• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - sachin pilot
Tag:

sachin pilot

Rajasthan Elections 2023 : Pehle Aap Moment For Rahul Gandhi, Ashok Gehlot, Sachin Pilot
રાજ્ય

Rajasthan Elections 2023 : રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે માત્ર ગણતરીના દિવસો બાકી, રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને સચિન પાયલટનું “પહેલે આપ” દ્રશ્ય કેમેરામાં કેદ થયું. જુઓ વિડીયો

by kalpana Verat November 16, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Rajasthan Elections 2023 : રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે માત્ર ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. તે જ સમયે, કોંગ્રેસ અને ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ પાર્ટીને સમર્થન આપવા રાજસ્થાન પહોંચ્યા છે. આ જ ક્રમમાં ગુરુવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ તૈયારીઓનું નિરીક્ષણ કરવા જયપુર પહોંચ્યા હતા. અહીંથી રાહુલ ગાંધી, સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટનો એક ખૂબ જ ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાજસ્થાનમાં 25 નવેમ્બરે યોજાનારી મતદાન (Rajasthan Elections) માટે જયપુર (Jaipur) માં પ્રચાર કરવા નીકળેલા કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે પહેલે આપ, પહેલે આપ’  ના દ્રશ્યો જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ રાહુલ ગાંધી સાથે છે. ત્રણેય નેતાઓ આગળ વધવા માટે એકબીજાને ‘પહેલા આપ’ કહેતા જોવા મળ્યા હતા. રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા પણ જોવા મળ્યા હતા.  

જુઓ વિડીયો 

#WATCH | Rajasthan Elections | CM Ashok Gehlot and Congress leader Sachin Pilot seen together with Rahul Gandhi, in Jaipur.

Rahul Gandhi says, "We are not only seen together but we are also united. We will be together and Congress will sweep the elections here and win." pic.twitter.com/sWezSuuv0X

— ANI (@ANI) November 16, 2023

કોંગ્રેસ ચૂંટણી જીતશે – રાહુલ ગાંધી

મીડિયાકર્મીઓ સામે આવતાની સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે માત્ર સાથે જ જોવા નથી મળતા, પરંતુ અમે સાથે છીએ અને સાથે રહીશું. રાજસ્થાનમાં કોંગ્રેસ ચૂંટણી જીતશે. જ્યારે રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરી ત્યારે અશોક ગેહલોત હસતા જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Salman khan: ભારત મેચ જીતતા સલમાન ખાન ને પડ્યો આર્થિક ફટકો, એવું શા માટે જાણો અહીં

જનતામાં એકતા બતાવવાનો પ્રયાસ 

રાજસ્થાનમાં મતદાન પહેલા બધાએ ભેગા થઈને જનતામાં એકતા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. વાસ્તવમાં, કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર ગેહલોત અને પાયલોટની આગેવાની હેઠળની શિબિરો વચ્ચેની લડાઈ છે, જેના કારણે 2020માં રાજ્ય સરકાર લગભગ મુશ્કેલીમાં હતી. આવી સ્થિતિમાં, પાર્ટી પોતાને એકજૂથ બતાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી ચૂંટણી પર ઝઘડાની અસર ન થાય. બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ સામેની લડાઈમાં પાર્ટી એકજૂથ છે. આ પહેલા ગેહલોતે એક તસવીર પણ શેર કરી હતી, જેનું કેપ્શન હતું- એકસાથે અને ફરીથી જીતવું. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી મંગળવારે માતા સોનિયા ગાંધી સાથે જયપુર પહોંચ્યા હતા. વાસ્તવમાં, સોનિયા ગાંધી દિલ્હીના ગંભીર વાયુ પ્રદૂષણથી બચવા માટે જયપુરની વ્યક્તિગત મુલાકાતે છે. 

November 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sachin Pilot likely to announce new party on June 11
રાજ્ય

11 જૂને નિર્ણાયક દિવસ! શું હશે સચિન પાયલટની નવી પાર્ટીનું નામ? બે નામ સામે આવ્યા

by kalpana Verat June 6, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. પાર્ટીના મજબૂત નેતા સચિન પાયલટ કોંગ્રેસ છોડીને નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સચિન પાયલટ 11 જૂને પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. આ સાથે તેઓ તેમના આંદોલનને આગળ વધારવાની પણ જાહેરાત કરશે.

રાજસ્થાનમાં બે પાર્ટી રજિસ્ટર્ડ, એકના નામની જાહેરાત કરી શકે છે પાયલટ

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં બે પક્ષો નોંધાયા છે. આમાંથી એક પક્ષનું નામ પ્રોગ્રેસિવ કોંગ્રેસ અને બીજી પાર્ટીનું નામ રાજ જન સંઘર્ષ પાર્ટી છે. સચિન પાયલટ આ બેમાંથી કોઈ એક નામની જાહેરાત કરી શકે છે.

નવી પાર્ટીના નામનો રથ પણ તૈયાર, પાયલટ સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કરશે

પાયલટ તેમની મોટી જાહેરાત પહેલા મંદિરોના દર્શન કરી રહ્યા છે. આંદોલનને આગળ લઈ જવા માટે નવા પક્ષના નામનો રથ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તેઓ આ રથ સાથે સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કરશે. આ રથયાત્રાનો રોડ મેપ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. સચિન પાયલટનો પ્રવાસ મારવાડથી શરૂ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો: અનોખી મહિલા બેંક, જ્યાં લોનના નામે પૈસાને બદલે મળે છે અનાજ

પોતાની જ સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે પાયલટ

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી સચિન પાયલટે પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર અને સરકારી ભરતી પરીક્ષાઓના પેપર લીક સામે જન સંઘર્ષ પદ યાત્રા પણ કાઢી હતી. તેઓ સતત ભ્રષ્ટાચારના આરોપમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને ઘેરી રહ્યા છે. પરંતુ ચૂંટણીના વર્ષમાં કેન્દ્રીય નેતૃત્વ અશોક ગેહલોતને હટાવીને કોઈ જોખમ લેવા માગતું નથી. આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ અહીં ફરી પોતાની સરકાર બનાવવાની આશા રાખી રહી છે.

June 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reconciliation between Ashok Gehlot and Sachin Pilot
રાજ્ય

આખરે ખતમ થયો અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો વિવાદ, રાજસ્થાનમાં મળીને લડશે ચૂંટણી

by kalpana Verat May 30, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ ઝઘડાનો આખરે અંત આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે લગભગ 4 કલાક સુધી ચાલેલી બેઠક બાદ બંને નેતાઓ આગામી વિધાનસભાની ચૂંટણીઓ એક થઈને લડવા પર સહમત થયા છે. અને તેમની વચ્ચેના પ્રશ્નો હાઇકમાન્ડ દ્વારા ઉકેલવામાં આવશે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે પણ કહ્યું કે ગેહલોત અને પાયલટ પાર્ટીના પ્રસ્તાવ પર સહમત થયા છે. હાઈકમાન્ડ તેમની વચ્ચેના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. જો કે, તેમણે આ મુદ્દાઓ વિશે મીડિયાને જણાવ્યું નથી.

આપને જણાવી દઈએ કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દિલ્હી નિવાસસ્થાન 10 રાજાજી માર્ગ પર સોમવારે મોડી સાંજે યોજાયેલી બેઠકમાં ગેહલોત અને પાયલટ અલગ-અલગ સમયે પહોંચ્યા હતા. ગેહલોત સાંજે 6 વાગ્યાની આસપાસ ખડગેના ઘરે આવ્યા હતા અને પાયલટ તેમના લગભગ બે કલાક પછી ત્યાં પહોંચ્યા હતા. કોંગ્રેસ સંગઠનના મહાસચિવ સાથે ગેહલોત અને પાયલટે મીડિયાને સંબોધન કર્યું. લાંબા સમય બાદ બંને નેતાઓ મીડિયા સામે એકસાથે દેખાયા. મીટિંગ બાદ વેણુગોપાલે કહ્યું, ‘રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અશોક ગેહલોત જી અને સચિન પાયલટ જી સાથે ચર્ચા કરી હતી. અમે નક્કી કર્યું છે કે કોંગ્રેસ આ ચૂંટણી એક થઈને લડશે. બંને (ગેહલોત અને પાયલોટ) એ વાત પર સહમત છે કે કોંગ્રેસે એક થઈને ચૂંટણી લડવી જોઈએ અને અમે રાજસ્થાનની ચૂંટણી ચોક્કસપણે જીતીશું.’

આ સમાચાર પણ વાંચો: ફરી જામીન થયા નામંજૂર, મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટથી લાગ્યો ઝટકો

ભાજપ સામે એક થઈને ચૂંટણી લડશે

વેણુગોપાલે કહ્યું, ‘રાજસ્થાન કોંગ્રેસ માટે મજબૂત સ્થિતિ ધરાવતું રાજ્ય હશે. બંને નેતાઓ દરખાસ્ત પર સહમત છે.’ જ્યારે પૂછવામાં આવ્યું કે આ પ્રસ્તાવ શું છે? વેણુગોપાલે કહ્યું, ‘બંનેએ આ વાત હાઈકમાન્ડ પર છોડી દીધી છે. સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે અને અમે સાથે મળીને લડીશું અને ભાજપ સામે જીત નોંધાવીશું.’ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, “કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીએ આજે ​​સાંજે અશોક ગેહલોત અને પાયલટ સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં પણ કર્ણાટકની સફળતાનું પુનરાવર્તન કરવા તૈયાર છે.’

આ બેઠકને રાજસ્થાનમાં અશોક ગેહલોત અને પાયલટ વચ્ચેના વિવાદને ઉકેલવાના કોંગ્રેસ નેતૃત્વના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં બંને નેતાઓ વચ્ચેના વિવાદને કારણે કોંગ્રેસ સત્તા ગુમાવવા માંગતી નથી. ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં ગેહલોત અને પાયલટ વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા પર સમજૂતી થઈ છે.

બેઠક પહેલા અશોક ગેહલોતે કહ્યું હતું કે આજે પણ કોંગ્રેસ હાઈકમાન્ડ એટલી મજબૂત છે કે કોઈ નેતા એવું કહેવાની હિંમત કરી શકતા નથી કે તે પોતાની પસંદનું પદ લેશે અથવા પાર્ટીએ તેમને મનાવવા માટે પદની ઓફર કરવી પડે. સચિન પાયલટને મનાવવા માટે હાઈકમાન્ડ દ્વારા હોદ્દાની કથિત ઓફર અંગેના સમાચારો અંગે મુખ્યમંત્રીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો.

શું પાઇલટ ફરી વિરોધ કરશે?

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ ‘જન સંઘર્ષ યાત્રા’ કાઢનાર પાયલટે ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ મેના અંત સુધીમાં સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન શરૂ કરવામાં આવશે. જયપુરમાં તેમની પાંચ દિવસીય ‘જન સંઘર્ષ યાત્રા’નું સમાપન કરતી વખતે તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું હતું. પાયલટે તાજેતરમાં રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC)નું વિસર્જન અને પુનઃગઠન, સરકારી પરીક્ષાના પેપર લીક થવાથી પ્રભાવિત યુવાનોને વળતર અને અગાઉની વસુંધરા રાજેની આગેવાનીવાળી સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપોની ઉચ્ચ સ્તરીય તપાસ સહિત ત્રણ માંગણીઓ કરી હતી.

May 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sachin Pilot announces fast against his govt, CM Gehlot on corruption issue
રાજ્ય

રાજસ્થાનમાં ફરી રાજકીય ઘમાસાણ, સચિન પાયલટ અશોક ગેહલોતની સામે કરશે ઉપવાસ આંદોલન, જાણો શું છે મામલો

by Dr. Mayur Parikh April 10, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાજસ્થાનમાં ફરી એકવાર કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી વચ્ચે રાજકીય સંઘર્ષ છેડાઈ ગયો છે. રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ 11મી એપ્રિલે એક દિવસીય ભૂખ હડતાળની જાહેરાત કરી છે. આ બંને વચ્ચેના સંઘર્ષે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વનો માથાનો દુખાવો વધારી દીધો છે.

રાજસ્થાનમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ઘર્ષણ છેડાયું છે. સચીન પાયલટના આ ઉપવાસ અશોક ગેહલોત સરકાર ભ્રષ્ટાચાર સામે પગલાં ન લેતી હોવાના વિરોધમાં હશે, પરંતુ અહીંથી એક સંદેશ આપવાની તૈયારી છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં સ્ટેમ્પ વિક્રેતાઓએ અનિશ્ચિત મુદતની હડતાળ પાછી ખેંચી.. સરકારે આટલી માંગ પર સંમત

સાથે જ સચિન પાયલોટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર જોરદાર પ્રહારો કર્યા છે.તેમણે ગેહલોત પર ભાજપના નેતાઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. પાયલોટે અશોક ગેહલોત પર પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે અશોક ગેહલોતે તેમના વિરોધ દરમિયાન થયેલા તમામ કૌભાંડોને દબાવી દીધા. જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે ભ્રષ્ટાચારને લઈને એકસાથે ઘણી બધી વાતો કહી હતી, પરંતુ આજ સુધી આ કામ થયું નથી. તેમણે કહ્યું કે હું 11મી એપ્રિલે શહીદ સ્મારક ખાતે એક દિવસના ઉપવાસ પર જઈશ.

જાણો કારણ શું છે?

વસુંધરા સરકાર પર લાગેલા આરોપોની તપાસ ગેહલોત સરકાર ન કરતી હોવાથી પાયલટે શહીદ સ્મારક ખાતે એક દિવસના ઉપવાસની જાહેરાત કરી છે. પાયલોટે 45 હજાર કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરવાની માંગ કરી છે.

April 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કોંગ્રેસ માટે એક સાંધે તેર તૂટે જેવા હાલ- રાજસ્થાનમાં પક્ષમાં આંતરિક ધમાસણ- કોંગ્રેસના આ નેતાઓને આવ્યું દિલ્હીનું તેડું

by Dr. Mayur Parikh September 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાજસ્થાન(Rajasthan)ના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ(Political drama) શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર ફાટે જેવી હાલત થઈ ગઈ છે. કોંગ્રેસ(Congress)ના અધ્યક્ષ પદની નિમણૂક અને ચૂંટણી હવે કોંગ્રેસ માટે જ આફતરૂપ બની ગઈ છે અને કોંગ્રેસના હાથમાંથી મહારાષ્ટ્ર(Maharashtra) બાદ રાજસ્થાન પણ જતું રહે એવા સંજોગો નિર્માણ થયા છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે(Congress High Command) મુખ્યમંત્રી અશોક ગેહલોત(CM Ashok Gehlot), પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ(Sachin Pilot), અજય માકન અને મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khadge) જેવા સિનિયર નેતાઓને તાત્કાલિક ધોરણે દિલ્હી બોલાવ્યા છે.

કોંગ્રેસ પ્રમુખ પદ માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામાંકન દાખલ કરવાની તૈયારીમાં છે. તેથી ભાવિ મુખ્યમંત્રી માટે ગેહલોતના સ્થાને સચિન પાયલટ હાઈકમાન્ડની પસંદગી કરી છે, પરંતુ પાયલોટના નામને લઈને ગેહલોત કેમ્પ નારાજ છે. કોંગ્રેસ વિધાયક દળની બેઠક પહેલા જ ગેહલોત જૂથના 70 જેટલા ધારાસભ્યો(MLA)એ વિધાનસભાના અધ્યક્ષ ડો.સી.પી. જોશીને તેમના રાજીનામા સુપરત કર્યા હોવાના અહેવાલ છે. તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બીજી તરફ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં ગેહલોતના સમર્થકો પહોંચ્યા ન હતા. આ પછી મીટીંગ કેન્સલ કરવી પડી હતી.

આ સમાચાર પણ વાંચો : રૂપિયા કમાવવાની લ્હાયમાં થાઈલેન્ડ જતા યુવાનો સાવધાન- ભારતીયો પાસેથી કરાવાય છે આવા કામ- સરકારે આપી ચેતવણી

બેઠક રદ્દ થયા બાદ તાજેતરની ઘટનાક્રમ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાઈ રહી છે. અજય માકન, મલ્લિકાર્જુન ખડગે, ગેહલોત, પાયલટ, રઘુ શર્મા અને કેટલાક વરિષ્ઠ મંત્રીઓ બેઠકમાં હાજર હોવાનું માનવામાં આવે છે. મિડિયાના અહેવાલ અનુસાર બેઠકમાં ગેહલોત છાવણીના ધારાસભ્યોને મનાવવા અને તેમની વાત સાંભળવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. બીજી તરફ ગેહલોતનું સમર્થન કરી રહેલા ધારાસભ્યો પણ એક પછી એક મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ, અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેને દિલ્હી બોલાવ્યા છે. કેસી વેણુગોપાલે બંનેને ફોન કરીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો આ સંદેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ચીનમાં સત્તા પરિવર્તનના એંધાણ- રાષ્ટ્રપતિ શી જિનપિંગ નજરકેદ- ચારે બાજુ ચર્ચા

આ પહેલા સચિન પાયલટ પોતાના સમર્થકો સાથે ધારાસભ્ય દળની બેઠક માટે મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા હતા, પરંતુ મોડી રાત્રે મીટીંગ ન થવાના કારણે તેઓ સ્થળ છોડી ગયા હતા. આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્ય પ્રભારી અજય માકન અને ઓબ્ઝર્વર મલ્લિકાર્જુન ખડગેને મળવા હોટલ પહોંચ્યા હતા. ટૂંકી મીટિંગ બાદ ત્રણેય મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા પરંતુ કેટલાક ધારાસભ્યો ન મળવાને કારણે બેઠક રદ કરવામાં આવી હતી.

રાજસ્થાનમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય નારાજ હોવાનું કહેવાય છે. ત્યારે મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું હતું  કે તમામ ધારાસભ્યો નારાજ છે. એટલા માટે તેઓ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપવા માંગે છે. જ્યારે સરકાર સંકટમાં હતી ત્યારે બધાએ સરકારને સાથ આપ્યો હતો પરંતુ હવે ધારાસભ્યોની વાત સાંભળવામાં આવી રહી નથી. જેના કારણે ધારાસભ્યો નારાજ છે.

આ દરમિયાન રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભાજપે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. વિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડે પણ ટ્વીટ કરીને સીએમ ગેહલોતના રાજીનામાની માંગ કરી છે. તેમણે લખ્યું કે રાજસ્થાનમાં વર્તમાન રાજકીય સ્થિતિ રાષ્ટ્રપતિ શાસન તરફ ઈશારો કરી રહી છે. મુખ્યમંત્રી, તમે નાટક કેમ કરો છો? કેબિનેટના રાજીનામા બાદ હવે શું વિલંબ? તમે પણ રાજીનામું આપો.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતના દરિયાકાંઠે ચરસની રેમલછેલ- હિરાકોટ બંદર નજીકથી અધધ આટલા લાખનું ચરસ ઝડપાયું
 

September 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કોંગ્રેસ લીડરશિપ માટે નવી ફોર્મ્યુલા-સોનિયા ગાંધી આટલા વર્ષ સુધી અધ્યક્ષ પદ પર ચાલુ રહેશે-દક્ષિણ અને ઉત્તર ભારતમાંથી હશે બે કાર્યકારી પ્રમુખ 

by Dr. Mayur Parikh August 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસમાં(Congress) પ્રમુખ પદને(President) લઈને ચાલી રહેલી ખેંચતાણનો અંત આગામી 20 દિવસમાં આવી જશે. મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહી છે.

નવી ફોર્મ્યુલા હેઠળ સોનિયા ગાંધી(Sonia Gandhi) આગામી 5 વર્ષ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ(National President) રહેશે અને તેમના હેઠળ કાર્યવાહક અધ્યક્ષો(Executive Chairmen) પણ રહેશે. 

હાલ ઉ. ભારત (North India) તરફથી કાર્યકારી અધ્યક્ષ તરીકે સચિન પાયલોટનું(Sachin Pilot) નામ ચાલી રહ્યું છે. 

જોકે દક્ષિણ ભારતના(South India) કાર્યવાહક પ્રમુખ(Acting President) માટે હજી કોઈના નામો વિશે નિર્ણય લેવાયો નથી.

કહેવામાં આવી રહ્યું છે કે આ ફોર્મ્યુલા પર પાર્ટીની અંદર સહમતિ બની રહી છે. આ પછી નવા પ્રમુખની ચૂંટણી(Election of new President) માટેની પ્રક્રિયા પૂર્ણ થશે.

આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબના પ્રવાસ પહેલા હાઈ એલર્ટ- સુરક્ષા એજન્સીઓ આ કારણથી સતર્ક 

August 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આ રાજ્યમાં કોંગ્રેસને ડખો થયો. નંબર ટુ એ કીધું કે મને મુખ્યમંત્રી બનાવો. નહીં તો…… જાણો વિગતે…

by Dr. Mayur Parikh April 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના નેતા સચિન પાયલોટે(Sachin Pilot) સોનિયા ગાંધીને(Sonia gandhi) કહ્યું છે કે તેઓ રાજ્યની ચૂંટણીમાં(State election) પાર્ટીની સત્તામાં વાપસી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી(Chief minister) બનવા માંગે છે.

 સચિન પાયલોટે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને કહ્યું છે કે જો આવું ન થાય તો કોંગ્રેસ પંજાબની(Congress Punjab) જેમ રાજસ્થાન(Rajasthan) પણ ગુમાવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે સચિન પાયલટે છેલ્લા કેટલાક સપ્તાહમાં ગાંધી પરિવાર સાથે ત્રણ બેઠકો કરી છે.

આ સમાચાર પણ વાંચો :  ખુલી ગયો રાઝ.. શા માટે પી.કે નો પ્લાન રિજેક્ટ થયો. આ છે કારણ. જાણો વિગતે – ‘પરિવાર મોહ..’ 

April 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

જિતિન પ્રસાદના ભાજપમાં જોડાવા બાદ રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય હલચલ તેજ ; સચિન પાયલટ બોલાવી ધારાસભ્યોની બેઠક ; જાણો વિગતે  

by Dr. Mayur Parikh June 10, 2021
written by Dr. Mayur Parikh

જિતિન પ્રસાદના બીજેપીમાં સામેલ થતાની સાથે જ રાજસ્થાનનો રાજકીય પારો પણ ઊંચો ચડી ગયો છે.  

પ્રાપ્ત જાણકારી પ્રમાણે સચિન પાયલટના નિવાસસ્થાન પર તેમના સૌથી ખાસ 8 ધારાસભ્યોની બેઠક થઈ છે. 

આ બેઠક કેમ બોલાવામાં આવી હતી તેને લઇને કશું પણ સ્પષ્ટ નથી, પરંતુ હવે સચિન પાયલટ બીજેપીમાં સામેલ થઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. 

જોકે સચિન પાયલોટના જૂના મિત્ર અને રાજયના પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસને કહેવું છે કે આ અમારા પરિવારનો મામલો છે. રાજસ્થાનમાં સરકારને કોઈ મુશ્કેલી નથી .

આમાં પાયલટના ખાસ ગણાતા યુવા નેતા અને પરબતસર ધારાસભ્ય રામ નિવાસ ગાવડિયા, વિશ્વેન્દ્ર સિંહ, પી.આર. મીણા, મુકેશ કુમાર જેવા નેતા સામેલ છે.

June 10, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

રાજસ્થાન સરકાર પરથી સંકટ ટળ્યું, મુખ્યમંત્રી અશોક ગેહલોતે જીતી લીધો વિશ્વાસ મત

by Dr. Mayur Parikh August 14, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

14 ઓગસ્ટ 2020 

રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી ચાલતાં રાજકીય ઘમાસાણનો અંત આવ્યો છે. કોંગ્રેસના સચિન પાયલટ નારાજ થઈને કેસરિયા અપનાવવા જવાના છે એવી અટકળોનો પગલે ગેહલોત સરકાર પર સંકટ ઊભું થયું હતું. પરંતુ આજે મુખ્યમંત્રી અશોક ગેહલોતે સદનમાં વિશ્વાસનો મત જીતી લીધો છે. આ સાથે જ 21 ઓગસ્ટ સુધી વિધાનસભા સ્થગિત કરી દેવાઈ છે. 

રાજસ્થાન સરકારે વિધાનસભામાં ધ્વનિમતની મદદથી વિશ્વાસમત જીતી લીધો છે, નોંધનીય છે કે ભાજપ દ્વારા સદનમાં ગેહલોત સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. લાંબા વિવાદ બાદ આજે ફરી સચિન પાયલોટ પોતાના સાથીઓ સાથે સદનમાં પહોંચ્યા હતા. જો કે વિધાનસભામાં સીટ બદલાતા પાછળ ગેલેરીમાં બેસવાનો વારો આવ્યો હતો

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

August 14, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

પ્રિયંકા ગાંધી બન્યા ગેમ ચેન્જર.. રાજસ્થાનના બળવાખોર નેતા સચિન પાયલોટને મનાવવામાં સફળ રહ્યા..

by Dr. Mayur Parikh August 11, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

11 ઓગસ્ટ 2020 

રાજસ્થાનને રાજકીય કટોકટીમાંથી બહાર લાવવામાં ચાર પાત્રોએ મહત્વની ભૂમિકા રહી છે. આમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ સૌથી મોટી ભૂમિકા છે. કારણ કે, પ્રિયંકાએ જ સૌ પ્રથમ સચિન પાયલોટનો સંપર્ક કર્યો હતો અને તેમને રાહુલ ગાંધી સાથે વાત કરવા સમજાવ્યા હતા. સંસ્થાના મહામંત્રી કે.સી વેણુગોપાલ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. હકીકતમાં, વેણુગોપાલ ત્રણ દિવસ અગાઉ જ જેસલમેર આવ્યા હતા અને સમાધાન માટે ગેહલોત કેમ્પના ધારાસભ્યો સાથે પણ વાત કરી ગયાં હતાં.

નોંધનીય છે કે સચીન પાયલોટ, રાહુલ ગાંધીને, પ્રિયંકા ગાંધીની હાજરીમાં મળ્યાં હતા. આ દરમિયાન સચિને કહ્યું હતું કે "તેમને કોંગ્રેસ પક્ષનો કોઈ વિરોધ નથી. આ લડત પોસ્ટ માટે નહીં પરંતુ આત્મ-સન્માનની હતી." આ મુલાકાત પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી અને તેમને આખી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતાં..

તમામ ઘટનાને ધ્યાનમાં રાખી સોનિયા ગાંધીએ, પાઇલટ સહિતના બળવાખોર ધારાસભ્યોની સમસ્યાઓના નિરાકરણ માટે, એક સમિતિની રચવા નિર્દેશ આપ્યો છે. કહેવાય છે કે "નારાજ યુવા બ્રિગેડે પણ વિવિધ મુદ્દાને રાહુલ સામે જોરદાર રીતે મૂકયા હતાં.. આમાં રાહુલના નજીકના દિપેન્દ્ર હૂડા, ભંવર જીતેન્દ્ર સિંહ, મિલિંદ દેવડા અને જિતિન પ્રસાદનો સમાવેશ થાય છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

August 11, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક