• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - plastic waste
Tag:

plastic waste

Zero Waste Event 'World Environment Day 2025' Mahatma Mandir - Zero Waste Event
રાજ્ય

Zero Waste Event : ‘વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫’ મહાત્મા મંદિર – ઝીરો વેસ્ટ ઇવેન્ટ

by kalpana Verat June 5, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Zero Waste Event : આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયક્લિંગ સોલ્યુશન્સના પ્રદર્શનની મુલાકાત લઈને રસપ્રદ માહિતી મેળવી હતી. આ વેળાએ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.

આજે મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં ૧૧ જેટલા પ્રોજેક્ટોનો લોકાર્પણ, ખાતમુહૂર્ત, ઇ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણના માધ્યમ થકી સંતુલિત વિકાસ તરફ રાજ્યને વેગ મળશે તેમજ પર્યાવરણની સાથે સાથે ગુજરાતનો વિકાસ જળવાઈ રહે, ઉદ્યોગકારોને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો આધાર મળે તે માટે રાજ્ય સરકાર અવિરત પ્રયત્નો કરી રહી છે.

આ પ્રદર્શનીમાં ઈશિત્વા રોબોટિક સિસ્ટમ્સ પ્રા. લિ. દ્વારા એવી મશીનરી વિક્સાવવામાં આવી છે કે, જે આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સની મદદથી પ્લાસ્ટીકના કચરાને અલગ તારવી શકે છે અને કચરાનું વર્ગીકરક્ણ ચોક્કસ થઇ શકે છે. આ મશીનરીની મદદથી માનવબળ પરનું ભારણ ઘટી શકે છે. વોલ્યુમ પ્રદર્શનીમાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિકના કચરામાંથી હાથ વણાટથી ફેશનેબલ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ વસ્તુઓ મહિલાઓની આજે આજીવિકાની તકો ઊભી કરે છે અને નાગરિકોમાં સંતુલિત જીવનશૈલીને પ્રેરણા આપે છે. સિંગલ-યુઝ પ્લાસ્ટિક (SUP) ને હેન્ડબેગ અને ફેશન વસ્તુઓમાં રૂપાંતરિત કરવાની પહેલથી ગુજરાતમાં પ્લાસ્ટિક પ્રદૂષણમાં ઘટાડો થયો છે એટલું જ નહીં પરંતુ લોકલ કમ્યુનિટી – ખાસ કરીને મહિલાઓને – આજીવિકાની તકો ઊભી કરીને અને નાગરિકોમાં સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ પસંદગીઓને પ્રેરણા આપીને સશક્ત બનાવવામાં આવ્યા છે.

વધુમાં પાક્કા પ્રદર્શનીમાં પક્કા દ્વારા વપરાય ગયેલ શેરડીના છોતરામાંથી બગાસ બનાવવામાં આવે છે અને તે બગાસનો ઉપયોગ કમ્પોસ્ટેબલ ફૂડ કટલરી આઈટમ જેવી કે, ડીશ વાટકા ચમચી ફૂડ પેકેટના પેકેજીંગ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ કંપની દ્વારા કમ્પોસ્ટેબલ વસ્તુઓને પ્રમોટ કરવામાં આવે છે તથા આ પેકેજીંગના ઉપયોગ બાદ તેને જમીન સાથે ભળી જાય તે પ્રકારે બનાવટ કરવામાં આવે છે. જેબી ઇકોટેક્સ દ્વારા વપરાઈ ગયેલ પ્લાસ્ટિકની બોટલો કે જે વપરાઈ ગયા બાદ રોડ પર નદીનાળામાં ફેંકવામાં આવે છે. જે બી ઇકોટેક્સ દ્વારા આ પ્રકારની પ્લાસ્ટિકની બોટલોનું કલેક્શન કરી એ પ્લાસ્ટિક બોટલોને રિસાયકલ કરવામાં આવે છે અને એમાંથી જ્ઞાન તથા કાપડ બનાવવામાં આવે છે જેનો ઉપયોગ વિવિધ કપડા બનાવવા કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Metro : અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

રીએટમોસ દ્વારા પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેલ્ડીંગ મશીન બનાવવામાં આવ્યા છે જે મશીન દ્વારા વેસ્ટ પ્લાસ્ટિક બોટલને રિસાયકલ કરવા પર નાગરિકને પ્રોત્સાહન આપવામાં આવે છે તે જ રીતે આ કંપની દ્વારા કાપડની બેગના વેન્ડિંગ મશીન બનાવવામાં આવ્યું છે કે જેમાંથી વિવિધ સ્થળોએ આ મશીનમાં રોકડ રકમ અથવા ક્યુઆર કોડ દ્વારા કાપડની થેલી પ્રાપ્ત થઈ શકે છે. ગુજરાતમાં વિવિધ ધાર્મિક સ્થળોએ તથા જાહેર સ્થળોએ આ પ્રકારના મશીન મૂકવામાં આવેલ છે.સાલટેક ડિઝાઇન લેબ્સ પ્લાસ્ટિક કચરાને સસ્ટેનેબલ બાંધકામ સામગ્રીમાં રૂપાંતરિત કરવામાં માળખાગત સુવિધાઓમાં રૂપાંતરિત કરી રહી છે, પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડી રહી છે અને નાગરિકોને સસ્ટેનેબલ વિકાસને સ્વીકારવા પ્રોત્સાહિત કરી રહી છે.નેસ્લેની પહેલ મલ્ટિલેયર પ્લાસ્ટિક (MLP) પેકેજિંગને મોનોલેયર અને ફરીથી વાપરી શકાય તેવું પ્લાસ્ટિક બનાવવું એ પ્રદૂષણ ઘટાડવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, રિસાયક્લિંગને સરળ બનાવવા અને ગુજરાતના નાગરિકોમાં પર્યાવરણીય રીતે જવાબદાર વપરાશની ટેવોને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

રિકોસોલ્યુશન્સની અદ્યતન રિસાયક્લિંગ ટેકનોલોજી, જે કચરાને મૂલ્યવાન, ઉપયોગી સામગ્રીમાં પરિવર્તિત કરે છે, તે લેન્ડફિલ બોજ ઘટાડવામાં મદદ કરી રહી છે, સ્વચ્છ વાતાવરણને પ્રોત્સાહન આપી રહી છે અને ગુજરાતના નાગરિકોને વેસ્ટ મેનેજમેન્ટ માટે વધુ સસ્ટેનેબલ અને જવાબદાર અભિગમ અપનાવવા પ્રેરણા આપી રહી છે.

ટોટલ એનર્જીસ કોર્બિઓન કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક માટે કાચા માલના ઉત્પાદનમાં ટોટલએનર્જીઝ કોર્બિયનની નવીનતા સસ્ટેનેબલ વેસ્ટ મેનેજમેન્ટને આગળ ધપાવી રહી છે, પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડી રહી છે અને ગુજરાતના નાગરિકોને રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પો તરફ ટ્રાન્ઝીશન કરવા માટે સશક્ત બનાવી રહી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat government's important decision on environmental improvement, plastic waste will be used road improvement
રાજ્ય

Gujarat Plastic Waste : પર્યાવરણ સુધારણા અંગે ગુજરાત સરકારના મહત્વપૂર્ણ નિર્ણય, માર્ગ સુધારણામાં પ્લાસ્ટિક વેસ્ટનો કરાશે ઉપયોગ, ફાળવશે આટલા કરોડ રૂપિયા

by Hiral Meria October 14, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Gujarat Plastic Waste : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રસ્તાઓના બાંધકામમાં પ્લાસ્ટિક વેસ્ટનો ( Plastic Waste ) ઉપયોગ કરી ટકાઉ માર્ગોના નિર્માણ સાથે પર્યાવરણ સુધારણા અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

આ હેતુસર મુખ્યમંત્રીશ્રીએ 13 રસ્તાઓની કુલ 104.96 કિ.મી. લંબાઇની માર્ગ સુધારણા માટે રૂ. 112.50 કરોડ ફાળવ્યા છે.

એટલું જ નહિ, ભારે ટ્રાફિક ધરાવતા તેમજ ચોમાસા દરમિયાન ઓવરટોપીંગ થતા હોય તેવા કુલ 20 રસ્તાઓના 93.33 કિ.મી. લંબાઇના માર્ગો સી.સી. રોડના બનાવવા માટે 300.57 રૂપિયા મંજૂર કર્યા છે.  

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 7મી ઑક્ટોબર 2001ના દિવસે કાર્યભાર સંભાળીને રાજ્યના વિકાસને નવી દિશા આપી છે. 

આ સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી ‘વિકાસ સપ્તાહ’ ( Vikas Saptah ) ઉજવાઈ રહ્યું છે. 

વિકાસ સપ્તાહની આ ઉજવણીમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી માર્ગોની સુધારણાનો આ પર્યાવરણ ( Gujarat Plastic Waste ) પ્રિય અભિગમ અપનાવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  General Upendra Dwivedi Japan: સંરક્ષણ સહયોગને મજબૂત કરવા આજથી સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી જાપાનના પ્રવાસે, લેશે આ સ્થળોની મુલાકાત.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિક વેસ્ટના આવા નિર્માણ કાર્યોમાં વધારેને વધારે ઉપયોગ દ્વારા વિકસિત ભારત માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું વિઝન આપેલું છે. 

તેમના આ વિઝનને સાકાર કરવામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને અગ્રેસર બનાવવાના હેતુથી માર્ગ સુધારણા  માટેના કામોમાં  ( Road Construction )  પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. 

પ્લાસ્ટિક વેસ્ટનો માર્ગ સુધારણા અને નવ નિર્માણમાં ઉપયોગ આવનારા દિવસોમાં પર્યાવરણ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ બનશે.

આ ઉપરાંત માર્ગોની મજબૂતી વધારવા સાથોસાથ રોડની લાઈફ સાયકલમાં પણ વૃદ્ધિ થશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ( Gujarat  ) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ધ્યેય પાર પડશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Under the campaign 'Ambaji Padyatra - Clean Environment Yatra', more than tons of garbage was collected from the padyatra routes.
રાજ્ય

Ambaji Padyatra : ‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ પદયાત્રાના માર્ગો પરથી એકત્રિત કરાયો આટલા ટનથી વધુ કચરો.

by Hiral Meria September 21, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ambaji Padyatra :  અંબાજી ખાતે દર વર્ષે ભાવ ભક્તિપૂર્ણ રીતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો ચાલીને જગત જનની માં આંબાના દર્શન કરવા આવે છે. આ વર્ષે મહામેળામાં કુલ ત્રણ રૂટ પર અંદાજીત ૩૪ લાખથી વધુ પદયાત્રીઓએ ચાલીને માં અંબાના દર્શન કર્યા હતા. GPCB અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલા ‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ કુલ ત્રણ રૂટ પર તા. ૧૨ થી ૧૯ સપ્ટેમ્બર-૨૦૨૪ દરમિયાન ઉત્પન્ન થયેલો અંદાજિત ૭૩ ટનથી વધારે કચરો સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો. સ્વચ્છતાની ( cleanliness campaign ) આ કામગીરી અંતર્ગત તા. ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં અંદાજિત ૭૦૦ ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.

આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પદયાત્રાની સાથે સ્વચ્છતા જળવાય તેવા હેતુસર વિવિધ ઉદ્યોગ એસોશીએશનના સહયોગથી ત્રણ પદયાત્રાના રૂટ પર ત્રણ સ્થળોએ પદયાત્રીઓને પાંચ ખાલી પ્લાસ્ટિકની બોટલ સામે એક સ્ટીલની બોટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્ત ગુજરાતને ( Plastic Free Gujarat ) સમર્થન આપવા પદયાત્રીઓ દ્વારા અનેરો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જે અંતર્ગત કુલ ૭૪,૮૦૦ પ્લાસ્ટીકની ( Plastic Waste )  ખાલી બોટલની જગ્યાએ ૫,૦૦૦ સ્ટીલની બોટલો આપવામાં આવી હતી. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા-જાગૃતિ લાવવાના હેતુથી ૫૦ થી વધારે સેવા કેમ્પ-સ્થળો પર શેરી નાટક ભજવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Surat: સુરતના આ નિવૃત્ત વહીવટી અધિકારીએ ૧૩મી ગુજરાત માસ્ટર્સ સ્ટેટ એકવેટિક ચેમ્પિયનશીપ ૨૦૨૪ની વિવિધ સ્પર્ધામાં મેળવ્યા ત્રણ મેડલ.

    ઉલેખનીય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB દ્વારા “અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા-૨૦૨૪નું આયોજન ગુજરાત ડાઇસ્ટફ મેન્યુફેક્ચર્સ એસોશીએશન તથા નેપ્રા ફાઉન્ડેશન સાથે સંકલનમાં રહીને કરવામાં આવ્યું હતું. ૧૨૦ જેટલા સ્વચ્છતા સેનાનીઓ સાથેની આ સ્વચ્છ પર્યાવરણ યાત્રાનું પ્રસ્થાન ગત તા. ૧૨ સપ્ટેમ્બર-૨૦૨૪ના રોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલના હસ્તે GPCB-ગાંધીનગર ખાતેથી કરાવવામાં આવ્યું હતું.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Industries First Company in India to Use Chemical Recycling for Circular Polymers
વેપાર-વાણિજ્ય

Reliance Industries: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સરક્યુલર પોલિમર્સ માટે કેમિકલ રિસાઈક્લિંગનો ઉપયોગ કરનારી ભારતની પહેલી કંપની

by Hiral Meria December 30, 2023
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai  

 Reliance Industries: વિશ્વના સૌથી મોટા અત્યાધુનિક રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ સંકુલની ઓપરેટર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પ્લાસ્ટિકના કચરા ( Plastic waste ) -આધારિત પાયરોલિસિસ ઓઈલનું ( pyrolysis oil ) ઈન્ટરનેશનલ સસ્ટેઈનિબિલિટી એન્ડ કાર્બન સર્ટિફિકેશન ( ISCC ) – પ્લસ સર્ટિફાઈડ સરક્યુલર પોલિમર્સમાં ( Certified Circular Polymers ) રાસાયણિક રિસાઈક્લિંગ ( Chemical recycling ) કરનારી ભારતની પ્રથમ કંપની બની છે. આ નવું સંશોધન ભારતમાં પ્લાસ્ટિક કચરાને ઘટાડીને સરક્યુલર ઈકોનોમીનું ( circular economy ) સમર્થન કરવામાં RILની વચનબદ્ધતાની ગવાહી આપે છે.

 RIL દ્વારા સરક્યુરેપોલ™️ (પોલિપ્રોપિલિન) અને સરક્યુરેલેન™️ (પોલિઈથેલિન) નામના ISCC- પ્લસ પ્રમાણિત સરક્યુલર પોલિમર્સની પહેલી બેચને રવાના કરી દેવાઈ છે.

 RIL દ્વારા પ્લાસ્ટિક કચરાનું સ્પેશિયલ સરક્યુલર પોલિમર્સમાં રૂપાંતરણ કરીને પ્લાસ્ટિકને રિસાઈકલ કરવા નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ભારતમાં નવો રસ્તો ખોલાયો છે. આનાથી પર્યાવરણ ઉપર પણ હકારાત્મક અસર જોવા મળશે. કેમિકલ રિસાઈક્લિંગ જેવી નવતર પદ્ધતિઓ દ્વારા RILએ પર્યાવરણની જાળવણી પ્રત્યે પોતાની વચનબદ્ધતાને દર્શાવી છે જેનાથી સરક્યુલર ઈકોનોમીની રચનામાં મદદ મળશે. કંપની પ્લાસ્ટિક કચરાને ઘટાડવાના સ્માર્ટ ઉપાયોને શોધવા તેમજ બીજાને પણ હરિયાળા ભવિષ્ય તરફની આ સફરમાં જોડાવા પ્રેરિત કરવામાં દૃઢપણે માને છે.

 સરક્યુરેપોલ™️ અને સરક્યુરેલેન™️ની ડિઝાઈન સરક્યુલર ઈકોનોમી પ્રણાલિનું નેતૃત્ત્વ કરવા માટે બનાવાઈ છે. RILની જામનગર રિફાઈનરી ISCC-પ્લસ સર્ટિફિકેશન મેળવનારી પ્રથમ રિફાઈનરી બની છે, જેણે પૂરવાર કર્યું છે કે, કેમિકલ રિસાઈક્લિંગ દ્વારા તે સરક્યુલર પોલિમર્સને ઘટાડી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  COVID-19 Cases: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર.. એક જ દિવસમાં 129 કોરોનાના નવા કેસ નોંધાયા… એક્ટિવ કેસની સંખ્યા આટલાને પાર..

 ISCC-પ્લસ સર્ટિફિકેશન સરક્યુલર પોલિમર્સ બનાવવામાં ટ્રેસેબિલિટી તેમજ નિયમોના અનુસરણની ગેરન્ટી આપે છે. RIL દ્વારા એવી ટેકનોલોજી વિકસાવાઈ છે જે સિંગલ-યુઝ તથા મલ્ટિ-લેયર્સ પ્લાસ્ટિક્સ સહિતના પ્લાસ્ટિક કચરાનું પાયરોલિસિસ ઓઈલમાં રૂપાંતરણ કરે છે. કંપની વિશ્વાસુ ભાગીદારો સાથે મળીને આ ઓઈલનું ઉત્પાદન અને તેના બદલામાં સરક્યુલર પોલિમર્સમાં ઉપજ વધારવા માટે કાર્યરત છે.

કેમિકલ રિસાઈક્લિંગના ઘણા લાભો છે, જેમાં નવા પ્લાસ્ટિક માટે પ્લાસ્ટિકના કચરાના હાઈ-ક્વોલિટી મટિરિયલમાં રૂપાંતરણ સહિતનાનો સમાવેશ થાય છે. આ મટિરિયલનો આહારના સંપર્કમાં આવતા પેકેજિંગ માટે ઉપયોગ કરાઈ શકે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Is plastic waste recycling really making a difference?
વેપાર-વાણિજ્ય

શું પ્લાસ્ટિકના કચરાના રિસાઇકલિંગ થી ખરેખર ફેર પડી રહ્યો છે?

by Dr. Mayur Parikh March 21, 2023
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

સિમેન્ટ કિલ્ન્સમાં પ્લાસ્ટિક બાળવું એ સરળ ઉપાય છે. પણ, એ સાચું પ્લાસ્ટિક રિસાઇકલિંગ નથી, કારણ કે તેમાં વર્જિન પ્લાસ્ટીકનું ઉત્પાદન ચાલુ જ રહે છે. શું આપણે પ્લાસ્ટિક રિસાઇકલિંગમાં ખરેખર પ્રગતિ કરી રહ્યા છીએ કે પછી આ પ્રક્રિયામાં નવાં જ પ્રકારની સમસ્યાઓ ઊભી કરી રહ્યા છીએ?

ભારતમાં દર વર્ષે 34 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન થાય છે. આપણે જાણીએ છીએ કે આ સમસ્યાનો ઉકેલ રિસાઇકલિંગ છે, પણ વાસ્તવિકતા ઘણી જટિલ છે. માત્ર ઊંચી મૂલ્યનાં પ્લાસ્ટિકનું જ નવી પ્લાસ્ટિક પ્રોડક્ટ્સમાં રિસાઇકલિંગ થાય છે, જ્યારે મધ્યમ મૂલ્યનું પ્લાસ્ટિક મોટે ભાગે સિમેન્ટ કિલ્ન્સમાં ઇંધણ તરીકે જાય છે. ઓછાં મૂલ્યનાં પ્લાસ્ટિકની તો વાત ન જ કરીએ તો સારું. આવાં પ્લાસ્ટિકને લેન્ડફિલનાં પહાડોમાં ફેંકી દેવામાં આવે છે, જે ધીમે ધીમે જમીનના નીચેનાં પડ સુધી પહોંચે છે અથવા તો સમુદ્રમાં જાય છે. આમ, મોટો સવાલ એ છે કે આપણે રિસાઇકલિંગને કઈ રીતે ઠીક કરીએ?

વર્ષ 2016થી પ્લાસ્ટિકનાં વપરાશમાં 40 ટકાનો વધારો થયો છે, પણ આ જ સમયગાળામાં પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન બમણું થયું છે. મિકેનિકલ રિસાઇકલિંગ દ્વારા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિક નું પ્રમાણ 65 ટકાથી વધુ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફંડનો અભાવ અને ઓછા લોકોને રસ હોવાથી રિસાઇકલિંગ માટેની અન્ય પધ્ધતિઓ ભારતમાં હજુ પ્રાથમિક તબક્કામાં છે. મોટે ભાગે, રિસાઇકલિંગ અંગેની ચર્ચામાં ટેકનોલોજી અને પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થતી હોય છે, જાણે કે તે કાર્યક્ષમ રિસાઇકલિંગ આડે અવરોધક હોય. જો કે, મોટા ભાગનાં વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઓછો ઉપયોગ થાય છે અને તે ઇષ્ટતમ નથી હોતું. ખરો પડકાર તો મૂળ સ્થાન (સોર્સ)થી પ્રોસેસિંગ સુધી સરળ અને પારદર્શક લિન્ક ઊભી કરવાનો છે. મૂળ સ્થાનેથી જ સેગ્રીગેશન ન થાય અને કચરો લેન્ડફિલ સાઇટ પર જતો રહે પછી રિસાઇકલ્ડ પ્લાસ્ટિક્સની રિકવરી ક્ષમતા જતી કરી શકો છો. ઓછા મૂલ્યનું પ્લાસ્ટિક લેન્ડફિલમાંથી ક્યારેય ઉઠાવી નહીં લેવાય.

આ સમાચાર પણ વાંચો : શું રેલ્વેનું પણ થશે ખાનગીકરણ? રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ

કડક નિયમ પાલન દ્વારા સોર્સ સેગ્રીગેશન કરવાની, સોર્સ અને પ્રોસેસર્સ વચ્ચે કાર્યક્ષમ લિન્કેજ ઊભું કરવાની, કલેક્શન ચાર્જીસ વસૂલવાની (જે અત્યંત વિવાદાસ્પદ અને રાજકીય મુદ્દો છે), રિસાઇકલિંગ ઇકોસિસ્ટમની ક્ષમતા મહત્તમ કરવાનો વ્યૂહ ઘડવાની તથા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને રિસાઇકલિંગ નો જથ્થો અને પ્રકાર માં વધારો કરવાની જરૂર છે.

નવા ઘડવામાં આવેલા ‘પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2022’ (PWM) આ દિશામાં પ્રોત્સાહક પગલું છે. હાલમાં બ્રાન્ડ માલિકોએ 100 ટકા કલેક્શન અને રિસાઇકલિંગ કરવું પડે છે, અને હવે પેકેજીંગમાં રિસાઇક્લેબલ પ્લાસ્ટિકનો હિસ્સો વધારવાનું, પેકેજિંગ પ્લાસ્ટિકની જાડાઈ વધારવાનું તથા લેબલિંગ અંગેની ગાઇડલાઇન્સ બહાર પાડવાનું લક્ષ્ય છે, જેનો હેતુ કલેક્શન કાર્યક્ષમતા વધારવાનો છે. જો કે, આ નવી ગાઇડલાઇન્સની સફળતા માટે એકંદર ઇકોસિસ્ટમ વિકસાવવાની જરૂર છે.

અગાઉ જણાવ્યું તેમ રિસાઇકલિંગ હબ્સ કેટલાંક વિસ્તારોમાં કેન્દ્રિત છે, તેથી તેનો ઓછો વપરાશ થાય છે અને સપ્લાય ચેઇન સરળ નથી. બીજું, પ્લાસ્ટિકના રિસાઇકલિંગમાં વધુ ખર્ચ થાય છે અને તે ટકાઉ નથી. વેસ્ટ જનરેટરે થોડો ખર્ચ ઉઠાવવો જોઇએ. પ્લાસ્ટિક રિસાઇકલિંગમાં સૌથી મોટી ચિંતા કલેક્શન અને વેસ્ટ સેગ્રીગ્રેશનના ઊંચા ખર્ચની છે. ઘર, કલેક્શન પોઇન્ટ, પ્રોસેસિંગ અને રિસાઇકલ્ડ મટિરિયલની અંતિમ વહેંચણી સુધીની વેસ્ટ વેલ્યુ ચેઇન સાથે સંકળાયેલાં દરેક હિતધારકે જવાબદારી ઉઠાવવાની જરૂર છે.

ગોદરેજ ગ્રૂપમાં અમે કેટલાંક સોલિડ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. અમે એ નોંધ્યું છે કે ધરમાં સોર્સ સેગ્રીગ્રેશનમાં સૌથી વધુ સંગઠિત પ્રયાસ કરવાની જરૂર છે. ઘરમાં જ વેસ્ટ સેગ્રીગ્રેશન માટે લોકોની વર્તણુકમાં પરિવર્તન લાવવા લોકોને સમજાવવામાં ત્રણ વર્ષનો સમય લાગી શકે છે, ત્યાર પછી જ લોકોને તેની આદત પડશે. એક તબક્કે નગરપાલિકાઓએ પણ ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા મોનીટરીંગ (અમે અમારાં કેટલાક પ્રોજેક્ટ્સમાં તેનો અમલ કર્યો છે) કરીને સેગ્રીગ્રેશન નહીં કરનાર પાસેથી દંડ વસૂલવાનું વિચારવું જોઇએ. વર્તણુંકમાં ફેરફાર લાવવાની સાથે સાથે આપણે લોકોને ઇલેક્ટ્રિસિટી, વોટર કે ગેસ સપ્લાયની જેમ વેસ્ટ મેનેજમેન્ટને પણ મહત્વની સેવા ગણવા સમજાવવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો : વાહન ચાલકો માટે સારા સમાચાર.. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે મોટો ઘટાડો, મોદી સરકારે આ ટેક્સમાં કર્યો મોટો ઘટાડો..

એક કન્સેપ્ટ તરીકે રિસાઇકલિંગ ભારતમાં તેની સંભાવના પૂરી કરે તે સુનિશ્ચિત કરવા માટે વેસ્ટ વેલ્યુ ચેઇનમાં આપણે બધાંએ મહત્વની ભૂમિકા ભજવવાની છે. રિસાઇકલિંગ ઉદ્યોગમાં પુનર્વિચાર કરવાનાં અનેક લાભ છે. કચરાથી ઊભરાતી લેન્ડફિલ સાઇટ ઘટવાથી આપણા સમુદાયને લાભ થશે, હિતધારકો કચરાનું સાતત્યપૂર્ણ અર્થતંત્ર ઊભું કરી શકશે, સરકાર રોજગારી અને આવકનું સર્જન કરી શકશે અને કચરાનાં ક્ષેત્રમાં રોજગારીની તકો ખુલવાથી લોકોને આજીવિકાનો સ્ત્રોત મળશે.. ‘વેસ્ટ- ટુ-વેલ્થ’એ માત્ર એક કલ્પના કે ખ્યાલ નથી, પણ રોકાણ તથા તક માટેનો સાચો કેસ છે.

March 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

અરે વાહ- ગુજરાતમાં ખુલ્યો અનોખો કેફે-અહીં એક કિલો પ્લાસ્ટિક સામે મળે છે મફત નાસ્તો-જાણો વિગત

by Dr. Mayur Parikh July 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

કેન્દ્ર સરકારે(Central Government) પહેલી જુલાઈથી દેશભરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ(Plastic Ban) લાદી દીધો છે અને તેનો સખત અમલ કરવામાં આવવાનો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે(Central Pollution Control Board) સિંગલ યુઝ પ્લાસ્ટિક(Single use plastic) પર પ્રતિબંધ માટે કડક નિયમો ઘડ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં ગુજરાતમાં(Gujarat) એક અનોખો કાફે શરૂ કરવામાં આવ્યો છે. આ કેફેનું નામ 'નેચરલ પ્લાસ્ટિક કેફે'(Natural Plastic Cafe) છે. આ કેફેની ખાસિયત એ છે કે અહીં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ કેફેમાં માત્ર ઓર્ગેનિક ઉત્પાદનો(Organic products) જ તૈયાર કરવામાં આવશે.

જૂનાગઢમાં(Junagadh) આ 'નેચરલ પ્લાસ્ટિક કાફે' માં જવા માટે તમારે પૈસાની જરૂર નથી, તમારે ફક્ત ઘરમાંથી પ્લાસ્ટિકનો કચરો(Plastic waste) એકઠો કરવાનો છે. પ્લાસ્ટિક આપ્યા પછી, તમે આ કાફેમાં તમારું મનપસંદ ખોરાક ખાઈ શકશો.

જો તમે આ કાફેમાં 500 ગ્રામ પ્લાસ્ટિક આપો છો, તો તમે તેના બદલામાં 1 ગ્લાસ લીંબુનું શરબત(Lemon juice) પી શકો છો અને જો તમે 1 કિલો પ્લાસ્ટિક આપો છો, તો તમને 1 પ્લેટ ઢોકળા અથવા 1 થાળી પૌહા આપવામાં આવશે. આ કેફેમાં તમે ગુજરાતી ફૂડની(Gujarati food) પણ મજા માણી શકો છો. તમે અહીં જેટલું પ્લાસ્ટિક ભેગું અને સંગ્રહ કરશો, તેટલો જ વધુ ખોરાક તમને આપવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગોમાં પૂર જેવી સ્થિતિ- અમરાવતી માં ધસમસતા પાણી ઘૂસી ગયા- જુઓ વિડિયો

જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા તાજેતરમાં આ પ્લાસ્ટિક કાફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રશાસને કાફેમાંથી પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા માટે એક સંસ્થાની નિમણૂક કરી છે. આ સંસ્થા આ પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરશે.
 

July 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક