Tag: Mira Road station

  • મુસાફરોના જીવને જોખમ.. ખીચોખીચ ભરેલી એસી લોકલનો દરવાજો ખુલ્લો હોવા છતાં ટ્રેન દોડવા માંડી.. જુઓ વિડીયો..

    મુસાફરોના જીવને જોખમ.. ખીચોખીચ ભરેલી એસી લોકલનો દરવાજો ખુલ્લો હોવા છતાં ટ્રેન દોડવા માંડી.. જુઓ વિડીયો..

    News Continuous Bureau | Mumbai

    મુંબઈવાસીઓ માટે લોકલ ટ્રેન તેમની લાઈફ લાઈન છે.. મુંબઈવાસીઓ સસ્તી અને ઝડપી રીતે ગમે ત્યાં પહોંચવા માટે લોકલ દ્વારા મુસાફરી કરે છે. એ વાત સાચી છે કે એસી લોકલ મુંબઈકરોની મુસાફરીને સરળ બનાવવા માટે આવી છે. પરંતુ એસી લોકલમાં પ્રવાસ કરવો પ્રવાસીઓ માટે દુઃસપનું બનતું જઈ રહ્યું છે. કારણ કે ફરી એકવાર એસી લોકલનો દરવાજો ખુલ્લો રહી જવાનો બનાવ બન્યો છે.

    આ ઘટના બની છે વિરાર-ચર્ચગેટ ટ્રેનમાં મીરા રોડ સ્ટેશને… વિરારથી ચર્ચગેટ જતી એસી લોકલ ટ્રેનમાં ગઈ કાલે ટેક્નિકલ ખામી આવતાં એનો એક દરવાજો ખુલ્લો હોવા છતાં એ ચાલુ થઈ ગઈ હતી. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ ઘટના સવારે 7.56 વાગ્યાની આસપાસ બની હતી. જોકે દહિસર ખાતે પૅસેન્જરોએ દરવાજો ઍડ્જસ્ટ કરીને બંધ કરતાં એ ફરી આપોઆપ બંધ થઈ રહ્યો હતો. ત્યારબાદ ટ્રેનમાં ટેકનિકલ સ્ટાફ સાથે એક એક્ઝામિનર ટ્રેનમાં ચડ્યો હતો તથા દાદરમાં ટેક્નિકલ ખામી દૂર કરાઈ હતી. મીરા રોડ સ્ટેશને ઉતારુઓ દ્વારા દરવાજો અવરોધાવાને કારણે આ ખામી સર્જાઈ હોવાનું જણાવીને પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમિત કુમારે મુસાફરોને દરવાજો ન અવરોધાય એનું ધ્યાન રાખી ટ્રેનમાં ચડવાની વિનંતી કરી છે. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો :  રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ રિમાર્ક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ લોકસભામાંથી સાંસદ સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. વાંચો ઓર્ડરની કોપી

    જોકે આ પહેલીવાર નથી કે જ્યારે ટ્રેનના દરવાજા ખુલ્લા રહેવાને કારણે મુસાફરોને અડચણ આવી હોય. આ પહેલા પણ આવી જ ઘટના બની ચુકી છે. સપ્ટેમ્બર 2022માં બની હતી. તે સમયે અંધેરી અને ભાયંદર વચ્ચે દોડતી એસી લોકલના દરવાજા ખુલી ગયા હતા. નોંધનીય છે કે ચર્ચગેટ અને વિરાર વચ્ચે દોડતી એસી લોકલમાં ઘણી ભીડ હોય છે. જેના કારણે ખીચોખીચ ભરેલી ટ્રેનના કારણે દરવાજા પરનું રબર સરકી જતાં એસીનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો.