ સ્ટ્રક્ચરો તૈયાર કરવામાં આવ્યા છે. જનભાગીદારી થકી જળસંચય અભિયાનને વેગ આપવા દરેક ગામમાં જળસંચયના કામો હાથ ધરવા માટે કેન્દ્રીય મંત્રીશ્રીએ નવનિયુક્ત સરપંચશ્રીઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સંકલ્પ ‘સુવિધા શહેરની આત્મા ગામડાનો’ને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં ગુજરાતને દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનાવવા સતત પ્રયત્નશીલ છે. ગ્રામ વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છતા અભિયાન, મનરેગા, ઈ- ગ્રામ વિશ્વ ગ્રામ, જેવી અનેકવિધ લોકકલ્યાણકરી યોજનાઓના સફળ અમલીકારણથી રાજ્યના ગામડાઓ સુવિધાસભર બન્યા છે.

સમરસ થયેલી ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓને તેમજ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓને મહાનુભવોના હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે, વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ- સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

July 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Metro 3 Bkc To Worli Route Maharashtra Cm Devendra Fadnavis Inaugurate
Main PostTop Postમુંબઈ

Mumbai Metro 3 : મુંબઈવાસીઓ માટે ગૂડ ન્યૂઝ; અન્ડરગ્રાઉન્ડ મેટ્રોના બીજા તબક્કાનું ઉદ્ઘાટન, આ નવા 6 સ્ટેશનો ખુલ્યા..

by kalpana Verat May 9, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Mumbai Metro 3 : મુંબઈની જાહેર પરિવહન વ્યવસ્થા અને મેટ્રો કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરતા, મેટ્રો લાઇન 3 નો બીજો તબક્કો આજથી થી કાર્યરત થશે. આ બીજો તબક્કો બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ-વરલી-આચાર્ય અત્રે ચોકથી મુસાફરોને સીધી મેટ્રો સેવા પૂરી પાડશે. આ તબક્કો અન્ડરગ્રાઉન્ડ મેટ્રો કોરિડોરના ભાગ 2A હેઠળ આવે છે અને મુંબઈના ઘણા વ્યસ્ત વ્યાપારી અને ધાર્મિક સ્થળોને મેટ્રો નેટવર્ક સાથે જોડશે. અગાઉ, આરેથી બીકેસી સુધી ફેલાયેલી મેટ્રો લાઇન 3 નો પ્રથમ તબક્કો ઓક્ટોબર 2024 માં શરૂ થવાનો હતો. પ્રધાનમંત્રીએ આ ભૂગર્ભ મેટ્રોનું ઉદ્ઘાટન કરીને મુંબઈના લોકોને ભેટ આપી. આ વિભાગને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

 

राज्याचे मुख्यमंत्री मा. देवेंद्र फडणवीसजी यांच्या शुभ हस्ते ‘मुंबई मेट्रो मार्ग 3, टप्पा 2 – बीकेसी ते आचार्य अत्रे चौक (9.77 किमी)’ या महत्त्वाच्या मेट्रो मार्गाचा आज शुभारंभ झाला.
यावेळी उपमुख्यमंत्री मा. एकनाथ शिंदेजी आणि अन्य मान्यवर उपस्थित होते.

