Tag: rpf

  • Ahmedabad Division : અમદાવાદ મંડળ રેલવે સંકુલોમાં 16 થી 25 જૂન દરમિયાન રેલવે સુરક્ષા બળના ઉલ્લેખનીય કામ..

    Ahmedabad Division : અમદાવાદ મંડળ રેલવે સંકુલોમાં 16 થી 25 જૂન દરમિયાન રેલવે સુરક્ષા બળના ઉલ્લેખનીય કામ..

    News Continuous Bureau | Mumbai 

    Ahmedabad Division : 

    રેલવે સુરક્ષા બળ (RPF), અમદાવાદ મંડળ રેલવે સંકુલોમાં સુરક્ષા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા, યાત્રીઓની સહાયતા સુનિશ્ચિત કરવા તથા અનિચ્છનીય પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે સતત સક્રિય ભૂમિકા નિભાવી રહ્યું છે. 16 જૂન 2025 થી 25 જૂન 2025 સુધી 10 દિવસોમાં આરપીએફ દ્વારા અનેક મહત્વપૂર્ણ કામો પાર પાડવામાં આવ્યા, જેમાં યાત્રીઓની સહાયતા, માનવ તસ્કરી પર નિયંત્રણ, ગેરકાયદેસર વસ્તુઓની જપ્તી તથા યાત્રીઓની સુરક્ષાથી જોડાયેલા વિવિધ અભિયાન સામેલ છે. મુખ્ય ઉપલબ્ધિઓ આ મુજબ છે :

    1. ઑપરેશન ‘નન્હે ફરિશ્તે’: – પાલનપુર સ્ટેશનથી બિનવારસી અને અસહાય સ્થિતિમાં મળેલા 3 સગીર બાળકોને RPF દ્વારા સુરક્ષિત રૂપે રેસ્ક્યુ કરીને ચાઈલ્ડ વેલફેર કમિટિ (CWC) તથા જીઆરપીને સોંપવામાં આવ્યા. આ પ્રયત્ન ફક્ત બાળ સંરક્ષણ કાયદાનું અનુપાલન જ દર્શાવતું નથી પરંતુ માનવીય સંવેદનાઓ પ્રત્યે RPF ની જાગૃતિને પણ દર્શાવે છે.
    2. ઑપરેશન ‘સતર્ક’ (ગેરકાયદેસરના દારૂ વિરૂદ્ધ અભિયાન):- ગેરકાયદે દારૂની તસ્કરીને અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન હેઠળ RPF દ્વારા કુલ 03 મામલાઓમાં ગેરકાયદેસરનો દારૂ જપ્ત કરવામાં આવ્યો. સંબંધિત આરોપીઓને કાયદાકીય કાર્યવાહી માટે GRP ને સોંપવામાં આવ્યા.
    3. ઑપરેશન ‘નાર્કોસ’:- અમદાવાદ સ્ટેશન પર અમદાવાદ-પુરી એક્સપ્રેસમાં ચેકિંગ દરમિયાન બીનવારસી બેગમાંથી લગભગ 15 કિલો ગાંજો (અંદાજિત મૂલ્ય ₹1,51,100) જપ્ત કરવામાં આવ્યો. આ સંબંધમાં GRP દ્વારા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ કેસ નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
    4. ઑપરેશન ‘અમાનત’:- યાત્રા દરમિયાન યાત્રીઓ દ્વારા છોડી દેવાયેલા અથવા ગુમ થયેલા ₹2 લાખથી વધુના મૂલ્યની કિમતી વસ્તુઓને આરપીએફ દ્વારા ચકાસણી કર્યા પછી સંબંધિત યાત્રીઓને સુરક્ષિતરૂપે સોંપવામાં આવી.
    5. ઑપરેશન ‘યાત્રી સુરક્ષા’:- યાત્રીઓના માલસામાનની ચોરીથી જોડાયેલા મામલાઓમાં RPF દ્વારા 05 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓને જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે GRP ને સોંપવામાં આવ્યા.
    6. મિશન જીવન રક્ષા:- 20 જૂન 2025 ના રોજ પ્લેટફોર્મ નંબર 03 પર ફરજરત RPF સ્ટાફ ઈનસાર ખાને ટ્રેન નંબર 19217 (સૌરાષ્ટ્ર એક્સપ્રેસ) ના S/3 કોચથી ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયત્ન કરી રહેલ મહિલા યાત્રીને પડવાથી બચાવીને તેમનો જીવ બચાવ્યો. આ ત્વરિત અને સાહસી કામ ‘મિશન જીવન રક્ષા’ નું જીવંત ઉદાહરણ છે.

    આ સમાચાર પણ વાંચો :  Rail Fares Hike : યાત્રીઓને મોટો ઝટકો.. રેલવે આ તારીખથી ભાડું વધારવાની તૈયારીમાં, એસી-નોન એસી ટ્રેનની મુસાફરી મોંઘી થશે..

    આ અભિયાનો અને કામો મારફતે RPF, અમદાવાદ મંડળે એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફક્ત રેલવે સંકુલોની સુરક્ષા માટે જ પ્રતિબદ્ધ નથી, પરંતુ યાત્રીઓના જીવન, અધિકારો અને સુવિધાઓની રક્ષા પ્રત્યે પણ સમાનરૂપે સંવેદનશીલ છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Mumbai Local Fight : લોકલ ટ્રેનમાં બબાલ,  બે મહિલાઓ વચ્ચે  છુટ્ટા હાથની મારામારી; જુઓ વિડિઓ

    Mumbai Local Fight : લોકલ ટ્રેનમાં બબાલ, બે મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી; જુઓ વિડિઓ

    News Continuous Bureau | Mumbai

    Mumbai Local Fight : મુંબઈ લોકલ ટ્રેનમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાઓના ડબ્બામાં થયેલી બબાલ મારામારીમાં ફેરવાઈ ગઈ. એકબીજાને અપશબ્દો બોલતા બંનેએ એકબીજાને જોરદાર માર માર્યો. લડાઈ એટલી હિંસક થઇ ગઈ કે મહિલાઓના ચહેરા પરથી લોહી નીકળવા લાગ્યું. હાલમાં, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ આ ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

    Mumbai Local Fight : મહિલાઓના ડબ્બામાં હંમેશા ભીડ રહે છે

    સવાર હોય કે સાંજ, મહિલાઓના ડબ્બામાં હંમેશા ભીડ રહે છે. ઘણી મહિલાઓ ઓફિસ, કામ કે કોલેજ માટે મુસાફરી કરે છે. સીટ મેળવવા અંગે કે ભીડમાં ખોટા સ્પર્શને કારણે થતી દલીલો નવી નથી. જોકે, આ વખતે મુંબઈ લોકલના મહિલા ડબ્બામાં શરૂ થયેલી દલીલ એટલી વધી ગઈ કે તે સીધી મારામારી સુધી પહોંચી ગઈ. વાળ ખેંચવા, થપ્પડ મારવાના બનાવો તે થોડી મિનિટોમાં જ બન્યા.

    Mumbai Local Fight :જુઓ વિડીયો 

    વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દરવાજા પર બે મહિલાઓની ભીડ છે. તેમાંથી એક મહિલાના માથામાંથી લોહી નીકળતું હતું. કેટલીક મહિલાઓ તેને શાંત કરતી જોવા મળી રહી છે. પરંતુ અચાનક ઘાયલ મહિલા ત્યાં ઉભેલી મહિલાના વાળ ખેંચીને તેને મારવા લાગી. લોકલના દરવાજા પર મહિલાઓ લડવા લાગી, દરવાજા પર ઉભેલી મહિલાઓ પણ ડરી ગઈ. ત્યાં ઉભેલી એક મહિલાએ સાવચેતી રાખીને લોકલનો દરવાજો બંધ કરી દીધો જેથી કોઈ દરવાજામાંથી ન પડે. જોકે, બંને મહિલાઓ શાંત થઈ રહી ન હતી. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેઓ એકબીજાના વાળ પકડીને એકબીજાને માર મારી રહ્યા છે.

    Mumbai Local Fight :કડક કાર્યવાહીની માંગ 

    લોકલ ટ્રેનમાંથી આ વીડિયો વાયરલ થયા પછી, નાગરિકોએ સોશિયલ મીડિયા પર ગુસ્સે પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે. શું આ મહિલાઓની ટ્રેન છે કે કુસ્તીનું મેદાન? એક યુઝરે ગુસ્સાથી પ્રતિક્રિયા આપી છે. જ્યારે બીજા યુઝરે કહ્યું, આટલી હદ સુધી કોણ જાય છે અને તેમને માર મારે છે? જ્યારે ઘણાએ કહ્યું, અમે સંબંધિત મહિલાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

    આ સમાચાર પણ વાંચો : Air India flight : દિલ્હીથી પુણે જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન સાથે અથડાયું પક્ષી, મુસાફરોનો જીવ પડીકે બંધાયો; ફ્લાઇટ રદ્દ..

     Mumbai Local Fight : રેલ્વે પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરી 

    મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના 17 જૂનના રોજ સાંજે મીરા રોડ અને ભાયંદર સ્ટેશન વચ્ચે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, સીટ ના વિવાદને કારણે બંને વચ્ચે થયેલી દલીલ લડાઈમાં ફેરવાઈ ગઈ હતી. મુસાફરોએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ ફોન પર શૂટ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ ઘટનાને ધ્યાનમાં લેવામાં આવી.લોકલ ટ્રેન સાંજે 7.32 વાગ્યે ભાયંદર સ્ટેશન પહોંચ્યા પછી, રેલ્વે પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરી અને બંને મહિલાઓને ટ્રેનમાંથી નીચે ઉતારી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે સીટના વિવાદને કારણે આ ઘટના બની હતી. બંનેમાંથી કોઈએ પણ આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી ન હોવાથી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Ahmedabad News : રેલવે સુરક્ષા બળ અમદાવાદની અનધિકૃત પાર્કિંગ પર કડક કાર્યવાહી, 14 વાહનો કર્યા જપ્ત

    Ahmedabad News : રેલવે સુરક્ષા બળ અમદાવાદની અનધિકૃત પાર્કિંગ પર કડક કાર્યવાહી, 14 વાહનો કર્યા જપ્ત

    News Continuous Bureau | Mumbai

    Ahmedabad News : અમદાવાદ રેલવે સંકુલમાં ટ્રાફિક વ્યવસ્થાને સુગમ બનાવી રાખવા અને યાત્રીઓને ઉત્તમ સુવિધા આપવાના ઉદ્દેશથી રેલવે સુરક્ષા બળ (RPF) અમદાવાદ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં સ્ટેશનના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનમાં નિયમોની અવગણના કરતાં ગેરકાયદેસર રૂપે ઉભેલા ટેક્સી અને ઑટો રિક્શા માત્ર ટ્રાફિકમાં અડચણરૂપ જ નહોતા બની રહ્યા પરંતુ યાત્રીઓની અવરજવરમાં પણ અસુવિધાનું કારણ બની રહ્યા હતા.

    આ સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના હેતુથી RPF એ એક સુનિયોજિત કાર્યવાહી કરતાં કુલ 14 ટેક્સી અને ઑટો રિક્શા જપ્ત કર્યા. તમામ જપ્ત વાહનોના ચાલકો વિરૂદ્ધ રેલવે અધિનિયમ હેઠળ કાયદાકિય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    રેલવે સંકુલમાં અશિસ્ત, અવ્યવસ્થા અને નિયમોનું ઉલ્લંઘન કોઈ પણ હાલતમાં ચલાવી લેવામાં આવશે નહીં. રેલવે સ્ટેશન જાહેર સેવાનું કેન્દ્ર છે, જ્યાં સુવ્યવસ્થા, શાંતિ અને સુરક્ષા સર્વોપરિ છે.

    આ સમાચાર પણ વાંચો : Maharashtra Covid 19 : મહારાષ્ટ્રમાં ફરી કોરોનાની રફ્તાર વધી! એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ; જાણો મુંબઈની સ્થિતિ..

    નો પાર્કિંગ વિસ્તારમાં પોતાની મરજી ચલાવનારા ચાલકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, RPF ની દેખરેખ સતત ચાલુ છે અને ભવિષ્યમાં આ મુજબની કોઈપણ પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Western Railway : મુસાફરી દરમિયાન વસ્તુઓ ગુમાવી? ચિંતા ન કરો; રેલવેનું ‘ઓપરેશન અમાનત’ કરશે મદદ

    Western Railway : મુસાફરી દરમિયાન વસ્તુઓ ગુમાવી? ચિંતા ન કરો; રેલવેનું ‘ઓપરેશન અમાનત’ કરશે મદદ

    News Continuous Bureau | Mumbai 

     Western Railway :  ટ્રેન અને એક્સપ્રેસ મુસાફરી દરમિયાન ગુમાવેલી વસ્તુઓ હવે તમે ઘરે બેઠા શોધી શકો છો. પશ્ચિમ રેલવેની ‘મિસિંગ એન્ડ ફાઉન્ડ’ (Missing and Found) શાખા હવે ઓનલાઇન થઈ ગઈ છે. પશ્ચિમ રેલવેની આ શાખા રેલવેમાં મળેલી વસ્તુઓને પશ્ચિમ રેલવેના પોર્ટલ પર ફોટો સાથે અપલોડ કરશે જેથી મુસાફરોને ઓળખવામાં અને મેળવવામાં સરળતા રહે. (Operation Amanat)

     Western Railway: ‘ઓપરેશન અમાનત’ ની શરૂઆત

     ભારતીય રેલવેમાં પહેલીવાર પશ્ચિમ રેલવે રક્ષણ દળ (RPF) ની વેબસાઇટ પર ગુમાવેલી અને ભૂલાયેલી વસ્તુઓની માહિતી અપલોડ કરવામાં આવી છે. આ માહિતી પશ્ચિમ રેલવેના હોમ પેજ પર ઉપલબ્ધ છે. રેલ્વેએ તેને ‘ઓપરેશન અમાનત’ (Operation Amanat) નામ આપ્યું છે. ‘ઓપરેશન અમાનત’ દ્વારા, RPF એવી ગુમાવેલી વસ્તુઓને સક્રિયપણે શોધે છે અને ખાતરીપૂર્વક તે તેમના યોગ્ય માલિકોને પરત કરે છે. (Operation Amanat)

     Western Railway RPF ની મદદ

    ‘અમાનત’ આ ઓપરેશન અંતર્ગત, RPF એ તેમના ફરજની બહાર જઈને જરૂરિયાતમંદ મુસાફરોને મદદ કરી છે અને તેમની ગુમાવેલી અથવા ભૂલાયેલી વસ્તુઓ જેમ કે મોબાઇલ ફોન, લેપટોપ, દાગીના, રોકડ રકમ વગેરે મુસાફરોને પરત કરી છે,” એમ પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું. એપ્રિલ 2024 થી ફેબ્રુઆરી 2025 દરમિયાન, 9.4 કરોડ રૂપિયાથી વધુ કિંમતના 4700 સામાન મુસાફરોને પરત કરવામાં આવ્યા છે. (Operation Amanat) 16 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉપનિરીક્ષક યોગેશ કુમાર જાની અને કોન્સ્ટેબલ હનુમાન પ્રસાદ ચૌધરી સાથે, બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 5 ની તપાસ કરતી વખતે, સુર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસના કોચ B4 ની સીટ નંબર 15 નીચે મહેંદી રંગની બેગ મળી હતી. બેગ RPF ચૌકીમાં લાવવામાં આવી. 

    આ સમાચાર પણ વાંચો :  Western Railway : હાશકારો… પશ્ચિમ રેલવે આ સુપરફાસ્ટ એક્સપ્રેસ હવે પ્રતિદિન ચલાવશે..

    બેગની તપાસ કરતા તેમાં એક મોબાઇલ ફોન, કપડાં અને કિંમતી દાગીના ભરેલી પોલિથિન બેગ મળી. તે જ દિવસે, એક વ્યક્તિ તેની ગુમાવેલી બેગ શોધવા માટે બાંદ્રા રેલવે સ્ટેશનના રેલવે સુરક્ષા દળના કચેરીમાં આવ્યો. તેણે જણાવ્યું કે, તે તેના બે નાના બાળકો સાથે અને અન્ય સામાન સાથે જોધપુરથી બાંદ્રા ટર્મિનસ સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી. (Operation Amanat) આ બેગ તેને પરત કરવામાં આવી હતી.
     

  • CRPF : “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”ની ગુજરાત કરશે યજમાની, ૨૭ રાજ્યોના ૫૭૨ રમતવીરો થશે સહભાગી

    CRPF : “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”ની ગુજરાત કરશે યજમાની, ૨૭ રાજ્યોના ૫૭૨ રમતવીરો થશે સહભાગી

    News Continuous Bureau | Mumbai

    CRPF :

    •  આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ દરમિયાન યોજાનાર આ સ્પર્ધાઓમાં ૨૭ રાજ્યોના ૫૭૨ રમતવીરો થશે સહભાગી
    • ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં તેમજ ગુજરાતના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે

      કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ દ્વારા આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ-૨૦૨૫ દરમિયાન આયોજિત “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫”ની ગુજરાત યજમાની કરશે. જેમાં વિવિધ ૨૭ રાજ્યોના ૫૭૨ રમતવીરો સહભાગી થશે.

    આ સ્પર્ધાનો સમાપન સમારોહ તા. ૨૮મી માર્ચના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે અને ઉદ્ઘાટન સમારોહ ગુજરાતના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આગામી તા. ૨૪મી માર્ચના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે.

    આ ચાર દિવસીય સ્પર્ધા દરમિયાન પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વિવિધ એક્વેટીક્સ અને ક્રોસ કન્ટ્રી સહિતની ચાર સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત તા. ૨૬મી માર્ચના રોજ ચિલોડા રોડ, ગાંધીનગર ખાતે સ્થિત CRPF ગ્રુપ સેન્ટર ખાતે સંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : GUJCET 2025: આવતીકાલે યોજાશે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૫ પરીક્ષા, જિલ્લાના ૯૫ પરીક્ષા કેન્દ્રો પર ૧૯૦૬૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    અત્રે ઉલ્લેખનીય છે કે, “૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫” સ્પર્ધામાં આંદામાન નિકોબાર પોલીસ, આંધ્રપ્રદેશ પોલીસ, આસામ પોલીસ અને આસામ રાઈફલ્સ, બોર્ડર સીકયોરીટી ફોર્સ, છત્તીસગઢ પોલીસ, સી.આઈ.એસ. એફ, સી.આર.પી.એફ, ગુજરાત પોલીસ, હરિયાણા પોલીસ, ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ, જમ્મુ- કાશ્મીર પોલીસ, ઝારખંડ પોલીસ, કર્ણાટક પોલીસ, કેરાલા અને મહારાષ્ટ્ર પોલીસ, એન.ડી.આર.એફ, ઓડીશા, રાજસ્થાન,તમિલનાડુ, ઉત્તરાખંડ, પશ્રિમ બંગાળ, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને પંજાબ પોલીસ, રેલ્વે પ્રોટેકશન ફોર્સ, એસ.એસ.બીના ૫૭૨ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ચાર રમતો યોજાશે જેમાં સાંઈ ખાતે સ્વીમીંગ અને વૉટર પોલો સ્પર્ધા, સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડાઈવીંગ સ્પર્ધા અને જી.સી.ગાંધીનગર ખાતે ૧૦ કિ.મી ક્રોસ કંન્ટ્રી રન યોજાશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • RPF YouTuber :  અલાહાબાદમાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ ખતરનાક રેલ્વે ટ્રેક સ્ટંટ માટે યુટ્યુબરની ધરપકડ કરી

    RPF YouTuber : અલાહાબાદમાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ ખતરનાક રેલ્વે ટ્રેક સ્ટંટ માટે યુટ્યુબરની ધરપકડ કરી

    News Continuous Bureau | Mumbai 

    RPF YouTuber : આરપીએફના ડાયરેક્ટર જનરલ નાગરિકોને અપીલ કરે છે કે તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય અને આવા કોઈપણ કૃત્યોની જાણ  કરે. અવિચારી વર્તણૂક પર મોટી કાર્યવાહીમાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સે ( Railway Protection Force ) પ્રચાર માટે રેલ્વે ટ્રેક સાથે ગુનાહિત રીતે ચેડા કરીને જાહેર સલામતીને જોખમમાં મુકવા બદલ યુટ્યુબરની ધરપકડ કરી છે.  ટ્વિટર પર એક વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રેલવે ટ્રેક ( Railway tracks ) પર વિવિધ વસ્તુઓ મૂકતો જોવા મળ્યો હતો, જેનાથી તાત્કાલિક તપાસ શરૂ થઈ હતી.  ગુનેગાર ગુલઝાર શેખે તેની યુટ્યુબ ચેનલ પર 250 થી વધુ વીડિયો અપલોડ કર્યા છે અને તેના 2 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.  તેની ઓન-કેમેરા પ્રવૃત્તિઓએ રેલ્વે સુરક્ષા અને કામગીરી બંને માટે મોટું જોખમ ઊભું કર્યું હતું.

     શેખની યુટ્યુબ ( YouTuber ) પ્રોફાઇલ અને સોશિયલ મીડિયાની હાજરીના વિગતવાર વિશ્લેષણ દ્વારા, RPF ઉંચહાર, ઉત્તર રેલવેએ 01/08/2024 ના રોજ રેલવે એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હતો.  તે જ દિવસે, RPF અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે શ્રી ગુલઝાર શેખ, પુત્ર સૈયદ અહમદની ઉત્તર પ્રદેશના સોરાઓન (અલાહાબાદ ( Allahabad ) ), ખંડરૌલી ગામમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.

     RPF, લખનૌ ડિવિઝનની ત્વરિત અને અસરકારક કાર્યવાહીની પ્રશંસા કરતા, RPFના મહાનિર્દેશક પર ભાર મૂક્યો કે શ્રી ગુલઝાર શેખ સામે કાનૂની કાર્યવાહી ભારતીય રેલ્વેની સુરક્ષા ( Railway Security )સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિઓ માટે મજબૂત અવરોધક તરીકે કામ કરશે.  

    તેમણે રેલ્વે સલામતીના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો અને લોકોને ખાતરી આપી હતી કે રેલ્વેની સુરક્ષાને ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસને દૃઢ નિશ્ચય અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો :  Western Railway: પશ્ચિમ રેલવે ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે સ્પેશલ ટ્રેન ચલાવશે.

     આરપીએફના ડાયરેક્ટર જનરલે પણ લોકોને અપીલ કરી હતી કે તેઓ આવી પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય અને રેલ્વેની સલામતી અને સલામતી સાથે ચેડાં કરતા કોઈપણ કૃત્યની જાણ કરે.  આવી માહિતી રેલ્વે પ્રોટેક્શન ફોર્સ અથવા રેલ મદદ ના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 139 દ્વારા આપી શકાય છે.

    v Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • RPF Operation Nanhe Farishte: રેલવે સુરક્ષા બળ (આરપીએફ)એ છેલ્લા 7 વર્ષ ના દરમિયાન ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 84,119 બાળકોને બચાવ્યા

    RPF Operation Nanhe Farishte: રેલવે સુરક્ષા બળ (આરપીએફ)એ છેલ્લા 7 વર્ષ ના દરમિયાન ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 84,119 બાળકોને બચાવ્યા

    News Continuous Bureau | Mumbai

    RPF Operation Nanhe Farishte: છેલ્લા સાત વર્ષથી, રેલવે સુરક્ષા બળ (આરપીએફ) ‘નન્હે ફરિશ્તે’ નામના ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યું છે. 

    આ એક મિશન છે જે ભારતીય રેલવે ( Indian Railways ) ઝોનોમાં પીડિત બાળકોને બચાવવા ( Children Rescue ) માટે સમર્પિત છે. છેલ્લા સાત વર્ષ (2018-મે 2024) દરમિયાન, આરપીએફએ સ્ટેશનો અને ટ્રેનોમાં જોખમમાં અથવા જોખમમાં રહેલા 84,119 બાળકોને બચાવ્યા છે.

    ‘નન્હે ફરિશ્તે’ માત્ર એક ઓપરેશન કરતાં પણ વધુ છે; તે હજારો બાળકો ( Children ) માટે એક જીવનરેખા છે જેઓ પોતાને અનિશ્ચિત સંજોગોમાં શોધે છે. 2018 થી 2024 સુધીનો ડેટા અતૂટ સમર્પણ, અનુકૂલનશીલતા અને સંઘર્ષ ક્ષમતાની વાર્તા દર્શાવે છે. દરેક બચાવ એ સમાજના સૌથી અસુરક્ષિત સદસ્યોની સુરક્ષા માટે RPFની પ્રતિબદ્ધતાનું એક પ્રમાણ છે.

    વર્ષ 2018માં ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ની મહત્વપૂર્ણ શરૂઆત થઈ. આ વર્ષે, આરપીએફએ કુલ 17,112 બાળ પીડિતોને બચાવ્યા. જેમાં બાળકો અને બાળકીઓ બંને શામિલ હતા. બચાવી લેવામાં આવેલા 17,112 બાળકોમાંથી 13,187ની ઓળખ ભાગેડુ બાળકો તરીકે કરવામાં આવી હતી, 2105 ગુમ થયા હતા, 1091 છૂટા પડ્યા હતા, 400 બાળકો નિરાધાર, 87 અપહરણ, 78 માનસિક રીતે અશક્ત અને 131 બેઘર બાળકો હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષ 2018 માં જે આવી પેહેલની તાત્કાલિક જરૂરિયાતને પ્રકાશિત કરતા ઓપરેશન માટે એક મજબૂત પાયો રખાયો હતો 

    વર્ષ 2019 દરમિયાન, આરપીએફના પ્રયાસો સતત સફળ રહ્યા હતા અને બાળકો અને બાળકીઓ બંને સહિત કુલ 15,932 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવી લેવાયેલા 15,932 બાળકોમાંથી 12,708 ભાગેડુ હતા, 1454 ગુમ, 1036 અલગ થયેલા, 350 નિરાધાર, 56 અપહરણ, 123 માનસિક રીતે અસ્વસ્થ અને 171 બેઘર બાળકો તરીકે ઓળખાયા હતા.

    વર્ષ 2020 કોવિડ મહામારીને કારણે પડકારજનક હતું, જેણે સામાન્ય જીવનને ખોરવ્યું હતું અને કામગીરીને નોંધપાત્ર રીતે અસર કરી હતી. આ પડકારો છતાં, RPF 5,011 બાળકોને બચાવવામાં સફળ રહ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો: Foot Over Bridge: મહેસાણા સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 2 સ્પાન લોન્ચ

    વર્ષ 2021 દરમિયાન, આરપીએફ એ તેની બચાવ કામગીરીમાં પુનરુત્થાન જોયું, જેનાથી 11,907 બાળકોને બચાવ્યા હતા. આ વર્ષે શોધાયેલ અને સરંક્ષિત કરવામાં આવેલ બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જેમાં 9601 બાળકો ભાગેડુ તરીકે ઓળખાયા, 961 ગુમ થયા રૂપમાં, 648 અલગ થયેલા, 370 નિરાધાર, 78 અપહરણ, 82 માનસિક રૂપથી વિકલાંગ અને 123 બેઘર બાળકો તરીકે ઓળખાયા હતા.

    વર્ષ 2023 દરમિયાન, આરપીએફ 11,794 બાળકોને બચાવવામાં સફળ રહ્યું હતું. તેમાંથી 8916 બાળકો ઘરેથી ભાગેડુ હતા, 986 ગુમ થયા હતા, 1055 અલગ થયા હતા, 236 નિરાધાર હતા, 156 અપહરણ થયા હતા, 112 માનસિક રૂપથી વિકલાંગ હતા અને 237 બેઘર બાળકો હતા. આરપીએફએ આ અસુરક્ષિત બાળકોની સુરક્ષા અને સારી કાળજી લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

    2024ના પ્રથમ પાંચ મહિનામાં આરપીએફએ 4,607 બાળકોને બચાવ્યા છે. જેમાં 3430 ઘરેથી ભાગેડુ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે, પ્રારંભિક વલણો ઓપરેશન ‘નન્હે ફરિશ્તે’ માટે સતત પ્રતિબદ્ધતાની સાક્ષી આપે છે. આ સંખ્યાઓ બાળકો ભાગી જવાની સતત સમસ્યા અને તેમના માતા-પિતા પાસે સુરક્ષિત રીતે પરત કરવાના આરપીએફના દ્વારા કરેલ પ્રયાસો બંને દર્શાવે છે.

    આરપીએફ એ તેના પ્રયત્નો દ્વારા, ન માત્ર બાળકોને બચાવ્યા છે, બલકે ઘરેથી ભાગેડુ અને ગુમ થયેલા બાળકોની દુર્દશા વિશે પણ જાગૃતિ વધારી છે, જે આગળની કાર્યવાહી અને વિવિધ હિતધારકો નું સમર્થન મળ્યું. આરપીએફના ઓપરેશન ના દાયરાઓ સતત વધી રહ્યા છે, દરરોજ નવા પડકારોનો સામનો કરીને ભારતના વિશાળ રેલવે નેટવર્કમાં બાળકો માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવા માટે કરી રહ્યા છે. 

    ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ પર બાળકો વિશે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. 135 થી વધુ રેલવે સ્ટેશનો પર ચાઈલ્ડ હેલ્પડેસ્ક ઉપલબ્ધ છે. 

    આરપીએફ બચાવેલા બાળકોને જિલ્લા બાળ કલ્યાણ સમિતિને સોંપે છે. જિલ્લા બાળ કલ્યાણ સમિતિ બાળકોને તેમના માતાપિતાને સોંપે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    આ સમાચાર પણ વાંચો:  Gujarat Road Infrastructure: ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોના રોડ-ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી

  • Child Rescue : મોતની યાત્રા… રમતા રમતા પાંચ વર્ષનું બાળક ટ્રેનના પૈડાની વચ્ચે બેસી ગયુ, ખાધા-પીધા વિના કાપ્યું 100 કિમીનું અંતર.. જુઓ વીડિયો..

    Child Rescue : મોતની યાત્રા… રમતા રમતા પાંચ વર્ષનું બાળક ટ્રેનના પૈડાની વચ્ચે બેસી ગયુ, ખાધા-પીધા વિના કાપ્યું 100 કિમીનું અંતર.. જુઓ વીડિયો..

    News Continuous Bureau | Mumbai

    Child Rescue : રામ રાખે તેને કોણ ચાખે… આ કહેવતને સાર્થક કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એવું કહેવાય છે કે ભગવાન જેને બચાવવા માંગે છે તેને કોઈ મારી શકે નહીં. આવું જ કઈંક 5 વર્ષના બાળક ( child ) સાથે બન્યું છે. જેને આરપીએફએ સુરક્ષિત રીતે બચાવી લીધો. 

    Child Rescue : જુઓ વિડીયો 

    આ દરમિયાન બાળકને બચાવવા ( Rescue ) નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે માલગાડી ( goods train ) ની નીચે પૈડાં વચ્ચે બેઠેલો જોવા મળે છે, આરપીએફના જવાનો તેને બહાર લઈ જતા જોવા મળે છે.

    Child Rescue : માલગાડીના પૈડા વચ્ચે અટવાયેલો રહ્યો 

    વાસ્તવમાં લખનૌમાં રેલ્વે ટ્રેક નજીક રહેતો એક માસુમ બાળક રમતા રમતા ટ્રેક પર ઉભેલી માલગાડીના પૈડા વચ્ચે બેસી ગયો. ત્યારે  માલગાડી અચાનક ચાલુ થઈ અને બાળક ફરીથી નીચે ઉતરી શક્યું નહીં. આ રીતે તે માલગાડીના પૈડા વચ્ચે અટવાયેલો રહ્યો અને કેટલાય કિલોમીટરનું અંતર કાપીને હરદોઈ ( Hardoi ) પહોંચી ગયો. બીજી તરફ આરપીએફને આ બાબતની જાણ થતાં જ તેઓએ બાળકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ બાળકનું નામ અને સરનામું પૂછ્યા બાદ બાળકને ચાઈલ્ડ કેર હરદોઈને સોંપવામાં આવ્યો હતો.  

    Child Rescue : ચેકિંગ દરમિયાન ખબર પડી બાળકની

    મળતી માહિતી મુજબ  રેલવે કર્મચારીએ ચેકિંગ દરમિયાન બાળકને માલગાડીના પૈડા વચ્ચે ફસાયેલો જોયો હતો. તેણે તરત જ આ અંગે આરપીએફને જાણ કરી. જે બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારીઓએ માલગાડીને રોકીને બાળકને બહાર કાઢ્યો હતો. બાદમાં તેને આરપીએફ હરદોઈ ચોકી પર લાવવામાં આવ્યો હતો. તે ખૂબ જ ડરી ગયો હતો. બાળકે માલગાડીના પૈડાં વચ્ચે બેસીને લગભગ 100 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. પૂછપરછ દરમિયાન બાળકે જણાવ્યું હતું કે તેની માતા તેને છોડીને ક્યાંક ચાલી ગઈ છે. પિતા ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. બાળકે કહ્યું કે તે રમતા રમતા માલગાડીના પૈડા વચ્ચે બેસી ગયો અને પછી ટ્રેન ચાલુ થઈ. જોકે, પૂછપરછ બાદ પોલીસે બાળકને બાળ સંભાળ કેન્દ્રને સોંપી દીધો હતો. 

    આ સમાચાર પણ વાંચો :  RBI : રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી, હવે આ બેંક પર લગાવ્યા નિયંત્રણો.. ગ્રાહકો ખાતામાંથી નહીં નીકાળી શકે એક પણ રૂપિયો 

  • Indian Railways : તહેવારોમાં ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સજ્જ,  દોડાવશે 540 હોળી સ્પેશિયલ ટ્રેનો

    Indian Railways : તહેવારોમાં ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સજ્જ, દોડાવશે 540 હોળી સ્પેશિયલ ટ્રેનો

    News Continuous Bureau | Mumbai

    Indian Railways : હોળીના ( Holi ) આ તહેવારની સીઝનમાં, રેલ યાત્રિકોની ( rail passengers ) સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને દૂર કરવા માટે, ભારતીય રેલવે 540 ટ્રેન સેવાઓ ચલાવી રહી છે. 

    દિલ્હી-પટના, દિલ્હી-ભાગલપુર, દિલ્હી-મુઝફ્ફરપુર, દિલ્હી-સહરસા, ગોરખપુર-મુંબઈ, કોલકાતા-પુરી, ગુવાહાટી-રાંચી, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, જયપુર- બાંદ્રા ટર્મિનસ, પુણે- દાનાપુર, દુર્ગ-પટના, બરૌની-સુરત વગેરે રેલવે રૂટ પર દેશભરના મુખ્ય સ્થળોને જોડવા માટે ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે.

    ક્રમાંક

     

    રેલવે

     

    સૂચિત સેવાઓ

     

    1 CR 88
    2 ECR 79
    3 ER 17
    4 ECoR 12
    5 NCR 16
    6 NER 39
    7 NFR 14
    8 NR 93
    9 NWR 25
    10 SCR 19
    11 SER 34
    12 SECR 4
    13 SR 19
    14 SWR 6
    15 WCR 13
    16 WR 62
      કુલ 540

    બિનઆરક્ષિત કોચમાં મુસાફરોના વ્યવસ્થિત પ્રવેશ માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ ( RPF ) સ્ટાફની દેખરેખ હેઠળ ટર્મિનસ સ્ટેશનો પર કતાર ઊભી કરીને ભીડને નિયંત્રિત કરવાના પગલાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો :  Loksabha Election 2024: ચૂંટણી પંચે વિકાસ ભારત સંપર્ક વોટ્સએપ સંદેશાઓ પર પ્રતિબંધ મૂક્યો, જાણો શું છે કારણ..

    મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના આરપીએ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેનો સરળતાથી ચાલે તે માટે અધિકારીઓને મુખ્ય સ્ટેશનો પર ઇમરજન્સી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેન સેવામાં કોઈપણ વિક્ષેપને અગ્રતાના આધારે દૂર કરવા માટે સ્ટાફને વિવિધ વિભાગોમાં તૈનાત કરવામાં આવ્યા છે.

    પ્લેટફોર્મ નંબરની સાથે ટ્રેનોના આગમન/પ્રસ્થાનની સતત અને સમયસર જાહેરાત માટે પગલાં લેવામાં આવ્યા છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Jaipur Mumbai Express Firing : જયપુર-મુંબઈ ટ્રેનમાં ગોળીબાર કેસ પર કાર્યવાહી,  હવે વઘુ બે આરપીએફ જવાનો થયા સસ્પેન્ડ..

    Jaipur Mumbai Express Firing : જયપુર-મુંબઈ ટ્રેનમાં ગોળીબાર કેસ પર કાર્યવાહી, હવે વઘુ બે આરપીએફ જવાનો થયા સસ્પેન્ડ..

    News Continuous Bureau | Mumbai

    Jaipur Mumbai Express Firing : 31 જુલાઈ, 2023ના રોજ, જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં સવારે છ વાગ્યાની આસપાસ ફાયરિંગની ( Firing  ) ઘટના બની હતી. RPF જવાને 31મી જુલાઈના રોજ પોતાના સાથીદાર સાથે મુસાફરો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં આરપીએફ જવાનના સાથીદાર સહિત 4 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

    આ ઘટના દહિસર અને મીરારોડ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. ઘટના બાદ લોકો પાયલોટે તરત જ ટ્રેન રોકી દીધી હતી. જે બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુંબઈ પોલીસે ( Mumbai Police ) તેની ધરપકડ કરી હતી.

    આરોપી છેલ્લા 6 મહિનાથી સારવાર હેઠળ હતો…

    હવે આ મામલે એક મોટું અપડેટ આવ્યું છે. જયપુર-મુંબઈ એક્સપ્રેસ ફાયરિંગ કેસમાં અન્ય બે આરપીએફ જવાનોને ( RPF personnel ) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને જવાન એક્સપ્રેસમાં થયેલા ફાયરિંગના પ્રત્યક્ષદર્શી હતા . ફરજ બજાવવામાં નિષ્ફળતા માટે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને જવાનોની ઝીણવટભરી તપાસ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેઓએ તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી નહતી.

    આ સમાચાર પણ વાંચો :  Elon Musk : ચીનને કારણે રેકોર્ડ નુકસાન, મસ્કને રુ. 3.3 લાખ કરોડનું નુકસાન.. જાણો શું છે કારણ..

    ઉલ્લેખનીય છે કે, જ્યારે મુસાફરો પર આ ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો , ત્યારે આમાંથી એક જવાન એક્સપ્રેસ ટ્રેનના ટોઇલેટમાં છુપાય ગયો હતો, જ્યારે બીજાએ કાર્યવાહી કરવાને બદલે દર્શકની ભૂમિકા ભજવી હતી. 31 જુલાઈના રોજ એક્સપ્રેસ ટ્રેનમાં ( express train ) ફાયરિંગમાં RPF ASI સહિત ત્રણ મુસાફરોના મોત થયા હતા. આ કેસમાં આરોપી આરપીએફ જવાનની ધરપકડ કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે, આ મામલામાં વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપીનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હતું. પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે તે છેલ્લા 6 મહિનાથી સારવાર હેઠળ હતો. જે બાદ આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. તેમ જ આરોપીઓએ પોલીસને તપાસમાં સહકાર આપ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.