Tag: man

  • Dating App Fraud:શું તમે ડેટિંગ એપ વાપરો છો? તો સાવધાન, બોરીવલીમાં ‘ડેટિંગ…ઈટિંગ  અને ચીટીંગ’નો એક ચોંકાવનારો કિસ્સો; જાણો કેવી રીતે થાય છે છેતરપીંડી..

    Dating App Fraud:શું તમે ડેટિંગ એપ વાપરો છો? તો સાવધાન, બોરીવલીમાં ‘ડેટિંગ…ઈટિંગ અને ચીટીંગ’નો એક ચોંકાવનારો કિસ્સો; જાણો કેવી રીતે થાય છે છેતરપીંડી..

    News Continuous Bureau | Mumbai

    Dating App Fraud:છેલ્લા કેટલાક વર્ષોમાં ડેટિંગ એપ્સ નો ટ્રેન્ડ વધ્યો છે. હજારો લોકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં, ડેટિંગ સાઇટ્સ પરથી છેતરપિંડીના મામલા પણ વધ્યા છે. અત્યાર સુધી, ડેટિંગ એપ્સ પર યુવાનો દ્વારા છોકરીઓ અને મહિલાઓને છેતરપિંડી અથવા જાતીય શોષણ કરવાના અહેવાલો હતા, પરંતુ સુંદર મહિલાએ યુવાનો સાથે ફ્રોડ કરવાનો એક નવો રસ્તો શોધી કાઢ્યો છે.  મુંબઈના બોરીવલીમાં અહીં એક યુવક સાથે ઓનલાઈન ડેટિંગ એપના માધ્યમથી છેતરપિંડી કરવામાં આવી હતી. 

    Dating App Fraud:બોરીવલીની ઘટનાએ સત્યનો પર્દાફાશ કર્યો!

    પ્રાપ્ત માહિતી અનુસાર, 26 વર્ષીય યુવકે ડેટિંગ એપ પર 22 વર્ષની એક સુંદર યુવતી સાથે મિત્રતા કરી હતી. થોડા દિવસો પછી, બંનેએ એકબીજાના મોબાઇલ નંબર શેર કર્યા. મોબાઇલ પર વાતચીત દરમિયાન, સુંદર મહિલાએ તે યુવાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી, જેના માટે તે યુવક પણ સંમત થયો. યુવતી એ તેને બોરીવલી પૂર્વની એક પ્રખ્યાત હોટલમાં મળવાનું કહ્યું. બીજા દિવસે જ્યારે યુવક સાંજે 6 વાગ્યે હોટલ પહોંચ્યો, તો જુએ છે કે યુવતી પહેલેથી જ ત્યાં તેની રાહ જોઈ રહી હતી. બંને મળ્યા પછી, દારૂ અને કેટલીક ખાવાની વસ્તુઓનો ઓર્ડર આપ્યો. થોડા કલાકો વિતાવ્યા પછી, જ્યારે બિલ આવ્યું, ત્યારે યુવક ચોંકી ગયો. કંર કે બિલ 30 હજાર રૂપિયા આવ્યું હતું. બિલ અંગે યુવક અને હોટલ મેનેજર વચ્ચે લાંબી દલીલ થઈ. આખરે, સુંદર યુવતીએ યુવાનને લડાઈ ન કરવાનું કહે છે. અમે બંને  અડધા અડધા રૂપિયા એટલે કે 50 -50 માં વીલ ચૂકવી દઈએ. યુવતીની વાત સાંભળ્યા બાદ, ફરિયાદી સંમત થાય છે અને 15,000 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરે છે.

    Dating App Fraud: આ રીતે મામલો પ્રકાશમાં આવ્યો

    બીજી તરફ, યુવતી એ પણ 15 હજાર રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કર્યું. શંકા જતાં, યુવકે કહ્યું કે તે યુવતીનો મોબાઈલ ફોન ચેક કરવા કહ્યું, જેના પર તે ગુસ્સે થઈ ગઈ અને તેને ડરાવવા અને ધમકાવવા લાગી. યુવતીની હરકતો જોઈને ફરિયાદીનો શંકા વધુ ઘેરો બન્યો અને તેણે તાત્કાલિક પોલીસને બોલાવી. જ્યારે પોલીસે યુવતીની પેમેન્ટ હિસ્ટ્રી તપાસી ત્યારે જાણવા મળ્યું કે તેણીએ હોટલને નહીં પરંતુ કોઈ અન્ય વ્યક્તિગત નંબર પર પેમેન્ટ કર્યું હતું. જ્યારે MHB પોલીસે વધુ તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે મહિલાએ આવી જ રીતે ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હતી.

    આ સમાચાર પણ વાંચો : Raj–Uddhav Thackeray Vijay Sabha :ઠાકરે બ્રધર્સ 20 વર્ષ પછી એક મંચ પર, રાજ ઠાકરે એ કહ્યું- ‘બાળા સાહેબ જે ન કરી શક્યા તે ફડણવીસે કરી બતાવ્યું!’

    Dating App Fraud: હોટલ સ્ટાફ પણ શંકાના દાયરામાં

    પોલીસનું માનવું છે કે હોટલ સ્ટાફ પણ આવી છેતરપિંડીમાં સામેલ હોઈ શકે છે કારણ કે તે યુવાનોને તે જ હોટલમાં બોલાવીને છેતરતી હતી. MHB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય આધાવે જણાવ્યું કે ફરિયાદ મળતાની સાથે જ પોલીસે કાર્યવાહી કરી અને યુવતીને કસ્ટડીમાં લીધી. પોલીસને શંકા છે કે  યુવતીએ આ પહેલા પણ ઘણા યુવાનોને 50-50 ના નામે છેતર્યા હશે. પોલીસ હવે આ દ્રષ્ટિકોણથી પણ તપાસ કરી રહી છે.

  • CBI Court Action :દેના બેંક સાથે રૂ. 27 કરોડની છેતરપિંડીના આરોપીને 3 વર્ષની સખત કેદની સજા

    CBI Court Action :દેના બેંક સાથે રૂ. 27 કરોડની છેતરપિંડીના આરોપીને 3 વર્ષની સખત કેદની સજા

    News Continuous Bureau | Mumbai

    CBI Court Action :

    અમદાવાદના નવરંગપુરા સ્થિત સીજેએમ, સીબીઆઈ કોર્ટે આરોપી મહાદેવ ડી પટેલને દોષિત ઠેરવીને ૩ વર્ષની સખત કેદની સજા તેમજ રૂ. 30000/- નો દંડ ફટકાર્યો હતો. અને આરોપી કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને પણ રૂ. 30000/- દંડ ફટકાર્યો હતો.

    મુંબઈની દેના બેંક દ્વારા ખાનગી કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મહાદેવ ડી પટેલ અને અન્ય બે ખાનગી વ્યક્તિઓ સામે દાખલ કરાયેલી લેખિત ફરિયાદના આધારે સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જાન્યુઆરી 1983થી અમદાવાદની એલિસ બ્રિજ શાખામાં દેના બેંક સાથે વિવિધ ક્રેડિટ સુવિધાઓનો લાભ લઈ રહી હતી. કંપની અને તેના ડિરેક્ટરોએ દેના બેંકની લેટર ઓફ ક્રેડિટ સુવિધાનો ખોટો ઉપયોગ કરી અને ફોર્જરી કરીને દેના બેંક સાથે રૂ. 27.19 કરોડની છેતરપિંડી કરી હતી.

    તપાસ બાદ, 22/10/2001ના રોજ ચાર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં બે દોષિત આરોપીઓ પણ સામેલ હતા.

    ટ્રાયલ પછી, કોર્ટે આરોપી મહાદેવ ડી પટેલ અને ખાનગી કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને દોષિત ઠેરવ્યા અને તેમને સજા ફટકારી હતી.

     

  • Bike Couple Romance : લાજ-શરમ નેવે મૂકી! ચાલતી બાઇક પર કપલનો ખુલ્લેઆમ રોમાન્સ,  બને એકબીજામાં એટલા ખોવાઈ ગયા કે ભૂલ્યા ભાન- જુઓ વિડિયો

    Bike Couple Romance : લાજ-શરમ નેવે મૂકી! ચાલતી બાઇક પર કપલનો ખુલ્લેઆમ રોમાન્સ, બને એકબીજામાં એટલા ખોવાઈ ગયા કે ભૂલ્યા ભાન- જુઓ વિડિયો

    News Continuous Bureau | Mumbai

     Bike Couple Romance : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદથી એક વીડિયો સામે આવ્યો છે જ્યાં એક કપલ ચાલતી બાઇક પર રોમાન્સ કરી રહ્યું હતું. બીજા એક બાઇક સવારે તેમનો વીડિયો બનાવ્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આમાં એક યુવક બાઇક ચલાવી રહ્યો છે અને છોકરી બાઇકની ટાંકી પર બેઠેલી જોવા મળી રહી છે. એટલું જ નહીં, જ્યારે બીજી બાઇક પર બેઠેલા લોકોએ તેમને ઘરે જવાની સલાહ આપી, ત્યારે તે યુવક અને છોકરીએ તેમને પોતાના કામ પર ધ્યાન આપવાનું કહેવાનું શરૂ કર્યું.

     

     Bike Couple Romance : બંને હેલ્મેટ વગર બાઇક પર વાંધાજનક સ્થિતિમાં બેઠા 

    મળતી માહિતી મુજબ, આ કપલ ફિરોઝાબાદથી આગ્રા જઈ રહ્યું હતું. હાઇવે પરથી પસાર થતા લોકોએ આ દ્રશ્યનો વીડિયો બનાવ્યો જે હવે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છોકરી બાઇક પર સૂતી છે જ્યારે યુવક ઝડપથી બાઇક ચલાવી રહ્યો છે. બંનેને ટ્રાફિક નિયમોની પરવા નહોતી કે રસ્તા પર ચાલતા અન્ય લોકોની સલામતીની પણ. જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી ગઈ. વીડિયોમાં બંને હેલ્મેટ વગર બાઇક પર વાંધાજનક સ્થિતિમાં બેઠા જોવા મળે છે.

     Bike Couple Romance : વીડિયો વાયરલ થયો

    જ્યારે આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે પોલીસે વાયરલ વીડિયોની નોંધ લીધી અને તપાસ શરૂ કરી. સંબંધિત દંપતીની ઓળખ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જોવા મળશે તો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો માત્ર બેદરકારીનું પ્રતીક બન્યો નથી પરંતુ ફરી એકવાર માર્ગ સલામતી અને વ્યક્તિગત જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Kandivali Shocking Video: ચોંકાવનારી ઘટના, કાંદિવલીમાં એક રખડતા કૂતરાએ ચોકીદારના મારથી બચવા 15મા માળેથી મારી છલાંગ, પણ મળ્યું મોત…  જુઓ વિડીયો

      Bike Couple Romance : આવી ઘટનાઓ વધી રહી છે

    તાજેતરના સમયમાં, ચાલતી કારમાં સ્ટંટ, રોમાંસ અથવા મોબાઇલ ફોનનો ઉપયોગ જેવી ઘટનાઓ વધી રહી છે. કેટલાક વીડિયો તો એવું પણ સૂચવે છે કે આ જાણી જોઈને શૂટ કરવામાં આવ્યા છે, એટલે કે, ફક્ત જોવા માટે બીજાના જીવનને જોખમમાં મૂકવાનો હેતુ છે. જે ખૂબ જ ચિંતાજનક છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Leopard Attack Video:ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂર પર દીપડાએ અચાનક કર્યો હુમલો, યુવકે બતાવી બહાદુરી, એકલો લડ્યો… જુઓ

    Leopard Attack Video:ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂર પર દીપડાએ અચાનક કર્યો હુમલો, યુવકે બતાવી બહાદુરી, એકલો લડ્યો… જુઓ

    News Continuous Bureau | Mumbai

     Leopard Attack Video: હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી, તમે ચોંકી જશો. પછી વીડિયોમાં એક મજૂરનું પરાક્રમ જોયા પછી, તમે  ‘વાહ’ બોલી ઉઠશો. આ વીડિયો યુપીના લખીમપુર ખેરીનો છે. વાયરલ વીડિયોમાં, જોઈ શકાય છે કે એક ભયાનક દીપડો ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો વચ્ચે પહોંચે છે.

     Leopard Attack Video: તમે મજૂરની હિંમતની પણ પ્રશંસા કરશો

    રિપોર્ટ મુજબ, દીપડો ત્યાં પહોંચતાની સાથે જ તે મજૂરો પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન, બાકીના મજૂરોની હાલત ભયને કારણે વધુ ખરાબ થઈ જાય છે, જ્યારે મિહિલાલ નામનો એક મજૂર ડર્યા વિના દીપડાનો સામનો કરે છે. તે દીપડાને લગભગ બે મિનિટ સુધી પોતાના કબજામાં રાખે છે. આ દરમિયાન, ઘણા લોકો દીપડા પર ઈંટોથી હુમલો કરીને તેને ભગાડવાનો પ્રયાસ કરે છે.  

     Leopard Attack Video: જુઓ વિડીયો

    વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો અચાનક કામદારો તરફ દોડે છે, જેના કારણે બધા દોડવા લાગે છે, પરંતુ મિહિલાલે ડર્યા વિના દીપડાનો સામનો કર્યો. લગભગ 2 મિનિટ સુધી બંને વચ્ચે ઉગ્ર સંઘર્ષ ચાલે છે. દીપડો સંપૂર્ણ તાકાતથી હુમલો કરે છે, પરંતુ મિહિલાલે પણ તેની સાથે સંપૂર્ણ હિંમતથી લડે છે. ઉપર ઉભેલા લોકો આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી રહ્યા હતા અને કેટલાક લોકો ઉપરથી ઇંટો ફેંકીને દીપડાને ભગાડવાનો પ્રયાસ કરે છે. જોકે, કેટલીક ઇંટો મિહિલાલને પણ લાગી. આમ છતાં, તે દીપડાને પકડીને તેના હાથમાંથી પકડાયા વિના નીચે ફેંકી દે છે. આખરે, દીપડો થાકી જાય છે અને ખેતરો તરફ દોડી જાય છે, જ્યાં વન વિભાગની ટીમ પછીથી તેને પકડી લે છે.

    આ સમાચાર પણ વાંચો :Vande Bharat Water Leakage: વંદે ભારત એક્સપ્રેસનો એસી કોચ બન્યો ‘ધોધ’, છત પરથી ટપકવા લાગ્યું પાણી, મુસાફરો થયા પરેશાન..

     Leopard Attack Video:લોકોએ  મિહિલાલની બહાદુરીના કર્યા વખાણ 

    સોશિયલ મીડિયા પર લોકો મિહિલાલની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ઘણા બધા લોકો હતા, બધા તમાશો જોઈ રહ્યા હતા, જો બે લોકોએ પણ મદદ કરી હોત તો આ મજૂર એકલો ન હોત. બીજા યુઝરે કહ્યું, ઉપરથી ઇંટો ફેંકવાને બદલે, જો લોકો નીચે આવ્યા હોત, તો દીપડાને ઝડપથી કાબૂમાં લેવામાં આવ્યો હોત. આ વીડિયો એક ઉદાહરણ બની ગયો છે કે હિંમત અને બહાદુરી કોઈપણ પ્રાણી કરતાં મોટી હોઈ શકે છે. મિહિલાલ જેવા લોકોની બહાદુરીએ સાબિત કર્યું છે કે સંકટ સમયે ડર નહીં, પણ હિંમત કામ આવે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mumbai Road Rage: આટલો બધો ગુસ્સો!? બોનેટ પર લટકતો રહ્યો શખ્સ છતાં ડ્રાઇવરે પૂરઝડપે દોડાવી કાર, મુંબઈનો આ વીડિયો તમને ડરાવી દેશે. જુઓ વિડીયો..

    Mumbai Road Rage: આટલો બધો ગુસ્સો!? બોનેટ પર લટકતો રહ્યો શખ્સ છતાં ડ્રાઇવરે પૂરઝડપે દોડાવી કાર, મુંબઈનો આ વીડિયો તમને ડરાવી દેશે. જુઓ વિડીયો..

    News Continuous Bureau | Mumbai 

    Mumbai Road Rage: મુંબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક કેબ ડ્રાઇવરે એક યુવાનને તેની કારના બોનેટ પર ઘણા કિલોમીટર સુધી ઘસડી ગયો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ કારના બોનેટ પર લટકેલો અને જીવન અને મૃત્યુ વચ્ચેનો જંગ લડતો જોવા મળી રહ્યો છે. કારની ગતિ ધીમી કરવાને બદલે, ડ્રાઇવર તેને વધુ સ્પીડમાં દોડાવી રહ્યો છે.  વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે હાઇવે પર એક અર્ટિગા કાર ખૂબ જ ઝડપે દોડી રહી છે. તે જ કારના બોનેટ પર એક વ્યક્તિ લટકેલો છે. તે કોઈક રીતે પોતાને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ પછી પણ, કારની અંદર બેઠેલો ડ્રાઇવર ગતિ ઓછી કરવાનું નામ નથી લઈ રહ્યો.

    Mumbai Road Rage: જુઓ વિડીયો..

    Mumbai Road Rage:બદલો લેવાની ઇચ્છામાં બોનેટ પર ખેંચી લેવામાં આવ્યો

    મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના મંગળવારે રાત્રે મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે વાહનોના ડ્રાઇવરો વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોત જોતામાં જ દલીલ લડાઈમાં ફેરવાઈ ગઈ. અર્ટિગા કાર ડ્રાઇવર ગુસ્સે થઈ ગયો અને સામે ઉભેલા બીજા ડ્રાઇવરને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. પછી, જમીન પર ઉભેલી વ્યક્તિ કોઈક રીતે પોતાનો જીવ બચાવવા માટે કારના બોનેટ પર ચઢી ગયો.

    Mumbai Road Rage:બોનેટ પર પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહેલો વ્યક્તિ

    એર્ટિગા ડ્રાઈવર અહીં જ અટક્યો નહીં. પોતાનો ગુસ્સો કાઢવા માટે તેણે કારને ઝડપી ગતિએ ચલાવવાનું શરૂ કર્યું. પરંતુ બોનેટ પર લટકતી વ્યક્તિ પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરતી રહી. આ હૃદયદ્રાવક દ્રશ્ય એક બાઇક સવારે પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કારની ગતિ સતત વધી રહી છે અને બોનેટ પર લટકતી વ્યક્તિ કોઈક રીતે પોતાને કાબુમાં રાખવામાં સફળ રહી છે.

    આ સમાચાર પણ વાંચો  : Mumbai Rain Waterlogged : મુંબઈના હિંદમાતા, ગાંધી માર્કેટ, યલો ગેટ અને ચુનાભટ્ટીની ડ્રેનેજ સિસ્ટમ બંધ; પાલિકાએ ચાર કંપનીઓને ફટકાર્યો અધધ આટલા લાખ રૂપિયાનો દંડ

    આ વીડિયો સામે આવતાની સાથે જ મુંબઈ પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં આવી અને એરપોર્ટ પોલીસે આરોપી એર્ટિગા કાર ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Amritsar Blast: પંજાબના અમૃતસરમાં વિસ્ફોટ, જે યુવક બોમ્બ મુકવા આવ્યો તેના જ હાથમાં જ થયો બ્લાસ્ટ; પોલીસ થઈ દોડતી..

    Amritsar Blast: પંજાબના અમૃતસરમાં વિસ્ફોટ, જે યુવક બોમ્બ મુકવા આવ્યો તેના જ હાથમાં જ થયો બ્લાસ્ટ; પોલીસ થઈ દોડતી..

    News Continuous Bureau | Mumbai 

    Amritsar Blast: પંજાબના અમૃતસરમાં બોમ્બ વિસ્ફોટ થયો. બોમ્બ મૂકવા આવેલા વ્યક્તિના હાથમાં જ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ અમૃતસરના કમ્બો પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશેરા ગામ પાસે થયો હતો. આ વિસ્ફોટમાં આતંકવાદીનો હાથ કપાઈ ગયો હતો. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો હતો. આ ઘટનાના વીડિયોમાં ઘટનાસ્થળેથી ધુમાડો નીકળતો પણ જોઈ શકાય છે.

    Amritsar Blast: આ હુમલામાં વ્યક્તિનું મોત થયું

    અમૃતસરના ડીઆઈજી સતિન્દર સિંહનું કહેવું છે કે આ હુમલામાં ઘાયલ થયેલા વ્યક્તિનું મોત થઈ ગયું છે. વિસ્ફોટ સંબંધિત તમામ કેસોમાં, એવું બહાર આવ્યું છે કે તે કોઈ વિસ્ફોટક વસ્તુ અથવા ગ્રેનેડ હતી. આ જગ્યાએ રાખ્યા પછી, તેઓ તેનો ફોટો મોકલતા હતા અને સંસ્થાના બીજા સભ્યને સંદેશ પણ મોકલતા હતા કે તેને અહીંથી એકત્રિત કરવાનો છે.

     

    તેમણે કહ્યું કે સ્તંભનો ઉલ્લેખ પ્રતીક તરીકે કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ અહીં એ જ વિસ્ફોટકો લેવા આવ્યો હતો અને વિસ્ફોટ થયો. જ્યારે આ વિસ્ફોટક આ વ્યક્તિના હાથમાં હતો, ત્યારે તે ફૂટી ગયો. આ વ્યક્તિ એક આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલ છે. અમારી FSL ટીમ ઘટનાસ્થળે છે. શું તે IED હતો કે ગ્રેનેડ? આની તપાસ કરવામાં આવી રહી છે. સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું વિસ્ફોટ જે જગ્યાએ થયો તે ખાલિસ્તાની આતંકવાદીઓનું બોમ્બ છુપાવવાનું સ્થળ હતું?

    આ સમાચાર પણ વાંચો : શું મુંબઈની ભૂગર્ભ મેટ્રો સુરક્ષિત નથી? MMRDA એ 2017 માં આપી દીધો હતો જવાબ, ચોંકાવનારી માહિતી સામે આવી

    Amritsar Blast: શું મામલો છે?

    પંજાબના અમૃતસર બાયપાસ પર આજે સવારે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ વ્યક્તિ બોમ્બ મૂકવા આવ્યો હતો ત્યારે અચાનક તેના હાથમાં બોમ્બ ફૂટ્યો. વિસ્ફોટનો અવાજ સાંભળીને નજીકના વિસ્તારના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Crocodile Viral Video : હિંમત કે ગાંડપણ! આ ભાઈએ પાણીમાંથી મગરને બહાર કાઢ્યો અને લગાવ્યો ગળે, વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા.. જુઓ 

    Crocodile Viral Video : હિંમત કે ગાંડપણ! આ ભાઈએ પાણીમાંથી મગરને બહાર કાઢ્યો અને લગાવ્યો ગળે, વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા.. જુઓ 

      News Continuous Bureau | Mumbai  

    તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક માણસ નદીમાંથી મગરને બહાર કાઢતો અને તેને ગળે લગાવતો જોવા મળે છે. આ ચોંકાવનારો વીડિયો જોયા પછી લોકો સ્તબ્ધ થઈ ગયા. લોકોએ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપીને ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. કેટલાક લોકો તે વ્યક્તિને હિંમતવાન કહેવા લાગ્યા તો કેટલાક તેને પાગલ કહેવા લાગ્યા.

    Crocodile Viral Video :જુઓ વિડીયો 

     

    View this post on Instagram

     

    A post shared by Fishing Community (@fishing.tribe)

     

    Crocodile Viral Video :યુઝર્સની ટિપ્પણી 

    આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ નદીમાં પ્રવેશ કરે છે અને મગરની સામે નાચતો જોવા મળે છે. પછી તે માણસ મગરને પાણીમાંથી બહાર કાઢે છે એટલું જ નહીં, પણ તેને પોતાની છાતી સાથે જોડીને નદીમાં નાચવાનું પણ શરૂ કરે છે. જેણે પણ આ ભયાનક દૃશ્ય જોયું, તેના શ્વાસ થંભી ગયા. મગરોને સામાન્ય રીતે શિકારી માનવામાં આવે છે. પાણીની અંદર તે સૌથી મોટા પ્રાણીઓને પણ હરાવી શકે છે. માનવી શું છે? પરંતુ અહીં તે માણસ કોઈ પણ ડર વગર મગરને પોતાના આલિંગનમાં લઈને નાચતો જોવા મળ્યો. આ વીડિયો જોયા પછી, લોકોએ કહ્યું કે કદાચ મગર તે વ્યક્તિનો પાલતુ હતો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Salman Khan security : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં ચૂક, બે દિવસમાં બે શખ્સે Y+ સિક્યોરિટી ભેદી,  પોલીસ આવી હરકતમાં…

    Salman Khan security : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં ચૂક, બે દિવસમાં બે શખ્સે Y+ સિક્યોરિટી ભેદી, પોલીસ આવી હરકતમાં…

    News Continuous Bureau | Mumbai

    Salman Khan security : બોલિવૂડ અભિનેતા સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાની સુરક્ષાને લઈને સમાચારમાં છે. તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે. હવે સલમાન ખાનની સુરક્ષાને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરતી એક મહિલાની ધરપકડ કરી છે. આ મહિલાનું નામ ઈશા છાબરા હોવાનું કહેવાય છે. મુંબઈ પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ એક વ્યક્તિએ સલમાન ખાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

    Salman Khan security : પોલીસે બે અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો

    મીડિયા રિપોર્ટ અનુસાર, એક મહિલા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે. અહેવાલ છે કે, મુંબઈ પોલીસે બે અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. આ પહેલા 20 મેના રોજ સલમાન ખાનની ઇમારતમાં પ્રવેશ કરવા બદલ જીતેન્દ્ર કુમાર સિંહ નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જીતેન્દ્ર છત્તીસગઢનો રહેવાસી છે.

    Salman Khan security : 21 મેના રોજ એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી

    આ પછી, પોલીસે 21 મેના રોજ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવા બદલ એક મહિલાની ધરપકડ કરી. તે મહિલા સલમાન ખાનના ફ્લેટ પર પહોંચી ગઈ હતી. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. અહેવાલો અનુસાર, 20 મેના રોજ ધરપકડ કરાયેલા વ્યક્તિને સવારે સલમાન ખાનના ઘરની બહાર તૈનાત પોલીસે અટકાવ્યો હતો. પોલીસે પહેલા તે માણસને ત્યાંથી ચાલ્યો જવા કહ્યું, ત્યારબાદ તે માણસે ત્યાં એક દ્રશ્ય બનાવ્યું. તેણે પોતાનો ફોન જમીન પર ફેંકી દીધો અને તેને તોડી નાખ્યો. આ પછી, તે વ્યક્તિ સાંજે બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિની કારમાં પાછો ફર્યો.

    આ સમાચાર પણ વાંચો :  PM Modi Rajasthan પીએમ મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ, કહ્યું-મોદીનું મગજ ઠંડુ છે પણ લોહી

    Salman Khan security : વધુ તપાસ ચાલુ

    આ સમગ્ર મામલે, BNS ની કલમ 329(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. નોંધનીય છે કે સલમાન ખાનને છેલ્લા કેટલાક સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં તેમના ઘરની બહાર થયેલી ગોળીબારની ઘટનાએ તેમની સલામતી અંગેની ચિંતાઓ વધુ વધારી દીધી હતી. આ કારણોસર, તેમના માટે Y+ શ્રેણીની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેઓ દરેક જાહેર સ્થળે સુરક્ષા કવચ હેઠળ રહે છે. આ ઘટના બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આટલી કડક સુરક્ષા હોવા છતાં એક શંકાસ્પદ વ્યક્તિ બિલ્ડિંગમાં કેવી રીતે પ્રવેશ્યો? 

  • Goa Rain : ગોવામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી… સ્કૂટર સહિત એક યુવાન તણાઈ ગયો; જુઓ વિડીયો

    Goa Rain : ગોવામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી… સ્કૂટર સહિત એક યુવાન તણાઈ ગયો; જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Goa Rain :ગોવામાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ સુધી તેનાથી રાહત મળવાની કોઈ આશા નથી. ગોવામાં હાલમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન, ગઈકાલે મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો. આજે પણ મડગાંવના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યો. વરસાદને કારણે રાજધાની પણજી સહિત ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને મુસાફરી કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના પણ પ્રકાશમાં આવી.

    Goa Rain :ભારે પ્રવાહને કારણે એક વ્યક્તિ ગટરમાં પડી ગયો

    ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.  અહીંના રસ્તાઓ નાની નદીઓમાં ફેરવાઈ ગયા છે અને નાળા પણ છલકાઈ ગયા છે. આ દરમિયાન, એક માણસ તેના સ્કૂટર પર ક્યાંક જઈ રહ્યો હતો પરંતુ પાણીના જોરદાર પ્રવાહને કારણે, તેણે કાબુ ગુમાવ્યો અને સ્કૂટર સાથે લપસી ગયો અને ગટરમાં પડી ગયો. પરંતુ રાહતની વાત એ છે કે તે સમયે ત્યાં હાજર સ્થાનિક લોકોએ તેને બહાર કાઢ્યો. તેને ગંભીર ઈજા થઈ ન હતી અને પ્રાથમિક સારવાર બાદ તેને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

    Goa Rain :ભયાનક વિડિઓ અહીં જુઓ

    Goa Rain :આગામી 48 કલાકમાં વધુ વરસાદની ચેતવણી

    જણાવી દઈએ કે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 48 કલાકમાં વધુ વરસાદ પડી શકે છે. આ ચેતવણી પછી, વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી કોઈ તાત્કાલિક કામ ન હોય ત્યાં સુધી તેઓ ઘરની બહાર ન નીકળે. એટલું જ નહીં, લોકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવાની પણ અપીલ કરવામાં આવી છે. દરમિયાન, મહાનગરપાલિકા અને પીડબ્લ્યુડી ડ્રેનેજ માટે કામ કરી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો :  Andheri Subway Waterlogged : મુંબઈમાં ભારે વરસાદ,ફરી એકવાર અંધેરી સબવે પાણીમાં ડૂબી ગયો; જુઓ વિડિયો..

    ગોવામાં ચોમાસાની શરૂઆત સાથે, ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની અને રસ્તા તૂટવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. કેટલાક નિષ્ણાતો માને છે કે જો આને ગંભીરતાથી લેવામાં નહીં આવે અને માળખાગત સુવિધાઓ મજબૂત નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ વધુ વધી શકે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Jammu Kashmir Kulgam : કુલગામમાં આતંકવાદીઓને આશ્રય આપનાર યુવકે નદીમાં લગાવી છલાંગ, ઘટના ડ્રોન કેમેરામાં કેદ; જુઓ વીડિયો..

    Jammu Kashmir Kulgam : કુલગામમાં આતંકવાદીઓને આશ્રય આપનાર યુવકે નદીમાં લગાવી છલાંગ, ઘટના ડ્રોન કેમેરામાં કેદ; જુઓ વીડિયો..

    News Continuous Bureau | Mumbai

    Jammu Kashmir Kulgam : જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળો એક્શનમાં છે. આ દરમિયાન  કુલગામ જિલ્લામાં, લશ્કર-એ-તૈયબાના એક ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW) એ નદીમાં કૂદીને આત્મહત્યા કરી. સુરક્ષા દળો દ્વારા પૂછપરછથી બચવા માટે ઇમ્તિયાઝ અહેમદ માગરેએ આ પગલું ભર્યું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ પછી, ઇમ્તિયાઝના પરિવાર અને કેટલાક રાજકીય પક્ષોએ સેના પર ગંભીર આરોપો લગાવ્યા છે.

    Jammu Kashmir Kulgam : યુવક પર આતંકવાદીઓને આશ્રય આપવાનો અને મદદ કરવાનો આરોપ

    મીડિયા રિપોર્ટ મુજબ યુવક પર આતંકવાદીઓને આશ્રય આપવાનો અને મદદ કરવાનો આરોપ હતો. હાલમાં આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, અહરબલ વિસ્તારના રહેવાસી ઇમ્તિયાઝ અહેમદ માગરેને શનિવારે પોલીસે અટકાયતમાં લીધો હતો. તેના પર આતંકવાદીઓ સાથે સંબંધ હોવાની શંકા હતી. પૂછપરછ દરમિયાન, તેણે કુલગામના ટાંગી માર્ગ જંગલમાં છુપાયેલા આતંકવાદીઓને ખોરાક અને અન્ય સામગ્રી પૂરી પાડવાની કબૂલાત કરી હતી. તેની પાસે લશ્કરના આતંકવાદીઓના છુપાયેલા સ્થળો વિશે પણ માહિતી હતી.

    રવિવારની સવારે (૦૪ મે ૨૦૨૫) જ્યારે અહેમદ ટાંગી માર્ગના જંગલમાં આતંકવાદીઓના ઠેકાણા તરફ પોલીસ અને સેનાની સંયુક્ત ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. પછી અચાનક તે સુરક્ષા દળોના હાથમાંથી છટકી ગયો અને વૈશવ નદીમાં કૂદી પડ્યો. અહેમદનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું.

    Jammu Kashmir Kulgam :  વીડિયો ડ્રોન કેમેરામાં રેકોર્ડ થયો 

    આ સમગ્ર ઘટનાનો વીડિયો ડ્રોન કેમેરામાં રેકોર્ડ થયો હતો. આ 38 સેકન્ડના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ જંગલની નજીક ઉભો છે. પછી અચાનક તે દોડીને નદીમાં કૂદી પડે છે. નદીના ઝડપી પ્રવાહને કારણે, તે તેની સાથે તરતો રહે છે. બાદમાં, તે નદીમાં ડૂબી જાય છે અને મૃત્યુ પામે છે. વીડિયોમાં તેની આસપાસ કોઈ સુરક્ષા કર્મચારી કે અન્ય વ્યક્તિ દેખાતી નથી.

    Jammu Kashmir Kulgam : આ મામલે ન્યાયિક તપાસની માંગ

    વીડિયો સામે આવ્યા બાદ પરિવારના સભ્યોએ સેના સામે વિરોધ પ્રદર્શન કર્યું. અહેમદના પરિવારે દાવો કર્યો હતો કે ઇમ્તિયાઝને શુક્રવારે (02 મે 2025) તેના ઘરેથી સેના દ્વારા ઉપાડી લેવામાં આવ્યો હતો. બે દિવસ પછી તેનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો. પરિવારે તેને કસ્ટોડિયલ મર્ડરનો કેસ ગણાવ્યો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)