ही सेवा मुंबईकरांसाठी एक… pic.twitter.com/PFUk19UB8C

— Mangal Prabhat Lodha (@MPLodha) May 9, 2025

Mumbai Metro 3 : રોડ ટ્રાફિકનો ભાર પણ ઘટશે

નવા વિભાગમાં કુલ છ સ્ટેશન હશે, ધારાવી, શિતલાદેવી, દાદર, સિદ્ધિવિનાયક, વરલી અને આચાર્ય અત્રે ચોક. આ સ્ટેશનો દ્વારા, મુસાફરોને શહેરના મહત્વપૂર્ણ વ્યાપારી કેન્દ્રો તેમજ મુખ્ય ધાર્મિક સ્થળો સુધી ઝડપી અને સરળ પહોંચ મળશે. આ વિસ્તરણ પછી, એક્વા લાઇનની કુલ લંબાઈ વધીને 22.5 કિમી થશે. આ મેટ્રો સેવા વરલી, બીકેસી, અંધેરી, સીપ્ઝ અને એમઆઈડીસી જેવા મહત્વપૂર્ણ વિસ્તારોને જોડશે, જેનાથી મુસાફરીનો સમય ઓછો થશે અને રોડ ટ્રાફિકનો ભાર ઓછો થશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Local Train : લોકલ ટ્રેન પડી મોડી, મહિલા મુસાફરો દરવાજા પર લટકીને કરી રહી છે મુસાફરી; જુઓ વિડીયો

Mumbai Metro 3 : એક તરફનું ભાડું ₹60 

મેટ્રોનો આ ભાગ સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે સેન્ટ માઇકલ ચર્ચ, માહિમ દરગાહ, શીતલાદેવી મંદિર અને સિદ્ધિવિનાયક મંદિર જેવા સ્થળો સુધી સીધો પ્રવેશ પૂરો પાડશે. આરે JVLR થી આચાર્ય અત્રે ચોક સુધીના આ રૂટ પર એક તરફનું ભાડું ₹60 નક્કી કરવામાં આવ્યું છે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનર (CMRS) દ્વારા ટ્રેક, માળખું, વિદ્યુત પ્રણાલી, કટોકટીના પગલાં અને સલામતી ધોરણોનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યા પછી એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં આ વિભાગને કામગીરી માટે મંજૂરી આપવામાં આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pahalgam Terror attack Bodies of 3 tourists reach Gujarat; CM, MoS Home to attend last rites
રાજ્ય

Pahalgam Terror Attack : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

by kalpana Verat April 24, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Pahalgam Terror Attack :   મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે.

Pahalgam Terror attack Bodies of 3 tourists reach Gujarat; CM, MoS Home to attend last rites

 તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શોક સંતૃપ્ત પરિવારજનોને ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Pahalgam Terror attack Bodies of 3 tourists reach Gujarat; CM, MoS Home to attend last rites

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.

Pahalgam Terror attack Bodies of 3 tourists reach Gujarat; CM, MoS Home to attend last rites

આ સમાચાર પણ વાંચો : Pahalgam Terror Attack : પહેલગામમાં આતંકી હુમલામાં મૃતકોના આત્માઓની શાંતિ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય સુરતના વિદ્યાર્થીઓએ ભગવાનને પ્રાર્થના કરી, શ્રદ્ધાંજલિ પાઠવી

Pahalgam Terror attack Bodies of 3 tourists reach Gujarat; CM, MoS Home to attend last rites

મુખ્યમંત્રીશ્રીની સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયરશ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, રેન્જ આઇ.જી શ્રી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.

Pahalgam Terror attack Bodies of 3 tourists reach Gujarat; CM, MoS Home to attend last rites

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

April 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat CM Big Decision :Gujarat CM grants in-principle approval for works worth Rs 1202.75 crore for holistic development of cities
રાજ્ય

Gujarat CM Big Decision : મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિકાસ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સર્વગ્રાહી વિકાસ માટે આટલા કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી

by kalpana Verat April 21, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Gujarat CM Big Decision : 

* નવરચિત મહાનગરપાલિકાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ-સીટી બ્યુટીફિકેશન જેવા કામો માટે 585.53 કરોડ
*રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે 105.03 કરોડ અને બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને 473.19 કરોડ
નવરચિત મહાનગર પાલિકાઓમાં જાહેર પરિવહન બસ સેવા સંચાલન માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજનામાંથી 39 કરોડ રૂપિયા અપાશે
*સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કામો હાથ ધરાશે
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત@2047ના વિઝનથી વિકસિત ભારત@2047 માટે રાજ્યને અગ્રેસર રાખવાની નેમ સાથે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે 1202.75 કરોડ રૂપિયાના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓની રચના કરી છે. એટલું જ નહિં, આ નવરચિત મહાનગરપાલિકાઓ સહિત રાજ્યના નગરો-શહેરોમાં લોકહિતના કામોને પણ વેગવંતા બનાવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આવા કામો માટે નાણાં ફાળવણીના ઉદાત્ત અભિગમને આગળ ધપાવતાં મુખ્યમંત્રીશ્રીએ આ રૂ. 1202.75 કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યની નવરચિત 8 મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, સેનિટેશન જેવા ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામો ઉપરાંત આંગણવાડી, શાળાના મકાનો, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર વગેરે સામાજિક આંતરમાળખાકીય સુવિધાના કામો માટે નાણાં ફાળવ્યા છે. આ ઉપરાંત, અર્બન મોબિલિટી, સીટી બ્યુટીફિકેશન, આગવી ઓળખના કામો, પાણી પુરવઠાના અને વરસાદી પાણીના નિકાલના કામો વગેરે કામો માટે રૂપિયા 585.83 કરોડના ખર્ચની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

તદઅનુસાર, નવસારી મહાનગરપાલિકાને 81 કરોડ, નડિયાદને 75 કરોડ, આણંદને 78.07 કરોડ, સુરેન્દ્રનગરને 81.04 કરોડ, ગાંધીધામને 104.07 કરોડ તથા વાપીને 78.63 કરોડ તેમજ પોરબંદરને 80.30 કરોડ અને મહેસાણાને 7.42 કરોડ રૂપિયા ના વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ આ નવરચિત મહાનગરપાલિકાઓમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની માંગને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી શહેરી બસ સેવાઓની CNG બસોના સંચાલન માટે 2025થી 2027ના ત્રણ વર્ષ સુધી દર વર્ષે 39 કરોડ રૂપિયા આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ નવરચિત મહાનગરપાલિકાઓ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળો વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને અદ્યતન ખેલકૂદ સંકુલ માટે 72.52 કરોડ રૂપિયા તથા 60 એમ.એલ.ડી.ના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ચાર ટી પી વિસ્તારોમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક ના કામો માટે કુલ 302.86 કરોડ મળીને કુલ રૂ. 375.38 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ફાળવ્યા છે. આ ઉપરાંત સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને રોડ રિસરફેસિંગ અને નવા રસ્તા બનાવવા તથા એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટના કામો માટે 97.81 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : MEMU Train : અસારવા-ચિતોડગઢ રૂટ પર મેમુ ટ્રેનનો પ્રારંભ, ધારાસભ્ય-સાંસદોની ઉપસ્થિતિમાં અપાઈ લીલી ઝંડી

રાજ્યની સુરત, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગતના કામો, આંતર માળખાકીય સુવિધાના કામો તેમજ રસ્તા, પાણીની લાઈન, ગટર વ્યવસ્થાના કામો માટે કુલ 105.03 કરોડ રૂપિયાના કામો મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ માટેના ગુજરાતના વિકાસ વિઝનમાં નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન, વધુ સારો અનુભવ અને શહેરોને સક્રિય, સ્માર્ટ અને ટકાઉ તેમજ ગતિશીલ શહેરી કેન્દ્રોમાં પરિવર્તિત કરવાની બાબતોને કેન્દ્ર સ્થાને રાખતાં આ 1202.75 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Public interest decision of Chief Minister Shri Bhupendra Patel promoting green clean urban transport service in the state
રાજ્ય

Ratnasinhji Mahida Memorial Award: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે રાજપીપલાથી પ્રતિષ્ઠિત ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ની જાહેરાત કરશે

by kalpana Verat April 10, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Ratnasinhji Mahida Memorial Award:

