• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - kerala high court
Tag:

kerala high court

Husband can use wife's money in times of crisis, but later that money has to be returned to wife Important judgment of Supreme Court.
દેશ

Supreme Court: પતિ સંકટ સમયમાં સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ બાદમાં તે ધન પત્નીને પરત કરવું પડશેઃ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો..

by Bipin Mewada April 26, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Supreme Court: એક પરિણીત યુગલની સંપત્તિ સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે પતિનું તેની પત્નીના ‘સ્ત્રીધન’ (સ્ત્રીની સંપત્તિ) પર કોઈ નિયંત્રણ નથી. 10 વર્ષથી વધુ જૂના આ કેસમાં પોતાના અધિકારો માટે લડવા સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી મહિલાના કેસની સુનાવણી જસ્ટિસ ( Supreme Court justices ) સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચમાં થઈ હતી. પત્નીના ‘સ્ત્રીધન’ પર પતિના નિયંત્રણને લઈને કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. 

કોર્ટે કહ્યું કે સંકટના સમયે પતિ તેની પત્નીના ( Husband Wife ) સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ બાદમાં પતિએ પત્નિને તેનું ધન પરત કરવી તેની નૈતિક જવાબદારી છે. એક મહિલા પાસેથી તેના પતિ દ્વારા પત્નિના લઈ લીધેલા સોનાના બદલામાં 25 લાખ રૂપિયા પરત કરવાનો પતિને નિર્દેશ આપતા કોર્ટે પોતાના નિર્ણયમાં આ મહત્વનો ચૂકાદો આપ્યો હતો. આ કિસ્સામાં, મહિલાએ દાવો કર્યો હતો કે તેના પરિવારે લગ્ન સમયે તેને 89 સોનાના સિક્કા ભેટમાં આપ્યા હતા. તેમજ લગ્ન બાદ તેના પિતાએ તેના પતિને રૂ.2 લાખનો ચેક પણ આપ્યો હતો.

 Supreme Court: પતિને પત્નિના સ્ત્રીધન પર માલિક તરીકે કોઈ અધિકાર નથી…

મહિલાના કહેવા પ્રમાણે, તેના પતિએ લગ્નની પહેલી રાત્રે જ તમામ દાગીના પોતાના કબજામાં લઈ લીધા હતા. દાગીના સુરક્ષિત રાખવાના નામે તેણે તેની આ દાગીના તેની માતાને આપી દીધા હતા. મહિલાના આરોપ મુજબ, પતિ અને તેની સાસુએ તેમના જૂના દેવાના સમાધાન માટે પત્નિના ઘરેણાંનો દુરુપયોગ કર્યો હતો. મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ ફેમિલી કોર્ટે 2011માં આપેલા નિર્ણયમાં મહિલાના આરોપોને સાચા ગણાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Navi Mumbai: નવી મુંબઈમાં વધુ પાંચ ફ્લેમિંગોના રહસ્યમય રીતે થયા મોત, પક્ષી પ્રેમીઓ વ્યક્ત કરી ચિંતા..

કોર્ટે પતિ અને તેની માતાને આ દુર્વ્યવહારથી થયેલા નુકસાનની ભરપાઈ રુપે રુ. 25 લાખ આપવાનો નિર્દેશ આપ્યો હતો. બાદમાં મામલો કેરળ હાઈકોર્ટમાં ( Kerala High Court ) પહોંચ્યો હતો. અહીં કોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહતને આંશિક રીતે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે મહિલા પતિ અને તેની માતા દ્વારા સોનાના દાગીનાની ગેરરીતિને સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી. જો કે, જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં ( Supreme Court of India ) પહોંચ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્ત્રીધન ( Stridhan ) એ પત્ની અને પતિની સંયુક્ત સંપત્તિ નથી.

પતિને પત્નિના સ્ત્રીધન પર માલિક તરીકે કોઈ અધિકાર નથી. કોર્ટે સ્પષ્ટ ( Supreme Court judgement ) કર્યું છે કે મહિલાને લગ્ન પહેલાં, લગ્ન સમયે કે અલગ થવાના સમયે કે પછી ભેટમાં આપવામાં આવેલી મિલકતો ‘સ્ત્રીધન’ મિલકત છે. આ સ્ત્રીની સંપૂર્ણ સંપત્તિ છે. તેની ઈચ્છા મુજબ તેનો નિકાલ કરવાનો તેને સંપૂર્ણ અધિકાર છે. પતિનું આના પર કોઈ નિયંત્રણ નથી.

 

April 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Wife's inability to cook cannot be a ground for divorce - High Court verdict..
રાજ્ય

Kerala High Court: પત્નીને ખાવાનું બનાવતાં ન આવડતું હોય એ છૂટાછેડાનો આધાર ન બની શકે- હાઈકોર્ટનો ચુકાદો.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..

by Akash Rajbhar October 19, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Kerala High Court: કેરળ હાઈકોર્ટે(highcourt) મંગળવારે કહ્યું હતું કે રસોઈની કુશળતાના અભાવને કારણે પત્ની તેના પતિ(husband wife) માટે ભોજન રાંધતી નથી, તે લગ્નનો અંત લાવવાના હેતુથી ક્રૂરતા સમાન નથી. જસ્ટીસ અનિલ કે નરેન્દ્રન અને સોફી થોમસની ખંડપીઠે ક્રૂરતાના આધારે છૂટાછેડાની(divorce) માંગ કરતી એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા આ ટીપ્પણી કરી હતી.

ખંડપીઠે કહ્યું કે પત્નીને રસોઈ બનાવતા આવડતું ન હતું અને તેથી તે તેના પતિ માટે રસોઈ બનાવતી નહોતી. બંને પાર્ટીઓએ 7 મે, 2012ના રોજ લગ્ન કર્યા હતા અને તેઓ અબુધાબીમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા. પતિએ દલીલ કરી હતી કે પત્નીએ તેનું અપમાન કર્યું હતું અને તેના સંબંધીઓની હાજરીમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. પતિએ કહ્યું કે તે ક્યારેય તેનું સન્માન કરતી નથી અને તેનાથી અંતર રાખતી હતી. પતિએ આક્ષેપ કર્યો હતો કે લગ્ન વ્યવહારિક અને ભાવનાત્મક રીતે સમાપ્ત થઈ ગયા છે અને તેઓ છેલ્લા 10 વર્ષથી અલગ રહે છે અને પુનઃમિલનનો કોઈ અવકાશ નથી.

પતિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની તેને તેના સંબંધીઓની સામે અપમાનિત કરે છે અને તેની સાથે ખરાબ વર્તન કરે છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે હવે તેની પત્ની તેને તેનાથી દૂર કરવા લાગી છે. પરંતુ બાદમાં તેણે માફી માંગી હતી. તેણે તેના પતિ માટે અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : IND vs BAN : પુણેમાં ઈતિહાસનું પુનરાવર્તન કરવા બાંગ્લાદેશ તૈયાર, ટીમ ઈન્ડિયા સાવધાન ! જાણો બન્ને ટીમનો શું રહ્યો છે રેકોર્ડ….

પત્નિએ બચાવમાં જણાવ્યું કે….

પોતાના બચાવમાં પત્નીએ તેના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. પત્નીએ દલીલ કરી હતી કે તેનો પતિ જાતીય હિંસાથી પીડાતો હતો અને તેણે તેના શરીરની મજાક પણ ઉડાવી હતી. તેણીએ દલીલ કરી હતી કે તેનો પતિ માનસિક સમસ્યાઓથી પીડાતો હતો અને તેણે દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું. તેણે એમ પણ કહ્યું કે તે આ લગ્નને અકબંધ રાખવા માંગે છે. તેણે કહ્યું કે તેણે કંપનીને ઈમેલ કર્યો હતો જેથી તે તેમના સંબંધોને બચાવી શકે.

કોર્ટે પત્ની દ્વારા કંપનીને મોકલવામાં આવેલ ઈમેલ વાંચ્યો. હાઈકોર્ટને જાણવા મળ્યું કે પત્ની તેના પતિના વર્તનથી ચિંતિત હતી કારણ કે તે કેરળથી યુએઈ પાછો ગયો હતો. તેણે ઈમેલમાં પતિના બદલાયેલા વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે તેના પતિનું શું થયું તે જાણવા અને તેને સામાન્ય જીવનમાં લાવવા માટે કંપની પાસેથી મદદ માંગી રહી હતી. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કાયદેસર રીતે કોઈ પક્ષ છૂટાછેડાને વાજબી ઠેરવતા પૂરતા આધારો વિના લગ્ન સમાપ્ત કરવાનો એકપક્ષીય નિર્ણય લઈ શકે નહીં. કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

October 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Is watching porn in private obscene or a crime?; The High Court gave a direct answer
રાજ્ય

Kerala High Court: શું ખાનગીમાં પોર્ન જોવું એ અશ્લીલ છે કે ગુનો?; હાઈકોર્ટે આપ્યો સીધો જવાબ.. જાણો શું કહે છે કાયદો.. 

by Akash Rajbhar September 13, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Kerala High Court : ખાનગી (Private) માં પોર્ન વીડિયો જોવો એ અશ્લીલ છે કે ગુનો? શું આ કેસમાં સજા થઈ શકે? પોર્ન વીડિયો જોવો કે ન જોવો? આવા અનેક સવાલો ઘણા લોકોને થાય છે. કેરળ (Kerala) ની હાઈકોર્ટે (High Court) આ સવાલોના ખૂબ જ મહત્વપૂર્ણ જવાબ આપ્યા છે. આ કેસમાં એક વ્યક્તિ વિરુદ્ધ સુનાવણી ચાલી રહી હતી. વ્યક્તિ પર પોર્ન વીડિયો(porn video) જોવાનો આરોપ હતો. પોર્ન વીડિયો જોવો અશ્લીલ છે કે નહીં તેના પર કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે.

પોલીસે આ વ્યક્તિની રસ્તા પર ઉભા રહીને પોર્ન વીડિયો જોવા બદલ ધરપકડ કરી હતી. આ મામલો હાઈકોર્ટમાં ગયા બાદ કોર્ટે મહત્વના અવલોકનો નોંધીને ચુકાદો આપ્યો છે. જો કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે અશ્લીલ વીડિયો જુએ છે, તેને કોઈને મોકલતો નથી, જાહેરમાં આવા વીડિયો જોતો નથી, તો આવી વસ્તુઓ અશ્લીલતાના ગુના હેઠળ આવતી નથી. મોબાઈલ પર આ રીતે કન્ટેન્ટ જોવાની કોઈ વ્યક્તિની અંગત પસંદગી હોઈ શકે છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે કોર્ટ કોઈની ગોપનીયતામાં દખલ ન કરી શકે.

આ સમાચાર પણ વાંચો :  Gujarat : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા નવસારી ખાતે ઝીંગા ફાર્મર્સ કોન્ક્લેવ-2023ની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે

બાંધી શકતા નથી

લાઈવ લોની માહિતી અનુસાર કોર્ટે આ કેસમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે. અશ્લીલ વિડિયોને અન્ય લોકોને બતાવ્યા વિના વ્યક્તિગત જોવું એ IPCની કલમ 292 હેઠળ અપરાધની કોઈપણ શ્રેણીમાં આવતું નથી, કોર્ટે જણાવ્યું હતું. આ મામલે એક મહત્વનો પ્રશ્ન છે. તદનુસાર, જો કોઈ વ્યક્તિ ફ્રી ટાઈમમાં પોર્ન વીડિયો કોઈને બતાવ્યા વિના જુએ તો શું તે ગુનો બને છે? તો જવાબ છે ના. આ વ્યક્તિગત પસંદગી હોઈ શકે છે. આવા કિસ્સામાં, કોર્ટ તે વ્યક્તિ પર કોઈપણ પ્રકારના પ્રતિબંધ લાદી શકે નહીં, કોર્ટે જણાવ્યું હતું.

તે ગુનો નથી

આઈપીસીની કલમ 292 હેઠળ કોઈપણ વ્યક્તિ દ્વારા અશ્લીલ ફોટા અને વિડિયો ખાનગીમાં જોવું એ ગુનો નથી. જો કોઈ વ્યક્તિ સાર્વજનિક સ્થળે અશ્લીલ વિડિયો જુએ છે અથવા અશ્લીલ વિડિયોનું પ્રસારણ કરે છે અને તેનું વિતરણ કરે છે, તો તે IPCની કલમ 292 હેઠળ ગુનો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે પુરુષ અને સ્ત્રી વચ્ચે એકાંતમાં સહમતિથી સેક્સ કરવું આપણા દેશમાં ગુનો નથી.

બાળકોને મોબાઈલ ફોન આપવો

આ સમયે જસ્ટિસ કુન્હીક્રિષ્નને પણ સાવધાની રાખવાની ચેતવણી આપી હતી. કોઈપણ દેખરેખ વિના સગીરોને મોબાઈલ ફોન આપવો વધુ ખતરનાક છે. ઈન્ટરનેટની મદદથી મોબાઈલમાંથી પોર્ન વીડિયો સરળતાથી જોઈ શકાય છે. બાળકો આ વિડિયો જોઈ શકે છે. તેની આડઅસર થઈ શકે છે. તેથી, કોર્ટે બાળકોને મોબાઈલ ફોન આપતી વખતે સાવચેત રહેવાની ચેતવણી પણ આપી છે.

September 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ED's Biggest Raid… ED Raid Rajmal Lakhichand Jewellers….
દેશ

ED Raid: EDએ લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા

by Dr. Mayur Parikh June 26, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ED Raid: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોહમ્મદ ફૈઝલ (Mohammad Faisal) પીપીના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. જેઓ લોકસભામાં લક્ષદ્વીપ (Lakshadweep) ના કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા સંસદ સભ્ય (MP) છે. કેરળ (Kerala) માં તેની સાથે જોડાયેલી કેટલીક મિલકતો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. EDના અધિકારીઓએ શનિવારે લક્ષદ્વીપના એન્ડ્રોથ આઇલેન્ડ (Androth Island) ખાતેના તેમના ઘર અને દિલ્હીમાં સત્તાવાર નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા.

કેરળના કોઝિકોડ જિલ્લામાં બેયપોર ખાતે તેના સંબંધીઓ દ્વારા ચલાવવામાં આવતી પેઢીમાં અને કોચીમાં તેના પરિવારના બે સભ્યોના ઘરોમાં સર્ચ કરવામાં આવ્યું હતું. સૂત્રોએ દાવો કર્યો હતો કે EDએ અમુક મિલકતના રેકોર્ડ અને નાણાકીય દસ્તાવેજો જપ્ત કર્યા છે.

ટુના નિકાસ કેસ

ED ટુના માછલી (Tuna Fish) ની નિકાસ (Export)અંગેના નાણાકીય વ્યવહારો સંબંધિત દસ્તાવેજોની તપાસમાં હોવાનું એક સ્ત્રોતે જણાવ્યું હતું. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અગાઉ કથિત માછલીની નિકાસમાં ગેરરીતિના અંગે સાંસદ પર કેસ કર્યો હતો. જ્યારે દરોડો પાડવામાં આવી રહ્યો હતો ત્યારે સાંસદ એન્ડ્રોથ સ્થિત ઘરમાં હાજર હતા.

આ સમાચાર પણ વાંચો: Maharashtra monsoon Alert: આગામી ત્રણ દિવસમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી.

ફૈઝલ અને લક્ષદ્વીપ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (Lakshadweep Cooperative Marketing Federation) ના કેટલાક અધિકારીઓએ 2016-2017માં જરૂરી ટેન્ડર પ્રક્રિયાઓને અનુસર્યા વિના માછલીની નિકાસ કરી હતી. તેઓએ લક્ષદ્વીપના માછીમારો પાસેથી કથિત રીતે 287 ટન ટુનાની ખરીદી પણ કરી હતી, આ ખાતરી સાથે કે તેઓ ઊંચા ભાવે નિકાસ કરીને વધુ કમાણી કરી રહ્યા હતા. અધિકારીઓને કહેવામાં આવ્યુ હતુ કે ટુના શ્રીલંકામાં નિકાસ કરવામાં આવશે, પરંતુ કોઈને પૈસા ચૂકવવામાં આવ્યા ન હતા. સીબીઆઈ (CBI) દ્વારા નોંધાયેલા કેસમાં ફૈઝલ પ્રથમ આરોપી છે.

ફૈઝલને હત્યાના પ્રયાસના કેસમાં લક્ષદ્વીપના કાવારત્તીની સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા…

જાન્યુઆરીમાં, લોકસભા સચિવાલયે ફૈઝલને લક્ષદ્વીપના કાવારત્તી ( Kavaratti) માં સેશન્સ કોર્ટ (Session Court) દ્વારા હત્યાના પ્રયાસના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલયે (Lok Sabha Secretariat) ફૈઝલને અપાત્ર ઠેરવ્યો હતો. કેરળની હાઈકોર્ટે (Kerala High Court) ત્યારપછી આ આદેશ પર સ્ટે મૂક્યો હતો અને બાદમાં અયોગ્યતા રદ કરવામાં આવી હતી.

June 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહિલાએ ગર્ભપાત માટે પતિની પરવાનગી લેવાની જરૂર નથી- કેરળ હાઈકોર્ટ

by Dr. Mayur Parikh September 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કેરળ હાઈકોર્ટે(Kerala High Court) એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે જો કોઈ ગર્ભવતી મહિલા(pregnant woman) ગર્ભપાત કરાવવા ઈચ્છે છે તો તેને આવું કરવા માટે પતિની મંજૂરીની કોઈ જરૂર નથી.કોર્ટે કહ્યું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટમાં(Medical Termination of Pregnancy Act) એવી કોઈ જોગવાઈ નથી, જેના હેઠળ મહિલાએ ગર્ભપાત(Abortion) કરાવવા માટે તેના પતિની પરવાનગી લેવી પડે. આનું કારણ એ છે કે સ્ત્રી જ ગર્ભાવસ્થા અને પ્રસૂતિની પીડા અને તણાવ સહન કરે છે.કોર્ટે આ આદેશ કોટ્ટયમની 21 વર્ષીય યુવતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. જેમાં યુવતીએ તબીબી શરતો અનુસાર ગર્ભપાતની પરવાનગી માંગી હતી. ગર્ભવતી સ્ત્રી કાયદેસર રીતે ડિવોર્સી અથવા વિધવા નથી.

કોર્ટે શું કહ્યું?

જસ્ટિસ વીજી અરુણે(Justice VG Arun) કહ્યું કે યુવતીનો તેના પતિ સાથે કોઈ સંબંધ નથી. કારણ કે યુવતીએ આ અંગે તેના પતિ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાના પતિએ તેની સાથે રહેવાની કોઈ ઈચ્છા દર્શાવી નથી. તેથી, કોર્ટે માન્યું કે આ તેના પરિણીત જીવનમાં (married life) ધરખમ પરિવર્તન સમાન છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની શિંદે સરકારને આપ્યો ઝટકો- રાજ્યપાલને 12 ધારાસભ્યોના નામોની યાદી પર આ તારીખ સુધી નિર્ણય ન લેવાનો આદેશ

'યુવાન પેઢી લગ્નને ખરાબ માને છે'

તાજેતરમાં જ કેરળ હાઈકોર્ટની બેન્ચે પતિ દ્વારા છૂટાછેડા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે યુવા પેઢી લગ્નને ખરાબ માની રહી છે. બેન્ચે કહ્યું કે એટલે જ લિવ-ઈન સંબંધો વધી રહ્યા છે. જસ્ટિસ એ મોહમ્મદ મુસ્તાક અને જસ્ટિસ સોફી થોમસની બેન્ચે છૂટાછેડાની અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. બેન્ચે કહ્યું કે યુવા પેઢી લગ્નને ખરાબી તરીકે જોઈ રહી છે. લોકો મુક્ત જીવન માણવા માટે લગ્નના બંધનને ટાળે છે અને તેથી જ લિવ-ઇન રિલેશનશિપ વધી રહ્યા છે.

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો – લિવ ઈનમાં રહેતા લોકોને કોર્ટે આપી મોટી રાહત- બાળકો મામલે શું કહ્યું એ પણ જાણો

by Dr. Mayur Parikh June 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ કોર્ટે(Supreme Court) લિવ ઈન રિલેશનશીપ(Live in a relationship) અંગે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમે કહ્યું કે જાે પુરુષ અને મહિલા વર્ષો સુધી સાથે પતિ પત્નીની(Husband Wife) જેમ રહે તો બંનેના લગ્ન થઈ ગયા એવું માની લેવાશે અને તેના આધારે તેમના બાળકોનો પૈતૃક સંપત્તિ(Ancestral property) ઉપર પણ હક રહેશે.  

આ સમગ્ર મામલો સંપત્તિ વિવાદ (Property dispute) અંગે હતો. ૨૦૦૯માં કેરળ હાઈકોર્ટે(Kerala High Court) આ કેસમાં પૈતૃક સંપત્તિ પર લિવ ઈન રિલેશનશીપમાં રહેતા પુરુષ અને મહિલાના પુત્રને પૈતૃક સંપત્તિ પર હક આપવાનો ઈન્કાર કરી દીધો હતો. મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને હવે સુપ્રીમે કેરળ હાઈકોર્ટના ચુકાદાને પલટી નાખ્યો અને કહ્યું કે પુત્રને પૈતૃક સંપત્તિ પર હક આપવાની ના પાડી શકાય નહીં. 

અત્રે જણાવવાનું આ સમગ્ર મામલો કેરળનો હતો. કત્તૂકંડી ઈધાતિલ કરનલ વૈધારની સંપત્તિને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કત્તૂકંડીના ચાર પુત્રો હતા દામોદરન, અચ્યુતન, શેખરન અને નારાયણ. અરજીકર્તાનું(applicant) કહેવું હતું કે તેઓ દામોદરનના પુત્ર છે. જ્યારે પ્રતિવાદીનું કરુણાકરનનું કહેવું છે કે તે અચ્યુતનનો પુત્ર છે. શેખરન અને નારાયણના અપરણિત હતા ત્યારે મોત થઈ ગયા હતા. 

કરુણાકરનનું કહેવું હતું કે તેઓ જ અચ્યુતનનું એકમાત્ર સંતાન છે બાકીના ત્રણેય ભાઈ અપરણિત(Unmarried) હતા. તેમનો આરોપ હતો કે અરજીકર્તાની માતાએ દામોદરન સાથે લગ્ન કર્યા નહતા આથી તે કાયદેસર સંતાન(Legal child) નથી અને તેને સંપત્તિમાં હક મળી શકે નહીં. સંપત્તિ વિવાદ ટ્રાયલ કોર્ટમાં(trial court) ગયો. કોર્ટે માન્યું કે દામોદરન લાંબા સમય સુધી ચિરુથાકુટ્ટી સાથે રહ્યો આથી માની શકાય કે તેમણે લગ્ન કર્યા હતા. ટ્રાયલ કોર્ટે સંપત્તિને બે ભાગમાં વહેંચવાનો આદેશ આપ્યો. ત્યારબાદ મામલો કેરળ હાઈકોર્ટમાં ગયો. 

આ સમાચાર પણ વાંચો : આરોગ્ય મંત્રીએ ચેતવ્યા-ખતમ નથી થયો કોરોના- બાળકોની વેક્સીન પર કરો ફોકસ

કોર્ટે કહ્યું કે દામોદરન અને ચિરુથાકુટ્ટી લાંબા સમય સુધી સાથે રહ્યા તેના કોઈ પુરાવા નથી આથી દસ્તાવેજાેથી સાબિત થાય છે કે વાદી દામોદરનનો પુત્ર જરૂર છે પરંતુ કાયદેસર સંતાન નથી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને કોર્ટે સ્વીકાર્યું કે દામોદરન અને ચિરુથાકુટ્ટી લાંબા સમય સુધી પતિ પત્નીની જેમ રહ્યા હતા તેના પુરાવા છે. 

જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે કહ્યું કે 'જાે એક પુરુષ અને મહિલા લાંબા સમય સુધી પતિ પત્નીની જેમ સાથે રહે તો બંનેના લગ્ન થયા હતા તેવું માની શકાય. આવું અનુમાન એવિડન્સ એક્ટની (Evidence Act) કલમ ૧૧૪ હેઠળ લગાવી શકાય છે.' જાે કે કોર્ટે એમ પણ કહ્યું કે આ અનુમાનનું ખંડન પણ થઈ શકે છે પરંતુ એ માટે સાબિત  કરવું પડશે કે બંને ભલે  લાંબા સમય સુધી સાથે રહ્યા હતાં પરંતુ લગ્ન થયા નહતાં. 

ભારતમાં લિવ ઈન રિલેશનશીપમાં રહેવું એ ગુનો નથી પરંતુ અત્યાર સુધી લિવ ઈનમાં રહેતા પુરુષ અને મહિલાથી કોઈ સંતાન થાય તો તેને પૈતૃક સંપત્તિમાં હક મળતો નહતો. હવે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા પુરુષ અને મહિલાથી જન્મેલા સંતાનને પૈતૃક સંપત્તિમાં પણ હક મળશે.

આ સમાચાર પણ વાંચો : રક્ષામંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ યોજના કરી લોન્ચ-જાણો અગ્નિવીરોને કેટલો મળશે પગાર

June 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

હિજાબ વિવાદ પર કર્ણાટક HC ના આદેશ વિરુદ્ધ સુપ્રીમમાં અરજી, કરી આ માંગ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh February 11, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

શુક્રવાર.

કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબ વિવાદનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. 

અરજદારે કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટક હાઇકોર્ટે નિર્ણય ન આવે ત્યાં સુધી શાળા-કોલેજોમાં હિજાબ અથવા અન્ય કોઈપણ ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. 

સાથે આદેશ પર તત્કાલ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. 

આ આદેશ બિન-મુસ્લિમ વિદ્યાર્થીનીઓ અને મુસ્લિમ વિદ્યાર્થીનીઓ વચ્ચે ભારે અસમાનતા પેદા કરે છે. 

આ બિનસાંપ્રદાયિકતાના ખ્યાલનું સીધું ઉલ્લંઘન છે, જે ભારતીય બંધારણની મૂળભૂત રચના છે.

નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારમાં નરમાશ, સેન્સેકસમાં 800 પોઈન્ટનું ગાબડું તો નિફ્ટી પણ…

February 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

 લગ્નમાં દીકરીના માતા-પિતાએ આપેલી ગિફ્ટ દહેજ કહી શકે શકાય કે નહીં? કેરળ હાઈકોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો

by Dr. Mayur Parikh December 15, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

બુધવાર. 

કેરળ હાઇકોર્ટે દહેજ પ્રથાને લઈને એક મહત્વના ચુકાદામાં લગ્નમાં અપાતી ગિફ્ટ્સ બાબતે મહત્વનો ચુકાદો આપ્યો છે.

કેરળ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે દીકરીને તેના સુખી જીવન માટે લગ્ન સમયે આપવામાં આવતી તમામ ભેટોને દહેજ નિવારણ અધિનિયમ, 1961 હેઠળ દહેજની શ્રેણીમાં ન રાખી શકાય. 

એટલે કે દીકરીને અપાતું ગિફ્ટ એ દહેજ ન ગણી શકાય. 

કોર્ટની સિંગલ બેન્ચે એક વ્યક્તિની અરજી પર આ નિર્ણય આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ભારતમાં દહેજ પ્રથાને એક અભિશાપ તરીકે જોવામાં આવે છે. જેના કારણે હજારો અને લાખો છોકરીઓને લગ્ન પછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઉત્તર પ્રદેશનું ચુંટણીમાં ખૂબ મહત્વ: વડાપ્રધાન માત્ર 2 મહિનામાં આટલી વખત લીધી મુલાકાત; આ છે કારણ
 

December 15, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક