• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - properties
Tag:

properties

Pornography case ED Raids Properties Of Raj Kundra, Others In Porn Racket Case Pornography case ED Raids Properties Of Raj Kundra, Others In Porn Racket Case
મનોરંજન

 Pornography case: પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, કેન્દ્રીય તપાસ એજન્સી તેમના ઘર અને ઓફિસ પર પાડ્યા દરોડા..  

by kalpana Verat November 29, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Pornography case:

  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે.

  • પ્રાપ્ત માહિતી અનુસાર પોર્નોગ્રાફી કેસમાં ED માત્ર રાજ કુન્દ્રાના ઘરની જ નહીં પરંતુ અન્ય ઘણા લોકોના ઘરની પણ સર્ચ કરી રહી છે. 

  • જણાવી દઈએ કે, આ તપાસ મોબાઈલ એપ દ્વારા પોર્ન કન્ટેન્ટ બનાવવા અને તેના સર્ક્યુલેશન સાથે સંબંધિત છે.

  • રાજ કુન્દ્રાની જૂન 2021માં ‘અશ્લીલ’ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ તે હાલમાં સપ્ટેમ્બર 2021થી જામીન પર છે. 

આ સમાચાર પણ વાંચો : NIELIT દ્વારા પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 શાહીબાગના વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કૌશલ્યનું શિક્ષણ, આ ક્ષેત્રોનું આપવામાં આવ્યું જ્ઞાન.

STORY | ED raids Raj Kundra, others in pornographic content linked money laundering case

READ: https://t.co/HUVDFleqzS

(PTI File Photo) pic.twitter.com/xx9URGfJIs

— Press Trust of India (@PTI_News) November 29, 2024

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A press conference was held under the chairmanship of District Collector Dr. Saurabh Pardhi regarding the work done in Surat city under the Land Grabbing Act.
સુરત

Surat Land Grabbing Act: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત સુરત શહેરમાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

by Hiral Meria August 2, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Surat Land Grabbing Act: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર-જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના ( Dr Sourabh Pardhi  ) અધ્યક્ષસ્થાને તેમજ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોઈસરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ ( Press conference ) યોજાઈ હતી.  

           જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, નિર્દોષ લોકોની જમીન, મકાન, દુકાન પચાવી પાડનારા લેન્ડગ્રેબરો ( land grabbers ) તથા તેની સાથે સંકળાયેલા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૦માં લેન્ડગ્રેબીંગ એક્ટ  પસાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજાની જોગવાઈ છે. તદ્દઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ( Gujarat High Court )  તાજેતરમાં દાખલ થયેલી એસ.સી.એ. નં.૨૯૯૫/૨૦૨૧ તા.૯/૫/૨૦૨૪ના રોજ ચુકાદો આવ્યા બાદ આ કાયદાની અસરકારતા વધી છે, તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગી છે. 

             જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરીની વિગતો આપતા કલેકટરશ્રીએ જણાવ્યું કે, લેન્ડગ્રેબીંગ ( Land Grabbing ) એક્ટ સમિતિની ત્રણ બેઠકોમાં ૨૪૪ અરજીઓ મળી હતી. જે પૈકી શહેરમાં ૧૭ અને ગ્રામ્યમાં ૯ અરજીઓમાં ગેરકાયદેસર કબ્જાધારકો વિરૂધ્ધ એફ.આઈ.આર. દાખલ કરાઈ છે. જ્યારે જે-તે જમીન મિલકતોમાં ગેરકાયદે કબ્જો જમાવનારાઓને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા સિટીમાં ૨૩ તથા ગ્રામ્યમાં ૨૦ કબ્જાધારકો(લેન્ડગ્રેબરો)એ જમીન/ફ્લેટ/દુકાન/મકાનોનો કબ્જો પરત સોંપી દીધો છે, જે મિલકતોની કિંમત આશરે રૂ.૧૨૦ કરોડ થાય છે, જ્યારે ૨૬ FIR કરવામાં આવી છે, જે મિલકતોની ( Properties ) કિંમત રૂ.૩૦ કરોડ થાય છે. જ્યારે ૧૬૩ અરજીઓ આ કાયદામાં સુસંગત ન હોવાથી અરજીઓ દફતરે કરી છે. આમ, કુલ ૨૩૨ અરજીઓનો સુખદ નિકાલ થયો છે. જ્યારે ૧૨ અરજીઓ(કેસો)માં સમિતિ દ્વારા પુનઃતપાસના આદેશો અપાયા છે એમ જણાવી જમીન મિલકત પચાવી પાડનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર સખ્ત હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું. 

            ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ( Surat Police ) ફરિયાદ નોંધવા પીડિત નાગરિકો આગળ આવે એમ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શહેરમાં કુલ ૧૭ ગુના દાખલ કર્યા છે. આ ૧૭ ગુનાઓમાં કુલ-૨૯ આરોપીઓ પૈકી ૨૩ આરોપીઓની ધરપકડ કરી છે. તમામ ગુનાઓની તપાસ એ.સી.પી. તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે. આ ગુનાઓમાં લેન્ડગ્રેબરોએ ૫ જમીન, ૫ ફલેટ, ૩ દુકાન, બે પ્લોટ, બે મકાન જેવી મિલકતો પચાવી પાડી હતી, જેમાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને ધરપકડ સુધીના પગલાઓ લેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો  :  PM Narendra Modi: પ્રધાનમંત્રી 3 ઓગસ્ટે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

             સુરત વહીવટી તંત્ર દર મહિને બે વાર લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત બનેલી સમિતિ બેઠક યોજે છે. અવારનવાર જમીન પચાવી પાડવાની ટેવ ધરાવનારા અસામાજિક તત્વો સામે ઇ.ડી., ઈન્કમટેક્સની પણ તપાસ કરાવવાની દિશામાં પોલીસતંત્ર આગળ વધી રહ્યું છે એમ શ્રી ગહલૌતે જણાવ્યું હતું. 

              જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેષ જોઈસર દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ગ્રામ્ય વિસ્તારમાં ૮ એફ.આઇ.આર. દાખલ કરી છે. જિલ્લાની અંદાજિત રૂ.૭ કરોડની મિલકતો પરત સોંપવાની નિયમોનુસારની કાર્યવાહી શરૂ છે. આ કાયદા હેઠળ ઓછામાં ઓછી દસ વર્ષની સજાનું પ્રાવધાન છે. કાયદાનો ડર જોતા અને પોલીસની સખ્ત કાયવાહીના કારણે અસામાજિક તત્વો કોઈ પણ નિર્દોષ આમ નાગરિકોની જમીન મિલકત પચાવી પાડતા પહેલા વિચાર કરશે. 

            પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, પ્રાંત અધિકારી વી.જે. ભંડારી સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Mumbai Property Registrations Up 22% In May Knight Frank Report.. Know Details..
મુંબઈવેપાર-વાણિજ્ય

Mumbai: મુંબઈ પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાં મે મહિનામાં 22%નો વધારો થયો: નાઈટ ફ્રેન્ક રિપોર્ટ.. જાણો વિગતે.. .

by Bipin Mewada June 5, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈ મહાપાલિકા વિસ્તારમાં પ્રોપર્ટીની નોંધણી ( Property registration ) મે મહિના દરમિયાન 22 ટકા વધીને 12,000 યુનિટ થઈ ગઈ હતી, એમ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કના ( Knight Frank ) અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારના ડેટાને ટાંકીને નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ જણાવ્યું હતું કે. મુંબઈ શહેરમાં ( BMC અધિકારક્ષેત્ર હેઠળનો વિસ્તાર ) ગયા મહિને લગભગ 12,000 પ્રોપર્ટીની ( Properties ) નોંધણી કરાઈ હતી જે ગયા વર્ષે મે મહિનામાં 9,823 યુનિટ હતી.

 Mumbai: આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં, નોંધાયેલ મિલકતોની કુલ સંખ્યા 60,820 હતી..

મે 2024માં રાજ્યની તિજોરીએ રૂ. 1,034 કરોડની કમાણી કરી હતી, જે ગયા વર્ષના સમાન મહિના કરતાં 24 ટકા વધુ છે. મે 2024માં એકંદરે નોંધાયેલી પ્રોપર્ટીમાં રહેણાંક યુનિટો 80 ટકા હતા.

આ સમાચાર પણ વાંચો:  Navi Mumbai: વધતી ગરમી વચ્ચે નવી મુંબઈમાં મોરબે ડેમમાં જળસ્તરમાં 29% ઘટાડો નોંધાયો, પાલિકાએ પાણી કાપની કરી જાહેરાત..

સંપત્તિના વેચાણ અને નોંધણીઓમાં સતત વર્ષ-દર-વર્ષની વૃદ્ધિ એ વૃદ્ધિની વાતને સાતત્ય પ્રદાન કરે છે. જે રાજ્ય સરકારના પ્રોત્સાહનને કારણે આગળ વધી રહ્યું છે અને ત્યારથી, સમગ્ર શહેરમાં સરેરાશ ભાવમાં વધારો થવા છતાં, મિલકતોના વેચાણ અને નોંધણીમાં પણ વધારો થયો છે. જો કે, આ સકારાત્મક વલણ આગળ પણ આમ જ ચાલુ રહેવાની અપેક્ષા છે. મજબૂત આર્થિક વૃદ્ધિ અને વ્યાજદરના અનુકૂળ વાતાવરણને કારણે સંભવિત ખરીદદારો માટે હાલ પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવામાં આવશે.

આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં, નોંધાયેલ મિલકતોની કુલ સંખ્યા 60,820 હતી, જે જાન્યુઆરી-મે 2023ના 52,173 યુનિટોથી 17 ટકા વધુ હતી.

June 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mhada With low response in Mhada lottery, vacant ready-made houses will now be sold by private entities.
રાજ્ય

Mhada: મ્હાડાની લોટરીમાં ઓછો પ્રતિસાદ મળતાં ખાલી પડેલા તૈયાર મકાનોને હવે ખાનગી સંસ્થાઓ દ્વારા વેચવામાં આવશે..

by Bipin Mewada March 2, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mhada: મહારાષ્ટ્રમાં હાલમાં મ્હાડા હાઉસિંગ લોટરી ( Mhada Housing Lottery ) સંબંધિત પ્રતિસાદ ઘટી રહ્યો છે. પરિણામ એ આવ્યું કે હાલમાં મ્હાડાના 11 હજારથી વધુ તૈયાર મકાનો અને પ્લોટ ખાલી પડ્યા છે. તેથી હવે મ્હાડા ખાનગી સંસ્થાઓ ( Private Organization ) દ્વારા આ મકાનો વેચવા જઈ રહ્યું છે. 

મ્હાડાની આ તમામ મિલકતોની ( properties ) કિંમત ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુ છે. તેથી હવે આ ઈમારતોને ખાનગી સંસ્થા દ્વારા વેચવાની વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. આ કામ કરવા માટે મ્હાડાના સંબંધિત બોર્ડ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે અને ટેન્ડર બહાર પાડવામાં આવશે. જેમાં મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાની નિમણૂક કરશે. જેમાં દરેક ફ્લેટ ( Flat Sales ) અને પ્લોટના વેચાણ કિંમતના 5 ટકા વળતર તરીકે સંસ્થાને ચૂકવવામાં આવશે.

 11, 184 મકાનો, 748 પ્લોટ અને 298 બિન-રહેણાંક પ્લોટ વેચાયા નથી..

ઉલ્લેખનીય છે કે, મ્હાડા દ્વારા આ ખાલી પડેલા પ્લોટ અને મકાનો માટે વારંવાર લોટરી ( Lottery ) યોજાઈ હતી. આ ઉપરાંત, આ મકાનોને વહેલો તે પહેલો આ અંતર્ગત પણ સામેલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમ છતાં આ મકાનો વેચાયા ન હતા. જેથી મ્હાડાને ઘણુ નુકસાન થયું હતું. તેમજ વિરાર-બોળીંજમાં લોટરી માટે તૈયાર થયેલા ખાલી પડેલા મકાનો ન વેચાતા મોટાભાગના મકાનો હવે જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયા છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈમાં રાજ્ય સરકાર સાથે 175 કરોડની છેતરપિંડી મામલે ACB ની કડક કાર્યવાહી, કુલ 17 આરોપીઓ સામે કેસ દાખલ..

મ્હાડા હાલ 11,184 મકાનો, 748 પ્લોટના વેચાણ માટેની વ્યૂહરચના નક્કી કર્યા પછી, મ્હાડાએ એક સમિતિની રચના કરી હતી. સમિતિના અહેવાલ મુજબ 11, 184 મકાનો, 748 પ્લોટ અને 298 બિન-રહેણાંક પ્લોટનું વેચાણ થતું ન હોવાનું જણાયું હતું. તેથી હવે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખાનગી સંસ્થાની નિમણુંક કરીને તેને આ પ્લોટ અને મકાનો વેચવા માટે આપવામાં આવશે.

March 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dawood Ibrahim Big decision of the state government...Another benami property of underworld don Dawood will be auctioned in this district of Maharashtra
રાજ્યTop Post

Dawood Ibrahim : રાજ્ય સરકારનો મોટો નિર્ણય…મહારાષ્ટ્રના આ જિલ્લામાં અંડરવર્લ્ડ ડોન દાઉદની વધુ એક બેનામી પ્રોપર્ટીની થશે હરાજી

by Bipin Mewada December 23, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Dawood Ibrahim : મોસ્ટ વોન્ટેન્ડ આતંકવાદી ( Terrorist ) દાઉદ ઈબ્રાહિમ ( Dawood Ibrahim ) ની મુંબઈ ( Mumbai ) અને રત્નાગીરી ( Ratnagiri ) માં મિલકતોની ( properties ) હરાજી ( Auction ) 5 જાન્યુઆરી, 2024ના રોજ થવાની છે. રત્નાગીરીના ઘેડ તાલુકામાં એક બંગલો અને કેરીના બગીચા સહિત ચાર  મિલકતોને દાણચોરો અને ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેશન એક્ટ ( SAFEMA ) હેઠળ જપ્ત કરવામાં આવી છે. 

સરકારે અગાઉ દાઉદ ઈબ્રાહિમના પરિવારની અનેક મિલકતોની ઓળખ કરી અને તેની હરાજી કરી છે, જેમાં ₹4.53 કરોડમાં વેચાયેલી એક રેસ્ટોરન્ટ, ₹3.53 કરોડમાં વેચાયેલા છ ફ્લેટ અને ₹3.52 કરોડમાં વેચાયેલા ગેસ્ટ હાઉસનો પણ સમાવેશ થાય છે.

 આ પહેલા પણ ઘણી મિલકતોમાં થઈ હતી હરાજી…

ડિસેમ્બર 2020 માં, રત્નાગીરીમાં દાઉદ ઈબ્રાહિમની મિલકત, જેમાં બે પ્લોટ અને એક બંધ પેટ્રોલ પંપનો પણ સમાવેશ થાય છે, તેની ₹1.10 કરોડમાં હરાજી કરવામાં આવી હતી. આ મિલકતો ઘેડ તાલુકાના લોટે ગામમાં દાઉદની સ્વર્ગસ્થ બહેન હસીના પારકરના નામે નોંધાયેલી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai Pollution: મુંબઈમાં ઠંડી નહીં… વાદળછાયું આકાશ અને પ્રદુષણના કારણે વાતાવરણ બન્યું ધુમ્મસિયું .. જાણો અહીં ક્યો વિસ્તાર છે વધુ પ્રદુષિત..

નાગપાડામાં 600 ચોરસ ફૂટના ફ્લેટની એપ્રિલ 2019માં ₹1.80 કરોડમાં હરાજી કરવામાં આવી હતી. 2018 માં, SAFEMA અધિકારીઓએ પાકમોડિયા સ્ટ્રીટમાં દાઉદની મિલકતની ₹79.43 લાખની અનામત કિંમતે હરાજી કરી હતી, જે સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (SBUT) દ્વારા ₹3.51 કરોડમાં ખરીદી હતી.

December 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
No increase in ready reckoner rate for Mumbai
મુંબઈ

Housing : ઘર ખરીદનારાઓ માટે મોટી રાહત, રેડી રેકનર દરોમાં કોઈ વધારો નહીં; રાજ્ય સરકારનો નિર્ણય

by Dr. Mayur Parikh March 31, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એપ્રિલ 2022 થી અત્યાર સુધીમાં, મકાનોના વેચાણ અને ખરીદીમાંથી 1143 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે.

રેડીરેકનર શું છે?

રેડી રેકનર સ્થાવર અથવા જંગમ સંપત્તિના ખરીદદારો માટે ઉપયોગી છે. રેડી રેકનરમાં, જિલ્લા, તાલુકા અને ગામ દ્વારા અલગ-અલગ દરો નક્કી કરવામાં આવે છે. પ્રોપર્ટીની બજાર કિંમત રેડી રેકનર મુજબ નક્કી કરવામાં આવે છે. નોંધણી મહાનિરીક્ષક અને મુખ્ય નિયંત્રક અને મહેસૂલ સત્તામંડળની મંજૂરી પછી દર વર્ષે રેડી રેકનર નક્કી કરવામાં આવે છે. તૈયાર કેલ્ક્યુલેટરનો ઉપયોગ સામાન્ય લોકો બિલ્ડરો, ધિરાણ આપતી બેંકો, વકીલો, એજન્ટો વગેરે દ્વારા કરે છે.

આ સમાચાર પણ વાંચો : વર્લ્ડ કપ 2023: શ્રીલંકાનું સપનું ચકનાચૂર, વર્લ્ડ કપમાં સીધી ‘નો એન્ટ્રી’

ગયા વર્ષે રેડી રેકનરમાં વધારો

રાજ્યમાં ગયા વર્ષે રેડી રેકનરના દરમાં સરેરાશ પાંચ ટકાનો વધારો થયો હતો. તેમાં મ્યુનિસિપલ વિસ્તારોમાં 8.80 ટકા, ગ્રામીણ વિસ્તારોમાં 6.96 ટકા અને મ્યુનિસિપલ વિસ્તારોમાં 3.62 ટકાનો વધારો થયો છે. કોરોના સંકટને કારણે તેના પહેલા બે વર્ષ સુધી રેડી રેકનર રેટમાં કોઈ વધારો થયો ન હતો. મુંબઈ, થાણે, પુણેની સરખામણીમાં નાશિકમાં રેડી રેકનર દરોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં સૌથી વધુ 13.12 ટકાનો વધારો માલેગાંવ મ્યુનિસિપલ વિસ્તારમાં થયો છે, જ્યારે સૌથી ઓછો વધારો હિંગોલી જિલ્લામાં થયો છે. ગયા વર્ષે મુંબઈ મ્યુનિસિપલ વિસ્તારમાં રેડી રેકનરમાં 2.34 ટકાનો વધારો થયો હતો.

March 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shane Warne leaves bulk of 20.7 million dollar estate to his children
ખેલ વિશ્વTop Post

મહાન લેગસ્પિનર શેન વોર્નની 120 કરોડની પ્રોપર્ટી થયો બટવારો… પત્ની કે ગર્લફ્રેંડને એક રૂપિયો પણ ના આપ્યો.. જાણો કોને મળી આ ખેલાડીની મિલકત

by Dr. Mayur Parikh February 9, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

4 માર્ચ 2022 ના રોજ, ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​શેન વોર્ને થાઈલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા. શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગતમાં એક ખાલીપો સર્જાયો છે જે આજ સુધી ભરાયો નથી. શેન વોર્ન લગભગ 120 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયો છે. તેના મૃત્યુના 11 મહિના બાદ હવે શેન વોર્ન નું વસિયતનામું સામે આવ્યું છે. જેમાં વોર્ને પોતાની વસિયતમાં ભૂતપૂર્વ પત્નીને એક રૂપિયો પણ આપ્યો નથી.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ શેન વોર્ને પોતાની વસિયતનો મોટા ભાગનો હિસ્સો તેના બાળકોને જ આપ્યો છે. શેન વોર્નના કુલ ત્રણ બાળકો છે. તેના પુત્રનું નામ જેક્સન વોર્ન છે જ્યારે બે પુત્રીઓના નામ સમર વોર્ન અને બ્રુક વોર્ન છે. ત્રણેયને ભૂતપૂર્વ સ્પિનરની ​​ડેથ વિલમાં સમાન 31 ટકા હિસ્સો આપવામાં આવ્યો છે. આ સિવાય બાકીની પ્રોપર્ટી શેન વોર્નના ભાઈ, ભત્રીજી અને ભત્રીજાને આપવામાં આવશે. શેન વોર્ને તેની પૂર્વ પત્નીને પ્રોપર્ટીમાંથી એક રૂપિયો પણ આપ્યો નથી, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.

આ સમાચાર પણ વાંચો : Business / ભારત-પાકિસ્તાન વચ્ચે અબજો ડોલરનો થયો વેપાર, સરકારે આપી જાણકાર

ઉલ્લેખનીય છે કે શેન વોર્ને વર્ષ 1995માં સિમોન કેલાહાન સાથે લગ્ન કર્યા અને 2005માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. શેન વોર્નને વાહનોનો પણ ખૂબ શોખ હતો, તેની પાસે તમામ મોંઘા વાહનો હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શેન વોર્નની BMW, મર્સિડીઝ બેન્ઝ અને $375,500ની યામાહા મોટરસાઇકલ તેમના પુત્ર જેક્સનને આપવામાં આવી છે.

February 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Property registration offices to remain open on weekends too
મુંબઈ

મુંબઈમાં મંદી? જાન્યુઆરીમાં પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાં થયો નોંધપાત્ર ઘટાડો

by Dr. Mayur Parikh February 2, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશના સૌથી મોંઘા પ્રોપર્ટી માર્કેટ એટલે કે મુંબઈમાં ગત વર્ષના ડિસેમ્બર મહિનાની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મુંબઈમાં પ્રોપર્ટી રજિસ્ટ્રીમાં 3.90 ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન આગામી દિવસોમાં પણ આ ઘટાડો ચાલુ રહેવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ડેવલપર્સે રાજ્ય સરકાર પાસે રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે.

ડિસેમ્બર 2022 માં, 9,367 મિલકતોની નોંધણી કરવામાં આવી હતી, જેનાથી સરકારને રૂ. 835 કરોડની કમાણી કરી હતી. તેની સરખામણીમાં, 2023 માં, જાન્યુઆરીના છેલ્લા દિવસે 9,001 મિલકતોની નોંધણી કરવામાં આવી હતી, જેનાથી રૂ. 691 કરોડની આવક થઈ હતી.

પેટર્ન મુજબ ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરી મહિનામાં મિલકતના રજિસ્ટ્રેશનમાં ઘટાડો થયો છે. પાછલા 10 વર્ષોમાં જાન્યુઆરીમાં અગાઉના મહિનાની સરખામણીએ ચાર ટકાથી ઘટીને 45 ટકા થયો છે. ડેવલપર્સે સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કરવાની માંગ કરી છે જે હાલમાં મેટ્રો સેસ સહિત 6 ટકા છે. જો રાજ્ય સરકાર તેમની માગણી મંજૂર કરે તો 2023માં આવી મંદીમાં પણ મિલકતોના વેચાણ અને નોંધણીમાં વધારો થવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો :  તમિલનાડુમાં ભારે વરસાદ અને ભારે પવન, શાળા બંધ કરવાની જાહેરાત, એલર્ટ જારી

ઉદ્યોગ નિષ્ણાતોના મતે, આગામી મહિનાઓમાં ચોક્કસપણે સમાન પેટર્નમાં નોંધણીમાં ઘટાડો જોવા મળશે. આગામી દિવસોમાં તહેવારો કે શુભ દિવસોનો અભાવ આ માટે જવાબદાર છે. ભારતમાં તહેવારોની સિઝન દરમિયાન, વર્ષના છેલ્લા છ મહિનામાં રિયલ એસ્ટેટ, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનું વેચાણ વધે છે.ડિસેમ્બરમાં જોવા મળેલા વલણને ઉલટાવીને, મુંબઈમાં નોંધાયેલ કુલ મિલકતના વેચાણમાં વાર્ષિક ધોરણે વધારો થયો છે. જાન્યુઆરી 2022માં 8,155 મિલકતો નોંધાઈ હતી જ્યારે જાન્યુઆરી 2023માં 9,001 મિલકતો નોંધાઈ હતી.

નોંધનીય છે કે પ્રતિકૂળ વૈશ્વિક વાતાવરણ, વધતા વ્યાજ દરો અને ફુગાવાના દબાણ છતાં, પ્રોપર્ટીનું વેચાણ કોવિડ પહેલાના સમયગાળા કરતા સતત વધારે રહ્યું છે. સામાન્ય રીતે મુંબઈમાં 500 થી 1000 સ્ક્વેર ફીટના એપાર્ટમેન્ટની માંગ વધારે છે. અડધું વેચાણ આ શ્રેણીમાં થાય છે.

February 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

NCP નેતા નવાબ મલિકની મુશ્કેલીઓ વધી, મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી; આટલી સંપત્તિ કરી જપ્ત..

by Dr. Mayur Parikh April 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા NCP નેતા અને મંત્રી નવાબ મલિક(Nawab Malik) સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 

ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ અસ્થાયી રૂપે નવાબ મલિકની આઠ સંપત્તિઓ (properties) જપ્ત કરી છે.

આ મિલકતો મુંબઈ અને ઉસ્માનાબાદની જણાવવામાં આવી રહી છે.

નવાબ મલિક હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial Custody) છે અને ED દ્વારા તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટની શરણે ગયા છે. 

એક મહિના પહેલા EDએ શિવસેનાના (shivsena) ધારાસભ્ય પ્રતાપ સરનાઈક અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકરની સંપત્તિ જપ્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  નવાબ મલિકની મુસીબતો ઓછી ન થઈ, જ્યુડિશિયલ કસ્ટડી આ તારીખ સુધી લંબાવાઈ; જાણો વિગતે

April 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

ભાગેડું વિજય માલ્યાની મુશ્કેલીમાં થયો વધારો, અદાલતે 6900 કરોડની લોનની રિકવરી માટે જપ્ત સંપત્તિ નીલામ કરવાનો આપ્યો આદેશ 

by Dr. Mayur Parikh June 4, 2021
written by Dr. Mayur Parikh

કિંગફિશર એરલાઈનના માલિક અને ભાગેડું લિકર બિઝનેસમેન વિજય માલ્યાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 

બેંકનું ફુલેકું ફેરવીને ભાગવાના મામલે મુંબઈની મુખ્ય અદાલતે તેની જપ્ત થયેલી સંપતિમાંથી અંદાજીત 5600 કરોડ રૂપિયાની સંપત્તિ બેન્કોને સોંપવાનો આદેશ આપ્યો છે.  

અગાઉ કોર્ટે 1 જૂને વિજય માલ્યાની 1,411 કરોડની પ્રોપર્ટી બેન્કોને આપવાનો આદેશ આપ્યો હતો. તે પહેલા 24 મેના રોજ માલ્યાની 4233 કરોડ રૂપિયા બેન્કને આપવાનો આદેશ આપ્યો હતો

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માલ્યાએ વિવિધ ભારતીય બેંકોને 100 ટકા “સાર્વજનિક નાણાં” પાછા આપવાની વાત કરી હતી અને સરકારને તેમના પ્રસ્તાવને સ્વીકારવાની વિનંતી કરી હતી. માલ્યા એપ્રિલ 2019 માં ધરપકડ થયા બાદ પ્રત્યાર્પણ વોરંટ પર યુકેમાં જામીન પર છે. 

શું દિલ્હીની બોર્ડરથી ખેડૂત આંદોલન દૂર થશે? રાકેશ ટીકૈતે કેન્દ્ર પર મોટો કર્યો આ આક્ષેપ ; જાણો વિગતે 

June 4, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક