• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - mmr
Tag:

mmr

Maharashtra Assembly Election NITI Aayog's MMR blueprint a ploy to separate Mumbai from Maharashtra Uddhav
vidhan sabha election 2024Main PostTop Post

Maharashtra Assembly Election: શું મુંબઈ મહારાષ્ટ્રથી અલગ થઈ જશે? ઉદ્ધવ ઠાકરે એ આ પ્રસ્તાવને રદ કરવાનું આપ્યું વચન; જાણો શું છે તે પ્રસ્તાવમાં…

by kalpana Verat November 18, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

 Maharashtra Assembly Election: શું મુંબઈ મહારાષ્ટ્ર થી અલગ થઈ જશે? શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ મામલે મોટું વચન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પરંતુ અમે આ ષડયંત્રને સફળ થવા દઈશું નહીં. આ દરમિયાન તેમણે નીતિ આયોગ પર પણ નિશાન સાધ્યું હતું.

 Maharashtra Assembly Election: ઉદ્ધવ ઠાકરે એ કર્યો આ મોટો આક્ષેપ

મુંબઈમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરે કહ્યું કે અમે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની નીતિ આયોગના ષડયંત્રને ક્યારેય સફળ થવા દઈશું નહીં. તેમણે કહ્યું કે નીતિ આયોગ BMCનું મહત્વ ઘટાડવા માંગે છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનના વિકાસ માટે નીતિ આયોગની બ્લૂ પ્રિન્ટ યોગ્ય નથી. આનાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)નું મહત્વ ઘટશે.

 Maharashtra Assembly Election: અમે પ્રસ્તાવ રદ્દ કરીશું- ઉદ્ધવ

આગળ ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે જો અમે સત્તામાં આવીશું, તો અમે મહા વિકાસ અઘાડી, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) વચ્ચે જે કરાર થયો હતો તે કરારને રદ કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુંબઈ મેટ્રોપોલિટન રિજનને વૈશ્વિક આર્થિક હબ બનાવવા માટે MMRDA અને વર્લ્ડ ઈકોનોમિક ફોરમે સપ્ટેમ્બરમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે કહ્યું કે નીતિ આયોગના રિપોર્ટ બાદ આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ રેલીમાં કહ્યું કે MVAનો પહેલો નિર્ણય મહાયુતિ સરકારની નીતિઓને ખતમ કરવાનો હશે. તેમણે કહ્યું કે મહાયુતિ વિકાસ વિરોધી નથી પરંતુ વિનાશ વિરોધી છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas war: ઇઝરાયલના PM નેતન્યાહુ ફરી નિશાના પર, હિઝબુલ્લાહે રોકેટથી કર્યો હુમલો; જુઓ વિડીયો..

  Maharashtra Assembly Election: નીતિ આયોગનો પ્રસ્તાવ શું છે?

મીડિયા રિપોર્ટ મુજબ નીતિ આયોગે મુંબઈ મેટ્રોપોલિટન રિજનના વિકાસ માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં, કમિશને 2030 સુધીમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં જીડીપીનું લક્ષ્ય $300 બિલિયન નક્કી કર્યું છે. કરાર બાદ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એમએમઆરના વિકાસમાં રાજ્ય સરકારને મદદ કરશે. રાજ્ય સરકારનું કહેવું છે કે WEFનો સહયોગ વૈશ્વિક પ્લેટફોર્મ પર MMRને પ્રોત્સાહન આપવામાં અમને મદદ કરશે. MMR હાલમાં $140 બિલિયનનું અર્થતંત્ર છે. તેની માથાદીઠ આવક 4,36,000 રૂપિયા છે. 2012 અને 2020 ની વચ્ચે, MMRએ 6.1 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. આ ક્ષેત્રનો જીડીપી 2047 સુધીમાં લગભગ 1.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો છે.

  Maharashtra Assembly Election: આ સાત સેવાઓ પર ધ્યાન આપો

અહેવાલો મુજબ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં રાજ્ય સરકારનું ધ્યાન આ સાત સેવાઓ પર છે. આમાં નાણાકીય સેવાઓ અને ફિનટેક, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આરોગ્ય અને શિક્ષણ, વૈશ્વિક ઉડ્ડયન, મીડિયા અને મનોરંજન, વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર અને ડેટા સેન્ટરનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના આર્થિક માસ્ટર પ્લાનમાં હાઉસિંગ, ટુરિઝમ, મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ, આયોજિત શહેરો, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની ઘણી બાબતોનો સમાવેશ થાય છે.

 

 

November 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PMAY: Income limit of PM Awas Yojana increased in Maharashtra, know how many salaried people will be eligible.
રાજ્ય

PMAY: મહારાષ્ટ્રમાં PM આવાસ યોજનાની આવક મર્યાદા વધી, જાણો કેટલા પગારવાળા લોકો પાત્ર હશે.

by Akash Rajbhar July 13, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

PMAY: મહારાષ્ટ્ર (Maharashtra) માં આર્થિક રીતે નબળા વર્ગોને રાહત આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) ના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેની આવક મર્યાદા હવે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ પરવડે તેવા ઘરો માટે રૂ. 3 લાખથી વધારીને રૂ. 6 લાખ કરવામાં આવી છે. એટલે કે હવે તે લોકો, જેમની આવક મર્યાદા થોડી વધારે છે, તેઓ આ કેટેગરીના મકાનો ખરીદી શકશે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયે (Union Ministry of Urban Development and Housing) આ અંગે રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરી છે. આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંતર્ગત જે લોકો પાસે કાચા મકાન છે, જેમની પાસે છાપરુ નથી. તેઓ પીએમ આવાસ યોજના (PMAY) હેઠળ ઘર માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ ગરીબોને ઘર બનાવવા માટે ફંડ આપવામાં આવે છે. આ સિવાય ઓછી આવક ધરાવતા લોકોને હોમ લોનમાં સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજના 25 જૂન 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ લોન્ચ કરી હતી. તેઓ પીએમ આવાસ યોજના હેઠળ ઘર માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ ગરીબોને ઘર બનાવવા માટે ફંડ આપવામાં આવે છે.

યોજનાની અસરઃ

આ અંતર્ગત અત્યાર સુધીમાં 1.18 કરોડ લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનામાં અત્યાર સુધીમાં કુલ 8.19 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં ઓછી આવક ધરાવતા નોકરી-ધંધાના લોકો પણ આ યોજનાનો લાભ લઈને હોમ લોન લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Uttar Pradesh: વધુ એક ‘જ્યોતિ મૌર્ય: લોન લઈને પતિએ ભણાવી, નર્સ બનતાં જ પત્નીએ મોં ફેરવ્યું, કહ્યું- ડ્રાઈવર સાથે ન રહી શકુ..

July 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મ્હાડાના ઘર લેવા ઇચ્છુક છો? તો જાણી લેજો મ્હાડાની લોટરીની આવક મર્યાદામાં થયેલા આ ફેરફાર… જાણો વિગતે

by Dr. Mayur Parikh May 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ઘર ખરીદવા(House buying) માંગતા લોકો માટે આ મહત્વના સમાચાર છે. MHADA હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં(Housing projects) ઘરની લોટરીમાં(House Lottery) માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મર્યાદા હવે ઈકોનોમિકલી વીકર સેકશન(Economically Weaker Section) એટલે કે અત્યંત ઓછી આવક ધરાવતા ગ્રુપ માટે વાર્ષિક રૂ. 6 લાખ, લો ઈન્કમ ગ્રુપ(Low Income Group) માટે રૂ. 6 લાખથી 9 લાખ,  મિડલ ઈન્કમ ગ્રુપ(Middle Income Group) માટે રૂ. 9 લાખથી 12 લાખ અને હાઈઅર ઈન્કમ ગ્રુપ(Higher Income Group) માટે રૂ. 12લાખ થી 18 લાખ કરવામાં આવી છે. 

હાઉસિંગ ડિપાર્ટમેન્ટે(Housing Department) બુધવારે (25 મે) ના રોજ આ અંગે એક ચુકાદો જારી કર્યો છે. આવક મર્યાદા મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR), પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA) તેમજ 10 લાખથી વધુ વસ્તી ધરાવતી સ્થાનિક સંસ્થાઓને લાગુ પડશે.

મ્હાડાના ડ્રોમાં ઈકોનોમિકલી વીકર સેકશન,  લો ઈન્કમ ગ્રુપ, મિડલ ઈન્કમ ગ્રુપ અને હાઈઅર ઈન્કમ ગ્રુપ છે. આ આવક જૂથ માટે ચોક્કસ આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આવક મર્યાદા અનુસાર અરજી ભરવી ખૂબ જ જરૂરી છે. આ આવક મર્યાદા અનુસાર, ઉમેદવારોએ ડ્રોમાં ઘર માટે અરજી ભરવાની રહેશે. હવે MHADA હાઉસિંગ લોટ માટે આવક મર્યાદા વધારવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : હવે મુંબઈના દરેક વોર્ડમાં પાર્કિંગ મળશે. BMC પ્લોટ શોધી રહી છે. જાણો નવી યોજના..

આ ઉપરાંત બાકીના મહારાષ્ટ્રની આવક મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તદનુસાર, ઈકોનોમીકલી વીકર સેકશન માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. 4,50,000,  લો ઈન્કમ ગ્રુપ માટે રૂ. 4,50,001 થી 7,50,000 વાર્ષિક, મિડલ ઈન્કમ ગ્રુપ માટે વાર્ષિક રૂ. 7,50,001 થી રૂ. 12,00,000 પ્રતિ વર્ષ નક્કી કરવામાં આવી છે. 
 

May 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ સહિતના મેટ્રો શહેરોમાં સરકારના આ નિર્ણયથી ઘર ખરીદવા મોંધા પડશેઃ પહેલી એપ્રિલથી આ નિર્ણય અમલમાં આવશે.

by Dr. Mayur Parikh March 5, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 05 માર્ચ, 2022,

શનિવાર,

મુંબઈ સહિતના મેટ્રો શહેરમાં ઘર ખરીદવાના હોય તો વધુ પૈસાની તૈયારી રાખજો, કારણ કે સરકારના એક નિર્ણયને પગલે આગામી દિવસોમાં ઘર મોંઘા થવાના છે.

મુંબઈ, થાણે, પુણે અને નાગપુર જેવા મેટ્રો શહેરોમાં મહારાષ્ટ્ર સરકારે એક ટકા સરચાર્જનો વસૂલવાનો નિર્ણય લીધો છે. બે વર્ષ પહેલા સરકારે એક ટકા મેટ્રો સરચાર્જની જાહેરાત કરી હતી. જો કે રાજ્ય સરકારે તેની સામે વિરોધ જાગતા તે દરખાસ્તને મોકૂફ રાખી હતી. આ સ્ટે 31 માર્ચે પૂરો થઈ રહ્યો છે. તેથી પહેલી એપ્રિલ, 2022થી આ  મેટ્રો શહેરોમાં એક ટકા મેટ્રો સરચાર્જ વસૂલવામાં આવે તેવી શક્યતા છે.

અરે વાહ!! મુંબઈવાસી હવે વિશ્વની શ્રેષ્ઠ ક્રુઝમાં બેસીને મજા માણી શકશે. આ તારીખથી એશિયાનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલ શરૂ થશે. જાણો તેની ખાસિયતો વિશે….

રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી ભૂષણ ગંગરાણીએ શુક્રવારે કહ્યું હતું કે પહેલી એપ્રિલથી મુંબઈ, પુણે અને નાગપુરમાં પ્રોપર્ટીની ખરીદી પર એક ટકા મેટ્રો સેસ ચૂકવવો પડશે. આ નિર્ણયનો અમલ 31 માર્ચ પછી થશે. એટલે મુંબઈમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ની સ્ટેમ્પ ડ્યુટી પાંચ ટકાથી છ ટકા થઈ જશે. તો  અન્ય શહેરોમાં સાત ટકા થશે.
જે મહાનગરોમાં મેટ્રો રેલ કાર્યરત છે ત્યાં મોર્ગેજ વ્યવહારો પર સ્ટેમ્પ ડ્યુટી પર એક ટકા મેટ્રો સરચાર્જની છૂટ કોરોના સમયગાળામાં એટલે કે વર્ષ 2020 માં આપવામાં આવી હતી. આગામી બે વર્ષ માટે મેટ્રો સરચાર્જ લાદવાનો નિર્ણય તત્કાલીન મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. તદનુસાર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન, પુણે, પિંપરી-ચિંચવડ અને નાગપુરને મેટ્રો સરચાર્જમાંથી છૂટ આપવામાં આવી હતી. પરિણામે, આ શહેરોમાં સ્ટેમ્પ ડ્યુટી સાત ટકાના બદલે છ ટકા વસૂલવામાં આવી હતી. જો કે, એક ટકા મેટ્રો સરચાર્જ 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. તેમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. તેથી, એપ્રિલમાં શરૂ થતા નવા નાણાકીય વર્ષથી, MMR વિસ્તાર, પુણે, પિંપરી-ચિંચવડ અને નાગપુરમાં હવે નોંધણી અને ગીરો પર એક ટકા મેટ્રો સરચાર્જ સાથે કુલ સાત ટકા સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવે તેવી શક્યતા છે.

March 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

શું MMRની 16,000 બિલ્ડિંગને ઓસી મળશે? મુખ્ય પ્રધાન સાથેની બેઠકો છેલ્લી ધડીએ રદ; જાણો વિગત.

by Dr. Mayur Parikh November 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 13 નવેમ્બર  2021 
શનિવાર.

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આવતા મુંબઈ સહિતના આજુબાજુના શહેરોમાં લગભગ 16,000 બિલ્ડિંગ ઓક્યુપેશન સર્ટિફિકેટ(ઓસી) ધરાવતી નથી. આવી બિલ્ડિંગોનો ઓસી મળી જાય તે માટે મહારાષ્ટ્ર સોસાયટીઝ વેલ્ફર એસોસિયેશન (મહાસેવા) લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે. તે માટે તેઓ એમ્નેસ્ટી સ્કીમ લાગુ કરવા માટે મુખ્ય પ્રધાનને સતત વિનંતી કરી રહ્યા છે. આ મુદ્દે બે વખત મુખ્ય પ્રધાન સાથે રાખવામાં આવેલી બેઠક છેલ્લી ઘડીએ રદ થઈ ગઈ હતી. તેને કારણે ઓસી વગરની બિલ્ડિંગોની માન્યતા રખડી પડી છે.
 

મહાસેવાના કહેવા મુજબ ઓસી વગરની બિલ્ડિંગને માન્યતા મળે તે માટે ઍમ્નેસ્ટી સ્કીમ લાવવાની જરૂર છે. પરંતુ કાયદાના નિષ્ણાતોના મુજબ તે શકય નથી. આ સંદર્ભમાં 2017ના મુંબઈ હાઈ કોર્ટના ચુકાદને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પકડકાર્યો છે.
મહાસેવાના પદાધિકારીઓના કહેવા મુજબ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આવતી અસંખ્ય ઈમારતો ઓસી વગરની છે. અમુક ટેક્નિકલ કારણથી બિલ્ડિંગને ઓસી મળી નથી. 2004માં સરકારે ઍમ્નેસ્ટી સ્કીમ બહાર પાડી હતી. જેમાં ઓસીને લગતી અમુક શરતો હળવી કરવામાં આવી હતી. જોકે અમુક નિયમોને કારણે બિલ્ડરની જવાબદારી હાઉસિંગ સોસાયટીઓને માથા પર આવી પડતી હતી. તેથી આ સ્કીમને સફળતા મળી નહોતી.

કોરોના રસી લેનારા સુરક્ષિત, નહીં લેનારને માથે છે આ ખતરો; જીનોમ સિક્વન્સિંગ લેબનો ખુલાસો; જાણો વિગતે

ઓસી વગરના બિલ્ડિંગને પાલિકા માનવતાના ધોરણે પાણી તો આપે છે. પરંતુ પાણીના ચાર્જ બમણા દરે વસૂલવામાં આવતા હોય છે. આવી બિલ્ડિંગમાં હાઉસિંગ સોસાયટી બની શકે છે અને ડીમ્સ કન્વેયન્સ થાય છે. ડેવલપરો ઓસી મેળવ્યા વગર પૂરા પૈસા મળી જતા ગ્રાહકોને ઘર આપી દેતી હોય છે.  જોકે રેરા આવ્યા બાદ લોકો ઓસીનું મહત્વ સમજ્યા છે. ઓસીની જવાબદારી બિલ્ડરની છે. ઓસી વગર ફલેટ ખરીદનાર કબજો મેળવી શકતો નથી. જોકે ફલેટમાં ફર્નિચર બનાવવાના નામે બિલ્ડર ફલેટ માલિકને ઘર આપી દેતો હોય છે અને લોકો રહેવા આવી જતા હોય છે.

November 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

થાણા-નવી મુંબઈ માટે સારા સમાચાર : કેબિનેટે MMR માટે અલગ SRA ને મંજૂરી આપી છે

by Dr. Mayur Parikh August 28, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

28 ઓગસ્ટ 2020

રાજ્યના પ્રધાનમંડળે  મુંબઈ મહાનગર પાલિકાના વિસ્તાર માટે અલગ એસઆરએ (ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના) ની રચના કરવાની મંજૂરી આપી દીધી છે. એમએમઆર માટે રચાયેલી એસઆરએમાં મુંબઈ મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટીનો સમાવેશ કરવામાં આવશે નહીં, કારણ કે મુંબઈ માટે સ્વતંત્ર એસઆરએ પહેલેથી કાર્યરત છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આ નવા સત્તાનું નામ એમએમઆર-એસઆરએ રહેશે. જેનું મુખ્ય મથક થાણામાં હશે અને તેના માટે 200 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્યના વરિષ્ઠ આઈએએસ અધિકારીઓમાંથી જ કોઈ એકની વડા તરીકે પસંદગી કરવામાં આવશે.

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (સીડકો અને નૈના ક્ષેત્ર સહિત) થાણે, પનવેલ કલ્યાણ-ડોમ્બિવલી, ભિવંડી-નિઝામપુર, વસઈ-વિરાર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એમએમઆર-એસઆરએ) ના અધિકારક્ષેત્ર હેઠળ સરકારે જાહેરાત કરી હતી. મીરા ભાઈંદર અને ઉલ્હાસનગરના આઠ મહાનગર પાલિકા વિસ્તારોમાં સ્થાયી થયેલ ઝૂંપડપટ્ટીઓનું પુનર્વસન કરવામાં આવશે. આ સાત નગર પાલિકાઓ / અંબરનાથ, બદલાપુર, અલીબાગ પેન, ખોપોલી, માથેરાન અને કરજતની મ્યુનિસિપલ કાઉન્સિલોને પણ એમએમઆર-એસઆરએ હેઠળ રાખવામાં આવી છે.  આ જ ઓથોરિટી આ વિસ્તારોમાં સ્થાયી થયેલી ઝૂંપડપટ્ટીઓનું પણ પુનર્વસન કરશે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

August 28, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક