• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - kp sharma oli
Tag:

kp sharma oli

Nepal નેપાળમાં ફરી શરૂ થયો ‘જનરેશન Z’ નો વિરોધ,
આંતરરાષ્ટ્રીય

Nepal: નેપાળમાં ફરી શરૂ થયો ‘જનરેશન Z’ નો વિરોધ, અનેક શહેરોમાં કર્ફ્યુ લાગુ

by aryan sawant November 20, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Nepal નેપાળમાં ‘જનરેશન Z’ ના યુવાનોનો વિરોધ ફરી એકવાર શરૂ થયો છે, જેના કારણે દેશના કેટલાક ભાગોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં શરૂ થયેલા આ યુવા વિરોધે તત્કાલીન વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારને ઉથલાવી દીધી હતી. આ બળવા પછી પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને નેપાળના કાર્યકારી વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. હવે, પૂર્વ શાસક પાર્ટીના વફાદારો અને યુવા પ્રદર્શનકારીઓ વચ્ચે નવી અથડામણો થઈ છે. યુવાનોના આ નવા આંદોલનના પરિણામે, દેશના બારા જિલ્લામાં સભાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હિંસકઅથડામણોઅનેબારાજિલ્લામાંકર્ફ્યુની સ્થિતિ

આ તણાવ જનરેશન Z ના સભ્યો અને પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની પાર્ટી, નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટી – યુનિફાઇડ માર્ક્સવાદી-લેનિનવાદી (CPN-UML) ના સમર્થકો વચ્ચેના સીધા સંઘર્ષ પછી ઊભો થયો છે. બારા જિલ્લાના સિમરા વિસ્તારમાં યુવા પ્રદર્શનકારીઓ અને CPN-UML ના કાર્યકરોએ રેલીઓનું આયોજન કર્યું હતું, જેના પછી અચાનક સ્થિતિ બગડી અને બંને જૂથો વચ્ચે હિંસક ઝપાઝપી શરૂ થઈ. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, સ્થાનિક પ્રશાસને તાત્કાલિક અસરથી એરપોર્ટ નજીક અને અન્ય સંવેદનશીલ સ્થળોએ કર્ફ્યુ લગાવી દીધો છે. જિલ્લા પ્રશાસને જણાવ્યું કે વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાતને ટાંકીને કર્ફ્યુ ગુરુવારે (સ્થાનિક સમય) સાંજે 8 વાગ્યા સુધી લાગુ રહેશે.

કાર્યકારી વડાપ્રધાન સુશીલા કાર્કીની શાંતિ જાળવવાની અપીલ

નેપાળના કાર્યકારી વડાપ્રધાન સુશીલા કાર્કી, જેમને સપ્ટેમ્બરના યુવા વિરોધ પછી વચગાળાના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમણે જનરેશન Z આંદોલનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. કાર્કીએ યુવાનો તેમજ તમામ પક્ષોને “બિનજરૂરી રાજકીય ઉશ્કેરણીથી દૂર રહેવા” અને 5 માર્ચ 2026 ના રોજ નિર્ધારિત ચૂંટણીઓ પહેલાં લોકશાહી પ્રક્રિયામાં વિશ્વાસ રાખવા જણાવ્યું હતું. નેપાળ પોલીસના પ્રવક્તા આબી નારાયણ કાફલે એ ગુરુવારે માહિતી આપી કે “હવે પરિસ્થિતિ સામાન્ય છે… કોઈને ગંભીર ઈજા થઈ નથી.”

આ સમાચાર પણ વાંચો : Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે

સપ્ટેમ્બરનો વિરોધ: ઓલી સરકારનું પતન

નેપાળમાં આ જનરેશન Z આંદોલન પ્રથમવાર સપ્ટેમ્બર 2025 માં ફાટી નીકળ્યું હતું. યુવાનોએ આર્થિક મંદી, ભ્રષ્ટાચાર અને સુશાસનના અભાવ સામે વિરોધ કર્યો હતો. આ વ્યાપક બળવાને કારણે ભારે રાજકીય અસ્થિરતા સર્જાઈ અને આખરે કેપી શર્મા ઓલીની સરકારને રાજીનામું આપવું પડ્યું હતું. આ ઘટનાક્રમને નેપાળના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ રાજકીય વળાંક તરીકે જોવામાં આવે છે. વિરોધ કરનારા યુવાનોની મુખ્ય માંગ રાજકીય વર્ગમાં જવાબદારી અને મૂળભૂત પરિવર્તન લાવવાની છે.

November 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nepal's Government Takes U-Turn on Social Media Ban After Protests and Violence
આંતરરાષ્ટ્રીયMain PostTop Post

Nepal Government: નેપાળ સરકારનો યુ-ટર્ન: વ્યાપક વિરોધ અને હિંસા બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવતા આપ્યું આવું કારણ

by Akash Rajbhar September 9, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Nepal Government: દેશભરમાં થયેલા વ્યાપક વિરોધ અને હિંસક પ્રદર્શન બાદ નેપાળમાં વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વવાળી સરકારે યુ-ટર્ન લીધો છે. દેશમાં ભ્રષ્ટાચાર અને અસમાનતા વિરુદ્ધ અવાજ ઉઠાવનારા યુવાનોના આક્રોશ અને સંકટને ધ્યાનમાં રાખીને સરકારે મોડી રાત્રે જાહેરાત કરી કે સોશિયલ મીડિયા પર લગાવેલા પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. પ્રતિબંધ હટાવવાની જાહેરાત વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારમાં સૂચના અને પ્રસારણ મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે કરી. ભ્રષ્ટાચાર, અસમાનતા અને કૌભાંડોના આરોપ લગાવતા દેશની જનતાએ સંસદ સુધી પહોંચીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આંદોલનકારીઓ અને નેપાળી પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે 340થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.

શા માટે લોકોનો રોષ ભડક્યો?

યુવાઓની મોટી સંખ્યામાં સડકો પર ઉતરવાને કારણે આ આંદોલનને ‘જનરેશન ઝેડ’નું આંદોલન કહેવામાં આવી રહ્યું છે. જનાક્રોશના કારણે નેપાળ સરકાર પર સંકટ ગહેરું થઈ ગયું છે અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામાની માંગ પણ જોર પકડી રહી છે. આ આંદોલનનું તાત્કાલિક કારણ ભલે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હોય, પરંતુ તેના મૂળમાં દેશમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ અને અસમાનતા છે. હાલના વર્ષોમાં વડાપ્રધાન ઓલીની સરકારમાં સામેલ મંત્રીઓ અને અધિકારીઓ સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના અનેક અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે જનતામાં રોષ ભડકી રહ્યો છે.

Nepal Prime Minister K.P. Sharma Oli releases a statement on the large-scale protests in the country

Says, “I am deeply saddened by the tragic incident that took place during the protest called by the Gen-Z generation today. While we were confident that our children will… pic.twitter.com/wEXYW6hVAY

— ANI (@ANI) September 9, 2025

આ સમાચાર પણ વાંચો : Nepal: નેપાળની ડૂબતી અર્થવ્યવસ્થા અને વધતા દેવાનો ફાયદો ઉઠાવી રહ્યું છે ચીન? જાણો ભારત માટે શું છે પડકારો

સરકારે પ્રતિબંધ હટાવવા પાછળ શું કહ્યું?

Nepal Government: પ્રતિબંધ હટાવ્યા બાદ વડાપ્રધાને કહ્યું કે, “હું ‘જનરેશન ઝેડ’ના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી દુખદ ઘટનાથી ખૂબ દુખી છું. અમને વિશ્વાસ હતો કે અમારા બાળકો શાંતિપૂર્વક પોતાની માંગણીઓ રજૂ કરશે, પરંતુ કેટલાક સ્વાર્થી તત્વોને કારણે પ્રદર્શનમાં હિંસા થઈ. જેના પરિણામે નાગરિકોનો જીવ ગયો. સરકાર સોશિયલ મીડિયાના ઉપયોગને રોકવાના પક્ષમાં નહોતી અને તેના ઉપયોગ માટે અનુકૂળ માહોલ સુનિશ્ચિત કરશે.” તેમણે વધુમાં કહ્યું કે હિંસા અને નુકસાનના કારણોની તપાસ અને વિશ્લેષણ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ 15 દિવસની અંદર એક અહેવાલ રજૂ કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે ભલામણો પણ આપશે.

સરકારની દલીલ અને આંદોલનની મૂળ વાત

સોમવારે મોડી રાત્રે મળેલી કેબિનેટ બેઠક બાદ મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે જણાવ્યું કે, સરકારને પોતાના પહેલાના નિર્ણય પર કોઈ ખેદ નથી, પરંતુ આંદોલનને જોતા પ્રતિબંધ હટાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે નેપાળ સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ, સ્નેપચેટ, પિન્ટરેસ્ટ અને એક્સ (પૂર્વ ટ્વિટર) સહિત અનેક પ્લેટફોર્મ્સનો ઉપયોગ પ્રતિબંધિત કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે આ કંપનીઓ નવા નિયમો હેઠળ નોંધણીની સમયમર્યાદાનું પાલન કરી શકી નથી, તેથી પ્રતિબંધ જરૂરી હતો. પરંતુ, પ્રદર્શનકારીઓના હાથમાં ‘ભ્રષ્ટાચાર બંધ કરો, સોશિયલ મીડિયા નહીં’ અને ‘સોશિયલ મીડિયા અનબ્લોક કરો’ જેવા નારા લખેલા પોસ્ટર સ્પષ્ટપણે દર્શાવતા હતા કે આ આંદોલન ફક્ત પ્રતિબંધ વિશે નહોતું. હિંસામાં થયેલી જાનહાનિના અહેવાલો બાદ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.

September 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nepal Government Falls Nepal’s prime minister loses a confidence vote forcing him to step down
આંતરરાષ્ટ્રીયMain PostTop Post

Nepal Government Falls: નેપાળમાં ‘પ્રચંડ’ની સરકાર તૂટી, પુષ્પ કમલ દહલ સંસદમાં વિશ્વાસમત ગુમાવ્યો; નવા PM કોણ હશે?

by kalpana Verat July 12, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Nepal Government Falls: નેપાળમાં પુષ્પ કમલ દહલ પ્રચંડના નેતૃત્વમાં સરકાર પડી ભાંગી છે. આજે તેઓ સંસદમાં વિશ્વાસમત મેળવી શક્યા ન હતા, ત્યારબાદ તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. આ પાંચમી વખત હતું જ્યારે ‘પ્રચંડ’ને સંસદમાં અવિશ્વાસ મતનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ, તેઓ ચાર પ્રયાસોમાં વિશ્વાસ મત મેળવવામાં સફળ થયા હતા. દહલના સૌથી મોટા ગઠબંધન સાથીદાર CPN-UMLએ 3 જુલાઈએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. 

Nepal Government Falls:  સીપીએન-યુએમએલ ગૃહમાં સૌથી મોટી પાર્ટી 

જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળની સીપીએન-યુએમએલ ગૃહમાં સૌથી મોટી પાર્ટી છે. તેણે ગયા અઠવાડિયે નેપાળી કોંગ્રેસ સાથે સત્તા વહેંચણીના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પ્રચંડની આગેવાનીવાળી સરકારને સમર્થન પાછું ખેંચી લીધું હતું.  નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા પહેલાથી જ ઓલીને આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપી ચૂક્યા છે. પ્રતિનિધિ સભામાં નેપાળી કોંગ્રેસ પાસે 89 બેઠકો છે, જ્યારે CPN-UML પાસે 78 બેઠકો છે. આ રીતે, બંનેની સંયુક્ત સંખ્યા 167 છે, જે નીચલા ગૃહમાં બહુમતી માટે જરૂરી 138 કરતાં ઘણી વધારે છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi : રાહુલ ગાંધીની લોકોને અપીલ, કહ્યું- ‘હાર જીત તો થતી રહે છે, સ્મૃતિ ઈરાની અથવા કોઈ નેતા સામે આવા શબ્દપ્રયોગ ન કરશો..

July 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
‘Prachanda’ ditches KP Oli for Dueba in Nepal Presidential election
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને મોટો ફટકો, અહીં ફરી જૂનું થશે ગઠબંધન, આ ચાર પાર્ટીઓ આવશે એકસાથે..

by kalpana Verat February 25, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

ભારતના પાડોશી દેશ નેપાળમાં એ લગભગ નિશ્ચિત છે કે CPN(MC)ના નેતૃત્વમાં અગાઉનું ગઠબંધન પુનઃસ્થાપિત થશે. આ ગઠબંધનમાં અન્ય ત્રણ પક્ષો નેપાળી કોંગ્રેસ, સીપીએન (યુએસ) અને જનતા સમાજવાદી પાર્ટી છે.

ચારેય પક્ષોના અગ્રણી નેતાઓની બેઠક 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન અને CPN (MC) પ્રમુખ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ‘ ના સત્તાવાર નિવાસ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં, પ્રમુખ પદ માટે સામાન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારવા પર સૈદ્ધાંતિક સમજૂતી થઈ હતી. બેઠકમાં જૂના ગઠબંધનને સાતત્ય આપવા માટે સૈદ્ધાંતિક સમજૂતી પણ કરવામાં આવી હતી. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

બેઠકમાં ચારેય પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.

ચારેય પક્ષોની બેઠકમાં હાજર એક નેતાએ બેઠક બાદ કહ્યું કે નેપાળી કોંગ્રેસ, CPN (MC), CPN (US) અને જનતા સમાજવાદી પાર્ટી ફરી એકસાથે આવવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે. ચારેય પક્ષો રાષ્ટ્રપતિ પદ માટે એક સામાન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારવા સંમત થયા છે. હજુ ઉમેદવાર નક્કી થયા નથી. બીજી બેઠકમાં ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવશે. નેપાળી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામચંદ્ર પૌડેલે કહ્યું કે અમે રાષ્ટ્રપતિ પદ માટે સામાન્ય ઉમેદવાર નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

બેઠકના મુખ્ય મુદ્દા

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર નેપાળી કોંગ્રેસ અને સીપીએન (યુએસ)એ બેઠકમાં પ્રમુખપદનો દાવો કર્યો છે. નેપાળી કોંગ્રેસે સીપીએન (યુએસ) પ્રમુખ માધવ કુમાર નેપાળને એક વર્ષ માટે વડાપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ બેઠકમાં વડાપ્રધાન પ્રચંડ, નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા, સીપીએન (યુએસ)ના પ્રમુખ માધવ કુમાર નેપાળ, જનતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર યાદવ સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

નેપાળમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ​​માટે ગયા વર્ષે 20 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં આ ચારેય પક્ષોએ ગઠબંધનમાં ભાગ લીધો હતો. ચૂંટણી બાદ વડાપ્રધાન પદના કારણે ગઠબંધન તૂટી ગયું હતું. હવે આ ચારેય પક્ષો ફરી એકવાર રાષ્ટ્રપતિ પદના મુદ્દે એકસાથે આવી રહ્યા છે.નેપાળ

આ ચારેય પક્ષોનું ગઠબંધન પુનઃસ્થાપિત થવાની સ્થિતિમાં સીપીએન (યુએમએલ)ના વડા અને પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને મોટો ફટકો પડશે. સીપીએન (યુએમએલ) પ્રચંડની આગેવાની હેઠળના શાસક ગઠબંધનનો મુખ્ય સહયોગી છે.

February 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ભારતના પાડોશી એવા આ દેશમાં રાજનૈતિક અસ્થિરતા, વડાપ્રધાને વિશ્વાસ મત ગુમાવ્યો.

by Dr. Mayur Parikh May 11, 2021
written by Dr. Mayur Parikh

નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી એ વિશ્વાસનો મત ગુમાવ્યો છે. તેમના સમર્થનમાં 93 મત હતા જ્યારે કે તેમને કુલ 136 ની આવશ્યકતા હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પુષ્પકમલ દહલ પ્રચંડ દ્વારા સરકારને આપવામાં આવેલો ટેકો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો

વિપક્ષે રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે દેશમાં નવી સરકાર રચવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

આજે પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળ્યા, જાણો કેટલે પહોંચી કિંમત…
 

May 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

નેપાળમાં વડાપ્રધાન પર તોળાયું મોટું રાજકીય સંકટ, પોતાની જ પાર્ટીમાંથી બહાર કરાયા કેપી શર્મા ઓલી.

by Dr. Mayur Parikh January 25, 2021
written by Dr. Mayur Parikh

નેપાળમાં રાજકીય ધમસાણ મચ્યું છે. નેપાળના કાર્યકારી વડા પ્રધાન કે.પી.શર્મા ઓલી ને શાસક નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. 

ઓલીના વિરોધી જૂથની આગેવાની કરી રહેલા પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ જૂથે પાર્ટી વિરોધી ગતિવિધિઓ પછી આ કાર્યવાહી કરી.

સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠએ પુષ્ટિ કરતા કહ્યું કે, પીએમ ઓલીનું સભ્યપદ રદ કરી દેવાયું છે. આ નિર્ણય પીએમ ઓલી અને તેમના સમર્થકોની ગેરહાજરીમાં લેવાયો છે.

January 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ઓલી ની બોલી બદલાઈ. સ્વતંત્રતા દિનના નામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો…

by Dr. Mayur Parikh August 17, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

17 ઓગસ્ટ 2020 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ શનિવારે ટેલિફોનિક વાતચીત કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, મે મહિનામાં હિમાલય રાષ્ટ્ર નેપાળ દ્વારા નવો રાજકીય નકશો બહાર પાડ્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો ભારે તાનાવપુર્ણ છે. એવા સમયે 15 ઓગસ્ટની સ્વતંત્રતાની શુભેચ્છા પાઠવવા નેપાળના વડાપ્રધાન ઓલીએ પીએમ મોદીને ફોન કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ એક પાડોશી હોવાને નાતે કોરોના નામના રોગચાળા સામેની લડતમાં નેપાળને તમામ મદદ ની ઓફર કરી હતી અને સાથે જ, બંને દેશોની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક કડીઓની પણ નેપાળને યાદ અપાવી હતી. સાથે જ પીએમ મોદીએ ઓલીને તેમના ટેલિફોન કોલ માટે આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 8 મેના રોજ ઉત્તરાખંડના ધારચુલા સાથે લીપુલેખ પાસને જોડતી 80 કિમી લાંબી વ્યૂહાત્મક રીતે નિર્ણાયક માર્ગનું ઉદ્ઘાટન કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો છે.

આ બાદ ચીનની ચઢામણીએ નેપાળે આ રસ્તાના ક્ષેત્રમાંથી પસાર થતો નવો નકશો બહાર પાડ્યો હતો. જેમાં લીપુલેખ, કલાપાની અને લિમ્પીયાધુરાને નેપાળ ના પ્રદેશો તરીકે દર્શાવ્યા હતાં. જોકે વડા પ્રધાન મોદી અને ઓલી વચ્ચેની વાતચીતમાં ભારત-નેપાળ સરહદને લઈ કોઈ વાતચીત થઈ કે નહીં એ જાણી શકાયું નથી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

August 17, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક