Tag: smriti irani

  • Smriti Irani : અક્ષય ખન્નાની એક્ટિંગ પર સ્મૃતિ ઈરાની ફિદા! સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહી આવી વાત

    Smriti Irani : અક્ષય ખન્નાની એક્ટિંગ પર સ્મૃતિ ઈરાની ફિદા! સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Smriti Irani : રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાની દમદાર પરફોર્મન્સ પ્રશંસા મેળવી રહી છે. સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની એન્ટ્રીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમના પર ફિલ્માવાયેલ અરબી ગીત Fa9la પર રીલ્સ બની રહી છે. સામાન્ય લોકો ઉપરાંત સેલેબ્સ પણ અક્ષયના પરફોર્મન્સના વખાણ કરતા થાકતા નથી. ટીવી અભિનેત્રી અને રાજનેતા સ્મૃતિ ઈરાની અક્ષયની ફેન બની ગઈ છે. તેમણે તાજેતરમાં ફિલ્મના નિર્માતાઓ અને અભિનેતાઓના જોરદાર વખાણ કર્યા હતા. હવે તેમણે અક્ષય ખન્નાને ઓસ્કર આપવાની પોસ્ટ શેર કરી છે.

    આ સમાચાર પણ વાંચો : Dhurandhar: દોઢ વર્ષની મહેનત: ‘ધુરંધર’ ફિલ્મનું કાસ્ટિંગ હતું સૌથી મુશ્કેલ, ‘રહેમાન ડકૈત’ના પાત્ર માટે થઈ હતી અધધ આટલી મોટી શોધખોળ

    સ્મૃતિ ઈરાનીએ શેર કરી અક્ષયની તસવીર

    સ્મૃતિ ઈરાનીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અક્ષય ખન્નાની પ્રશંસા કરતા ફિલ્મ તીસ માર ખાનની એક મજેદાર ક્લિપ શેર કરી.તેની સાથે તેમણે લખ્યું, “જ્યારે અક્ષય ખન્ના તમામ અપેક્ષાઓ પાર કરી જાય અને તમે પણ પછી કહેવા માંગતા હો, ઓસ્કર આપી દો.”તાજેતરમાં ‘ધુરંધર’ના કલાકારોના વખાણ કરતા સ્મૃતિ ઈરાનીએ એક લાંબી પોસ્ટ શેર કરી હતી. સ્મૃતિએ લખ્યું હતું કે જો કોઈએ કોઈ શહીદ સૈનિકની પત્નીની આંખોમાં જોયું હોય, તેને સ્મશાન સુધી મૂક્યા હોય, જમ્મુના જગતી કેમ્પની મુલાકાત લીધી હોય, શ્રીનગરના શારિકા દેવી મંદિરના સૂના પરિસરને જોયું હોય કે પછી સંસદ હુમલા અને ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલા સાથે જોડાયેલા લોકોને મળ્યા હોય, તો ‘ધુરંધર’ જોઈને કોઈ પ્રકારનો આક્રોશ અનુભવ નહીં થાય, કારણ કે આખરે તે એક ફિલ્મ જ છે.તેમણે ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધરના પણ વખાણ કર્યા હતા અને તેમને શ્રેષ્ઠ સ્ટોરીટેલર અને રિસર્ચમાં માહિર ગણાવ્યા હતા.

    View this post on Instagram

    A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

    અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાકો કરી રહી છે. સોમવાર સુધીના આંકડાઓ મુજબ, ફિલ્મે ૨૯ કરોડની કમાણી કરી છે, અને માત્ર ૧૧ દિવસમાં ફિલ્મે લગભગ ૩૮૦ કરોડનો આંકડો સ્પર્શી લીધો છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે બહુ જલ્દી આ ફિલ્મ ૪૦૦ કરોડનો આંકડો પાર કરી જશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dhurandhar: ‘ધુરંધર’ માં રોલ મેળવવા ‘તુલસી’   ની પુત્રી પણ મેદાનમાં, સારાએ કેવી રીતે બાજી પલટી?

    Dhurandhar: ‘ધુરંધર’ માં રોલ મેળવવા ‘તુલસી’ ની પુત્રી પણ મેદાનમાં, સારાએ કેવી રીતે બાજી પલટી?

    News Continuous Bureau | Mumbai

    Dhurandhar: આ સમયે દરેક જગ્યાએ માત્ર ‘ધુરંધર’ ની જ ચર્ચા છે. રણવીર સિંહ હિટ છે અને અક્ષય ખન્નાએ પણ પૂરી ફિલ્મમાં પોતાના અભિનયથી છવાઈ ગયા છે. સંજય દત્ત, આર માધવન અને સારા અર્જુને પણ પોતાના પરફોર્મન્સથી ખૂબ પ્રભાવિત કર્યા છે. પરંતુ શું તમે જાણો છો કે કયુંકી ની તુલસીની પુત્રીએ પણ આ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ વાત બની શકી નહીં.

    આ સમાચાર પણ વાંચો : Avatar Devanagari logo: બનારસમાં ‘અવતાર’ ફિલ્મનો દેવનાગરી લોગો રિલીઝ, હોલીવુડની નજર હવે ભારત પર!

    ‘તુલસી’ ની પુત્રીએ આપ્યું હતું ઓડિશન

    ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ માં તુલસીનું પાત્ર ભજવનાર સ્મૃતિ ઈરાનીની પુત્રીનો રોલ કરતી અભિનેત્રી શગુન શર્માએ ખુલાસો કર્યો છે. ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ માં તુલસીની પુત્રી ‘પરી’ નો રોલ કરનાર શગુન શર્મા એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં કહે છે કે તેણે ‘ધુરંધર’ ની યાલિના ના રોલ માટે બે વાર ઓડિશન આપ્યું હતું. શગુને કહ્યું કે જ્યારે તેણે ફિલ્મમાં એક સીન જોયો, જેમાં છોકરી દરવાજો બંધ કરે છે, ત્યારે તેને અહેસાસ થયો કે તેણે આ જ પાર્ટ માટે ઓડિશન આપ્યું હતું. તેણે કહ્યું, “મને હવે થોડુંક દુઃખ થાય છે કે હું તે રોલ કરી શકી નહીં, કારણ કે મને યાદ છે કે તેઓ કહી રહ્યા હતા કે આ એક મોટી ફિલ્મ છે, તેના પાર્ટ્સ આવવાના છે અને રણવીર સિંહ સાથે છે.”જોકે આ વિડીયો ને હટાવી દેવામાં આવ્યો છે. 

    View this post on Instagram

    A post shared by Rohit Suchanti (@imrohitsuchanti)

    ફિલ્મમાં ૨૦ વર્ષની અભિનેત્રી સારા અર્જુને રણવીર સિંહના લવ ઇન્ટરેસ્ટનો રોલ ભજવ્યો છે.સારા અર્જુને આ રોલ મેળવવા માટે ૧૩૦૦ છોકરીઓને પાછળ છોડી દીધી છે. આ રોલ માટે ઘણા લોકોએ ઓડિશન આપ્યા હતા. સારાએ પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • KSBKBT 2: તુલસી (સ્મૃતિ ઈરાની) નો નવો સાડી લુક થયો વાયરલ, અભિનેત્રીએ તેના ડ્રેસિંગ પાછળના હીરોનો આભાર માન્યો

    KSBKBT 2: તુલસી (સ્મૃતિ ઈરાની) નો નવો સાડી લુક થયો વાયરલ, અભિનેત્રીએ તેના ડ્રેસિંગ પાછળના હીરોનો આભાર માન્યો

    News Continuous Bureau | Mumbai

    KSBKBT 2: સ્મૃતિ ઇરાનીએ ટીવી શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’માં તુલસીની ભૂમિકા ભજવીને ખૂબ લોકપ્રિયતા મેળવી. હવે તે રાજનીતિમાં સક્રિય છે. પરંતુ, એક લાંબા સમય પછી તેણે ટેલિવિઝનની દુનિયામાં કમબૅક કર્યું છે. તે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’માં એકવાર ફરી તુલસી નું પાત્ર ભજવી રહી છે. આ શોમાં તેની સાડીઓ ખૂબ ટ્રેન્ડ કરી રહી છે

    આ સમાચાર પણ વાંચો : Ministry of Tourism: નેટફ્લિક્સ પર હવે ભારતના અજાણ્યા પ્રવાસન સ્થળોની સ્ટોરી, દુનિયા જોશે ભારતની સુંદરતા

    ઇન્ટરનેશનલ ડિઝાઇનરે તૈયાર કરી સાડી

    સીરિયલમાં તુલસી (સ્મૃતિ ઇરાની)ની સાડીઓની ડિઝાઇનના ખૂબ વખાણ થઇ રહ્યાછે. તેની પાછળ ડિઝાઇનર ગૌરાંગ શાહનો હાથ છે. હાલમાં જ સ્મૃતિ ઇરાનીએ તેમનો આભાર માન્યો છે. ગૌરાંગ શાહ ઇન્ટરનેશનલ સ્તર પર લોકપ્રિય ડિઝાઇનર છે. ક્રાફ્ટ અને પરંપરાઓના અનોખા સંગમ સાથે તેણે તુલસી માટે ખાસ સાડીઓ તૈયાર કરી છે. હાલમાં જ ગૌરાંગે સ્મૃતિ ઇરાનીનો એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો, જેમાં તે સાડી પહેરીને જોવા મળી રહી છે. સ્મૃતિ ઇરાનીએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર આ પોસ્ટ શેર કરી છે.’’

    View this post on Instagram

    A post shared by Gaurang Shah (@gaurangofficial)

    સ્મૃતિ ઇરાનીએ ગૌરાંગ શાહનો આભાર માનતા લખ્યું છે, ‘તમારી કળા અમારી વિરાસતને પૂરા સન્માન સાથે જીવંત કરે છે. સહયોગ માટે તમારો ખૂબ ખૂબ આભાર’. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર  થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?

    Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?

    News Continuous Bureau | Mumbai

    Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: સ્ટાર પ્લસ નો લોકપ્રિય શો ‘કયુંકી સાસ ભી  કભી બહુ થી 2’  આ વર્ષે જુલાઈમાં શરૂ થયો હતો. શરૂઆતમાં ફેન્સ નૉસ્ટેલ્જિક થઈ ગયા હતા, ખાસ કરીને સ્મૃતિ ઇરાની ની વાપસીથી. પરંતુ 106 એપિસોડ બાદ શો ફરી જૂની લિક પર ચાલતો દેખાઈ રહ્યો છે. નવો એંગલ લાવવાના બદલે મેકર્સે ભૂતનો ટ્રેક ઉમેર્યો, જે દર્શકોને બિલકુલ પસંદ આવ્યો નથી.

    આ સમાચાર પણ વાંચો : Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા

    અંગદ-મિતાલીનો લવ સ્ટોરી એંગલ: જૂની પેઢી જેવી

    અંગદ અને મિતાલી વચ્ચેનો પ્રેમ એંગલ આજની પેઢી માટે બિલકુલ રિલેટેબલ નથી. લાંબા સમય સુધી ફીલિંગ્સ સમજવામાં વિલંબ, પછી સંબંધ માં તકલીફો – આ બધું 20 વર્ષ જૂના શોની યાદ અપાવે છે.મિતાલી પર બંટુ નામના ભૂતનો સાયો બતાવવામાં આવ્યો, જે બાદમાં તેની જ ચાલ નીકળી. આ ટ્રેક દર્શકોને બોરિંગ લાગ્યો અને સોશિયલ મીડિયા પર તેને “બકવાસ” કહેવામાં આવ્યું. TRPમાં શો ‘અનુપમા’ સામે હારી રહ્યો છે અને હાલમાં બીજા નંબર પર છે.

    View this post on Instagram

    A post shared by StarPlus (@starplus)

    શોમાં તુલસી અને મિહિર વચ્ચેનો તણાવ ફરી દેખાઈ રહ્યો છે, જે પહેલાના સીઝન જેવી જ સ્ટોરીલાઇન છે. 38 વર્ષના લગ્નજીવન બાદ તણાવ અને ત્રીજા વ્યક્તિની એન્ટ્રી – આ બધું રિપિટ લાગ્યું છે. દર્શકોને લાગે છે કે શોમાં કંઈ નવું નથી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • TRP Report Week 43: ‘અનુપમા’એ જાળવી લીધી ટોચની ગાદી, પરંતુ ‘તુલસી’એ આપી કડક ટક્કર! જાણો ટોપ 5માં કયા શોઝ છે

    TRP Report Week 43: ‘અનુપમા’એ જાળવી લીધી ટોચની ગાદી, પરંતુ ‘તુલસી’એ આપી કડક ટક્કર! જાણો ટોપ 5માં કયા શોઝ છે

    News Continuous Bureau | Mumbai

    TRP Report Week 43: ટીવી જગતની TRP રિપોર્ટ વીક 43માં પણ ‘અનુપમા’  એ પોતાનું સ્થાન ટોચ પર જાળવી રાખ્યું છે. જ્યારે ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’  એ માત્ર 0.1 પોઈન્ટથી પાછળ રહીને કડક ટક્કર આપી. આ અઠવાડિયે દર્શકોના પસંદીદા શો અને તેમના પાત્રો ફરી ચર્ચામાં રહ્યા.

    આ સમાચાર પણ વાંચો : Salman Khan: પાન મસાલાની જાહેરાત કરવી સલમાન ખાન ને પડી ભારે, કોટા કન્ઝ્યુમર કોર્ટ એ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો

    અનુપમા – ટોચ પર 

    રુપાલી ગાંગુલી નો શો ‘અનુપમા’ 2.1 TRP સાથે નંબર 1 પર રહ્યો. શોમાં ‘અનુપમા રિવેન્જ ટ્રેક’ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેક સતત ટ્રેન્ડ કરી રહ્યો છે.‘ક્યુકી 2’એ 2.0 TRP મેળવીને બીજું સ્થાન મેળવ્યું. સ્મૃતિ ઈરાની ની તુલસી તરીકે વાપસીથી શોમાં નવી ઉર્જા આવી છે. જૂના ઇમોશન્સ અને નવો ડ્રામા દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

    View this post on Instagram

    A post shared by TCX.official (@tellychakkar)

    TRP રિપોર્ટમાં ટોપ ૫ શોઝની વાત કરીએ તો, ‘ઉડને કી આશા’, ‘તુમ સે તુમ તક’, અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ત્રણેય શો ૧.૮ TRP સાથે સ્થાન જાળવી રાખ્યું છે. આ ઉપરાંત, ‘બિગ બોસ ૧૯’ (Bigg Boss 19) ને માત્ર ૧.૫ TRP મળી હોવા છતાં, તે કલર્સ ચેનલ પર નંબર ૧ રિયાલિટી શો તરીકેનો પોતાનો દરજ્જો જાળવી રાખ્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ

    Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ

    News Continuous Bureau | Mumbai

    Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’   વિશે તાજેતરમાં એવી અફવા ફેલાઈ હતી કે શો જાન્યુઆરીમાં બંધ થવાનો છે અને સ્મૃતિ ઈરાની શો છોડવા જઈ રહી છે. જોકે, તાજેતરના અહેવાલો અનુસાર શો બંધ થવાનો નથી, પરંતુ તેમાં લાંબો લીપ  આવવાનો છે.

    આ સમાચાર પણ વાંચો : Mogambo Costume: મિસ્ટર ઇન્ડિયા માં મોગેમ્બો ના લુકને તૈયાર થવામાં લાગ્યા હતા આટલા દિવસ, અમરીશ પુરીના આ કોસ્ટ્યુમ માટે ખર્ચાયા 35,000

    લીપ પછી તુલસી રહેશે શોનો ભાગ

    શોના પ્રોડક્શન હાઉસના સૂત્રો અનુસાર, સ્મૃતિ ઈરાની શોનો ભાગ રહેશે અને તુલસીનું પાત્ર  યથાવત રહેશે. લીપ પછી શોનું ફોકસ અંગદ અને વૃંદા ની નવી કહાની પર રહેશે, જેથી તુલસીના પાત્રને થોડો બ્રેક મળી શકે.મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે શો બંધ થવાનો નથી. TRP મજબૂત છે અને દર્શકોનો પ્રેમ મળતો રહે છે. શોનું એક્સ્ટેન્શન પણ શક્ય છે. સ્મૃતિ ઈરાનીના મલ્ટિપલ કમિટમેન્ટ હોવા છતાં, તેઓ શો સાથે જોડાયેલી રહેશે.

    View this post on Instagram

    A post shared by TCX.official (@tellychakkar)

    હાલના એપિસોડ્સમાં તુલસી અને મિહિર  ની કહાનીમાં નવા વળાંકો જોવા મળી રહ્યા છે. મિહિરને વૃદ્ધાવસ્થામાં ફરી પ્રેમ થતો હોય એવું દર્શાવવામાં આવી રહ્યું છે, જ્યારે તુલસી આ વાત માનવા તૈયાર નથી. આ બધું દર્શકો માટે રોમાંચક બની રહ્યું છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • kyunki saas bhi kabhi bahu thi: ફેન્સને આંચકો! લાંબા સમયથી ચાલતો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ પર પડશે પડદો! શું છે શો બંધ થવાનું કારણ?

    kyunki saas bhi kabhi bahu thi: ફેન્સને આંચકો! લાંબા સમયથી ચાલતો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ પર પડશે પડદો! શું છે શો બંધ થવાનું કારણ?

    News Continuous Bureau | Mumbai

    Kyunki saas bhi kabhi bahu thi સ્મૃતિ ઈરાનીનો શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ આજકાલ ટીઆરપી લિસ્ટમાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ શો અનુપમાને સખત ટક્કર આપતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે ઘણા અઠવાડિયાથી ટીઆરપી લિસ્ટમાં આ શો નંબર ૨ પર બનેલો છે. આ બધાની વચ્ચે હવે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
    રિપોર્ટ્સ અનુસાર, ટૂંક સમયમાં જ આ શો પર તાળું લાગી શકે છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થતી જોવા મળી રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શો ટૂંક સમયમાં બંધ થઈ જશે. જણાવી દઈએ કે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ના એક ફેન પેજ પર આ દાવો કરવામાં આવી રહ્યો છે કે મેકર્સ આ શો પર તાળું મારવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

    ૨૦૦ એપિસોડનો જ હતો પ્લાન

    જણાવી દઈએ કે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ના ૨૦૦ એપિસોડ જાન્યુઆરીમાં પૂરા થવાના છે. આ શો શરૂ થતાં પહેલાં જ આવો દાવો કરવામાં આવ્યો હતો કે ફક્ત તેના ૨૦૦ એપિસોડ જ બતાવવામાં આવશે. જોકે, એકતા કપૂરે એમ પણ કહ્યું હતું કે જો શો સારું પ્રદર્શન કરે છે, તો એપિસોડ આગળ વધારી શકાય છે.હવે એવું લાગી રહ્યું છે કે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ના પરફોર્મન્સથી એકતા કંઈ ખાસ ખુશ નથી. કદાચ આ જ કારણે તે શો બંધ કરવાનો નિર્ણય લઈ રહી છે. ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ના ચાહકોને આ સમાચાર સાંભળ્યા પછી આઘાત જરૂર લાગી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Donald Trump: મોદીની નીતિ સફળ: ‘હેકડી’ છોડીને ટ્રમ્પ નો યુ-ટર્ન, ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર, PM મોદી માટે આપ્યું મોટું નિવેદન.

    મેકર્સની તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી

    ચાહકો માટે આ માનવું મુશ્કેલ બની રહ્યું છે કે થોડા સમય પછી તેઓ આ શો જોઈ શકશે નહીં. જોકે, શોના મેકર્સ તરફથી હજી આ સમાચાર પર કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એવામાં, સત્ય શું છે તે તો આવનારો સમય જ જણાવશે.

    View this post on Instagram

    A post shared by crazy4tv (@crazy4tv)

  • Bill Gates In Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2:  ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’માં જોવા મળશે બિલ ગેટ્સ? સિરિયલ ના નવા પ્રોમો માં મળ્યો સંકેત

    Bill Gates In Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’માં જોવા મળશે બિલ ગેટ્સ? સિરિયલ ના નવા પ્રોમો માં મળ્યો સંકેત

    News Continuous Bureau | Mumbai

    Bill Gates In Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ હવે ભારતીય ટીવી શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2”માં જોવા મળશે. આ સમાચારથી શોના તમામ કલાકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. શોની મુખ્ય અભિનેત્રી સ્મૃતિ ઈરાની એ આ ક્ષણને “ઐતિહાસિક” ગણાવી છે.

    આ સમાચાર પણ વાંચો : Deepika Padukone: Meta AIની નવી ‘વોઈસ ઓફ ઈન્ડિયા’ બની દીપિકા પાદુકોણ, હવે તમારા ફોનમાં સાંભળો તેનો અવાજ!

    સ્ટાર પ્લસના નવા પ્રોમોમાં સંકેત

    સ્ટાર પ્લસના નવા પ્રોમોમાં સ્મૃતિ ઈરાનીનું પાત્ર તુલસી વિરાણી એક વિડીયો કોલ પર “જય શ્રી કૃષ્ણ” કહીને મહેમાનનું સ્વાગત કરે છે. તે કહે છે, “અમેરિકા થી સીધા અમારા પરિવાર સાથે જોડાવું ખૂબ આનંદદાયક છે.” પછી તે દર્શકોને કહે છે, “તમે વિચારતા હશો કે આ મહેમાન કોણ છે… થોડી રાહ જુઓ.” મીડિયા રિપોર્ટ અનુસાર, આ મહેમાન બિલ ગેટ્સ છે. તેઓ શોમાં માતા અને નવજાત શિશુના આરોગ્ય અને ‘બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ના કાર્ય વિશે વાત કરશે. અગાઉ તેઓ અમેરિકન શો ‘The Big Bang Theory’માં પણ દેખાઈ ચૂક્યા છે.

    સ્મૃતિ ઈરાનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “આ ભારતીય મનોરંજન માટે ઐતિહાસિક ક્ષણ છે. મહિલાઓ અને બાળકોના આરોગ્યને મુખ્ય ચર્ચામાં લાવવાનો આ એક મોટો પ્રયાસ છે.” તેમણે ઉમેર્યું, “વિશ્વની સૌથી માન્ય હસ્તીનો ભારતીય ટીવીની લોકપ્રિય કહાની સાથે જોડાવું માત્ર સહયોગ નહીં, પણ જાગૃતિ અને પરિવર્તનની શરૂઆત છે.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત

    Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત

    News Continuous Bureau | Mumbai

    Smriti Irani : અભિનેત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તાજેતરમાં સોહા અલી ખાનના પોડકાસ્ટ “All About Her”માં ગેસ્ટ તરીકે જોડાઈ હતી. આ પોડકાસ્ટ માં તેણે સેલિબ્રિટી હોવાના નુકસાન, રાજકારણમાં તેના અનુભવ અને મેદાન પર કામ કરવાની પસંદગી વિશે ખુલી ને વાત કરી. સ્મૃતિએ જણાવ્યું કે લોકપ્રિયતા ઘણીવાર રાજકારણમાં અવરોધરૂપ બની શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Sanjay Gupta: ડિરેક્ટર સંજય ગુપ્તા એ ખોલી આજના બોલિવૂડ અભિનેતા ની પોલ, અમિતાભ બચ્ચનની પ્રશંસા માં કહી આવી વાત

    “સેલિબ્રિટી ટેગ રાજકારણમાં નુકસાનદાયક” – સ્મૃતિ ઈરાની

    સોહા અલી ખાને જ્યારે પૂછ્યું કે શું ઓળખાયેલો ચહેરો રાજકારણમાં ફાયદો આપે છે, ત્યારે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે “નુકસાનદાયક”. તેણે જણાવ્યું કે ઘણા લોકો માને છે કે અભિનેતા પોતાના કરિયરના અંતે રાજકારણમાં આવે છે, જ્યારે તેણે શરૂઆતથી જ રાજકારણને ગંભીરતાથી લીધું હતું. તે માત્ર લોકપ્રિયતા માટે રાજ્યસભા સભ્ય બનવા માટે રાજકારણમાં આવી નહોતી.સ્મૃતિએ જણાવ્યું કે 2003માં તેણે મહારાષ્ટ્રમાં ભાજપની યુવા શાખામાં જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી. તેના સાથીઓમાં આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ છે. તેણે મેદાન પર રહીને કામ કરવાનું પસંદ કર્યું અને પાર્ટીના વિવિધ અધ્યક્ષો સાથે કામ કર્યું – રાજનાથ સિંહ, નિતિન ગડકરી, અમિત શાહ, જે.પી. નડ્ડા અને વેંકૈયા નાયડૂ.

    View this post on Instagram

    A post shared by Soha (@sakpataudi)

    સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે 2004માં, માત્ર 27 વર્ષની ઉંમરે તેણે પોતાની પહેલી ચૂંટણી લડી હતી. તેણે કહ્યું કે તે રાજકારણમાં લાંબા સમય સુધી ટકી શકે છે એ વિશ્વાસ સાથે મેદાન પર કામ કર્યું છે. તે અન્ય સિતારાઓથી અલગ છે કારણ કે તેણે જમીન પર કામ કરીને પોતાનું સ્થાન બનાવ્યું છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kyunki Saas Bhi Kabhi Bahu Thi: અનુપમા બાદ હવે ‘ક્યુંકી…’માં તુલસીના મોનોલોગે જીતી લીધા દર્શકોના દિલ, મહિલાઓએ કહ્યું – ‘આ તો દરેક સ્ત્રીની વાત છે’

    Kyunki Saas Bhi Kabhi Bahu Thi: અનુપમા બાદ હવે ‘ક્યુંકી…’માં તુલસીના મોનોલોગે જીતી લીધા દર્શકોના દિલ, મહિલાઓએ કહ્યું – ‘આ તો દરેક સ્ત્રીની વાત છે’

    News Continuous Bureau | Mumbai

    Kyunki Saas Bhi Kabhi Bahu Thi: કયુંકી સાસ ભી કભી બહુ થી ના નવા સીઝનમાં તુલસી ના મોનોલોગે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સ્મૃતિ ઈરાની દ્વારા અભિનિત તુલસીના પાત્રે મિહિર સામે જે સંવાદ બોલ્યો, તે દરેક ઘરગથ્થુ સ્ત્રીના દિલને સ્પર્શી ગયો. મિહિરના “મારા પૈસા?” વાક્યના જવાબમાં તુલસીએ કહ્યું, “ઘર આપણું, બાળકો આપણા, પૈસા તમારા?” – આ સંવાદે દર્શકોને વિચારવા મજબૂર કરી દીધા

    આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19 House Revealed: બિગ બોસ 19 ના ઘર ની અંદર ની તસવીરો આવી સામે, જુઓ કેવું છે સલમાન ખાન ના શો નું ઘર

    ’38 વર્ષથી ઘર ચલાવું છું, પગાર તો શું, રજા પણ નથી મળતી’

    તુલસીએ મિહિરને કહ્યું, “38 વર્ષથી તમારું ઘર ચલાવું છું, પગાર આપો છો? પગાર તો શું, રજા પણ નથી મળતી. તમે રજા લો છો, બાળકો રજા લે છે, ઘરના નોકર પણ રજા લે છે… પણ મેં ક્યારેય રજા લીધી?” આ સંવાદે ઘરના કામ કરતી મહિલાઓના અવાજને મજબૂતી આપી છે. તુલસીએ કહ્યું કે, “મને મારા એકાઉન્ટ નંબર પણ ખબર નથી, હું તો ફક્ત સાઇન કરું છું જ્યારે તમે કહો”

    મોનોલોગના અંતે તુલસીએ કહ્યું, “જીવનભર સ્ત્રીને ફક્ત સ્ત્રીધર્મ શીખવાય છે, સ્ત્રીધન ની તો ક્યારેય વાત નથી થતી. તો માનો કે આ 10 લાખ રૂપિયા મારા સ્ત્રીધન હતા.” આ સંવાદે દર્શકોને ગહન વિચાર કરવા મજબૂર કર્યા છે કે કેવી રીતે ઘરના કામને ક્યારેય માન્યતા મળતી નથી. દર્શકો અને યુઝર્સે તુલસીના મોનોલોગને “ફેમિનિઝમ નો શાંતિભર્યો અવાજ” ગણાવ્યો છે. એક યુઝરે લખ્યું, “તુલસીએ જે વાત શાંતિથી કહી, હું હોત તો ચીસો પાડી દેત!” બીજાએ લખ્યું, “આ સંવાદ ઘણા ઘરોમાં પરિવર્તન લાવશે.” આ અગાઉ અનુપમા ના ‘તુમ્હે ક્યા’ સંવાદ લોકપ્રિય થયો હતો.