• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - insta story
Tag:

insta story

hina khan battling cancer underwent surgery
મનોરંજન

Hina khan: હિના ખાન ની થઇ સર્જરી, હોસ્પિટલ માંથી તસવીર શેર કરી કહી આવી વાત

by Zalak Parikh July 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાને થોડા વખત પહેલા જણાવ્યું હતું કે તેને બ્રેસ્ટ કેન્સર છે. ત્યારબાદ હિના ખાને તેના પહેલા કિમોથેરાપી ની જર્ની પણ શેર કરી હતી. હવે હિના ખાન ની બ્રેસ્ટ કેન્સર ની સર્જરી થઇ છે. હિના ખાને તેની ઇન્સ્ટા સ્ટોરી માં હોસ્પિટલ માંથી તસવીર શેર કરીને તેની હાલત કેવી છે તે જણાવ્યું છે.  

આ સમાચાર પણ વાંચો: Aishwarya rai: અનંત અને રાધિકા ના લગ્ન માં અભિષેક ની સામે આ સુપરસ્ટાર સાથે વાત કરતી જોવા મળી ઐશ્વર્યા રાય, વિડીયો જોઈ લોકો ને આવી આ ફિલ્મ ની યાદ

હિના ખાને શેર કરી તસવીર

હિના ખાને તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેની તસવીર શેર કરી છે જેમાં તે હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે. આ તસવીરના કેપ્શનમાં હિના ખાને લખ્યું, ‘બસ બીજો દિવસ, દુહ.’ આ પછી જ તેણે બીજી ઈમોશનલ પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું, ‘હું સતત પીડામાં છું. હા, સતત…દરેક સેકન્ડ. વ્યક્તિ કદાચ હસતી હશે, પરંતુ હજુ પણ પીડામાં હોઈ શકે છે. વ્યક્તિએ આ વાત ક્યાંય વ્યક્ત કરી ન હોય, પરંતુ હજુ પણ પીડા થઈ શકે છે. વ્યક્તિ કહી શકે છે કે તેને પીડા નથી, પરંતુ તેમ છતાં તે પીડામાં છે.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


હિના ખાને એક નોટ ની પણ તસવીર શેર કરી છે જેમાં લખ્યું છે કે, ‘ડિયર હિના ખાન, હું જાણું છું કે તમારી સર્જરી ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ હું ખુશ છું કે તમે સંપૂર્ણ સ્વસ્થ થવાના માર્ગ પર છો. હું પ્રાર્થના કરું છું કે તમે આજે જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાઓ. આશા છે કે તમે ટૂંક સમયમાં રાહત અનુભવવાનું શરૂ કરશો. જલ્દી સાજા થાઓ.’ હિના ખાન ને આ નોટ કોકિલાબેન હોસ્પિટલ ના સ્ટાફ એ લખી હતી.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shraddha kapoor confirms relationship with rahul mody
મનોરંજન

Shraddha kapoor: શું શ્રદ્ધા કપૂર કરી રહી છે રાહુલ મોદી ને ડેટ? અભિનેત્રી ની એક પોસ્ટ થી ચર્ચા નું બજાર થયું ગરમ

by Zalak Parikh June 19, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી અને શક્તિ કપૂર ની દીકરી છે. શ્રદ્ધા કપૂર તું ઝૂઠી મેં મક્કાર ના રાઇટર રાહુલ મોદી ને ડેટ કરતી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે બંને તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તાજેતરમાં જ શ્રદ્ધા કપૂરે શ્રદ્ધા એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં એવું પોસ્ટ કર્યું છે કે જેને જોતા એવું લાગે છે અભિનેત્રી એ પોતે જ તેના અને રાહુલ ના સંબંધ ને કન્ફર્મ કર્યા છે.  

આ સમાચાર પણ વાંચો: MIFF : પ્રસિદ્ધ વાઈલ્ડલાઈફ ફિલ્મમેકર શ્રી સુબ્બિયાહ નલ્લામુથુ 18મા MIFF ખાતે વી. શાંતારામ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડના વિજેતા જાહેર

 

શ્રદ્ધા કપૂરે કરી પોસ્ટ 

શ્રદ્ધા કપૂરે તેની ઇન્સ્ટા સ્ટોરી માં તેની રાહુલ સાથેની એક સેલ્ફી પોસ્ટ કરી છે. આ સાથે તેણે કેપ્શન માં લખ્યું છે કે,  “દિલ રાખી લે… ઊંઘ તો પાછી આપી દે, યાર.”આ પછી, શ્રદ્ધા કપૂરે પણ હાસ્ય અને હૃદયની ઇમોજી શેર કરી છે અને રાહુલ મોદીને ટેગ પણ કર્યો છે. આ જોતા તો એવું લાગી રહ્યું છે કે શ્રદ્ધા એ તેના અને રાહુલ ના સંબંધ ને કન્ફર્મ કર્યા છે. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા રાહુલને ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ દરમિયાન મળી હતી. શ્રદ્ધા અને રાહુલ પહેલીવાર વર્ષ 2023માં ડિનર ડેટ બાદ સાથે જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

June 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ridhima pandit opens up about marriage rumours with shubman gill
મનોરંજનખેલ વિશ્વ

Ridhima Pandit and Shubman Gill: સારા તેંડુલકર કે સારા અલી ખાન નહીં આ અભિનેત્રી સાથે લગ્નના બંધનમાં બંધાશે શુભમન ગિલ! એક્ટ્રેસ એ જણાવી હકીકત

by Hiral Meria June 1, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Ridhima Pandit and Shubman Gill: રીધ્ધીમા પંડિત તેના અને શુભમન ગિલ ( Shubman Gill ) ના સંબંધ ને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ રીધ્ધીમા ક્રિકેટર શુભમન ગિલ ને ડેટ કરી રહી છે અને તે શુભમન સાથે લગ્ન કરવા જઈ રહી છે. રિપોર્ટ માં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બંને ડિસેમ્બર મહિનામાં લગ્ન ( Wedding ) કરવાના છે. હવે રિદ્ધિમા પંડિતે આ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે. અને તેના અને શુભમન સાથે ના સંબંધ ની હકીકત જણાવી છે.

Ridhima Pandit and Shubman Gill: રીધ્ધીમા પંડિતે જણાવી હકીકત

રીધ્ધીમા પંડિતે તેની ઇન્સ્ટા સ્ટોરી ( Insta Story ) પર એક વિડીયો શેર કરીને જણાવ્યું કે, મને ઘણા પત્રકારોના ફોન આવી રહ્યા હતા જેઓ મારા લગ્ન વિશે પૂછી રહ્યા હતા. પરંતુ હું લગ્ન કરી રહી નથી અને જો મારા જીવનમાં આવું કંઈક મહત્વપૂર્ણ બનશે, તો હું પોતે આગળ આવીશ અને આ સમાચારની જાહેરાત કરીશ. હાલમાં આ સમાચારમાં કોઈ સત્યતા નથી.’

#shubmangill#ridhimapandit#gill https://t.co/jioVAELCxj pic.twitter.com/IbAiyvzMjh

— 🌚 (@NikiChristian11) May 31, 2024

આ સમાચાર પણ વાંચો: Air Conditioner: બોમ્બની જેમ ફૂટી શકે છે AC, ભૂલથી પણ ન કરો આ ભૂલો, ઉનાળામાં ખાસ ધ્યાન રાખો…

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમય થી એવી વાતો ચાલી રહી હતી કે શુભમન અને રિદ્ધિમા એકબીજાને ડેટ ( Dating ) કરી રહ્યા છે. પરંતુ તે તેના લગ્નને ( Marriage ) ગુપ્ત રાખવા માંગે છે. આ અગાઉ પણ શુભમન ગિલ નું નામ સારા અલી ખાન અને સારા તેંડુલકર ( Sara Tendulkar )  સાથે જોડવામાં આવી ચૂક્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Instagram Notify Feature This feature of Instagram can increase followers, you will get millions of views..
વિજ્ઞાન-ટેકનોલોજી

Instagram Notify Feature: ઇન્સ્ટાગ્રામનું આ ફીચર ફોલોઅર્સ વધારી શકે છે, લાખોમાં મળશે વ્યુઝ.. જાણો શું છે આ ફીસર્ચ..

by Bipin Mewada May 7, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Instagram Notify Feature: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ આજકાલ દરેકનું ફેવરિટ બની ગયું છે. ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા તમામ લોકો ઇન્સ્ટાગ્રામની ઘણી સુવિધાઓ વિશે જાણતા હશે. પરંતુ અહીં અમે તમને ઈન્સ્ટાગ્રામના એક એવા ફીચર ( Instagram Notify Feature ) વિશે જણાવીશું જે નવું તો નથી પરંતુ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઈન્સ્ટાગ્રામનું નોટિફાઈ ફીચર તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. આ ફીચરને કારણે તમે વધુને વધુ એકાઉન્ટ્સ સુધી પહોંચી શકશો. 

Instagram Notify Feature:  ઈન્સ્ટાગ્રામના આ ફીચરને કારણે ફોલોઅર્સ વધશે

  • તમારે આ સુવિધાનો ઉપયોગ કરવા માટે કંઈ વધુ કરવાની જરૂર નથી. પરંતુ જ્યારે તમે રીલ પોસ્ટ કરો છો, ત્યારે તેને તમારી સ્ટોરીમાં ( Insta Story )  પણ શેર કરો.
  • અહીં ઉપર આપેલા ઇમોજી આઇકોન પર ક્લિક કરો, તમને ઘણા મેસેજ દેખાશે, નોટિફાઇ વિકલ્પ પસંદ કરો. અને સ્ટોરી પોસ્ટ કરો.
  • જ્યારે તમે નવી સ્ટોરી, રીલ પોસ્ટ શેર કરો છો ત્યારે આ ફીસર્ચ તમારા બધા અનુયાયીઓને નોટીફિકેશન મોકલશે. જ્યારે તમારા અનુયાયીઓ તેના પર ક્લિક કરે છે ત્યારે તેમને સીધા જ તમારી પોસ્ટ પર લઈ જવામાં આવશે.
  • આ રીતે નોટિફિકેશન મહત્તમ લોકો સુધી પહોંચશે અને વધુ લોકો તમારી પ્રોફાઇલની મુલાકાત લેશે અને તમારા ફોલોઅર્સમાં પણ વધારો થશે.

આ સમાચાર પણ વાંચો : Multibagger Stock: સોલાર એનર્જી બિઝનેસ ધરાવતી આ કંપનીએ કરાવી છપ્પરફાડ કમાણી, ચાર વર્ષમાં 137000 ટકાથી વધુનું આપ્યું રિર્ટન.

Instagram Notify Feature: Instagram પર હાલ લગભગ 33 ટકા વપરાશકર્તાઓ ફરિયાદ કરે છે કે તેમની રીલ વધુ જોવાતી નથી..

Instagram ( Instagram Feature ) પર હાલ લગભગ 33 ટકા વપરાશકર્તાઓ ફરિયાદ કરે છે કે તેમની રીલ વધુ જોવાતી નથી. તેમના ઘણા વીડિયોને માત્ર 300 થી 400 વ્યૂઝ મળે છે. તેથી જો વ્યુઝ નથી મળી રહ્યા તો એકાઉન્ટ ( Insta Account ) કેવી રીતે આગળ વધશે. આનાથી ફોલોઅર્સ વધવાની શક્યતાઓ પણ ઘટે છે. પરંતુ તમે ઉપરોક્ત ફીચરની મદદથી, તમારા જેટલા ફોલોઅર્સ હશે તેમને નોટીફિકેશન આપવામાં આવશે. જ્યારે તેઓ આ નોટિફિકેશન પર ક્લિક કરે છે, ત્યારે તમારા વ્યૂ ચોક્કસ વધશે.

પરંતુ યાદ રાખો કે તમારી પ્રોફાઇલ પર માહિતીપ્રદ રીલ્સ અને પોસ્ટ્સ શેર કરવાનું ભૂલશો નહીં. માહિતીપ્રદ સામગ્રી વપરાશકર્તાઓ જુએ છે અને પસંદ પણ કરે છે. જો તમારી સામગ્રીની ગુણવત્તા સારી છે, તો તમારા ફોલોઅર્સની શક્યતાઓ પણ વધે છે.

May 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Munawar faruqui bigg boss 17 winner shared romantic photo on his insta story
મનોરંજન

Munawar faruqui: વેલેન્ટાઈન ડે પહેલા મુનાવર ફારુકી ના જીવન માં થઇ નવા પ્રેમ ની એન્ટ્રી! બિગ બોસ 17 વિજેતા એ તસવીર શેર કરી કહી આ વાત

by Zalak Parikh February 10, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Munawar faruqui: મુનાવર ફારુકી એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે. મુનાવરે બિગ બોસ 17 ની ટ્રોફી પણ પોતાને નામ કરી છે. આ શો માં મુનાવર ની લવલાઈફ ખુબ ચર્ચામાં આવી હતી. શોમાં આયેશા ખાને મુનવર પર ડબલ ડેટિંગ નો આરોપ લગાવ્યો હતો. શોમાં તેના લવલાઈફ ને લઈને મુનાવરે મૌન સેવ્યું હતું. પરંતુ હવે ફરી એકવાર મુનાવર તેની લવલાઈફ ને કારણે ચર્ચામાં આવ્યો છે. મુનાવરે તેની ઇન્સ્ટાસ્ટોરી માં એક તસવીર શેર કરી છે. જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : Teri baaton mein aisa uljha jiya: તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા નો પ્રથમ રીવ્યુ આવ્યો સામે, ફિલ્મ જોઈ શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂતે કહી આ વાત

મુનાવરે શેર કરી તસવીર 

મુનાવર ફારૂકીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો, જેમાં તે એક છોકરીનો હાથ પકડેલો જોવા મળે છે.  આ તસવીરમાં કોઈનો ચહેરો દેખાતો નથી, પરંતુ એક છોકરીના પગ દેખાઈ રહ્યા છે, જેણે પિંક કલરનો સૂટ પહેર્યો છે અને કોઈએ તેનો હાથ પકડ્યો છે.આ તસવીર કારમાં લેવામાં આવી હોય તેવું લાગે છે  આ ફોટો મુનાવરે શેર કર્યો હોવાથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, આ મુનાવર ની નવી ગર્લફ્રેન્ડ છે

NAYI BHABHI 😂?? #MunawarFaruqui shares this instagram story pic.twitter.com/KToFZmejGd

— The Khabri (@TheKhabriTweets) February 9, 2024


 

આ તસવીર વાયરલ થતાં જ લોકોએ તેના પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે અને મિસ્ટ્રી ગર્લ ની ઓળખ વિશે અનુમાન પણ લગાવવાનું શરૂ કરી દીધું છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

February 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
TV actress hina khan hospitalized after high fever
મનોરંજન

Hina khan: ટીવી ની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન થઇ હોસ્પિટલમાં દાખલ, પોસ્ટ શેર કરી આપ્યું હેલ્થ અપડેટ, જાણો હાલ કેવી છે અભિનેત્રી ની તબિયત

by Zalak Parikh December 29, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Hina khan: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી દરેક ઘરમાં પોતાની એક અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી હિના ખાન ને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હિના ખાન હાલ હોસ્પિટલ માં એડમિટ છે. હિના ખાને તેની ઇન્સ્ટા સ્ટોરી દ્વારા આ વાત ની માહિતી આપી છે. હિના ની પોસ્ટ બાદ ચાહકો તેની તબિયત ને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. 

 

 હિના ખાન એ શેર કરી પોસ્ટ 

હિના ખાને તેની ઇન્સ્ટા સ્ટોરી માં તેના ચાહકો સાથે એક તસવીર શેર કરી છે જેમાં થર્મોમીટર સાથે તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા લખ્યું છે, ‘છેલ્લી ત્રણ-ચાર રાત મારા માટે ખૂબ જ મુશ્કેલ રહી છે. મને ખૂબ જ તાવ આવે છે અને મારું તાપમાન હંમેશા 102-103 ની આસપાસ રહે છે. જેઓ મારા વિશે ચિંતિત છે તેમને હું કહેવા માંગુ છું કે, મારા વિશે ચિંતા ન કરો. હું જલ્દી સ્વસ્થ થઈશ અને તમારા બધા પાસે પાછી આવીશ. મને આમ જ પ્રેમ કરતા રહો.’ હિના ખાને તેની ઈન્સ્ટા સ્ટોરીમાંથી વધુ એક ફોટો શેર કર્યો છે જેમાં તે હોસ્પિટલના બેડ પર બેઠેલી જોવા મળી રહી છે. ફોટોની સાથે તેણે લખ્યું છે ‘લાઇફ અપડેટ. ડે 4’.

તમને જણાવી દઈએ કે, હિના ખાન ને તેની અસલી ઓળખ સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અક્ષરા નું પાત્ર ભજવી ને મળી હતી.હિના ખાન ફિલ્મો અને સિરિયલો સિવાય ઘણા હિટ મ્યુઝિક વીડિયોનો ભાગ રહી ચુકી છે.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: અંકિતા લોખંડે એ નેશનલ ટીવી ખોલી વિકી જૈન ની પોલ, ઈશારા માં કહી આવી વાત

December 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Urfi Javed teased by group of men in flight
મનોરંજન

Urfi Javed :ઉર્ફી જાવેદની થઇ ફ્લાઈટમાં છેડતી, ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો ગેરવર્તણૂકનો વિડિયો

by Dr. Mayur Parikh July 22, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Urfi Javed : સોશિયલ મીડિયા પ્રભાવક ઉર્ફી જાવેદ તેના અજીબોગરીબ કપડાંને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેની સોશિયલ મીડિયામાં હાજરી પાછળનું કારણ કંઈક બીજું છે. અભિનેત્રી આ વખતે તેના કપડાના કારણે નહીં પરંતુ ફ્લાઇટમાં તેની સાથે થયેલી ગેરવર્તણૂકને કારણે ચર્ચામાં છે. તેણે વીડિયો શેર કરીને જણાવ્યું કે ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન તેની છેડતી કરવામાં આવી હતી. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ઉર્ફી જાવેદ સાથે થયું ખરાબ વર્તન

હાલમાં જ ઉર્ફી જાવેદ રજાઓ ગાળવા ગોવા જતી જોવા મળી હતી. ઉર્ફીએ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી અને તેની સફર જરા પણ સુખદ નહોતી. ફ્લાઇટમાં પુરુષોના એક જૂથ દ્વારા તેને હેરાન કરવામાં આવી હતી..ઉર્ફી જાવેદનું કહેવું છે કે ફ્લાઇટમાં તેને હેરાન કરવામાં આવી હતી અને છેડતી કરવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ઘટનાનો વીડિયો શેર કરતા તેણે લખ્યું, ‘ગઈકાલે મુંબઈથી ગોવા ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે મને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આ વીડિયોમાં પુરુષો ગંદી વાતો કરી રહ્યા હતા, છેડતી કરી રહ્યા હતા અને મારું નામ ખોટી રીતે બોલાવી રહ્યા હતા. જ્યારે મેં તેમનો સામનો કર્યો, ત્યારે તેમાંથી એકે કહ્યું, તેના મિત્રો નશામાં હતા. દારૂના નશામાં હોવું એ સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરવા માટે કોઈ બહાનું નથી. હું પબ્લિક ફેસ છું. હું પબ્લિક પ્રોપર્ટી નથી.’

આ સમાચાર પણ વાંચો : The Kashmir files unreported  : ‘ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડ’ નું ટ્રેલર થયું રિલીઝ, કાશ્મીરી પંડિતોએ પોતે જ વ્યક્ત કરી પોતાની પીડા,સત્ય ઘટના તમને રડાવી દેશે

ઉર્ફી જાવેદ નું બોલિવૂડ ડેબ્યુ

ઉર્ફી જાવેદ ‘બડે ભૈયા કી દુલ્હનિયા’, ‘મેરી દુર્ગા’, ‘બેપન્ના’ અને ‘પંચ બીટ સીઝન 2’ જેવા શોમાં કામ કરવા માટે જાણીતી છે. તે કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવેલ ‘બિગ બોસ ઓટીટી’ની પ્રથમ સીઝનમાં પણ જોવા મળી હતી. જો ઘણા મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ઉર્ફી જાવેદ એકતા કપૂરની ‘લવ સેક્સ ઔર ધોખા 2’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

July 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

Deepika Padukone : દીપિકા પાદુકોણે એક્સ બોયફ્રેન્ડની પત્નીને આપી ખાસ ગિફ્ટ, આલિયા ભટ્ટે આ રીતે કર્યો આભાર વ્યક્ત

by Akash Rajbhar July 1, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Deepika Padukone : કેટ ફાઈટથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સની મિત્રતા સુધીના સમાચારો સમયાંતરે સામે આવતા રહે છે. આ સાથે ફેન્સ પણ આ સમાચારો પર ખૂબ ધ્યાન આપે છે. જ્યાં એક સમયે એવી અફવાઓ ઉડી હતી કે દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ એકબીજા સાથે વાત નથી કરતા અને તેની પાછળનું કારણ રણબીર કપૂરને આભારી હતું. તે જ સમયે, બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મિત્રતા જોવા મળી રહી છે. હવે દીપિકા પાદુકોણે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ની અભિનેત્રી આલિયા ભટ્ટને ખાસ ભેટ મોકલી છે, જેની ઝલક આલિયાએ પોતે પોસ્ટ દ્વારા બતાવી છે.

દીપિકાએ આપી આલિયાને ગિફ્ટ

આલિયા ભટ્ટ(Alia Bhatt) અને દીપિકા પાદુકોણ ઘણી વખત તેમની વચ્ચેના સંબંધોની અફવાઓ પર બ્રેક લગાવતા જોવા મળ્યા છે. બંને અભિનેત્રીઓ ઘણા પ્રસંગોએ એકબીજા પર પ્રેમ વરસાવતી જોવા મળે છે. તે જ સમયે, હવે દીપિકાએ આલિયાને એક ખાસ ભેટ મોકલી છે, જે પ્રાપ્ત કર્યા પછી આલિયા પણ દીપિકાનો આભાર વ્યક્ત કરતા પોતાને રોકી શકી નથી. આલિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીInstagram Story) પર એક તસવીર શેર કરી છે, જેમાં તે દીપિકા તરફથી ગિફ્ટ(Gift)  લઈને જોવા મળી રહી છે. તે દીપિકા પાદુકોણની કોસ્મેટિક બ્રાન્ડની કોસ્મેટિક પ્રોડક્ટ છે. આ ફોટો શેર કરતાં આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું છે કે, ‘થૅન્ક યુ દીપિકા પાદુકોણ બ્રીઝ માટે.’ ફોટો જોઈને સ્પષ્ટ થાય છે કે આલિયાએ તેને કારમાં બેસીને આ ફોટો ક્લિક કર્યો છે.

 deepika padukone sends a special gift to alia bhatt

દીપિકા – આલિયા નું વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જેમી ડોર્નન અને ગેલ ગેડોટ સાથે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ દ્વારા હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ સિવાય આલિયા રણવીર સિંહ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની'(RRKPK) માં જોવા મળશે. આ ફિલ્મ 28મી જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. બીજી તરફ દીપિકા પાદુકોણની વાત કરીએ તો તે પાન ઈન્ડિયા ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’માં જોવા મળશે. આ સિવાય તે બિગ બી સાથે ‘ધ ઈન્ટર્ન’ની ઓફિશિયલ રિમેકમાં પણ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે 1 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

July 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
deepika padukone shared a video with ranbir kapoor after 10 years of completed ye jawani hai deewani
મનોરંજન

10 વર્ષ પછી દીપિકાને કેમ આવી રણબીર ની યાદ, એક્ટર સાથે નો વિડીયો શેર કરી આપ્યું આ કેપ્શન

by Zalak Parikh June 1, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

એક સમય હતો જ્યારે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરનું અફેર બોલિવૂડમાં ચર્ચામાં રહેતું હતું. બંને સ્ટાર્સ એકબીજા માટે ગંભીર હતા. પરંતુ, પાછળથી, ખબર નહીં કોની નજર લાગી ગઈ કે તેઓ બંને અલગ થઈ ગયા. આજે બંને પોતપોતાના જીવનમાં ખૂબ ખુશ છે. પરંતુ, તાજેતરમાં દીપિકા પાદુકોણ જૂની યાદોને તાજી કરતી જોવા મળી છે. તેણે રણબીર સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે.

 

દીપિકા પાદુકોણે ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો વિડીયો 

દીપિકા પાદુકોણે ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર જોવા મળી રહ્યા છે. આ વિડિયો એનિમેટેડ છે. આ વીડિયો ખરેખર ‘યે જવાની હૈ દીવાની’નો છે. આજે આ ફિલ્મની રિલીઝને દસ વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર દીપિકા પાદુકોણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર આ વીડિયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Aswathi Ramakrishnan | Artist (@aswathi__ramakrishnan_)

વીડિયો શેર કરવાની સાથે દીપિકાએ અર્થપૂર્ણ કેપ્શન પણ લખ્યું છે. દીપિકાએ ફિલ્મની સતત બે-ત્રણ ક્લિપ્સ શેર કરી છે. વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘મારા હૃદયનો ટુકડો, આત્મા.’ 

Deepika Ranbir Kapoor Tv9 Bharatvarsh

અયાન મુખર્જીએ ‘યે જવાની હૈ દીવાની’ ને લઇ ને આ વાત કહી

તમને જણાવી દઈએ કે અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ‘યે જવાની હૈ દીવાની’ આજે પણ એટલી જ પસંદ કરવામાં આવી રહી છે જેટલી રિલીઝ સમયે હતી. તાજેતરમાં જ ડિરેક્ટર અયાને આ ફિલ્મ વિશે ઘણી વાતો શેર કરી છે. અયાન મુખર્જીએ પણ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની યાદો શેર કરી છે. આ સાથે અયાને લખ્યું, ‘યે જવાની હૈ દીવાની’ મારું બીજું બાળક છે. મને લાગે છે કે આટલા વર્ષો પછી હું આજે વિશ્વાસ સાથે કહી શકું છું કે ફિલ્મો બનાવવી એ મારા જીવનની સૌથી રોમાંચક બાબત છે.

આ સમાચાર પણ વાંચો: શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં સમાપ્ત થાય છે અભિનવની સફર? અભિનેતા જય સોની એ કર્યો મોટો ખુલાસો

June 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
jiah khan suicide case sooraj pancholi first reaction after verdict mumbai cbi court
મનોરંજન

જિયા ખાન કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ સૂરજ પંચોલી ની પહેલી પ્રતિક્રિયા આવી સામે

by Zalak Parikh April 29, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે બોલિવૂડ અભિનેત્રી જિયા ખાનના આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે 10 વર્ષ બાદ આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટના ન્યાયાધીશે  પુરાવાના અભાવે સૂરજ પંચોલીને સુસાઈડ નોટમાં લાગેલા તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. દેખીતી રીતે જિયા ખાન 3 જૂન 2013ના રોજ તેના જુહુના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે તેણીએ કથિત રીતે આત્મહત્યા કરી ત્યારે તે અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીને ડેટ કરી રહી હતી. હવે આ કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ સૂરજે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.

 

સૂરજ પંચોલી ની પ્રતિક્રિયા આવી સામે 

સીબીઆઈ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા બાદ સૂરજ પંચોલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પહેલી પ્રતિક્રિયા આપી છે. પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરતા તેણે લખ્યું, સત્યની હંમેશા જીત થાય છે. સ્વાભાવિક છે કે જીયા ખાનના કેસમાં લાંબા સમયથી સુનાવણી ચાલી રહી હતી.મુંબઈની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના જસ્ટિસે કહ્યું કે પુરાવાના અભાવે સૂરજને કોર્ટમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવે છે. સૂરજ પંચોલી કોર્ટ માંથી નિર્દોષ છૂટ્યા બાદ માતા ઝરીના ખુબ જ ખુશ લાગતી  હતી. 

सूरज

જિયા ખાન ની માતા એ સુરજ પંચોલી પર લગાવ્યા હતા આરોપ 

ઉલ્લેખનીય છે કે, જિયા ખાનના મૃત્યુ બાદ તેની માતા રાબિયા ખાને અભિનેતા સૂરજ પંચોલી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેમની પુત્રીએ સૂરજ પંચોલીના કારણે આત્મહત્યા કરી છે કારણ કે અન્ય કોઈ રસ્તો નહોતો. અભિનેત્રીની માતાએ કહ્યું કે તેની પુત્રીએ આત્મહત્યા કરી નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. રાબિયા ખાનના ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.

April 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક