Tag: heart attack

  • Ravi Naik: ગોવાના પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું નિધન, 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, PM એ આપી શ્રદ્ધાંજલિ.

    Ravi Naik: ગોવાના પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું નિધન, 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, PM એ આપી શ્રદ્ધાંજલિ.

    News Continuous Bureau | Mumbai

    Ravi Naik ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું મંગળવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે 79 વર્ષીય નાઈકને તેમના વતન પોંડામાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને પોંડા શહેરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે લગભગ 1 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. તેમનો અંતિમ સંસ્કાર બુધવારની બપોરે ત્રણ વાગ્યે કરવામાં આવશે. નાઈકનો પાર્થિવ દેહ પોંડાના ખડપાબંધ સ્થિત તેમના આવાસ પર લાવવામાં આવ્યો છે, જ્યાં હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્ર થયા છે.

    PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. PM મોદીએ એક્સ (X) પર લખ્યું, “ગોવા સરકારમાં મંત્રી શ્રી રવિ નાઈકજીના નિધનથી દુઃખી છું. તેમને એક અનુભવી પ્રશાસક અને સમર્પિત લોક સેવક તરીકે યાદ કરવામાં આવશે, જેમણે ગોવાના વિકાસ પથને સમૃદ્ધ બનાવ્યો. તેઓ ખાસ કરીને વંચિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત હતા. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ.

    ગોવાના CM પ્રમોદ સાવંતે શું કહ્યું?

    નાઈકને શ્રદ્ધાંજલિ આપતા ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, તેમના નેતૃત્વ, નમ્રતા અને જન કલ્યાણમાં યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. સાવંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર લખ્યું, “અમારા વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી રવિ નાઈકજીના નિધનથી ઘણું દુઃખ થયું છે. ગોવાના રાજકારણના એક દિગ્ગજ, મુખ્યમંત્રી અને મુખ્ય વિભાગોના મંત્રી તરીકે તેમની દાયકાઓની સમર્પિત સેવાએ રાજ્યના શાસન અને લોકો પર એક અમીટ છાપ છોડી છે.

    આ સમાચાર પણ વાંચો : Dombivali: દિવાળી પહેલા મહારાષ્ટ્રમાં તણાવ, ફૂટપાથ પર દુકાન લગાવવા મુદ્દે મરાઠી અને ગેર-મરાઠી મહિલાઓ સામસામે.

    રવિ નાઈકનું રાજકીય કરિયર

    નાઈક મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP), કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) સહિત ઘણી પાર્ટીઓના ઉમેદવાર તરીકે સાત વખત (છ વખત પોંડા વિધાનસભા ક્ષેત્રથી અને એકવાર મરકાઈમ વિધાનસભા ક્ષેત્રથી) ધારાસભ્ય રહ્યા. તેઓ બે વખત રાજ્યના મુખ્યમંત્રી પણ રહ્યા. પહેલીવાર તેમણે જાન્યુઆરી 1991 થી મે 1993 સુધી પ્રગતિશીલ લોકતાંત્રિક મોરચાની ગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યું. તેઓ 1994 માં ગોવાના સૌથી ઓછા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી બન્યા. તેમનો કાર્યકાળ તે વર્ષે બે એપ્રિલથી આઠ એપ્રિલ સુધી માત્ર છ દિવસનો રહ્યો હતો. નાઈક 1998 માં ઉત્તર ગોવાથી સંસદ સભ્ય (MP) પણ હતા.

  • Panchayat Actor Aasif Khan: ‘પંચાયત’ ફેમ આસિફ ખાનને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાંથી શેર કર્યો ભાવુક સંદેશ

    Panchayat Actor Aasif Khan: ‘પંચાયત’ ફેમ આસિફ ખાનને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાંથી શેર કર્યો ભાવુક સંદેશ

    News Continuous Bureau | Mumbai

    Panchayat Actor Aasif Khan: ‘પંચાયત’ અને ‘ભૂતની’ જેવી લોકપ્રિય વેબ સિરીઝમાં કામ કરનાર અભિનેતા આસિફ ખાન ને બે દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સ્થિર છે અને તે ધીમે ધીમે સાજો થઇ રહ્યો છે. આ સમાચાર સાંભળીને ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચિંતાનું વાતાવરણ છે.

    આ સમાચાર પણ વાંચો : Ramayanam: 1600 કરોડ નહીં અધધ આટલા કરોડ માં બની રહી છે રણબીર કપૂર ની રામાયણમ, પહેલીવાર ફિલ્મ માં થશે આ ટેકનોલોજી નો ઉપયોગ

    ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો ભાવુક સંદેશ: “જીવન ખૂબ નાનું છે”

    આસિફે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું: “છેલ્લા 36 કલાકથી આ સીલિંગ જોઈને સમજાયું કે જીવન ખૂબ નાનું છે. એક દિવસને પણ હલકામાં ન લો. એક પળમાં બધું બદલાઈ શકે છે. જે છે તે માટે આભાર માનો.” તેણે ચાહકોના પ્રેમ અને શુભેચ્છાઓ માટે દિલથી આભાર માન્યો.

    View this post on Instagram

    A post shared by Instant Bollywood (@instantbollywood)

    આસિફ ખાન માત્ર 34 વર્ષ નો છે અને આ ઉંમરે હાર્ટ એટેક આવવો ચોંકાવનારો છે. જોકે, ડોક્ટરોના જણાવ્યા અનુસાર તે હવે ખતરા બહાર છે અને થોડા દિવસોમાં ડિસ્ચાર્જ થઈ શકે છે. તે હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Covid Vaccine Heart Attack :શું કોરોનાની રસી ને  કારણે આવી રહ્યા છે હાર્ટ એટેક? આરોગ્ય મંત્રાલએ કરી સ્પષ્ટતા; જાણો શું કહ્યું

    Covid Vaccine Heart Attack :શું કોરોનાની રસી ને કારણે આવી રહ્યા છે હાર્ટ એટેક? આરોગ્ય મંત્રાલએ કરી સ્પષ્ટતા; જાણો શું કહ્યું

    News Continuous Bureau | Mumbai

    Covid Vaccine Heart Attack :તાજેતરના સમયમાં, હૃદયરોગના હુમલાથી અચાનક મૃત્યુના કિસ્સાઓમાં વધારો થયો છે. આ પછી, પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે શું તેનો કોવિડ રસી સાથે કોઈ સંબંધ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ મુદ્દે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે. મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19 રસી લેવા અને યુવાનોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) એ અલગ અલગ સંશોધનના આધારે આ માહિતી આપી છે.

    Covid Vaccine Heart Attack : કોવિડ રસીથી હૃદયરોગનો કોઈ જોખમ નથી 

    આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે કોવિડ રસીકરણ અચાનક મૃત્યુનું જોખમ વધારતું નથી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા કોવિડ રસી અંગે પ્રશ્નો ઉઠાવ્યા બાદ આ માહિતી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં વિવિધ એજન્સીઓ દ્વારા અચાનક મૃત્યુના કેસોની તપાસ કરવામાં આવી છે. આ અભ્યાસોએ સાબિત કર્યું છે કે કોવિડ-19 રસીકરણ અને દેશમાં અચાનક મૃત્યુના અહેવાલો વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

    Covid Vaccine Heart Attack :કોવિડ-19 રસીઓ સલામત અને અસરકારક છે – ICMR

    મંત્રાલયે એમ પણ કહ્યું કે અચાનક હાર્ટ એટેકથી થતા મૃત્યુ અનેક કારણોસર થઈ શકે છે. આમાં આનુવંશિકતા, જીવનશૈલી, પહેલાથી અસ્તિત્વમાં રહેલી સ્વાસ્થ્ય સ્થિતિઓ અને કોવિડ પછીની ગૂંચવણોનો સમાવેશ થાય છે. ICMR અને NCDC દ્વારા કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે ભારતમાં કોવિડ-19 રસીઓ સલામત અને અસરકારક છે. આનાથી ગંભીર આડઅસરોના કિસ્સાઓ ખૂબ જ દુર્લભ છે.

    આ સમાચાર પણ વાંચો  :  Israel Hamas War: ઇરાન બાદ હવે ગાઝામાં પણ યુદ્ધવિરામ! ટ્રમ્પનો દાવો- ઇઝરાયલ આટલા દિવસ માટે યુદ્ધવિરામ માટે સંમત થયું, હમાસને પણ ચેતવણી..

    Covid Vaccine Heart Attack :મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આરોપો પર સરકારે મૌન તોડ્યું

    સરકાર તરફથી આ પ્રતિક્રિયા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આરોપ બાદ આવી છે કે કોવિડ રસીને ઉતાવળમાં મંજૂરી આપવી અને લોકોને તેનું વિતરણ પણ હૃદયરોગના હુમલાથી થતા મૃત્યુનું કારણ બની શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 40 દિવસમાં હસન જિલ્લામાં ઓછામાં ઓછા 22 લોકો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા છે. તેમાંથી પાંચની ઉંમર 19 થી 25 વર્ષની વચ્ચે હતી. મોટાભાગના મૃત્યુ કોઈપણ લક્ષણો વિના થયા હતા. ઘણા લોકો ઘરમાં કે જાહેર સ્થળોએ અચાનક પડી ગયા.

    Covid Vaccine Heart Attack :સિદ્ધારમૈયાએ નિવેદનમાં શું કહ્યું?

    એક નિવેદનમાં, સિદ્ધારમૈયાએ કહ્યું કે છેલ્લા એક મહિનામાં, ફક્ત હસન જિલ્લામાં જ વીસથી વધુ લોકો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા છે. સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. આ મૃત્યુ પાછળના કારણો શોધવા અને ઉકેલો શોધવા માટે, ડૉ. રવિન્દ્રનાથના નેતૃત્વ હેઠળ નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમને 10 દિવસની અંદર રિપોર્ટ સુપરત કરવા માટે કહેવામાં આવ્યું છે.

    Covid Vaccine Heart Attack :આરોગ્ય મંત્રાલયે સમગ્ર મામલે સ્પષ્ટતા આપી

    આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કોવિડ-19 રસીઓ સલામત છે અને અચાનક મૃત્યુનું કારણ નથી. ICMR અને NCDC દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસોમાંથી આ વાત પ્રકાશમાં આવી છે. ભલે કેટલાક લોકોને હાર્ટ એટેક આવ્યો હોય, પણ તેની પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે જેમ કે જીવનશૈલી અને પહેલાથી જ રહેલા રોગો. સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને તેની તપાસ કરી રહી છે.

  • Shefali Jariwala passes away: કાંટા લગા ફેમ શેફાલી જરીવાલા નું આ કારણે થયું નિધન! માત્ર 42 વર્ષ ની ઉમર માં લીધા અંતિમ શ્વાસ

    Shefali Jariwala passes away: કાંટા લગા ફેમ શેફાલી જરીવાલા નું આ કારણે થયું નિધન! માત્ર 42 વર્ષ ની ઉમર માં લીધા અંતિમ શ્વાસ

    News Continuous Bureau | Mumbai 

    Shefali Jariwala passes away:  ‘કાંટા લગા’  ફેમ અભિનેત્રી શેફાલી જરીવાલા નું 42 વર્ષની ઉંમરે હાર્ટ એટેક  થી નિધન થયું છે. મળતી માહિતી મુજબ 27 જૂનની રાત્રે તેને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. તેના પતિ પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો તેને તરત જ અંધેરી સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. 

    આ સમાચાર પણ વાંચો : Fatima Sana Shaikh: આ ગંભીર બીમારી થી પીડાતી હતી ફાતિમા સના શેખ, અભિનેત્રી એ પોતે કર્યો ખુલાસો

    હોસ્પિટલ ના સ્ટાફે પુષ્ટિ કરી

    મીડિયા રિપોર્ટ મુજબ હોસ્પિટલના રિસેપ્શનિસ્ટે શેફાલી જરીવાલા ના અવસાનની પુષ્ટિ કરી છે. તેના અચાનક અવસાનથી એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીઅને ફેન્સમાં શોકની લાગણી છે. સોશિયલ મીડિયા પર લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

    View this post on Instagram

    A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

    પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એવી અપેક્ષા છે કે તેમના તરફથી ટૂંક સમયમાં માહિતી આપવામાં આવશે. હાલમાં, શેફાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પરિવાર દ્વારા અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • sunjay Kapur: સંજય કપૂરના પાર્થિવ શરીરને ભારત લાવવામાં થઈ રહ્યો છે વિલંબ, આ મોટું કારણ આવ્યું સામે

    sunjay Kapur: સંજય કપૂરના પાર્થિવ શરીરને ભારત લાવવામાં થઈ રહ્યો છે વિલંબ, આ મોટું કારણ આવ્યું સામે

    News Continuous Bureau | Mumbai 

    sunjay Kapur: બોલીવૂડ અભિનેત્રી કરીશ્મા કપૂર ના પૂર્વ પતિ અને જાણીતા બિઝનેસમેન સંજય કપૂર ના નિધનથી ફિલ્મ અને બિઝનેસ જગતમાં શોકની લાગણી છે. 12 જૂને લંડનમાં પોલો રમતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમનું પાર્થિવ શરીર હજુ સુધી ભારત લાવવામાં આવ્યું નથી અને તેમાં વિલંબ થઈ રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ માં વિક્રાંત મેસી ના આ નજીક ના વ્યક્તિ નું થયું નિધન, અભિનેતા એ વ્યક્ત કર્યો શોક

    અમેરિકન નાગરિક હોવાને કારણે વધી કાનૂની જટિલતાઓ

    મીડિયા રિપોર્ટ મુજબ સંજય કપૂર અમેરિકન નાગરિક હતા અને તેમનું અવસાન યુકે માં થયું હોવાથી આંતરરાષ્ટ્રીય કાનૂની પ્રક્રિયાઓ અને દસ્તાવેજોની જરૂરિયાતને કારણે વિલંબ થઈ રહ્યો છે. પોસ્ટમોર્ટમ અને ડેથ સર્ટિફિકેટ જેવી પ્રક્રિયાઓમાં સમય લાગી રહ્યો છે.13 જૂન ગુરુવાર પછી શુક્રવાર અને પછી શનિવાર-રવિવારની રજાઓ હોવાને કારણે પાર્થિવ શરીરને ભારત મોકલવામાં વધુ વિલંબ થઈ શકે છે. પરિવારને હવે આગામી સપ્તાહ સુધી રાહ જોવી પડી શકે છે.

    View this post on Instagram

    A post shared by Koimoi.com (@koimoi)

    સંજય કપૂર નો પરિવાર ઈચ્છે છે કે અંતિમ સંસ્કાર ભારતમાં થાય, પરંતુ જો કાનૂની પ્રક્રિયાઓ સમયસર પૂરી ન થાય તો યુકેમાં જ અંતિમ વિધિ કરવાની ફરજ પડી શકે છે. સંજયના કાકા ના ભાઈ તાત્કાલિક લંડન પહોંચ્યા છે અને તમામ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sunjay kapur Death: શું કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર ને થઇ ગયો હતો તેના મૃત્યુ નો આભાસ? ઉદ્યોગપતિ ની પોસ્ટ જોઈ લોકો એ લગાવ્યું અનુમાન

    Sunjay kapur Death: શું કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર ને થઇ ગયો હતો તેના મૃત્યુ નો આભાસ? ઉદ્યોગપતિ ની પોસ્ટ જોઈ લોકો એ લગાવ્યું અનુમાન

    News Continuous Bureau | Mumbai

    Sunjay kapur Death: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર નું 53 વર્ષની ઉંમરે હાર્ટ એટેક થી નિધન થયું છે. યુકેમાં પોલો રમતી વખતે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો અને ઘટનાસ્થળે જ તેનું અવસાન થયું. તેના મૃત્યુના ત્રણ દિવસ પહેલા તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું – “તમારો સમય પૃથ્વી પર ઓછો છે…” જેને લઈને લોકો કહી રહ્યા છે કે તેને પોતાનો અંત નજીક હોવાનો અંદાજ આવી ગયો હતો.

    આ સમાચાર પણ વાંચો : Ramayana Starcast: રણબીર કપૂર ની રામાયણ માં આ રોલ માટે પ્રિયંકા ચોપરા નો કરવામાં આવ્યો હતો સંપર્ક, અભિનેત્રી નું ફિલ્મ ના કરવા પાછળ નું કારણ આવ્યું સામે

    અંતિમ પોસ્ટ અને લોકોની પ્રતિક્રિયા

    સંજય કપૂરે તેમના મૃત્યુના ત્રણ દિવસ પહેલા એક “મંડે મોટિવેશન” પોસ્ટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે “પ્રોગ્રેસ માટે બોલ્ડ ઓપ્શન જોઈએ, પર્ફેક્ટ કન્ડીશન નહીં.” આ સાથે તેમણે ઉમેર્યું હતું – “તમારો સમય પૃથ્વી પર ઓછો છે…” આ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે અને લોકો તેને તેમના મૃત્યુ સાથે જોડીને જોઈ રહ્યા છે.

    મૃત્યુના છ કલાક પહેલા સંજય કપૂરે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું – “એર ઈન્ડિયા ની દુઃખદ દુર્ઘટનાની ભયાનક ખબર. મારી પ્રાર્થનાઓ અને સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે.”

    સંજય કપૂર અને કરિશ્મા કપૂર ના લગ્ન 2003માં થયા હતા. બંનેના બે સંતાન છે – સમાયરા અને કિયાન. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sanjay Kapur passes away: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 53 વર્ષની ઉંમરે થયું નિધન

    Sanjay Kapur passes away: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 53 વર્ષની ઉંમરે થયું નિધન

    News Continuous Bureau | Mumbai

    Sanjay Kapur passes away: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂર નું 53 વર્ષની ઉંમરે હાર્ટ એટેક ના કારણે નિધન થયું છે. આ દુઃખદ ઘટના ઇંગ્લેન્ડના ગાર્ડ્સ પોલો ક્લબમાં બની હતી, જ્યાં તેઓ પોલો રમતા હતા. રમતી વખતે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેઓ મેદાન પર જ પડી ગયા. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

    આ સમાચાર પણ વાંચો : Ishita Dutta: બીજીવાર માતા બની અજય દેવગણ ની ઓન સ્ક્રીન દીકરી, ઇશિતા દત્તા અને વત્સલ શેઠ એ તસવીર શેર કરી કહી આવી વાત

    સુહેલ સેઠે પુષ્ટિ કરી

    સંજય કપૂરના નિધનની પુષ્ટિ જાણીતા લેખક અને અભિનેતા સુહેલ સેઠ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી હતી. તેમણે લખ્યું હતું કે, “સંજય કપૂરના નિધનથી ખૂબ દુઃખ થયું છે. આજે સવારે ઇંગ્લેન્ડમાં તેમનું અવસાન થયું. તેમના પરિવાર અને સહકર્મચારીઓ માટે આ એક મોટી ક્ષતિ છે. ઓમ શાંતિ.” સંજય કપૂરે વર્ષ 2003માં કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે સંતાન – સમાયરા અને કિયાનછે. જોકે, આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2016માં તેમના છૂટાછેડા થયા હતા.છૂટાછેડા પછી સંજયે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા.

    સંજય કપૂર ઓટો કંપની સોના કોમસ્ટાર ના ચેરમેન હતા અને તેમણે કંપનીને વૈશ્વિક સ્તરે આગળ ધપાવી હતી. તેઓ તાજેતરમાં CII નોર્થ રિજનના ચેરમેન તરીકે પણ નિયુક્ત થયા હતા. તેમના અચાનક અવસાનથી ઉદ્યોગ જગતમાં પણ શોકની લાગણી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Vikram Sugumaran Passed Away: દક્ષિણના જાણીતા ફિલ્મમેકર વિક્રમ સુગુમારન નું થયું નિધન, માત્ર આટલી  ઉંમર માં દુનિયાને કહ્યું અલવિદા

    Vikram Sugumaran Passed Away: દક્ષિણના જાણીતા ફિલ્મમેકર વિક્રમ સુગુમારન નું થયું નિધન, માત્ર આટલી ઉંમર માં દુનિયાને કહ્યું અલવિદા

    News Continuous Bureau | Mumbai

    Vikram Sugumaran Passed Away: દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ફિલ્મ નિર્માતા વિક્રમ સુગુમારન નું 47 વર્ષની ઉંમરે હાર્ટ એટેક ના કારણે નિધન થયું છે. તેઓ બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો થયો અને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

    આ સમાચાર પણ વાંચો: Anupama new promo: અમદાવાદ છોડી મુંબઈ ની લોકલ ટ્રેન ના ધક્કા ખાતા જોવા મળી અનુપમા, રૂપાલી ગાંગુલી સાથે શરૂ થશે એક નવી સફર

    બસમાં સફર દરમિયાન થયું દુર્ઘટનાજનક અવસાન

    મળતી માહિતી અનુસાર, વિક્રમ સુગુમારન એક નવી સ્ક્રિપ્ટ પ્રોડ્યુસરને સંભળાવીને મદુરાઈથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પણ તેમને બચાવી શકાયા નહીં. તેમના અવસાનથી દક્ષિણ ફિલ્મ જગતમાં શોકની લાગણી છે.વિક્રમ સુગુમારનનો જન્મ તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના પરમકુડીમાં થયો હતો. તેમણે દિગ્દર્શક બાલુ મહેન્દ્ર પાસેથી ફિલ્મ નિર્માણ શીખ્યું હતું. શરૂઆતમાં તેમણે અભિનેતા તરીકે પણ કામ કર્યું હતું અને ‘પોલાધવન’ તથા ‘કોડીવીરન’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

    વિક્રમ સુગુમારનને ખાસ કરીને તેમની ફિલ્મ ‘માધા યાનાઈ કૂટમ’  માટે ઓળખ મળેલી. તેમની છેલ્લી ફિલ્મ ‘થીરમ બોરમ’  હતી, જે પર્વતારોહણ પર આધારિત હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Heart Attack :જિમમાં વર્કઆઉટ કરતા કરતા અચાનક યુવકને આવ્યો હાર્ટ એટેક; થઇ ગયું મોત.. ઘટના CCTVમાં કેદ…

    Heart Attack :જિમમાં વર્કઆઉટ કરતા કરતા અચાનક યુવકને આવ્યો હાર્ટ એટેક; થઇ ગયું મોત.. ઘટના CCTVમાં કેદ…

    News Continuous Bureau | Mumbai

    Heart Attack :દિવસેને દિવસે હાર્ટ એટેકના કારણે મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન મધ્યપ્રદેશના જબલપુરથી તાજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં, જીમમાં કસરત કરતી વખતે, એક વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય છે અને નીચે પડી જાય છે. આ પછી, જીમમાં હાજર લોકો તેને CPR આપીને હોશમાં લાવવાનો પ્રયાસ કરતા રહ્યા પરંતુ તે ફરી ક્યારેય ઊભો ન થયો અને તેનું મૃત્યુ થયું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

    Heart Attack :હાર્ટ એટેકને કારણે માણસ ઢળી પડ્યો

    વાસ્તવમાં, આ સમગ્ર મામલો જબલપુરના ગોરખપુર વિસ્તારનો હોવાનું કહેવાય છે. અહીં જીમમાં કસરત કરતી વખતે એક યુવક બેભાન થઈ ગયો અને નીચે પડી ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કસરત દરમિયાન હાર્ટ એટેક આવવાથી વ્યક્તિનું મૃત્યુ થયું. યુવક સાંજે લગભગ 6:45 વાગ્યે રાબેતા મુજબ જીમમાં મશીનો પર કસરત કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા તે નીચે પડી ગયો.

    Maharashtra Language Row : મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે શાળાઓમાં હિન્દી ફરજિયાત, મનસેની વિદ્યાર્થી પાંખનું જોરદાર વિરોધ પ્રદર્શન; સરકારી ઠરાવની નકલો સળગાવી

    Heart Attack :આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી

    તે જ સમયે, કસરત દરમિયાન હાર્ટ એટેકનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે જીમમાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા કેદ થયો છે. વીડિયોમાં યુવક અચાનક પડતો જોઈ શકાય છે. હૃદયરોગનો હુમલો આવતાની સાથે જ જીમ ટ્રેનર અને ત્યાં હાજર અન્ય લોકો યુવક પાસે દોડી ગયા. ત્યાં હાજર લોકોએ CPR અને અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો.બાદમાં તેને શહેરની  હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો , પરંતુ અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Heart Attack Video : ફાઇટ રિંગમાં જ મૃત્યુ… લડતી વખતે ખેલાડીને અચાનક આવ્યો હાર્ટ એટેક, પછી… જુઓ વિડીયો

    Heart Attack Video : ફાઇટ રિંગમાં જ મૃત્યુ… લડતી વખતે ખેલાડીને અચાનક આવ્યો હાર્ટ એટેક, પછી… જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Heart Attack Video : હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. ફરી એકવાર જયપુરના એક ખેલાડીના હૃદયરોગના હુમલાથી મૃત્યુનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલો ચંદીગઢનો છે. જ્યાં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી વુશુ ચેમ્પિયનશિપ દરમિયાન,  એક ખેલાડીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ જયપુરના ખેલાડી મોહિત શર્મા તરીકે થઈ છે.

     Heart Attack Video : જુઓ વિડીયો 

    Heart Attack Video : ખેલાડી અચાનક મેટ પર ઢળી પડ્યો

    આ મેચ ચંદીગઢ યુનિવર્સિટી ઘરુઆનમાં ચાલી રહી હતી. મોહિત તેના પ્રતિસ્પર્ધી સામે મેચ જીતી રહ્યો હતો. તેના સાથી ખેલાડીઓ તેને ચીયર કરી રહ્યા હતા, પણ અચાનક તે મેટ પર ઢળી પડ્યો. પહેલા તો રેફરીએ વિચાર્યું કે મોહિત થાકને કારણે મેટ પર પડી ગયો છે. વારંવાર જગાડવા છતાં જ્યારે તે જાગ્યો નહીં, ત્યારે બધા ગભરાઈ ગયા. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

    આ સમાચાર પણ વાંચો:  Tiger Family Video: દુર્લભ દૃશ્ય … તાડોબા રિઝર્વમાં વાઘણ તેના 5 બચ્ચા સાથે નીકળી ફરવા; આ વિડીયો જોઈને દિલ ખુશ થઈ જશે

    Heart Attack Video : હાર્ટ એટેકના કારણે ખેલાડીનું મોત 

    જણાવી દઈએ કે ગયા વર્ષે પણ જયપુરમાં ટુર્નામેન્ટ દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર યશ ગૌડનું અવસાન થયું હતું. 58 વર્ષીય યશ ગૌર બોલિંગ કર્યા પછી ફિલ્ડિંગ કરી રહ્યા હતા. કાલવડ રોડ સ્થિત વિનાયક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વેટરન ડબલ વિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી. ઓવર પૂરી કર્યા પછી, યશ ગૌડ સ્ક્વેર લેગ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક જમીન પર પડી ગયો. બધા ખેલાડીઓ યશ પાસે પહોંચ્યા. તેમને CPR આપવામાં આવ્યું. આ પછી પણ યશ ભાનમાં ન આવ્યો. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.