• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - lockdown
Tag:

lockdown

China's lockdown plans for flu leave many furious
આંતરરાષ્ટ્રીય

ચીનમાં ફરી લોકડાઉનની તૈયારીઓ, કોવિડ બાદ હવે ‘આ’ બીમારીએ ઉચક્યું માથું..

by Dr. Mayur Parikh March 11, 2023
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

ચીન ફરી એકવાર કેટલાક શહેરોમાં લોકડાઉન લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. ચીનમાં કોવિડના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ ફ્લૂના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ કારણોસર, ચીનના અધિકારીઓ કેટલાક શહેરોમાં લોકડાઉન લાદવા માંગે છે. આ નિર્ણય બાદ લોકોમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. લોકો કહે છે કે આમ કરવાથી કોવિડના સમયમાં સ્થિતિ જેવી થઈ જશે.

ચીનના સિઆન શહેરમાં લોકડાઉનને લઈને ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન જારી કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે શહેરમાં ચેપગ્રસ્ત વિસ્તારોને બંધ કરી શકાય છે. ટ્રાફિક ઘટાડવા માટે પણ આદેશ જારી કરવામાં આવશે. ઉત્પાદન અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ સ્થગિત કરી શકાય છે. શોપિંગ મોલ, થિયેટરો, પુસ્તકાલયો, પર્યટન સ્થળો અને અન્ય ભીડવાળા સ્થળો પણ બંધ રહેશે.

પ્રશાસનની ટીકા

ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન મુજબ તમામ સ્તરે શાળાઓ અને નર્સરીઓ બંધ રહેશે. શિયાનની વસ્તી લગભગ 13 મિલિયન છે. આ શહેર એક પ્રખ્યાત પર્યટન સ્થળ પણ છે. લોકડાઉનના સમાચારને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર શહેર પ્રશાસનની ટીકા કરી છે. દરમિયાન ચીનમાં ફ્લૂના કેસ વધવાની સાથે સાથે કેટલીક ફાર્મસીઓમાં દવાઓની અછત પણ જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : ચહેરા પર કરો છો ‘બરફના પાણી’નો ઉપયોગ? પહેલાં જાણી લો તેના નુકસાન, નહીંતર થઈ શકે છે આવી મુશ્કેલીઓ

ચીનમાં કડક લોકડાઉન હતું

નોંધપાત્ર રીતે, કોવિડ રોગચાળા દરમિયાન, ચીને વિશ્વમાં કેટલાક સૌથી ગંભીર કોવિડ પ્રતિબંધો લાગુ કર્યા હતા. જેમાં કેટલાક શહેરોમાં મહિનાઓ સુધી લોકડાઉનનો પણ લાગુ કરવામાં આવ્યું હતું. ઝિઆન શહેરમાં પણ ડિસેમ્બર 2021 અને જાન્યુઆરી 2022 વચ્ચે કડક લોકડાઉન હતું. આ દરમિયાન ખોરાક અને અન્ય જરૂરી વસ્તુઓની અછત સર્જાઈ હતી. તેમજ તબીબી સેવાઓને પણ અસર થઈ હતી.

March 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
સ્વાસ્થ્ય

China Protest: ચીનમાં ઠેર ઠેર વિરોધ વંટોળ, લોકડાઉનની વિરુદ્ધમાં શાંઘાઈથી બેઈજિંગ સુધી ગુસ્સો, જિનપિંગ માટે પડકાર

by kalpana Verat November 28, 2022
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai
Chinese Protest Against Lockdown: એક તરફ ચીન (China) માં કોરોના (Corona case) ના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઝીરો કોવિડ પોલિસી સામે ચીની નાગરિકોનો ગુસ્સો પણ વધી રહ્યો છે. આ જ કારણ છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી ચીનના વિવિધ પ્રાંતોમાં લોકો રસ્તા પર આવવા લાગ્યા (Protest) છે. ચીનની રાજધાની બેઇજિંગ(Bieging) માં લોકડાઉન વિરોધી રેલીમાં નાગરિકો ભાગ લઇ રહ્યાં છે. રેલીમાં લોકો ચીની સરકારના કઠોર કોવિડ-19 પ્રતિબંધો (corona regulation)  સામે પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે.

એએફપીના અહેવાલો અનુસાર, રવિવારના દિવસે થોડા જ કલાકોમાં લિયાંગમા નદીના કિનારે સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા, જેમાંથી ઘણા લોકો પાસે વિરોધ પ્રદર્શન ના પ્લે કાર્ડ હતા. અનેક લોકો નાની કામચલાઉ વેદી પર મીણબત્તીઓ પ્રગટાવતા હતા, જ્યાં ફૂલોના ગુલદસ્તા પણ મૂકવામાં આવ્યા હતા. અહીં ઉરુમકી આગમાં માર્યા ગયેલા પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  આર્ટિફિશયલ ઈંટેલિજન્સ નો કમાલ! હવે મનુષ્ય પ્રાણીઓ સાથે પણ વાત કરી શકશે

ઉરુમકીમાં ઘટના બાદ પ્રદર્શન

શિનજિયાંગના પશ્ચિમી ક્ષેત્રની રાજધાની ઉરુમકીમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. આ પછી સમગ્ર શાંઘાઈ અને બેઈજિંગમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. નાગરિકો માને છે કે કડક લોકડાઉનના કારણે જ આ મૃત્યુ થયા છે, કારણ કે તેમને જરૂરી સમયે ઇમરજન્સી સેવાઓનો લાભ મળ્યો નથી.

November 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ઇમરાન ખાન પર હુમલા બાદ પાકિસ્તાનમાં હિંસા ભડકી- સ્થિતિને કાબુમાં લેવા અહીં લોકડાઉન લાગુ કરવાનો અપાયો આદેશ

by Dr. Mayur Parikh November 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન(Pakistan)ના પૂર્વ પીએમ અને પીટીઆઈના પ્રમુખ (Former PM and President of PTI) ઈમરાન ખાન(Imran Khan) પર ગુરુવારે ગુજરાનવાલામાં(Gujranwala) થયેલા હુમલા બાદ સ્થિતિ વધુ વણસી છે. ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ(Pakistan Prime Minister Shehbaz Sharif) અને પાકિસ્તાની સેના વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં(protest) ઘણી જગ્યાએ પાકિસ્તાની સેના(Pakistan Army) મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. 

લાહોર-કરાચી(Lahore-Karachi) સહિત પાકિસ્તાનના અનેક શહેરોમાં ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઘણી જગ્યાએ રોડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તો ઈસ્લામાબાદમાં લોકડાઉન(Lockdown Islamabad) લાગુ કરવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે.  

આ સમાચાર પણ વાંચો: અજબ ગજબ- વરરાજા પરણવાનું છોડી વિરોધ પ્રદર્શનમાં જોડાઈ ગયા- રાહ જોતી રહી ગઈ દુલ્હન

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની શહબાજ શરીર સરકાર વિરુદ્ધ લાહોરથી ઇસ્લામાબાદ સુધી હકીકી માર્ચ નિકાળી રહેલા પૂર્વ પીએમ ઇમરાન ખાન પર ગુરૂવારે વજીરાબાદમાં થયેલી રેલીમાં ફાયરિંગ થયું. આ ઘટનામાં ઇમરાન ખાન સહિત 6 લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ગોળીબારીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ તેની પાસે ફાયરિંગનો હેતુ અને તેના સંગઠન વિશે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. 

 

November 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

iphone બનાવનાર સૌથી મોટી કંપની બંધ થઈ- આ છે કારણ

by Dr. Mayur Parikh November 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અત્યારે ચીનમાં(china) કોરોનાએ(Corona) ફરી માથું ઊંચક્યું છે. ચીનના ઝેંકઝોઉ પ્રાંતમાં(Zhenzhou Province) લોકડાઉન(Lockdown) લાગુ કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર ફોક્સકોન ટેકનોલોજી ગ્રુપના(Foxconn Technology Group) પ્લાન્ટમાં સૌથી વધુ iphone બનાવવામાં આવે છે. હવે આ પ્રાંતમાં લોકડાઉન લાગી ગયું હોવાને કારણે પ્લાન્ટ બંધ કરવો પડ્યો છે. આગામી આઠ દિવસ સુધી અહીં લોકડાઉન લાગુ રહેશે.

ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાંથી કોરોના ફેલાયો હતો તે વિસ્તાર એટલે કે વુહાન(Wuhan) પ્રાંતમાં પણ અત્યારે કોરોના ફેલાયો છે.

 આ સમાચાર પણ વાંચો : ઉત્તર કોરિયાએ એક પછી એક ધડાધડ 10 મિસાઇલનું કર્યું પરીક્ષણ- તો આ દેશમાં વાગવા લાગ્યા રેડ સાયરન- જુઓ વિડિયો

November 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

એમએસ ધોનીએ ભારતમાં બનાવ્યું કેમેરા ડ્રોન દ્રોણી- આ જગ્યાઓ પર કરશે કામ 

by Dr. Mayur Parikh October 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય ટીમ(Team India)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(Captain MS Dhoni)એ મેડ ઈન ઈન્ડિયા (Made In India) કેમેરા ડ્રોન (camera dron)લોન્ચ કર્યું છે. તેનું નામ દ્રોણી રાખવામાં આવ્યું છે. તેમાં ઘણા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેનું પ્રોડક્શન ગરુડ એરોસ્પેસ દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીએ દ્રોણી લોન્ચ કરીને કન્ઝ્યુમર ડ્રોન માર્કેટમાં પ્રવેશ કર્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ આ અંગે જાણકારી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની ગરુડ એરોસ્પેસના બ્રાન્ડ એમ્બેસેડર છે. કંપની સોલાર પેનલની સફાઈ, જંતુનાશક છંટકાવ, ઔદ્યોગિક પાઈપલાઈન નિરીક્ષણ, મેપિંગ, સર્વેક્ષણ, જાહેર જાહેરાત અને વિતરણ સેવા માટે ડ્રોન સર્વિસ પ્રોવાઇડ કરશે.

કિસાન ડ્રોન પણ લોન્ચ કર્યું

ચેન્નાઈમાં આયોજિત આ ઈવેન્ટમાં એક નવું ખેડૂત ડ્રોન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં ખાસ કરીને સ્પ્રે એપ્લિકેશનમાં થશે. આ ડ્રોન બેટરીથી ચાલે છે. ખેડૂત ડ્રોન દરરોજ 30 એકર જમીન પર જંતુનાશક કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :મોટી દુર્ઘટના- બાંદ્રામાં સ્કાય વોક નો એક ભાગ ઝૂંપડપટી પર તૂટી પડ્યો- જુઓ વિડીયો

આ ઈવેન્ટમાં ધોનીએ જણાવ્યું કે કોવિડ-19 લોકડાઉન(Covid19 lockdown) દરમિયાન તેની ખેતીમાં રસ વધ્યો. તેમણે કૃષિમાં ડ્રોનની ઉપયોગિતા પર પણ ભાર મૂક્યો હતો. ઓફિશિયલ નિવેદનમાં કંપનીના સ્થાપક અને સીઇઓ અગ્નિશ્વર જયપ્રકાશે જણાવ્યું હતું કે આ ઉત્પાદન 2022 ના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ડ્રોન ડ્રોન દેશમાં જ તૈયાર કરવામાં આવ્યું છે. તે ઘણી વસ્તુઓ માટે વાપરી શકાય છે. કંપની મેક ઇન ઇન્ડિયા ડ્રોન્સ દ્વારા દેશને ડ્રોનના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માંગે છે. તે યુઝર્સને સલામત અને સુરક્ષિત ડ્રોન પ્રોવાઇડ કરશે.

ચેન્નાઈમાં આયોજિત ગ્લોબલ ડ્રોન એક્સપોમાં 1500 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. તેમાં 14 આંતરરાષ્ટ્રીય ડ્રોન કંપનીઓએ ભાગ લીધો હતો. તેની ઇવેન્ટમાં ઘણા નવા ડ્રોનનું પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :RBIએ આ મહારાષ્ટ્રની વધુ એક બેંકનું લાઇસન્સ કર્યું રદ્દ- જાણો કેવી રીતે મળશે તમારા ખાતામાં ફસાયેલા પૈસા

October 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરનારા લોકો સંદર્ભે દિલ્હીમાં આ પગલાં લેવાયા

by Dr. Mayur Parikh July 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Covid19 Pandemic) દરમિયાન લોકડાઉનના(Lockdown) નિયમોનું પાલન ન કરનારા પ્રવાસીઓ સામે દિલ્હીમાં(Delhi) નોંધાયેલા કેસો રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મંગળવારે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય કુમાર સક્સેનાએ(Vijaykumar Saxena) દિલ્હી સરકારના(Delhi Govt)  ડિરેક્ટોરેટ ઑફ પ્રોસિક્યુશન(Director Of  prosecution)  દ્વારા લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન(rules VIlation) કરવા બદલ 64 મુસાફરો સામે નોંધાયેલા 15 કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી.

 દિલ્હી પોલીસને(Delhi POlice) 100 થી વધુ મુસાફરોને સંડોવતા આ 10 કેસોમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. માનવીય અને તર્કસંગત અભિગમ અપનાવતા, વિનય કુમાર સકસેનાએ કહ્યું હતું કે કે ગરીબ પ્રવાસીઓ દ્વારા રોગચાળા સંબંધિત લોકડાઉનનું ઉલ્લંઘન એ ભારે તકલીફની સ્થિતિમાં તેમના દ્વારા કરવામાં આવેલી નાની ભૂલ હોઈ શકે છે.

આ નિર્ણયથી આરોપીઓને બિનજરૂરી હેરાનગતિ અને રઝળપાટથી બચાવી શકાશે. તેમણે આ નિર્ણય મહામારી દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં મુસાફરોની અસહાય સ્થિતિને ધ્યાનમાં રાખીને અને સુપ્રીમ કોર્ટના 09 જૂન 2022ના આદેશ અનુસાર લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : 5G સ્પેક્ટ્રમની હરાજીએ પાડ્યો પૈસાનો વરસાદ- 1-5 લાખ કરોડની બોલી- હજી હરાજી ચાલુ છે- જાણો વિગત

રોગચાળા દરમિયાન લોકડાઉનને કારણે, ઘણા પ્રવાસીઓએ તેમની આજીવિકાનું સાધન ગુમાવ્યું હતું, તેમની પાસે ભાડું ચૂકવવા માટે પૈસા નહોતા અને તેમની રોજીરોટી માટે પણ કંઈ નહોતું.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ (51) હેઠળ આવા 43 કેસ છે, જેમાં પરપ્રાંતિય મજૂરો પર રસ્તા પર જઈને લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ 43 કેસોમાંથી, 18 કેસો હજુ સુધી સંબંધિત અદાલતો દ્વારા પતાવટ/ન્યાય આપવામાં આવ્યા નથી. આવા 15 કેસોમાં જ્યાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, વિનય કુમારે ડિરેક્ટોરેટ ઑફ પ્રોસિક્યુશનને સીઆરપીસીની કલમ (321) હેઠળ કાર્યવાહી પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો છે. બાકીના 10 કેસમાંથી સાત એવા છે કે જેમાં ચાર્જશીટ દાખલ થવાની બાકી છે અને ત્રણ કેસમાં આરોપીઓની ઓળખ થઈ શકી નથી. આ મામલામાં વિનય કુમારે દિલ્હી પોલીસને ક્લોઝર રિપોર્ટ દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે.
 

July 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

કોવિડ મહામારીનો આવી પણ અસર- મુંબઈમાં જન્મના દરમાં આટલા ટકાનો થયો ઘટાડો-જાણો વિગત

by Dr. Mayur Parikh June 20, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

કોવિડ મહામારી(Covid epidemic) દરમિયાન દેશમાં બાળકના જન્મનો દર(Birth rate) વધારે રહ્યો હોવાનું કહેવાય છે. જોકે તેનાથી વિરુદ્ધ મુંબઈમાં બાળકનો જન્મ દર(Child birth rate) 2021 ની સાલમાં માત્ર 24 ટકા રહ્યો છે. મહામારી પહેલા એટલે કે 2019ની સાલ કરતા આ અત્યંત ઓછો કહેવાય છે. 

પાલિકાના(BMC) આંકડા મુજબ 2021ની સાલમાં 1,13,792 બાળકના જન્મના રજીસ્ટ્રેશન(Birth registration) થયા હતા. જયારે મહામારી પહેલા એટલે 2019ની સાલથી આ આંકડો 35,106 જેટલો ઓછો છે. 20219ની સાલમાં 1,48,898 રજીસ્ટ્રેશન થયા હતા. તો 2018ની સાલમાં 1,51,187 રજીસ્ટ્રેશન થયા હતા. 

પાલિકાના આરોગ્ય ખાતાના(Department of Health) આંકડા મુજબ 2021માં આંકડો એકદમ ઘટી ગયો હતો. મહામારી પહેલા છેલ્લાં પાંચ વષર્નો સરેરાશ જન્મનું પ્રમાણ 1.5 લાખનું હતું. પરંતુ છેલ્લા થોડા વર્ષમાં મુંબઈમાં હવે જન્મનું પ્રમાણ સરેરાશ 2-3 ટકા ઘટી ગયું છે.

આ સમાચાર પણ વાંચો : મોસ્ટ વોન્ટેડ રીઢો ગુનેગારને પકડી પાડવામાં બોરીવલી એમ-એચ-બી-પોલીસ સફળ- જાણો વિગત

જન્મનું પ્રમાણ ઘટી જવા પાછળ કોરોના કાળમાં લાગુ કરવામાં લોકડાઉનને(Lockdown) કારણે થયેલા મોટા પ્રમાણમાં લોકોના માઈગ્રેશનને(Migration) પણ જવાબદાર માનવામાં આવે છે. જોકે નિષ્ણાતોના કહેવા મુજબ ફક્ત માઈગ્રેશન જ નહીં પણ મિડલ અને અપર ક્લાસ(Middle and upper class) પરિવાર હવે મહામારી બાદ આર્થિક પરિસ્થિતિને(Economic situation) ધ્યાનમાં રાખીને પરિવાર ચાલુ કરવા બાબતે ઉતાવળ કરવા માગતો નથી.
 

June 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

શું મહારાષ્ટ્રમાં ફરી એક વાર લોકડાઉન લાગશે- જાણો કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ટાસ્ક ફોર્સની બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું

by Dr. Mayur Parikh June 3, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ચોથી લહેરની આશંકા વચ્ચે મહારાષ્ટ્ર(Maharashtra)માં ફરી એકવાર કોરોનાના કેસો(corona case rises)એ વધવા લાગ્યા છે. કોરોનાના વધતા કોરોના વાયરસના વધતાં જતાં મામલાઓ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે(CM Uddhav Thackeray)એ ચેતવણી આપી છે કે, જો કેસોમાં વધારો થતો રહેશે અને લોકો ગાઈડલાઈન(covid19 guideline)નું પાલન નહીં કરે તો રાજ્યમાં સખત પ્રતિબંધ(strickt restriction) લગાવવાશે. 

મહારાષ્ટ્રમાં જતા કેસોને ધ્યાનમાં રાખીને સીએમ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે લોકોએ ફેસ માસ્ક(Face Mask)નો ઉપયોગ કરવો જોઈએ. તેમજ દરેકએ રસીકરણ (Vaccination)કરાવવું જોઈએ અને ગાઈડ લાઈન્સ(Guidelines)નું પણ પાલન કરવું જોઈએ. જો લોકો ફરીથી લોકડાઉન(lockdown) જેવી સ્થિતીનો સામનો ના કરવો હોય તો આ અનિવાર્ય છે. સરકાર એક પખવાડિયા સુધી પરિસ્થિતિ પર નજર રાખશે અને પછી જરૂર પડશે તો કડક નિર્ણયો લેશે. છેલ્લા દોઢ મહિનામાં કોરોનાના કેસોમાં દોઢ ગણો વધારો થયો છે

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને થયો કોરોના- અન્ય કોંગ્રેસ નેતાઓ પણ સંક્રમિત – જાણો હવે ઇડીની કાર્યવાહીનું શું થશે

બીજી તરફ ડેપ્યુટી સીએમ અજિત પવારે(Deputy Chief Minister Ajit Pawar) કહ્યું કે જો કેસ સતત વધતા રહેશે તો લોકો માટે માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવવો પડશે. પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું કે, સ્થિતિ નિયંત્રણ બહાર ન જાય તે માટે રાજ્ય સરકાર (State Govt) નજર રાખી રહી છે. જો કોરોના સંક્રમણ(Covid case)ના કેસોની સંખ્યામાં વધારો થતો રહેશે, તો માસ્ક(mask)નો ઉપયોગ ફરજિયાત બનાવવો પડશે.

ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1045 નવા કેસ નોંધાયા હતા અને આ દરમિયાન એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં હાલમાં કોરોનાના 4,559 સક્રિય કેસ છે. રાજ્યમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 78,89,212 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 1,47,861 લોકોના મોત થયા છે.
 

June 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

સાઉથ સુપરસ્ટાર ની પૂર્વ પત્ની અને બોલિવૂડ ની આ અભિનેત્રી ને લોકડાઉનમાં પૈસાની તંગી નો કરવો પડ્યો હતો સામનો, થિયેટરમાંથી મળતા હતા માત્ર 2000 હજાર રૂપિયા

by Dr. Mayur Parikh May 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીના (corona virus) કારણે લોકડાઉનના 9lockdown) કારણે દેશના મોટાભાગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકડાઉનને કારણે દરેક ક્ષેત્રના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, ઘણા જાણીતા સ્ટાર્સને (celebrities)પણ આ સમયગાળા દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે પ્રખ્યાત અભિનેત્રી સારિકાએ (actress Sarika) લોકડાઉનના તેના ખરાબ અનુભવો શેર કર્યા છે. તેણે કહ્યું કે લોકડાઉનને કારણે તેની પાસે પૈસા ખતમ થઈ ગયા હતા, જેના કારણે તેને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો.

સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની (south superstar Kamal Hassan)પૂર્વ પત્નીના આ ખુલાસાએ બધાને ચોંકાવી દીધા છે. સારિકા જૂના જમાનાની જાણીતી અભિનેત્રી રહી છે. પોતાના સમયમાં તેણે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. સારિકાને બે દીકરીઓ શ્રુતિ હાસન (Shruti Hassan) અને અક્ષરા હાસન (Akshara Hassan) છે. બંને ફિલ્મોમાં અભિનય કરે છે. તેણે એક ઈન્ટરવ્યુ  (interview)દરમિયાન જણાવ્યું કે લોકડાઉનને કારણે તે ભાગ્યે જ 3000 હજાર રૂપિયા પણ કમાઈ શકી.તે ખરાબ  અનુભવને શેર કરતા સારિકાએ કહ્યું, 'લોકડાઉનને (lockdown)કારણે મારી પાસે જે પૈસા હતા તે ખતમ થઈ ગયા, તો આવી સ્થિતિ માં તમે શું કરશો? તમારે અભિનય (acting) તરફ પાછા ફરવું પડશે, કારણ કે થિયેટરોમાં 2000-2700 રૂપિયા આપવામાં આવે છે અને આવી સ્થિતિમાં તમે કંઈ કરી શકતા નથી. મેં આ નિર્ણય સભાનપણે લીધો હતો, જે માત્ર એક વર્ષ માટે હતો, પરંતુ જોત જોતા માં પાંચ વર્ષ વીતી ગયા. જોકે આ પાંચ વર્ષ ખૂબ જ સારા ગયા.

આ સમાચાર પણ વાંચો: 85 વર્ષની ઉંમરે જોવા મળ્યો ધર્મેન્દ્ર નો રોમેન્ટિક અંદાજ, કો-સ્ટાર શબાના આઝમી સાથે ની તસ્વીર શેર કરી કહી આ વાત

સારિકા (Sarika) ટૂંક સમયમાં ધ મોર્ડન લવ સિરીઝમાં (The modern love series)જોવા મળશે. અલંકૃતા શ્રીવાસ્તવ આ સિરીઝ બનાવી રહી છે. આ સિવાય તે માય બ્યુટીફુલ રિંકલ્સમાં (My beauty wrinkles)કામ કરી રહી છે. આ સિરીઝમાં એહસાસ ચન્ના અને દાનેશ રિઝવી પણ જોવા મળશે. OTT સિવાય સારિકા હિન્દી ફિલ્મ ઊંચાઈ (Unchai) માં પણ કામ કરી રહી છે. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સૂરજ બડજાત્યા (Suraj Barjatiya)આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

May 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ગજબ… આ દેશમાં નોંધાયો કોરોનાનો પહેલો કેસ, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન.. 

by Dr. Mayur Parikh May 12, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

ઉત્તર કોરિયાનો(North korea) તાનાશાહ(Dictator) કિમ જોંગ ઉનના(Kim Jong Un) દેશમાં કોરોના વાયરસે(Covid19) દસ્તક દીધી છે. 

દેશમાં કોરોનાનો(Covid19 cases) પહેલો કેસ નોંધાતા જ કિમ જોંગ  ઉને કડકમાં કડક પગલા લઇને રાષ્ટ્રવ્યાપી લોકડાઉન(Nationwide lockdown) જાહેર કરી દીધું છે. 

સાથે જ તાનાશાહે અધિકારીઓને(Dictatorial officers) કોરોનાને ફેલાતો રોકવા કોવિડ ગાઇડલાઇન(Covid19 guideline) મહત્તમ સ્તર સુધી વધારવાનો આદેશ આપ્યો છે.  

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઉત્તર કોરિયાએ ક્યારેય જણાવ્યુ નથી કે ત્યાં કોરોનાના કેસ નોંધાયા હોય.

આ સમાચાર પણ વાંચો :  એશિયન દેશ ફિલિપાઇન્સમાં રાજકારણમાં નવા જૂનીના એંધાણ, આ પૂર્વ તાનાશાહનો પુત્ર ફરી આવ્યો સત્તામાં.. 

May 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક