• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - reliance industries limited
Tag:

reliance industries limited

ONGC discovers oil and gas reserves in Mumbai offshore, calls it momentous achievement
વેપાર-વાણિજ્ય

KG D6 : ભારતના કેજી ડી6 બ્લોકમાં ત્રીજા ડીપવોટર ફિલ્ડમાંથી રિલાયન્સ અને આ કંપનીએ ઉત્પાદન શરૂ કર્યું

by Dr. Mayur Parikh July 3, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને બીપી પીએલસીએ ટેસ્ટિંગ અને કમિશનિંગની પ્રવૃત્તિઓને પગલે આજે એમજે ફિલ્ડમાંથી ઉત્પાદનના આરંભની પુષ્ટિ કરી છે. ભારતના પૂર્વ કાંઠાથી દૂર કેજી ડી6 બ્લોકમાં RIL-બીપી કન્સોર્ટિયમે શરૂ કરેલા ઉત્પાદનમાં એમજે ફિલ્ડ ત્રણ મુખ્ય નવા ડીપવોટર ડેવલપમેન્ટ્સમાંનું છેલ્લું ફિલ્ડ છે.

અગાઉ ડિસેમ્બર 2020માં આર-ક્લસ્ટર ફિલ્ડ તથા એપ્રિલ 2021માં સેટેલાઈટ ક્લસ્ટરના આરંભ બાદ હવે એમજે ફિલ્ડમાંથી ગેસ અને કન્ડેન્સેટ ઉત્પાદનની શરૂઆત થઈ છે. તમામ ત્રણ ડેવલપમેન્ટ આ બ્લોક માટેના પ્રવર્તમાન હબ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે.

એમજે ફિલ્ડ તેના સર્વોચ્ચ ઉત્પાદન સ્તર પર પહોંચશે ત્યારે આ ત્રણેય ફિલ્ડ સાથે મળીને, એક દિવસમાં આશરે 30 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ (1 બિલિયન ક્યુબિક ફીટ પ્રતિદિન)નું ઉત્પાદન કરશે તેવી અપેક્ષા છે, જે દેશના વર્તમાન ઘરેલુ ગેસ ઉત્પાદનમાં આ આશરે એક-તૃતિયાંશ જેટલો હિસ્સો ધરાવે તેમજ ભારતની માગના આશરે 15%ની આપૂર્તિ કરશે તેવી અપેક્ષા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે,: “બીપી સાથે અમારી ભાગીદાર પર અમને ગર્વ છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી પડકારરુપ પરિસ્થિતિઓમાં જટિલમાં જટિલ પ્રોજેક્ટ્સને કાર્યાન્વિત કરવામાં અમારી નિપૂણતાને સંયોજિત કરે છે. અન્ય કેજી ડી6 ફિલ્ડ્સની સાથે, એમજે ડેવલપમેન્ટ ખરા અર્થમાં તેમજ ભારત સરકાર દ્વારા પરિકલ્પના કરાયેલા ‘મેક ઈન ઈન્ડિયા’ ‘એનર્જી વિઝન’નું સમર્થન કરે છે.”

બીપીના ચીફ એક્ઝિક્યુટિવ બર્નાર્ડ લૂનીએ ઉમેર્યું હતું કે,: “આ નવા ડેવલપમેન્ટને સુરક્ષિત રીતે કાર્યાન્વિત થવા સુધી પહોંચાડીને, RIL અને બીપી ગેસના સુરક્ષિત પૂરવઠા માટે ભારતની માગને પરિપૂર્ણ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. RIL સાથે અમારી નિકટવર્તી વ્યૂહાત્મક ભાગીદારી હવે 15 વર્ષ કરતા પણ વધુ સમયગાળો પસાર કરી ચૂકી છે અને હવે તે ભાગીદારી ગેસ, રિટેલ, એવિયેશન ફ્યુઅલ તથા સાતત્યપૂર્ણ મોબિલિટી ઉપાયોના ક્ષેત્રમાં ઘનિષ્ઠ બની રહી છે તેનો અમને ગર્વ છે. સાથે મળીને અમે ભારતની સતત વધી રહેલી ઊર્જાની માગને પહોંચી વળવા, વાસ્તવિક મૂલ્યના સર્જન માટે દરેક ભાગીદારના શ્રેષ્ઠ તત્ત્વને બહાર લાવવામાં મદદરૂપ થઈ રહ્યા છીએ.”

આ સમાચાર પણ વાંચો: Mumbai: શહેરની પાણીની તંગીને પહોચી વળવા… ગટર ટ્રીટેડ પાણી વેચવા માટે બીએમસી બિડ આમંત્રિત કરશે: જાણો વિગતે..

2013માં શોધાયેલું અને 2019માં મંજૂર કરાયેલું, એમજે ફિલ્ડ ભારતના પૂર્વ કાંઠે ગાડીમોગા સ્થિત પ્રવર્તમાન ઓનશોર ટર્મિનલથી આશરે 30 કિ.મી.ના અંતરે પાણીની સપાટીએથી 1,200 મીટરની ઊંડાઈએ આવેલું છે.

એમજે એ હાઈપ્રેશર એન્ડ હાઈ ટેમ્પરેચર (HPHT), ગેસ એન્ડ કન્ડેન્સેટ ફિલ્ડ છે. આ ફિલ્ડના આઠ કૂવામાંથી ઉત્પાદન થશે અને પ્રતિ દિન આશરે 25,000 બેરલ તથા 12 MMSCMD ગેસનું પીક ઉત્પાદન થશે.

આ ડેવલપમેન્ટમાં નવા ફ્લોટિંગ પ્રોડક્શન, સ્ટોરેજ એન્ડ ઓફલોડિંગ (FPSO) વેસલ- ધ ‘રૂબી’નો સમાવેશ થાય છે- જેનું કામ કન્ડેન્સેટ, ગેસ, પાણી તથા અશુદ્ધિઓને પ્રોસેસ કરીને પછી વેચાણ માટે ગેસને ઓનશોર મોકલવાનું છે. કન્ડેન્સેટનો સંગ્રહ FPSO પર કરાય છે અને ત્યારબાદ ભારતીય રિફાઈનરીઓમાં પૂરવઠા માટે ટેન્કર્સ દ્વારા હેરફેર માટે ઓફલોડ કરવામાં આવે છે.

RIL એ KG D6 બ્લોકમાં ઓપરેટર છે જે 66.67% સહભાગી હિત ધરાવે છે જ્યારે બીપી 33.33% સહભાગી હિત ધરાવે છે.

July 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mukesh Ambani got a big shock.... Adani boomed overnight, leaving two more billionaires behind... Know who is number one in the list of the rich
વેપાર-વાણિજ્ય

મુકેશ અંબાણીએ લીધી કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી સિંડિકેટ લોન, જાણો તેનું શુ કરશે

by Dr. Mayur Parikh April 6, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Reliance Jio: મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) અને તેના ટેલિકોમ યુનિટ જિયો ઈન્ફ્રાકોમ (Jio Infocom) એ સૌથી મોટી સિન્ડિકેટ લોન એકત્ર કરી છે. તેને કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી સિન્ડિકેટ લોન કહેવામાં આવી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિદેશી મુદ્રા લોન (Foreign Currency loan) ના રૂપમાં વિવિધ બેંકોના કન્સોર્ટિયમમાંથી બે તબક્કામાં 5 અબજ ડોલર એકત્ર કર્યા છે. મળતી માહિતી મુજબ, રિલાયન્સે ગત અઠવાડિયે 55 બેંકો પાસેથી 3 અબજ ડોલર એકત્ર કર્યા હતા અને હવે રિલાયન્સ જિયો ઈન્ફોકોમે ફરીથી 18 બેંકો પાસેથી 2 અબજ ડોલરની વધારાની લોન મેળવી છે. આપને જણાવી દઈએ કે, સિન્ડિકેટ લોન તે કહેવાય છે જે બેંકો / નાણાકીય સંસ્થાઓના જૂથ પાસેથી લેવામાં આવે છે.

55 બેંકો પાસેથી 3 અબજ ડોલર એકત્રિત કર્યા

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે રિલાયન્સે 55 બેંકો પાસેથી 3 અબજ ડોલર એકત્ર કર્યા હતા. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ (Reliance Jio Infocomm) એ 18 બેંકો પાસેથી બે અબજ ડોલરની વધારાની લોન લીધી છે. તેમણે જણાવ્યું હતું કે, 31 માર્ચ સુધી 3 અબજ ડોલરની લોન લેવામાં આવી હતી, જ્યારે આ સપ્તાહે મંગળવારે 2 અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના હેડ-ફિક્સ્ડ ઈન્કમ શ્રી પુનીત પાલ દ્વારા આરબીઆઈની નાણાં નીતિ અંગે ટિપ્પણી 

5G નેટવર્ક શરૂ કરવા પર રૂપિયા ખર્ચાશે

રિલાયન્સ જિયો આ રકમનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરશે. આ રૂપિયા જિયો દ્વારા દેશભરમાં 5G નેટવર્ક શરૂ કરવા પર ખર્ચવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં 3 બિલિયન ડોલરની લોન 55 ધિરાણકર્તાઓ પાસેથી એકત્ર કરવામાં આવી હતી, જેમાં તાઇવાનની લગભગ બે ડઝન બેંકો તેમજ બેંક ઓફ અમેરિકા, HSBC, MUFG, Citi, SMBC, મિઝુહો અને ક્રેડિટ એગ્રીકોલ જેવી વૈશ્વિક બેંકોનો સમાવેશ થાય છે.

પ્રાથમિક લોનના સારા પ્રતિસાદ બાદ બે અબજ ડોલરની વધારાની લોન લેવાનો નિર્ણય લેવાયો હતો. તેના પછી, 55 ધિરાણકર્તાઓ પાસેથી સમાન શરતો પર બે અબજ ડોલરની નવી લોન પણ લેવામાં આવી હતી.

April 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Industries: RIL gears up to produce green hydrogen in two years
વેપાર-વાણિજ્ય

શું મુકેશ અંબાણી સિંગાપોરમાં બેસી બિઝનેસ કરશે- સિંગાપોરમાં ફેમિલી ઓફિસ ખોલવાની તૈયારી કરી રહ્યા છે- રિલાયન્સને ગ્લોબલ બનાવવાની તૈયારી

by Dr. Mayur Parikh October 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ(Asia's second richest man) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના(Reliance Industries Limited) ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) હવે સિંગાપોરમાં(Singapore) ફેમિલી ઓફિસ(Family Office) ખોલવાની તૈયારી કરી રહ્યા છે. બ્લૂમબર્ગે (Bloomberg) સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે અબજોપતિ અંબાણીએ આ નવા યુનિટ માટે કર્મચારીઓની ભરતી પણ શરૂ કરી દીધી છે અને તેની દેખરેખ માટે એક મેનેજરને પણ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં સિંગાપોરમાં ફેમિલી ઓફિસ ખોલવા માટે રિયલ એસ્ટેટ પ્રોપર્ટીની(real estate property) પણ પસંદગી કરવામાં આવી છે.

સિંગાપોર સુપર રિચ(Super rich) લોકોની પસંદગી છે

તમને જણાવી દઈએ કે અંબાણી એવા નવા ભારતીય અબજોપતિ (Indian billionaire) છે જેમણે ફેમિલી ઓફિસ(Family Office) ખોલવાનું પસંદ કર્યું છે. અગાઉ, હેજ ફંડ બિલિયોનેર રે ડાલિયો(Hedge fund billionaire Ray Dalio) અને ગૂગલના સહ-સ્થાપક સેર્ગેઈ બ્રિન સિંગાપોરમાં(Google co-founder Sergey Brin Singapore) ફેમિલી ઓફિસ ખોલનારાઓની યાદીમાં પહેલાથી જ હાજર છે. તમને જણાવી દઈએ કે સુપર રિચમાં સિંગાપોર ઓછા ટેક્સ અને સિક્યોરિટીના કારણે ફેમિલી ઓફિસ માટે આકર્ષક કેન્દ્ર બની રહ્યું છે. પરંતુ સિંગાપોરમાં વૈશ્વિક અમીરોની(Global rich) વધતી સંખ્યાના પરિણામે કાર, મકાન અને અન્ય ચીજવસ્તુઓની કિંમતો પણ વધી રહી છે. નાયબ વડા પ્રધાન લોરેન્સ વોંગે ઓગસ્ટના એક ઈન્ટરવ્યુમાં સંકેત આપ્યો હતો કે વિકાસને વેગ આપવા માટે ધનિકો ઊંચા કરનો સામનો કરી શકે છે. મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના(Monetary Authority of Singapore) જણાવ્યા અનુસાર ગયા વર્ષના 2021ના અંત સુધીમાં આવી ઓફિસોની સંખ્યા વધીને 700 થઈ ગઈ હતી. અગાઉ 2020માં આ સંખ્યા માત્ર 400 હતી.

આ સમાચાર પણ વાંચો :  76 સફેદ હીરા-18 કેરેટ સોનું- આ છે 27 કરોડની કિંમતની ઘડિયાળ- વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળમાં 110 હીરા જડ્યા- આંખોને આંજીનાખે તેવા ફોટોગ્રાફ અહીં જુઓ 

શું છે અંબાણીની યોજના?

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી તેમના રિટેલ-ટુ-રિફાઈનિંગ બિઝનેસને(Retail-to-refining business) વૈશ્વિક સ્તરે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2021 માં, અરામકોના ચેરમેનને રિલાયન્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સાથે, ગયા મહિને રિલાયન્સે યુએસ સ્થિત સોફ્ટવેર કંપની સેન્સહોકમાં(US-based software company SensehawkUS-based software company Sensehawk) 32 મિલિયન ડોલરમાં 75 ટકા હિસ્સો ખરીદ્યો હતો. રિલાયન્સે એપ્રિલ 2021માં સ્ટોક પાર્ક લિમિટેડ માટે $79 મિલિયન ચૂકવ્યા હતા. તેણે જાન્યુઆરીમાં મેન્ડરિન ઓરિએન્ટલ ન્યૂયોર્કમાં 73.4% હિસ્સો $98.15 મિલિયનમાં ખરીદ્યો હતો અને આ વર્ષે દુબઈમાં બીચસાઇડ વિલા $80 મિલિયનમાં ખરીદ્યો હતો.

નીતા અંબાણી(Nita Ambani) પણ મદદ કરી રહી છે

સૂત્રોના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ સિંગાપોરમાં ઓફિસ ખોલવામાં મદદ કરી રહી છે. અંબાણી ઈચ્છે છે કે સિંગાપોર ફેમિલી ઓફિસ એક વર્ષમાં ખુલે. અમે તમને જણાવી દઈએ કે રિલાયન્સ તેના જૂના ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસમાંથી ઈ-કોમર્સ, ગ્રીન એનર્જી અને સમગ્ર ભારતમાં તેના રિટેલના વિસ્તરણ તરફ આગળ વધી રહી છે. 2020 માં, કંપનીની Jio Platforms Ltd. Meta Platforms Inc. અને Google સહિત માર્કી સિલિકોન વેલી રોકાણકારો પાસેથી $25 બિલિયનથી વધુના સોદા પર હસ્તાક્ષર કર્યા.

આ સમાચાર પણ વાંચો : Online Sale- ગમે તેટલો વિરોધ કરો પણ લોકોને ઓનલાઈન ખરીદી જ પસંદ છે- સાત દિવસમાં 40000 કરોડનું ઓનલાઈન વેચાણ થયું- દર મિનીટે 1000 મોબાઈલનું વેચાણ- જાણો વિગતો અહીં

October 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

દેશની ટોચની વધુ એક રિટેલ ચેન કંપનીને રિલાયન્સ અધિગ્રહણ કરશે -દિવાળી સુધીમાં પાર પડશે સોદો- જાણો કેટલામાં થશે ડીલ

by Dr. Mayur Parikh September 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશના ટોચના ધનાઢ્ય બિઝનેસમેન(top richest businessman) મુકેશ અંબાણી(Mukesh Ambani) વધુ એક મોટી કંપનીને પોતાની માલિકીની બનાવવાના છે.  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના(Reliance Industries Limited) ચેરમેન મુકેશ અંબાણી કેરળની ઈલેક્ટ્રોનિક્સ અને ગ્રોસરી રિટેલ(Electronics and Grocery Retail of Kerala) ચેન બિસ્મીના(Bismi) અધિગ્રહણની તૈયારી કરી રહ્યા છે. મિડિયામાં આવેલા અહેવાલ મુજબ Reliance Retail આ ડીલને પૂરી કરવાની એકદમ નજીક છે.

ભારતીય ઉદ્યોગપતિ(Indian businessman ) મુકેશ અંબાણી સતત પોતાના બિઝનેસને વિસ્તારી રહ્યા છે. થોડા સમય પહેલા જ તેમણે બે મોટી ડીલ કરી હતી અને હવે વધુ એક મોટી ડીલ તેમના પોર્ટફોલિયોમાં જોડાવાની છે. બિસ્મીના રાજ્યમાં 30 મોટા ફોર્મેટ સ્ટોર સંચાલિત છે.

મીડિયાના અહેવાલ મુજબ આ ડીલ સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ દિવાળી સુધી આ ડીલ પર મહોર લાગી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  નવરાત્રી ઑફર્સ- TVSનું બમ્પર ડિસ્કાઉન્ટ- 6 હજારમાં ઘરે લાવો 70 હજારની આ બાઇક- 8000નું વધારાનું ડિસ્કાઉન્ટ

બિસ્મીના ઉદ્યોગપતિ વીએ અજમલ (Bismina businessman VA Ajmal) છે. અજમલ મેનેજિંગ ડાયરેક્ટરના (Managing Director) રૂપમાં આ કંપનીની કમાન સંભાળી રહ્યા છે. મિડિયા રિપોર્ટ પ્રમાણે બિસ્મીની રેવન્યુ લગભગ 800 કરોડ રૂપિયા છે અને એમડી અજમલ લગભગ 600 કરોડ રૂપિયા વેલ્યુએશનની માગણી કરી રહ્યા છે. આ મુદ્દાને લઈને રિલાયન્સ રિટેલ સાથે વાતચીત ચાલી રહી છે. મિડિયાના રિપોર્ટ મુજબ બિસ્મીના એમડીએ કોઈપણ પ્રકારની અટકળો પર ટિપ્પણીથી ઈનકાર કર્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં રિલાયન્સ ગ્રુપે મોડી ડીલ્સ કરી હતી, જેમાં અમેરિકી કંપની સેન્સહોક (American company Sensehawk) અને સોફ્ટ ડ્રિંક કેમ્પા કોલાની(Soft Drink Campa Cola) સાથે પોલિએસ્ટર ચિપ(Polyester chip) અને દોરા બનાવનારી કંપની શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડનું અધિગ્રહણ કર્યુ છે. હવે કેરળની બિસ્મી પણ અંબાણીના પોર્ટફોલિયોમાં જોડાવાની છે.

મિડિયા રિપોર્ટ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ હાલમાં જ એક નિવેદન આપ્યું હતું કે તેમની સબસિડિયરી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ આગામી પેઢીની સૌર ટેકનોલોજીનો વિકાસ કરનારી અમેરિકી કંપની કેલક્સની 20 ટકા ભાગીદારી ખરીદશે. તેના માટે રિલાયન્સ ન્યૂ એનર્જી 1.2 કરોડ ડોલર એટલે લગભગ 100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

 

September 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

દેશના ટોચના આ બિઝનેસમેને દુબઈમાં દીકરા માટે સૌથી મોંઘા ઘર ની કરી ખરીદી- રહસ્યમય ડીલથી દુનિયા અજાણ

by Dr. Mayur Parikh August 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશના જ નહીં પણ વિશ્વના પણ ટોચના બિઝનેસમેન(World's top businessmen) મુકેશ અંબાણીની(Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે(Reliance Industries Limited) દુબઈમાં(Dubai) $80 મિલિયનના બીચ-સાઇડ વિલાની(Beach-side villas) ખરીદી કરી છે, જે શહેરની અત્યાર સુધીની સૌથી મોટી રહેણાંક મિલકત સોદો હોવાનું કહેવાય છે.

મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ પામ જુમેરાહ(Palm Jumeirah) પરની મિલકત આ વર્ષની શરૂઆતમાં અંબાણીના સૌથી નાના પુત્ર અનંત માટે ખરીદવામાં આવી હતી. બીચ-સાઇડ હવેલી પાર્મ શેપના કૃત્રિમ દ્વીપસમૂહ(Artificial Archipelago) ના ઉત્તર ભાગમાં  છે અને તેમાં 10 શયનખંડ, એક ખાનગી સ્પા અને ઇન્ડોર અને આઉટડોર પૂલ છ. સ્થાનિક મીડિયાએ ખરીદનાર કોણ છે તેનું નામ જાહેર કર્યા વિના જ આ અહેવાલ આપ્યો હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : તહેવારો ટાણે જ મોંઘવારીએ માંઝા મૂકી- અહીં સીંગતેલના ભાવે રૂ.૨૯૦૦ની સપાટી વટાવી ગયા- જાણો ખાદ્યતેલના ભાવ

દુબઈ અતિ સમૃદ્ધ લોકો માટે મનપસંદ બજાર તરીકે ઉભરી રહ્યું છે, જેમને સરકારે લાંબા ગાળાના "ગોલ્ડન વિઝા"(Golden Visa") ઓફર કરીને અને વિદેશીઓ માટે ઘરની માલિકી પર હળવા નિયંત્રણો આપીને સક્રિયપણે સ્વીકાર્યું છે. બ્રિટિશ ફૂટબોલર(British footballer) ડેવિડ બેકહામ(David Beckham) તેની પત્ની વિક્ટોરિયા (Victoria) અને બોલિવૂડ મેગા સ્ટાર(Bollywood mega star) શાહરૂખ ખાન(Shah Rukh Khan) વગેરે અંબાણીના નવા પડોશીઓ હશે એવું માનવામાં આવી રહ્યું છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ(Bloomberg Billionaires Index) અનુસાર અનંત અંબાણીની(Anant Ambani) $93.3 બિલિયન સંપત્તિના ત્રણ વારસદારોમાંના એક છે. વિશ્વના 11મા સૌથી ધનાઢ્ય વ્યક્તિ,મુકેશ અંબાણી હવે 65-વર્ષના છે, વૈવિધ્યકરણ ના દબાણ પછી ધીમે ધીમે તેના બાળકોને લગામ સોંપી રહ્યા છે જેણે તેના સામ્રાજ્યને ગ્રીન એનર્જી, ટેક અને ઈ-કોમર્સમાં વિસ્તાર્યું છે.
 

August 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક