• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - narendra modi stadium
Tag:

narendra modi stadium

કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે બિડ રજૂ કરવાને કેબિનેટે મંજૂરી આપી
અમદાવાદખેલ વિશ્વ

CWG 2030 Gujarat: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે ગુજરાત સરકારની બિડને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી

by Akash Rajbhar August 28, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં કેબિનેટે CWG 2030 યજમાન બિડ મંજૂર કરી, ગુજરાતમાં વિશ્વકક્ષાનું આયોજન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games – CWG) 2030 માટે ગુજરાત સરકારની બિડને મંજૂરી આપી છે. સાથે જ સંબંધિત મંત્રાલયો, વિભાગો અને સત્તાવાળાઓ તરફથી યજમાન સહયોગ કરાર (HCA) પર હસ્તાક્ષર કરવા અને બિડ સ્વીકારાય તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્ટ-ઇન-એઇડ મંજૂર કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

રમતગમત (Sports) માટે વિશ્વકક્ષાનું આયોજન

CWG 2030 માં 72 દેશોના ખેલાડીઓ ભાગ લેશે. આમાં ખેલાડીઓ, કોચ, ટેકનિકલ અધિકારીઓ, પ્રવાસીઓ અને મીડિયા કર્મચારીઓનો સમાવેશ થાય છે. અમદાવાદ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતની સુવિધાઓ ધરાવતા આ શહેરને આ વિશ્વકક્ષાના કાર્યક્રમ માટે આદર્શ યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. 2023 ICC ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલનું સફળ આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દ્વારા બતાવવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : RBI Rupee Account: ભારત તરફથી ડી-ડોલરાઇઝેશનની દિશામાં મોટું પગલું, જાણો RBIના નવા નિયમ વિશે

પ્રવાસન અને રોજગારી માટે લાભ (Tourism & Employment)

આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટથી માત્ર રમતગમત જ નહીં, પર્યટન (Tourism), રોજગારી (Employment) અને સ્થાનિક વ્યવસાયોને પણ મોટો લાભ મળશે. ખેલગણ, ટેકનિકલ સ્ટાફ અને હજારો પ્રવાસીઓની હાજરી સાથે સ્થાનિક હોટલ, ટ્રાવેલ અને અન્ય સેવાઓને પ્રોત્સાહન મળશે. રમતગમત વિજ્ઞાન, ઇવેન્ટ મેનેજમેન્ટ, લોજિસ્ટિક્સ, બ્રોડકાસ્ટ, IT અને કોમ્યુનિકેશન ક્ષેત્રોમાં પણ મોટી સંખ્યામાં કારકિર્દીના તકો ઉપલબ્ધ થશે.

રાષ્ટ્રિય ગૌરવ અને યુવા પ્રેરણા (National Pride & Youth Inspiration)

આવા વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રિય ગૌરવ (National Pride) અને એકતાની ભાવનાને મજબૂત બનાવશે. આ કાર્યક્રમ યુવા ખેલાડીઓ માટે રમતગમત (Sports)ને કારકિર્દી તરીકે અપનાવવા પ્રેરણા આપશે અને રમતગમતમાં વધારે ભાગીદારીને પ્રોત્સાહન આપશે. GCW 2030 ગુજરાત માટે રમતગમત ક્ષેત્રે નવી દિશા અને આંતરરાષ્ટ્રીય માન્યતા લાવશે.


August 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shankar Mahadevan and Sons Deliver Emotional Tribute to Indian Army at IPL 2025 Closing Ceremony
મનોરંજન

IPL 2025: IPL 2025ની ક્લોઝિંગ સેરેમનીમાં છવાયો શંકર મહાદેવન, ગાયક ની ગાયિકી થી ગુંજી ઉઠ્યું સ્ટેડિયમ

by Zalak Parikh June 4, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 IPL 2025: IPL 2025ના ગ્રાન્ડ ફિનાલે પહેલા યોજાયેલી ક્લોઝિંગ સેરેમની માં સંગીતકાર શંકર મહાદેવન  એ પોતાના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ સાથે મળીને એક ભાવનાત્મક સંગીતમય પરફોર્મન્સ આપ્યું હતું.. આ પરફોર્મન્સ ભારતીય સેના ને સમર્પિત હતું, જેને જોઈને સ્ટેડિયમમાં હાજર દર્શકો ભાવુક થઈ ગયા.

આ સમાચાર પણ વાંચો: Ranveer Singh And Sanjay Dutt: ફિલ્મ ધુરંધર ના સેટ પર થી લીક થયો સંજય દત્ત અને રણવીર સિંહ નો લુક, બંને ને જોઈ લોકો ને આવી તેમના આ પાત્ર ની યાદ

‘લહેરા દો’થી શરૂ થઈ દેશભક્તિની લહેર

શંકર મહાદેવને પોતાની પરફોર્મન્સની શરૂઆત ફિલ્મ ‘83’ના પ્રેરણાદાયક ગીત ‘લહેરા દો’થી કરી. ત્યારબાદ તેણે ‘મૈં રહૂં યા ના રહૂં’, ‘લક્ષ્ય’, અને ‘કંધો સે મિલતે હૈ કંધે’ જેવા દેશભક્તિ ગીતો રજૂ કર્યા. અંતે ‘સુનો ગૌર સે દુનિયા વાલો’ ગીતે સમગ્ર સ્ટેડિયમમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ ઊભો કર્યો.સિદ્ધાર્થ અને શિવમ મહાદેવને ‘માં તુઝે સલામ’ અને ‘યે દેશ હૈ વીર જવાનો કા’ જેવા ગીતો ગાઈને આ સાંજને વધુ યાદગાર બનાવી. તેમની સાથે ગાયિકા પ્રકૃતિ ગીરી અને શ્રીનિધિએ પણ પોતાની અવાજથી સાંજ ને યાદગાર બનાવી.

 

View this post on Instagram

 

A post shared by IPL (@iplt20)


આ પરફોર્મન્સ માત્ર સંગીતમય જ નહીં પણ ભાવનાત્મક પણ હતી. શંકર મહાદેવને કહ્યું કે, “આજનો દિવસ મારા અને મારા પુત્રો માટે ખાસ છે. આ પરફોર્મન્સ અમે આપણા જવાનોને સમર્પિત કરીએ છીએ.” સોશિયલ મીડિયા પર પણ આ પરફોર્મન્સને IPLના ઇતિહાસની સૌથી યાદગાર સાંજ તરીકે વખાણવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ricky Ponting Viral Video Do you remember this video of Australian players This time Prime Minister Narendra Modi will be in place of Sharad Pawar
ICC વર્લ્ડ કપ 2023ક્રિકેટ

Ricky Ponting Viral Video: ઉધ્ધત ઓસ્ટ્રેલિયા ના ખેલાડીઓનો આ વિડીયો યાદ છે? આ વખતે શરદ પવારના સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે…. શું છે દમ? જાણો શું છે આ સંપુર્ણ મામલો..

by Hiral Meria November 18, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ricky Ponting Viral Video: વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) ની ફાઇનલ મેચ ભારત ( Team india ) અને ઓસ્ટ્રેલિયા ( IND vs AUS ) વચ્ચે રમાશે. અમદાવાદ ( Ahmedabad ) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( Narendra Modi Stadium ) બંને ટીમો 20 વર્ષ બાદ ફરી ફાઈનલમાં સામસામે ટકરાશે. ફાઇનલ મેચ રવિવારે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. જોકે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ( Ricky Ponting ) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો વર્ષ 2006નો છે. આ વીડિયોમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ તત્કાલીન ICC પ્રમુખ શરદ પવાર ( Sharad Pawar ) સાથે ખરાબ વર્તન કરતા જોવા મળી રહ્યા છે.

India needs to win the World Cup Final to avoid Pat Cummins doing this to Jay Shah. pic.twitter.com/Vd99Ygvvlj

— Trendulkar (@Trendulkar) November 17, 2023

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના ( Australia ) કેપ્ટન રિકી પોન્ટિંગે તત્કાલિન ICC પ્રમુખ શરદ પાસેથી ટ્રોફી છીનવી લીધી હતી. તેમણે શરદ પવારને પણ ત્યાંથી જવાનું કહ્યું હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ચાહકોનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાના ખરાબ વર્તનનો બદલો લેવાનો સમય આવી ગયો છે. વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમ ચોક્કસપણે બદલો લેશે.

ફાઈનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે..

ભારત સિવાય ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું હતું. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. હવે ટાઈટલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ સમાચાર પણ વાંચોઃ Bandra Cylinder Blast : મુંબઈના બાંદ્રામાં ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, ८ લોકો ઘાયલ..જાણો વિગતે..

વાયરલ વિડીયોમાં જોવા મળતી ટૂર્નામેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા લીગ મેચમાં સામસામે હતા. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. તો સવાલ હવે એમ છે આ વખતે ફરી ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. તેમ જ આ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમજ હાલ BCCIના અધ્યક્ષ જય શાહ પણ હાજર રહેશે. તો શું આ વખતે ફરી ઓસ્ટ્રેલિયન ટીમનો સુકાની પેટ કમિન્સ આવી ઉધ્ધતાઈ કરશે, શું છે દમ… જેવા પ્રશ્ન લોકો 2006નો વિડીયો શેર કરીને પુછી રહ્યા છે. જેનો જવાબ કદાચ રવિવારે ફાઈનલમાં જ મળી શકશે. જેમાં ભારતીય ટીમ જીત સાથે કદાચ આ સંપુર્ણ મામલાનો અંત લાવશે.

November 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Cup Final A Starry World Cup Final! PM Modi, Ambanis Likely To Grace Ahmedabad Stadium
ICC વર્લ્ડ કપ 2023

World Cup Final : ‘મહાસંગ્રામની રણભૂમિ’ બનશે નમો સ્ટેડિયમ, પીએમ મોદીની સાથે મેચ જોશે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ, અંબાણી, અદાણી અને…

by kalpana Verat November 17, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Cup Final : ICC વર્લ્ડ કપની ( ICC World Cup ) ફાઈનલ રવિવારે 19મી નવેમ્બરે અમદાવાદમાં ( Ahmedabad ) ભારત અને ઓસ્ટ્રેલિયા ( Ind Vs Aus ) વચ્ચે મોટી મેચ રમાવા જઈ રહી છે. વર્લ્ડકપની આ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) પણ જશે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ અમદાવાદની મુલાકાત લેશે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( Narendra Modi Stadium ) બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ( Australian PM ) પણ આ ફાઈનલ મેચ જોવા આવી શકે છે. જોકે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના પીએમને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને વર્લ્ડ કપ મેચ જોવા માટે આમંત્રણ મોકલ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ( Anthony Albanese ) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ મેચ જોવા માટે આમંત્રણ મોકલ્યું છે. આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને મેચ જોવા માટે અમદાવાદ આવશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહેશે. હાલમાં ઓસ્ટ્રેલિયન પીએમના આગમનને લઈને સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

બોલિવૂડ અભિનેતા આવે તેવી શક્યતા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી ઉપરાંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ હાજર રહેશે. આ સિવાય બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અજય દેવગન પણ ફાઈનલ મેચ જોવા આવે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતે ટોસ જીતીને ચાર વિકેટે 397 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં શ્રીલંકાને હરાવીને ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2011 જીત્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃ Uttarkashi Tunnel : ટનલમાં હજુ ફસાયા છે 40 મજૂરો, અમેરિકન મશીનો વડે સુરંગમાં 30 મીટર ડ્રિલિંગ.. કરાઈ આ ખાસ તૈયારી..

વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની સફર

ભારતે સતત તમામ મેચ જીતી છે. ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને દિલ્હીમાં આઠ વિકેટે હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું.

તેમજ ચોથી મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ ધર્મશાલામાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. લખનૌમાં છઠ્ઠી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ સિવાય ભારતે શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડને હરાવ્યું છે.

તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ આ પહેલા 2003માં રમાઈ હતી, પરંતુ ભારતીય ટીમ આ મેચ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં બંને ટીમો 20 વર્ષ બાદ ફરી એકવાર વર્લ્ડ કપ ટ્રોફી માટે ટકરાશે.

November 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Cup 2023 Final Before the final, the Indian Air Force will show its strength in Ahmedabad, this 'Air Show' will be held on the field..
ICC વર્લ્ડ કપ 2023

World Cup 2023 Final: ફાઈનલ પહેલા ભારતીય વાયુસેના અમદાવાદમાં બતાવશે દમ, મેદાન ઉપર યોજાશે આ ‘એર શો’… જુઓ વિડીયો..

by Bipin Mewada November 17, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

World Cup 2023 Final: રવિવાર, 19 નવેમ્બર દરેક ભારતીય ( Team India ) માટે ખાસ દિવસ બનવાનો છે. આ દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. આ દિવસે ભારત 12 વર્ષ બાદ ફરી એકવાર ODI વર્લ્ડ કપની ( ODI World Cup ) ફાઈનલ રમવા જઈ રહ્યું છે. 2011માં તે શ્રીલંકા હતું, આ વખતે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ( Australia ) છે. માત્ર એક જ સપનું છે… તે સુંદર ચમકતી ટ્રોફી જીતવાનું. જોકે, ICC ODI વર્લ્ડ કપ 2023ની ( ICC ODI World Cup 2023 ) ફાઈનલ પહેલા એક ખાસ એર શોનું આયોજન કરવામાં આવશે.

The air show preparations at the Narendra Modi stadium for the perform in the Final of this World Cup 2023 on Sunday. pic.twitter.com/Wk9WgvEQSZ

— CricketMAN2 (@ImTanujSingh) November 17, 2023

વાસ્તવમાં, ભારતીય વાયુસેનાની ( Indian Air Force ) ‘સૂર્ય કિરણ એરોબેટિક ટીમ’ 19 નવેમ્બરે અમદાવાદના ( Ahmedabad ) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( Narendra Modi Stadium )  રમાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા ‘એર શો’ રજૂ કરશે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી હતી. સંરક્ષણ વિભાગના ગુજરાતના જનસંપર્ક અધિકારી (PRO) એ જણાવ્યું હતું કે મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ફાઈનલની પ્રથમ દસ મિનિટ માટે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ તેના સ્ટંટથી લોકોને રોમાંચિત કરશે.

 એર શો માટેની પ્રેક્ટિસ શુક્રવાર અને શનિવારે થશે..

પીઆરઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એર શો માટેની પ્રેક્ટિસ શુક્રવાર અને શનિવારે થશે. બુધવારે ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત પહેલા જ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. ગત ગુરુવારે ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમમાં સામાન્ય રીતે નવ એરક્રાફ્ટ હોય છે અને તેણે દેશભરમાં અનેક એર શો કર્યા છે.

Air show preparation at Narendra Modi Stadium ahead of the World Cup final. 🇮🇳 🏆pic.twitter.com/5vTHkDS580

— Johns. (@CricCrazyJohns) November 17, 2023

આ સમાચાર પણ વાંચો : Jammu & Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, કુલગામ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ ઠાર.. જાણો વિગતે..

ફાઈનલ મેચને લઈને બીજી માહિતી સામે આવી રહી છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે પીએમ મોદી પણ આવી શકે છે. પીએમ મોદી ઉપરાંત 2011 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ પણ ફાઈનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી શકે છે. આ સિવાય ભારતીય ખેલાડીઓના પરિવારના સભ્યો પણ સ્ટેડિયમમાં હાજર રહી શકશે. આ મેચ જોવા માટે BCCI અને ICCના મોટા અધિકારીઓ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે.

બરાબર 20 વર્ષ પહેલા ODI વર્લ્ડ કપમાં આવી જ રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તે ફાઇનલ મેચ જીતીને વર્લ્ડ કપ જીત્યો હતો. જો કે બે દાયકા બાદ ફરી એકવાર બંને ટીમો આમને-સામને છે. આ વખતે રોહિત સેના ચોક્કસપણે જૂનો બદલો લેવા માંગશે. તેઓ અમદાવાદમાં તેમને હરાવીને ઝળહળતી ટ્રોફી જીતવા માંગશે.

November 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
IND vs PAK India won the toss and elected to bowl first
ICC વર્લ્ડ કપ 2023

IND vs PAK : હાઈ વોલ્ટેજ મેચમાં પહેલા ફિલ્ડિંગ કરશે ભારત, ટીમમાં એક મોટો ફેરફાર, જુઓ પ્લેઇંગ XI..

by Hiral Meria October 14, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

IND vs PAK : ICC ODI વર્લ્ડ કપમાં ( ODI World Cup ) પાકિસ્તાન ( Pakistan ) સામેની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ( Rohit Sharma ) ટોસ જીતીને પ્રથમ બોલિંગ ( Bowling ) કરવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે આ 8મી મેચ છે. આ પહેલા ભારતે સાત મેચ જીતી હતી. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( Narendra Modi Stadium ) ટોસ જીત્યા બાદ ભારતે જીત તરફ પહેલું પગલું ભર્યું છે.

શુભમન ગિલની ( Shubman Gill ) ટીમમાં વાપસી

પાકિસ્તાન સામેની આ હાઈવોલ્ટેજ મેચમાં રોહિત શર્માએ ટીમમાં ( Team India ) મોટો ફેરફાર કર્યો છે. છેલ્લી બે મેચમાં રમી શકનાર ઓપનર શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે. ઈશાન કિશનને ( Ishan Kishan ) બહાર મોકલવામાં આવ્યો હતો. ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે તે પહેલા બોલિંગ કરશે.

બોલિંગ કરવા પાછળ આ છે કારણ

રોહિતે ટોસ દરમિયાન બોલિંગ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું. પીચ બેટિંગ માટે સારી છે. બહુ ફેરફાર જોવા મળતા નથી. આ સાથે બીજી ઈનિંગમાં ઝાકળનું પરિબળ પણ મહત્વનું રહેશે. તેથી બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરતા રહેવા માંગીએ છીએ. અમે દરેક મેચમાં અમારું સર્વશ્રેષ્ઠ આપવા માંગીએ છીએ.આવી ટૂર્નામેન્ટમાં ટીમમાં વાતાવરણ શાંત રાખવું એ સૌથી મહત્ત્વની બાબત છે, એમ રોહિતે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Export duty : તહેવારોની સિઝનમાં ચોખાના વધતા ભાવથી મળશે રાહત! હવે સરકારે આ લીધો નિર્ણય..

ટીમમાં ફેરફાર અંગે વાત કરતા રોહિતે કહ્યું કે ઈશાન કિશનની જગ્યાએ ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. મને ઈશાનની ચિંતા છે. જ્યારે અમને તેની જરૂર પડી ત્યારે તે ટીમ માટે આગળ વધ્યો. ગિલ છેલ્લા કેટલાક વર્ષોમાં અમારા માટે ખાસ ખેલાડી રહ્યો છે. રોહિતે કહ્યું કે અમે તેને ખાસ કરીને આ મેદાન પર ઇચ્છતા હતા. ગઈ કાલે, મેચની પૂર્વ સંધ્યાએ, રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ગિલની ફિટનેસ વિશે અપડેટ આપ્યું હતું. રોહિતે કહ્યું કે ગિલ 99 ટકા ફિટ છે અને આવતીકાલે (શનિવારે) નિર્ણય લેશે.

પાકિસ્તાન આ જ બોલિંગ કરવા માગતું હતું

ટોસ બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પણ કહ્યું કે અમે પહેલા બોલિંગ કરવા માગતા હતા. અમે પ્રથમ બે મેચ જીતી છે. હવે એ જ કામગીરી જાળવી રાખવી પડશે. બાબરે કહ્યું કે પાકિસ્તાન ટીમમાં કોઈ ફેરફાર નથી.

October 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ahmedabad is ready for the big match between India and Pakistan
ICC વર્લ્ડ કપ 2023Top Post

World Cup 2023: ભારત – પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલા માટે અમદાવાદ તૈયાર, આઠમી વખત મેચ જીતવા ઉતરશે ટીમ ઇન્ડિયા.. જાણો વિગતે અહીં…

by Akash Rajbhar October 14, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

World Cup 2023: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (ICC World Cup 2023) માં ભારત પાકિસ્તાન (Ind vs Pak) ની મેચ બ્લોકબસ્ટર સાબિત થશે, જેમાં બંને ટીમ વચ્ચે 2012 પછી વનડે મેચ રમાડવામાં આવશે. એશિયા કપ અથવા આઈસીસી ઈવેન્ટસમાં બંને દેશના ખેલાડીઓ આમનેસામને રમ્યા છે. પાકિસ્તાન વનડે અને ટેસ્ટ મેચમાં ભારત સામે વધુ મેચ જીત્યું છે. ટવેન્ટી-ટવેન્ટીમાં ભારતનું પલ્લું ભારે રહ્યું છે. ક્રિકેટ ઈતિહાસમાં બંને ટીમના ખેલાડીઓએ પણ અનેક રેકોર્ડ બનાવ્યા છે, જેમાં ભારતીય ટીમના રેકોર્ડ તોડવાનું પાકિસ્તાન માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.

આ બધાથી અલગ વાત એ છે કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભારત સામે જીતી શક્યું નથી, જેમાં ભારતનો દબદબો અકબંધ છે. ભારતે પાકિસ્તાન સામે 20-20 અને વનડે વર્લ્ડ કપમાં 13-1 (Super Over Victory) નો રેકોર્ડ છે. પાકિસ્તાને ભલે 2021ના ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપમાં 10 વિકેટથી જીત્યું હતું, જેમાં ભારતનો સતત 12મી વખતનો જીતનો રેકોર્ડ તોડ્યો હતો, પરંતુ એના માટે પાકિસ્તાને 29 વર્ષ રાહ જોવી પડી હતી.

વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં(Narendra Modi Stadium) મેચ રમાડવામાં આવશે. ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત માટે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે અત્યાર સુધી વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Israel -Palestine Conflict: હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ચીનમાં ઈઝરાયલના રાજદ્વારી પર જીવલેણ હુમલો.. વાંચો વિગતે અહીં..

ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે ફોર્મેટમાં અત્યાર સુધીમાં 134 મેચ રમાઈ….

વન-ડે વર્લ્ડકપમાં બંને ટીમો પ્રથમવાર 1992માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ટકરાઇ હતી. ત્યારપછી બંને ટીમો સાત વખત સામ સામે ટકરાઇ ચૂકી છે અને દરેક વખતે ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. આ પછી 1996, 1999, 2003, 2011, 2015 અને 2019ના વર્લ્ડ કપમાં બંને ટીમો સામસામે આવી હતી અને તમામ મેચમાં ભારતનો વિજય થયો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે ફોર્મેટમાં અત્યાર સુધીમાં 134 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માત્ર 56 મેચ જીતી શકી છે, જ્યારે પાકિસ્તાને 73 મેચ જીતી છે. દરમિયાન પાંચ મેચમાં કોઈ પરિણામ આવ્યું નહોતું.

October 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Boycott hashtag trend on 'X' between India-Pakistan match
આંતરરાષ્ટ્રીય

Ind vs Pak: ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ વચ્ચે ‘એક્સ’ પર બોયકોટ હેશટેગ ટ્રેન્ડ! જાણો શું છે કારણ…

by Akash Rajbhar October 14, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Ind vs Pak: 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાક મેચને વર્લ્ડ કપની સૌથી હાઈ-પ્રોફાઈલ મેચ (India Vs Pakistan) તરીકે જોવામાં આવી રહી છે. ચાહકો અપેક્ષા રાખી રહ્યા છે કે નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પહેલા રમાનારી આ મેચ ધમાકેદાર રહેશે. પરંતુ, બીજી તરફ, X એટલે કે ટ્વિટર પર ભારત(India) અને પાકિસ્તાન(Pakistan) વચ્ચેની મેચની નિંદા કરવામાં આવી રહી છે. 13 ઓક્ટોબરે ટ્વિટર પર હેશટેગ #BoycottIndoPak ટ્રેન્ડ કરી રહ્યું હતું.

અમદાવાદના(Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં(Narendra Modi Stadium) રમાનારી મેચ માટે પાકિસ્તાનની ટીમ બુધવારે આવી પહોંચી હતી. ટીમનું હોટલના સ્ટાફ દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ડાન્સર્સને પણ ખુલ્લા હાથે તેમનું સ્વાગત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.

@republic will your channel take up the cause of #BoycottIndoPak cricket match 2019? There was lot of high emotions when Pulwama attacks happened, asking bcci and Indian cricket team to boycott the match to show solidarity to martyred families.
Seems everything is forgotten.

— JaiKulki (@Jaikulki) June 3, 2019

ટ્વિટર પર હેશટેગ #BoycottIndoPak ટ્રેન્ડ…

એક તરફ, 13 સપ્ટેમ્બરના રોજ, કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના એક કર્નલ અને એક મેજર અને એક નાયબ પોલીસ અધિક્ષક શહીદ થયા હતા. બીજી તરફ ભારતમાં (Ind vs Pak) વર્લ્ડ કપ માટે આવેલા પાકિસ્તાની ખેલાડીઓનું ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રિસેપ્શનની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. ઘણા લોકો વિચારે છે કે પાકિસ્તાન તરફથી આતંકવાદની ઘટનાઓ બની રહી છે ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ સાથે આવું વર્તન કેમ કરવામાં આવે છે, તો કેટલાકે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ કારણે જ ટ્વિટર પર હેશટેગ #BoycottIndoPak ટ્રેન્ડ થઈ રહ્યો છે.

ભલે તે ગમે તે હોય, ક્રિકેટ પ્રેમીઓ (Ind vs Pak) ના ઉત્સાહમાં કોઈ ફરક નથી. BCCI અનુસાર, ભારત-પાકિસ્તાન મેચની 14,000થી વધુ ટિકિટો વેચાઈ છે. આ વિરોધ હેશટેગ BCCI કે ICCને પણ અસર કરશે નહીં. ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપમાં 7 વખત આમને-સામને થયા છે અને દરેક વખતે ભારતે પાકિસ્તાનની ટીમને હરાવ્યું છે.

@BCCI please boycott Pakistanis not only in bilateral series We have to completely boycott Pakistan because we do not want any relation with Pakistan, knowingly or unknowingly we dishonor the sacrifice of our martyred soldiers by playing cricket with terrorists. #BoycottIndoPak https://t.co/9yW14vdVlW pic.twitter.com/Cyk3a9NUGd

— Bharatvarshi 🇮🇳 (@P19092183Mayank) October 13, 2023

આ સમાચાર પણ વાંચો : PM Modi on Mumbai Visit : PM મોદી આજે મુંબઈની મુલાકાતે; 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનાં સત્રનું કરશે ઉદ્ઘાટન..

October 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
IND VS PAK 2 special trains will run from Mumbai for the India-Pak match in Ahmedabad, booking starts from today
ક્રિકેટ

IND V/S PAK: અમદાવાદની ભારત-પાક મેચ માટે મુંબઈથી દોડશે 2 સ્પેશ્યલ ટ્રેન, આજથી બુકિંગ શરૂ, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં ઊભી રહેશે? વાંચો વિગતે અહીં..

by Hiral Meria October 12, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

IND V/S PAK: અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ભારત પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે મેચ રમાવવાની છે. જેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સાથે મેચ જોવા આવનાર લોકો માટે પાણી અને પાર્કિગ તેમજ સ્ટેડિયમ સુધી પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો ગુજરાત બહારથી પણ આવવાના છે. ફ્લાઈટો ફુલ છે અને ટ્રેનમાં પણ વેટીંગ શરુ થઇ ગયું છે, ત્યારે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ( Superfast Special Train ) દોડાવશે.

અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ ( Cricket match ) જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારાની ભીડને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની જોડી ચલાવશે. આ ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023ના રોજ 21.30 કલાકે ઉપડશે. જે બીજા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે.

Fans Shouldn’t Get Caught Out!

WR to run 2 special trains btwn Mumbai & Ahemdabad to clear extra rush of cricket fans attending India Vs Pakistan Match at Ahmedabad on 14/10/23.

Booking will open from 12/10/2023.

#CricketWorldCup2023 #IndiaVsPakistan #india #CricketFever pic.twitter.com/szEngOfMpl

— Western Railway (@WesternRly) October 11, 2023

 બુકિંગ 12 ઓક્ટોબર 2023થી શરુ…

તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 15 ઓક્ટોબર 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

આ સમાચાર પણ વાંચો : TV Sale: પિતૃપક્ષ દરમિયાન ટીવી કંપનીઓ લાવી બમ્પર સેલ, બજારમાં ટીવીની જબરદસ્ત માંગ.. જાણો શું છે કારણ.. વાંચો વિગતે અહીં..

ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર 2023થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજ અંગેની વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પરથી જાણી શકાશે.

October 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
India-Pakistan match fake ticket business in full swing..
ICC વર્લ્ડ કપ 2023

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ માટે પડાપડી કરતાં ચાહકો ચેતજો! નકલી ટિકિટનો કારોબાર પૂરજોશમાં.. જાણો શું છે આ સમગ્ર પ્રકરણ..

by Akash Rajbhar October 12, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

IND vs PAK: ભારત(India) અને પાકિસ્તાન(Pakistan) વચ્ચેની મેચ અમદાવાદના(Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાવાની છે. ક્રિકેટ ચાહકોમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોની ઘણી માંગ છે. જો કે આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકો નકલી ટિકિટનો(fake tickets) શિકાર બની રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ ચાહકોની માંગનો મોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટોનું બજાર સતત વધી રહ્યું છે. તો શું તમારી પાસે રહેલી ટિકિટ નકલી તો નથી ને? શું તમે પણ આ છેતરપિંડીનો શિકાર તો નથી બન્યા ને?
આખું વિશ્વ ભારત વિરુદ્ધ પાકિસ્તાન વર્લ્ડ કપ(world cup) મેચ માટે પાગલ છે. આ કારણે જ્યારે પણ વર્લ્ડ કપના શેડ્યૂલ મુજબ મેચોની ટિકિટોનું વેચાણ શરૂ થાય છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો થોડી જ સેકન્ડોમાં વેચાઈ જાય છે. દરેક વ્યક્તિ આ હાઈ વોલ્ટેજ મેચને મેદાન પર જોવા માંગે છે, પછી ભલે તેને તેના માટે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે. જેનો લાભ લઈને ગુજરાતના અમદાવાદમાં અનેક યુવાનોએ નકલી ટિકિટો વેચવાનું શરૂ કર્યું છે. જોકે, ગભરાવાની કોઈ વાત નથી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ લોકોની ધરપકડ કરી છે અને અસલી અને નકલી ટિકિટો અંગે ગાઈડલાઈન પણ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

આ સમાચાર પણ વાંચો : India – Trinidad – Tobago : કેબિનેટે ડિજિટલ સોલ્યુશન્સ માટે ભારત – ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચે સમજૂતીને મંજૂરી આપી

અસલી અને નકલી ટિકિટ વચ્ચે ભેદ કેવી રીતે ઓળખશો?

અસલી અને નકલી ટિકિટ વચ્ચે ભેદ કેવી રીતે ઓળખશો? વાસ્તવમાં પોલીસે સામાન્ય લોકો માટે અસલી ટિકિટની ઓળખ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 150 નકલી ટિકિટ સાથે 4 લોકોને પકડી પાડ્યા છે. તેમજ આ લોકો નકલી ટિકિટો બનાવતા હોવાનું જાણવા મળ્યું છે.

-ડાયનેમિક કલર-ઈન્ફ્યુઝ્ડ પેપર : ટીમ ઈન્ડિયા vs પાકિસ્તાન મેચ માટે ડાયનેમિક કલર ઈન્ફ્યુઝ્ડ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તમે ટિકિટને થોડી પણ ફાડશો અથવા ટિકિટ સાથે છેડછાડ કરશો તો તેનો રંગ ગુલાબી રંગમાં બદલાઈ જશે.

-ટિકિટ સાથે ચેડાં : એક સ્પષ્ટ શૂન્ય સુવિધા ટિકિટમાં સામેલ કરવામાં આવી છે જેનાથી કોઇ પણ ફેરફાર સરળતાથી જાણી શકાય છે.

-વાસ્તવમાં મેક્રો સિક્યુરિટી લેનને કાળજીપૂર્વક સંકલિત કરવામાં આવી છે, જેને માત્ર મેગ્નિફાઈંગ ગ્લાસની મદદથી જ જોઈ શકાય છે. આ રીતે તમે અસલી અને નકલી ટિકિટની ઓળખ કરી શકો છો.

-આ સિવાય દરેક ટિકિટ એક વ્યક્તિગત બારકોડ સાથે આવે છે, જેના દ્વારા સરળતાથી ઓળખી શકાય છે કે ટિકિટ અસલી છે કે નકલી.

150 કરતા વધુ બનાવટી ટિકિટ કબ્જે કરી હતી

ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષમાં ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી હતી. જેમાં 108 મેચની ડુપ્લિકેટ ટિકિટ અને 25 પેજ ટિકિટ ઝેરોક્ષ મળી આવી હતી. જેમાં 1 પેજ પર 3 ટિકિટની કલર પ્રિન્ટ બનાવી હતી. ડુપ્લિકેટ 108 ટિકિટ તેમજ 125 છપાયેલા પેજ પણ ઝડપાયા છે. જે તમામ પોલીસે કબજે કરી 4 આરોપીની કરી ધરપકડ છે. ટિકિટ વેચાય તે પહેલા જ આરોપીઓને દબોચી લેવાયા છે.

October 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક