• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - hospitals
Tag:

hospitals

Internship program conducted at these hospitals in Surat through Nehru Yuva Kendra and My India.
સુરત

Surat: નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારતના માધ્યમથી સુરતની આ હોસ્પિટલો ખાતે યોજાયો ઇન્ટર્નશીપ કાર્યક્રમ.

by Hiral Meria September 21, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત–સુરતના સંયુક્ત ઉપક્રમે સુરતની નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને આયુષ્માન આરોગ્ય મંદિર(પ્રાયમરી હેલ્થ સેન્ટર,કોસંબા) ખાતે Experiential Learning Program-ELP હેઠળ યુવાઓ માટે ૧૦ દિવસની ઇન્ટર્નશિપ યોજાઇ.  

           યુવાઓને વ્યવહારિક અનુભવ પ્રદાન કરવાના હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ લોન્ચ કરાયેલા “માય ભારત પોર્ટલ” ( My Bharat Portal ) અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિર્દેશક દુષ્યંત ભટ્ટ તેમજ જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં સુરતના ૩૫ જેટલા યુવાઓ ૧૦ દિવસ માટે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે સેવા આપશે. અને ઇન્ટર્નશીપ ( Internship ) પૂર્ણ થયે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય તરફથી તેઓને પ્રમાણપત્ર અર્પણ કરાશે.     

           આ કાર્યક્રમમાં હોસ્પિટલના ( Hospitals ) નિવાસી તબીબી અધિકારી, વરિષ્ઠ તબીબી અધિકારી, સર્વર ઇન્ચાર્જ, માહિતી નોંધણી અધિકારી અને આસિસ્ટન્ટ હોસ્પિટલ પ્રશાસનના સહયોગથી ઇન્ટર્નશિપમાં જોડાયેલા ૩૫ યુવાઓને હોસ્પિટલને લગતી સંપૂર્ણ માહિતી અને જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો :  Global Cybersecurity Index 2024: વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક 2024માં ભારતે ટાયર 1 દરજ્જો કર્યો હાંસલ, આ દેશોની હરોળમાં થયું સામેલ

           આ પ્રસંગે નેહરુ યુવા કેન્દ્રના ( Nehru Yuva Kendra Surat ) રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો જૈવિક રૈયાણી, ગૌરવ પડાયા, ઉજ્જવલ પરમાર, કમલ સોલંકી અને સંસ્કૃતિ હાજર રહ્યા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Government's clarification The work of converting hospitals into medical colleges will continue, funds will continue to be received from the Centre.
દેશ

Medical Colleges: સરકારની સ્પષ્ટતા : હોસ્પિટલોને મેડિકલ કોલેજોમાં રૂપાંતરિત કરવાનું કામ ચાલુ રહેશે, કેન્દ્ર તરફથી ભંડોળ મળતું રહેશે.

by Hiral Meria July 11, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Medical Colleges: મેડિકલ કોલેજોમાં રૂપાંતરિત થઈ રહેલા હાલના DH/RHને NHM તરફથી ભંડોળ મળતું બંધ થઈ જશે તેવી આશંકાને કારણે વધારાના જિલ્લા/રેફરલ હોસ્પિટલો (DH/RH)ના નિર્માણ માટે અમુક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવેલી માંગણીઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી અપૂર્વ ચંદ્રાએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને સ્પષ્ટતા કરી છે કે તમામ વર્તમાન DH/RH કે જેઓ મેડિકલ કોલેજોમાં રૂપાંતરિત થઈ રહ્યા છે તેઓ નેશનલ હેલ્થ મિશન ( National Health Mission ) હેઠળ તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓ ચાલુ રાખશે અને NHM હેઠળ કેન્દ્ર તરફથી ભંડોળ સમર્થન પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે. 

મેડિકલ કોલેજોની સંખ્યા વધારવા માટે છેલ્લાં નવ વર્ષોમાં નક્કર પ્રયાસો કરવામાં આવ્યા છે. હાલમાં દેશમાં 706 મેડિકલ કોલેજો છે. છેલ્લા નવ વર્ષોમાં, કુલ 319 મેડિકલ કોલેજો ઉમેરવામાં આવી છે (ખાનગી મેડિકલ કોલેજો સહિત), 2014થી મેડિકલ કોલેજોની સ્થાપનામાં 82% વધારો થયો છે. ભારતનું મેડિકલ એજ્યુકેશન નેટવર્ક વધુ ધ્યાન અને રોકાણ સાથે અનેકગણું વિસ્તર્યું છે. વ્યાવસાયિક શિક્ષણ અને ગુણવત્તા તરફ. અન્ડરસેવ્ડ વિસ્તારોમાં પહોંચવા અને સુલભતાના અભાવને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે, આરોગ્યસંભાળ સેવાઓની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે ડોકટરોની વસ્તીના ગુણોત્તરમાં સુધારો કરવા માટે સતત ઝુંબેશ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad : અમદાવાદ CDHO એ‌ બાવળા તાલુકામાં બોગસ ડોક્ટરને ઝડપી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરી

જિલ્લા હોસ્પિટલોને ( hospitals ) મજબૂત/અપગ્રેડ કરીને નવી મેડિકલ કોલેજો ખોલવા માટે કેન્દ્રીય ભંડોળ પૂરું પાડવા માટેની કેન્દ્રીય પ્રાયોજિત યોજના 2014માં રજૂ કરવામાં આવી હતી “હાલની જિલ્લા/રેફરલ હોસ્પિટલો સાથે જોડાયેલ નવી મેડિકલ કોલેજોની સ્થાપના”, આ યોજનાના ત્રણ તબક્કાઓ આજની તારીખમાં અમલમાં મુકવામાં આવ્યા છે, જે અંતર્ગત મેડિકલ પ્રોફેશનલ્સ વધારવાના ઉદ્દેશ્યોને અનુરૂપ 157 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં, આ 157 મેડિકલ કોલેજોમાંથી, 108 કાર્યરત થઈ ગઈ છે. મંજૂર કરાયેલી 157 કોલેજોમાંથી 40 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આવેલી છે જે આ જિલ્લાઓમાં રોકાણને પ્રોત્સાહન આપે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai News bmc a point clean up marshal in hospital.
મુંબઈ

Mumbai News : BMC મુંબઈની હોસ્પિટલોમાં હવે ક્લીનઅપ માર્શલ દંડ વસૂલશે. પાલિકાનો નિર્ણય.

by Hiral Meria May 5, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Mumbai News : BMC મુંબઈ મહાનગરપાલિકાએ  મુંબઈ શહેરની હોસ્પિટલોને ( hospitals ) સાફ રાખવા માટે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે હોસ્પિટલમાં માર્શલ લોકો પાસે દંડ વસૂલશે. 

Mumbai News : BMC મુંબઈવાસીઓની ફરિયાદ છે કે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલો ગંદી રહે છે. 

મુંબઈ મહાનગરપાલિકાએ હવે આ ફરિયાદને દૂર કરવા માટે મોટું પગલું લીધું છે. મુંબઈ શહેરની છ હોસ્પિટલ એટલે કે નાયર, કેઇએમ, રાજાવાડી, કુપર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં ક્લીન અપ માર્શલ ( Clean up Marshals ) તૈનાત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે ૦૫ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Mumbai News : BMC મુંબઈ શહેરમાં એપ્રિલ મહિનાથી ક્લીનઅપ માર્શલ કામ કરી રહ્યા છે. 

મુંબઈ શહેરમાં એક સમયે સફાઈ ની ( Cleanliness ) પૂરેપૂરી જવાબદારી ક્લિનિક માર્શલના માટે હતી. જોકે પછી ફરિયાદ આવી હતી કે આ માર્શલ દ્વારા તોડપાણી કરવામાં આવે છે. જેને કારણે મુંબઈ મહાનગર પાલિકાએ આ સંપૂર્ણ યોજના બંધ કરવી પડી હતી. હવે મુંબઈ મહાનગરપાલિકાએ સુધારિત કાયદા મુજબ ગંદકી ફેલાવવા માટે માર્શલ પાસેથી વધુમાં વધુ 200 રૂપિયા દંડ વસૂલ કરવાનો આદેશ આપ્યો છે. આ મુજબ હવે માર્શલ કામ કરશે.

May 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Winter Due to the increase in cold in Mumbai, the number of patients in hospitals has increased..
મુંબઈ

Mumbai Winter: મુંબઈમાં ઠંડીમાં વધારો થતાં જ આ કારણે હોસ્પિટલોમાં દર્દીની સંખ્યામાં થયો વધારો.

by Bipin Mewada January 16, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai Winter: છેલ્લા બે-ત્રણ દિવસમાં મુંબઈ ( Mumbai ) શહેર અને ઉપનગરો સહિત રાજ્યભરમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. મુંબઈમાં તાપમાનનો પારો 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો છે અને ઘુમ્મસના ( fog ) કારણે પ્રદૂષણમાં ( pollution ) પણ વધારો થયો છે. ઠંડી અને પ્રદુષણના કારણે દવાખાનાઓ અને હોસ્પિટલોની ( hospitals ) ઓપીડીમાં દર્દીઓની ( patients ) સંખ્યા પહેલાથી જ ઘણી વધી ગઈ છે. તબીબોનું ( Doctors ) કહેવું છે કે દર્દીઓ ગળામાં દુખાવો, શરદી અને ઉધરસની ફરિયાદ લઈને તેમની પાસે પહોંચી રહ્યા છે. 

એક રિપોર્ટ મુજબ, મુંબઈમાં હાલ ઘણી જગ્યાએ ઘણા પ્રોજેક્ટો માટે રસ્તાઓ ખોદવામાં આવ્યા છે. મોટા પાયે બાંધકામનું કામ પણ ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ મેટ્રોનું કામ ( Metro Constuction ) ચાલી રહ્યું છે. ફ્લાઈંગ બ્રિજનું કામ ચાલુ છે. તો આ સંદર્ભે પ્રદૂષણ ઘટાડવા માટે, છંટકાવ મશીનોનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે, જેની સંખ્યા હાલમાં મર્યાદિત છે. હાલ, ધુમ્મસ અને ધૂળનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે મુંબઈમાં વધતા પ્રદૂષણનું ચિત્ર દેખાઈ રહ્યું છે. છેલ્લા બે દિવસથી મુંબઈમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઓછી વિઝિબિલિટીના કારણે સવારે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : DGCA new SOP: હવે ફલાઈટમાં વિલંબના કિસ્સામાં એરલાઈન્સ મુસાફરોને આ રીતે કરશે જાણ…. DGCA એ જારી કરી આ નવી SOP

  પ્રદુષણને કારણે હાલ દર્દીઓની સંખ્યામાં વધારો..

રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી દવાખાનાઓમાં હાલ દર્દીઓ શરદી, ઉધરસ, આંખોમાં બળતરા, ગળામાં દુખાવો જેવી ફરિયાદો વધુ આવી રહી છે. તેથી હાલ ડોક્ટરોએ લોકોને સવારે મોર્નિંગ વોક માટે જવાનું ટાળવાનું સૂચન કરી રહ્યા છે. તેમ જ શરદી અને ઉધરસના કિસ્સામાં માસ્કનો ઉપયોગ કરવા, ડૉક્ટરની સલાહ લેવા અને રોગને આગળ વધતો અટકાવવા ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે.

January 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Zero Prescription Scheme will now be implemented in municipal hospitals of Mumbai.. Hospitals will now get relief in this matter
મુંબઈ

Mumbai: મુંબઈના પાલિકા હોસ્પિટલોમાં હવે લાગુ થશે ઝીરો પ્રિસ્ક્રિપ્શન યોજના.. હોસ્પિટલોમાં હવે આ મામલે મળશે રાહત…

by Bipin Mewada January 5, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈના પાલિકા ( BMC ) વહીવટીતંત્રે તેની તમામ મોટી હોસ્પિટલોમાં (hospitals )  ‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન’ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેથી આવી સ્થિતિમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નિર્ણયના અમલ પછી દર્દીઓને એક પણ દવા બહારથી ખરીદવી પડશે નહીં. આ હેતુ માટે આવશ્યક દવાઓની વધારાની ખરીદી માટે સમીક્ષા કર્યા બાદ રૂ. 1,000 કરોડનું ભંડોળ બનાવવામાં આવ્યું છે. વહીવટી કમિશનર ઈકબાલ સિંહ ચહલે ( Iqbal Singh Chahal )  આ પ્રસ્તાવને મંજૂરી પણ આપી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે ટેન્ડર પ્રક્રિયા અને સપ્લાયરો પાસેથી દવાઓ ન મળવા સહિતના અન્ય વિવિધ કારણોસર હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ થતી ન હતી. આવી સ્થિતિમાં, સારવાર કરતા ડૉક્ટર વારંવાર દર્દીના પરિવારને બહારથી દવા લાવવાનું કહેતા હતા. જેમાં હવે ઝીરો પ્રિસ્ક્રિપ્શન ( Zero Prescription ) લાગુ થતા, હવે દર્દીઓએ ( Patients ) કોઈપણ સંજોગોમાં હોસ્પિટલની બહાર જઈને દવાઓ ખરીદવી નહી પડે. તેથી હવે આ અંગે એડિશનલ કમિશનરે એક હજાર કરોડથી વધુની કિંમતની દવાઓ ( Medicines ) ખરીદવાની દરખાસ્ત તૈયાર કરી ગત સપ્તાહે કમિશનર ઈકબાલ સિંહ ચહલને સુપરત કરી હતી. જે કમિશ્નર દ્વારા મંજૂર પણ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં સૂત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં એક હજાર કરોડ રૂપિયાની વધારાની દવાઓ ખરીદવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ યોજનાનો અમલ 15મી જાન્યુઆરીથી શરૂ થશે એવી અપેક્ષાઓ છે.

મહાનગરપાલિકાની તમામ મોટી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં કુલ 7,100 બેડ છે….

એક અહેવાલ મુજબ, મુંબઈ પાલિકાની આરોગ્ય વ્યવસ્થામાં ઝીરો પ્રિસ્ક્રિપ્શન સ્કીમ લાગુ કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. પાલીકાના એડિશનલ કમિશનરે આ અંગે સંબંધિત હોસ્પિટલોના ડીન અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ મોટી હોસ્પિટલોમાં દવાઓની ખરીદીની સમીક્ષા કરવામાં આવી હતી. દર્દીઓએ બહારથી કઇ દવાઓ લાવવી પડે છે તેની પણ માહિતી લેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Education Ministry: શિક્ષણ મંત્રાલયે ‘પ્રેરણા કાર્યક્રમ’ શરૂ કર્યો

એક રિપોર્ટ અનુસાર, મહાનગરપાલિકાની તમામ મોટી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં કુલ 7,100 બેડ છે. આ હોસ્પિટલોની ઓપીડીમાં દર વર્ષે 68.21 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ મુજબ મહાનગરપાલિકાની હોસ્પિટલોની ઓપીડીમાં રોજના સરેરાશ 21,300 દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં કેટલાક લાખ દર્દીઓને દાખલ કરવામાં આવે છે અને તેમની સારવાર પણ કરવામાં આવે છે, જ્યારે વાર્ષિક આશરે 1.5 લાખ સર્જરી કરવામાં આવે છે.

January 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
UPI Payment Limit Big statement from NPCI.. UPI payment limit increased from 1 lakh rupees to 1 lakh now, changes will be applicable from this day.
વેપાર-વાણિજ્ય

UPI Payment Limit: NPCI નું મોટુ નિવેદન.. UPI પેમેન્ટની સીમા મર્યાદા 1 લાખ રૂપિયાથી વધીને હવે આટલા લાખ થઈ, ફેરફારો આ દિવસથી થશે લાગુ…

by Bipin Mewada January 5, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

UPI Payment Limit: ભારતીય રિઝર્વ બેંકે ( RBI ) યુનિફાઈડ પેમેન્ટ ( UPI Payment ) ઈન્ટરફેસને લઈને 8 ડિસેમ્બર, 2023ના રોજ, એક મોટી જાહેરાત કરી હતી અને તેની ટ્રાન્ઝેક્શન મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી હતી. પરંતુ આ મર્યાદા માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે જ વધારવામાં આવી હતી. ત્યારથી આ ટ્રાન્ઝેક્શન લિમિટ ક્યારે લાગુ થશે તે અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ( NPCI ) એ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર ( PSPs ) ને 10 જાન્યુઆરી, 2024 સુધીમાં આ સેવા શરૂ કરવા કહ્યું છે. 

એક અહેવાલ મુજબ, ડિસેમ્બરમાં મોનેટરી પોલિસીની ( monetary policy ) બેઠકમાં આરબીઆઈએ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ( UPI ) પેમેન્ટ માટેની મર્યાદા ( transaction )  1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ મર્યાદા ( Transaction Limits ) માત્ર હોસ્પિટલો ( Hospitals ) અને શૈક્ષણિક સંસ્થાઓ ( Educational Institutions ) માટે જ વધારવામાં આવી હતી. આ પછી, NPCIએ 19 ડિસેમ્બર, 2023 ના રોજ આ બાબતે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. નોંધનીય બાબત એ છે કે જે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ આ મર્યાદા માટે વિનંતી કરશે તેમને જ આ સુવિધાનો લાભ મળશે.

યુઝર્સ માત્ર વેરિફાઈડ મર્ચન્ટ્સ પાસેથી જ UPI દ્વારા રૂ. 5 લાખ સુધીની ચુકવણી કરી શકશે….

