Tag: RRKPK

  • Ranveer Singh : રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં રણવીર સિંહ નું પરફોર્મન્સ જોઈ શ્વેતા બચ્ચને અભિનેતા ને ભેટમાં આપી આ સુંદર વસ્તુ, વીડિયો થયો વાયરલ

    Ranveer Singh : રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં રણવીર સિંહ નું પરફોર્મન્સ જોઈ શ્વેતા બચ્ચને અભિનેતા ને ભેટમાં આપી આ સુંદર વસ્તુ, વીડિયો થયો વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Ranveer Singh : ફિલ્મના પ્રીમિયરથી ઘણી સકારાત્મક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. રણબીર કપૂર, વિકી કૌશલ, કેટરિના કૈફ, નીતુ કપૂર, અભિષેક બચ્ચન, ગૌરી ખાન, મલાઈકા અરોરા, અનન્યા પાંડે બધા ફિલ્મના વખાણ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ, જયા બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન રણવીર સિંહના અભિનયથી એટલી ખુશ હતી કે તેણે તે જ સમયે અભિનેતાને એક પેન્ડન્ટ ગિફ્ટ માં આપ્યું હતું .

    રણવીર સિંહ નું પરફોર્મન્સ જોઈ શ્વેતા બચ્ચને આપી ગિફ્ટ

    આ ઇવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં શ્વેતા બચ્ચન રણવીરને પેન્ડન્ટ ગિફ્ટ કરતી જોવા મળી રહી છે. રણવીર સફેદ સ્વેટ શર્ટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે શ્વેતા રણવીર સિંહ ને ગળામાં પેન્ડન્ટ પહેરાવી રહી છે. આ પછી બંને એકબીજાને ગળે લગાવે છે.ચાહકો પણ આ ક્યૂટ વીડિયોને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “રણવીર ખરેખર ક્યૂટ છે. તે તમામ પ્રેમનો હકદાર છે.” જ્યારે, બીજાએ લખ્યું, “રણવીર આવા સકારાત્મક વાઇબ્સ ધરાવતો વ્યક્તિ છે.”

    આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani : લ્યો કરો વાત.. એશિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણી ખિસ્સામાં પૈસા લઈને નથી ફરતા, ક્રેડિટ કાર્ડ પણ નથી રાખતા..

    ફેમિલી ડ્રામા છે ફિલ્મ રોકી બાઉર રાની કી પ્રેમ કહાની

    રોકી બાઉર રાની કી પ્રેમ કહાની એક રોમેન્ટિક-ફેમિલી ડ્રામા છે જેમાં રણવીર-આલિયાની સાથે જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સાથે કરણ જોહર બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે 25 વર્ષ પૂરા કરી રહ્યો છે.

  • Deepika Padukone : દીપિકા પાદુકોણે એક્સ બોયફ્રેન્ડની પત્નીને આપી ખાસ ગિફ્ટ, આલિયા ભટ્ટે આ રીતે કર્યો આભાર વ્યક્ત

    News Continuous Bureau | Mumbai 

    Deepika Padukone : કેટ ફાઈટથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સની મિત્રતા સુધીના સમાચારો સમયાંતરે સામે આવતા રહે છે. આ સાથે ફેન્સ પણ આ સમાચારો પર ખૂબ ધ્યાન આપે છે. જ્યાં એક સમયે એવી અફવાઓ ઉડી હતી કે દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ એકબીજા સાથે વાત નથી કરતા અને તેની પાછળનું કારણ રણબીર કપૂરને આભારી હતું. તે જ સમયે, બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મિત્રતા જોવા મળી રહી છે. હવે દીપિકા પાદુકોણે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ની અભિનેત્રી આલિયા ભટ્ટને ખાસ ભેટ મોકલી છે, જેની ઝલક આલિયાએ પોતે પોસ્ટ દ્વારા બતાવી છે.

    દીપિકાએ આપી આલિયાને ગિફ્ટ

    આલિયા ભટ્ટ(Alia Bhatt) અને દીપિકા પાદુકોણ ઘણી વખત તેમની વચ્ચેના સંબંધોની અફવાઓ પર બ્રેક લગાવતા જોવા મળ્યા છે. બંને અભિનેત્રીઓ ઘણા પ્રસંગોએ એકબીજા પર પ્રેમ વરસાવતી જોવા મળે છે. તે જ સમયે, હવે દીપિકાએ આલિયાને એક ખાસ ભેટ મોકલી છે, જે પ્રાપ્ત કર્યા પછી આલિયા પણ દીપિકાનો આભાર વ્યક્ત કરતા પોતાને રોકી શકી નથી. આલિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીInstagram Story) પર એક તસવીર શેર કરી છે, જેમાં તે દીપિકા તરફથી ગિફ્ટ(Gift)  લઈને જોવા મળી રહી છે. તે દીપિકા પાદુકોણની કોસ્મેટિક બ્રાન્ડની કોસ્મેટિક પ્રોડક્ટ છે. આ ફોટો શેર કરતાં આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું છે કે, ‘થૅન્ક યુ દીપિકા પાદુકોણ બ્રીઝ માટે.’ ફોટો જોઈને સ્પષ્ટ થાય છે કે આલિયાએ તેને કારમાં બેસીને આ ફોટો ક્લિક કર્યો છે.

     deepika padukone sends a special gift to alia bhatt

    દીપિકા – આલિયા નું વર્ક ફ્રન્ટ

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જેમી ડોર્નન અને ગેલ ગેડોટ સાથે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ દ્વારા હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ સિવાય આલિયા રણવીર સિંહ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની'(RRKPK) માં જોવા મળશે. આ ફિલ્મ 28મી જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. બીજી તરફ દીપિકા પાદુકોણની વાત કરીએ તો તે પાન ઈન્ડિયા ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’માં જોવા મળશે. આ સિવાય તે બિગ બી સાથે ‘ધ ઈન્ટર્ન’ની ઓફિશિયલ રિમેકમાં પણ જોવા મળશે.

    આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે 1 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.