• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - slum
Tag:

slum

Mumbai Chawl Wall Collapsed Two Dead as Wall Collapses in Wadala's Antop Hill Slum
મુંબઈ

Mumbai Chawl Wall Collapsed : મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં ચાલીની દિવાલ થઇ ધરાશાયી, દુર્ઘટનામાં આટલા લોકોના થયા મોત..

by kalpana Verat June 15, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai  

Mumbai Chawl Wall Collapsed : મુંબઈના વડાલા ( Wadala ) એન્ટોપ હિલ વિસ્તારમાં ચાલીની દિવાલ ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. આ અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા છે. આ ઘટના મુંબઈના એન્ટોપ હિલ( Antop Hill )   વિસ્તારના વિજય નગરના પંજા ગલીમાં બની હતી. બીજા અને ત્રીજા માળે દિવાલનો એક ભાગ ધરાશાયી થવાને કારણે આ ઘટના બની હતી. સ્થાનિક ફાયર બ્રિગેડ, વોર્ડ લેવલનો સ્ટાફ, પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

Two woman died in a wall collapse of three-storey hut in Antop Hill, Wadala on Friday night.#Mumbai #AntopHill #Fire #Hut #Wadala pic.twitter.com/sN39SQcAiy

— Donjuan (@santryal) June 14, 2024

Mumbai Chawl Wall Collapsed : બીજા અને ત્રીજા માળની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના શુક્રવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ વડાલાના એન્ટોપ હિલના વિજય નગરના પંજા ગલી વિસ્તારમાં બની હતી. બીજા અને ત્રીજા માળની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો આ અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા છે. બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.

આ સમાચાર  પણ વાંચો : T20 World Cup 2024: સપનું થયું ચકનાચૂર, પાકિસ્તાન મેચ રમ્યા વિના જ થઈ ડિસ્કવાલિફાઈ; આ ટીમની સુપર-8માં એન્ટ્રી ..

June 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Fire Massive fire breaks out in Mumbai slum, 10 fire tenders deployed
મુંબઈMain PostTop Post

Mumbai Fire : ભાયંદરમાં અગ્નિ તાંડવ! આઝાદ નગર ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, ઘણા ઘાયલ; જુઓ વીડીયો

by kalpana Verat February 28, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Mumbai Fire : મુંબઈ ( Mumbai )  શહેરમાં ફરી એકવાર ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, મુંબઈના મીરા ભાયંદર  ( Bhayandar ) ના આઝાદ નગરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી છે. આઝાદ નગર વિસ્તારની ઘણી ઝૂંપડપટ્ટીઓ ( Slum ) બળીને રાખ થઇ ગઈ છે. 

જુઓ વિડીયો 

#WATCH | Mira Bhayandar, Maharashtra: Fire broke out in the slums of Azad Nagar area. Further details awaited. pic.twitter.com/wUJNoqpG4B

— ANI (@ANI) February 28, 2024

ફાયર વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર હાજર

મીરા રોડ શહેરમાં ધુમાડાના મોટા ગોટેગોટા ઉડી રહ્યા છે. ફાયર વિભાગની સાત જેટલી ગાડીઓ હાલ ઘટનાસ્થળે હાજર છે. ફાયર વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  શું તમે વજન ઘટાડવા માટે ઇન્ટરમિટેંટ ફાસ્ટીંગ કરો છો ? તો સાવધાન ન કરશો આ ભૂલ..

કેટલાક લોકો થયા ઘાયલ 

આજે સવારે 6 વાગ્યાના સુમારે ભંગારના ગોદામમાં અચાનક લાગેલી આગથી સ્થાનિક નાગરિકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આગમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Fire Eight Cylinders Exploded One After The Other In A Slum In Kalachowki Smoke Billowing Everywhere
મુંબઈ

Mumbai Fire : મુંબઈના કાલાચોકી વિસ્તારમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર બ્રિગેડે શરૂ… જુઓ વિડીયો

by kalpana Verat January 15, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai Fire : છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈના ઘણા વિસ્તારોમાં આગની ઘટનાઓ વધી રહી છે. દરમિયાન આજે સવારે મુંબઈના કાલાચોકી વિસ્તારની મિન્ટ કોલોનીમાં ભીષણ આગ લાગી છે. આઠ સિલિન્ડર ફાટ્યા હોવાના અહેવાલ છે. હાલ આ આગના કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

જુઓ વિડીયો

Explosion sound near #parel#Mumbai #MondayMorning pic.twitter.com/171iOyxLHC

— AG (@Amitgadia18) January 15, 2024

મહત્વનું છે કે આ ઝૂંપડપટ્ટીમાં લગભગ દોઢ હજાર લોકો રહે છે. પાલિકાના અધિકારીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. સિલિન્ડર ફાટવા પાછળનું કારણ હજુ સુધી સમજી શકાયું નથી. દરમિયાન ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Munawwar rana : પોતાની માતા પર અનેક રચનાઓ લખનાર લોકપ્રિય શાયર મુનવ્વર રાણાનું નિધન, બીમારી સાથે લડતા લડતા 71 વર્ષે લીધા અંતિમ શ્વાસ

 

 
January 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai : slum girl becomes face of beauty brand
મુંબઈ

ઉઘડી ગયા નસીબ! મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતી આ બાળકી બની લક્ઝરી બ્યુટી બ્રાન્ડનો ફેસ, જાણો ‘પ્રિન્સેસ ઓફ સ્લમ`ની કહાની

by kalpana Verat May 23, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

મુંબઈના ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેતી 14 વર્ષની છોકરી મલિશા ખારવા આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. કારણ એ છે કે, આ છોકરી ગોડફાધર વિના આજે ફેશન મેગેઝિનના કવર પેજ પર બોલિવૂડ સેલેબ્સ સાથે જોવા મળી રહી છે.

એટલું જ નહીં, મલિષાને તાજેતરમાં લક્ઝરી બ્યુટી બ્રાન્ડ ‘ફોરેસ્ટ એસેન્શિયલ’ના નવા અભિયાન ‘ધ યુવતિ કલેક્શન’ નો ચહેરો પણ બનાવવામાં આવ્યો છે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે મલિષા પાસે આ દિવસોમાં હોલીવુડના બે પ્રોજેક્ટ્સ છે. જાણો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી આ છોકરીની જિંદગીએ કેવી રીતે 360 ડિગ્રી વળાંક લીધો.

કેવી રીતે મલિષા હોલીવુડ અભિનેતા રોબર્ટને મળી

વર્ષ 2020 ની વાત છે જ્યારે હોલીવુડ એક્ટર રોબર્ટ હોફમેન એક વીડિયો શૂટ કરવા માટે મુંબઈ આવ્યો હતો. દરમિયાન, તે મલિષાને મળ્યો. મલિષા સાથે વાત કર્યા પછી રોબર્ટ તેની સમસ્યાઓ સમજી ગયો. મલિષાએ જણાવ્યું કે ઘણી વખત તેની પાસે ખાવાના પૈસા પણ નહોતા. તેમના ઘરમાં છત પણ નથી અને તેમના માટે વરસાદમાં સૂવું મુશ્કેલ બની જાય છે.

આ સમાચાર પણ વાંચો: ભારતમાં મેટ્રો રેલ પરિવર્તન.. 2014થી અત્યાર સુધીમાં આટલા શહેરોમાં 860 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન થઇ કાર્યરત..

દરમિયાન, મલિષા તેને તેના મોડેલિંગના સપના વિશે કહે છે અને રોબર્ટ તેને તેના મ્યુઝિક વીડિયોમાં કાસ્ટ કરે છે. ઉપરાંત, રોબર્ટે મલિષા માટે ક્રાઉડ ફંડિગ એકાઉન્ટ બનાવ્યું હતું. આ ક્રાઉડ ફંડિગ દ્વારા મલિષાએ લગભગ 16 લાખ રૂપિયા ભેગા કર્યા. અહીંથી મલિષા લાઈમલાઈટમાં આવી અને ત્યારબાદ તેને ઘણા મોટા મોડલિંગ પ્રોજેક્ટ્સ અને એક શોર્ટ ફિલ્મની પણ ઓફર થઈ.

ઘણા મેગેઝીનના કવર પેજ પર દેખાયા

બાદમાં રોબર્ટે મલિષાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું જેના પર મલિષા હવે તેના ફોટોશૂટ શેર કરે છે. રોબર્ટ મલિશાનો મેનેજર પણ છે. તાજેતરમાં જ ફેમસ ફેશન મેગેઝિન કોસ્મોપોલિટને પણ મલિશાને તેના કવર પેજ પર રજૂ કરી હતી.

આ ફોટોશૂટમાં તે બોલિવૂડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી અને સોશિયલ મીડિયા પ્રભાવક કુશા કપિલા સાથે જોવા મળી રહી છે. આજે #princessfromtheslum હેશટેગ મલિષાના નામથી ચર્ચામાં છે, જેનો અર્થ  થાય છે ઝૂંપડપટ્ટીમાંથી બહાર આવેલી રાજકુમારી.

મલિષાની સિદ્ધિઓ

– આ દિવસોમાં હોલીવુડના બે પ્રોજેક્ટ છે.

– કોસ્મોપોલિટન અને પીકોક જેવા મોટા મેગેઝીનના કવર પર ચમકી ચૂકી છે.

– શોર્ટ ફિલ્મ – ‘લાઇવ યોર ફેરી ટેલ’માં જોવા મળી હતી.

લક્ઝરી બ્યુટી બ્રાન્ડ ‘ફોરેસ્ટ એસેન્શિયલ્સ’નો ચહેરો બની ગયો છે.

– સોશિયલ મીડિયા પર 2 લાખ 29 હજાર ફોલોઅર્સ.

May 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈના આ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારે લાગી ભીષણ આગ, 10 ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર.. જુઓ વિડીયો..
મુંબઈ

મુંબઈના આ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારે લાગી ભીષણ આગ, 10 ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર.. જુઓ વિડીયો..

by kalpana Verat May 17, 2023
written by kalpana Verat

 

 News Continuous Bureau | Mumbai

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં નરગિસ દત્ત રોડ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં લેવલ 2માં આગ લાગી છે. ઝૂંપડપટ્ટી સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ હતી. હાલ 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે.

કોઈ જાનહાનિના અહેવાલ નથી

રાહતની વાત એ છે કે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની વિગતોની રાહ જોવાઈ રહી છે.

There seems a fire outbreak in bandra.@htTweets @timesofindia @MumbaiPolice please check this.

It's near bandra reclamation. pic.twitter.com/oypR7Y2ka0

— Gaurav Gupta (@Gaurav16Gupta) May 16, 2023

જણાવી દઈએ કે, 13 માર્ચે જ મુંબઈના મલાડ ઈસ્ટના આનંદ નગર વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 800 જેટલી ઝૂંપડપટ્ટી બળીને રાખ થઈ હતી. અહીં 15-20 સિલિન્ડર ફાટ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ આગને પહેલા લેવલ 2 અને બાદમાં લેવલ 3 જાહેર કરવામાં આવી હતી. આ પહેલા 12 માર્ચે અંધેરીના ઓશિવારા વિસ્તારમાં ફર્નિચર માર્કેટમાં મોટી આગ લાગી હતી. જેમાં 40 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.

May 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Massive fire breaks out in Malad slum, one dead
મુંબઈ

મુંબઈના આ વિસ્તારમાં ફાટી નીકળી ભીષણ આગ, 50 થી 70 ઝૂંપડા બળીને રાખ.. જુઓ વિડીયો

by kalpana Verat February 13, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

આજે ફરી મુંબઈમાં આગ લાગવાના સમાચાર આવી રહ્યા છે. મુંબઈના મલાડના કુરાર ગામની ઝૂંપડપટ્ટીમાં લેવલ 2માં આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે અથાક પ્રયાસો બાદ આગ હવે કાબુમાં આવી ગઈ છે.

#Maharashtra | Fire breaks out in shanties in the #Malad area of #Mumbai. Fire tenders present at the spot. Reports @kotakyesha pic.twitter.com/1xEMu3Xreb

— Sanjay Jha (@JhaSanjay07) February 13, 2023

આ દરમિયાન આગમાં બે ફાયરમેન ઘાયલ થયા હતા અને એક યુવક નું  મોત થયું છે. ઘાયલ યુવકને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સારવાર કરવામાં આવી રહી હતી. ડોક્ટરે માહિતી આપી કે છોકરાનું સારવાર દરમિયાન મોત થયું છે. 

 

February 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

લો બોલો- ધારાસભ્યના નામે ઉડેલી એક અફવાએ મચાવી અફરાતફરી.કોલાબામાં સરકારી જમીન પર ઝૂંપડા બાંધવા લોકોએ મૂકી દોડ- પોલીસને નાકે આવ્યો દમ

by Dr. Mayur Parikh July 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

 મહારાષ્ટ્ર સરકારે(maharashtra Govt) દક્ષિણ મુંબઈ(South Mumbai)મા કોલાબામાં આવેલા મનોરા ધારાસભ્ય(MLAs) હોસ્ટેલની જગ્યાએ ઝૂંપડીઓ બનાવવાની મંજૂરી આપી છે, એવી અફવા(Rumours) બુધવારે ફેલાઈ હતી. તેને કારણે સેંકડો લોકો વાંસ અને દોરડાઓ સાથે પોતાના ઝૂંપડાં બાંધવા સંબંધિત પ્લોટ પર પહોંચી ગયા હતા. પરિસ્થિતિની જાણ થતા પોલીસે ઘટના સ્થળ દોડી ગઈ હતી અને માંડ માંડ પરિસ્થિતિને કાબુમાં લાવી હતી. 

કોલબા(Colaba) મત વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે(Rahul Narvekar) ગરીબોને આ પ્લોટ પર ઝૂંપડાં બાંધવાની મંજૂરી આપી હોવાનું કહીને તેમના નામ પર આ અફવાઓ ફેલાઈ હતી. આ અફવા પછી, કફ પરેડ(cuffe parade)માં આ પ્લોટ પાસે મોટા પ્રમાણમાં ભીડ ઉમટી હતી. ઘણા લોકો વાંસ, દોરડાઓ સાથે પ્લોટ પર પહોંચ્યા હતા. ઘણાએ તો ઝૂંપડું પણ બાંધી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન-મુંબઈગરા આવતી કાલે ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરજો-હવામાન ખાતાએ આપી છે આ ચેતવણી-જાણો વિગત

પોતાના નામથી ખોટી અફવા ફેલાઈ હોવાનું ધ્યાનમાં આવતા જ રાહુલ નાર્વેકરે પોલીસને આ વિશે માહિતી આપી હતી. પોલીસની કાર્યવાહી પછી અહીં ઝૂંપડા બાંધવા આવેલા લોકો ભાગી છૂટ્યા હતા અને પ્લોટ ખાલી કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં છ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત ગુના પણ નોંધાયા છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ મનોરા વિધાનસભ્ય હોસ્ટલને તોડી પાડવામાં આવી છે. આ સ્થળે એક નવું ધારાસભ્ય નિવાસ સ્થાન  બનાવવામાં આવવાનું છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે આ અફવા કોણે ફેલાવી છે.

July 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં ઝૂંપડપટ્ટી અને ઇમારતોમાં રસીકરણનો આટલો મોટો તફાવત; CERO સર્વેમાં થયો ખુલાસો: જાણો વિગત

by Dr. Mayur Parikh November 3, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 3 નવેમ્બર, 2021

બુધવાર

મુંબઈમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ 97 ટકા લોકોએ લઈ લીધો છે. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના CERO સર્વે મુજબ ઝુંપડપટ્ટી વિસ્તારોમાં રસીકરણનો દર 57 ટકા જ છે. જ્યારે હાઉસિંગ કોમ્પ્લેક્સમાં 74 ટકા લોકોના રસીકરણ થયા છે. આ દર્શાવે છે કે ઇમારતો અને ઝૂંપડપટ્ટી વચ્ચે રસીકરણમાં મોટો તફાવત છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા પાંચમા CERO સર્વે મુજબ, મુંબઈમાં 87% નાગરિકો એન્ટીકોએગ્યુલન્ટ્સ ધરાવતા હોવાનું જણાયું હતું. તેમાં જાણવા મળ્યું છે કે 87 ટકા લોકો સ્લમ વિસ્તારોના અને 86 ટકા ઇમારતોના લોકો કોરોનાગ્રસ્ત થયા હતા. સર્વેક્ષણ કરાયેલા 8,674 નાગરિકોમાંથી, 5,660 એટલે કે 65 ટકાને રસી આપવામાં આવી હતી. જ્યારે અન્ય 35 ટકાને રસી આપવામાં આવી ન હતી. તેમાં ઝૂંપડપટ્ટી અને ઈમારત બંનેનો સમાવેશ થતો હતો.

 રસીકરણ થયેલા 5660 નાગરિકોમાંથી 2651 નાગરિકો ઝુંપડપટ્ટીમાં તો 3009 ઇમારતોના હતા. 

સાવધાન! આ રાજયમાં મીઠાઈ સાથે બોક્સ નું વજન કરનારા દુકાનદારને ભરવો પડશે આટલા હજાર રૂપિયાનો દંડ; જાણો વિગત.

CERO માટે લીધેલા સેમ્પલ લગભગ ત્રણ મહિના જૂના છે. આ પછી પાલિકાએ સ્લમ વિસ્તારોમાં મોટા પાયે રસીકરણ શરૂ કર્યું હતું. મુખ્યત્વે આ વિસ્તારોમાં રસીકરણ કેમ્પ યોજીને તે સુવિધા ઘરની નજીક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં મોબાઈલ રસીકરણ સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. વધુમાં, સામાજિક જવાબદારીમાંથી મળેલી મોટાભાગની રસીઓનો ઉપયોગ સ્લમ રસીકરણ માટે થાય છે. આ ભાગોનું રસીકરણ પૂર્ણ કરવાના પ્રયાસો શરૂ છે. હાલમાં દિવાળીમાં રસીકરણ ઓછું થવાની ધારણા છે, પરંતુ દિવાળી બાદ ફરીથી રસીકરણ શરૂ કરવામાં આવશે. તેવું મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

November 3, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કમાલ છે! હવે ઝૂંપડપટ્ટીમાં પહેલા માળે ઘર ઘરાવનારને પણ અલગ ઝૂંપડું જાહેર કરાશે? રાજ્ય સરકારનું પૉઝિટિવ વલણ; જાણો વિગત

by Dr. Mayur Parikh September 14, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના હેઠળ અત્યાર સુધી ફક્ત પ્લૉટ પર રહેલા ઝૂંપડાંને માન્ય રાખીને 1 જાન્યુઆરી, 2000 સુધીનાં ઘરોને મફત ઘર આપવામાં આવે છે. ત્યાર બાદ 1 જાન્યુઆરી, 2011 સુધીના ઝૂંપડાધારકો પાસેથી પૈસા લઈને ઘર આપવામાં આવે છે. હવે જોકે ઝૂંપડપટ્ટીના પહેલા માળે ઘર ધરાવનારને પણ ઘર માટે પાત્ર ગણવા બાબતે સરકાર વિચાર કરી રહી છે. સરકારના ન્યાય અને વિધી ખાતાએ એ માટે સકારાત્મક અભિપ્રાય આપ્યો છે. એથી લાખો આવા ઝૂંપડાધારકોને આશા જાગી છે. અત્યાર સુધી ઝૂંપડાના પહેલા માળે રહેલા ઘરને મફતના ઘર માટે અપાત્ર ગણવાનો કાયદો છે.

ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ 2017માં આ બાબતે રજૂઆત કરી હતી. સરકારના ન્યાય અને વિધી ખાતા પાસે અભિપ્રાય માગવામાં આવ્યો હતો. જેમાં હાલમાં  જ તેમણે  ઝૂંપડાના પહેલા માળે રહેનારા ઝૂંપડાધારકોનો સમાવેશ પણ ઝૂંપડપટ્ટી કાયદા 2017માં  સુધારા બાદ થયો હોવાનું કહ્યું હતું.તેથી પહેલા માળે રહેનારા ઝૂંપડાધારકો પણ ઘર માટે પાત્ર ઠરે છે એવો અભિપ્રાય તેમણે આપ્યો છે.

કિરીટ સોમૈયાએ હસન મુશ્રીફનો વારો કાઢ્યો, સેંકડો કરોડોની બેનામી સંપત્તિની વિગત જાહેર કરી; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે સરકારના અગાઉના કાયદા મુજબ ઝૂંપડાના પહેલા માળે રહેનારા લોકો ઘરને પાત્ર નથી ગણાતા. તેમ જ કોર્ટે પણ આ ઝૂંપડાધારકોને અપાત્ર ગણાવ્યા હતા, પરંતુ ઝૂંપડપટ્ટી કાયદામાં થયેલા સુધારાને કારણે હવે આ લોકો પણ ઘરને પાત્ર ઠરશે.

September 14, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અંધેર નગરી ગંડુ રાજા જેવો સરકારનો કારભાર, બગીચા માટેના અનામત પ્લૉટ પર આ વિસ્તારમાં 18 વર્ષથી ઊભાં છે ઝૂંપડાં, ઢગલાબંધ ફરિયાદ બાદ પણ પ્રશાસન બેદરકાર; જાણો વિગત

by Dr. Mayur Parikh July 24, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 જુલાઈ, 2021

શનિવાર

અંધેરી (વેસ્ટ)માં ચાર બંગલા પાસે એક હાઉસિંગ સોસાયટીઓનું ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના હેઠળ 2002માં રીડેવલપમેન્ટનું કામ કરવામાં આવ્યું હતું. એ સમયે બગીચા માટે રિર્ઝવ રાખવામાં આવેલા પ્લૉટ પર તાત્પૂરતા સમય માટે કામગારો માટે ત્યાં ઝૂંપડાં બાંધવામાં આવ્યાં હતાં. એને હજી સુધી હટાવવામાં આવ્યાં નથી. આ ઝૂંપડાંઓને કારણે 18 વર્ષ બાદ પણ હજી સુધી ત્યાં બગીચો બનાવી શકાયો નથી.

મુંબઈની આ નદીની સફાઈ પાછળ 16 વર્ષમાં ખર્ચેલા આટલા હજાર કરોડ રૂપિયા પાણીમાં ગયા; જાણો વિગત

આ મુદ્દે ચાર બંગલાની અંધેરી કામગાર ગૃહ નિર્માણ સંસ્થાએ સરકારના ગૃહનિર્માણ ખાતા અને સ્લમ રિહેબિલિટેશન ખાતાને અનેક વખત લેખિતમાં ફરિયાદ કરી હતી. છતાં તેમને કોઈ જવાબ હજી સુધી મળ્યો નથી. તેમની ઢગલાબંધ ફરિયાદ બાદ પણ સત્તાધીશના પેટનું પાણી નથી હલ્યું. પ્રસ્તાવિત ઉદ્યાન બાબતે વિધાનસભ્ય અમિત સાટમ સહિત વિધાનસભ્ય સુનીલ પ્રભુ, ભૂતપૂર્વ વિધાનસભ્ય અશોક જાધવે પણ અનેક વખત પત્ર લખ્યો હતો. છતાં સરકારી યંત્રણા નિષ્ક્રિય રહી છે.

July 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક