• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - jio cinema
Tag:

jio cinema

jiohotstar streaming platform launched on valentines day
મનોરંજન

Jio hotstar: વેલેન્ટાઈન ડે ના દિવસે લોન્ચ થયું જિયો હોટસ્ટાર, જાણો જિયો સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર ના મર્જર થી દર્શકોને શું ખાસ મળશે

by Zalak Parikh February 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Jio hotstar: આજે સવારે એટલે કે વેલેન્ટાઈન ડે ના દિવસે જિયો હોટસ્ટાર ને લોન્ચ કરવામાં આવ્યું છે. આ માટે જિયો સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર એ હાથ મિલાવ્યા છે.હવે દર્શકો ને વધુ એક ઓટિટિ પ્લેટફોર્મ મળ્યું છે. આ પ્લેટફોર્મ રમતગમત, મનોરંજન અને વધુ માટે ભારતના બે અગ્રણી પ્લેટફોર્મ, જિયો સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટારને એકસાથે લાવીને બનાવવામાં આવ્યું છે

આ સમાચાર પણ વાંચો:  Ekta kapoor new show: એકતા કપૂર ના શો માં થઇ શિવાંગી જોશી ની એન્ટ્રી, ઓનસ્ક્રીન જમાઈ સાથે જામશે સાસુ ની જોડી

જિયો હોટસ્ટાર ની ખાસિયત 

જિયો હોટસ્ટાર પ્લેટફોર્મ તેમની સામગ્રીને મર્જ કરી રહ્યા છે અને તેમના સબ્સ્ક્રાઇબર્સને એકસાથે લાવી રહ્યા છે. ટૂંક સમયમાં જૂના સબ્સ્ક્રિપ્શન પ્લાનને નવા પ્લાનથી બદલવામાં આવશે.જિયો સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર સબ્સ્ક્રાઇબર્સ સરળતાથી તેમનું જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન બદલી અને સેટઅપ કરી શકશે.જિયો હોટસ્ટાર ડિઝની, એનબીસી યુનિવર્સલ પીકોક, વોર્નર બ્રધર્સ ડિસ્કવરી, એચબીઓ અને પેરામાઉન્ટ તરફથી શ્રેષ્ઠ હોલીવુડ કન્ટેન્ટ ઓફર કરશે. જિયો હોટસ્ટારે સ્પાર્ક્સ નામની એક નવી પહેલ પણ શરૂ કરી છે. આ પ્લેટફોર્મ પર IPL, WPL અને ICC ઇવેન્ટ્સ જેવી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ્સ પણ યોજાશે. દર્શકો પ્રીમિયર લીગ, વિમ્બલ્ડન અને પ્રો કબડ્ડી અને ISL જેવી સ્થાનિક લીગ પણ જોઈ શકશે.

When two worlds come together, the extraordinary takes shape. #JioHotstar #InfinitePossibilities pic.twitter.com/1eW3qGUPsG

— JioHotstar (@JioHotstar) February 14, 2025


 

જિયો હોટસ્ટાર 10 ભાષાઓમાં 1.4 અબજ ભારતીયો માટે તૈયાર કરાયેલ વિશાળ અને વૈવિધ્યસભર સામગ્રી શ્રેણી સાથે મનોરંજનને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. વૈશ્વિક સ્તરે પ્રિય ટીવી શો, રિયાલિટી મનોરંજનથી લઈને બ્લોકબસ્ટર ફિલ્મો, એનિમે અને આંતરરાષ્ટ્રીય પ્રીમિયર સુધી, જિયો હોટસ્ટાર દર્શકો માટે નવી સામગ્રી લાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
bigg boss ott 3 premiere today know about anil kapoor show date and time
મનોરંજન

Bigg boss OTT 3: ઝગડા અને રોમાન્સ જોવા થઇ જાઓ તૈયાર, આજથી શરૂ થઇ રહ્યો છે બિગ બોસ ઓટીટી 3, જાણો કેટલા વાગે જોઈ શકશો અનિલ કપૂર નો શો

by Zalak Parikh June 21, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Bigg boss OTT 3:બિગ બોસ 3 ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. આ શો આ વખતે સલમાન ખાન નહિ પરંતુ અનિલ કપૂર હોસ્ટ કરવાનો છે. આજે એટલે કે 21 જૂન ના રોજ શો નું પ્રીમિયર થવાનું છે જેને લઈને દર્શકો ખુબ ઉત્સાહિત છે તો ચાલો જાણીયે ક્યારે અને ક્યાં તમે અનિલ કપૂર નો આ કોન્ટ્રોવર્શિયલ શો જોઈ શકશો. 

આ સમાચાર પણ વાંચો: Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 માં આ વરિષ્ઠ પત્રકાર ની એન્ટ્રી થઇ કન્ફ્રર્મ! વધુ બે સ્પર્ધક ના નામ આવ્યા સામે

બિગ બોસ ઓટીટી 3 નું પ્રીમિયર 

બિગ બોસ ઓટીટી 3નું પ્રીમિયર આજે એટલે કે 21 જૂન ના રોજ થશે. આ કોન્ટ્રોવર્શિયલ શો શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી Jio સિનેમા એપ પર પ્રસારિત થશે. પરંતુ છેલ્લી બે સીઝનની જેમ આ વખતે પણ તમે તેને ફ્રીમાં જોઈ નહીં શકો આ માટે તમારે જીઓ સિનેમા નું સબ્સ્ક્રિપ્શન લેવું પડશે.તમે Jio સિનેમા પ્રીમિયમ સાથે Bigg Boss OTT 3 જોઈ શકશો અને તેમાં 24×7 લાઇવ સ્ટ્રીમિંગ પણ હશે.

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)


બિગ બોસ ઓટીટી 3 માટે જે સેલેબ્સ ના નામ સામે આવ્યા છે તેમાં સોનમ ખાન, ચેસ્તા ભગત અને નિખિલ મહેતા, વિશાલ પાંડે, પૌલામી દાસ, મીકા સિંહ સામેલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bigg boss OTT 3 promo anil kapoor will host this show
મનોરંજન

Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 ને મળ્યો તેનો નવો હોસ્ટ, શો ના નવા પ્રોમો માં જોવા મળ્યો અભિનેતા નો ખાસ અંદાજ

by Hiral Meria June 1, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Bigg Boss OTT 3 : બિગ બોસ ઓટીટી 3 જલ્દી જ જિયો સિનેમા ( Jio Cinema ) પર સ્ટ્રીમ થશે આ વખતે બિગ બોસ ઓટીટી ને સલમાન ખાન નહીં પરંતુ બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર હોસ્ટ કરશે. આ અગાઉ ચેનલે શો નો પ્રોમો રિલીઝ કર્યો હતો જેમાં આ શો ને હોસ્ટ કોણ કરશે તેને સસ્પેન્સ રાખવામાં આવ્યું હતું. હવે ચેનલે બીજો પ્રોમો રિલઝિ કર્યો છે જેમાં ખુલાસો થયો છે કે બિગ બોસ ઓટીટી 3 ને અનિલ કપૂર હોસ્ટ કરશે. 

Bigg Boss OTT 3 : બિગ બોસ ઓટીટી નો પ્રોમો

જીઓ સિનેમા એ તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શો નો નવો પ્રોમો ( Bigg Boss OTT 3 Promo ) રિલીઝ કર્યો છે. આ પ્રોમો માં શો ના હોસ્ટ ( Show Host ) નો ચહેરો તો બતાવવામાં નથી આવ્યો પરંતુ હોસ્ટ નો અવાજ સાંભળી ને લાગે છે કે તે અનિલ કપૂર ( Anil Kapoor ) નો અવાજ છે. જેમાં અનિલ કપૂર બોલી રહ્યો છે કે ‘બહુ થયું ઝક્કાસ હવે કરીએ કઈ ખાસ’. આ પ્રોમો ને શેર કરતા તેના કેપ્શનમાં લખ્યું, ‘બિગ બોસ ઓટીટીની નવી સીઝન માટે નવા હોસ્ટ! અને બિગ બોસની ( Bigg Boss ) જેમ તેમનો એકલો અવાજ પૂરતો છે.’

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા શરદ પવારનો મોટો નિર્ણય, પીસી ચાકોને બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ.

મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસ ઓટીટી 3 22 જૂન થી જીઓ સિનેમા પર સ્ટ્રીમ થશે. જો કે ચેનલ તરફ થી શોની તારીખ હજુ સુધી શેર કરવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bigg boss ott 3 new host salman khan replace this actor
મનોરંજન

Bigg boss OTT 3:બિગ બોસ ઓટીટી 3 નો બદલાયો હોસ્ટ! આ અભિનેતા એ કર્યો સલમાન ખાન ને રિપ્લેસ,પ્રોમો માં મળી હિન્ટ

by Zalak Parikh May 23, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 બહુ જલ્દી જીઓ સિનેમા પર સ્ટ્રીમ થશે. આ શો નો નવો પ્રોમો પણ રિલીઝ થયો છે. પરંતુ આ વખતે બિગ બોસ ઓટીટી 3 ને સલમાન ખાન હોસ્ટ નથી કરવાનો. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ની જગ્યા એ બોલિવૂડ નો આ મોટો અભિનેતા શો ને હોસ્ટ કરશે. જેની હિન્ટ તમને પ્રોમો માં જોવા મળશે.  

આ સમાચાર  પણ વાંચો: Shahrukh khan: કેકેઆર ની જીત બાદ શાહરૂખ ખાને સ્ટેડિયમ માં કર્યું એવું કામ કે ચારો તરફ થઇ રહી છે ચર્ચા, જુઓ વિડીયો

 

બિગ બોસ ઓટીટી 3 નો પ્રોમો

બિગ બોસ ઓટીટી સીઝન 3 નો પ્રોમો Jio સિનેમા દ્વારા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમો રિલીઝ કરતા તેના કેપ્શનમાં લખ્યું છે, “બિગ બોસ ઓટીટીની નવી સીઝન જોયા પછી તમે બધું ભૂલી જશો. ‘બિગ બોસ ઓટીટી સીઝન 3’ ટૂંક સમયમાં જ જૂનમાં જિયો સિનેમા પર આવશે.”

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)


આ પ્રોમો જોઈને સલમાન ખાનના ફેન્સ નિરાશ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આખી સીઝન સલમાન ખાન નહીં પરંતુ અનિલ કપૂર હોસ્ટ કરશે. કેમકે પ્રોમો ના અંત માં છેલ્લે ઝકાસ શબ્દ આવે છે જે અનિલ કપૂર માટે વાપરવામાં આવે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

May 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jio Cinema This new plan of Jio, you will get a whole month's premier subscription for just 29 rupees.
વેપાર-વાણિજ્ય

Jio Cinema: Jioનો આ ધાસું નવો પ્લાન, માત્ર 29 રૂપિયામાં મળશે આખા મહિનાનું પ્રિમિયર સબસ્ક્રિપ્શન..

by Bipin Mewada April 25, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Jio Cinema: જિયો સમયાંતરે પોતાના પ્લાનમાં ફેરફાર કરતું રહે છે. હવે કંપનીએ ધમાકેદાર સબ્સ્ક્રિપ્શન વિડિયો ઓન ડિમાન્ડ ( SVOD ) માર્કેટમાં પ્રવેશવાની નવી યોજના બનાવી છે. આ જ કારણ છે કે કંપનીએ તેના Jio સિનેમા પ્લાનની કિંમતમાં ફેરફાર કર્યો છે. તમે પ્રીમિયમ સામગ્રી માટે ચૂકવણી કરતા હતા તે કિંમતમાં હવે નોંધપાત્ર રીતે ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં આ નવા પ્લાન 25મી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યો હતો. 

Your new entertainment plan is here!

JioCinema Premium is here at Rs. 29 per month!
Exclusive content. Ad-free. Asli 4K. Any device.#JioCinemaPremium #JioCinemaKaNayaPlan #JioCinema pic.twitter.com/44lyqHUzvy

— JioCinema (@JioCinema) April 25, 2024

Jio સિનેમા પર હોલીવુડ અથવા ભારતીય મનોરંજન સામગ્રીનો આનંદ માણવા માટે, તમારે દર મહિને હવે માત્ર 29 રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ ફેમિલી પ્લાન ( Jio Cinema subscription plan )  માટે એટલે કે એકસાથે 4 ઉપકરણો માટે Jiocinema પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન માટે, તમારે દર મહિને 89 રૂપિયા ચૂકવવા પડશે. ખરેખર, કંપનીએ આ નિર્ણય એવા યુઝર્સ માટે લીધો છે. જેઓ એડ ફ્રી વીડિયો જોવા માંગે છે. તેનો અર્થ એ છે કે, જો તમે વિડિયોની વચ્ચે જાહેરાતો ઇચ્છતા નથી, તો તમે તેને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.

Jio Cinema: Jio સિનેમા પ્રીમિયમ પ્લાનમાં તમને વીડિયો ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે…

કંપનીએ પોતાના ઓફિશિયલ X હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા આ નવા પ્લાન વિશે જાણકારી આપી હતી. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સસ્તા પ્લાન સાથે JioCinema યુઝર્સ કોઈપણ ઉપકરણ પર 4k ક્વોલિટીમાં કન્ટેન્ટ જોઈ શકે છે. વપરાશકર્તાઓ પાંચ ભાષાઓમાં કન્ટેન્ટ જોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Aston Martin Vantage: ભારતમાં 4 કરોડની કિંમતની સુપરકાર થઈ લોન્ચ, મળે છે 325 કિમી/કલાકની ટોપ સ્પીડ.. જાણો શું છે કારના અન્ય ફીચર્સ..

Jio સિનેમા ( Jio Cinema app) પ્રીમિયમ પ્લાનમાં તમને વીડિયો ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. અહીં તમે કોઈપણ સમયે વીડિયો જોઈ શકો છો અને તેને સરળતાથી ડાઉનલોડ પણ કરી શકશો. તમે આ સબ્સ્ક્રિપ્શન પ્લાન ( Jio Cinema Plans ) સાથે જાહેરાત મુક્ત અને તમામ પ્રીમિયમ સામગ્રી જોઈ શકો છો. આ જ ઑફર્સ તમને ફેમિલી પ્લાનમાં પણ આપવામાં આવી રહી છે, પરંતુ આ માટે તમારે થોડી વધુ ચૂકવણી કરવી પડશે. જેમાં તમે અહીંથી કોઈપણ વિડિયો ડાઉનલોડ પણ કરી શકો છો.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance and Disney have made a big announcement together, now users will get IPL, latest web series all in one app
વેપાર-વાણિજ્ય

Reliance & Disney: રિલાયન્સ અને આ ડિઝનીએ સાથી મળીને કરી મોટી જાહેરાત, હવે વપરાશકર્તાઓને IPL , લેટેસ્ટ વેબસિરીઝ આ બધું મળશે ફક્ત એક જ એપમાં.

by Bipin Mewada February 29, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Reliance & Disney: રિલાયન્સ અને ડિઝની મળીને ભારતમાં એક નવું જોઈન્ટ વેન્ચર શરૂ કરવા જઈ રહ્યા છે. આ સાહસ ભારતના મનોરંજન ઉદ્યોગ સાથે જોડાણ કરશે. હવે, સામાન્ય વપરાશકર્તાઓમાં આને લઈને ઘણા પ્રશ્નો છે, જેના વિશે અમે તમને મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

મિડીયા રિપોર્ટ મુજબ, નવી ભાગીદારીમાં, સ્ટાર ટીવી નેટવર્ક, સ્પોર્ટ્સ 18 ટીવી, હોટસ્ટાર અને જિયો સિનેમાને એક જ ઓટીટી પ્લેટફોર્મ ( OTT platform )  પર વપરાશકર્તાઓ માટે લાવવામાં આવશે. રિલાયન્સ ( Reliance ) આ ભાગીદારીમાં બહુમતી હિસ્સો જાળવી રાખશે.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યા મુજબ, રિલાયન્સ અને ડિઝની ( Disney ) આ ડીલ લાંબા સમયથી ચાલી રહી હતી. ડિઝની તેની ભારતીય અસેટ વેચીને બહાર નીકળવા માંગતી હતી. જો કે, ડીઝનીના સીઈઓ બોબ ઈગરે બાદમાં પુષ્ટિ કરી કે તે ભારતમાં જ રહેવા માંગે છે, કારણ કે ભારત એક ઉભરતું બજાર છે.

  અત્યારે Jio સિનેમા ( Jio Cinema ) અને Disney+ Hotstar બે અલગ-અલગ ડિજીટલ ઓટીટી પ્લેટફોર્મ છે…

ડિઝનીએ ભારતની બહાર જવાને બદલે ભારતમાં રહીને નવી ભાગીદારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ભાગીદારી રિલાયન્સ ગ્રુપ ( Reliance Group )  સાથે કરવામાં આવી છે. બંને પક્ષો વચ્ચેની આ ભાગીદારીની કિંમત 70 હજાર કરોડ રૂપિયા છે.

આ સમાચાર પણ વાંચો : Abdul Karim Tunda: 1993ના શ્રેણીબદ્ધ વિસ્ફોટોના આરોપી ટુંડા, નિર્દોષ છૂટ્યા, અજમેરની ટાડા કોર્ટે ચુકાદો આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો..

રિપોર્ટ મુજબ, આ ભાગીદારીમાં, રિલાયન્સની પેટાકંપની Viacom18 પાસે 46.82% અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે 16.34% હિસ્સો છે. આ સિવાય ડિઝનીની ભાગીદારી 36.84 ટકા છે. આ ભાગીદારીના વિકાસ માટે રિલાયન્સ રૂ. 11,500 કરોડનું રોકાણ કરશે.

રિલાયન્સ અને ડિઝનીએ એક અહેવાલમાં કહ્યું હતું કે, નવી ભાગીદારી સ્ટાર ટીવી નેટવર્ક, હોટસ્ટાર, સ્પોર્ટ્સ18 અને JioCinema સામગ્રીને એકસાથે લાવશે. જો કે, અત્યાર સુધી કંપનીઓએ આગામી પ્લેટફોર્મના નામ વિશે કોઈ માહિતી આપી નથી, જ્યાં આ બધું કન્ટેન્ટ એક સાથે જોવા મળશે.

વાસ્તવમાં, અત્યારે Jio સિનેમા અને Disney+ Hotstar બે અલગ-અલગ ડિજીટલ ઓટીટી પ્લેટફોર્મ છે. Jio Cinema Premium અને Disney+ Hoystar હાલમાં અલગ-અલગ સબ્સ્ક્રિપ્શન પ્લાન ધરાવે છે. જો કે, બંને યોજનાઓ ક્યારે એક સાથે મર્જ થશે. તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

February 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mukesh Ambani : Disney, Reliance sign pre-deal agreement, mega-merger to be done by Feb
વેપાર-વાણિજ્ય

Mukesh Ambani : લંડનમાં મુકેશ અંબાણીની મોટી ડીલ, આ કંપની સાથે ડીલ કરી સાઈન! હવે એન્ટરટેઈનમેન્ટ સેક્ટરમાં પણ વાગશે રિલાયન્સ નો ડંકો…

by kalpana Verat December 25, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mukesh Ambani : એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપનીના માલિક મુકેશ અંબાણી ( Mukesh Ambani ) એ એક મોટો સોદો કર્યો છે. આ પછી, મનોરંજન અને મીડિયા માર્કેટમાં પ્રભુત્વ વધશે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ( Reliance Industries ) ગયા અઠવાડિયે લંડનમાં વોલ્ટ ડિઝની કંપની ( Reliance-Disney Deal ) સાથે બિન-બંધનકર્તા ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા હોવાના અહેવાલ છે.

મર્જર આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થઈ શકે છે

નોંધનીય છે કે આ ડીલને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે મોટો દાવ લેવાની તૈયારી કરી રહી છે. મુકેશ અંબાણીની કંપની ભારતીય મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ માર્કેટમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે અમેરિકન કંપની વોલ્ટ ડિઝની કોર્પોરેશન સાથે વાતચીત કરી રહી છે. હવે એક ખાનગી મીડિયા હાઉસના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીની કંપનીએ લંડનમાં આ મોટો સોદો કર્યો છે. રિપોર્ટ માં કહેવામાં આવ્યું છે કે 51:49 સ્ટોક અને રોકડ મર્જરને ફેબ્રુઆરી 2024 સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

કમાન અંબાણીના હાથમાં રહેશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ડીલને જાન્યુઆરી 2024ના અંત સુધીમાં ફાઇનલ કરવાની અપેક્ષા રાખે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ડીલ બાદ કમાન મુકેશ અંબાણીની રિલાયન્સના હાથમાં રહેશે અને તેમની પાસે ઓછામાં ઓછા 51 ટકા સાથે સૌથી મોટો હિસ્સો હશે. આ મર્જ થયેલી કંપનીમાં વોલ્ટ ડિઝની પાસે 49 ટકા હિસ્સો હશે. ગયા અઠવાડિયે આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે જીઓ સિનેમા ( Jio Cinema ) પણ આ ડીલનો ભાગ હશે.

આ સમાચાર પણ વાંચો : Raha Kapoor : પહેલીવાર ફેન્સને જોવા મળી કપૂર પરિવારની લાડલી, રણબીર-આલિયાની દીકરી ‘રાહા’ પહેલીવાર આવી કેમેરાની સામે.. જુઓ વિડીયો..

ડીલ દરમિયાન આ અનુભવીઓ હાજર હતા!

લંડનમાં આ ડીલ દરમિયાન વોલ્ટ ડિઝનીના ભૂતપૂર્વ સીઈઓ અને હાલમાં સલાહકારની ભૂમિકા ભજવી રહેલા કેવિન મેયર અને મુકેશ અંબાણીના નજીકના ગણાતા મનોજ મોદી પણ હાજર હતા. રિપોર્ટ અનુસાર, રિલાયન્સની સબસિડિયરી Viacom18ની સ્ટેપ ડાઉન સબસિડિયરી બનાવવાની યોજના છે. સ્ટોક સ્વેપ દ્વારા તેને સ્ટાર ઇન્ડિયા સાથે મર્જ કરવામાં આવશે.

રિલાયન્સના માર્કેટ કેપમાં વધારો

ગયા અઠવાડિયે, BSE પર લિસ્ટેડ ટોપ-10 કંપનીઓમાંથી ત્રણની માર્કેટ મૂડીમાં વધારો થયો હતો. તેમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ ફાયદો થયો હતો અને રિલાયન્સ MCap રૂ. 47,000 કરોડથી વધુ વધીને રૂ. 17.35 લાખ કરોડ થયો હતો. રિલાયન્સના શેરની વાત કરીએ તો ગયા શુક્રવારે RILનો શેર મામૂલી ઘટાડા સાથે રૂ. 2561ના સ્તરે બંધ થયો હતો. હવે મંગળવારે રિલાયન્સ-ડિઝની ડીલની અસર કંપનીના શેર પર જોવા મળી શકે છે.

December 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
JioPhone Prima 4G with compact design, UPI support launched Price, specs and more
ગેઝેટ

JioPhone Prima : સસ્તા ફોનમાં સ્માર્ટફોન જેવી સુવિધાઓ, JioPhone Prima થયો લોન્ચ, જાણો તેની કિંમત અને શાનદાર ફીચર્સ વિશે!

by kalpana Verat November 8, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

JioPhone Prima : JioPhone Prima હવે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ બજેટેડ ફોન (Budget phone) માં તેમને સ્માર્ટફોન જેવા ફીચર્સ મળશે. એટલે કે, Kai-OS આધારિત 4G કીપેડ ફોનની કિંમત પણ ઓછી હશે અને કામ પણ સ્માર્ટફોન જેવું હશે. જણાવી દઈએ કે, આ ફોનની કિંમત 2599 રૂપિયા છે.

JioPrima ફોનમાં ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ, ગૂગલ વોઈસ આસિસ્ટન્ટ પણ સપોર્ટ કરે છે. આ સાથે Jio Prima 23 ભાષાઓમાં કામ કરશે. મોટા રિટેલ સ્ટોર્સ ઉપરાંત, ફોનને Reliance Digital.in, JioMart Electronics અને Amazon જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ ખરીદી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Deepfake video : અભિનેત્રી રશ્મિકા મંદાનાના Deepfake વીડિયો વિવાદ બાદ સરકારનું કડક વલણ, એડવાઇઝરી જાહેર કરી કહી આ વાત!

આ છે ફીચર્સ

JioPhone Primaની ડિઝાઇન એકદમ બોલ્ડ અને પ્રીમિયમ છે. તેમાં 2.4 ઇંચની ડિસ્પ્લે છે. પાવર બેકઅપ માટે 1800mAh બેટરી આપવામાં આવી છે. વીડિયો કોલિંગ અને ફોટોગ્રાફી માટે મોબાઈલના પાછળના અને આગળના ભાગમાં ડિજિટલ કેમેરા આપવામાં આવ્યા છે. મોબાઈલના પાછળના ભાગમાં ફ્લેશ લાઈટ આપવામાં આવી છે. ફોન Jio TV, Jio Cinema, Jio Saavn જેવી પ્રીમિયમ ડિજિટલ સેવાઓથી પણ સજ્જ છે. આ ફોનથી JioPay દ્વારા UPI પેમેન્ટ કરી શકાય છે. જિઓ એ Jio Prima દ્વારા 4G યુઝર્સને ટાર્ગેટ કરવા માગે છે. તમને જણાવી દઈએ કે, ભારતની મોટી વસ્તી હાલમાં 2G નેટવર્ક પર કામ કરી રહી છે, જેઓ 4G કનેક્ટિવિટી સાથે જોડાવા માગે છે. 

 

November 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan film dunki ott rights bagged by jio cinema
મનોરંજન

Dunki OTT: રિલીઝ પહેલા જ શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ના વેચાયા ઓટીટી રાઇટ્સ, અધધ આટલા કરોડ માં થઇ ડીલ

by Zalak Parikh September 22, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dunki OTT: શાહરુખ ખાન ની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દરેક જગ્યા એ બસ જવાન ની જ ચર્ચા ચાલી રહી છે.’જવાન’ રૂ. 500 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે, જ્યારે વિશ્વભરમાં કલેક્શન રૂ. 1000 કરોડની નજીક પહોંચી ગયું છે. હવે દર્શકો શાહરૂખની ફિલ્મ ડંકી ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની થિયેટરમાં રિલીઝ પહેલા જ તેના OTT રાઇટ્સ વિશે સમાચારો સામે આવી રહ્યા છે. ડંકી ના  OTT રાઇટ્સ ની કિંમત સાંભળીને તમારી પણ આંખો પહોળી થઇ જશે. .

 

 ડંકી ના ઓટીટી રાઇટ્સ 

શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી રિલીઝ પહેલા જ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. તેનું કારણ તેના OTT અધિકારો છે. શાહરૂખ ખાનની ફિલ્મ તેના OTT અધિકારોના સમાચારને કારણે રિલીઝ પહેલા જ ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ડંકીના ઓટીટી રાઇટ્સ જિયો સિનેમા એ ખરીદી લીધા છે. આ માટે તેણે મોટી રકમ પણ ચૂકવી છે. શાહરૂખ ખાનની ડંકી નાં રાઇટ્સ લગભગ 155 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ડંકી ના સેટેલાઇટ અને ડિજિટલ બંને  રાઇટ્સ 230 કરોડ રૂપિયામાં વેચાયા છે.

આ સમાચાર પણ વાંચો: Anil kapoor: અનિલ કપૂર ની આ વસ્તુ નો ઉપયોગ કરતા પહેલા લેવી પડશે પરવાનગી, દિલ્હી હાઇકોર્ટે આપ્યો અભિનેતા ના હક માં ચુકાદો

 

શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 

‘ડંકી’ એ  એક સ્થળાંતરિત માણસની વાર્તા છે.આ ફિલ્મ થી શાહરૂખ ખાન પહેલીવાર રાજકુમાર હિરાની સાથે કામ કરી રહ્યો છે. રાજકુમાર હિરાનીએ પોતાની કારકિર્દીમાં એક પણ ફ્લોપ ફિલ્મ આપી નથી. શાહરૂખ અને રાજુની જોડી પણ ઈતિહાસ રચવા તૈયાર છે. ડંકીમાં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ જોવા મળશે. જોકે, ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

September 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Athletics Championship: World Athletics Championships 2023, Neeraj Chopra's Javelin event: When and where to watch
ખેલ વિશ્વ

World Athletics Championship: વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ 2023, નીરજ ચોપરાની જેવલિન થ્રો ઇવેન્ટ: ક્યારે અને ક્યાં જોઈ શકો છો? જાણો સંપુર્ણ વિગતો વિગતવાર રીતે અહીં…

by Zalak Parikh August 25, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

World Athletics Championship: ભારત (India) ના ઓલિમ્પિક ચેમ્પિયન (Olympic Champion) નીરજ ચોપરા (Neeraj Chopra) હંગેરીના બુડાપેસ્ટ (Budapest) માં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તૈયાર છે. 25 વર્ષીય શુક્રવારના રોજ જેવલિન થ્રો ઈવેન્ટના ક્વોલિફિકેશન સ્ટેજમાં ભાગ લેશે, જેની ફાઈનલ રવિવારે રમાશે. ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં અભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક જીતીને સ્પોટલાઈટ મેળવી હતી., આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. ગયા વર્ષે, તેણે યુજેન, ઓરેગોનમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જેનાથી તે 2003માં લોંગ જમ્પર અંજુ બોબી જ્યોર્જના બ્રોન્ઝ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર માત્ર બીજો ભારતીય બન્યો હતો. જેમ જેમ યોગ્યતાઓ નજીક આવે છે, તેમ, બધાની નજર ચોપરા પર છે, તે જોવાની રાહ જોઈ રહ્યા છે કે શું તે તેની શાનદાર કારકિર્દીમાં બીજી ઐતિહાસિક સિદ્ધિ ઉમેરી શકે છે. જ્યારે ચોપરા ક્વોલિફાયરના ગ્રુપ Aમાં ડી.પી.ની સાથે એક્શનમાં હશે. મનુ, કિશોર જેણા ગ્રુપ બીમાં સ્પર્ધા કરશે. 

આ સમાચાર પણ વાંચો : Asia Cup 2023: એશિયા કપમાં સેમસન-ચહલને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સુનીલ ગાવસ્કરે આપ્યો જવાબ.. જાણો શું છે આ મુદ્દો……

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપરાની જેવલિન થ્રો ઈવેન્ટ પહેલા તમારે જે જાણવાની જરૂર છે: 

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાની જેવલિન થ્રો ઈવેન્ટ કયા સમયે શરૂ થશે? વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપરાની જેવલિન થ્રો ઈવેન્ટ 25 ઓગસ્ટે IST બપોરે 1:40 વાગ્યે શરૂ થશે. દરમિયાન, કિશોર જેણા IST બપોરે 3:15 થી એક્શનમાં હશે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાની જેવલિન થ્રો ઇવેન્ટ ક્યાં યોજાશે? વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાની જેવલિન થ્રો ઈવેન્ટ બુડાપેસ્ટ, હંગેરીમાં યોજાશે. હું વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાની જેવલિન થ્રો ઇવેન્ટ ક્યાં જોઈ શકું? વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાની જેવલિન થ્રો ઈવેન્ટનું લાઈવ પ્રસારણ Sports18 પર કરવામાં આવશે. હું વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાની જેવલિન થ્રો ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકું? વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાની જેવલિન થ્રો ઈવેન્ટ Jio સિનેમા પર લાઈવ સ્ટ્રીમ થઈ શકે છે.

August 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક