Tag: luxury bus

  • ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા, અહીંથી લક્ઝરી બસમાંથી અધધ આટલા હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો..

    ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા, અહીંથી લક્ઝરી બસમાંથી અધધ આટલા હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો..

    News Continuous Bureau | Mumbai

    કહેવાય તો છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂ બંધી તો માત્ર નામ પૂરતી. ઓન રેકોર્ડ પર જ રહી છે. વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોએ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના રીતસરના લીરેલીરા ઉડાવી દીધા છે. જેના ઉદાહરણ રૂપ હાલમાં જ કામરેજ પોલીસ દ્વારા ધોરણ પારડી નજીક વર્ષ દરમિયાન પકડાયેલા 271 જેટલા પ્રોહી ગુનામાં કુલ ₹ 2.11 કરોડની અધધ કહી શકાય એટલી કિંમતના વિદેશી દારૂના જથ્થા પર તેમજ સુરત સિટીમાંથી 8 મહિનામાં પોલીસની રેઇડ દરમિયાન ₹.37.97ની કિંમતના વિદેશી દારૂના ઝડપાયેલા જથ્થા પર રોલર ફેરવી નાશ કરવામા આવ્યો હતો. ત્યારે મંગળવારની મોડી રાત્રે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલનાકા નજીકથી કામરેજ પોલીસે મુંબઈથી અમદાવાદ તરફ જતી લકઝરી બસમાં થી ₹.70 હજારની કિંમતનો વિદેશી દારૂ સહિત અન્ય મળી કુલ 10.70 લાખની કિંમતના મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસની રેઇડ દરમિયાન લક્ઝરી બસ ચાલક અંધારાનો લાભ લઈ પલાયન થઈ ગયો હતો.ત્યારે વિદેશી દારૂનું દુષણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું.

     70 thousand worth of foreign liquor was seized from the luxury bus.

    પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પીએસઆઇ વી.આર. ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ કામરેજ પોલીસ સ્ટાફ કર્મચારી પેટ્રોલિંગ કામગીરી કરી રહ્યા હતા. ત્યારે કામરેજ પોલીસ સ્ટાફના નામદેવ કલાભાઈ તેમજ અરવિંદ વેલજીભાઈને મળેલી વિદેશી દારૂનું વહન કરતી લક્ઝરી બસ વિશેની બાતમી અનુસાર કામરેજના ચોર્યાસી ટોલનાકા નજીક વોચ ગોઠવી દેવામાં આવી હતી. સમયાંતરે બાતમી અને હકીકત મુજબના વર્ણન વાળી લક્ઝરી બસ મુંબઈ થી અમદાવાદ તરફના ટ્રેક પર લક્ઝરી ચોર્યાસી ટોલનાકા નજીક આવતી નજરે પડતાં કામરેજ પોલીસ સ્ટાફ દ્વારા તેને અટકાવવા ઈશારો કર્યો જે બસ ચાલક બસને આગળ લઈ સાઈડ પર કરી. ચાલક રાત્રીના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

     70 thousand worth of foreign liquor was seized from the luxury bus.

    આ સમાચાર પણ વાંચો : વધુ એક હવાઈ દુર્ઘટના, અરુણાચલમાં લશ્કરનું આ હેલિકોપ્ટર થયું ક્રેશ, પાયલટની શોધખોળ શરૂ..

    કામરેજ પોલીસે લક્ઝરી બસ લગેજના પાછળના ભાગેથી ₹.70 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. મહારાણા પ્રતાપ ચોક પીપલ કોટ જી. જલગાવ મહારાષ્ટ્ર સહિત બે ઇસમની અટક કરી સ્થળ પરથી ₹.70 હજારની કિંમતના વિદેશી દારૂનો જથ્થો તેમજ લક્ઝરી બસ નંબર GJ03BT-0678 કિંમત ₹.10 લાખ મળી કુલ 10.70 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે સ્થળ પરથી રાજસ્થાન ખાતેના ઉદયપુર ખાતે રહેતા રવિ તેમજ સોનગઢ ખાતેના છોટુભાઈ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.

  • ઓહો શું વાત છે- મુંબઈ શહેરમાં બેસ્ટ હવે લકઝરી બસ ચલાવશે- જાણો નવી બસમાં શું મળશે સુવિધા

    ઓહો શું વાત છે- મુંબઈ શહેરમાં બેસ્ટ હવે લકઝરી બસ ચલાવશે- જાણો નવી બસમાં શું મળશે સુવિધા

     

    News Continuous Bureau | Mumbai 

    બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) એ ઉચ્ચ વર્ગના અને પ્રીમિયમ મુસાફરોને(Premium passengers) ધ્યાનમાં રાખીને મુંબઈમાં લકઝરી બસ(Luxury bus) દોડાવવાનો નિર્ણય લીધો છે. ચોમાસા(Monsoon) બાદ મુંબઈના રસ્તા પર 100 લક્ઝરી બસો દોડતી શરૂ થઈ જશે એવો દાવો બેસ્ટ પ્રશાસને(Best Administration) કર્યો છે. બેસ્ટ પ્રશાસનની મુંબઈમાં મર્સિડીઝ બેજ(Mercedes badge), સ્વાનિયા(Swania), વોલ્વો(Volvo) જેવી લક્ઝરી બસો દોડાવાની યોજના છે.

    મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનની(Mumbai Metropolitan Region) હદમાં ઘણી મોબાઈલ એપ(Mobile app) આધારિત બસ અને ટેક્સી સેવાઓ(Taxi services) છે. આ સેવાઓ ખાસ કરીને ઉચ્ચ વર્ગના લોકો(Upper class people) દ્વારા લેવામાં આવે છે જેમને મુસાફરી દરમિયાન આરામદાયક સુવિધાઓની જરૂર હોય છે. આવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને, બેસ્ટ તેના કાફલામાં લક્ઝરી બસો ઉમેરવાનું પણ આયોજન કરી રહી છે, જેના ભાડા પણ સામાન્ય બસો કરતા વધુ હશે.

    બેસ્ટના જનરલ મેનેજર(General Manager) લોકેશ ચંદ્રા અનુસાર, એપમાં 'હોમ સેફ'(Home Safe) નામનું ફીચર હશે, જે મુસાફરોની સુરક્ષા સાથે જોડાયેલું હશે. બસમાં ચઢ્યા પછી, મુસાફર ગંતવ્ય સ્થાને પહોંચે ત્યાં સુધી તેનું લોકેશન કંટ્રોલ રૂમમાં(Location control room) ટ્રેસ કરવામાં આવશે. મુસાફર ઘરે પહોંચ્યા બાદ કંટ્રોલ રૂમમાંથી ફીડબેક લેવામાં આવશે. આ ફીડબેક પેસેન્જરની(Feedback passenger) સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. જો મુસાફર જવાબ નહીં આપે તો કંટ્રોલ રૂમમાંથી કોલ કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં તમામ સો બસો મળવાની ધારણા છે. આગામી 3થી 4 મહિનામાં 30-40 બસોનો પહેલો લોટ આવે એવી શક્યતા છે. 

    આ સમાચાર પણ વાંચો : ચોથી લહેરના ભણકારા-મુંબઈમાં એક દિવસમાં કોરોનાના જ આવ્યા રેકોર્ડબ્રેક કેસ-જાણો આજના ડરાવનારા આંકડા

    બેસ્ટના જણાવ્યા અનુસાર, આવી હાઈ-એન્ડ બસો(High-end buses) નિશ્ચિત રૂટ પર ચલાવવામાં આવશે, જેમાં કોર્પોરેટમાં કામ કરતા વર્ગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સેવાઓ મુંબઈના પશ્ચિમ અને પૂર્વ ઉપનગરો જેમ કે બોરીવલી(Borivali) અને થાણેથી(Thane) દક્ષિણ મુંબઈ(South Mumbai) સુધી ચાલશે. બેસ્ટના અધિકારીના જણાવ્યા અનુસાર રૂટ નક્કી થયા બાદ આ બસોના હોલ્ટનો નિર્ણય મુસાફરોની સંખ્યાના આધારે અથવા સામાન્ય ઓફિસના સ્થળોને(Office locations) ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

    શહેરના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, વરલી, નરીમાન પોઈન્ટ, લોઅર પરેલ, પ્રભાદેવી, બોરીવલી, ગોરેગાંવ, અંધેરી જેવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કોરોનાના સમયગાળા બાદ શહેરમાં મોબાઈલ એપ આધારિત બસ સેવાની માંગ વધી છે. તેને જોતા હવે ઘણા હરીફો મેદાનમાં ઉતરી રહ્યા છે. સિંગલ ડેકર એસી લક્ઝરી બસની(Single decker AC luxury bus) કિંમત લગભગ 1.5 થી 2 કરોડ સુધીની છે. આવી બસોમાં કુશન સીટો ઉપરાંત હેડ રેસ્ટ, મોબાઈલ કે લેપટોપ ચાર્જિંગ વગેરેની સારી વ્યવસ્થા છે.
     

  • અરે વાહ!! હવે બેસ્ટની ટિકિટ પણ મોબાઈલ ઍપ પર એડવાન્સમાં બુક કરી શકાશે. જાણો વિગતે.

    અરે વાહ!! હવે બેસ્ટની ટિકિટ પણ મોબાઈલ ઍપ પર એડવાન્સમાં બુક કરી શકાશે. જાણો વિગતે.

    News Continuous Bureau | Mumbai

    મુંબઈગરા હવે બેસ્ટની બસમાં(BEST bus) લક્ઝરી બસ(Luxury bus) જેવો પ્રવાસનો(Travelling) આનંદ મળવાનો છે. જેમાં બેસ્ટની બસની એડવાન્સમાં ટિકિટનું રિર્ઝવેશન(Advance ticket reservation) કરીને આરામથી પ્રવાસ કરી શકશે. એટલું જ નહીં પણ બેસ્ટની બસ કયાં પહોંચી છે તેનું લોકેશન(Location) પણ જાણી શકશે.

    મુંબઈગરાની બીજી લાઈફલાઈન(Lifeline) ગણાતી બેસ્ટની બસમાં પ્રવાસ કરવું હવે વધુ સુવિધાજનક બની રહેવાનું છે. મોબાઈલ ઍપ(Mobile App) પર ટિકિટ બુક કર્યા બાદ સંબંધિત પ્રવાસની સીટ બુક થઈ જશે. તે જે પણ સ્ટોપ(Bus stop) પરથી ચઢશે ત્યાંથી તે પોતાની રિઝર્વ કરેલી સીટ પર બેસી શકશે. એ સિવાય બસ કયાં પહોંચી છે તેનું લાઈવ લોકેશન પણ તે જાણી શકશે.

    આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાને ઝટપટ મિનિટોમાં ફૂડ પહોંચાડવાના ચક્કરમાં આટલા ડિલિવરી બોયઝે કર્યા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જાણો વિગતે.

    અહી ઉલ્લેખનીય છે કે બેસ્ટની બસમાં દરરોજ 30 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. બેસ્ટમાં આગામી દિવસમાં પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વધુને વધુ એસી બસનો સમાવેશ કરવામાં આવવાનો છે. આગામી ચાર મહિનામાં 2,000 જેટલી લકઝરી ટાઈપની બસનો સમાવેશ પણ બેસ્ટના કાફલામાં કરવામાં આવવાનો છે.