• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - gift
Tag:

gift

Amitabh Bachchan Gifts dandiya and Helmets to Fans Outside Jalsa
મનોરંજન

Amitabh Bachchan: ‘જલસા’ બહાર ફેન્સને મળ્યા અમિતાભ બચ્ચન, ફેન્સ ને ભેટ માં આપી દાંડિયા ની સાથે આ વસ્તુ

by Zalak Parikh September 22, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના ઘરની બહાર ‘જલસા’ ખાતે ફેન્સને મળવા બહાર આવે છે. આ પરંપરા છેલ્લા ઘણા દાયકાથી ચાલી રહી છે. આ રવિવારે અમિતાભ બચ્ચને પોતાના ચાહકોને દાંડિયા અને હેલ્મેટ ગિફ્ટ આપી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત

ફેન્સ માટે અમિતાભ બચ્ચનનો પ્રેમ

આ રવિવારે અમિતાભ બચ્ચન સફેદ કુર્તા-પાયજામા અને કોટી સાથે ‘જલસા’ બહાર આવ્યા અને ફેન્સને મળ્યા. તેમણે દાંડિયા અને હેલ્મેટ આપીને ચાહકોની સલામતી માટે સંદેશ આપ્યો. બિગ બીની એક ઝલક જોવા માટે ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો.વિડિયો વાયરલ થતાં જ યુઝર્સે લખ્યું, “જ્યાં અમિતાભ બચ્ચન ઊભા થાય છે, લાઈન ત્યાંથી શરૂ થાય છે.” ઘણા ફેન્સે બિગ બીના પ્રેમ અને કાળજીની પ્રશંસા કરી.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


82 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ છે. તેઓ નિતેશ તિવારીની ‘રામાયણ’ ફિલ્મમાં જટાયુ ના રોલમાં જોવા મળશે, જે 2026ની દિવાળીએ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Raksha Bandhan 2025 Gift your sister according to her zodiac sign for a memorable celebration
જ્યોતિષ

Raksha Bandhan 2025: રક્ષાબંધન પર બહેનો ને તેમની રાશિ પ્રમાણે આપો ગિફ્ટ, યાદગાર બની રહેશે રક્ષાબંધન અને ભાઈ બહેન ના સંબંધ માં આવશે મધુરતા

by Zalak Parikh August 4, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Raksha Bandhan 2025: રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને બંધનનું પ્રતિક છે. દર વર્ષે ભાઈઓ પોતાની બહેનો માટે ગિફ્ટ પસંદ કરતા હોય છે, પણ ઘણીવાર શું આપવું એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. આ વર્ષે તમે તમારી બહેનને તેમની રાશિ અનુસાર ગિફ્ટ આપી શકો છો, જેનાથી તે ખુશ પણ થશે અને શુભ ફળ પણ મળશે.

રાશિ પ્રમાણે ગિફ્ટ પસંદ કરવી કેમ ખાસ છે?

જેમ રાશિ વ્યક્તિના સ્વભાવ અને પસંદગીઓ દર્શાવે છે, તેમ રાશિ અનુસાર ગિફ્ટ પસંદ કરવાથી તે વ્યક્તિને વધુ આનંદ મળે છે. રક્ષાબંધનના પાવન તહેવાર પર આ રીતે પસંદ કરેલીગિફ્ટ બહેન માટે યાદગાર બની શકે છે.

દરેક રાશિ માટે યોગ્ય ગિફ્ટ 

  • મેષ (Mesh): લાલ રંગ નો ડ્રેસ અથવા સામાન
  • વૃષભ (Vrushabh): ચાંદી ની જ્વેલરી
  • મિથુન (Mithun): લીલા રંગનીબંગડીઓ, બેગ
  • કર્ક (Kark): ચાંદી ના સિક્કા અથવા જ્વેલરી
  • સિંહ (Sinh): ગોલ્ડ  જ્વેલરી
  • કન્યા (Kanya): લીલા રંગના કપડા, ડાયમંડ જ્વેલરી
  • તુલા (Tula): ચાંદી ની જ્વેલરી
  • વૃશ્ચિક (Vrushchik): લાલ રંગના કપડા અથવા જ્વેલરી
  • ધનુ (Dhanu): પીળા રંગના કપડા, ગોલ્ડ  જ્વેલરી
  • મકર (Makar): મોબાઇલ (Mobile), ધાર્મિક ગિફ્ટ
  • કુંભ (Kumbh): નીલા રંગના કપડા અથવા સામાન
  • મીન (Meen): પીતળ ની વસ્તુઓ, પીળા રંગના કપડા

આ સમાચાર પણ વાંચો : Sawan Putrada Ekadashi: 5 ઓગસ્ટે મનાવાશે સાવન પુત્રદા એકાદશીવ્રત, જાણો પૂજા વિધિ અને મહત્વ

ખાસ ગિફ્ટ થી તહેવારને યાદગાર બનાવો 

તમારા પ્રેમ અને લાગણીને વ્યક્ત કરવા માટે રાશિ અનુસાર પસંદ કરેલી ગિફ્ટ એક અનોખો રસ્તો છે. આ રીતે આપેલી ગિફ્ટ બહેનના દિલને સ્પર્શી જશે અને તહેવારને ખાસ બનાવશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

August 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
sueksh chandrashekhar gift private jet to jacqueline fernandez on valentine day
મનોરંજન

Valentine day Sukesh-jacqueline: વેલેન્ટાઈન ડે પર સુકેશ એ જેકલીન પર લૂંટાવ્યો પ્રેમ, અભિનેત્રી ને આપી ખાસ ભેટ, કરોડો માં છે કિંમત, જાણો વિગત

by Zalak Parikh February 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Valentine day Sukesh-jacqueline: વેલેન્ટાઈન ડે એ પ્રેમીઓ નો દિવસ છે. આ દિવસે પ્રેમી કે પ્રેમિકા એક બીજા ને ભેટ આપી ને આ દિવસ ને સેલિબ્રેટ કરતા હોય છે આવી સ્થિતિ માં સુકેશ ચંદ્રશેખર પણ કેમ પાછળ રહે. સુકેશ ચંદ્રશેખર છેતરપિંડીના આરોપ માં જેલ માં છે તેમછતાં તેનો જેકલીન પ્રત્યે નો પ્રેમ ઓછો નથી થઇ રહ્યો. સુકેશ એ જેકલીન ને વેલેન્ટાઈન ડે પર એક ખાસ વસ્તુ ભેટ માં આપી છે જેની કિંમત કરોડો માં છે. 

આ સમાચાર પણ વાંચો: Jio hotstar: વેલેન્ટાઈન ડે ના દિવસે લોન્ચ થયું જિયો હોટસ્ટાર, જાણો જિયો સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર ના મર્જર થી દર્શકોને શું ખાસ મળશે

સુકેશ એ આપ્યું જેકલીન ને પ્રાઇવેટ જેટ 

મીડિયા રિપોર્ટ મુજબ સુકેશ એ જેકલીનને વેલેન્ટાઈન ડે પર ભેટ માં કસ્ટમાઇઝ્ડ ગલ્ફસ્ટ્રીમ જેટ આપ્યું છે. ઉપરાંત, સુકેશ એ એક પત્ર પણ ભેટ માં આપ્યો છે જેમાં તેને લખ્યું છે કે, “આ વેલેન્ટાઇન ડે ખૂબ જ ખાસ છે કારણ કે આપણે આપણા જીવનના બાકીના વેલેન્ટાઇન ડે સાથે ઉજવવાથી ફક્ત થોડા પગલાં દૂર છીએ. બેબી, હું આગળ કંઈ કહું તે પહેલાં, હું કહેવા માંગુ છું કે જેકી, હું તને ખૂબ પ્રેમ કરું છું. તું આ દુનિયા ની શ્રેષ્ઠ વેલેન્ટાઇન છે, હું તને પાગલની જેમ પ્રેમ કરું છું. તમે જાણો છો કે વેલેન્ટાઇન ડે અમારા માટે કેટલો ખાસ છે, કારણ કે આ દિવસે આપણા સંબંધોની શરૂઆત થઈ હતી.”

 

View this post on Instagram

 

A post shared by Times Applaud Trends (@timesapplaudtrends)


 

સુકેશે પત્ર માં આગળ લખ્યું કે, “આ એ દિવસ છે જ્યારે આપણે બંનેએ એકબીજાને સ્વીકાર્યા હતા, આ મારા જીવનનો સૌથી ખાસ દિવસ હશે. આજે વેલેન્ટાઇન ડે છે અને હું તમને ભેટ આપીને આશ્ચર્યચકિત કેવી રીતે ન કરી શકું – એક ગલ્ફસ્ટ્રીમ જેટ જેના પર તમારા નામના પહેલા અક્ષરો JF લખેલા છે.” આ સાથે આ પત્રમાં સુકેશે લખ્યું, “બેબી, તું હંમેશા તારા કામ માટે દુનિયાભરમાં ઉડાન ભરે છે, હવે આ જેટ સાથે તારી મુસાફરી ખૂબ જ સરળ થઈ જશે.”

February 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
kbc 16 amitabh bachchan borrow money from wife jaya bachchan
મનોરંજન

KBC 16: અમિતાભ બચ્ચને કેબીસી 16 ના મંચ પર કર્યો ખુલાસો, ઘર ની આ વ્યક્તિ પાસે થી માંગે છે રોકડા પૈસા

by Zalak Parikh December 25, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

KBC 16: કેબીસી 16 ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે.અમિતાભ બચ્ચન આ શો દ્વારા દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે અમિતાભ બચ્ચન આ મંચ પર તેમના અંગત જીવન ને લઈને ઘણી વાતો અને ખુલાસા કરતા રહે છે. હવે અમિતાભ બચ્ચને તેમના અંગત જીવન ને લઈને વધુ એક ખુલાસો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Shyam Bengal death: શ્યામ બેનેગલ ના નિધન પર પીએમ મોદી સહિત આ લોકો એ પણ વ્યક્ત કર્યો શોક, આપી ફિલ્મ મેકર ને શ્રદ્ધાંજલિ

અમિતાભ બચ્ચન જયા પાસે માંગે છે પૈસા 

પ્રિયંકા નામ ની સ્પર્ધકે અમિતાભ બચ્ચન ને પૂછ્યું, ‘તમારું ઘર એટલું મોટું છે, રિમોટ ખોવાઈ ગયું તો તમે તેને કેવી રીતે શોધશો? આના પર અમિતાભે કહ્યું- સીધા સેટ-ટોપ બોક્સ પર જઈને તેને કંટ્રોલ કરીએ.પછી પ્રિયંકાએ પૂછ્યું- ‘સર, જ્યારે મધ્યમ વર્ગના પરિવારમાં રિમોટ ખોવાઈ જાય છે ત્યારે ઘરમાં ઝઘડો થાય છે. શું તમારા ઘરમાં પણ આવું થાય છે? તો અમિતાભે કહ્યું- ના દેવીજી, અમારા ઘરમાં આવું નથી થતું. સોફા પર બે તકિયા છે, રિમોટ તેમાં છુપાયેલું છે. બસ ત્યાં જ શોધવું પડે છે.’

Amitabh Bachchan says he gifts jasmine flowers to wife Jaya Bachchan: ‘Jaya ji ko gajra bahut pasand hai’https://t.co/2wRX1ZoOa7

— HT Entertainment (@htshowbiz) December 25, 2024


પ્રિયંકા એ પોતાના સવાલ ને આગળ વધારતા અમિતાભ બચ્ચન ને પૂછ્યું, ‘જ્યારે હું ઓફિસેથી ઘરે જાઉં છું ત્યારે મારી માતા મને કોથમીર અથવા બીજું કંઈક લાવવા કહે છે. શું જયા મેડમ પણ તમને કંઈક લાવવાનું કહે છે? તેના પર અમિતાભે કહ્યું- તે ચોક્કસપણે આવું કહે છે. તેણી મને પોતાને ઘરે લાવવા કહે છે. પ્રિયંકાએ આગળ પૂછ્યું- ‘સર, શું તમે ક્યારેય ATMમાં ગયા છો, રોકડ ઉપાડી અને તમારું બેલેન્સ ચેક કર્યું છે? અમિતાભે કહ્યું- અમે ન તો અમારી પાસે રોકડ રાખીએ છીએ અને ન તો અમે ક્યારેય ATMમાં ગયા છીએ કારણ કે અમને સમજાતું નથી કે તે કેવી રીતે કામ કરે છે. પણ જયા જી પાસે છે, હું તેની પાસે પૈસા માંગું છું. જયાજીને ગજરા ખૂબ જ ગમે છે, તેથી જ્યારે નાના બાળકો રસ્તામાં ગજરા વેચવા આવે છે, ત્યારે હું તે તેમની પાસેથી ખરીદી લઉં છું અને ક્યારેક જયાજીને આપી દઉં છું અથવા ક્યારેક કારમાં રાખું છું કારણ કે તેમાંથી સારી સુગંધ આવે છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi send special gift to taimur jeh and raha
મનોરંજન

PM Modi: તૈમૂર, જેહ અને રાહા ને મળી નરેન્દ્ર મોદી તરફથી ખાસ ગિફ્ટ, જાણો કપૂર પરિવારે પીએમ ને ભેટ માં શું શું આપ્યું

by Zalak Parikh December 12, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 PM Modi: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ની ઉજવણી નું આમંત્રણ આપવા કપૂર પરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની મળવા દિલ્હી પહોંચ્યો હતો. અહીં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ ખાસ અવસર પર બધાએ પીએમ મોદીને ખાસ ભેટ આપી હતી. જ્યારે પીએમ મોદીએ કપૂર પરિવારના સૌથી નાના સદસ્યો તૈમૂર, જેહ અને રાહા માટે ખાસ ભેટ આપી હતી. 

આ સમાચાર પણ વાંચો: Raj kapoor: રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર પીએમ મોદી ને આમંત્રિત કરવા દિલ્હી પહોંચ્યો કપૂર પરિવાર, જાણો વિગત

પીએમ મોદી એ તૈમૂર, જેહ અને રાહા ને આપી ખાસ ભેટ 

પીએમ મોદી એ કરીના કપૂર ના દીકરા તૈમુર અને જેહ ને ભેટ માં એક કાગળ પર તેમના લખેલા નામ ની નીચે પોતાની સહી કરી હતી. આ સાથે પીએમ મોદી એ રાહા ના નામ ની નીચે પણ પોતાની સહી કરીને ભેટ માં તે કાગળ આપ્યો હતો. 

 

View this post on Instagram

 

A post shared by MyGov, Government of India (@mygovindia)


આ ઉપરાંત કપૂર પરિવાર ના અરમાન જૈન અને રણબીર કપૂરે પીએમ મોદીને કપૂર પરિવારની 10 કે 12 વસ્તુઓમાંથી એક ખાસ વસ્તુ ભેટમાં આપી હતી.નીતુ કપૂરે પીએમ નરેન્દ્ર મોદીને ગણપતિની સુંદર તસવીર ગિફ્ટમાં આપી હતી. નિખિલ નંદા અને નિતાશા આનંદે પીએમ મોદીને એક બેગ આપી, જેના પર રાજ કપૂરની તસવીર હતી. કરિશ્મા કપૂરે પણ પીએમ મોદી ને એક પેક્ડ ગિફ્ટ આપી હતી. આ ઉપરાંત રીધ્ધીમા કપૂરે પણ પીએમ મોદી ને એક ખાસ વસ્તુ ભેટ માં આપી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
priyanka chopra celebrate karva chauth for nick jonas husband give her beautiful gift
મનોરંજન

Priyanka chopra karva chauth: કરવા ચોથ ના દિવસે પતિ નિક જોનાસ એ પ્રિયંકા ચોપરા ને આપી એવી ગિફ્ટ કે શરમાઈ ગઈ દેસી ગર્લ

by Zalak Parikh October 21, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Priyanka chopra karva chauth: ગઈકાલે સમગ્ર દેશ માં કરવા ચોથ ના વ્રત ની ઉજવણી કરવામાં આવી હતી. બોલિવૂડ ની ઘણી અભિનેત્રીઓ એ તેમના પતિ માટે કરવા ચોથ નું વ્રત રાખ્યું હતું. આ બધા માં બોલિવૂડ ની દેસી ગર્લ પણ પાછળ રહી નહોતી. પ્રિયંકા ચોપરા એ તેના પતિ નિક જોનાસ માટે કરવા ચોથ નું વ્રત રાખ્યું હતું. કરવા ચોથ બાદ નિક જોનાસ એ પ્રિયંકા ને એક ગિફ્ટ આપી હતી જેને જોઈને અભિનેત્રી શરમાઈ ગઈ હતી.પ્રિયંકા એ તેના કરવા ચોથ ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Kushal tandon: શું ખરેખર 13 વર્ષ નાની શિવાંગી જોશી ને ડેટ કરી રહ્યો છે કુશાલ ટંડન? પહેલીવાર કબુલ્યું કે મળી ચુકી છે તેને તેની લેડી લવ

પ્રિયંકા એ શેર કરી તેના કરવા ચોથ ની તસવીરો 

પ્રિયંકાએ પતિ નિક જોનાસ સાથે લંડનમાં કરવા ચોથની ઉજવણી કરી હતી. જેની તસવીરો તેને તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. નિકે આ ખાસ અવસર પર પ્રિયંકાને એક લેટર પણ આપ્યો હતો, જેને વાંચતી વખતે પ્રિયંકા શરમાતી જોવા મળી રહી છે.પ્રિયંકાએ નિક સાથે એક સેલ્ફી પણ શેર કરી છે, જેમાં તે તેના પતિના નામની મહેંદી બતાવી રહી છે.આ સાથે જ પ્રિયંકા એ કરવા ચોથ ની ઉજવણી ની તસવીરો શેર કરી છે

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)


પ્રિયંકાએ આ તસવીરો સાથે લખ્યું છે કે, ‘કરવા ચોથના તહેવારની ઉજવણી કરનારા તમામને શુભેચ્છાઓ અને હા હું ફિલ્મી છું’.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
tarak mehta ka ooltah chashmah sonu aka palak sidhwani gift a new car herself
મનોરંજન

Tarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સોનુ એટલે કે અભિનેત્રી પલક સિધવાની એ પોતાને આપી બર્થડે ગિફ્ટ,અભિનેત્રી એ બતાવી ભેટ ની ઝલક

by Zalak Parikh April 16, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Tarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે,શો માં સોનુ નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી પલક સિધવાની શો ને અલવિદા કહી દીધુ છે. હવે આ બધા ની વચ્ચે પલકે એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને પોતાની જાતને જ બર્થડે ગિફ્ટ આપી છે. 

આ સમાચાર પણ વાંચો : love sex aur dhokha 2: લવ સેક્સ ઔર ધોખા 2 પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, ફિલ્મ ના મેકર્સ એ કરવો પડશે આ બદલાવ, જાણો વિગત

પલક સિધવાની એ ખરીદી કાર 

પલક સિધવાની એ તાજેતરમાં જ તેનો 26 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે અભિનેત્રી એ પોતાને જ કાર ગિફ્ટ કરી હતી. જેની માહિતી અભિનેત્રી એ પોતે જ પોસ્ટ દ્વારા આપી છે. પલકે આ માહિતી એક વિડીયો દ્વારા આપી છે. જેમાં તે ખુબ ખુશ જોવા મળી રહી છે. 

 

View this post on Instagram

 

A post shared by Palak Sindhwani (@palaksindhwani)


તમને જણાવી દઈએ કે પલકે 11 એપ્રિલે તેનો 26મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. પલકે તેના ઘરે એક નાની પાર્ટી નું આયોજન પણ કર્યું હતું જેમાં તેના ઘણા મિત્રો એ હાજરી આપી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ankita lokhande dog death gift sushant singh rajput
મનોરંજન

Ankita lokhande: અંકિતા લોખંડે ના આ નજીકના સભ્ય એ કહ્યું દુનિયા ને અલવિદા, સુશાંત સિંહ રાજપૂત સાથે હતો ખાસ સંબંધ

by Zalak Parikh February 6, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ankita lokhande: અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ 17 પછી ચર્ચામાં આવ્યા છે. અંકિતા અને વિકી વચ્ચે ઝગડા પણ બિગ બોસ ના ઘરમાં જોવા મળ્યા હતા. બિગ બોસ ના ઘરમાં અંકિતા ઘણીવાર સુશાંત સિંહ રાજપૂત ને યાદ કરી ને ભાવુક થતી જોવા મળી હતી. હવે અંકિતા ના પાલતુ કુતરા સ્કોચ નું નિધન થયું છે. આ કૂતરો સુશાંત સિંહ રાજપૂતે અંકિતા લોખંડે ને ગિફ્ટ માં આપ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : Vicky jain: સાસુ-વહુ ની વચ્ચે ફસાયો વિકી જૈન! અંકિતા લોખંડે પર માતા ની ટિપ્પણી પર અભિનેત્રી ના પતિ એ કહી આવી વાત

 અંકિતા લોખંડે ના કુતરા સ્કોચ નું થયું નિધન 

અંકિતા લોખંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેના કુતરા સ્કોચ નો ફોટો શેર કરી ને આ  દુઃખદ માહિતી શેર કરી છે. ફોટો શેર કરતા અંકિતા એ કેપ્શનમાં લખ્યું- હે દોસ્ત, મમ્મા તને બહુ યાદ કરશે. રેસ્ટ ઈન પીસ સ્કોચ’ અભિનેત્રી ની આ પોસ્ટ જોઈને તેના ફેન્સ દુઃખી થઈ ગયા છે અને કોમેન્ટ કરીને શોક વ્યક્ત કરી રહ્યા છે..

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita)


મીડિયા રિપોર્ટ મુજબ સુશાંત સિંહ રાજપૂતે આ કૂતરો અંકિતા ને ગિફ્ટ માં આપ્યો હતો.સોશિયલ મીડિઅય પર એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સુશાંત આ કુતરા સાથે રમી રહ્યો છે. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે, અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતે 7 વર્ષ એકબીજા ને ડેટ કર્યા હતા. બંને વચ્ચે પ્રેમ એકતા કપૂર ની સિરિયલ પવિત્ર રિશ્તા થી શરૂ થયો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

February 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Now such a special gift from this country for the Prana Pratishtha Mohotsav of Ayodhya's Ram Temple.. So Kashmiris also sent this love message.
દેશઆંતરરાષ્ટ્રીય

Ram Mandir Pran Pratishtha: અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે હવે આ દેશથી આવી ખાસ ભેટ.. તો કાશ્મીરીઓએ પણ મોકલ્યો આ પ્રેમ સંદેશ..

by Bipin Mewada January 20, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ માટે, આજે શનિવાર (20 જાન્યુઆરી) વૈદિક અનુષ્ઠાનનો પાંચમો દિવસ છે જે એક અઠવાડિયા પહેલા ચાલુ કરવામાં આવ્યું હતું.

દરમિયાન, વિશ્વભરમાંથી શ્રી રામ મંદિરને ( Ram Mandir  ) ભેટ ( gift ) આવી રહી છે. જેમાં અફઘાનિસ્તાન ( Afghanistan ) પણ સામેલ છે. એક અહેવાલ મુજબ, વિશ્વ હિન્દુ પરિષદના ( Vishwa Hindu Parishad ) પ્રમુખે કાશ્મીર ( Kashmir ) , તમિલનાડુ અને અફઘાનિસ્તાનથી મળેલી ભેટ શ્રી રામ મંદિરના યજમાન અનિલ મિશ્રાને સોંપી દીધા છે..

#WATCH | Ayodhya, UP: Vishwa Hindu Parishad President Alok Kumar hands over gifts received from Kashmir, Tamil Nadu, and Afghanistan to ‘Yajman’ of Shri Ram Temple Anil Mishra.

He says, “Muslim brothers and sisters from Kashmir came to meet me and expressed their happiness at… pic.twitter.com/g8Vywcde6J

— ANI (@ANI) January 20, 2024

વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે દાવો કર્યો છે કે શ્રી રામ મંદિરના નિર્માણથી મુસ્લિમ સમુદાય પણ ખુશ છે. તેમણે કહ્યું કે “કાશ્મીરના મુસ્લિમ ભાઈઓ અને બહેનો મને મળવા આવ્યા હતા અને રામ મંદિરના નિર્માણ પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ભલે અમે અલગ-અલગ ધર્મોને અનુસરીએ છીએ, પરંતુ અમારા પૂર્વજો એક જ છે. તેમણે 2 કિલો ઓર્ગેનિકલી ઉત્પાદિત શુદ્ધ કેસરને પણ આપ્યું હતું.”

 રામ મંદિર માટે દેશ વિદેશથી ભેટો આવી રહી છે..

અહેવાલમાં વધુમાં જણાવ્યા અનુસાર, દુનિયાના અન્ય દેશો સિવાય અફઘાનિસ્તાન તરફથી પણ ખાસ ભેટ મળી છે. અફઘાનિસ્તાન તરફથી કાબુલ નદીનું પાણી, જેને સ્થાનિક ભાષામાં “કુભા” કહેવામાં આવે છે, શ્રી રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક માટે ભેટ તરીકે પ્રાપ્ત થયું છે. તેમ જ “તામિલનાડુના સિલ્ક ઉત્પાદકોએ શ્રી રામ મંદિરના ચિત્ર સાથે વણાયેલી સિલ્કની ચાદર મોકલી છે .

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir: શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદના નામે મીઠાઈની આડમાં ચાલી રહી છે છેતરપિંડી.. હવે આ ઈ- કોમર્સ પ્લેટફોર્મને ફટકારી નોટીસ..

નોંધનીય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા વિધિના ચોથા દિવસે શુક્રવારે નિયત સમયે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અરણિ મંથન પદ્ધતિથી અગ્નિ દેવને પ્રગટ કરીને વિધિની શરૂઆત કરવામાં આવી હતી.. આ પદ્ધતિમાં શમી અને પીપળના લાકડાના ઘર્ષણથી આગ ઉત્પન્ન થાય છે. શ્રી રામ લલ્લાની મૂર્તિના અભિષેક સમારોહમાં તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા એક લાખ (ત્રણ ટન) મહાપ્રસાદ (લાડુ)નું વિતરણ પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રામલલાની મૂર્તિના અભિષેકના આનંદને દર્શાવતો દશરથ દીપ શુક્રવારે દિવસ પડતાની સાથે જ પ્રગટાવવામાં આવ્યો હતો. તપસ્વી છાવણીના તુલસીબારી પરિસરમાં સ્થાપિત આ દીવાનો પરિઘ ત્રણસો ફૂટ છે. જેમાં 1.25 ક્વિન્ટલ કપાસની વાટ સાથે 21 હજાર લિટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાશીના સુમેરુ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી નરેન્દ્રનંદ સરસ્વતી સહિત મોટી સંખ્યામાં સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રામલલાની નવી મૂર્તિની આંખો હાલમાં ઢંકાયેલી છે. જેને 22 જાન્યુઆરીએ ખોલવામાં આવશે.

January 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi Ayodhya Visit PM Modi's Gift For Ayodhya, New Airport, Revamped Railway Station
દેશMain PostTop Post

PM Modi Ayodhya Visit : જય શ્રી રામનાં નારા વચ્ચે અયોધ્યામાં PM મોદીનો ભવ્ય રોડ શો! કારોડોનાં વિકાસ કાર્યોનું કર્યું ઉદ્ઘાટન.. સાથે લોકોને કરી આ ખાસ અપીલ..

by kalpana Verat December 30, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai  

PM Modi Ayodhya Visit : રામ મંદિર ( Ram Mandir ) ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) આજે રામનગરી અયોધ્યા ( Ayodhya ) પહોંચ્યા  છે. તેમણે અહીં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ ( Maharishi Valmiki International Airport Ayodhya Dham ) નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે 15,700 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. બાદમાં જનસભાને સંબોધી હતી.

22 જાન્યુઆરીની સાંજે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવા કરી અપીલ 

અયોધ્યા ( Ayodhya ) ની ભૂમિ પરથી ભારતવાસીઓને સંબોધતા પીએમ મોદીએ 22 જાન્યુઆરીની સાંજે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવા માટે દરેકને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ 22 જાન્યુઆરીની ઐતિહાસીક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. હું પણ તે ક્ષણને લઈને એટલો જ ઉત્સાહિત છું. 23મી જાન્યુઆરી પછી તમારી અનુકૂળતા મુજબ અયોધ્યા આવો. એરપોર્ટ ( Airport ) નો પ્રથમ તબક્કો 1450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ 6500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે, જે વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે સજ્જ હશે. 

આ સમાચાર પણ વાંચો : Dog Bites : મહારાષ્ટ્રમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો, આ વર્ષે 4.35 લાખ લોકો પર કર્યો હુમલો, સૌથી વધુ મુંબઈમાં.. આંકડા છે ડરામણા..

અયોધ્યાધામ જંક્શનનું ઉદ્ઘાટન કર્યું

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાધામ જંક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. પહેલા આઠ કિલોમીટરના રોડ શો દરમિયાન લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને છ વંદે ભારત અને બે અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. અયોધ્યા જંક્શનના ઉદ્ઘાટન બાદ પીએમ વાલ્મીકિ એરપોર્ટ જવા રવાના થયા હતા. રસ્તામાં તેઓ ઉજ્જવલા અને આવાસ યોજનાના લાભાર્થીના ઘરે પહોંચ્યા. તેમણે ત્યાં ચા પીધી. 

December 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક