Tag: single

  • Manisha koirala birthday: રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતી મનીષા કોઈરાલા 54 વર્ષ ની ઉંમર માં પણ છે સિંગલ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

    Manisha koirala birthday: રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતી મનીષા કોઈરાલા 54 વર્ષ ની ઉંમર માં પણ છે સિંગલ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

    News Continuous Bureau | Mumbai

    Manisha koirala birthday: મનીષા કોઈરાલા આજે તેનો 54 મોં જન્મદિવસ ઉજવી રહી છે. મનીષા કોઈરાલાનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નેપાળમાં થયો હતો.મનીષા કોઈરાલા 90ના દાયકાની જાણીતી અભિનેત્રી છે.મનીષા એ તેના ફિલ્મી કરિયર ની શરૂઆત વર્ષ 1991 માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ સૌદાગર થી કરી હતી. મનીષા કોઈરાલાના દાદા વિશ્વેશ્વર પ્રસાદ નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે અને તેમના પિતા પ્રકાશ રાજકારણ માં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. મનીષાની શરૂઆતની ઓળખ નેપાળી બોલીવુડ અભિનેત્રી તરીકેની હતી. તેણે 1989માં નેપાળી ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી.

    આ સમાચાર પણ વાંચો: Anupama new entry: અનુપમા માં થશે આ બે કલાકારો ની એન્ટ્રી, બંને ના આગમન થી બદલાઈ જશે સિરિયલ ની વાર્તા

    મનીષા કોઈરાલા વિશે રસપ્રદ વાતો 

    બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપ્યા પછી, એક સમય એવો આવ્યો જ્યારે મનીષા કોઈરાલાની કારકિર્દી ડગમગવા લાગી. પોતાને આ પરિસ્થિતિ સામે ટકાવી રાખવા મનીષા એ દારૂ અને ડ્રગ્સનો સહારો લેવાનું શરૂ કર્યું. મનીષા કોઈરાલાએ વર્ષ 2010માં સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા, પરંતુ વર્ષ 2012માં બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યરબાદ મનીષા ને તેને કેન્સર હોવાની ખબર પડી. મનીષા એ ન્યૂયોર્કમાં તેની સારવાર કરાવી. લગભગ એક વર્ષની સારવાર બાદ જ્યારે તે સ્વસ્થ થઈ ત્યારે તેણે તેના ચાહકોને તેની જાણકારી આપી હતી.

     

    View this post on Instagram

     

    A post shared by Manisha Koirala (@m_koirala)


    મનીષા કોઈરાલા એ સંજય લીલા ભણસાલી ની વેબ સિરીઝ ‘હીરામંડી’ થી કરી હતી. 54 વર્ષની ઉંમરે પણ મનીષા સિંગલ છે. તાજેતરમાં જ એક મીડિયા હાઉસ ને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, ‘હું છેલ્લા 5-6 વર્ષથી સિંગલ છું અને અત્યારે કોઈની સાથે મિલન કરવાના મૂડમાં નથી. મને હજુ પણ લાગે છે કે મારે મારી જાત પર ઘણું કામ કરવાની જરૂર છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • આટલી સુંદર હોવા છતાં કુંવારી છે અભિનેત્રી મુનમુન દત્તા, હજી સુધી નથી કર્યા લગ્ન, જણાવ્યું કેવો ઇચ્છે છે હમસફર?

    આટલી સુંદર હોવા છતાં કુંવારી છે અભિનેત્રી મુનમુન દત્તા, હજી સુધી નથી કર્યા લગ્ન, જણાવ્યું કેવો ઇચ્છે છે હમસફર?

    News Continuous Bureau | Mumbai

    તારક મહેતા શોથી ભારે લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી મુનમુન દત્તા તેની સુંદરતાને લઈને ચર્ચાનો વિષય બની રહે છે. સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ ફેન ફોલોઈંગ છે, પરંતુ આજે પણ તેના ચાહકોના મનમાં પ્રશ્ન છે કે આટલી સુંદર હોવા છતાં, મુનમુન દત્તાએ હજી સુધી લગ્ન કેમ નથી કર્યા, તેને કેવો વર પસંદ છે?

    35 વર્ષની આ અભિનેત્રી હજુ પણ કુંવારી છે અને તે પોતાનું જીવન પોતાની મરજી મુજબ જીવવાનું પસંદ કરે છે. બબીતા ​​જીને લગતી પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે, તેના ફેન્સ તેની પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે. મુનમુન દત્તાએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે સિરિયસ રિલેશનશિપમાં રહી ચુકી છે. પરંતુ તે સફળ રહ્યું નહીં. એટલે તેણે કાયમ માટે સિંગલ રહેવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તેને વરુણ ધવન અને રણવીર કપૂર જેવા કલાકારોને ડેટ કરવાનું ગમશે.

    આ સમાચાર પણ વાંચો: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશને હરિયાળી આવતીકાલ માટે ‘આ’ ખાસ અભિયાન શરૂ કર્યું

    અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં તેમના લાખો-કરોડો ચાહકો છે. બબીતા ​​જી ટીવીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેને કોઈ પરિચયની જરૂર નથી.  

     

  • ટેલિવિઝન ના હેન્ડસમ હન્ક તરીકે જાણીતા એક્ટર  હર્ષદ ચોપરા હજુ પણ છે સિંગલ, જાણો શું છે કારણ

    ટેલિવિઝન ના હેન્ડસમ હન્ક તરીકે જાણીતા એક્ટર હર્ષદ ચોપરા હજુ પણ છે સિંગલ, જાણો શું છે કારણ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 31 ડિસેમ્બર 2021

    શુક્રવાર

    ટેલિવિઝન જગતના ફેમસ અને હોટ એક્ટર હર્ષદ ચોપરાને દર્શકો ખૂબ પસંદ કરે છે. હર્ષદ ચોપરાએ 'તેરે લિયે', 'બેપનાહ' જેવી સિરિયલોથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. આ સિરિયલો દ્વારા તેણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. હર્ષદ ચોપરાએ છેલ્લા કેટલાક સમયથી એક્ટિંગથી દૂરી બનાવી રાખી હતી.જે બાદ હર્ષદે હવે ફેમસ સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કમબેક કર્યું છે. તેમજ, આટલા હેન્ડસમ અને ગુડ લુકિંગ એક્ટર હોવા છતાં, હર્ષદ ચોપરા હજી પણ સિંગલ છે, જેના પર ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરી શકે છે.

    હર્ષદ ચોપરા 38 વર્ષના છે પરંતુ આજે પણ તેઓ સિંગલ છે. આ વાત ખુદ હર્ષદ ચોપરાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહી છે અને સાથે જ તેણે લગ્ન કરવાની ઈચ્છા પણ જણાવી છે. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં હર્ષદ ચોપરાએ પોતાના અંગત જીવન વિશે ઘણી વાતો શેર કરી હતી.તેણે કહ્યું કે તે હાલમાં સિંગલ છે અને કોઈને ડેટ કરી રહ્યો નથી. તેણે કહ્યું કે 'હું સિંગલ છું અને હું પોતે નથી જાણતો કે હું કેમ સિંગલ છું. હું કોઈને પ્રેમ કરવા માંગુ છું અને લગ્ન પણ કરવા માંગુ છું. આશા છે કે હું તમને આ સમાચાર ટૂંક સમયમાં જણાવીશ.હર્ષદે વધુમાં કહ્યું કે 'હું ખરેખર ખૂબ બોરિંગ છું. હું ચાહકો સાથે જોડાવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઉં છું, હું તેમની સાથે જોડાવા માટે કોઈ રિયાલિટી શોમાં જવા માંગતો નથી. વર્ષ 2015 માં, તેણે મીડિયા ને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે તેના પહેલા સંબંધને કારણે તેના પર પડેલી અસરો વિશે જણાવ્યું હતું.તે દરમિયાન તેણે કહ્યું હતું કે, 'હું પહેલા પણ રિલેશનશિપમાં રહ્યો છું અને તેના સમાચાર પણ ઘણીવાર સામે આવ્યા છે. આ ઇન્ડસ્ટ્રી જે રીતે કામ કરે છે, મારે મારી જાતને સાચી સાબિત કરવાની જરૂર નથી. હું અત્યાર સુધી જેની સાથે રહ્યો છું તેણે હંમેશા મને એક સારો વ્યક્તિ બનાવ્યો છે.

    ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની હિના ખાનને અભિનય માં નહોતો રસ, નસીબે બનાવી એક્ટર; જાણો અભિનેત્રી શું બનવા માંગતી હતી

    હર્ષદ ચોપરાના કરિયરની વાત કરીએ તો તેણે 2006માં ટીવી શો 'મમતા'માં એક્ટિંગની શરૂઆત કરી હતી. જે પછી તેને ટીવી શો 'લેફ્ટ રાઈટ લેફ્ટ' મળ્યો. પરંતુ હર્ષદને ટીવી જગતમાં સ્ટાર પ્લસના શો 'કિસ દેશ મેં હૈ મેરા દિલ'થી ઓળખ મળી. આ સિવાય તે 'તેરે લિયે', 'ધર્મપત્ની', 'દિલ સે દી દુઆ: સૌભાગ્યવતી ભવ', 'હમસફર' અને 'બેપનાહ' જેવી પ્રખ્યાત સિરિયલોમાં જોવા મળ્યો. હાલમાં તે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં જોવા મળે છે.

  • ટેલિવિઝન જગતના લોકપ્રિય શો તારક મહેતા…ના સુખી દંપતિ છે રિયલ લાઇફમાં હજુ સુધી છે કુંવારા, નામ જાણીને તમે પણ ચોંકી જશો

    ટેલિવિઝન જગતના લોકપ્રિય શો તારક મહેતા…ના સુખી દંપતિ છે રિયલ લાઇફમાં હજુ સુધી છે કુંવારા, નામ જાણીને તમે પણ ચોંકી જશો

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

    નવી દિલ્હી

    27 જાન્યુઆરી 2021

    ટીવીજગતનો સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતું આવ્યું છે. આ શો નું દરેક પાત્ર એટલુ પોપ્યુલર છે કે દર્શકો કલાકારોને તેના અસલી નામના બદલે સિરિયલમાં નિભાવેલા કિરદારોના નામથી ઓળખે છે. આ શોના દરેક પાત્રએ તેની અભિનયથી લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. ચાહકોને શોના કલાકારો ડાયલોગ રમૂજી તો લાગે જ છે પરંતુ તેના કરતા વધારે તેમની અંગત લાઇફમાં ચાહકોને વધારે ઇન્ટરેસ્ટ હોય છે. આ શોના કેટલાક કલાકારો અંગત જીવનમાં કુંવારા છે પરંતુ  શોમાં પરણેલા બતાવવામાં આવ્યા છે. બબીતાજી 

    બબીતાજી’ એટલે કે મુનમુન દત્તા ગોકુલધામ સોસાયટીની સૌથી સુંદર અને મોર્ડન લેડી છે અને અસલી જીંદગીમાં પણ તે ખૂબ ગ્લેમરસ છે. શોમાં બબીતાના લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ અંગત જીવનમાં મુનમુન કુંવારી છે. બબીતાને જ્યારે લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘મને હજી સુધી કોઈ સારુ પાત્ર મળ્યુ જ નથી જેની સાથે હું લગ્ન કરી શકું.’

     

    ઐય્યર  

    બબીતાની જેમ જ ઐય્યરનું પાત્ર ભજવતા તનુજ મહાશબ્દે પણ કુંવારા જ છે. શોમાં બબિતાજીના પતિ બનતા ઐય્યર રિયલ લાઇફમાં ઘોડે ચડ્યા નથી. જોકે ઐય્યરે લગ્ન કરવાનો વિચાર કરી લીધો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કોઇ સારુ પાત્ર મળશે તો તે જરૂરથી પરણશે.  

     

    ડૉ. હાથી.

    શોમાં ડૉ. હાથીનું પાત્ર ભજવી રહેલા નિર્મલ સોની કે જે 43 વર્ષના છે તેમના જીવનમાં પણ હજુ સુધી બહાર આવી નથી. એક ઇન્ટરવ્યૂ માં ડો.હાથી એ જણાવ્યું હતું કે તેમને એકલા રહેવાનું જ પસંદ છે અને તેઓએ હજુ સુધી લગ્ન માટે કંઇ વિચાર્યુ નથી. લોકો મને ‘ડૉ. હાથી’ના નામથી ઓળખે છે અને હું આ નામથી ખુશ પણ છું.  નોંધનીય છે કે ડૉક્ટર હાથીનું પાત્ર પહેલા કવિ કુમાર આઝાદ ભજવતા હતા પરંતુ તેમના મોત બાદ નિર્મલ સોનીને હાથીનું પાત્ર મળ્યું હતું. 

     

    રોશન સિંહ 

    થોડા સમય અગાઉ શોને ટાટા બાય બાય કહેનારા રોશન સિંહ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ પણ રિયલ લાઇફમાં કુંવારા છે. તેની ઉંમર 40 વર્ષ થઇ હોવા છતાં તે કહે છે કે, સિંગલ લાઇફની મજા લગ્ન કરવામાં નથી માટે તે હાલ પુરતુ સિંગલ રહેવાનું જ પસંદ કરશે. 

    અંજલી તારક મહેતા 

    શોમાં અગાઉ અંજલી તારક મહેતાના પાત્રમાં નજરે આવતી નેહા મહેતા પણ રિયલ લાઇફમાં બેચલર છે. 42 વર્ષની નેહાને એકલા રહેવામાં મજા આવે છે, તેને લગ્ન કરતા સિંગલ લાઇફ વધુ ગમે છે. બાદમાં તેનો વિચાર બદલાય અને લગ્ન કરે તો નવાઇ નહી.