  • કલાકાર અને સામાજિક કાર્યકર સુશ્રી વિરાજકુમારી મહિડાએ તેમના દાદાના વારસાને સન્માન અપાવવા માટે આ એવોર્ડની સ્થાપના કરી
  • સ્વ.રત્નસિંહજી મહિડાએ આદિવાસી બાળકોને વિનામૂલ્યે શિક્ષણની અમૂલ્ય તક પૂરી પાડી અસંખ્ય લોકોને મુખ્ય ધારામાં લાવી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું
  • પ્રતિષ્ઠિત સમાજ સુધારક, શિક્ષણવિદ, સ્વ. રત્નસિંહજી મહિડાએ વર્ષ-૧૯૫૭ બાદ સ્થાપેલી ૭૨ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ થકી આજે પણ આદિવાસી સમાજમાં બાળમંદિરથી મહાવિદ્યાલય શિક્ષણ યજ્ઞ કાર્યરત

રાજપીપલાના જાણીતા કલાકાર સુશ્રી વિરાજકુમારી મહિડાએ તેમના દાદા અને પ્રતિષ્ઠિત સમાજ સુધારક, શિક્ષણવિદ, સ્વર્ગસ્થ શ્રી રત્નસિંહજી મહિડાના વારસાને યાદ કરવા માટે ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ની સ્થાપના કરી છે. આ એવોર્ડનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૨ એપ્રિલ-૨૦૨૫ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં રાજપીપળા ખાતે યોજાશે.

સ્વ.રત્નસિંહજી મહિડા પુરસ્કાર દર વર્ષે આદિવાસી સમુદાયોના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને એનાયત કરવામાં આવશે. જેમનું કાર્ય સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિડાએ જે મૂલ્યો રજૂ કર્યા હતા તેની સાથે સુસંગત હશે. પસંદગી પ્રક્રિયાનું નિરીક્ષણ સુશ્રી વિરાજકુમારી મહિડા, રાજપીપલાના અગ્રણી શ્રી માનવેન્દ્રસિંહ ગોહિલ અને અભિનેતા-ભૂતપૂર્વ સાંસદ ડૉ.નીતિશ ભારદ્વાજ સહિતની એક પ્રતિષ્ઠિત પેનલ દ્વારા કરવામાં આવશે. આ પ્રતિષ્ઠિત સન્માન સ્થાનિક સમુદાયોના લોકો દ્વારા સમાજ પ્રત્યેના તેમના સમર્પણ અને યોગદાનની ઉજવણી કરતી અસાધારણ સિદ્ધિઓને માન્યતા આપે છે.

વર્ષ- ૧૯૫૭ થી શ્રી રત્નસિંહજી મહિડાનું શિક્ષણ દ્વારા આદિવાસી સશક્તિકરણનું વિઝન શરૂ થયું હતું. તેઓશ્રીએ રાજપીપળાના રાજવી પરિવારના સમર્થનથી શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળની સ્થાપના કરી હતી. આ સાથે જ તેમણે આશ્રમશાળાઓ, બાલવાડી સંસ્કાર કેન્દ્રો, કુમાર-કન્યા છાત્રાલયો, શાળાઓ અને કોલેજો સહિત કુલ ૭૨ જેટલી સંસ્થાઓની સ્થાપના કરી હતી. જેમાં વંચિત ગરીબ આદિવાસી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને સહાય પૂરી પાડવામાં આવી હતી. તેઓની નિઃસ્વાર્થ નિરંતર સેવાથી અગાઉ મુખ્ય પ્રવાહથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા અસંખ્ય ગરીબ લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું અને પ્રદેશ- વિસ્તારમાં આદિવાસી સશક્તિકરણનો મજબૂત પાયો નંખાયો હતો. જે આજે વટવૃક્ષ બન્યો છે.

રત્નસિંહજી મહિડા પુરસ્કાર અંગે વાત કરતા સુશ્રી વિરાજકુમારી મહિડાએ કહ્યું,“શિક્ષણમાં મારા દાદાનો દ્રઢ વિશ્વાસ લોકોમાં પરિવર્તન અને સામાજિક કલ્યાણના માધ્યમ તરીકે નિરંતર પ્રદર્શિત થયો હતો. તેઓ ગુજરાતના આદિવાસી સમુદાયો માટે વર્ષો પહેલાં એક આશાનું કિરણ હતા, અને આદિવાસી સમાજને મુખ્યધારામાં લાવવા ખૂબ કાળજી રાખતા હતા. ‘રત્નસિંહજી મહિડા એવોર્ડ’ની સ્થાપના કરીને, હું આશા રાખું છું કે તેમની સેવા અને સમર્પણ શ્રેષ્ઠતાની ભાવનાને મૂર્તિમંત કરનારાઓનું ઉચિત સન્માન કરીને તેમનું મિશન-વિઝન કાયમી ચાલુ રાખીશું.”

આ સમાચાર પણ વાંચો : Gujarat Gram Panchayat : ગુજરાતની ગ્રામપંચાયતોનો સમગ્ર દેશમાં ડંકો, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI)માં ગુજરાત ટોચ પર

આ પુરસ્કાર આદિવાસી સમુદાયોમાં પરિવર્તન લાવનારા અસાધારણ આદિવાસી લોકોની સિદ્ધિઓની ઉજવણી થકી દાદાના સન્માનને પ્રસ્તુત કરે છે. તેનો મુખ્ય હેતુ વિવિધ ક્ષેત્રોમાં આદિવાસી સિદ્ધિઓ પર પ્રકાશ પાડવાનો, આદિવાસી સમુદાયોમાં યુવા પેઢીઓને રોલ મોડેલ તરીકે રજૂ કરીને પ્રેરણા આપવાનો અને વૈશ્વિક મંચ પર આદિવાસી સશક્તિકરણ અને કલ્યાણને પ્રોત્સાહન આપવામાં ગુજરાતની સેવાકીય સ્થિતિને વધુ મજબૂત કરવાનો છે.

રાજપીપળાના અગ્રણી શ્રી માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “રાજપીપળાનો રાજવી પરિવાર હંમેશા સામાજિક સુધારણા અને લોકોના ઉત્થાન માટે ખડેપગે-તત્પર રહ્યો છે. શ્રી રત્નસિંહજી મહિડાના અથાક પ્રયાસો મારા પૂર્વજો માટે પણ એક પ્રેરણારૂપ હતા. મને ખરેખર આજે ગર્વ છે કે, હું આ પહેલનો ભાગ બન્યો છું. જેને હું દિલથી સમર્થન આપું છું. આ પ્રયાસો થકી આપણા આદિવાસી સમુદાયોના અજ્ઞાત ભેખધારી નાયકોને ઓળખવાની ઉજળી તક મળી રહેશે તેવો મને પુરો વિશ્વાસ છે.”

રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના ગ્રાઉડ ખાતે યોજાનારા આ કાર્યક્રમના આયોજન અમલવારી અંગે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીના અધ્યક્ષસ્થાને તા.૪/૦૪/ ૨૦૨૫ને શુક્રવારના રોજ બેઠક મળી હતી. જેમાં જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓને માન.મુખ્યમંત્રીશ્રીની નર્મદા જિલ્લાની મુલાકાત સંદર્ભે વિવિધ સમિતિઓ બનાવી કામગીરીની વહેંચણી પણ કરવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Navkar Mahamantra Gujarat CM unveils special philatelic postal cover on World Navkar Mahamantra Day
રાજ્ય

Navkar Mahamantra : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કર્યું

by kalpana Verat April 10, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Navkar Mahamantra : 9 એપ્રિલ, 2025 ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત “વિશ્વ નવકાર મહામંત્ર દિવસ” નિમિત્તે, ભારતીય ડાક વિભાગ દ્વારા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) વતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે મુખ્યમંત્રીને વિશેષ આવરણની પ્રથમ નકલ ભેટ આપી. આ વિશેષ આવરણ પર ‘ભગવાન પાર્શ્વનાથના 2800મા નિર્વાણ કલ્યાણક’ વિષય પર બહાર પડેલ ડાક ટિકિટ ચોંટાડીને અનોખી રીતે વિરૂપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન જૈન સમુદાય દ્વારા વિશ્વ શાંતિ અને અહિંસાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું. આ દરમિયાન સવારે 8:01 થી 9:36 વાગ્યા સુધી 25 હજારથી વધુ લોકોએ સામૂહિક રીતે નવકાર મંત્રનો જાપ કર્યો.

Navkar Mahamantra Gujarat CM unveils special philatelic postal cover on World Navkar Mahamantra Day

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાંથી સમગ્ર ભારતને વર્ચ્યુઅલી સંબોધિત કર્યું. પ્રધાનમંત્રી શ્રી મોદીએ નવકાર મંત્રનો પોતાનો ઊંડો આધ્યાત્મિક અનુભવ શેર કર્યો અને મનમાં શાંતિ અને સ્થિરતા લાવવાની તેની ક્ષમતા વિશે ચર્ચા કરી. તેમણે કહ્યું, “નવકાર મહામંત્ર માત્ર એક મંત્ર નથી. આ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે. આપણા જીવનનો મૂળ સ્વર અને તેનું મહત્વ ફક્ત આધ્યાત્મિક નથી. “આ સ્વયં થી લઈને સમાજ સુધી સૌને માર્ગ દર્શાવે છે, તે જન થી જગ સુધીની યાત્રા છે. આ મંત્રનો દરેક શબ્દ જ નહીં, પરંતુ દરેક અક્ષર પોતે જ એક મંત્ર છે.” પ્રધાનમંત્રીએ સામૂહિક નવકાર મંત્રના જાપ પછી સૌને નવ સંકલ્પ લેવાની અપીલ પણ કરી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.

Navkar Mahamantra Gujarat CM unveils special philatelic postal cover on World Navkar Mahamantra Day

 

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ આવરણને એક વિશિષ્ટ પ્રતીક રૂપે તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં નવકાર મંત્ર “નમો અરીહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એશો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિમ, પઢમં હવઈ મંગલમ” દર્શાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, યુવા પેઢી એક પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક પ્રતીક તરીકે પ્રકાશિત થયેલા આ વિશેષ આવરણ દ્વારા તેમની સંસ્કૃતિ અને વારસાથી વાકેફ થઈ શકશે. આ વિશેષ આવરણ ફિલેટલીનો એક અદ્ભુત હિસ્સો બની ડાક ટિકિટ સાથે દેશ-વિદેશમાં પણ પહોંચશે, જ્યાં નવકાર મહામંત્રની ગાથાને લોકો સુધી ફેલાવશે અને તેનું દેશ-વિદેશમાં વ્યાપક પ્રચાર-પ્રસાર શક્ય બનાવશે.

આ સમાચાર પણ વાંચો : Madhavpur Mela 2025 : એક ભારત, શ્રેષ્ઠ ભારત… માધવપુર ઘેડના મેળામાં ગુજરાતના અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલશ્રી સહભાગી બન્યાં

આ પ્રસંગે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મહેતા, JITO – અમદાવાદ યુનિટના પ્રમુખ શ્રી ઋષભ પટેલ, JITO ના ચીફ સેક્રેટરી શ્રી મનીષ શાહ, કન્વીનર શ્રી આસિત શાહ, વાઇસ ચેરમેન શ્રી વૈભવ શાહ, શ્રી પ્રકાશભાઈ સંઘવી, શ્રી ગણપતરાજ ચૌધરી, અમદાવાદ જીપીઓના ડેપ્યુટી ચીફ પોસ્ટ માસ્તર શ્રી અલ્પેશ શાહ તેમજ જૈન સમાજના વિવિધ પંથો જેમ કે શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી, સ્થાણકવાસી વગેરેના સાધુ-સાધ્વી, આચાર્ય અને ગચ્છાધિપતિઓએ આ ભવ્ય આયોજનમાં હાજરી આપી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat CM Big Decision :Gujarat CM grants in-principle approval for works worth Rs 1202.75 crore for holistic development of cities
રાજ્ય

Gujarat Stamp Duty Act : ગુજરાત માં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

by kalpana Verat April 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai  

Gujarat Stamp Duty Act :

  • પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ
  • વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂા.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.
  • રૂ.૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦/- ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
  • વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
  • સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો રાજ્યમાં તા. ૧૦મી એપ્રિલ, ૨૦૨૫થી અમલ થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે.

સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં ૧૦મી એપ્રિલ, ૨૦૨૫, ગુરુવારથી અમલી થશે.

રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે –

* વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂ.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.
* રૂ.૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
* રૂ.૧૦ કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.૮,૦૦,૦૦૦/-ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.૧૫,૦૦,૦૦૦/- કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.૭૫,૦૦,૦૦૦/- સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
* વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
* ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad : રબારી સમાજની વર્ષો જૂની માંગણીને હકારાત્મક વાચા આપતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

* તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીવની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક ૩ ટકાના દરે પરંતુ મહત્તમ ૬ ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

* એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના ૧%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.૫૦૦/- અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.૧૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે.
* ગીરોખતના કિસ્સામાં જો બેંકો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરાવવામાં નહિ આવે, તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઇ કરવાની જવાબદારી બેંકો/નાણાંકીય સંસ્થાઓની રહેશે.
* ઉપરાંત, અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઇ પણ આ એક્ટમાં કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે.
આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે.

વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Narmada Uttarvahini Panchkoshi Parikrama CM Bhupendra Patel will inspect the Narmada Uttarvahini Panchkoshi Parikrama system at Rampura Ghat in Narmada district.
રાજ્ય

Narmada Uttarvahini Panchkoshi Parikrama :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે

by kalpana Verat April 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Narmada  : મુખ્યમંત્રીશ્રી નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કરશે
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર, તા. ૮મી એપ્રિલે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. તેમજ માં નર્મદાની પૂજા અર્ચના કરી શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી પરિક્રમાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. પરિક્રમાર્થીઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું મુખ્યમંત્રીશ્રી નિરીક્ષણ કરશે.

આ સમાચાર પણ વાંચો :  Gold Rate Today:સોનું ખરીદવું હોય તો સારો સમય, સોનાના ભાવમાં ઘટાડો થયો, ચાંદી પણ નરમ પડી, જાણો લેટેસ્ટ ભાવ…

અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓની સુગમતા અને સરળતા માટે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને કવિધ હંગામી સુવિધાઓ પરિક્રમામાં ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવ્યા છે. જ્યાં બોટ જેટી, ડોમ, પંખા, લાઈટ, બેરીકેટિંગ, ચેન્જિંગ રૂમ, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, પાણી વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chief Minister Shri Bhupendra Patel inaugurated "Nyay Abhyudaya - The Techno Legal Fest 2025" at NFSU
Main Postગાંધીનગર

Nyay Abhyudaya – The Techno Legal Fest 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “ન્યાય અભ્યુદય – ધ ટેક્નો લિગલ ફેસ્ટ ૨૦૨૫”નો NFSU ખાતે પ્રારંભ કરાવ્યો

by Zalak Parikh March 29, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Nyay Abhyudaya – The Techno Legal Fest 2025: મુખ્યમંત્રીશ્રીએ આ ત્રિદિવસીય ફેસ્ટમાં સહભાગી થયેલા યુવા છાત્રોને પ્રેરણા આપતાં કહ્યું કે, આ ટેકનો-લીગલ ફેસ્ટ-૨૦૨૫ માત્ર સ્પર્ધા નહિ પરંતુ ન્યાયની ભાવના સશક્ત બનાવનારું આયોજન છે. યુવાઓના ક્ષમતા નિર્માણ, અનુભવાત્મક શિક્ષણ અને કૌશલ્ય વિકાસની પ્રતિબદ્ધતા દર્શાવતા આવા આયોજન માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, આવા આયોજનોથી યુવા છાત્રોને નવું શીખવાનો તથા પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાનું પ્લેટફોર્મ મળશે. એટલું જ નહીં, ડેટા ગોપનીયતા, સાયબર સુરક્ષા, એ.આઈ. નૈતિકતા જેવા સામાન્ય રીતે ટેકનિકલ લાગતા પરંતુ હવે આપણી રોજબરોજની જીવનશૈલી સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં પણ કાયદા કાનૂનના વિનિયોગનું જ્ઞાન આપશે તેમ તેમણે જણાવ્યું હતું. 

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહી વાત 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયબર ખતરા, ડિજિટલ અધિકાર, કૃત્રિમ બદ્ધિમતા અને સીમાપારની ઘૂસણખોરી જેવા પડકારો સામે કાનૂની જ્ઞાન સાથેના કવચથી કામ પાર પાડવા આ ફેસ્ટના માધ્યમથી ગુજરાતમાં એન.એફ.એસ.યુ.એ કરેલી પહેલની સરાહના કરી હતી. તેમણે વિકસિત ભારત @ ૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવામાં યુવાશક્તિને સંવાહક બનીને ‘કેચ ધ રેઈન’, ‘એક પેડ માં કે નામ’, ‘સ્વચ્છ ભારત મિશન’ જેવા સામાજિક ચેતના અભિયાનોમાં સક્રિય થવા આહવાન પણ કર્યું હતું. આ ત્રિદિવસીય ટેક્નો લિગલ ફેસ્ટમાં સમગ્ર દેશમાંથી કુલ ૬૧ ટીમોના ૨૦૦ વિધાર્થીઓ ભાગ લેશે, જેમાંથી શ્રેષ્ઠ ટીમ, રનર-અપ, શ્રેષ્ઠ મૂટર, શ્રેષ્ઠ મેમોરિયલ અને શ્રેષ્ઠ સંશોધક માટેના પુરસ્કારો સહિત રૂ. ૧ લાખના ઇનામ આપવામાં આવશે.

આ સમાચાર પર વાંચો: Western Railway : હાશકારો… પશ્ચિમ રેલવે આ સુપરફાસ્ટ એક્સપ્રેસ હવે પ્રતિદિન ચલાવશે..

આ પ્રસંગે NFSU દિલ્હી કેમ્પસના ડાયરેક્ટર ડૉ. પૂર્વી પોખરિયાલે જણાવ્યું કે આજના ટેક્નો-કાનૂની યુગમાં કાયદા શાખાએ કાયદાના જ્ઞાન ઉપરાંત વિદ્યાર્થીઓને ભાવિ ડિજિટલ મુશ્કેલીઓનો સામનો કરવા માટે સુસજ્જ રહેતા શીખવવાનું છે. આ ‘ન્યાય અભ્યુદય’ કાર્યક્રમનો હેતુ ફોરેન્સિક વિજ્ઞાન અને કાયદાથી સજ્જ વકીલોની નવી પેઢી તૈયાર કરવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત તૃતીય એનએફએસયુ નેશનલ ટેક્નોલોજિકલ મૂટ કોર્ટ કોમ્પિટિશનનું તેમજ પ્રથમ નેશનલ ટ્રાયલ એડવોકસી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને કેસ વિશ્લેષણ, સાક્ષીઓની તપાસ અને કોર્ટરૂમ વ્યૂહરચના સહિત વ્યવહારુ ટ્રાયલ-પ્રક્રિયાનો અનુભવ પ્રદાન કરવામાં આવશે.એન.એફ.એસ.યુ.ના વાઇસ ચાન્સેલર શ્રી જે. એમ. વ્યાસ સહિત યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, છાત્રો અને સ્પર્ધકો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

 

March 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક