Tag: mp navneet rana

  • મેલઘાટમાં હોળી નિમિત્તે રાણા દંપતીએ જમાવ્યો રંગ, રવિ રાણાએ ઢોલ વગાડ્યો તો નવનીત રાણાએ કર્યું ડાન્સ.. જુઓ વિડીયો

    મેલઘાટમાં હોળી નિમિત્તે રાણા દંપતીએ જમાવ્યો રંગ, રવિ રાણાએ ઢોલ વગાડ્યો તો નવનીત રાણાએ કર્યું ડાન્સ.. જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    અમરાવતીના સાંસદ નવનીત રાણા અવારનવાર પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. નવનીત રાણાએ હોળી પહેલા પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં નવનીત રાણા હોળી પહેલા અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. નવનીત રાણાએ મેલઘાટથી આ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે આદિવાસીઓ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

    નવનીત રાણાએ આ વીડિયો ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અમરાવતીના સાંસદ આદિવાસી ધૂન પર ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યા છે. આ દરમિયાન પાછળ ઉભેલા તેમના પતિ રવિ રાણા ઢોલ વગાડી રહ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે મેલઘાટ ક્ષેત્રના દરેક ગામમાં લોકસંગીત સાથે સ્વાગત છે.

    આ સમાચાર પણ વાંચો :  ઉજ્જૈનના મહાકાલેશ્વર દરબારમાં રમાઈ ફૂલોથી હોળી, ભસ્મ આરતીમાં જોવા મળ્યો ફાગ પર્વનો મહિમા. જુઓ વિડીયો…

  • મુંબઈમાં ખારના લાવી એપાર્ટમેન્ટમાં BMCના અધિકારીઓ ઓચિંતી વિઝિટ – આ કારણથી રહેવાસીઓનું ટેન્શન વધી ગયું

     

    News Continuous Bureau | Mumbai 

    મુંબઈના પશ્ચિમ ઉપનગરના(western suburbs) ખારમાં(khar) “લાવી” અપાર્ટમેન્ટના રહેવાસીઓની ધાકધૂક વધી ગઈ છે. સોમવારે મુંબઈ મહાનગરપાલિકાની(BMC) કે-વેસ્ટ વોર્ડના અધિકારીઓ ફરી એક વખત આ ઈમારતમાં પહોંચી ગયા હતા અને લગભગ બે કલાક સુધી ઈમારતના ખૂણેખૂણે ફરીને તપાસ કરી હતી અને ફોટાઓ પણ પાડ્યા હતા.

    ખાર(વેસ્ટ)માં 14માં રોડ પર આવેલી “લાવી”  ઈમારતમાં જ આઠમા માળા પર અમરાવતીને(Amravati) સાંસદ નવનીત રાણા(MP Navneet Rana) અને તેમના પતિ રવિ રાણાનું(Ravi Rana) ઘર આવેલું છે અને તેમના ઘરમાં રહેલા ગેરકાયદે બાંધકામને(Illegal construction) લઈને પહેલા જ તેમને પાલિકા નોટિસ ફટકારી ચૂકી છે.

    રાણા દંપતીને તેમના ઘરમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામને મુદ્દે પાલિકાએે નોટિસ ફટકારી હતી અને બાદમાં તેમના ઘરનું નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યારબાદ તેમના ઘરમાં રહેલા ગેરકાયદે બાંધકામને દૂર કરો અથવા પાલિકા તેને તોડી પાડશે એવી પાલિકાએ ફરી તેમને નોટિસ આપી હતી.  ગેરકાયદે બાંધકામને હટાવવા માટે પાલિકાએ તેમને ૭થી ૧૫ દિવસનો સમય આપ્યો હતો. આ દરમિયાન રાણા દંપતી કોર્ટમાં ગઈ હતી. તેમ જ તેમણે ઘરમાં કરવામાં આવેલા બાંધકામને રેગ્યુલરાઈસ્ડ(Regularized) કરવા માટે પાલિકા પાસે મંજૂરી પણ માગી છે.

    આ સમાચાર પણ વાંચો : પાણી સાચવીને વાપરજો- ઉત્તર મુંબઈના આ વિસ્તારોમાં આજથી 2 દિવસ પાણી નહીં આવે

    આ દરમિયાન પાલિકાને ‘લાવી’ ઈમારતમાં અન્ય ફ્લેટમાં પણ ગેરકાયદે બાંધકામ હોવાનું જણાયું હતું. તેથી ઈમારતમાં રહેલા અન્ય ઘરોની પણ પાલિકા તપાસ કરવાની હોવાનું કહેવાય છે. આ તપાસ અંતર્ગત સોમવારે પાલિકાની એક ટીમ લાવી’ અપાર્ટમેન્ટમાં ફરી ગઈ હતી અને ઈમારતની લગભગ બે કલાક સુધી તપાસ કરી હતી.

    એ સમયે બિલ્ડિગની ગેલેરીના અને અન્ય બાંધકામના ફોટા લીધા હોવાનું કહેવાય છે. નવ માળાની બિલ્ડિંગમા સાત માળાની તેઓએ તપાસ કરી હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોના કહેવા મુજબ રાણા દંપતીને કારણે બિલ્ડિંગના અન્ય રહેવાસીઓને પણ પાલિકાની નોટિસ મળી છે.
     

  • હનુમાન ચાલીસા વિવાદને લઈને ચર્ચામાં આવેલા આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસે FIR નોંધી; તપાસ હાથ ધરી… 

    હનુમાન ચાલીસા વિવાદને લઈને ચર્ચામાં આવેલા આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસે FIR નોંધી; તપાસ હાથ ધરી… 

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્રમાં(Maharashtra) હનુમાન ચાલીસા વિવાદને(Hanuman Chalisa Row) લઈને ચર્ચામાં આવેલા અપક્ષ સાંસદ નવનીત રાણાને(MP Navneet Rana) જાનથી મારી નાખવાની ધમકી(Death threat) મળી છે. 

    સાંસદ વતી દાવો કરવામાં આવ્યો છે કે તેમને આ ધમકીઓ હનુમાન ચાલીસા વાંચવા માટે મળી છે, જેમાં જાનથી મારી નાખવાની વાત કહેવામાં આવી છે.

    ધમકી મળ્યા બાદ નવનીત રાણાએ દિલ્હી પોલીસમાં(Delhi Police) FIR નોંધાવી છે. 

    હાલ પોલીસે આ મામલે તપાસ(investigation) શરૂ કરી છે.

    આ સમાચાર પણ વાંચો :  કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી, હવે ઈડીએ આ મામલે નોંધ્યો મની લોન્ડરિંગનો કેસ.. થઇ શકે છે પૂછપરછ.. 

  • જામીન શા માટે રદ ન કરવા જોઈએ તે માટે રાણા દંપતીએ કોર્ટને આપ્યું આ કારણ.. જાણો વિગતે,

    જામીન શા માટે રદ ન કરવા જોઈએ તે માટે રાણા દંપતીએ કોર્ટને આપ્યું આ કારણ.. જાણો વિગતે,

    News Continuous Bureau | Mumbai 

    સેશન્સ કોર્ટે(Session Court) જામીન આપવા દરમિયાન રાખેલી શરતોનું ઉલ્લંઘન કર્યું નથી એવો દાવો ધારાસભ્ય રવિ રાણા(MLA ravi rana) અને તેમના પત્ની સાંસદ નવનીત રાણાએ(MP navneet rana) આજે કોર્ટની નોટિસનો જવાબ આપતા સમયે કર્યો છે. 

    જામીન પર બહાર નીકળ્યા બાદ રાણા દંપતીએ શરતોનું ઉલ્લંઘન કર્યું હતું અને સરકારી વકીલે જામીન(bail) રદ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટે એક નોટિસ જારી કરી હતી.

    આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસીની કોર્ટમાં વધુ એક અરજી, કરવામાં આવી આ માંગ.. જાણો વિગતે 

    રાણા દંપતીના વકીલ રિઝવાન વેપારીએ આજે રાણા દંપતી વતી કોર્ટને જવાબ આપ્યો છે. રાણા દંપતીએ કોર્ટને જણાવ્યું હતું કે મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેઓએ જેલમાં હતા ત્યારે 12 દિવસ જે ત્રાસ સહન કર્યો તે વાત કરી હતી. આ પ્રકરણમાં તેઓએ કોઈ પણ ભવિષ્યવાણી કરી નથી. તેથી કોર્ટની કોઈપણ શરતોનું ઉલ્લંઘન થયું નથી એવો દાવો પણ રાણા દંપતીએ કર્યો હતો.

    રાણા દંપતીએ કોર્ટની સુનાવણીમાં ગેરહાજર રહેવા માટે અરજી કરી હતી. કોર્ટે રાણા દંપતી પાસેથી ગેરહાજર રહેવાની અરજીને મંજૂરી આપી હતી. આ મામલે આગામી સુનાવણી(Hearing) 15 જૂનના રોજ સુનિશ્ચિત થયેલ છે.

    અમરાવતીના(Amaravati) સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા હાલમાં જામીન પર મુક્ત થયા છે. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાને(Law and order) બગાડવાના કારણો હેઠળ, મુંબઈ પોલીસે(Mumbai police) વિવિધ આઈપીસી વિભાગ હેઠળ રાણા દંપતી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આમાં, રાજદ્રોહનો(Treason) ગુનો આઈપીસી કલમ 124 (એ) (IPC Section 124 )હેઠળ નોંધાયેલ હતો. 12 દિવસ પછી, બંનેને શરતી જામીન આપવામાં આવ્યા હતા.
     

  • રાણા દંપતીના ઘરે ઈન્સ્પેકશન કરવા ગયેલી BMCની ટીમ વિલા મોં એ પાછી ફરી, જાણો વિગતે.

    રાણા દંપતીના ઘરે ઈન્સ્પેકશન કરવા ગયેલી BMCની ટીમ વિલા મોં એ પાછી ફરી, જાણો વિગતે.

    News Continuous Bureau | Mumbai

    અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા(MP Navneet rana) અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણા(Ravi rana) ના ઘરે ગેરકાયદે બાંધકામ નું (Illegal construction)ઈન્સ્પેકશન કરવા ગયેલી BMCની ટીમને વિલા મોં એ પાછું ફરવું ફરવું પડયું છે. રાણા દંપતીના ઘરે તાળું લાગેલું હોવાથી પાલિકાની ટીમ તેમના ઘરનું નિરીક્ષણ કરી શકી નહોતી.

    BMCએ રાણા દંપતીને તેમના મુંબઈમાં  ખાર(વેસ્ટ)માં(Khar) 14મા રોડ પર આવેલી લાવી બિલ્ડિંગમાં આવેલા  ઘરને નોટિસ પાઠવી હતી.  BMC દ્વારા તેમને મોકલવામાં આવેલી નોટિસ અનુસાર, મુંબઈના(Mumbai) ખાર પરામાં આવેલા તેમના નિવાસસ્થાનની BMC તપાસ કરવા માટે 4 મે, 2022 ના જવાની હતી. BMC ને શંકા છે કે આ બાંધકામ મંજૂર કરેલા પ્લાન માં ચેડા કરીને બનાવવામાં આવ્યું છે.  BMCએ ઓવર-કન્સ્ટ્રક્શન(Over construction) અને અમુક નિયમોના ઉલ્લંઘન ની ફરિયાદ પર તપાસ નોટિસ જારી કરી છે.

    આ સમાચાર પણ વાંચો :  મુંબઈના 26 મુસ્લિમ ધર્મગુરુઓએ લીધો મોટો નિર્ણય, લાઉડસ્પીકર વિના થશે સવારની અઝાન.

    રાજદ્રોહના આરોપ હેઠળ ધારાસભ્ય રવિ રાણા અને તેમના પત્ની સાંસદ નવનીત રવિ રાણા છેલ્લા થોડા દિવસથી જેલમાં છે. હજી બુધવારે જ કોર્ટે તેમને શરતી જામીન(Conditional bail) આપ્યા હતા. જોકે બુધવારના તેઓનો જેલ થી છૂટકારો થયો નહોતો. તેથી તેમના ઘરમાં તાળુ હતું. છતાં પાલિકાની ટીમ નિયમ મુજબ બુધવારે તેમના ઘરે ઇન્સ્પેકશન માટે પહોંચી ગઈ હતી. જોકે ઘરમાં કોઈ ન હોવાથી બંધ બારણે તેઓ પાછા ફર્યા હતા. પાલિકાના અધિકારીના કહેવા મુજબ આજે તેઓ ફરી તેમના ઘરે ઇન્સ્પેકશન માટે જશે.