Tag: palitana

  • Palitana: પાલીતાણામાં તળેટી ખાતે કાઢવામાં આવી શોભાયાત્રા, પ્રથમ વખત વૈભવી વિન્ટેજ કારમાં નગર પ્રવેશ થયો; જુઓ તસવીરો..

    Palitana: પાલીતાણામાં તળેટી ખાતે કાઢવામાં આવી શોભાયાત્રા, પ્રથમ વખત વૈભવી વિન્ટેજ કારમાં નગર પ્રવેશ થયો; જુઓ તસવીરો..

    News Continuous Bureau | Mumbai

    Palitana Procession taken out at the foothills, luxury vintage cars enter the town for the first time; See pictures.5

    Palitana: ભાવનગર ( Bhavnagar ) જિલ્લાના પાલીતાણામાં તળેટી ખાતે મુકેશધામ મધ્ય શંખ આકાર દેરાસર ખાતે નૂતન પ્રતિમાનો ૪૯૩ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વૈભવી વિન્ટેજ કારમાં નગર પ્રવેશ થયો હતો. આ પ્રતિ। મહોત્સવમાં સહભાગી થવા દેશભરમાંથી શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટયા પડયા હતા.

    Palitana Procession taken out at the foothills, luxury vintage cars enter the town for the first time; See pictures.5

     

    Palitana: શંખાકાર જિનાલય પાલીતાણા ખાતે પૂજય આચાર્ય શ્રીમદ્દ વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા., પૂજય મુનિરાજ જયભદ્ર વિજયજી મહારાજ કેવલ પૂર્ણ ને વિજયજી મહારાજની પાવન નિશ્રામાં પ્રતિ । ને મહોત્સવનો ગત તા.૨૨ થી પ્રારંભ થયો હતો.

    આ સમાચાર પણ વાંચો : કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારેય ધામોના પરિસરમાં આ વસ્તુ પર પ્રતિબંધ, રીલ કે વીડિયો બનાવવા પર થશે કડક કાર્યવાહી..

    Palitana Procession taken out at the foothills, luxury vintage cars enter the town for the first time; See pictures.5

    Palitana: તા.૨૭ ના રોજ નૂતન આઠ ભગવાનનો નગર પ્રવેશ વૈભવી વિન્ટેજ કારમાં થયો હતો. બપોરે ૧૮ અભિષેક, રાત્રીના ભાવના સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

    Palitana Procession taken out at the foothills, luxury vintage cars enter the town for the first time; See pictures.5

    Palitana: સંઘવી પ્રતિભાબેન મુકેશભાઈ, ડો. મુકેશભાઈ સોમચંદ શાહ પરિવાર તેમજ મંગળ દાતા પરિવારોએ ધર્મલાભ લીધો હતો. શંખાકાર જિનાલયમાં ડો. મુકેશભાઈ શાહના અષ્ટસ માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.

  • Shatrunjaya Mountains: આ પર્વત પર 900 મંદિરો બંધાયા છે, દુનિયામાં આના જેવું બીજું કોઈ નથી! જાણો ક્યાં છે આ અનોખો પર્વત..

    Shatrunjaya Mountains: આ પર્વત પર 900 મંદિરો બંધાયા છે, દુનિયામાં આના જેવું બીજું કોઈ નથી! જાણો ક્યાં છે આ અનોખો પર્વત..

    News Continuous Bureau | Mumbai

    Shatrunjaya Mountains: તમને વિશ્વ (World) માં સ્થાને સ્થાને ઘણી વિવિધતા જોવા મળશે. વિવિધ શહેરોમાં વિવિધ પ્રકારની વસ્તુઓ લોકોને આકર્ષે છે. કેટલીક વસ્તુઓ પોતાનામાં ખૂબ જ ખાસ હોય છે. તેમાં સમુદ્ર, ધોધ, તળાવો અને પર્વતો વગેરેનો સમાવેશ થાય છે. આ બધાની વચ્ચે દુનિયામાં એક એવો પર્વત છે. જેના પર 900 મંદિરો બનાવવામાં આવ્યા છે.

    900 મંદિરોનો પર્વત

    આ પર્વત ભારતમાં સ્થિત છે અને લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. ખાસ વાત એ છે કે આ એકમાત્ર પર્વત છે. જેના પર આટલા બધા મંદિરો બનેલા છે. આવો જાણીએ આ પર્વત કયા રાજ્યમાં આવેલો છે અને તેની પાછળની વાત શું છે…

    આ પર્વત ક્યાં છે?

    આ પર્વતનું નામ “શત્રુંજય પર્વત” (Shatrunjaya Mountains) છે અને તે પાલીતાણા (Palitana) શત્રુંજય નદીના કિનારે આવેલો છે. અહીં લગભગ 900 મંદિરો છે. જેનું નિર્માણ થઈ ગયું છે. આટલા બધા મંદિરો હોવાને કારણે આ પર્વત લોકોની આસ્થાનું મહત્વનું સ્થાન છે અને દર વર્ષે અહીં અનેક શ્રદ્ધાળુઓ આવે છે. આ પર્વત ભારતના ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલો છે. તે ભાવનગર જિલ્લાની બહાર, ભાવનગર શહેરથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 50 કિમી દૂર આવેલું છે.

    આ સમાચાર પણ વાંચો: PM Modi France Visit: ફ્રાન્સમાં UPI વાપરી શકશો.. પ્રવાસીઓ રૂપિયામાં પેમેન્ટ કરી શકે છે, સ્ટુડન્ટ વિઝા પર પણ છૂટ. PM મોદી

    જૈન ધર્મનું મુખ્ય તીર્થધામ છે

    જૈન તીર્થંકર ભગવાન ઋષભદેવે આ પર્વત પર ધ્યાન કર્યું હતું અને તેમણે પોતાનો પ્રથમ ઉપદેશ અહીં આપ્યો હતો. અહીંના મુખ્ય મંદિરો ઊંચાઈએ આવેલા છે અને તેથી ભક્તોને ત્યાં પહોંચવા માટે લગભગ 3,000 પગથિયાં ચઢવા પડે છે. 24 તીર્થંકરોમાંથી 23 તીર્થંકરો પણ આ પર્વત પર પહોંચ્યા હતા, જેના કારણે તેને ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

    મંદિરો પ્રકાશમાં ઝળકે છે

    પર્વત પર આવેલું મંદિર આરસનું બનેલું છે અને તેની સુંદરતા આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરો 11મી સદીમાં બનાવવામાં આવ્યા હતા. આ મંદિરોની ખાસ કોતરણી કાળજીપૂર્વક કરવામાં આવી છે, કારણ કે જ્યારે સૂર્યના કિરણો પડે છે, ત્યારે આ મંદિરો વધુ ચમકે છે. ચંદ્રના પ્રકાશમાં જોવામાં આવે ત્યારે પણ તેઓ મોતીની જેમ ચમકે છે.
    આ મંદિર વિશ્વનું એકમાત્ર શાકાહારી શહેર પાલિતાણામાં આવેલું છે. આ શહેર કાયદેસર રીતે શાકાહારી છે અને કોઈ માંસનું સેવન કરવામાં આવતું નથી, જે તેને વિશ્વના અન્ય શહેરોથી અલગ બનાવે છે. આ પર્વતના મંદિરો એક એવી જગ્યા છે. જ્યાં લોકો આદર અને સન્માન સાથે આવે છે.

    આ સમાચાર પણ વાંચો: Monsoon 2023: જોશીમઠ પર ‘પ્રલય’ને કારણે મોટું જોખમ તોળાઈ રહ્યું છે! વરસાદને કારણે તિરાડો વધવા લાગી, જમીન ધસવા લાગી છે..

  • પાલિતાણા નજીકના શંખેશ્વર પાર્શ્વનાથ દાદા નો અંજન સલાકા મહોત્સવ યોજાશે

    પાલિતાણા નજીકના શંખેશ્વર પાર્શ્વનાથ દાદા નો અંજન સલાકા મહોત્સવ યોજાશે

    News Continuous Bureau | Mumbai

    પાલિતાણા નજીકના શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો અંજન સલાકા મહોત્સવ યોજાશે આચાર્ય ભગવાન આદિ ગુરુ ભગવાન, બંધુબેલડી આચાર્ય દેવ જીન ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજા અને આચાર્ય દેવ હેમચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજાની પાવન પ્રેરણાથી નિર્માણ પામેલ અયોધ્યાપુરમ તીર્થમાં પહોંચશે. ત્યાંથી બીજા પણ યાત્રિકો, આ સંઘ યાત્રામાં જોડાશે. આ સંઘ તા. ૧૩ ના રોજ પાલીતાણા પહોંચશે. અને તા. ૧૪/૧૨ ના સમગ્ર શત્રુંજય તીર્થની પૂજા સાથે ગિરિરાજ ઉપર સંઘમાળ આયોજન થશે. પાલીતાણા શત્રુંજય ગીરીરાજની નજીકમાં શંખેશ્વર જેવું જ શંખેશ્વર ૫૨ જિનાલય અને તેમાં શંખેશ્વર પરમાત્મા જેવા જ આબેહુબ શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનુ નિર્માણ થયું છે. જેની પ્રતિષ્ઠા છે. જેની પ્રતિષ્ઠા અંજન સલાકા અનેક મહોત્સવ સાથે આયાજન કરાયુ છે. આમ પાલીતાણા ખાતે સમગ્ર ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં અનેક જૈન ધર્મના અસ્તિત્વ ભાગ લેશે આમાં ઉત્સવમાં અનેક લોકો બહારથી આવશે ને ભાગ લેશે જેમાં સામાજિક અને રાજકીય ગ્રહ પણ આ તકે હાજરી આપશે અને આ કાર્યક્રમમાં ભાગ લેશે આમાં સમગ્ર કાર્યક્રમમાં બહારથી બહોળા પ્રમાણમાં લોકો લાભ લેવા માટે જૈન મંદિર ખાતે પધારશે . .

  • શેત્રુંજય પહાડ પર સિંહ દેખાતા ચિંતા – જુઓ વિડિયો

    શેત્રુંજય પહાડ પર સિંહ દેખાતા ચિંતા – જુઓ વિડિયો

    News Continuous Bureau | Mumbai

    જૈનોના ધાર્મિક સ્થળ એવા શેત્રુંજય તીર્થ સ્થળે(Shatrunjay Giriraj Jain Tirth) દેશભરમાંથી લોકો દર્શનાર્થે આવતા હોય છે. દરમિયાન પાલીતાણા(Palitana)ના શેત્રુંજય પર્વત(Shatrunjay Mountain) તથા ગિરિરાજની તળેટીમાં વનરાજો(Lion) લટાર મારતા જોવા મળ્યા છે.  

     

    પ્રાપ્ત જાણકારી મુજબ શેત્રુંજય પર્વત(Shatrunjay Hill)ની જેસર (Jesar Revenue) પાલીતાણા ગારીયાધાર વિસ્તારમાં 15 જેટલા વનરાજો વિચરી રહ્યા છે. તાજેતરમાં જ વરસાદી વાતાવરણ(rainy season) વચ્ચે ભયંકર ગર્જના સાથે સિંહ પર્વતના યાત્રાળુઓના પગથિયાવાળો રસ્તો ક્રોસ કરીને તલાવડીમાં પાણી પીવા પહોંચી ગયો હતો. આ દરમિયાન અહીં હાજર એક યાત્રિકે તેનો વિડીયો ઉતારી આ અંગે તંત્રને જાણ કરી. 

     

    વન વિભાગ(forest department) દ્વારા વિડીયો મળ્યા બાદ આ અંગે તપાસ કરતા સિંહનું પગેરુ મળ્યું હોવાનું બિન સત્તાવાર પુષ્ટિ કરાઈ છે. આ ઉપરાંત પાલિતાણા અને જેસર પંથકમાં 14થી વધુ સિંહો આંટાફેરા કરતા હોવાનું જણાવ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો : આ સડક સમ્મોહન શું છે- બોમ્બે પુના હાઈવે પર એક્સિડન્ટ થઈ ગયા પછી નવી ચર્ચા સામે આવી

    ઉલ્લેખનીય છે કે પાલિતાણામાં ચાતુર્માસ દરમિયાન મોટાભાગના યાત્રાળુઓ ધર્મમાં નિષેધ હોવાથી યાત્રા કરતા નથી. પરંતુ તે સિવાય રોજના દોઢથી બે હજાર યાત્રાળુઓ પાલિતાણાની યાત્રા કરતા હોય છે.