• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - garbage
Tag:

garbage

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years
સુરત

World Environment Day :દેશનું પ્લાસ્ટિક રિસાઇક્લિંગ મોડેલ એટલે સુરત, આઠ વર્ષમાં મહાનગરપાલિકાએ અંદાજિત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરીને પુન:ઉપયોગ કર્યો

by kalpana Verat June 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Environment Day :

  • દિન વિશેષ: ‘૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ’
  • જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતને અનુસરતું સુરત શહેર સમગ્ર દેશમાં પ્રથમ
  • 5R એટલે રિફ્યુઝ, રિડ્યુસ, રિપેર, રિસાયકલ અને રિયુઝ
  • સુરતના ૨૯ સ્થળોએ અંદાજિત ૨૨૫થી વધુ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ૩૮ કિલોમીટરના રોડ બનાવાયા
  • સામાન્ય રીતે પ્લાસ્ટિકના વિઘટન માટે ૪૦૦થી ૧૦૦૦ વર્ષ જેટલો સમય લાગે છે
  • પ્લાસ્ટિકમુક્ત રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણની નેમ સાથે પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત્ત થઈએ

‘દરેક માણસ પ્રકૃતિને માતા સમાન માનતો હોય, દરેક ઘર આગળ એક વૃક્ષ હોય, દરેક બાળક કાપડની થેલીમાં ઈકોફ્રેન્ડલી લંચબોક્સ અને પાણીની બોટલ રાખતો હોય, હવા શુદ્ધ હોય, પ્રાણી-પક્ષીઓ, જંગલો, નદીઓ, પહાડો પ્રકૃતિના આનંદથી મહેંકતા હોય’ આવી કલ્પના ત્યારે જ વાસ્તવિકતા બને જ્યારે પર્યાવરણનું રક્ષણ આપણો સ્વભાવ, જીવનધારા, સંસ્કૃતિ અને ઉત્સવ બને. લોકો જાહેરમાં કચરો ન નાખે, પણ રિસાયકલ પોઇન્ટ પર મૂકે. પ્લાસ્ટિકની જગ્યાએ માટીના વાસણ, કાપડની થેલી અને ઈકોફ્રેન્ડલી ચીજોનો ઉપયોગ વધે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણી ‘વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણનો અંત’ની થીમ હેઠળ કરવામાં આવી રહી છે. વિશ્વ આજે પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના નિયંત્રણની તાતી જરૂરિયાત અનુભવી રહ્યો છે. પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી સુરત શહેર પ્લાસ્ટિકમુક્ત શહેર બની રહ્યું છે. જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતને અનુસરતું સુરત સમગ્ર દેશમાં પ્રથમ શહેર છે. 5R એટલે રિફ્યુઝ, રિડ્યુસ, રિપેર, રિસાયકલ અને રિયુઝના સિધ્ધાંતને અનુસરી શહેરે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગતિને વધુ તેજ કરી છે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

પ્લાસ્ટિક એ ઘરની ચીજવસ્તુઓથી લઈને ઔદ્યોગિક ઉત્પાદનોમાં વપરાય છે. પ્લાસ્ટિકને કચરામાં ફેંકવામાં આવે ત્યારે તેના વિઘટનમાં ૪૦૦થી ૧૦૦૦ વર્ષ જેટલો સમય લાગે છે. જીવસૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના નિકાલ માટે રિસાયકલિંગ એક અનિવાર્ય ઉપાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત ૨૨૫થી વધુ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાઈકલિંગ અને રિયુઝ કરી અડાજણ, પીપલોદ, વરાછા, ઉધના, કતારગામ સહિતની ૨૯ સ્થળોએ કુલ ૩૮ કિલોમીટરના રોડ બનાવાયા છે. છેલ્લા આઠ વર્ષમાં સુરત મનપાએ અંદાજિત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને રોડ બનાવવામાં ઉપયોગ કર્યો છે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

સુરત મનપાના ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર રાકેશ મોદીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ને અનુસરીને પ્લાસ્ટિકનું રિસાયકલ અને પુન: ઉપયોગ કરી રહી છે. જેમાં મનપા PPP ધોરણે જૂલાઈ ૨૦૧૭થી પ્લાસ્ટિક પ્રોસેસ કરવાની કામગીરી કરી રહી છે. મનપા સંચાલિત કુલ આઠ રિફ્યુસ ટ્રાન્સફર સ્ટેશનથી દરરોજ ૨૦૦ ટન પ્લાસ્ટિક છૂટું પાડીને રિસાયકલ કરે છે. પ્લાસ્ટિકની થેલીઓના સંગ્રહ માટે EPR હેઠળ સુરત સુમુલ ડેરી સાથે કરાર કરીને દરરોજની અંદાજિત દોઢ લાખ દૂધની થેલીઓ એકત્ર કરી પ્રોસેસ કરાય છે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

વધુમાં શ્રી મોદીએ કહ્યું કે, પ્લાસ્ટિક નોન ડીગ્રેડેબલ મટીરિયલ હોવાથી હજ્જારો વર્ષ સુધી જેનો નાશ કરી શકાતો નથી, જેનાથી પર્યાવરણ, વાયુ, જળ અને જમીન ખૂબ જ પ્રદૂષિત થાય છે. ભટાર ખાતે પ્લાસ્ટિકના કચરામાંથી દરરોજ ૨૦૦ ટન પ્લાસ્ટિક પ્રોસેસ કરીને પેલેટ્સ (પ્લાસ્ટિકના દાણા) બનાવવામાં આવે છે. જેનો બેન્ચ, ટાઈલ્સ, બ્રિક્સ, ખુરશી તેમજ પ્લાસ્ટિકના રોડ બનાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

વધુમાં તેમણે કહ્યું કે, પ્લાસ્ટિક નોન ડીગ્રેડેબલ હોવાથી હજ્જારો વર્ષ સુધી નષ્ટ થતું નથી, એટલે પ્લાસ્ટિકના રોડ બનાવી પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવાના પ્રયાસો કરીએ છીએ. નાગરિકો દ્વારા પ્લાસ્ટિકના કચરાને સળગાવવાથી કેમિકલ્સયુક્ત ધુમાડો ઉત્પન્ન થાય છે. જેનાથી વાયુ- જમીન-જળ પ્રદૂષણ ફેલાય છે. આમ, ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ‘પ્લાસ્ટિકમુક્ત અભિયાન’માં સહભાગી થઈ સુરત અને ગુજરાતને પ્લાસ્ટિકમુક્ત બનાવવા સહભાગી થઈએ.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

આ સમાચાર પણ વાંચો : Western Railway : અમદાવાદ મંડળે એપ્રિલ અને મે 2025 માં વિવિધ ટિકિટ ચેકિંગ અભિયાનો થી પ્રાપ્ત કર્યો રૂ. 6.34 કરોડનો દંડ

World Environment Day : પ્લાસ્ટિક રિસાયકલ શું છે?

પ્લાસ્ટિક રિસાયકલ એ એવી પ્રક્રિયા છે જેમાં વપરાયેલા અથવા ફેંકી દીધેલા પ્લાસ્ટિકને ફરીથી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવામાં આવે છે. રિસાયકલ કરેલા પ્લાસ્ટિકનો ઉપયોગ નવા ઉત્પાદનો બનાવવા માટે થાય છે, જેમ કે, પ્લાસ્ટિક બોટલ, પાઈપ, ફર્નિચર, રોડ.

World Environment Day : 5R સિદ્ધાંત પર આધારિત વ્યવસ્થાપન

સુરત શહેરે વેસ્ટ મેનેજમેન્ટ માટે વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલ 5R સિદ્ધાંત – Refuse (નકારવું), Reduce (ઘટાડવું), Reuse (ફરી વાપરવું), Repair (રિપેર) અને Recycle (પુનઃપ્રક્રિયા કરવી)ને અમલમાં મૂક્યો છે. આ સિદ્ધાંત પ્રમાણે શહેરમાં માત્ર પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવામાં આવ્યો નથી, પણ જે પ્લાસ્ટિક ઉપયોગમાં લેવાય છે, તેનું યોગ્ય રિસાયક્લિંગ કરી ફરી ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

 

World Environment Day : પ્લાસ્ટિક કેમ નાશ પામતું નથી?

પ્લાસ્ટિક માનવ નિર્મિત પદાર્થ છે, જે પેટ્રોલિયમ આધારિત રાસાયણિક પદાર્થોથી બનેલું હોય છે. તેમાં બહુ મજબૂત અણુબંધ (chemical bonds) હોય છે, જે કુદરતી રીતે સરળતાથી વિઘટિત થતા નથી. સામાન્ય રીતે પ્લાસ્ટિકના વિઘટન માટે ૪૦૦ થી ૧૦૦૦ વર્ષ જેટલો સમય લાગી શકે છે.

World Environment Day Surat municipal corporation has recycled and reused an estimated six lakh metric tons of plastic In last eight years

(ખાસ લેખ: મહેશ કથીરિયા)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Environment Day Plastic Collection Drive Marks World Environment Day in Gujarat
રાજ્ય

World Environment Day : ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ ગુજરાતની વિશેષ પહેલ, ૫.૭૦ લાખ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો

by kalpana Verat May 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 World Environment Day :  

રાજ્યભરમાં તા. ૨૨ મે-૨૦૨૫થી શરૂ કરાયેલા અભિયાન હેઠળ
 
 અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં ૬૬ હજારથી વધુ નાગરિકો ૧૩૦૦ થી વધુ કાર્યક્રમોમાં સહભાગી થયા
 “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે તા. ૨૨ થી ૫ જૂન ૨૦૨૫ સુધી અભિયાન યોજાશે
 અભિયાનને સફળ બનાવવા વન વિભાગ, GPCB, GEMI સહિત વિવિધ સંસ્થાઓ સહભાગી
 
“વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ ગુજરાતે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યભરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં તા. ૨૨ મે-૨૦૨૫થી શરૂ કરાયેલા અભિયાનમાં હેઠળ અત્યાર સુધીમાં કુલ ૫.૭૦ લાખ કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) દ્વારા “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ (WED) ૨૦૨૫ની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં તા. ૨૨મે થી ૫ જૂન ૨૦૨૫ સુધી કરવાનું નક્કી કરાયું છે જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ બે અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી પ્લાસ્ટિક પ્રદૂષણની અસર અંગે જનજાગૃતિ લાવવા અને સંતુલિત વિકલ્પોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં ૬૬,૧૫૦ થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રિકરણ, સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક જપ્ત કરી અને દંડ લાદવો, ઉદ્યોગોમાં વૃક્ષારોપણ, પ્રતિજ્ઞા સમારોહ અને પ્લાસ્ટિક સંગ્રહ, રેલીઓનું આયોજન, બજારોમાં ૭૦૦ થી વધુ કપાસની થેલીઓનું વિતરણ, વર્ગીકરણ પર સેમિનાર, ઘન કચરા વ્યવસ્થાપન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો વિષય પર સેમિનાર વગેરે જનજાગૃતિની પ્રવૃત્તિઓમાં સહભાગી થયા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCBના સંકલનમાં રહીને ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન-GEMI સહિત રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો તથા જિલ્લા પ્રાદેશિક કચેરીઓએ તેમના સ્તરે પ્લાસ્ટિક કચરા સંગ્રહ અભિયાનનુ આયોજન હાથ ધર્યુ છે. તમામ નગર પાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોએ પોતપોતાના સ્તરે પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાનમાં ભાગ લીધો છે જેના પરિણામે અત્યાર સુધીમાં સામૂહિક રીતે ૫.૭૦ લાખ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં સફળતા મળી છે.

વન અને પર્યાવરણ વિભાગ, આબોહવા પરિવર્તન વિભાગ, ઉદ્યોગો અને ખાણ વિભાગ, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સહિતના વિભાગો આ પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અસરકારક સંકલન અને દેખરેખ સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા મેરી લાઇફ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર અભિયાનના ભાગ રૂપે દેશભરમાં હાથ ધરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનુ રિપોર્ટિંગ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  ITR Filing 2025: કરદાતાઓને મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR; લંબાવાઈ ડેડલાઈન..

 World Environment Day : GEMI દ્વારા હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ :

નદી સફાઈ ઝુંબેશ

મહિસાગર નદીના ગલતેશ્વર પટ ખાતે તા.૨૨ થી ૨૩ મે દરમિયાન ૫૫ સ્વયંસેવકોની ટીમે નદીના પટની સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ૩૮૦ કિલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં સરપંચ, તલાટી અને પ્રવાસન વિભાગનો સહયોગ મળ્યો હતો.

નુક્કડ નાટક દ્વારા જાગૃતિ

ગેમી દ્વારા તા.૨૩ થી ૨૬-મે-૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નુક્કડ નાટકોનું મોડાસા, હિંમતનગરના કટવડ, વાઘેલાવાસ અને વિરપુર ગામોમાં તેમજ ભચાઉ તાલુકામાં ભચાઉ બસ સ્ટેન્ડ, વોંઢ ગામ અને સામખિયાળી ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૭૦૦ નાગરિકો સહભાગી થયા હતા. આ નાટકો દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક-મુક્ત જીવનશૈલી અને કચરા વ્યવસ્થાપનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ ઝુંબેશ

ગાંધીનગરના વૈદહી-૩ સોસાયટી અને વાવોલ ખાતે ૧૨૦ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને ૮૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો હતો. ગેમી દ્વારા આ પર્યાવરણ પ્રેમી નાગરિકોને પ્રોત્સાહન રૂપે કુંડા સાથે છોડ, સેન્દ્રીય ખાતર તેમજ કાપડની થેલીઓ ભેટ આપવામાં આવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Waterlogged Just one spell of heavy rain water logs Sakinaka road, exposes poor drainage system
મુંબઈ

Mumbai Waterlogged :  પહેલા જ વરસાદમાં સાકીનાકામાં ભરાયું પાણી, ગટરનો કચરો આવી ગયો રસ્તા પર; જુઓ વિડીયો

by kalpana Verat May 21, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Mumbai Waterlogged :વાર્ષિક ચોમાસા પહેલાની સફાઈ છતાં, મુંબઈમાં પાણી ભરાવાની સમસ્યા વારંવાર બનતી રહે છે, જે શહેરના માળખાગત સુવિધાઓની અસરકારકતા અને નાગરિક અધિકારીઓની જવાબદારી પર પ્રશ્નો ઉભા કરે છે. સત્તાવાર ચોમાસાની ઋતુ હજુ શરૂ થઈ નથી, ત્યારે પહેલા જ વરસાદમાં મુંબઈના હાલ બેહાલ થઇ ગયા છે.. 

pic.twitter.com/ZHEVkIKgpZ we watched rain water logging flow in Bengaluru . but here in Mumbai we are 🤯watching DRAINAGE Water logging flow along with garbage was not disposable in the roads and the streets #MumbiaRains #BengaluruRains #Waterlogging

— Agira Nitesh தமிழன் (@NiteshThoughts) May 21, 2025

 Mumbai Waterlogged :સાકીનાકા માં ગટર છલકાયું 

મુંબઈના સાકી નાકા વિસ્તારમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા.. અહીં લગભગ અડધા કલાક સુધીમાં લગભગ નવ ઇંચ પાણી ભરાઈ ગયું હતું. બીએમસી અધિકારીઓના જણાવ્યાનુસાર ચોમાસા પહેલાની નાળા સફાઈ મહિનાઓ પહેલા શરૂ થઈ ગઈ હતી, પરંતુ રહેવાસીઓ દ્વારા ગેરકાયદેસર કચરો ફેંકવાથી વરસાદી પાણી ગટરોમાં ભરાઈ રહ્યું છે, જેના કારણે તેમના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મંગળવારે સાંજે વીજળીના કડાકા સાથે મુંબઈમાં વરસાદ, આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો; જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો… 

 Mumbai Waterlogged :ભારે વરસાદને કારણે શહેર ઠપ્પ થઈ ગયું

મંગળવારે સાંજે મુંબઈ અને તેના પડોશી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે  ફરી એકવાર પાલિકાની પોલ ખુલી ગઈ.  ભારે વરસાદને કારણે શહેર ઠપ્પ થઈ ગયું કારણ કે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હોવાથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સાકીનાકા, અંધેરી પૂર્વ, મીરા રોડ, બાંદ્રા, કાંદિવલી, બોરીવલી, વિલે પાર્લે, સાંતાક્રુઝ, જોગેશ્વરી, ગોરેગાંવ અને મલાડનો સમાવેશ થાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Saif Ali Khan stabbing Maharashtra minister Nitesh Rane casts doubt on Saif Ali Khan stabbing, calls actor 'garbage' ‘Was he acting’
રાજ્ય

 Saif Ali Khan stabbing :નિતેશ રાણેએ સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે સવાલો ઉઠાવ્યા, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આપ્યો આ જવાબ… 

by kalpana Verat January 23, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Saif Ali Khan stabbing :મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણેએ સૈફ અલી ખાન પર થયેલા હુમલાની મજાક ઉડાવી છે. તેમણે કહ્યું છે કે શું સૈફ અલી ખાનને ખરેખર છરી વાગી હતી કે તે ફક્ત અભિનય કરી રહ્યો હતો. તમને આટલી જલ્દી હોસ્પિટલમાંથી કેવી રીતે રજા મળી? મને આમાં શંકા છે. ટુન ટુન કેવી રીતે નાચતો ઘરે જઈ રહ્યો હતો. રાણેએ વધુમાં કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો મુંબઈમાં શું કરી રહ્યા છે. તેમની હિંમત જુઓ. સૈફ અલી ખાનના ઘરમાં પ્રવેશ કર્યો. પહેલા તેઓ શેરીઓમાં રહેતા હતા, હવે તેઓ લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે. કદાચ તે સૈફને લેવા આવ્યો હશે. કચરો દૂર થવો જોઈએ તે સારું છે.

Saif Ali Khan stabbing :કોઈ હિન્દુ કલાકારની ચિંતા કરતું નથી

નિતેશ રાણેએ વધુમાં કહ્યું કે જ્યારે પણ શાહરૂખ ખાન કે સૈફ અલી ખાન જેવા કોઈ ખાનને દુઃખ થાય છે, ત્યારે બધા તેના વિશે વાત કરવાનું શરૂ કરે છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂત જેવા હિન્દુ અભિનેતા પર પ્રતાડન થઈ રહ્યું હતું, ત્યારે કોઈ કંઈ કહેવા માટે આગળ આવ્યું નહીં. મુમ્બ્રાના જીતુદ્દીન (જિતેન્દ્ર આવ્હાડ) અને બારામતીના તાઈ (સુપ્રિયા સુલે) કંઈ કહેવા માટે આગળ આવ્યા નહીં. તેમને ફક્ત શાહરૂખ ખાનના પુત્ર, સૈફ અલી ખાન અને નવાબ મલિકની ચિંતા છે. શું તમે ક્યારેય તેમને કોઈ હિન્દુ કલાકારની ચિંતા કરતા જોયા છે?

 Saif Ali Khan stabbing : મંત્રી નિતેશ રાણેના નિવેદન પર અજિત પવારે શું કહ્યું?

મંત્રી નિતેશ રાણેના નિવેદન પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું મને ખબર નથી કે તેમણે (રાણે) શું કહ્યું, પણ તેમના મનમાં જે કંઈ છે, તે ગૃહ વિભાગને કહી શકે છે. હાલમાં સત્ય એ છે કે તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે માણસ બાંગ્લાદેશથી આવ્યો હતો. મુંબઈ પ્રત્યે દરેકને એક આકર્ષણ હોય છે. આપણા પડોશી દેશોના લોકો પણ મુંબઈ તરફ આકર્ષાય છે. મુંબઈ જોયા પછી આ વ્યક્તિને ફરીથી બાંગ્લાદેશ જવું પડ્યું. તેને પૈસાની જરૂર હતી.

આ સમાચાર પણ વાંચો :  Saif Ali Khan stabbed : સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસે બાંદ્રા તળાવમાં દોઢ કલાક કરી શોધખોળ, પોલીસના હાથ લાગ્યા આ મોટા પુરાવા..

Saif Ali Khan stabbing :આરોપીએ એક કરોડ રૂપિયા માંગ્યા

આરોપીને 50 હજાર રૂપિયાની જરૂર હતી પણ માંગતી વખતે તેણે એક કરોડ રૂપિયા માંગ્યા. પોલીસે આ બધી બાબતો મીડિયા સમક્ષ મૂકી છે. અત્યાર સુધી જે પણ તપાસ કરવામાં આવી છે, તેમાં આવી કોઈ કડી મળી નથી. કદાચ ગઈકાલે જ્યારે સૈફ અલી ખાન તેના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે તેમની તબિયત અને કપડાં જોઈને એવું અનુમાન લગાવવું મુશ્કેલ હતું કે તેમના પર થોડા દિવસ પહેલા હુમલો થયો હતો. પણ જે બન્યું તે સાચું છે. પોલીસ સવારે આરોપીને તેના ઘરે પણ લઈ ગઈ અને તે ક્યાંથી પ્રવેશ્યો, ઉપર જવા માટે કઈ સીડીઓનો ઉપયોગ કર્યો અને તે ડક્ટમાં કેવી રીતે પ્રવેશ્યો તે જાણવા મળ્યું. ઘરમાં પ્રવેશતી વખતે, શું તેને ખબર હતી કે તે કોનું ઘર છે? તેણે કહ્યું કે તેને સૈફ અલી ખાનના ઘર વિશે કંઈ ખબર નથી. તે ફક્ત એટલું જ જાણતો હતો કે તે આખા વિસ્તારમાં શ્રીમંત લોકો રહે છે.

January 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai All the garbage spilled into the sea delivered back to humans. Scene at Prakash Pethe Marg at Cuffe Parade in Mumbai.
મુંબઈ

Mumbai :મુંબઈમાં માણસોએ ફેંકેલો કચરો સમુદ્રએ રિટર્ન કર્યો; જુઓ વિડીયો..

by kalpana Verat July 26, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Mumbai : મુંબઈના બીચ પર ભારે ભરતી પછી, ઉછળતા મોજાઓએ કિનારા પર એટલો કચરો જમા કર્યો કે BMC અને અન્ય વિભાગો માટે પડકાર વધી ગયો છે. આ એ જ કચરો છે જે લોકોએ દરિયામાં ફેંક્યો હતો, પરંતુ દરિયાએ ચેતવણી આપીને આ કચરો ભરતીના રૂપમાં ફરી કિનારે ફેંકી દીધો. સંભવતઃ આ સમુદ્રની માનવીઓને ચેતવણી છે કે જો તેઓ હજુ પણ તેમની આદતો નહીં બદલે તો એક દિવસ સમુદ્ર કિનારા પર નહીં પરંતુ તેમના ઘરની સામે માનવ કચરો એકઠો કરશે.

 Mumbai : આ વિડીયો જોઈને દરેકે પાઠ શીખવો જોઈએ

સફાઈના અસંખ્ય પ્રયાસો, જાગરૂકતા કાર્યક્રમો અને ગંદકી સામે જાહેર સલાહો છતાં, આ દ્રશ્ય આવતા લોકોની બેદરકારી દર્શાવે છે. અહીં આવતા લોકો વારંવાર પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ફેંકી દે છે કે તે એક જ વારમાં આ રીતે પાછો આવે છે. આ વાયરલ વીડિયોમાં આ ચોંકાવનારું દ્રશ્ય જોઈ શકાય છે, જેને જોઈને દરેકે પાઠ શીખવો જોઈએ..

Viral | All the garbage spilled into the sea delivered back to humans. Scene at Prakash Pethe Marg at Cuffe Parade in Mumbai. pic.twitter.com/slpA16M3B7

— MUMBAI NEWS (@Mumbaikhabar9) July 26, 2024

 Mumbai : વિડિઓ જુઓ:

અનેક જાગૃતિ કાર્યક્રમો અને અભિયાનો છતાં લોકો દરિયામાં કચરો ફેંકવાનું બંધ કરી રહ્યા નથી. જે લોકો આશ્ચર્ય કરે છે કે જો તેઓ માત્ર એક કપ અથવા સ્ટ્રો સમુદ્રમાં ફેંકી દે તો શું થશે? આ વીડિયો તેમના માટે થપ્પડ સમાન છે. આ વીડિયોએ નેટીઝન્સને ચોંકાવી દીધા છે. બીચની સલામતી અને સ્વચ્છતા અંગે ચિંતિત લોકોએ લખ્યું છે કે પ્લાસ્ટિક પ્રદૂષણ સામે કડક નિયમો બનાવવા જોઈએ અને ઘણા વપરાશકર્તાઓએ નિયમો તોડનારાઓ પર ભારે દંડની પણ માંગ કરી છે.

આ સમાચાર પણ વાંચો  : શું પેરિસમાં ટોક્યો નો રેકોર્ડ તૂટશે? ભારતને આ દિગ્ગજ ખેલાડીઓ પાસેથી ઓલિમ્પિક મેડલ ની આશ.. જાણો વિગતે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Denmark diplomat is pissed off with garbage in delhi India
દેશઆંતરરાષ્ટ્રીય

Denmark diplomat: કચરાથી પરેશાન છે ડેન્માર્કના ડિપ્લોમેટ. વિડિયો જાહેર કરીને ગુસ્સો ઠાલવ્યો

by Hiral Meria May 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Denmark diplomat: ક્યારેક જ એવું થતું હોય છે કે કોઈ અન્ય દેશના રાજદ્વારી સ્થાનિક સમસ્યાને લઈને સોશિયલ મીડિયા પર સામે આવે. પરંતુ દિલ્હી ( Delhi ) ખાતે એવું બન્યું છે. દિલ્હીના એમ્બેસેડર જેવો ડેનમાર્કને રીપ્રેઝન્ટ કરે છે તેમણે એક વિડિયો જાહેર કરીને એમ્બેસીની બહાર મોજુદ કચરાને ( Garbage ) દેખાડ્યો અને સરકારને રિક્વેસ્ટ કરી કે તેઓ આ કચરાને ખસેડે. જુઓ વિડિયો… 

🚨 A Danish diplomat rants that no action is being taken on cleanliness near the Denmark Embassy in New Delhi. (📹-@svane_freddy) pic.twitter.com/bc1GRbnxCW

— Indian Tech & Infra (@IndianTechGuide) May 8, 2024

Denmark diplomat: વિડીયો પોસ્ટ થયા પછી શું થયું. 

વિડિયો પોસ્ટ થઈ ગયા પછી સાર્વજનિક રીતે દિલ્હી મહાનગરપાલિકાની ( Delhi Municipal Corporation ) ફજેતી થઈ અને ત્યારબાદ સફાળી જાગેલી મહાનગરપાલિકાએ અહીં સફાઈ ( Clean up ) અભિયાન શરૂ કર્યું. જુઓ તેનો વિડીયો.

Danish Ambassador to India @svane_freddy thanks Swachata Karamcharis for cleaning areas around Danish Embassy in New Delhi.

pic.twitter.com/53kG6T69aa

— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 9, 2024

#WATCH | After Denmark ambassador Svane Freedy in a video posted on ‘X’ today raised concerns over garbage lying near the Denmark embassy in Delhi, NDMC cleaned up the area pic.twitter.com/OuRcEtzEu2

— ANI (@ANI) May 8, 2024

આ સમાચાર પણ વાંચો:  IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની રમત સમાપ્ત, પ્લેઓફમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની, માત્ર આ એક કારણથી ટીમ IPLમાંથી બહાર

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

May 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
To maintain cleanliness in the city of Mumbai, BMC will provide housing societies with two dustbins for free
મુંબઈ

Mumbai: મુંબઈ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે, BMC હાઉસિંગ સોસાયટીઓને આપશે મફતમાં બે કચરાપેટીઓ…જાણો તમારી સોસાયટી કઇ રીતે મેળવી શકે છે આ લાભ… જુઓ અહીં..

by Bipin Mewada January 10, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈમાં હાલ સ્વચ્છતા માટે બીએમસીએ ( BMC ) ઘણા પગલાઓ હાથ ધરી રહી છે. તેમજ સ્વચ્છતા અભિયાન ( Cleanliness campaign) અંતર્ગત પાલિકાના વહીવટીતંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાં લોકો દ્વારા ભીનો અને સૂકો કચરો ( garbage ) અલગ કરવામાં આવતો નથી. તેથી ડમ્પિંગ ગ્રાઉન્ડ ( Dumping ground ) પર કચરાના ઢગલા વધી રહ્યા છે. કચરાના આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, હવે બીએમસી મુંબઈની સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં ભીનો અને સૂકા કચરાપેટીઓ પૂરા પાડશે. પાલિકાના ડેપ્યુટી કમિશનર કચરાપેટીઓ ( Trash cans ) આપવા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જે સોસાયટીઓને કચરાપેટીની જરૂર હોય તેઓ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસનો સંપર્ક કરી શકે છે અથવા મહાનગરપાલિકાએ એક વોટ્સએપ નંબર જારી કર્યો છે, જેના પર સોસાયટીઓને અરજી કરવા વિનંતી કરવામાં આવી છે. અરજીના પૂર્ણ થયાના 10 દિવસમાં બે કચરાપેટીઓ આપવામાં આવશે. 

FREE FREE FREE

BMC to distribute Two Free of Cost 120 litre Garbage Bins for housing societies in Mumbai interested in WET & DRY segregation of garbage.

Interested societies to contact Local wards or Whatsapp on 7030079777.#Mumbai#SwachhMumbai#मुंबई pic.twitter.com/pnXVbsGyMe

— मुंबई Matters™ (@mumbaimatterz) January 10, 2024

નોંધનીય છે કે મુંબઈમાં દરરોજ 6 હજાર મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થાય છે. ભીનો અને સૂકો કચરો અલગ-અલગ રાખવા માટે, હવે પાલિકાએ સોસાયટીને 120 લિટરની બે કચરાપેટીઓ મફતમાં આપશે. પ્રાપ્ત માહિતી મુજબ, કચરાની સમસ્યાનો ઉકેલ લાવવાના ઉદ્દેશ્યથી બીએમસી સોસાયટીઓ અને સ્લમ વિસ્તારોમાં ભીનો અને સૂકા કચરો ( Wet & Dry Garbage ) રાખવા માટે બે અલગ-અલગ ડબ્બા આપવામાં આવશે.અત્યાર સુધી મહાનગરપાલિકા કોર્પોરેટરો દ્વારા કચરાપેટીઓ પૂરી પાડતી હતી. બે વર્ષથી પાલિકા પાસે કોઈ કોર્પોરેટર ન હોવાથી, હવે મહાનગરપાલિકા પોતે કચરાપેટીઓ આપશે. મહાનગરપાલિકાએ આ માટે 1 લાખ 20 હજાર કચરાપેટીની ખરીદી કરી છે. પાલિકાએ આ 1 લાખ 20 હજાર કચરાપેટી માટે 8 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Flying Car: જાપાનની આ ફલાઈંગ કાર પહોંચી વાઈબ્રન્ટ ગુજરાતમાં.. જાણો શું છે આ ફલાઈંગ કારની વિશેષતાઓ.. જુઓ વિડીયો…

મહાનગરપાલિકા અરજી કર્યાના દસ દિવસમાં બે કચરાપેટી ઉપલબ્ધ કરાવશે…

પ્રાપ્ત માહિતી મુજબ, પાલિકાએ આ અંગે એક વોટ્સએપ નંબર 7030079777 પણ જાહેર કર્યો છે. સોસાયટી અને સ્લમ વિસ્તારમાં રહેલા લોકોને આ નંબર પર કચરાપેટી માટે અરજી મોકલવા અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા અરજી કર્યાના દસ દિવસમાં બે કચરાપેટી ઉપલબ્ધ કરાવશે.

ઉલ્લેખનીય છે કે, જો લોકો બન્ને કચરા અલગ અલગ રાખશે, તો મહાનગરપાલિકાના કચરો ભરતા વાહનો પણ સૂકો અને ભીનો કચરો અલગ-અલગ ઉપાડશે. જો સોસાયટી સૂકો અને ભીનો કચરો અલગ નહીં કરે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

January 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Haridwar: After the Kanwad Yatra, 30 thousand metric tons of garbage piled up in Haridwar, policemen also started cleaning.
દેશMain PostTop Post

Haridwar: કાંવડ યાત્રા બાદ હરિદ્વારમાં 30 હજાર મેટ્રિક ટન કચરાનો ઢગલો, પોલીસકર્મીઓ પણ સફાઈમાં લાગ્યા..

by Akash Rajbhar July 17, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Haridwar: ગુરુ પૂર્ણિમા (Guru Purnima) એ શરૂ થયેલી કાંવડ યાત્રા (Kanwad Yatra) 15મી જુલાઈના રોજ પૂર્ણ થઈ છે. આ દરમિયાન ગંગાજળ લેવા માટે દેશભરમાંથી લગભગ 4 કરોડ 7 લાખ શ્રદ્ધાળુઓ હરિદ્વાર (Haridwar) પહોંચ્યા હતા. આ કાંવડીયાઓએ અહીંથી ગંગાનું પાણી લીધું છે. પરંતુ તેમના પરત ફર્યા બાદ હરિદ્વારના ઘાટો પર ગંદકીના ઢગલા જોવા મળે છે.

હરિદ્વારમાં ઘણી જગ્યાએ ફેલાયેલા કચરાને સાફ કરવાની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી છે. મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું હતું કે કચરાને સંપૂર્ણપણે સાફ કરવામાં હજુ બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે હરિદ્વારમાં 30,000 મેટ્રિક ટન કચરો સાફ કરવાનો છે. તેમાં પોલીથીન (Polythene) નો મોટો જથ્થો છે.

કચરો એકઠો કરવામાં હજુ 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે.

કાંવડ યાત્રા દરમિયાન ગંગા નદીમાંથી પવિત્ર જળ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચ્યા હતા. જોકે હરિદ્વારના રસ્તાઓ અને ઘાટો, બજારો અને રાજમાર્ગો હવે કાંવડીયાઓ દ્વારા ફેંકવામાં આવેલા કચરાથી ભરેલા છે. કચરા સાથે પોલીથીનના ઢગલા પણ જોવા મળે છે. જેના પર હરિદ્વારમાં સખત પ્રતિબંધ છે. રવિવારે હરિદ્વાર પોલીસે (Haridwar Police) પણ વિષ્ણુ ઘાટની સફાઈની કામગીરી હાથ ધરી હતી.

કાંવડ મેળા બાદ પોલીસની ટીમે ઘાટ અને આસપાસની ગંદકી અને કચરો દૂર કરવાની કામગીરી કરી હતી. તે જ સમયે, મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ ઘાટ અને હર કી પૈડી વિસ્તારમાંથી કચરો એકત્ર કરવાના દાવા કરી રહી છે.કોર્પોરેશનનું કહેવું છે કે કચરો એકઠો કરવામાં હજુ 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  Indian Future Captain: રોહિત શર્મા પછી કેપ્ટન માટે કોણ હશે દાવેદાર….ભારતીય ટીમમાં 4 કેપ્ટન હાલ તૈયાર થઈ રહ્યા છે…?

July 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Solving solid waste in the India is a collective challenge
દેશ

દેશમાં ઘન કચરાનું સમાધાન સામૂહિક પડકાર, ભારત આ સમસ્યાને ઊર્જા, અર્થતંત્ર અને સશક્તિકરણમાં પરિવર્તિત કરી શકે છે.. જાણો કેવી રીતે?

by kalpana Verat June 6, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

કલ્પના કરો – દરરોજ 7,500 ટ્રકો આપણા રોજિંદા વપરાશથી પેદા થયેલા વાર્ષિક 50 મિલિયન ટન સોલિડ વેસ્ટ (ઘન કચરા)નો નિકાલ કરે છે. આપણે ભેગા મળીને જે કચરો પેદા કરીએ છીએ તેનાથી સમગ્ર દેશમાં 3,150 ડમ્પસાઇટ્સના વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યો છે અને આપણા લેન્ડસ્કેપને વધુ નુકશાન કરી રહ્યાં છીએ. જોકે, આટલું પૂરતું ન હોય તેમ વર્ષ 2030 સુધીમાં આ આંકડો ત્રણ ગણો થવાનો અંદાજ છે અને વાર્ષિક 165 મિલિયન ટન કચરો પેદા થવાની સંભાવના છે. આ કચરાને રાખવા માટે આપણને એક લેન્ડફિલની જરૂર પડશે, જેનું કદ મુંબઇ જેટલું વિશાળ હશે. આપણા સપનાના શહેર ડમ્પિંગ સાઇટમાં પરિવર્તિત થઇ જશે.

કચરા પ્રત્યે આપણા અભિગમ ઉપર પુનર્વિચાર

ભારતમાં શહેરી અને ઔદ્યોગિક કાર્બનિક કચરો લગભગ 5,690 મેગાવોટ ઊર્જાની જબરદસ્ત સંભાવનાઓ ધરાવે છે. એક ક્ષણ માટે કલ્પના કરીએ. તે 2,500થી વધુ પરિવારોની સમગ્ર વર્ષ માટેની ઊર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે અને તે પણ કચરામાંથી.

જોકે, તેના માત્ર ઇકોલોજીકલ લાભ જ નથી. કચરો આપણા માટે સોનાની ખાણ સાબિત થઇ શકે છે. કચરાના નિકાલ અને વ્યવસ્થાપન પ્રત્યે ગંભીર અને નવીન અભિગમ રિસાઇકલિંગ ઉદ્યોગ દ્વારા દર વર્ષે રૂ. 30,000 કરોડની સંભાવનાઓ અનલોક કરી શકે છે. કચરાને એક સમસ્યા તરીકે જોવાના દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવાનો સમય આવી ગયો છે, જે અપાર તકોનું સર્જન કરવાની સંભાવનાઓ ધરાવે છે.

કચરાના માલિક બનવું

કચરાના વિશાળ ઢગલા ઉપર નજર નાખતા સ્પષ્ટ થઇ જાય છે કે આપણે બધાએ નક્કર પગલાં લેવાની જરૂર છે. દરેક નાગરિક, કોર્પોરેશન અને સરકારી સંસ્થાનોએ સહિયારા પ્રયાસો કરીને આ મુદ્દાનો ઉકેલ લાવવાના ઉદ્દેશ્યથી કામ કરવું જોઇએ.

આ સમાચાર પણ વાંચો: કેરળ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો.. રેહાના ફાતિમાને નિર્દોષ જાહેર કરી, કહ્યું- મહિલાના અર્ધનગ્ન શરીરને અશ્લિલતા માની ના શકાય…

ગોદરેજ ખાતે અમે સ્થાનિક મ્યુનિસિપાલિટી અને રહેવાસીઓ સાથે મળીને ઘણાં કમ્યુનિટી વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ લોંચ કર્યાં છે. અમારા ત્રિપાંખીય રણનીતિ – લેન્ડફિલમાંથી વેસ્ટ અન્યત્ર વાળવો, ટકાઉ વેસ્ટ મેનેજમેન્ટ બિઝનેસ મોડલની સ્થાપના કરવી અને કચરાનો નિકાલ કરતા લોકોનો આદર કરવો.

ટેક્નોલોજીની ક્ષમતાનો ઉપયોગ કરતાં અમે મ્યુનિસિપાલિટીના વેસ્ટ મેનેજમેન્ટમાં પારદર્શિતા અને જવાબદારી લાવ્યાં છીએ. હવે, કોન્ટ્રાક્ટર્સ, શહેરી સ્થાનિક સંસ્થાઓના અધિકારીઓ અને સુપરવાઇઝર્સ કચરાના મૂળથી અંતિમ પોઇન્ટ સુધી કચરાની સફરને ટ્રેક કરી શકે છે તથા પ્રત્યેક કચરાના કામદાર દ્વારા પ્રદાન કરાયેલી સેવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કરી શકે છે. આ સ્પષ્ટ અભિગમથી સમસ્યામાં ઝડપી ઉકેલ લાવી શકાશે, નાગરિકોને તેમના કચરાને અલગ કરવા પ્રોત્સાહિત કરી શકાશે તથા રિસાઇકલિંગની સંભાવનાઓના દ્વાર ખોલી શકાશે.

 અમારા પબ્લિક-પ્રાઇવેટ-પીપલની સહભાગીતા ધરાવતા મોડલના સકારાત્મક પરિણામો મળી રહ્યાં છે. વર્ષ 2016માં અમારા પાઇલોટ પ્રોજેક્ટથી અત્યાર સુધીમાં અમે લેન્ડફિલમાંથી 13,000 ટનથી વધુ ઘન કચરાને સફળતાપૂર્વક દૂર કર્યો છે. આ પહેલથી સાયન્ટિફિક વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બળ મળ્યું છે, નાગરિકોને કચરાને અલગ કરવા જાગૃત કરી શકાયા છે તથા સફાઇ કામદારોને સલામતી અને ગૌરવ પ્રદાન કરી શકાયું છે.

Solving solid waste in the India is a collective challenge

 

વેસ્ટ મેનેજમેન્ટને સંપૂર્ણપણે અપનાવવા અને સહજ તકોનો લાભ લેવા માટે આપણે આ ત્રિપાંખીય મોડલને સફળ બનાવવું પડશે. જનતાને કચરાને અલગ કરવા શિક્ષિત કરવા ખાનગીક્ષેત્ર સરકાર સાથે સહયોગ કરી શકે છે તથા વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરવામાં મદદરૂપ બની શકે છે. તેના પરિણામરૂપે સ્થાનિક સત્તામંડળ કચરો અલગ કરવા જરૂરી નિયમો લાગુ કરી શકે છે. 

ટકાઉ વેસ્ટ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ માટે સ્રોતોને અલગ કરવા ખૂબજ જરૂરી છે. ડિગ્રેડેબલ અને નોન-બાયોડિગ્રેડેબલ વેસ્ટને અલગ કરવા માટે વેસ્ટ રિસાઇકલિંગ સ્રોતોની મોટી રકમનો ખર્ચ કરવામાં આવે છે અને આ સમસ્યા કચરાને અલગ કરવાથી સરળતાથી દૂર કરી શકાય છે. એક સુઆયોજિત જાગૃકતા અભિયાન કે જેમાં સમુદાયો અને કામદારોને સામેલ કરવાથી લક્ષ્યને હાંસલ કરી શકાશે. લોકો અને સંસ્થાનો આ સિસ્ટમને અપનાવે તે જરૂરી છે, જે વૈજ્ઞાનિક રીતે કચરાને અળગ કરવો, એકત્ર કરવો અને નિકાલનો આધાર બની રહેશે.

ભારતમાં આશરે 1.5 મિલિયન કચરો વીણતા લોકો છે અને તેઓ રિસાઇકલ માટે યોગ્ય એવાં 80 ટકા કચરો એકત્ર કરે છે. તેમાંથી મોટાભાગના કામદારો અસંઠિત રીતે કામ કરે છે, જેમની પાસે ખૂબજ ઓછી સલામતી અને સુરક્ષા છે. તેમના કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવું સર્વગ્રાહી વેસ્ટ મેનેજમેન્ટનું મહત્વપૂર્ણ પાસું છે. તેમને બેઝિક પ્રોટેક્ટિવ ગિયર આપવા, તેમના સામાજિક-આર્થિક હકો વિશે જાગૃતિ ફેલાવવી, તેમને ઓળખપત્રો આપવા અને સરકારની નીતિઓનો લાભ આપવાથી આપણી રિસાઇકલિંગ ઇકોસિસ્ટમને ખૂબજ મજબૂત બનાવી શકાશે.

આખરે, જંગી કચરા અને તેના નિકાલની જવાબદારી બધાની છે.

June 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Construction of van over garbage dumping site at Jadeshwar in Ahmedabad
અમદાવાદ

‘કચરાથી કંચન – જડેશ્વર વન એ અમદાવાદના પૂર્વ વિસ્તારનું હરિયાળું ફેફસુ’.. જાણો ખાસ વિશેષતાઓ

by Akash Rajbhar June 3, 2023
written by Akash Rajbhar
 News Continuous Bureau | Mumbai
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક ૮.૫ હેક્ટર વેસ્ટ લેન્ડ કે જ્યાં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો. આ ૮.૫ હેક્ટરનો પ્લોટ વન વિભાગને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો, જ્યાં વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯માં ‘જડેશ્વર સાંસ્કૃતિક વન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે જડેશ્વર વન અમદાવાદ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં નમૂનેદાર વન બન્યુ છે. સૌથી અગત્યની વાત એ પણ છે કે, વર્ષ ૨૦૧૯માં ‘જડેશ્વર સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું ત્યારથી લઇને ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં અંદાજિત ૮ લાખથી વધુ વિઝટર્સે મુલાકાત લીધી છે.
આ અંગે વાત કરતા અમદાવાદના નાયબ વન સંરક્ષણ સમાજીક વનીકરણ વિભાગના જણાવ્યા અનુસાર જડેશ્વર સાંસ્કૃતિક વન એ અમદાવાદ શહેરની મધ્યમમાં વન વિભાગ દ્વારા બનાવામાં આવેલું પ્રથમ સાંસ્કૃતિક વન છે. જડેશ્વર વન દેશનું પ્રથમ એવું વન છે જેના પર વન વિભાગે પોસ્ટલ ડિપાર્ટમેન્ટની મદદથી  સ્પેશિયલ કવર પણ લોન્ચ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો: સ્વાસ્થ્ય જાળવણી માટે લોકોને પ્રેરિત કરવાંનો બાળકોનો ઉમદા પ્રયાસ, આ રીતે બનાવી વિશાળ માનવ પ્રતિકૃતિ.. જુઓ ફોટો..
આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના લાકો માટે ફરવાનું સ્થળ બની રહે તે માટે ડમ્પિંગ યાર્ડમાંથી એસેટ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં વાવેલા વૃક્ષો અને ફૂલછોડ થકી એક અંદાજ મુજબ ૫ વર્ષમાં ૧૪૦.૩૦ ટન અને ૧૦માં વર્ષે ૧૮૮.૪૦ ટન જેટલો કાર્બન શોષાવાનો અંદાજ છે. આમ, આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના ફેફસાના રૂપે કાર્ય કરે છે સાથો-સાથ આટલી મોટી માત્રમાં આવેલા વૃક્ષો થકી આ વિસ્તારમાં પાણીનું જમીનમાં ઉતારવાની પ્રક્રિયાને વેગ મળશે.
આ પ્લોટમાં આશરે વિવિધ પ્રજાતિના વૃક્ષો તેમજ ફૂલછોડ અને અન્ય ક્ષૃપ પ્રકારની વનસ્પતિ સાથે કુલ ૨,૮૫,૯૮૬થી વધારે ફૂલછોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. અહિં વિવિધ ૨૨ બ્લોકમાં જુદી જુદી જાતના જુદા જુદા રંગના દરેક ઋતુમાં ફૂલો આપતાં વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેનો આનંદ લેવા તેની વચ્ચે આશરે ૪.૫ કીમી લાંબા વોકિંગ ટ્રેઇલનું નિ્ર્માણ પણ કરાયું છે.
Construction of van over garbage dumping site at Jadeshwar in Ahmedabad

Construction of van over garbage dumping site at Jadeshwar in Ahmedabad

ખાસ વિશેષતાઓ :

૧ કિ.મી લાંબા વોકિંગ ટ્રેક અને જોગિંગ ટ્રેકની સુવિધા :

આ સાંસ્કૃતિક વનમાં આશરે ૧ કિ.મી લાંબા વોકિંગ ટ્રેક અને જોગિંગ ટ્રેકની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યાં બને તરફ દર ૧૦૦ મીટર પર વિવિધ ઋતુઓમાં જુદા-જુદા રંગના ફૂલોથી શોભતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

કમળકુંડ આકર્ષણનું કેન્દ્ર :

આ જડેશ્વર વનમાં એક કમળકુંડ બનાવવામાં આવ્યું છે, જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કમળકુંડ કમળના ફૂલોથી સુશોભિત રહે છે, તેના ઉપર કમાન આકારના એક ઝુલતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં બેઠક વ્યવસ્થા માટે બે વનકુટીર બનાવવામાં આવી છે. લોકોને શહેરની વર્ષા વનનો અનુભવ માણવા માટે એક મીસ્ટ ફોરેસ્ટ પણ બનાવવામાં આવ્યુ છે, જેથી અંદર ચાલવાનો આનંદ અહી આવનાર તમામ લોકો માણી શકે.

પ્રવેશ દ્વાર પર બે એલ.ઇ.ડી. ડિસ્પ્લે : 

જડેશ્વર વનના મુખ્ય પ્રવેશદ્વારની સામે એક તથા કમળકુંડ પાસે એક એમ કુલ બે એલ.ઇ.ડી. ડિસ્પ્લે મૂકવામાં આવી છે. જેના માધ્મયથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પ્રજાજનો સુધી સહેલાઇથી પહોંચાડી શકાય છે.
Construction of van over garbage dumping site at Jadeshwar in Ahmedabad

Construction of van over garbage dumping site at Jadeshwar in Ahmedabad

વિઝટર્સ માટે એક્ટિવિટી એરિયા પણ આકર્ષણનું કેન્દ્ર :
આ વનમાં બનાવવામાં આવેલ એક્ટિવિટી એરિયા આ વિસ્તારના પ્રજાજનોને વિવિધ રચનાત્મક પ્રવૃતિ માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડશે. વન વિભાગના જન જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ અહિં કરવામાં આવે છે. મેડિટેશન કેન્દ્રમાં થતા યોગને ધ્યાનના કાર્યક્રમો થકી લોકોનું આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે.    
અન્ય સુવિધાઓ :  આ વનમાં આવતા વિઝટર્સ માટે અન્ય સુવિધાઓ જેમ કે પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સામાન્ય ટોઇલેટ્સ વગરે અહીં ઊભા કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલી બન્યા બાદ રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો
૨૦૨૨ સુધીમાં રાજ્યમાં કુલ ૨૨ સાંસ્કૃતિક વનનું નિર્માણ થયુ :
દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાત રાજ્યના સ્થાપના કાળથી રાજ્ય સ્તરીય વન મહોત્સવ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દર વર્ષે ઉજવાતો હતો. પરંતુ દેશના દીર્ધદૃષ્ટા વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સ્તરીય વન મહોત્સવ માત્ર પાટનગરમાં જ સિમીત ન રાખતા રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધામિક દૃષ્ટિએ અગત્યતા ધરાવતા રાજ્યના જુદા જુદા સ્થળોએ ઉજવવાની શરૂઆત વર્ષ ૨૦૦૪થી કરી અને આ સાથે ઉજવણી સ્થળે સાંસ્કૃતિક વન સ્થાપનાની એક નવી પહેલ અને પરંપરા શરૂ થઇ. આ પરંપરાને આગળ લઇ જતા વર્ષ ૨૦૨૧ સુધીમાં રાજ્યમાં કુલ ૨૧ સાંસ્કૃતિક વનનો સ્થાપના કરવામાં આવી છે.
Construction of van over garbage dumping site at Jadeshwar in Ahmedabad

Construction of van over garbage dumping site at Jadeshwar in Ahmedabad

સૌ પ્રથમ ગાંધીનગર ખાતે વર્ષ ર૦૦૪માં પ્રથમ સાંસ્‍કૃતિક વનનું નિર્માણ કર્યું અને તે આજે પુનિત વન તરીકે ઓળખાય છે.

ત્યારબાદ વર્ષ ર૦૦પમાં બનાસકાંઠા જીલ્‍લાના અંબાજી ખાતે ‘‘માંગલ્‍ય વન’’, વર્ષ ર૦૦૬માં મહેસાણા જીલ્‍લાના તારંગા ખાતે ‘‘તીર્થંકર વન’’, વર્ષ ર૦૦૭માં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે  ‘‘હરિહર વન’’,  વર્ષ ર૦૦૮માં સુરેન્‍દ્રનગર જીલ્‍લાના ચોટીલા ખાતે ‘‘ભકિત વન’’, વર્ષ ર૦૦૯માં સાબરકાંઠા જીલ્‍લાના શામળાજી ખાતે ‘‘શ્‍યામલ વન’’, વર્ષ ર૦૧૦માં ભાવનગર જીલ્‍લાના પાલીતાણા ખાતે ‘‘પાવક વન’’, વર્ષ ર૦૧૧માં વડોદરા જીલ્‍લાના પાવાગઢ ખાતે ‘‘વિરાસત વન’’, વર્ષ ર૦૧રમાં મહિસાગર જીલ્‍લાના માનગઢ ખાતે ‘ગોવિંદગુરૂ સ્‍મૃતિવન’ વર્ષ ૨૦૧૩માં દેવભૂમિ દ્વારકા જીલ્‍લાના દ્વારકા ખાતે ‘‘નાગેશ વન’’, વર્ષ ૨૦૧૪માં રાજકોટ જીલ્‍લાના કાગવડ ખાતે ‘‘શક્તિ વન’’ વર્ષ ૨૦૧૫માં નવસારી જીલ્‍લાના ભીનાર ખાતે ‘‘જાનકી વન’’, વર્ષ ૨૦૧૬માં આણંદ જિલ્લાના વહેરાખાડી ખાતે ‘‘મહિસાગર વન’’ વર્ષ ૨૦૧૬માં વલસાડ જીલ્‍લાના કપરાડા ખાતે ‘‘આમ્રવન’’, વર્ષ ૨૦૧૬માં સુરત જીલ્‍લાના બારડોલી ખાતે ‘‘એક્તા વન’’, વર્ષ ૨૦૧૬માં જામનગર જીલ્‍લાના ભૂચરમોરી ખાતે ‘‘શહીદ વન’’, વર્ષ ૨૦૧૭માં સાબરકાંઠા જીલ્‍લાના વિજયનગર ખાતે ‘‘વીરાંજલી વન’’ વર્ષ ૨૦૧૮માં કચ્છ જીલ્‍લાના ભુજ તાલુકા ખાતે ‘‘રક્ષક વન’’, વર્ષ ૨૦૧૯માં અમદાવાદના ઓઢવ ખાતે ‘‘જડેશ્વર વન’’ વર્ષ ૨૦૨૦માં રાજકોટ ખાતે ‘‘રામવન વન’’, વર્ષ ૨૦૨૧માં વલસાડ જીલ્‍લાના ઉમરગામ ખાતે ‘‘મારૂતિવંદન વન’’, વર્ષ ૨૦૨૨માં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા ખાતે ‘વટેશ્વર વન’નું  નિર્માણ થયું છે.
June 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક