Tag: navsari

  • PM Modi Gujarat Visit : ‘વીમેન લેડ ડેવલપમેન્ટ’ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની ભાવનાને સાકાર કરનારી યોજના, ‘જી-સફલ’ અને ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ

    PM Modi Gujarat Visit : ‘વીમેન લેડ ડેવલપમેન્ટ’ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની ભાવનાને સાકાર કરનારી યોજના, ‘જી-સફલ’ અને ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ

    News Continuous Bureau | Mumbai

    PM Modi Gujarat Visit : વડાપ્રધાનશ્રીના હસ્તે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ

    ૦૮મી માર્ચ-૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી થઇ હતી. આ ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપે તેમજ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી બે મહત્વપૂર્ણ યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના ‘વિમેન લેડ ડેવલપમેન્ટ’ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની ભાવનાને સાકાર કરનારી છે. આ યોજના વિશે થોડું જાણીએ.

     PM Modi Gujarat Visit : જી-સફલ (G-SAFAL – ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્મેન્ટીંગ લાઇવલીહૂડ)

    અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી 8 માર્ચના રોજ જી-સફલ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલીઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહુડ્સ) યોજના લોન્ચ કરવામાં આવશે. આ યોજના થકી આગામી પાંચ વર્ષમાં રાજ્યના 2 મહત્વાકાંક્ષી જિલ્લા તથા 13 મહત્વાકાંક્ષી તાલુકાના 50 હજાર અંત્યોદય અન્ન યોજના (AAY) કાર્ડધારક પરિવારોને લાભ આપવામાં આવશે. આ યોજના અંત્યોદય પરિવારની સ્વસહાય જૂથોની (SHG) મહિલાઓને નાણાંકીય સહાય અને ઉદ્યોગસાહસિક તાલીમ આપવા માટે છે.

    આ સમાચાર પણ વાંચો : International Womens Day : PM મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મહિલા અચીવર્સને સોંપ્યા

     PM Modi Gujarat Visit : યોજનાની વિશેષતાઓ

    • દરેક SHG મહિલાને ₹1 લાખ સહાય અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે
    • 5 વર્ષમાં 50,000 મહિલાઓ માટે ₹500 કરોડની સહાય
    • 50 થી 60 મહિલાઓ દીઠ 1 ફિલ્ડ કોચ
    • સાપ્તાહિક કોચિંગ અને ક્ષમતાનિર્માણ

     PM Modi Gujarat Visit : જી-મૈત્રી યોજના (G-MAITRI- ગુજરાત મેન્ટરશિપ અને એક્સીલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ)

    ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક ઉકેલો માટે સામાજિક સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી જી-મૈત્રી યોજના (G-MAITRI- ગુજરાત મેન્ટરશિપ અને એક્સીલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ) લોન્ચ કરવામાં આવશે. ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ (G-SEF) દ્વારા આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ આજીવિકા-કેન્દ્રિત સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે ₹50 કરોડ ફાળવ્યા છે. આ યોજનાથી ગુજરાતમાં 10 લાખ ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને આજીવિકાલક્ષી પ્રવૃતિઓ માટે સક્ષમ બનાવવામાં આવશે.

     PM Modi Gujarat Visit : યોજનાની વિશેષતાઓ

    • સામાજિક ઉદ્યમોને નવા સ્ટાર્ટઅપ અને વૃદ્ધિશીલ સ્ટાર્ટઅપ કેટેગરીમાં પ્રોત્સાહન સહાય આપવામાં આવશે
    • જી-મૈત્રી હેઠળ ગુજરાતમાં ગ્રામીણ મહિલાઓ અને યુવાનો માટે આજીવિકાને સક્ષમ કરતા નફાકારક અને બિનનફાકારક સામાજિક ઉદ્યમો ભાગ લઇ શકે છે
    • સીડ અને સ્કેલ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ દ્વારા 5 વર્ષમાં 150થી વધુ સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં આવશે
    • એન્ટરપ્રાઇઝના વિકાસ માટે ₹20 લાખ થી ₹30 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે
    • સીડ સ્ટાર્ટઅપ માટે ₹20 લાખ અને સ્કેલ સ્ટાર્ટ અપ માટે ₹30 લાખ સુધીની સહાય
    • ઉદ્યોગસાહસિકતા અને આત્મનિર્ભર માધ્યમો દ્વારા ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન મળશે
    • વર્કશોપ અને તાલીમ દ્વારા વ્યાપક ઇકોસિસ્ટમની ક્ષમતાઓનો વિકાસ કરવામાં આવશે

     

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • International Women’s Day : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’, 450 કરોડથી વધુની આપવામાં આવશે સહાય

    International Women’s Day : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’, 450 કરોડથી વધુની આપવામાં આવશે સહાય

    News Continuous Bureau | Mumbai

    International Women’s Day :

    • વડાપ્રધાનશ્રીના હસ્તે 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે
    • અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ

       વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, 8 માર્ચ, 2025 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના હસ્તે રાજ્યની 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, દેશની મહિલાઓને ઉદ્યોગસાહસિકતા માટે પ્રોત્સાહિત કરીને આર્થિક રીતે પગભર કરવા અને તેમનું સશક્તિકરણ કરવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2023ના રોજ ‘લખપતિ દીદી યોજના’નો આરંભ કરાવ્યો હતો. લખપતિ દીદી એ સ્વસહાય જૂથની મહિલા સભ્યો છે, જેઓ મહિલા સ્વાવલંબન થકી આવકના વિવિધ સ્ત્રોત જેવા કે કૃષિ, પશુપાલન, લઘુ ઉદ્યોગ વગેરેમાંથી માસિક rs 10,000 કે તેથી વધુની આવક અને વાર્ષિક ₹1 લાખ કે તેથી વધુ આવક મેળવે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વ્યાપક પ્રયાસોને કારણે આજે 1 લાખ 50 હજાર જેટલી મહિલાઓની વાર્ષિક આવક એક લાખ કે તેથી વધુ સુધી પહોંચી છે અને તેઓ લખપતિ દીદીઓ બની છે.

    આ સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માનિત કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યના 25 હજાર સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવશે.

    International Women’s Day : લખપતિ દીદી સંમેલન

    નવસારીમાં વાંસી બોરસી ખાતે યોજાનાર લખપતિ દીદી સંમેલનમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની 1 લાખ મહિલાઓ ભાગ લેશે. આ મહિલાઓમાં મોટાભાગે સ્વસહાય જૂથોની સભ્ય મહિલાઓ, જેઓ લખપતિ દીદી બની છે અથવા તો બનવાની ઇચ્છા ધરાવે છે, તેઓ સામેલ થશે. પસંદ કરવામાં આવેલ 10 લખપતિ દીદીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સંવાદ કરશે અને 5 લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરશે. આ ઉપરાંત, ગુજરાતમાં લખપતિ દીદી યોજના અંતર્ગત જે પ્રગતિ થઈ છે, તે દર્શાવતી એક ફિલ્મ પણ કાર્યક્રમ દરમિયાન બતાવવામાં આવશે. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન બે મહત્વપૂર્ણ રાજ્ય વિશિષ્ટ યોજનાઓ પણ લોન્ચ કરવામાં આવશે.

    International Women’s Day : જી-સફલ (G-SAFAL – ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્મેન્ટીંગ લાઇવલીહૂડ)

    અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી 8 માર્ચના રોજ જી-સફલ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલીઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહુડ્સ) યોજના લોન્ચ કરવામાં આવશે. આ યોજના થકી આગામી પાંચ વર્ષમાં રાજ્યના 2 મહત્વાકાંક્ષી જિલ્લા તથા 13 મહત્વાકાંક્ષી તાલુકાના 50 હજાર અંત્યોદય અન્ન યોજના (AAY) કાર્ડધારક પરિવારોને લાભ આપવામાં આવશે. આ યોજના અંત્યોદય પરિવારની સ્વસહાય જૂથોની (SHG) મહિલાઓને નાણાંકીય સહાય અને ઉદ્યોગસાહસિક તાલીમ આપવા માટે છે.

    આ સમાચાર પણ વાંચો : Lakhpati Didi Yojana : આત્મનિર્ભરતાનું ઉદાહરણ શ્રી સહજાનંદ સ્વામી સખીમંડળની બહેનો, ઓર્ગેનિક સાબુ-શેમ્પુ, અને કપડા ધોવાનો પાવડર બનાવીને કરે છે લાખો રૂપિયાની કમાણી..

    International Women’s Day :યોજનાની વિશેષતાઓ

    • દરેક SHG મહિલાને rs 1 લાખ સહાય અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે
    • 5 વર્ષમાં 50,000 મહિલાઓ માટે Rs 500 કરોડની સહાય
    • 50 થી 60 મહિલાઓ દીઠ 1 ફિલ્ડ કોચ
    • સાપ્તાહિક કોચિંગ અને ક્ષમતાનિર્માણ

    જી-મૈત્રી યોજના (G-MAITRI- ગુજરાત મેન્ટરશિપ અને એક્સીલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ)

    ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક ઉકેલો માટે સામાજિક સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી જી-મૈત્રી યોજના (G-MAITRI- ગુજરાત મેન્ટરશિપ અને એક્સીલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ) લોન્ચ કરવામાં આવશે. ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ (G-SEF) દ્વારા આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ આજીવિકા-કેન્દ્રિત સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે ₹50 કરોડ ફાળવ્યા છે. આ યોજનાથી ગુજરાતમાં 10 લાખ ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને આજીવિકાલક્ષી પ્રવૃતિઓ માટે સક્ષમ બનાવવામાં આવશે.

    International Women’s Day :યોજનાની વિશેષતાઓ

     • સામાજિક ઉદ્યમોને નવા સ્ટાર્ટઅપ અને વૃદ્ધિશીલ સ્ટાર્ટઅપ કેટેગરીમાં પ્રોત્સાહન સહાય આપવામાં આવશે
    • જી-મૈત્રી હેઠળ ગુજરાતમાં ગ્રામીણ મહિલાઓ અને યુવાનો માટે આજીવિકાને સક્ષમ કરતા નફાકારક અને બિનનફાકારક સામાજિક ઉદ્યમો ભાગ લઇ શકે છે
    • સીડ અને સ્કેલ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ દ્વારા 5 વર્ષમાં 150થી વધુ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવામાં આવશે
    • એન્ટરપ્રાઇઝના વિકાસ માટે ₹20 લાખ થી ₹30 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે
    • સીડ સ્ટાર્ટ અપ માટે ₹20 લાખ અને સ્કેલ સ્ટાર્ટ અપ માટે ₹30 લાખ સુધીની સહાય
    • ઉદ્યોગસાહસિકતા અને આત્મનિર્ભર માધ્યમો દ્વારા ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન મળશે
    • વર્કશોપ અને તાલીમ દ્વારા વ્યાપક ઇકોસિસ્ટમની ક્ષમતાઓનો વિકાસ કરવામાં આવશે

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપીને તેમજ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી બે મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘વીમેન લેડ ડેવલપમેન્ટ’ એટલેકે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની ભાવનાને સાકાર કરશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Navsari Ayurvedic Medicine Raid : ગુજરાતના આ શહેરમાં ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણ કરનારાઓનો પર્દાફાશ, રૂ. ૯૦ હજારની કિંમતનો દવાનો જથ્થો જપ્ત.

    Navsari Ayurvedic Medicine Raid : ગુજરાતના આ શહેરમાં ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણ કરનારાઓનો પર્દાફાશ, રૂ. ૯૦ હજારની કિંમતનો દવાનો જથ્થો જપ્ત.

    News Continuous Bureau | Mumbai

    Navsari Ayurvedic Medicine Raid :  ગુજરાતના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર  પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્યમંત્રી ઋષિકેશ  પટેલની કડક સૂચના અન્વયે રાજ્યમાં ( Gujarat Government ) ગેરકાયદેસર–બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.  

    જેના ભાગરૂપે તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર વગર પરવાને આયુર્વેદિક દવામાં ( Ayurvedic Medicine ) એલોપેથીક દવાની ભેળસેળ કરી ઉત્પાદન અને વેચાણ કરતાં નવસારીના કાંગવાઈ ગામે રહેતા ઇમરાન સુલેમાન મોલધારીયા નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ વ્યક્તિ પાસેથી આશરે રૂ. ૯૦ હજારનો એલોપેથીક દવાઓ તથા આયુર્વેદિક દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ડાયાબિટીસને લગતી આયુર્વેદિક દવાઓમાં એલોપેથીક દવા (  Allopathic medicine ) હોવાની શંકાને ધ્યાને રાખી આયુર્વેદિક દવાના ચકાસણી અર્થે અલગ અલગ કુલ ૧૦ દવાઓના નમુનાઓ લઈ પૃથક્કરણ કરવા માટે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો :  Panchkula Bus Accident : પંચકુલામાં બાળકોથી ભરેલી બસ ખાડામાં પડી, આટલા બાળકો ઘાયલ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ; જુઓ વિડીયો

    આ અંગે ગુજરાતના ( Navsari Ayurvedic Medicine Raid ) ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇંગ સ્કોડના વડા શ્રી એ.એ.રાદડિયા અને તેમની ટીમ, વડી કચેરીના અધિકારીશ્રી તથા નવસારી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશ્નર શ્રી જે.પી.પટેલ અને અન્ય અધિકારીશ્રીઓને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગેરકાયદેસર રીતે દવાનું ઉત્પાદન તેમજ વેચાણમાં સંડોવાયેલા વ્યક્તિ વિરુદ્ધ દવાના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી કડક કાયદેસરની કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Union Minister CR Patil:કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

    Union Minister CR Patil:કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

     News Continuous Bureau | Mumbai 

    • વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએઃ મંત્રી સી.આર.પાટીલ
    • વરસાદી પાણીના ટીપે ટીપાનો મહત્તમ સંગ્રહ કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી
    • સમગ્ર ગુજરાતમાં બંધ પડેલા ૧૪૮૦૦ બોરને રિચાર્જ કરવાનું આયોજન છેઃ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ
    • આગામી તા.૬ઠ્ઠી સપ્ટે.ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત ખાતે રેઈન વોટર હાર્વેસ્ટીંગ જાગૃતિનો કાર્યક્રમ યોજાશે
    • દક્ષિણ ગુજરાતના સુરત સહિતના ચાર જિલ્લાના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સહિતના પદાધિકારી-અધિકારીઓ જોડાયા

    Union Minister CR Patil:કેન્દ્રીય જળશકિત મંત્રીશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના મંત્રીઓ, પદાધિકારી-અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય જળ મિશન હેઠળ ‘કેચ ધ રેઈન’, રેઈન વોટર હાર્વેસ્ટીંગ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil


    મેરિડીયન હોટલ ખાતે જળશકિત મંત્રાલયના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ સૌને સાથે મળીને વરસાદરૂપી અમૃતના એક એક ટીપાને જમીનમાં સગ્રહ કરવા માટેના ભગીરથ કાર્યમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘કેચ ધ રેઈન’ના ધ્યેય સાથે જનભાગીદારીથી વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવાના સામૂહિક કાર્યનો આરંભ થઈ ચૂકયો છે. આપણા ઘર, મહોલ્લા, ગામ, શેરીઓ સુધી આ અભિયાનને લઈ જવાની હાંકલ કરતા તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં રાજયનું ૬૫ ટકા પાણી રહેલું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ૨૦ નદીઓને જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સાથે મળીને ભૂગર્ભ જળસંગ્રહના હેતુ સાથે ૨૪,૮૦૦ બોર કરવા જઈ રહ્યા છીએ. જમીનના પેટાળમાં મોટી માત્રામાં પાણીના જથ્થાનો સંગ્રહ કરવાની તાકાત રહેલી છે.

    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil

    આ સમાચાર પણ વાંચો:Raas Garba:જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવાની સુવર્ણ તક

    વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વની ૧૮ ટકા વસ્તી અને પશુધન ભારતમાં છે, જયારે પાણી માત્ર ચાર ટકા છે. આ ચાર ટકા પાણીનું વ્યવસ્થિત પ્લાનીંગ કરીશું તો ભવિષ્યમાં પાણીની સમસ્યા નહી રહે. પહેલાના સમયમાં લોકો પાણીની પરબ બંધાવતા હતા, જેથી તેનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. આગામી તા.૬ઠ્ઠીએ રેઈન વોટર હાર્વેસ્ટીંગ અંગેનો કાર્યક્રમ વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરતના આંગણે થનાર છે, જેમાં પણ મોટી સંખ્યામાં સૌને હાજર રહેવાનો અનુરોધ કર્યો હતો.

    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil

    આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે વોટર રિચાર્જીંગના કાર્યને સૌ સાથે મળીને જનઆંદોલનરૂપે ઉપાડવાનો અનુરોધ કર્યો હતો. તાજેતરમાં ઓલપાડના દેલાડમાં ૧૩૬ બોર કરાયા હોવાનું જણાવી ઉમેર્યું કે, અગાઉ આ ગામમાં ટીડીએસનું પ્રમાણ ૧૧૦૦થી ૧૨૦૦ હતું, જ્યાં બોર કર્યા બાદ ઘટીને ૬૦૦ ટીડીએસ જેટલું થયું હોવાનું તેમજ સમગ્ર ગુજરાતમાં ૧૪૮૦૦ બોર બંધ પડેલા છે, જેમાંથી ૧૦ હજાર બોરને રિચાર્જ કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil

    આ સમાચાર પણ વાંચો:Prime Minister:પ્રધાનમંત્રી 31 ઓગસ્ટનાં રોજ ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે

    આ પ્રસંગે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, રેઈન વોટર હાર્વેસ્ટીંગ વધુમાં વધુ લોકો સામેલ થાય તે માટે પાલિકા દ્વારા જનભાગીદારીની પોલિસી બનાવી હતી, જેમાં ૭૦ ટકા સરકાર, ૨૦ ટકા પદાધિકારીઓની ગ્રાંટ તથા ૧૦ ટકા પાલિકાના સ્વ-ભંડોળમાંથી આપવામાં આવે છે. આગામી સમયમાં દરેક ઝોન-વોર્ડ કક્ષાએ જનજાગૃતિ લાવીને સોસાયટીઓમાં, ઘરોમાં લોકો મહત્તમ વોટર રિચાર્જના કાર્યમાં જોડાય તે માટે કાર્યક્રમો કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. આ ઉપરાંત ૨૦૩૮ જેટલી સરકારી પ્રિમાઈસીસમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવામાં આવશે. એક થી દોઢ લાખના ખર્ચે કરોડો લિટર પાણીનો જથ્થો જમીનમાં સગ્રહ થાય તે માટેની જુદી જુદી ડિઝાઈન પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે.

    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil

    જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ આગામી સમયમાં સુરત જિલ્લામાં ૨૦૩૧ જેટલા રેઈન વોટર હાર્વેસ્ટીંગના કાર્યો હાથ ધરવામાં આવનાર છે એમ જણાવી ગામ, તાલુકા પંચાયતો સ્વ-ભંડોળમાંથી ઈન્ડસ્ટ્રીઝના સહકારથી જનભાગીદારી સાથે વધુમાં વધુ પાણીને સંગ્રહિત કરવા, વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.
    આ અવસરે નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ સર્વ શ્રી મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, ધવલ પટેલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, દ.ગુજરાતના સુરત સહિત નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના ધારાસભ્યો, કલેકટરશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં જનજાગૃતિ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat: નવસારીના દરિયાકાંઠેથી ત્રીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું

    Gujarat: નવસારીના દરિયાકાંઠેથી ત્રીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું

    News Continuous Bureau | Mumbai 

     

    • પાંચ કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ પાંચ જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થ પેકેટ નંગ ૫૦ જેનું કુલ વજન ૫૦ કિલો જપ્ત કરવામાં આવ્યું છે.

    • એલ.સી.બી., એસ.ઓ.જી. અને દરિયાઈ કાંઠો ધરાવતા મરોલી, ગણદેવી, બીલીમોરા, તથા જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

    • આ માદક પદાર્થની અંદાજિત કિંમત ₹30,00,00,000/ (ત્રીસ કરોડ) આંકવામાં આવી છે.

     

    આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics :બારામતીમાં ફરી જોવા મળશે પવાર v/s પવાર ની લડાઈ; પત્ની હારી, હવે અજિત પવાર પોતાના પુત્રને મેદાનમાં ઉતારશે? ચર્ચાનું બજાર ગરમ..

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Gujarat Rain: ગુજરાતમાં ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો વધુ વરસાદ

    Gujarat Rain: ગુજરાતમાં ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો વધુ વરસાદ

    News Continuous Bureau | Mumbai

    Gujarat Rain: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી ( Navsari ) અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ  તાલુકામાં નવ ઇંચ જ્યારે વલસાડ ( Valsad ) જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત – સાત ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના ડાંગ – આહવા તાલુકા, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને નવસારી જિલ્લાના ચિખલી અને વાંસદા મળીને કુલ ચાર તાલુકામાં છ – છ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.     

               આ ઉપરાંત વઘઈ અને પારડી તાલુકામાં પાંચ – પાંચ ઇંચ, જ્યારે વાપી, સુબીર અને ડોલવણ મળીને કુલ ત્રણ તાલુકામાં ચાર –ચાર ઇંચ, તથા ઉમરગામ, તિલકવાડા, અને ગણદેવી મળીને કુલ ત્રણ તાલુકામાં બે –બે ઇંચ વરસાદ ( Heavy Rain ) નોંધાયો છે.

    આ સમાચાર પણ વાંચો: Sardar Sarovar Dam: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ

               ગુજરાતના ( Gujarat  ) સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- ગાંધીનગર ( State Emergency Operation Center- Gandhinagar ) દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૦૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૭ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૮૬ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં ૮૧ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૭ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત,  ઉત્તર ગુજરાતમાં ૫૦ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૮ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Blood donation: સુરત-નવસારીના યંગસ્ટરોના ‘વન બ્લડ અનાવિલ ગ્રુપે’ ૪ વર્ષમાં ૪૭ કેમ્પ યોજી ૩૪૭૨ યુનિટ રક્ત એકત્ર કરી શહેરની જુદી જુદી બ્લડ બેન્કમાં અર્પણ કર્યું

    Blood donation: સુરત-નવસારીના યંગસ્ટરોના ‘વન બ્લડ અનાવિલ ગ્રુપે’ ૪ વર્ષમાં ૪૭ કેમ્પ યોજી ૩૪૭૨ યુનિટ રક્ત એકત્ર કરી શહેરની જુદી જુદી બ્લડ બેન્કમાં અર્પણ કર્યું

    News Continuous Bureau | Mumbai  

    Blood donation:  સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે અને લોકો રક્તદાનની પ્રવૃત્તિ સાથે જોડાઈને અન્યને પ્રેરિત કરે તેવા આશયથી વર્ષ ૨૦૨૦માં સુરત-નવસારીના યંગસ્ટરો દ્વારા ‘વન બ્લડ અનાવિલ ગ્રુપ’ની ( One Blood Anavil Group ) સ્થાપના કરવામાં આવી હતી અને જોતજોતામાં આજદિન સુધી ફકત ચાર વર્ષમાં ૪૭ કેમ્પ યોજી ૩૪૭૨ યુનિટ રક્ત તથા ઇમરજન્સીમાં ૨૯૧ યુનિટ રક્ત આપીને લોકોના જીવ બચાવવામાં મદદરૂપ બન્યા છે. 

               ઈમરજન્સીના સમયે દર્દીઓએ રક્ત માટે ભટકવું ન પડે અને સરળતાથી રક્ત મળી રહે તેવા ઉમદા વિચાર સાથે વર્ષ ૨૦૨૧ માં ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે પ્રથમ રક્તદાન શિબિર યોજી ૩૫૦ યુનિટ રક્ત એકત્ર કરી વન બ્લડ અનાવલ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. 

    'One Blood Anvil Group' of youngsters of Surat-Navsari conducted 47 camps in 4 years and collected 3472 units of blood and donated it to different blood banks of the city.
    ‘One Blood Anvil Group’ of youngsters of Surat-Navsari conducted 47 camps in 4 years and collected 3472 units of blood and donated it to different blood banks of the city.

               કોવિડ- ૧૯ની બીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓની રક્તની માંગને પહોંચી વળવા માત્ર ૧૨ દિવસમાં ૧૭ રક્તદાન કેમ્પ યોજી ૫૫૧ યુનિટ રક્ત એકત્ર કરી  જૂદી જૂદી બ્લડ બેન્કમાં અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ L&Tના ગ્રુપ ચેરમેન અનિલભાઈ નાયકના જન્મદિન પ્રસંગે યોજાયેલ રક્તદાન શિબિરમાં ૫૬૦ યુનિટ રક્ત એકત્ર કરાયુ હતું. સુરત ( Surat ) સહિત નવસારી ( Navsari ) , વલસાડ જિલ્લામાં પણ રક્તદાન કેમ્પનું ઓયાજન કરીને રક્તની ધારાને અવિરત વહેતી રાખવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. 

    'One Blood Anvil Group' of youngsters of Surat-Navsari conducted 47 camps in 4 years and collected 3472 units of blood and donated it to different blood banks of the city.
    ‘One Blood Anvil Group’ of youngsters of Surat-Navsari conducted 47 camps in 4 years and collected 3472 units of blood and donated it to different blood banks of the city.

    આ સમાચાર   પણ વાંચો :  Mumbai Chawl Wall Collapsed : મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં ચાલીની દિવાલ થઇ ધરાશાયી, દુર્ઘટનામાં આટલા લોકોના થયા મોત..

               આ ગ્રુપ માત્ર રક્તદાન શિબિર ( Blood Donation Camp ) સુધી સીમિત ન રહેતા આવનારી પેઢી સ્વસ્થ રહે અને ભવિષ્યમાં રક્તને લગતી કોઈ સમસ્યા ન થાય તેના માટે બાળકોમાં તેમાં પણ ખાસ કરીને આદિવાસી અને ગરીબ બાળકોના થેલેસેમિયા, સિકલસેલ તથા CBC ટેસ્ટ કરી નિષ્ણાત તબીબો થકી જરૂરી દવા તથા માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આજના ડિજિટલ યુગમાં રક્તદાતાઓ ( blood donors)  અને જરૂરિયાતમંદ દર્દીઓની સરળતા માટે મોબાઈલ એપ બનાવી એક કદમ આગળ વધી રહ્યા છે. ગ્રુપની કરોડરજ્જુ સમાન સ્વયંસેવકો ૨૪x૭ રક્તદાનના કાર્ય માટે સતત તત્પર હોય છે. 

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Lok Sabha Elections: લોકશાહીના પર્વની થઇ રહી છે ઉત્સાહભેર ઉજવણી, નવસારી લોકસભાની બેઠક પર ૪૮.૦૩ ટકા તથા બારડોલી લોકસભા બેઠક પર ૫૧.૯૭ ટકા મતદાન નોંધાયું.

    Lok Sabha Elections: લોકશાહીના પર્વની થઇ રહી છે ઉત્સાહભેર ઉજવણી, નવસારી લોકસભાની બેઠક પર ૪૮.૦૩ ટકા તથા બારડોલી લોકસભા બેઠક પર ૫૧.૯૭ ટકા મતદાન નોંધાયું.

    News Continuous Bureau | Mumbai

    Lok Sabha Elections: ૨૩- બારડોલી અને ૨૫-નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરત ( Surat ) જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોમાં સવારથી જ મતદારોએ લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે યુવાઓ, મહિલાઓ, વૃધ્ધજનોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. 

                   જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધી અને તેમના ધર્મપત્ની શ્રીમતી રાગિણી પારધી સાથે નવસારી ( Navsari ) સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૬૫-મજુરા વિધાનસભાના અઠવાલાઈન્સ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા-૫ ખાતે મતદાન કર્યું હતું.  

                  નવસારી લોકસભા બેઠકના ( Lok Sabha Seat ) ઉમેદવાર શ્રી સી.આર.પાટિલે સપરિવાર ભટાર સ્થિત ઉત્તર ગુજરાત શાળામાં મતદાન કર્યુ હતું. હતી. ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ નવસારી લોકસભામાં સમાવિષ્ટ ૧૫૬-મજુરા વિધાનસભાના પીપલોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે પરિવાર સાથે મતદાન ( Voting ) કર્યું હતું. આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજી હળપતિએ માંડવી તાલુકાની ઝરીમોરા પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. 

    આ સમાચાર પણ વાંચો : CISCE : સીઆઈએસસીઈ વિદ્યાર્થીઓને અનુકૂળ સુલભતા સાથે સશક્ત બનાવે છે: 2024ની વાસ્તવિક-સમયની પરીક્ષાના પરિણામોની ઘોષણા અને ડિજિલોકર દ્વારા માર્કશીટ અને પ્રમાણપત્રોની ઉપલબ્ધતા

                બારડોલી ( Bardoli ) સંસદીય મતવિસ્તારમાં સવારના ૭.૦૦ થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ૫૧.૯૭ ટકા મતદાન થયું હતું. વિગતવાર જોઈએ તો, માંગરોળ વિધાનસભા બેઠક પર ૫૫.૦૬ ટકા, માંડવી બેઠક ૫૭.૨૪ ટકા, કામરેજ બેઠક પર ૩૮.૨૨ ટકા, બારડોલી બેઠક પર  ૫૨.૩૮ ટકા, મહુવામાં ૫૨.૭૧ ટકા, વ્યારામાં ૫૭.૧૭ ટકા અને નિઝરમાં ૬૬.૫૪ ટકા મતદાન થવા પામ્યું હતું. 

                  નવસારી સંસદીય મતવિસ્તારમાં ૪૮.૦૩ ટકા મતદાન થયું હતું. વિગતવાર જોઈએ તો, ઉધના વિધાનસભામાં ૪૧.૦૯%, લિંબાયત વિધાનસભા બેઠક પર ૪૪.૧૫ %, મજૂરામાં ૪૪.૪૩ ટકા, ચોર્યાસીમાં ૪૪.૧૭ ટકા, જલાલપોરમાં ૫૫.૩૨ ટકા, નવસારીમાં ૫૫.૫૩ ટકા અને ગણદેવી બેઠક પર ૫૮.૦૬ ટકા મતદાન નોંધાયું હતું.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat weather : ગુજરાતમાં ફરી માવઠું, સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં આ તારીખે પડશે કમોસમી વરસાદ

    Gujarat weather : ગુજરાતમાં ફરી માવઠું, સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં આ તારીખે પડશે કમોસમી વરસાદ

     News Continuous Bureau | Mumbai  

    Gujarat weather : ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હવામાનમાં ફેરપલટો થવાની શક્યતા છે. જેના કારણે આગામી તા.૧૨ અને ૧૩ એપ્રિલ દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. 

    આ સમાચાર પણ વાંચો : Loksabha Election 2024 : ગુજરાતના આ જિલ્લામાં ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૭૧ શતાયુ મતદારો કરશે મતદાન, લોકશાહીના મહાપર્વમાં નોંધાવશે ભાગીદારી

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Millet Festival-2024 : આગવી સૂઝબૂઝથી નવસારીની આ મહિલાએ શરૂ કર્યો વ્યવસાય, બન્યાં પગભર; હવે નોકરિયાત કરતા કરે છે પણ વધુ કમાણી.

    Millet Festival-2024 : આગવી સૂઝબૂઝથી નવસારીની આ મહિલાએ શરૂ કર્યો વ્યવસાય, બન્યાં પગભર; હવે નોકરિયાત કરતા કરે છે પણ વધુ કમાણી.

    News Continuous Bureau | Mumbai

    Millet Festival-2024 : અંતરિયાળ વિસ્તારના અને ઓછો અભ્યાસ કર્યો હોવા છતાં નવસારી ( Navsari ) જિલ્લાના ખેરગામના મહિલા ખેડૂત ( woman farmer ) શમશાદબેન મુલ્લાએ પોતાની આગવી સુઝબુઝથી ગુલાબની ખેતી ( Rose cultivation ) અને તેનું મૂલ્યવર્ધન શરૂ કરી પગભર બન્યાં છે. વિવિધ ઓર્ગેનિક પ્રોડક્ટસનો પોતાનો બિઝનેસ શરૂ કરી મહિને રૂ.૬૦ હજારની આવક મેળવી તેઓ આત્મનિર્ભર બન્યાં છે. તેઓ બે દીકરીઓ, દીકરો અને પતિની મદદથી ગુલાબમાંથી ગુલકંદ, ગુલાબજળ, ફેસ પેક, આયુર્વેદિક હેર ઓઇલ, ગુલાબ-તુલસી-આમળા-ગળોના પાવડર, મીઠા લીમડા- કરીયાતુ- મામેજવા-નીમ-સતાવરી-સરગવાના પાન- સરગવાની શીંગ-ભૃંગરાજ જેવા વિવિધ પાવડર, વેજંતીની માળ સહિતની અનેક ચીજવસ્તુ બનાવી તેનું દેશ અને પરદેશમાં વેચાણ કરે છે. સરકાર દ્વારા યોજાતા મેળાઓથી પ્રસિદ્ધિ મળતા દેશવિદેશમાં અમારી ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ વધી હોવાનો મત તેઓ વ્યક્ત કરી રહ્યા છે.

    સુરતના મજુરાગેટ સ્થિત શ્રી દયાળજી અનાવિલ કેળવણી મડળ, દયાળજી દેસાઇ ચોક ખાતે તા.૩ માર્ચ સુધી આયોજિત ત્રિદિવસીય મિલેટ એક્ષ્પોમાં ઓર્ગેનિક પ્રોડક્ટસના ( organic products ) વેચવા માટે આવેલા શમશાદબેન ઝાકીરહુસેન મુલ્લા ( Shamshadben Mulla ) ખેરગામમાં ( Khergam ) એક વીઘા જમીનમાં ગુલાબની ખેતી દ્વારા શિક્ષિત અને નોકરિયાત કરતા પણ વધુ કમાણી કરે છે.

    Shamshadben who came to Surat Millet Expo became self-sufficient by making organic products
    Shamshadben who came to Surat Millet Expo became self-sufficient by making organic products

    શિક્ષિત હોવું એ આજના આધુનિક યુગમાં અનિવાર્ય છે, પરંતુ શિક્ષણ ન મેળવવા છતાં કોઠાસૂઝથી આગળ વધવું શક્ય છે આ વાતને શમશાદબેને પૂરવાર કરી છે. મહિલા ખેડૂત અને સશક્ત નારીના ( Empowered women ) રૂપમાં તેમણે આગવી ઓળખ અને નામના પણ મેળવી છે.

    આ સમાચાર પણ વાંચો :  Parshottam Rupala: માછીમારોના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રુપાલાએ આ ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો કરાવ્યો શુભારંભ

    શમશાદબેન જણાવે છે કે, આજથી ૧૪ વર્ષ પહેલા ખેતમજૂરી કરતાં હતા. પછાત વિસ્તારમાં વર્ષો પહેલા મહિલાઓને શિક્ષણ માટે કોઈ પ્રોત્સાહન ન હતું. પણ મને કાંઈક નવું કરવાની અને સ્વરોજગારીની ધગશ હતી. જેથી ખેતી ગુલાબના છોડમાંથી વિવિધ ઓર્ગેનિક પ્રોડકટસ બનાવવાનું કામ શરૂ કર્યું અને તેના થકી સારી રોજગારી મળવાની શરૂ થઈ હતી.

    Shamshadben who came to Surat Millet Expo became self-sufficient by making organic products
    Shamshadben who came to Surat Millet Expo became self-sufficient by making organic products

    શરૂઆતના સમયમાં રસ્તા પર બેસી પોતાની બનાવેલી પ્રોડક્ટસનું વેચાણ કરતી હતી. ઉપરાંત, વિવિધ એક્ઝિબીશન, મેળાઓમાં ભાગ લેવાનું શરૂ કરી ધીરે ધીરે આગળ વધતી ગઈ. આ કામથી હવે હું મહિને ૬૦ હજારની આવક મેળવી રહી છું. ગુલાબમાંથી બનાવેલી ઓર્ગેનિક પ્રોડક્ટની પરદેશમાં પણ માંગ રહે છે. પ્રવાસીઓ ઓર્ગેનિક વસ્તુની ખરીદી કરવા મારા ગામમાં આવે છે એમ તેઓ જણાવે છે.

    અગાઉ શમશાદબહેને એકલા હાથે બિઝનેસની શરૂઆત કરી હતી અને પછી પરિવારજનોનો સાથ મળતો ગયો. અનેક મુશ્કેલીઓ આવી છતાં હાર્યા વગર આગળ વધતા ગયા. આજે તેઓ અનેક ગ્રામીણ મહિલાઓ માટે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.