Tag: interest

  • SIP Calculator: તમે પણ 15 વર્ષમાં કરોડપતિ બની શકો છો, બસ  12-15-20 ફોર્મ્યુલાને અનુસરી કરો રોકાણ.. રોકેટની ઝડપે પૈસા વધશે..

    SIP Calculator: તમે પણ 15 વર્ષમાં કરોડપતિ બની શકો છો, બસ 12-15-20 ફોર્મ્યુલાને અનુસરી કરો રોકાણ.. રોકેટની ઝડપે પૈસા વધશે..

    News Continuous Bureau | Mumbai

    SIP Calculator: દેશમાં વધતી જતી મોંધવારીમાં પોતાને ટકાવી રાખવા માટે પૈસાની બચત ખુબ જ જરુરી છે. એક સમય હતો જ્યારે કરોડપતિ બનવું ખૂબ જ મુશ્કેલ કામ હતું. પરંતુ હવે કેટલીક બચત યોજનાઓ છે, જેની મદદથી લોકો અમુક વર્ષોમાં જ કરોડપતિ બની શકે છે. જો તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં ( mutual funds ) રોકાણ કરો છો, તો તમારી કરોડપતિ બનવાની તકો વધુ વધી જાય છે. તો ચાલો જાણીએ કે તમે SIPની મદદથી માત્ર 15 વર્ષમાં કેવી રીતે કરોડપતિ બની શકો છો. 

    SIPની મદદથી લાંબા ગાળા માટે રોકાણ ( investment ) કરવાથી વધુ લાભ મળે છે. SIPમાં ચક્રવૃદ્ધિ વ્યાજનો પણ ફાયદો મળે છે. તેથી SIP રોકાણનો સારો વિકલ્પ છે. એવું માનવામાં આવે છે કે SIP દ્વારા રોકાણ કરાયેલા નાણાં સરેરાશ 12 ટકા વળતર આપે છે. આટલું જ વળતર માની લઈએ મળી રહ્યું છે તો માત્ર પંદર વર્ષમાં કોઈ પણ વ્યક્તિ કરોડપતિ બની શકે છે. તેના માટે એક ખાસ ફોર્મ્યુલા છે.

      SIP Calculator: તમે દર વર્ષે રૂ. 20,000ની SIP કરો છો….

    જો તમારે પણ કરોડપતિ બનવું હોય તો તમારે 12-15-20 ફોર્મ્યુલાને અનુસરવું પડશે. આ ફોર્મ્યુલા 12-15-20 ( sip formula 12 15 20  ) નો અર્થ ખૂબ જ સરળ છે. આ ફોર્મ્યુલામાં 12 એટલે તમારી SIP પર સરેરાશ 12 ટકા વળતર મેળવવું. 15 એટલે કે SIPનું આ રોકાણ 15 વર્ષ માટે કરવું જોઈએ. તો 20 એટલે કે તમારે SIPમાં દર મહિને 20,000 રૂપિયા જમા કરાવવા પડશે. જો તમે 30 વર્ષની ઉંમરે આ બચત કરી હોત તો આ ફોર્મ્યુલાની મદદથી તમે 45 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની ગયા હોત.

    આ સમાચાર પણ વાંચો :  Stock Market Today: આજે રજાના દિવસે પણ ખુલ્યું શેર માર્કેટ, સ્પેશિયલ ટ્રેડિંગ ડે પર માર્કેટમાં ધમધમાટ, જાણો શું છે બજારમાં સ્થિતિ

    જો તમે દર વર્ષે રૂ. 20,000ની SIP કરો છો, તો તમે 15 વર્ષમાં કુલ રૂ. 36,00,000 એકઠા કરશો. SIP કેલ્ક્યુલેટર મુજબ, તમને 12 ટકા વળતર મળશે એમ ધારી રહ્યા છીએ, તમે આ જમા રકમ પર 64,91,520 રૂપિયાનું વ્યાજ ( interest ) મેળવશો. એટલે કે 15 વર્ષ પછી તમને કુલ 1,00,91,520 રૂપિયા મળશે. જો તમને સમાન SIP પર 15 ટકા વળતર મળે છે, તો તમને કુલ 1,35,37,262 ટકા વળતર મળશે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

  • Government Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમ મહિલાઓને 2 વર્ષમાં અમીર બનાવી શકે છે.. જાણો શું છે વ્યાજ દર..  .

    Government Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમ મહિલાઓને 2 વર્ષમાં અમીર બનાવી શકે છે.. જાણો શું છે વ્યાજ દર.. .

    News Continuous Bureau | Mumbai 

    Government Scheme: સરકારી યોજનાઓ કોઈપણ જોખમ વિના લોકોને મોટો નફો આપે છે. આવી જ એક યોજના મહિલાઓ ( Women ) સાથે જોડાયેલી છે, જે તેમને ઓછા સમયમાં અમીર બનાવી શકે છે. આમાં વધારે પૈસા રોકવાની જરૂર નથી. સરકાર આ યોજના હેઠળ જંગી વ્યાજ આપી રહી છે. તમે આ યોજના હેઠળ પોસ્ટ ઓફિસ દ્વારા ખાતું ખોલાવી શકો છો. ચાલો જાણીએ કઈ સ્કીમ યોગ્ય છે અને તમે તેમાં કેવી રીતે રોકાણ કરી શકો છો? 

    મહિલાઓને લાભ આપતા, સરકારે નાની બચત યોજના ( Small Savings Scheme ) હેઠળ એક યોજના શરૂ કરી હતી, જે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના તરીકે ઓળખાય છે. આ સ્કીમ ઉત્તમ વ્યાજ ( interest ) આપે છે. ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ મહિલાઓ લઘુત્તમ રોકાણ કરીને સારું વળતર મેળવી શકે છે.

     સરકાર આ યોજના હેઠળ 7.5 ટકા વ્યાજ આપે છે..

    સરકાર આ યોજના હેઠળ 7.5 ટકા વ્યાજ આપે છે. તમે આ નાની બચત યોજનામાં માત્ર બે વર્ષ માટે જ રોકાણ કરી શકો છો. ઉપરાંત, આ યોજના હેઠળ મહત્તમ રોકાણ રકમ 2 લાખ રૂપિયા છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023માં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરી હતી. જંગી નફાને કારણે આ સ્કીમ થોડા જ સમયમાં પોસ્ટ ઓફિસની જાણીતી સ્કીમમાં સામેલ થઈ ગઈ છે.

    આ સમાચાર પણ વાંચો :  Sabarkantha: 200 કરોડની સંપત્તિનું દાન કર્યું, પત્ની સાથે સાધુ બન્યા, જૈન ધર્મથી પ્રભાવિત થઈને હવે સાધુ જીવન જીવશે..

    મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે ( Central Govt ) આ યોજના શરૂ કરી હતી . મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ પર 7.5 ટકાનું મજબૂત વ્યાજ આપવામાં આવે છે એટલું જ નહીં, પરંતુ તેને TDS કપાતમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. CBDT મુજબ, વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં, આ યોજના પર TDS ત્યારે જ લાગુ થશે જ્યારે નાણાકીય વર્ષ દરમિયાન વ્યાજની આવક 40 થી 50 હજાર રૂપિયા હોય. આ સ્કીમની બીજી ખાસ વાત એ છે કે 10 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની છોકરીઓ માટે પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે.

    જો આપણે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં મળેલા વ્યાજની ગણતરી પર નજર કરીએ તો, આ યોજના હેઠળ, બે વર્ષ માટે રોકાણ પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે અને જો કોઈ મહિલા રોકાણકાર આમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો આ સમયગાળામાં કુલ વળતર બે વર્ષ માટે રૂ. 31,125 હશે. આ યોજના પોસ્ટ ઓફિસ અથવા બેંકો દ્વારા ખોલી શકાય છે. ખાતું ખોલવા માટે, તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, કેવાયસી અને એક ચેક આપવો પડશે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

  • Income Tax :  ITR ફાઈલ કરતી વખતે કરદાતાઓ દ્વારા આવકની સાચી માહિતી ન આપનારાઓ હવે આવકવેરા વિભાગના રડાર પર..

    Income Tax : ITR ફાઈલ કરતી વખતે કરદાતાઓ દ્વારા આવકની સાચી માહિતી ન આપનારાઓ હવે આવકવેરા વિભાગના રડાર પર..

    News Continuous Bureau | Mumbai 

    Income Tax : જો તમે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે . જે કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે અને જેમની માહિતી આવકવેરા વિભાગને ( Income Tax Department ) તૃતીય પક્ષો પાસેથી મળેલી માહિતી સાથે અસંગત છે. હાલ તેઓ આવકવેરા વિભાગના રડારમાં આવી ગયા છે. આવા કરદાતાઓને ( taxpayers ) તેમની માહિતી સુધારવાની તક આપવામાં આવી રહી છે. 

    આવકવેરા વિભાગને એવા ઘણા કરદાતાઓ વિશે જાણવા મળ્યું છે. જેમણે તેમના આવકવેરા રિટર્નમાં ( Income tax return file ) આપવામાં આવેલી માહિતી અને તૃતીય પક્ષો પાસેથી મળેલી વ્યાજ ( interest ) અને ડિવિડન્ડની ( dividend ) આવક વચ્ચે મોટી વિસંગતતાઓ શોધી કાઢી છે. આવા કિસ્સાઓમાં ઘણા કરદાતાઓ છે જેમણે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું નથી. આવકવેરા વિભાગે આવા કરદાતાઓની હવે ઓળખ કરી છે. આ વિસંગતતાને દૂર કરવા માટે, આવકવેરા વિભાગ કરદાતાઓને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને ભૂલ સુધારવાની તક આપી રહ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને એસએમએસ અને ઈમેલ મોકલીને આ માહિતી આપવામાં આવી રહી છે.

    આવકવેરા વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેને નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 માટે ફાઈલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નમાં વ્યાજ અને ડિવિડન્ડની આવક અંગે કરદાતાઓ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં ખામીઓ જોવા મળી છે. તૃતીય પક્ષો એટલે કે બેંકો અને બ્રોકરેજ હાઉસ પાસેથી વ્યાજ અને ડિવિડન્ડની આવક વિશે મળેલી માહિતી કરદાતાઓના ITR સાથે મેળ ખાતી નથી. આવકવેરા વિભાગે કહ્યું કે ઘણા કરદાતાઓ છે જેમણે આવકવેરા રિટર્ન પણ ભર્યું નથી.

    આ સમાચાર પણ વાંચો :  RBI Action: RBI ફરી આવી એકશન મોડમાં, SBI સહિત 3 મોટી બેંકો પર મોટી કાર્યવાહી, લગાવ્યો કરોડોનો દંડ.. જાણો શું છે કારણ.

     જે કરદાતાઓએ ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર નોંધણી કરાવી નથી. તેઓએ હવે રજીસ્ટ્રેશન કરાવવું પડશે..

    આવકવેરા વિભાગે નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે, આ ગેરસમજને સુધારવા માટે ઈ-વેરિફિકેશન 2021 સ્કીમ શરૂ કરી છે. ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટમાં કમ્પ્લાયન્સ પોર્ટલમાં ઓનસ્ક્રીન સુવિધા આપવામાં આવી છે , જેથી આ વિસંગતતાને સુધારી શકાય. આવકવેરા વિભાગે કહ્યું કે હાલમાં નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 માટે સુધારણા સંબંધિત માહિતી અનુપાલન પોર્ટલ પર જ ઉપલબ્ધ છે. તો આવા કરદાતાઓને આ વિસંગતતા વિશે એસએમએસ અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી રહી છે.

    જે કરદાતાઓએ ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર નોંધણી કરાવી નથી. તેઓએ હવે રજીસ્ટ્રેશન કરાવવું પડશે, એમ આવકવેરા વિભાગે જણાવ્યું હતું. આવકવેરા વિભાગે એ પણ સ્પષ્ટતા કરી છે કે જે કરદાતાઓ વિસંગતતાને સુધારવામાં અસમર્થ છે. તેઓ અપડેટ કરેલ આવકવેરા રિટર્ન દ્વારા તેમની આવકની સાચી જાણ કરી શકે છે.

  • Farmer Protest: ખેડૂતોના આંદોલન વચ્ચે હરિયાણા સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે  14 પાક પર આપશે MSP.. જુઓ વિડીયો..

    Farmer Protest: ખેડૂતોના આંદોલન વચ્ચે હરિયાણા સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે 14 પાક પર આપશે MSP.. જુઓ વિડીયો..

    News Continuous Bureau | Mumbai 

    Farmer Protest: ખેડૂતોના આંદોલન વચ્ચે હરિયાણાની મનોહર લાલ ખટ્ટર ( Manohar Lal Khattar ) સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. શુક્રવારે બજેટ રજૂ કરતી વખતે ખટ્ટર સરકારે ખેડૂતોની લોન પરનું વ્યાજ માફ કરવાની જાહેરાત કરી હતી. બજેટમાં  ( Budget )   કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે મે સુધી ખેડૂતોની લોન પરનું વ્યાજ માફ કરવામાં આવશે. ઉપરાંત, જો તેમની લોન પર કોઈ દંડ લાદવામાં આવ્યો હોય, તો તે પણ માફ કરવામાં આવશે. લોન પર વ્યાજ માફી સપ્ટેમ્બર 2023 સુધી લેવામાં આવેલી લોન પર રહેશે.

    આ સિવાય મનોહર લાલ ખટ્ટરે વિધાનસભામાં બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર MSP પર 14 પાક ખરીદશે. તેમણે કહ્યું કે અમે એક પોર્ટલ પણ શરૂ કર્યું છે અને રાજ્યમાં જો કોઈ ખેડૂતનો ( Farmers ) પાક નાશ પામે છે તો આ સ્થિતિમાં તે ઓનલાઈન અરજી કરી શકે છે. મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે અત્યાર સુધી અમે ખેડૂતોને મદદ તરીકે 297 કરોડ રૂપિયાની રકમ આપી છે.

     વિધાનસભા ચૂંટણી પહેલા ખટ્ટર સરકારનો માસ્ટરસ્ટ્રોક

    ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના આંદોલન દરમિયાન ખેડૂતો માત્ર MSP પર જ પાક ખરીદવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, વિધાનસભા ચૂંટણી પહેલા MSP પર 14 પાક ખરીદવા અને ખેડૂતોની લોન ( Farmers Loan ) પર વ્યાજ ( interest ) માફીની જાહેરાત ખટ્ટર સરકારનો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi: રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટનો મોટો ફટકો, રદ કરવાની અરજી ફગાવી, હવે ટ્રાયલ ચાલશે..

    એક અહેવાલ મુંજબ, ખટ્ટર સરકાર પણ છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોના આંદોલન પર નરમાશથી વર્તી રહી છે. જેમાં અગાઉ સમાચાર આવ્યા હતા કે ખેડૂતોના આંદોલન દરમિયાન હિંસા કરનારાઓ સામે NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અંબાલા પ્રશાસને આ અંગે કહ્યું હતું કેૃ, અમે આવી કાર્યવાહી નહીં કરીએ. તેમજ ખેડૂતો સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. પરંતુ અમે તેમને અપીલ કરીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં ન લે.

    એક રિપોર્ટ મુજબ, ખેડૂતોના આંદોલનમાં અત્યાર સુધીમાં હરિયાણામાં કુલ 3 પોલીસકર્મીઓના મોત થયા છે. ખેડૂતોના આંદોલન દરમિયાન 30 પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા છે. જ્યારે એકને બ્રેઈન હેમરેજ થયું છે. હરિયાણા પોલીસે એમ પણ કહ્યું છે કે શંભુ બોર્ડર પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને ખેડૂતો તેને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સરકારી અને ખાનગી સંપત્તિને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. પોલીસનો આરોપ છે કે ખેડૂત આગેવાનો સમગ્ર ઘટનામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • EPFO: દિવાળી પહેલા EPFOના 24 કરોડ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, વ્યાજ થયું જમા, સરકારે આપી આ માહિતી!

    EPFO: દિવાળી પહેલા EPFOના 24 કરોડ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, વ્યાજ થયું જમા, સરકારે આપી આ માહિતી!

    News Continuous Bureau | Mumbai

    EPFO: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOના ધારકો માટે દિવાળી પહેલા એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય શ્રમમંત્રી ( Union Labor Minister )  ભૂપેન્દ્ર યાદવે ( Bhupendra Yadav ) જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2022-23 માટે શ્રમ મંત્રાલય PF સભ્યોને ( PF members )  કુલ 8.15 ટકા વ્યાજ ( interest ) આપવા માટે કામ કરી રહ્યું છે. એટલું જ નહીં, કુલ 24 કરોડ ખાતામાં 8.15 ટકા વ્યાજની ક્રેડિટ પણ આપવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે EPFO ​​વ્યાજ દરને લઈને સરકારના પગલાં યોગ્ય દિશામાં છે.

    EPFO ​​સ્થાપના દિવસ પર આપી માહિતી

    જણાવી દઈએ કે, કેન્દ્રીય શ્રમ મંત્રીએ 71મા EPFO ​​સ્થાપના દિવસ પર, ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ્ય ભવિષ્ય નિધિની રકમ ગ્રાહકોના ખાતામાં યોગ્ય સમયે અને યોગ્ય વ્યાજ સાથે ટ્રાન્સફર કરવાનો છે. કેબિનેટ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2022-23માં કુલ પ્રોવિડન્ટ ફંડનું યોગદાન રૂ. 2.12 લાખ કરોડ રહ્યું છે, જ્યારે અગાઉના વર્ષ 2021-22માં આ રકમ રૂ. 1.69 લાખ કરોડ હતી. માહિતી અનુસાર, મંગળવારે એટલે કે 31મી ઓક્ટોબરે નવી દિલ્હીમાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની 234મી બેઠક યોજાઈ હતી, જેમાં બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે EPFOના વાર્ષિક અહેવાલને મંજૂરી આપી હતી અને તેને સંસદમાં રજૂ કરવા સરકારને ભલામણ કરી હતી.

    આ સમાચાર પણ વાંચો : Gold smuggling In Mumbai: DRIની મોટી કાર્યવાહી! મુંબઈમાંથી અધધ આટલા કિલો સોનુ જપ્ત…. જાણો સમગ્ર મામલો વિગતે અહીં…

    EPFOનું કુલ રોકાણ ફંડ રૂ. 21.36 લાખ કરોડ

    નાણાકીય વર્ષ 2022-23માં EPFOનું કુલ રોકાણ ફંડ ( investment fund ) રૂ. 21.36 લાખ કરોડ છે, જેમાં પેન્શન અને ભવિષ્ય નિધિ બંનેની રકમનો સમાવેશ થાય છે. ગયા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2021-22માં આ રકમ રૂ 18.3 લાખ કરોડ હતી. જો કે કુલ રકમ પર નજર કરીએ તો 31 માર્ચ 2023ના રોજ તે રૂ. 13.04 લાખ કરોડ હતી અને ગયા વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો રૂ. 11 લાખ કરોડ હતો. નાણાકીય વર્ષ 2022-23માં કુલ રૂ. 2.03 લાખ કરોડનો ઉમેરો જોવા મળ્યો છે.

     

  • Post Office Time Deposit Scheme: બમ્પર કમાણીનો મોકો! રોકાણકારોની પહેલી પસંદ છે પોસ્ટ ઓફિસની આ યોજના; મળી રહ્યું છે દમદાર વ્યાજ.. જાણો શું છે આ યોજના.. વાંચો વિગતે અહીં..

    Post Office Time Deposit Scheme: બમ્પર કમાણીનો મોકો! રોકાણકારોની પહેલી પસંદ છે પોસ્ટ ઓફિસની આ યોજના; મળી રહ્યું છે દમદાર વ્યાજ.. જાણો શું છે આ યોજના.. વાંચો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai 

    Post Office Time Deposit Scheme: દરેક લોકો પોતાની કમાણીથી ( earnings )  કંઈકને કંઈક સેવિંગ કરીને એવી જગ્યાઓ પર રોકાણ ( investment ) કરવા માંગે છે જ્યાં તેમની રકમ સુરક્ષિત રહેવાની સાથે જ તેને શાનદાર રિટર્ન મળી શકે. આ મામલામાં હવે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ સ્કીમ્સ ( Small Savings Schemes ) ખૂબ જ લોકપ્રિય સાબિત થઈ રહી છે. એવી જ એક સ્કીમ છે Post Office Time Deposit Scheme, જેમાં એક નક્કી સમયમાં રોકાણ કરેલી રકમ ડબલ થઈ જાય છે. તેના પર વ્યાજ ( interest ) પણ શાનદાર મળે છે.

    પોતાની કમાણીને સુરક્ષિત ઈન્વેસ્ટ કરવા અને તેના પર સારૂ રિટર્ન મેળવવા માટે Post Office Saving Schemes સારો ઓપ્શન બની શકે છે. ત્યાં જ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમને ગ્રાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળે છે.

    કારણ કે આ સ્કીમ રોકાણકારના પૈસા ડબલ કરનાર બચત યોજના છે. તેમાં રોકાણ કરી તમને બેંકથી વધારે વ્યાજ મળે છે. સરકારની તરફથી આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિને 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. પોસ્ટ ઓફિસની આ સેવિંગ સ્કીમમાં રોકાણ અલગ અલગ ટેન્યોર માટે ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે. તેના હેઠળ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે પૈસા જમા કરવામાં આવી શકે છે.

    ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં ( Time Deposit Scheme )  ગ્રાહકને ટેક્સ છૂટનો લાભ પણ..

    એક વર્ષ માટે રોકાણ કરવા પર 6.9 ટકાનું વ્યાજ, 2 કે 3 વર્ષ માટે પૈસા રોકાણ કરવા પર 7 ટકાના દરથી અને 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસની Time Deposit Scheme માં રોકાણ કરવા પર 7.5 ટકાનું વ્યાજ મળે છે. જોકે ગ્રાહકનું રોકાણ ડબલ કરવામાં પાંચ વર્ષથી વધારે સમય લાગી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Israel vs Hamas war: રશિયામાં પેલેસ્ટિની સમર્થકોએ એરપોર્ટ પર જમાવ્યો કબજો…. ઈઝરાયલીઓ પર હુમલો થતાં એરપોર્ટ બંધ.. જાણો શું છેે આ મામલો..

    પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં રોકાણકારના પૈસા ડબલ થવાનું કેલક્યુલેશન જોઈએ તો, માની લો કે પાંચ વર્ષ માટે ગ્રાહક 5 લાખ રૂપિયાનું રોકાણ કરે છે અને તેના પર તેને 7.5 ટકાના દરે વ્યાજ મળે છે તો આ સમયમાં તેની જમા રાશિ પર 2,24,974 રૂપિયાનું વ્યાજ મળશે અને રોકાણની રકમ મળીને કુલ મેચ્યોરિટીની રકમ વધીને 7,24,974 રૂપિયા થઈ જશે. ત્યાં જ જો તમે ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં લગાવેલા પૈસા 9.6 વર્ષ સુધી રોકાણ કરી રાખો છો તો જમા રકમના ડબલ પૈસા મળશે.

    ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં આવરવેરા વિભાગ એક્ટ 1961ના સેક્શન 80C હેઠળ ગ્રાહકને ટેક્સ છૂટનો લાભ પણ આપવામાં આવે છે આ સેવિંગ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. 10 વર્ષથી વધારે આયુના બાળકનું એકાઉન્ટ તેના પરિજન માટે ખોલી શકાય છે. તેમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી ખાતુ ખોલાવી શકાય છે. જેમાં વાર્ષીક આધાર પર વ્યાજના પૈસા જોડાય છે.

    Disclaimer : ઉપરોક્ત તમામ વિગતો રોકાણ સલાહકારની મુજબ છે. આ અમારા પોતાના મંતવ્યો નથી તેથી કોઈપણ જોખમો માટે અમે જવાબદાર રહેશુ નહી…રોકાણ કરતા પહેલા રોકાણ સલાહકારની સલાહ જરુરથી લેવા વિનંતી..

  • Senior citizens: વરિષ્ઠ નાગરિકોને આ સ્કીમમાં મળી રહ્યું છે 8.2% વ્યાજ, ટેક્સમાં છૂટનો પણ ફાયદો

    Senior citizens: વરિષ્ઠ નાગરિકોને આ સ્કીમમાં મળી રહ્યું છે 8.2% વ્યાજ, ટેક્સમાં છૂટનો પણ ફાયદો

    News Continuous Bureau | Mumbai 

    વરિષ્ઠ નાગરિકો (  Senior citizens ) માટે રોકાણના ઘણા વિકલ્પો છે. પરંતુ પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) રોકાણ માટે વધુ સારું સાધન છે. પ્રથમ, તેમાં રોકાણની સુરક્ષાની ગેરંટી છે અને બીજું, આ યોજનામાં વળતર પણ હાલમાં ઉત્તમ છે. એટલું જ નહીં, જો તમે આ સ્કીમમાં રોકાણ કરો છો, તો તમને આવકવેરાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. તેમાં રોકાણ શરૂ કરવું ખૂબ જ સરળ છે. તમે માત્ર 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.

    ખાતું ખોલવાના નિયમો

    પોસ્ટ ઓફિસની આ યોજના ( scheme ) હેઠળ, સામાન્ય રીતે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો ખાતું ખોલાવી શકે છે. આ સિવાય 50 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ ખાતું ખોલાવી શકે છે. આમાં, ખાતું સિંગલ અથવા સંયુક્ત અથવા પતિ અથવા પત્ની સાથે ખોલી શકાય છે. સંયુક્ત ખાતામાં, પ્રથમ ખાતાધારક પાસે સમગ્ર રકમ પર નિયંત્રણ હોય છે. જો નાણાકીય વર્ષમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માં કુલ વ્યાજ રૂ. 50,000/- કરતાં વધી જાય તો ( interest  ) વ્યાજ કરપાત્ર છે અને ચૂકવવામાં આવેલા કુલ વ્યાજમાંથી નિયત દરે TDS કાપવામાં આવશે. જો ફોર્મ 15G/15H સબમિટ કરવામાં આવે છે અને કમાયેલ વ્યાજ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ન હોય તો કોઈ TDS કાપવામાં આવશે નહીં.

    સત્તાવાર વેબસાઇટ અનુસાર, પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં ( Post Office Senior Citizen Saving Scheme ) 1000 રૂપિયાના ગુણાંકમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા જમા કરો છો, તો તે રકમ તમને તરત જ પરત કરવામાં આવે છે. આમાં તમે 1000 રૂપિયામાં પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એકાઉન્ટ ખોલાવી શકો છો. રોકાણ કરેલી રકમ પર વાર્ષિક 8.20 ટકા વ્યાજ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વ્યાજ ત્રિમાસિક ધોરણે ચૂકવવાપાત્ર છે. જો કોઈ દાવો કરવામાં આવતો નથી, તો આ વ્યાજની રકમ પર કોઈ વધારાનો લાભ અથવા વ્યાજ આપવામાં આવતું નથી.

    આ સમાચાર પણ વાંચો : Mumbai Airport : મુંબઈ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું. ઓરપોર્ટ પર કાર્યવાહી ઠપ્પ. જાણો વિગતે, જુઓ વિડીયો

    એકાઉન્ટ ક્યારે મેચ્યોર થશે

    આ યોજના (SCSS) હેઠળ ખાતું 5 વર્ષમાં મેચ્યોર થશે. આ પછી તમે તમારી ઈચ્છા મુજબ એકાઉન્ટ બંધ કરી શકો છો. આટલું જ નહીં, તમે એકાઉન્ટને વધારી પણ શકો છો. જો ખાતાધારક પાકતી મુદત પહેલાં મૃત્યુ પામે છે, તો તે સમયે ખાતામાં હાજર રકમ પર પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટનો વ્યાજ દર લાગુ થશે. જો તમે સમય પહેલા ખાતું બંધ કરો છો, તો તમારે પોસ્ટ ઓફિસની નિર્ધારિત શરતોનું પાલન કરવું પડશે.

  • હવે મોજમસ્તીમાં વીતશે વૃદ્ધાવસ્થા, આ 5 બેંકો વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષની FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ

    News Continuous Bureau | Mumbai 

    આજકાલ ફિક્સ ડિપોઝીટ ( Fixed deposit ) પર સારું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. લોકો તેમાં રોકાણ ( investement ) પણ કરી રહ્યા છે. એવી ઘણી બેંકો છે જે તેમના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર સારા વ્યાજ દરો ઓફર કરી રહી છે. પરંતુ વરિષ્ઠ નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર સામાન્ય નાગરિકો કરતા પણ વધુ વ્યાજ મળી રહ્યું છે. આજે અમે તમને એવી 5 બેંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર જબરદસ્ત વ્યાજ આપી રહી છે. એટલે કે આ બેંકો વરિષ્ઠ નાગરિકોને સારી ઓફર આપી રહી છે. ઘણી બેંકોએ તેમના વરિષ્ઠ નાગરિકોના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. તેમાં ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક અને અન્ય ઘણી બેંકોનો સમાવેશ થાય છે.

    આ સમાચાર પણ વાંચો : ટેક્સ રિટર્નનો સરેરાશ પ્રોસેસિંગ સમય ઘટીને થયો 10 દિવસ, પહેલા લાગતા હતા 82 દિવસ

    1. DCB બેંક – DCB બેંક પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર 8% વ્યાજ ઓફર કરે છે. આ વ્યાજ દર માત્ર વરિષ્ઠ નાગરિકોને જ આપવામાં આવે છે.
    2. ઇન્ડસઇન્ડ બેંક – ઇન્ડસઇન્ડ બેંક પણ તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 5-વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર 8% વ્યાજ ઓફર કરે છે.
    3. એક્સિસ બેંક – એક્સિસ બેંક વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકોની તુલનામાં 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.75 ટકા વ્યાજ આપી રહી છે.
    4. યસ બેંક – યસ બેંક વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર 7.75% વ્યાજ પણ આપી રહી છે.
    5. IDFC ફર્સ્ટ બેંક – IDFC ફર્સ્ટ બેંક તેના વરિષ્ઠ નાગરિકોના ગ્રાહકોને 5-વર્ષની FD પર 7.75% વ્યાજ આપી રહી છે. 
  • ઝીનત અમાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કર્યો ખુલાસો, કહ્યું કે ‘લોકો ને ટેલેન્ટ નહીં આ વસ્તુ માં છે વધારે રસ’

    ઝીનત અમાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કર્યો ખુલાસો, કહ્યું કે ‘લોકો ને ટેલેન્ટ નહીં આ વસ્તુ માં છે વધારે રસ’

    News Continuous Bureau | Mumbai

    ઝીનત અમાન તેના સમયની અગ્રણી અભિનેત્રીઓમાંની એક રહી છે. પોતાની એક્ટિંગ અને બોલ્ડનેસથી તેણે દર્શકોના દિલ જીતી લીધા. યાદો કી બારાત, રોટી કપડા ઔર મકાન, સત્યમ શિવમ સુંદરમ, ડોન અને દોસ્તાના જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી ઝીનત અમાન કહે છે કે લોકોને તેના ટેલેન્ટ  કરતાં તેના ફિગર અને ચહેરામાં વધુ રસ હતો. હાલમાં જ એક વાતચીત દરમિયાન અભિનેત્રીનું દર્દ બહાર આવ્યું હતું.

     

    ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને લઇ ને ઝીનત અમાને કહી આ વાત 

    અભિનેત્રી કહે છે કે તેણીને તેની કારકિર્દીની શરૂઆતમાં જ સમજાયું હતું કે ફિલ્મ ઉદ્યોગમાં લોકો યંગ અને સુંદર યુવતીઓ ઇચ્છે છે. અભિનેત્રીએ કહ્યું, ‘ઇન્ડસ્ટ્રીની આ વાસ્તવિકતા જાણ્યા પછી મેં મારા લૂકનો ફાયદો ઉઠાવ્યો. મેં એવી ભૂમિકાઓ પણ પસંદ કરી જે તેનાથી ઉપરની હતી. તેમ છતાં લોકોને મારા ટેલેન્ટ કરતાં મારા ચહેરા અને ફિગરમાં વધુ રસ હતો. આ જ કારણ છે કે મને વૃદ્ધ થવું ગમે છે, કારણ કે તે તમામ સ્તરોને સંતુલિત કરે છે.’તેણે વધુમાં કહ્યું કે તેણે ઉતાર-ચઢાવથી ભરેલું જીવન જીવ્યું છે, પરંતુ એવું કંઈ નથી જેનાથી તેને પસ્તાવો થાય અને તેને કોઈની સાથે કોઈ લેવાદેવા નથી. તેણે એમ પણ કહ્યું કે તેના મનમાં ગમે તેટલી શરમ કે ડર હોય. તે પહેલેથી જ દૂર થઇ ગયો છે.’

     

    સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ઝીનત અમાન 

    ઝીનતે 1971માં આવેલી ફિલ્મ ‘હલચલ’થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ તેને વાસ્તવિક ઓળખ તે જ વર્ષે ‘હરે રામા હરે કૃષ્ણ’થી મળી હતી.ઝીનત અમાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે તેના જીવન સાથે જોડાયેલી રસપ્રદ માહિતી શેર કરતી જોવા મળે છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી વેબ સિરીઝ ‘શોસ્ટોપર’ દ્વારા તેના OTT ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

    આ સમાચાર પણ વાંચો: પ્રેમ ચોપરા એ કર્યો ખુલાસો: ‘સ્ટારડમ ગુમાવવાનું દર્દ રાજેશ ખન્ના નહોતા કરી શક્યા સહન, આ રીતે બગડ્યું કરિયર