NPCI દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, યુઝર્સ હવે 10 જાન્યુઆરી, 2024થી UPI દ્વારા વધારવામાં આવેલ રૂ. 5 લાખ સુધીની ચુકવણી કરી શકશે. આ માટે NPCIએ તમામ બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર અને API એપ્સને ( API apps ) આ સેવા આપવાનો આદેશ આપ્યો છે. યુઝર્સ માત્ર વેરિફાઈડ મર્ચન્ટ્સ પાસેથી જ UPI દ્વારા રૂ. 5 લાખ સુધીની ચુકવણી કરી શકશે.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya: પુરીના શંકરાચાર્યનું અયોધ્યા જવા અંગે મોટુ નિવેદન.. કહ્યું જો મોદીજી ઉદ્ઘાટન કરશે, તો હું શું તાળીઓ પાડીશ.. જાણો શું છે આ આખો કિસ્સો.

ઉલ્લેખનીય છે કે, UPIની શરૂઆત ભારતમાં 2016માં થઈ હતી. ત્યારથી તેની લોકપ્રિયતા ઝડપથી વધી છે. વધતા જતા ડિજિટલાઈઝેશનના યુગમાં લોકો કેશ પેમેન્ટને બદલે, હવે UPI દ્વારા પેમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ ચૂકવણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, RBIએ UPI દ્વારા ચુકવણી મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે.

January 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Israel-Hamas War: Hospitals in Gaza are also closed! Even Gaza's biggest hospital is struggling to keep patients alive.. Read more…
આંતરરાષ્ટ્રીય

Israel-Hamas War: ગાઝામાં હોસ્પિટલો પણ બંધ! ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ પણ દર્દીઓને જીવંત રાખવા માટે કરી રહી છે સંઘર્ષ.. જાણો વિગતે…

by Zalak Parikh November 13, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

 Israel-Hamas War: ઈઝરાયેલ અને હમાસ (Israel Hamas War) વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયું છે. ઘણા દેશો તેને રોકવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. જો કે તેની કોઈ અસર થાય તેમ જણાતું નથી. પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ દયનીય બની રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, રવિવારે (12 નવેમ્બર), ઉત્તરી ગાઝાની બે મોટી હોસ્પિટલો નવા દર્દીઓ માટે બંધ કરવામાં આવી હતી.હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે ઈઝરાયેલના બોમ્બમારા અને ઈંધણ અને દવાઓની અછતને કારણે પહેલાથી જ સારવાર લઈ રહેલા લોકોના મોત થઈ શકે છે. તબીબી કર્મચારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ પેલેસ્ટિનિયન પ્રદેશના ઉત્તરમાં હોસ્પિટલોની ઍક્સેસને અવરોધિત કરી છે. જેના કારણે દર્દીઓને અંદરથી સારવાર આપવામાં આવતી નથી.તે જ સમયે, ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તે વિસ્તારમાં હમાસના લડવૈયાઓને આશ્રય આપી રહ્યું છે, જેના માટે હોસ્પિટલોને ખાલી કરાવવી જોઈએ. આના પર ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફા અને અલ-કુદસે રવિવારે ઓપરેશન બંધ કરવાનો નિર્ણય લીધો છે.

 

હોસ્પિટલ સાથે સંપર્ક તૂટી ગયો છે અને તે ત્યાં ફસાયેલા લોકો માટે ચિંતિત: WHO

 

ગાઝામાં દરરોજ સેંકડો લોકો મૃત્યુ પામી રહ્યા છે. જેના કારણે હોસ્પિટલો પર પ્રેશર વધી રહ્યું છે. જો કે તેમ છતાં હોસ્પિટલોમાં સારવારની અછત છે. ગાઝામાં રહેતા એક વ્યક્તિ અહેમદ અલ-કાહલોતે કહ્યું કે તેનો પુત્ર ઘાયલ થયો છે. ગાઝામાં એક પણ હોસ્પિટલ ખુલ્લી નથી જ્યાં હું તેને લઈ જઈ શકું જેથી તેને ટાંકા લાગાવી શકું.શિફા હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. અહેમદ અલ મોખલાલાતીએ જણાવ્યું હતું કે, આ જ હોસ્પિટલમાં ફ્યુલના અભાવે ઈન્ક્યુબેટર બંધ પડી જવાથી બે નવજાત બાળકોના મોત થયા છે અને સાથે કહ્યુ છે કે, બીજા પણ ઘણા નવજાત બાળકો પર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે.ગાઝા આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાએ કહ્યું કે ઇઝરાયેલના બોમ્બમારાને કારણે હોસ્પિટલની અંદર રહેલા મેડિકલ સ્ટાફ ભયમાં કામ કરી રહ્યા છે. ઇઝરાયેલનું કહેવું છે કે હમાસે હોસ્પિટલની નીચે અને નજીક કમાન્ડ સેન્ટર બનાવ્યા છે. જો કે, હમાસે આ રીતે હોસ્પિટલોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: યુએનમાં ફરી ઇઝરાયેલ વિરુદ્ધ ઠરાવ, આ વખતે ભારતે ઉઠાવ્યું આ પગલું.. જાણો વિગતે..

ઈઝરાયેલની સેના બંધકોને મુક્ત કરવા માંગે છે, આ માટે તેણે હમાસને ખતમ કરવાની યોજના બનાવી છે. દક્ષિણ ગાઝામાં ખાન યુનિસમાં નાસેર હોસ્પિટલના ડૉક્ટર મોહમ્મદ કંદીલે જણાવ્યું હતું કે શિફા નવા ઘાયલ લોકોને સ્વીકારી રહી નથી. શિફા હોસ્પિટલ હવે કાર્યરત નથી. કોઈને અંદર કે બહાર જવાની છૂટ નથી. તેના પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કહ્યું કે તેનો હોસ્પિટલ સાથે સંપર્ક તૂટી ગયો છે અને તે ત્યાં ફસાયેલા લોકો માટે ચિંતિત છે.

November 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai: BMC spends Rs 1,200cr on meds, to cut role of pvt chemists
મુંબઈ

Mumbai: BMC દર વર્ષે દવાઓ પર રૂ. 1,200 કરોડનો ખર્ચ કરે છે… છતાં પ્રાઈવેટ કેમિસ્ટો પર દવા માટે લોકોની ભીડ – BMC આ રીતે લાવશે આ સમસ્યાનો ઉકેલ.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો…

by Dr. Mayur Parikh August 10, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

Mumbai: BMC દર વર્ષે રૂ.1,200 કરોડથી વધુની કિંમતની દવાઓ ખરીદતી હોવા છતાં, દર્દીઓ જાતે દવાઓ ખરીદી શકે તે માટે દરરોજ સેંકડો પ્રિસ્ક્રિપ્શન ખાનગી કેમિસ્ટની દુકાનો પાસે આવે છે. આ પ્રિસ્ક્રિપ્શનો હંમેશા મોંઘી અથવા અસાધારણ દવાઓ સાથે સંબંધિત હોતી નથી, પરંતુ ઘણીવાર તેમાં મૂળભૂત વસ્તુઓ જેમ કે મોજા અને એન્ટીબેક્ટેરિયલ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.

આ લાંબા સમયથી ચાલી રહેલા મુદ્દાને ઉકેલવા માટે, BMC એ ચારેય મેડિકલ અને એક ડેન્ટલ કૉલેજના ડીનને દવાઓ અને ડાયગ્નોસ્ટિક પરીક્ષણોની વ્યાપક સૂચિ બનાવવા માટે સૂચના આપી છે. જે વારંવાર એક્સર્ટનલ સોર્સમાંથી સૂચવવામાં આવે છે, પરંતુ હજી સુધી શેડ્યુલ સૂચિમાં દર્શાવવામાં આવતી નથી. BMC પાસે કુલ 12 શિડ્યુલ છે. જેમાં હોસ્પિટલોમાં જરૂરી 1,779 તબીબી વસ્તુઓ છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, વધારાના મ્યુનિસિપલ કમિશનર ડૉ. સુધાકર શિંદેએ તમામ મેડિકલ કૉલેજના ડિરેક્ટર અને ડીન સાથે બેઠક બોલાવી હતી. મીટીંગનો હેતુ એક્સર્ટનલ સોર્સમાંથી નિયમિતપણે સૂચવવામાં આવતી દવાઓને નિર્ધારિત કરવાનો અને તેમને સત્તાવાર સૂચિમાં સામેલ કરવાનો હતો. ડૉ. શિંદેના જણાવ્યા મુજબ, મફત પથારી અને શસ્ત્રક્રિયાઓ ઉપલબ્ધ હોવા છતાં, દર્દીઓને દવાઓ અને ઉપભોજ્ય વસ્તુઓ માટે નોંધપાત્ર ખર્ચ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Urfi Javed : ઉર્ફી જાવેદે જણાવ્યું બોલ્ડ કપડાં પહેરવાનું કારણ, જાણો અભિનેત્રી એ શું કહ્યું

દવાઓની માંગ અને તેમની ઉપલબ્ધતા વચ્ચે પણ અસમાનતા છે

નિષ્ણાતો કહે છે કે અપૂરતી દવાઓની ઉપલબ્ધતાની સમસ્યા નિરંતર અને મોટાભાગે પ્રણાલીગત રહી છે. મેડિકલ કોલેજો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગના આધારે મ્યુનિસિપલ હોસ્પિટલો માટેની દવાઓ સેન્ટ્રલ પરચેઝ ડિપાર્ટમેન્ટ (CPD) દ્વારા જથ્થાબંધમાં ખરીદવામાં આવે છે. આ દવાઓ અને વસ્તુઓ 12 અનુસૂચિઓનો એક ભાગ હોવી આવશ્યક છે. દાખલા તરીકે, શેડ્યૂલ 1માં 267 ઇન્જેક્શન અને રસીઓ છે, શેડ્યૂલ IIમાં 260 પ્રકારની ગોળીઓનો સમાવેશ થાય છે, શેડ્યૂલ IIIમાં 111 પ્રકારના સિરપ અને મલમ વગેરેનો સમાવેશ થાય છે.

જોકે, અછત માટેનું એક પ્રાથમિક કારણ CPD દ્વારા સમયસર ટેન્ડરો શરૂ કરવામાં નિષ્ફળતા છે, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘણીવાર મહિનાઓથી એક વર્ષ સુધીનો વિલંબ થાય છે. ડૉ. શિંદેએ જણાવ્યું હતું કે તેઓ ટેન્ડરિંગ અને પ્રાપ્તિની કેટલીક પદ્ધતિઓમાં ફેરફાર કરવાની યોજના ધરાવે છે. સીપીડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે ટેન્ડરો સમયસર બહાર પાડવામાં આવે છે, ત્યારે કંપનીઓ કેટલીકવાર બધી દવાઓ સપ્લાય કરવામાં સંઘર્ષ કરે છે, જે વિલંબમાં વધારો કરે છે.

વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું હતું કે દવાઓની માંગ અને તેમની ઉપલબ્ધતા વચ્ચે પણ અસમાનતા છે. તેમણે સમજાવ્યું કે તેઓ ચોક્કસ દવા માટે અંદાજ પૂરો પાડે છે, પરંતુ દર્દીની માત્રા અથવા અણધાર્યા સંજોગો જેવા પરિબળોને લીધે વાસ્તવિક વપરાશ અંદાજ કરતાં વધી જાય છે. જ્યારે ડીનના ફંડનો ઉપયોગ કરીને કટોકટીની ખરીદી કરવી શક્ય છે, આ પ્રક્રિયામાં એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.

 

August 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
As cases rise, hospitals in Mumbai reopen Covid wards
મુંબઈ

મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો! પાલિકાએ તાબડતોબ લીધો આ નિર્ણય..

by Dr. Mayur Parikh March 27, 2023
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

દિલ્હી અને મુંબઈ સહિત દેશના ઘણા ભાગોમાં કોરોના વાયરસનું જોખમ વધી રહ્યું છે. કેરળ, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે. મુંબઈમાં કોરોના સંક્રમણના આંકડામાં સૌથી વધુ વધારો નોંધાઈ રહ્યો છે. તેને જોતા મુંબઈની ઘણી હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓ ની સારવાર માટે બનાવેલા વોર્ડ લગભગ એક વર્ષ પછી ફરી શરૂ કરવામાં આવ્યા છે.

મુંબઈમાં કોવિડ વોર્ડ ફરી ખોલવામાં આવ્યા

જણાવી દઈએ કે કોવિડ વોર્ડમાં માત્ર કોરોના સંક્રમિત દર્દીઓને જ દાખલ કરવામાં આવે છે. તેમને ઓક્સિજન અને વેન્ટિલેટર સપોર્ટની સુવિધા છે. આ તમામ હોસ્પિટલોમાં કોરોના રોગચાળાની શરૂઆત દરમિયાન બનાવવામાં આવ્યા હતા. હવે વાયરસના વધતા જોખમને ધ્યાનમાં રાખીને કોવિડ વોર્ડ ફરી શરૂ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં કોવિડના દર્દીઓ સતત વધી રહ્યા છે

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં કોવિડ સતત વધી રહ્યો છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 2000થી વધુ છે. આંકડા અનુસાર, ઓક્ટોબર પછી આ પ્રથમ વખત છે, જ્યારે સક્રિય કેસ 2000 ને વટાવી ગયા છે.

મુંબઈ શહેરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે

તે જ સમયે, મુંબઈ શહેરમાં કોવિડના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 123 નવા કેસ નોંધાયા છે. ચિંતાજનક વાત એ છે કે અહીંની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધવા લાગી છે. મુંબઈની હોસ્પિટલોમાં 43 કોરોના દર્દીઓ દાખલ છે. જેમાંથી 21ને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. મુંબઈમાં કોવિડના સક્રિય દર્દીઓની સંખ્યા 500ને વટાવી ગઈ છે. લગભગ 4 મહિના પછી આટલા મામલા સામે આવ્યા છે. આ સાથે હોસ્પિટલોમાં દાખલ કોવિડના દર્દીઓમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં કોવિડ વોર્ડ ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  આને કહેવાયઃ હિંમતે મર્દા તો મદદે ખુદા. સ્ટોર મેનેજરે ચોરને પોલીસ આવે ત્યાં સુધી આ રીતે પકડી રાખ્યો.. જુઓ વિડીયો..

મુંબઈની બે હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો થયો છે

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડના વધતા જતા કેસોને જોતા BMCએ તેની હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કર્યો છે. BMCની સેવન હિલ્સ હોસ્પિટલમાં 1850 બેડનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે, કસ્તુરબા હોસ્પિટલમાં 30 બેડનો વધારો કરવામાં આવ્યો છે. કોવિડના વધતા જતા કેસ અને હોસ્પિટલમાં દાખલ થવામાં તેજીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય

કોવિડ નિષ્ણાતનું કહેવું છે કે કોરોના વાયરસ ફરી વધી રહ્યો છે. તેને હળવાશથી ન લેવું જોઈએ. જો કે લક્ષણો બહુ ગંભીર નથી, પરંતુ કોરોનાના કેસ વધી રહ્યા છે. રોજેરોજ કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. લોકોને કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરો અને હાથની સ્વચ્છતાનું પણ પાલન કરો

છેલ્લા 7 દિવસોમાં કોરોનાના કેસમાં 78 ટકાનો વધારો

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી એક વાર કોરોના કેસ વધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર છેલ્લા સાત દિવસોમાં ભારતમાં કોરોના વાયરસના 8,781 નવા કેસ નોંધાયા હતા. જે તેના પછીના સાત દિવસોમાં 4,929થી 78 ટકા વધારે છે. આ ગયા અઠવાડિયામાં નોંધાયેલી 85% વૃદ્ધિના બરાબર છે.

આ સમાચાર પણ વાંચો :  કેરી રસિકો માટે માઠા સમાચાર. એપ્રિલમાં આ કારણે કેરીની આવક ઘટશે, સાથે ભાવ પણ વધશે..

March 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં કોરોના ઈન ‘કન્ટ્રોલ’, મહાનગરપાલિકાએ શહેરમાં આ ત્રણ જમ્બો કોવિડ સેન્ટર કાયમ માટે બંધ કર્યા.. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) દર્દીઓની(Patients) ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખતા મુંબઈ પાલિકા પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.

દહિસર(Dahisar) ચેકનાકા, ગોરેગાંવ નેસ્કો(Goregaon Nesco) અને કાંજુરમાર્ગ(Kanjumarg) ખાતેના ત્રણ જમ્બો કોવિડ સેન્ટરને(jumbo covid center) સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય ચાર કેન્દ્રો BKC, મલાડ, મુલુંડ અને વરલી NSCI સેન્ટરો પણ બંધ રહેશે. 

જોકે આ ચાર કેન્દ્રને સક્રિય સ્થિતિમાં રાખવામાં આવશે જેથી કરીને જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને જરૂરિયાત મુજબ ફરીથી ખોલી શકાય. 

હાલમાં કોવિડના દર્દીઓ બે મોટી હોસ્પિટલ(Hospital), સેવન હિલ્સ(Seven Hills) અને કસ્તુરબામાં(Kasturba) સારવાર લઈ રહ્યા છે, જ્યાં બેડસ આરક્ષિત છે.

આ સમાચાર પણ વાંચો :  તો ફાઈનલ, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના બંગલા પર પડશે પાલિકાનો હથોડો? જાણો વિગતે

April 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક