Tag: seized

  • Auto Rickshaw Theft : મુંબઈમાં રિક્ષામાં મુસાફરી કરનારાઓ સાવધાન! મોટા કૌભાંડનો પર્દાફાશ, પોલીસે આપી ચેતવણી..

    Auto Rickshaw Theft : મુંબઈમાં રિક્ષામાં મુસાફરી કરનારાઓ સાવધાન! મોટા કૌભાંડનો પર્દાફાશ, પોલીસે આપી ચેતવણી..

     News Continuous Bureau | Mumbai

     Auto Rickshaw Theft :  તમે જે રિક્ષા લીધી હતી તે ચોરીની તો નથી ને? આ પ્રશ્ન હાલમાં મુંબઈમાં ઘણા રિક્ષાચાલકો અને માલિકોને સતાવી રહ્યો છે. કારણ કે તાજેતરમાં મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે રિક્ષા મુસાફરોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. કુરાર પોલીસે એક મોટા રિક્ષા ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં નંબર પ્લેટ બદલીને ભાડેથી રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક અને મિકેનિકની ધરપકડ કરવામાં આવી છે. આ ચોરો રિક્ષાના માલિક હોવાનો ડોળ કરીને ઘણા મુસાફરો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા.

     Auto Rickshaw Theft :  પોલીસને શંકા હતી કે તેમની પાછળ કોઈ સંગઠિત ગેંગનો હાથ

    પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં કુરાર વિસ્તારમાં રિક્ષા ચોરીની ઘટનાઓમાં અચાનક વધારો થયો છે. આ છાશવારે થતી ચોરી ને કારણે, પોલીસને શંકા હતી કે તેમની પાછળ કોઈ સંગઠિત ગેંગનો હાથ છે. આ કિસ્સામાં, કુરાર પોલીસે તાત્કાલિક સંસાધનો એકત્રિત કર્યા અને તપાસ શરૂ કરી. પોલીસે ગુપ્ત માહિતી અને ટેકનિકલ વિશ્લેષણના આધારે અથાક પ્રયાસો કર્યા. અંતે, તેઓ આરોપીઓ ને પકડવામાં સફળ રહ્યા.

     Auto Rickshaw Theft :  ચોરાયેલી સાત રિક્ષાઓ જપ્ત

    રિક્ષા ચાલક અને મિકેનિકની ધરપકડ કર્યા પછી, પોલીસે તેમની સઘન પૂછપરછ કરી. આ તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી, જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસે તેમની પાસેથી ચોરાયેલી સાત જેટલી રિક્ષાઓ જપ્ત કરી હતી. આ ચોરો રિક્ષાઓ ચોર્યા પછી, તેમની મૂળ નંબર પ્લેટો કાઢી નાખતા. અને = અસલીની જગ્યાએ નકલી નંબર પ્લેટ લગાવી દેતા. ત્યારબાદ, તેઓ આ રિક્ષાઓને અન્ય સામાન્ય રિક્ષાઓની જેમ ભાડે આપતા અને તેમાંથી પૈસા કમાતા. આ કારણે મુસાફરોને ખ્યાલ પણ ન આવતો હતો કે તેઓ ચોરાયેલી રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : 5th Generation Fighter Jet: ભારતની એન્જિન ક્રાંતિ: સ્વદેશી 5મી પેઢીના ફાઇટર જેટમાં લાગશે ભારતમાં બનેલા એન્જિન, આ બે કંપની થઇ શોર્ટલિસ્ટ..

     Auto Rickshaw Theft : પોલીસે અપીલ કરી.

    કુરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજીવ તાવડેએ જણાવ્યું હતું કે આ કેસમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા છે તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. તેમણે મુંબઈવાસીઓને રિક્ષા ચોરીની ઘટનાઓને રોકવા માટે સતર્ક રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે રિક્ષા પકડતા પહેલા રિક્ષા નંબર અને ડ્રાઇવરનો ફોટો અથવા ID તપાસવો મહત્વપૂર્ણ છે. રિક્ષામાં મુસાફરી કરતી વખતે, તેનો નંબર યાદ રાખો. જો શક્ય હોય તો, ડ્રાઇવરનું ઓળખપત્ર જોયા પછી જ મુસાફરી શરૂ કરો. કોઈપણ અજાણી કે શંકાસ્પદ રિક્ષાની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરો.

     

  • Odisha Chief Engineer Raid : ઓડિશામાં સરકારી ઇજનેરના ઘરે પડી રેડ, ડરના માર્યા બારીમાંથી ફેંકવા લાગ્યો નોટોના બંડલ..

    Odisha Chief Engineer Raid : ઓડિશામાં સરકારી ઇજનેરના ઘરે પડી રેડ, ડરના માર્યા બારીમાંથી ફેંકવા લાગ્યો નોટોના બંડલ..

    News Continuous Bureau | Mumbai 

    Odisha Chief Engineer Raid :ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં વિજિલન્સ વિભાગે રાજ્ય સરકારના મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગીના નિવાસસ્થાન સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા.  આ  દરોડા દરમિયાન, ટીમે સ્થળ પરથી 2.1 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી. અપ્રમાણસર સંપત્તિ ધરાવવાની શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને પ્રાથમિક માહિતી અનુસાર, શ્રી સારંગીએ જાહેર કરેલી સંપત્તિ અને તેમની વાસ્તવિક આવક વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો.

     

     

    View this post on Instagram

     

    A post shared by NEWS CONTINUOUS (@newscontinuous)

    Odisha Chief Engineer Raid : રોકડના બંડલ તેમના ફ્લેટની બારીમાંથી ફેંકવાનો પ્રયાસ કર્યો

    સમગ્ર ઘટનાનો સૌથી નાટકીય ભાગ ત્યારે બન્યો જ્યારે વિજિલન્સ અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા. ગભરાટમાં આવેલા વૈકુંઠનાથ સારંગીએ રોકડના બંડલ તેમના ફ્લેટની બારીમાંથી ફેંકવાનો પ્રયાસ કર્યો. આ કૃત્યથી અધિકારીઓ વધુ સતર્ક થયા અને તરત જ સમગ્ર વિસ્તારમાં દેખરેખ વધારી દેવામાં આવી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જમીન પર પડ્યા પછી બંડલની ગણતરી કરવામાં આવી અને તેને બેગમાં ભરીને લઈ જવામાં આવ્યા.

    Odisha Chief Engineer Raid : દરોડા દરમિયાન મિલકત મળી

    વિજિલન્સ વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશાના વિવિધ શહેરો – ભુવનેશ્વર, કટક, પુરી અને બાલાસોરમાં ફેલાયેલા કુલ સાત સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં જે સંપત્તિઓ પ્રકાશમાં આવી છે તે નીચે મુજબ છે:

    ₹2.1 કરોડ રોકડા.

    મોંઘા ઇલેક્ટ્રોનિક સામાન અને ફર્નિચર.

    કિંમતી ઘરેણાં.

    જમીન અને ફ્લેટ સંબંધિત દસ્તાવેજો.

    અનેક બેંક ખાતાઓ અને લોકર્સની માહિતી.

    આ સમગ્ર કામગીરીમાં તકેદારી વિભાગની સાત ટીમો સામેલ હતી અને લગભગ 50 થી વધુ અધિકારીઓ હાજર હતા. શોધ માટે 26 પોલીસ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી, જેમાં આઠ નાયબ પોલીસ અધિક્ષક (DSP), 12 નિરીક્ષક અને છ સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI) અને અન્ય સહાયક સ્ટાફનો સમાવેશ થતો હતો.

    Odisha Chief Engineer Raid : કાનૂની પ્રક્રિયા અને આગળની કાર્યવાહી

    તપાસ વિભાગ હવે આ રોકડની કાયદેસરતાની તપાસ કરી રહ્યું છે અને બૈકુંઠનાથ સારંગી સામે અપ્રમાણસર સંપત્તિ ધરાવવા, ભ્રષ્ટાચાર અને સરકારી સંસાધનોના દુરુપયોગ સંબંધિત કલમો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. સારંગીને હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી, પરંતુ તેમની સામે FIR નોંધવામાં આવી છે. વિગતવાર પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો  :  Wheat Storage Limit : કેન્દ્ર સરકારે વેપારીઓ/જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, બિગ ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સ પર ઘઉંના સ્ટોકની મર્યાદા લાદી

    Odisha Chief Engineer Raid : ઓડિશામાં ભ્રષ્ટાચાર પર બીજો પ્રશ્ન

    આ કેસ ઓડિશાના અમલદારશાહી માળખા પર ઘણા ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે આટલી મોટી રકમ રોકડ સરકારી અધિકારી સુધી કેવી રીતે પહોંચી? અને શું આ ભ્રષ્ટાચારની કડી છે કે કોઈ સંગઠિત ગેંગ સાથે સંકળાયેલું કાવતરું છે? આ પહેલા પણ રાજ્યમાં પીડબ્લ્યુડી, ગ્રામીણ વિકાસ વિભાગ અને જળ સંસાધન વિભાગ સાથે સંકળાયેલા ઇજનેરો સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પરંતુ બારીમાંથી રોકડ ફેંકવાની ઘટનાએ આ કેસને ખાસ ચર્ચાનો વિષય બનાવ્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Gold Smuggling Mumbai : ગજબ… આ મુસાફર કલ્પના પણ ન થાય એ રીતે મુંબઈ એરપોર્ટ પર છુપાવીને લાવ્યો 4,015 ગ્રામ સોનું;

    Gold Smuggling Mumbai : ગજબ… આ મુસાફર કલ્પના પણ ન થાય એ રીતે મુંબઈ એરપોર્ટ પર છુપાવીને લાવ્યો 4,015 ગ્રામ સોનું;

    News Continuous Bureau | Mumbai

    Gold Smuggling Mumbai : સોનાની દાણચોરી કરવા માટે મુસાફરો અવનવા જુગાડ અજમાવતા હોય છે.  વધુ એક વખત સોનાની દાણચોરી પકડાઈ છે. જે ભલભલાને ગોથે ચડાવે એવી છે.  મુંબઈ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ દાણચોરી કરનારા  મુસાફરોને પડકી પાડ્યા છે. અદીસ અબાબાથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચેલા ચાડિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 3.86 કરોડ રૂપિયાનું 4,015 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જે તેણે પોતાના ચંપલની એડીમાં છુપાવ્યું હતું.

     

    Gold Smuggling Mumbai :ચંપલના તળિયા નીચે સોનું હતું 

    ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ડીઆરઆઈ અધિકારીઓએ ચાડિયન નાગરિકને મુંબઈ પહોંચ્યા પછી તરત જ પકડી લીધો. તેણે ખૂબ જ ચાલાકીપૂર્વક પોતાના ચંપલની એડીમાં સોનાની અનેક લગડીઓ છુપાવી હતી. આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાડિયન નાગરિકે કસ્ટમ્સ નિરીક્ષણ અને કાનૂની ઓળખથી બચવા માટે અસામાન્ય રીતે સોનું છુપાવ્યું હતું. કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું અને મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી.

    Gold Smuggling Mumbai :ટીમ  કરી રહી છે નેટવર્કની તપાસ  

    અધિકારીઓએ જણાવ્યું હતું કે દાણચોરી કરેલું સોનું ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું અથવા કોણે તેને ખરીદ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. આ ઘટના કોઈ વ્યાપક દાણચોરી નેટવર્ક સાથે જોડાયેલી છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.  

    મહત્વનું છે કે ડીઆરઆઈ આંતરરાષ્ટ્રીય પ્રવેશ બિંદુઓ પર કડક નજર રાખે છે, કિંમતી ધાતુઓ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે ગુપ્ત માહિતી એકત્ર કરવા અને દેખરેખ રાખવાના સંયોજનનો ઉપયોગ કરે છે. એજન્સીએ આવા ગુનાઓ પર કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો, જે આર્થિક સ્થિરતા અને સરહદ સુરક્ષા માટે ગંભીર ખતરો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Gujarat Police : ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડી, અઢી વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં જઈને ૩૦થી વધુ દરોડા પાડી ડ્રગ્સના મોટા જથ્થા પકડ્યા

    Gujarat Police : ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડી, અઢી વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં જઈને ૩૦થી વધુ દરોડા પાડી ડ્રગ્સના મોટા જથ્થા પકડ્યા

    News Continuous Bureau | Mumbai

    Gujarat Police : ડ્રગ્સના પકડાયેલા જથ્થા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડીને એક પછી એક મોટા-મોટા ડ્રગ્સ કાર્ટેલ્સ પકડી પાડ્યા છે અને ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે તેની સાથે જ ડ્રગ્સ પકડી પાડવાની નેમ સાથે ખૂબ જ સક્રિયતાથી ગુજરાત પોલીસ કામ કરી રહી છે. ગુજરાતમાં અનેક દરોડા પાડી ડ્રગ્સ પકડ્યાની સાથે સાથે ગુજરાત પોલીસે છેલ્લા વર્ષમાં અન્ય અલગ અલગ રાજ્યમાં જઈને ૩૦થી વધુ દરોડા પાડી ડ્રગ્સના જથ્થા પકડ્યા છે.

     

    મંત્રીશ્રીએ ભરૂચ અને સુરત જિલ્લામાં તા.૩૧મી જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પકડાયેલા ડ્રગ્સ/ નશીલા પદાર્થના પકડાયેલા જથ્થા અંગે કહ્યું કે, ભરૂચ અને સુરત જિલ્લામાં બે વર્ષમાં ગાંજો, મેફેડ્રોન, ચરસ, અફીણ, માદક પદાર્થના રો મટીરિયલ, એલ.એસ.ડી, સીરપ, પોસ ડોડા, પેન્ટાઝોસિલ સહિતના અલગ અલગ પ્રકારના ડ્રગ્સ/ નશીલા પદાર્થોનો કરોડો રૂપિયાના મુદ્દામાલનો જથ્થો પકડી પાડવામાં પોલીસ સફળ રહી છે. જેમાં ૩૯૭ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે પકડવામાં બાકી ૧૦૦ આરોપીઓની બાતમીદારો તથા ટેકનિકલ સપોર્ટ આધારે ધરપકડ કરવા માટે તજવીજ ચાલી રહી છે. એટલું જ નહીં, આ આરોપીઓ પૈકી કેટલાક અન્ય રાજ્યોની જેલમાં તો કેટલાક અન્ય દેશોમાં પણ હોય છે, તેમણે લાડવા પણ જરૂરી કાર્યવાહી ચાલી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : kubernagar ITI : મેગા ITI કૂબેરનગર ખાતે ટુ વ્હીલર ઓટો લૅબનું ઉદ્ઘાટન – તાલીમાર્થીઓ માટે તકનીકી શિક્ષણની નવી ઉપલબ્ધિ

     

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  •   Gold Smuggling Video : દાણચોરોએ તો હદ કરી!  દિલ્હી એરપોર્ટ પર ખજૂરમાંથી નીકળ્યું સોનું, અધિકારીઓ પણ રહી ગયા દંગ…જુઓ વિડીયો 

      Gold Smuggling Video : દાણચોરોએ તો હદ કરી!  દિલ્હી એરપોર્ટ પર ખજૂરમાંથી નીકળ્યું સોનું, અધિકારીઓ પણ રહી ગયા દંગ…જુઓ વિડીયો 

    News Continuous Bureau | Mumbai

    Gold Smuggling Video : દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દાણચોરીની એક અનોખી પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે. જેદ્દાહથી દિલ્હી આવેલા એક મુસાફરની બેગની તલાશી દરમિયાન ખજૂરની અંદર છુપાયેલું સોનું મળી આવ્યું. કસ્ટમ અધિકારીઓને મુસાફરની ગતિવિધિઓ પર શંકા ગઈ, જેના પગલે તેની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી. એક્સ-રે સ્કેનીંગ અને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD)માંથી પસાર થયા પછી શંકા વધુ ઘેરી બની.

    મળતી માહિતી મુજબ, મુસાફર ગઈકાલે 26 ફેબ્રુઆરીના રોજ જેદ્દાહથી દિલ્હી પહોંચ્યો હતો. તે જેદ્દાહથી ફ્લાઇટ નંબર SV-756 પર ઉતર્યો. દિલ્હી એરપોર્ટ પર ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે કસ્ટમ અધિકારીઓને તેના પર શંકા ગઈ.

    Gold Smuggling Video : ખજૂરમાં સોનું છુપાયેલું હતું

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, વિભાગે કહ્યું, સામાનના એક્સ-રે સ્કેન દરમિયાન શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી, ઉપરાંત, જ્યારે મુસાફર ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD) માંથી પસાર થયો, ત્યારે એક જોરથી બીપિંગનો અવાજ સંભળાયો. જે પછી તે અધિકારીઓના ધ્યાનમાં આવ્યો અને તેને શંકા ગઈ.

    Gold Smuggling Video : અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા

    જ્યારે કસ્ટમ વિભાગે મુસાફરની બેગની તપાસ કરી ત્યારે અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બેગમાં રાખેલી ખજૂરની અંદર સોનાના ટુકડા છુપાવવામાં આવ્યા હતા. જ્યારે તેમનું વજન કરવામાં આવ્યું ત્યારે કુલ 172 ગ્રામ સોનું મળી આવ્યું. આ સોનું નાના કાપેલા ટુકડાઓ અને સોનાની સાંકળના રૂપમાં હતું.

    આ સમાચાર પણ વાંચો: Couple Bike Romance : ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો! ચાલુ બાઈકમાં કપલનો રોમાન્સ;  વીડિયો થયો વાયરલ

    મહત્વનું છે કે  સોનાના દાણચોરો ઘણીવાર નવી પદ્ધતિઓ અપનાવે છે. ક્યારેક ઇલેક્ટ્રોનિક સામાનમાં, ક્યારેક શરીરની અંદર તો ક્યારેક ખાદ્ય પદાર્થોમાં છુપાયેલા સોનાની દાણચોરીના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. કસ્ટમ્સ વિભાગ આવા કિસ્સાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. એરપોર્ટ પર સ્કેનિંગ સિસ્ટમની મદદથી આવા કેસ શોધી કાઢવામાં આવી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Foreign currency : સોના બાદ હવે વિદેશી ચલણની દાણચોરી, મુસાફર આ રીતે છુપાવીને લાવ્યો 1.35 કરોડ રૂપિયા; કસ્ટમ વિભાગ પણ રહી ગયું દંગ

    Foreign currency : સોના બાદ હવે વિદેશી ચલણની દાણચોરી, મુસાફર આ રીતે છુપાવીને લાવ્યો 1.35 કરોડ રૂપિયા; કસ્ટમ વિભાગ પણ રહી ગયું દંગ

    News Continuous Bureau | Mumbai

    Foreign currency : નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર કસ્ટમ વિભાગે વિદેશી ચલણની દાણચોરીના આરોપસર એક યુવકની ધરપકડ કરી છે. વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, યુવક પાસેથી 1.35 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ મળી આવ્યું છે. કસ્ટમ વિભાગે જણાવ્યું કે આરોપી યુવક તેના સુટકેસમાં છુપાવેલી વિદેશી ચલણી નોટો લઈ જઈ રહ્યો હતો.

     

    Foreign currency :  જપ્ત કરાયેલી નોટોની કુલ કિંમત ₹1,35,01,150

    નવી દિલ્હીમાં કસ્ટમ અધિકારીઓએ ઉત્તર પ્રદેશના 26 વર્ષીય ભારતીય પુરુષ મુસાફર સામે વિદેશી ચલણની દાણચોરીનો કેસ નોંધ્યો છે. જપ્ત કરાયેલી નોટોની કુલ કિંમત rs 1,35,01,150 (એક કરોડ પાંત્રીસ લાખ એક હજાર એકસો પચાસ રૂપિયા) છે. જપ્ત કરાયેલા વિદેશી ચલણમાં યુએસ ડોલર – 20,000, સાઉદી રિયાલ – 5 લાખ 25 હજાર 500 અને કતાર રિયાલ – 1000નો સમાવેશ થાય છે.

    Foreign currency : કાળા ટ્રોલી બેગમાં વિદેશી ચલણ છુપાવવામાં આવ્યું  

    કસ્ટમ વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, પૂછપરછ દરમિયાન મુસાફરે ભારતની બહાર ચલણની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપી IGI એરપોર્ટના ટર્મિનલ-2 થી હૈદરાબાદ જવાની અને પછી તે જ દિવસે સંયુક્ત આરબ અમીરાતના રાસ અલ ખૈમાહ જવાની યોજના બનાવી રહ્યો હતો. જોકે, ગુપ્ત માહિતીના આધારે, કસ્ટમ અધિકારીઓએ આરોપીને પહેલા જ પકડી લીધો હતો. તેના સામાનની તપાસ કરતાં, કાળા ટ્રોલી બેગમાં છુપાયેલી વિદેશી ચલણી નોટો મળી આવી હતી.

    આ સમાચાર પણ વાંચો : Gold Smuggling Video : સોનાની દાણચોરી માટે મુસાફરે અજમાવી ગજબની યુક્તિ; કોઈ સપનામાં પણ ન વિચારી શકે એવી રીતે લવાયું! જુઓ વિડીયો

    Foreign currency : સોનાની દાણચોરીનો કેસ

    થોડા દિવસો પહેલા, દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીનો કેસ ખોલતા એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી હતી. વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, તે દુબઈથી સોનું છુપાવીને ભારતમાં લાવી રહ્યો હતો.  જપ્ત કરાયેલા સોનાની કુલ કિંમત 81.76 લાખ રૂપિયા આંકવામાં આવી છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Gold Smuggling Video : સોનાની દાણચોરી માટે મુસાફરે અજમાવી ગજબની યુક્તિ; કોઈ સપનામાં પણ ન વિચારી શકે એવી રીતે લવાયું! જુઓ વિડીયો

    Gold Smuggling Video : સોનાની દાણચોરી માટે મુસાફરે અજમાવી ગજબની યુક્તિ; કોઈ સપનામાં પણ ન વિચારી શકે એવી રીતે લવાયું! જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

     Gold Smuggling Video : દિલ્હીના IGI એરપોર્ટ પર સોનાની અનોખી દાણચોરી હવે પ્રકાશમાં આવી છે. વાસ્તવમાં, દાણચોરો એરપોર્ટ પર સોનું, ચાંદી, હીરા અને કેટલીક વખત નશીલા પદાર્થોની દાણચોરી કરે છે. આ વખતે પણ દાણચોરોએ દાણચોરીની અનોખી પદ્ધતિ શોધી કાઢી IGI એરપોર્ટ પર સોનાની દાણચોરીનો અનોખો પ્રયાસ કર્યો હતો જેને નિષ્ફળ બનાવાયો હતો. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) ના કસ્ટમ અધિકારીઓએ સોનાની દાણચોરીના આરોપસર એક દંપતીની ધરપકડ કરી છે. દંપતી પાસેથી 1.9 કિલો સોનું મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત 1.5 કરોડ રૂપિયા છે. આરોપી દંપતી બહેરીનથી ભારત પરત ફર્યું હતું.

    Gold Smuggling Video : જુઓ વિડીયો 

    મીડિયા રિપોર્ટ અહેવાલ મુજબ, કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘તપાસ દરમિયાન, પુરુષ મુસાફરની ટ્રોલી બેગમાંથી દોઢ કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું. આ સોનું 15 ચાંદી જેવા વાયરના રૂપમાં છુપાયેલું હતું. તેવી જ રીતે, એક મહિલા મુસાફરની ટ્રોલી બેગમાંથી મળી આવેલા 4 ચાંદી જેવા વાયરના રૂપમાં સોનું છુપાવવામાં આવ્યું હતું.

     Gold Smuggling Video : દંપતી પાસેથી બે કિલો સોનું મળી આવ્યું

     Gold Smuggling Video : 1.94 kg Gold worth Rs 1.41 crores found in Trolley Bag Metal Linings! 

     

     Gold Smuggling Video : દાણચોરીના ઘણા કિસ્સાઓમાં વધારો  

    કસ્ટમ વિભાગે જણાવ્યું હતું કે બે મુસાફરો પાસેથી લગભગ બે કિલોગ્રામ (1.9 કિલો) સોનું જપ્ત કરવામાં આવ્યું છે. બજારમાં તેની અંદાજિત કિંમત 1 કરોડ 41 લાખ રૂપિયા છે. કસ્ટમ અધિકારીઓએ દંપતીની ધરપકડ કરી છે અને આ કેસની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. કસ્ટમ્સ વિભાગે આ કાર્યવાહીની માહિતી આપી અને કહ્યું કે આ કેસમાં અન્ય સંભવિત કડીઓની તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં, IGI એરપોર્ટ પર સોનાની દાણચોરીના ઘણા કિસ્સાઓ નોંધાયા છે. આવી દાણચોરી અટકાવવા માટે કસ્ટમ વિભાગે તેની ચેકિંગ પ્રક્રિયા વધુ કડક બનાવી છે.

    કસ્ટમ્સ વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય અને જો તેઓ આવા કોઈ કિસ્સાઓ સામે આવે તો અધિકારીઓને જાણ કરે.  

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Gold Smuggling Video : ગજબ… આ મુસાફર કલ્પના પણ ન થાય એ રીતે દિલ્હી એરપોર્ટ પર છુપાવીને લાવ્યો 379 ગ્રામ સોનું; વીડિયો જોઈ મગજ ચકરાઈ જશે..

    Gold Smuggling Video : ગજબ… આ મુસાફર કલ્પના પણ ન થાય એ રીતે દિલ્હી એરપોર્ટ પર છુપાવીને લાવ્યો 379 ગ્રામ સોનું; વીડિયો જોઈ મગજ ચકરાઈ જશે..

    News Continuous Bureau | Mumbai

     Gold Smuggling Video : સોનાની દાણચોરી કરવા માટે મુસાફરો અવનવા જુગાડ અજમાવતા હોય છે.  વધુ એક વખત સોનાની દાણચોરી પકડાઈ છે. જે ભલભલાને ગોથે ચડાવે એવી છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર કસ્ટમ અધિકારીઓએ દાણચોરી કરનારા  મુસાફરોને પડકી પાડ્યા છે. ગત 6 જાન્યુઆરી, 2025 ના રોજ એક ભારતીય મુસાફર તેના કપડાના બટનોમાં  સોનું છુપાવીને લાવી રહ્યો હતો. આ મુસાફર ફ્લાઇટ નંબર SV-756 મારફતે સાઉદી અરેબિયાના જેદ્દાહથી દિલ્હી પહોંચ્યો હતો.

    Gold Smuggling Video : દિલ્હી એરપોર્ટ પર સોનાની દાણચોરી

     

    Gold Smuggling Video : આ રીતે  બહાર આવ્યો સમગ્ર મામલો

    દરમિયાન પેસેન્જર એરપોર્ટ પર ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે કસ્ટમ અધિકારીઓએ પેસેન્જરને શંકાના આધારે અટકાવ્યો હતો. આ પછી જ્યારે તેના સામાનની તપાસ કરવામાં આવી અને સ્કેન કરવામાં આવ્યું તો સમગ્ર મામલો બહાર આવ્યો. તપાસ દરમિયાન, સિલ્વર પ્લેટેડ રિંગ મળી આવી, જે ખરેખર 24 કેરેટ સોનાની હતી. આ રિંગોને કપડાંના બટનનું સ્વરૂપ આપીને છુપાવવામાં આવી હતી. દાણચોરી દ્વારા ભારતમાં લાવવામાં આવતા સોનાનું વજન 379 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું, જેની કુલ કિંમત 29 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો :  Gold Smuggling: તસ્કરોની એર કોમ્પ્રેસરની યુક્તિ નિષ્ફળ, ડીઆરઆઈએ અમદાવાદ એરપોર્ટ પર આટલા કરોડનું સોનું જપ્ત કર્યું..

     જોકે કે આ પહેલીવાર નથી. એરપોર્ટ પરથી અવાર નવાર સોના-ચાંદી સહિત ડ્રગ્સનો સામાન જપ્ત કરવામાં આવે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Income Tax Raid: ભોપાલના  જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળ્યું 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ, ઈન્કમટેક્સ વિભાગ તપાસમાં લાગ્યું; જુઓ વિડિયો..

    Income Tax Raid: ભોપાલના જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળ્યું 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ, ઈન્કમટેક્સ વિભાગ તપાસમાં લાગ્યું; જુઓ વિડિયો..

    News Continuous Bureau | Mumbai

    Income Tax Raid: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં આઈટીના દરોડામાં 52 કિલો સોનું અને 9.86 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ જથ્થો જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળી આવ્યો છે. આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

    Income Tax Raid: જંગલોમાં એક કાર પર દરોડો પાડવામાં આવ્યો

    મળતી માહિતી મુજબ, ભોપાલ નજીક સ્થિત મેંદોરીના જંગલોમાં એક કાર પર આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવી હતી. ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે આવકવેરા વિભાગની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર ઈનોવા કારમાંથી કુલ રૂ.9.86 કરોડની રોકડ મળી આવી હતી.

    Income Tax Raid: 9 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા

    આવકવેરા વિભાગની આ કાર્યવાહીમાં 100થી વધુ પોલીસકર્મીઓની ટીમ સામેલ હતી. આ દરોડા લોકાયુક્ત અને આવકવેરા વિભાગની સંયુક્ત કાર્યવાહીનો એક ભાગ હતો જે બે દિવસથી ચાલી રહી હતી. આ પહેલા આવકવેરા વિભાગે ભોપાલ અને ઈન્દોરમાં એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીના 51 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

    દરોડા દરમિયાન આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અધિકારીઓનું કહેવું છે કે મેંદોરીના જંગલોમાં જપ્ત કરાયેલી કારમાંથી 52 કિલો સોના ઉપરાંત લગભગ 9 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે, જેને વિભાગે પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે.

    આ સમાચાર પણ વાંચો  : Meerut Stampede: મેરઠમાં શિવ મહાપુરાણ કથામાં નાસભાગ, અનેક મહિલાઓ ઘાયલ..

    Income Tax Raid: આટલી મોટી રોકડ અને સોનું આવ્યું ક્યાંથી ?

    મીડિયા રિપોર્ટ અનુસાર આ કેસમાં કન્સ્ટ્રક્શન કંપની પર ટેક્સ ચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. વિભાગે આ સંદર્ભે તપાસ તેજ કરી છે અને સંબંધિત દસ્તાવેજો અને પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ દરોડા બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આટલી મોટી રોકડ અને સોનું ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો. આ સિવાય લોકાયુક્તે ભોપાલમાં પૂર્વ આરટીઓ કોન્સ્ટેબલના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા, જેમાં 2 કરોડ 85 લાખ રૂપિયા રોકડા અને 60 કિલો ચાંદી તેમજ 50 લાખ રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં મળી આવ્યા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  •  DCM Ajit Pawar : શપથ ગ્રહણના બીજા દિવસે અજિત પવારને મળી મોટી રાહત, કોર્ટે અધધ 1000 કરોડની જપ્ત સંપત્તિ મુક્ત; જાણો શું સમગ્ર મામલો.. 

     

    DCM Ajit Pawar :રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિ  મુક્ત કરવામાં આવી છે. દિલ્હી ટ્રિબ્યુનલ કોર્ટે આ મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પાર્થ પવાર અને સુનેત્રા પવારની જપ્ત કરેલી સંપત્તિને પણ મુક્ત કરી દીધી છે. સ્પાર્કલિંગ સોઇલ, ગુરુ કોમોડિટીઝ, ફાયર પાવર એગ્રી ફાર્મ અને નિબોધ ટ્રેડિંગ કંપનીને લગતી સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી.

    DCM Ajit Pawar :શપથ ગ્રહણના બીજા દિવસે અજિત પવારને કોર્ટમાંથી રાહત મળી

    રસપ્રદ વાત એ છે કે, અજિત પવારે 5 ડિસેમ્બરે છઠ્ઠી વખત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી બીજા દિવસે અજિત પવારને કોર્ટમાંથી રાહત મળી છે. થોડા મહિના પહેલા આવકવેરા વિભાગે અજિત પવાર, સુનેત્રા પવાર અને પાર્થ પવારની કંપનીઓની કેટલીક સંપત્તિઓ સામે કાર્યવાહી કરી હતી. આવકવેરા વિભાગે સંબંધિત સંપત્તિઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી સામે પવારના પરિવારે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

    DCM Ajit Pawar :પૂરતા પુરાવાના અભાવે સંપત્તિ મુક્ત

    દિલ્હી ટ્રિબ્યુનલ કોર્ટે અજિત પવારની સંપત્તિને મુક્ત કરવાનો આદેશ આપ્યો અજિત પવાર પર 2021માં બેનામી સંપત્તિ લેવાનો આરોપ હતો. આ મુજબ આવકવેરા વિભાગે અજિત પવાર, પાર્થ પવાર અને સુનીતા પવારની સંપત્તિ જપ્ત કરી લીધી હતી, પરંતુ પૂરતા પુરાવાના અભાવે તેમણે જાહેરાત કરી હતી કે દિલ્હીની આખી સંપત્તિ મુક્ત કરી દેવામાં આવી છે.