Tag: trading

  • Pakistan stock market :ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી હચમચી ગયું પાકિસ્તાન! શેરબજારમાં કડાકો, બંધ કરવું પડ્યું ટ્રેડિંગ

    Pakistan stock market :ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી હચમચી ગયું પાકિસ્તાન! શેરબજારમાં કડાકો, બંધ કરવું પડ્યું ટ્રેડિંગ

      News Continuous Bureau | Mumbai

    Pakistan stock market : પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદી છાવણીઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ મિસાઈલ સ્ટ્રાઈક પછી, રાજકીય અને સુરક્ષા સ્તરે પ્રવૃત્તિઓ તીવ્ર બની ગઈ છે. દરમિયાન  ભારતની જવાબી કાર્યવાહીના એક દિવસ પછી, આજે પાકિસ્તાનના શેરબજારમાં ભારે ઘટાડો થયો અને ટ્રેડિંગ બંધ કરવું પડ્યું. કરાચી સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક KSE-30 ઇન્ડેક્સ 7.2% ઘટ્યો. બુધવારે પણ આ સૂચકાંક 3% ઘટ્યો હતો. ગુરુવારે KSE-100 ઇન્ડેક્સ પણ 6.3% ઘટ્યો હતો અને ટ્રેડિંગ અટકી ગયું હતું. બુધવારે ઇન્ડેક્સ પહેલાથી જ 3.13% ઘટ્યો હતો. આ સમગ્ર ઘટના પાછળ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલો તણાવ હોવાનું માનવામાં આવે છે.

    Pakistan stock market :પાકિસ્તાને  યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું

    ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓના ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવાઈ સંરક્ષણ રડાર અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હુમલા પછી તરત જ, પાકિસ્તાને પણ નિયંત્રણ રેખા (LoC) પર ભારે ગોળીબાર શરૂ કર્યો, યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીરના ભીમ્બર ગલી વિસ્તારમાં પાકિસ્તાન તરફથી તોપમારો કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ “સંયમિત રીતે” જવાબ આપવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાન સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે પોતાના બચાવમાં જવાબ આપવાનો અધિકાર રાખે છે. જોકે, ભારત દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સેના દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

    Pakistan stock market :ભારતીય બજારો પર હળવી અસર

    પાકિસ્તાનનું બજાર તૂટી પડ્યું, પરંતુ ભારતીય શેરબજારો પર તેની ખાસ અસર જોવા મળી નહીં. ગુરુવારે, સેન્સેક્સ ફક્ત 0.67% અને નિફ્ટી 0.43% ઘટીને બંધ થયો. પહેલગામ હુમલા પછીના છેલ્લા એક મહિનામાં, KSE-30 14.2% ઘટ્યો છે જ્યારે ભારતીય સેન્સેક્સ 0.7% વધ્યો છે. ભારતે પહેલા પણ આવા તણાવનો સામનો કર્યો છે – પછી ભલે તે કારગિલ યુદ્ધ હોય, સંસદ હુમલો હોય કે પુલવામા. પરંતુ દર વખતે ભારતીય બજારોએ આવા તણાવને ઝડપથી પચાવી લીધા છે. ભલે ઘટાડો થયો હોય, તે ક્ષણિક અને ભાવનાત્મક રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો :  Operation Sindoor Rauf Azhar :ઓપરેશન સિંદૂરમાં સેનાની મોટી કાર્યવાહી, કંદહાર હાઇજેકના આ માસ્ટરમાઇન્ડ આંતકી ને માર્યો ઠાર..

    Pakistan stock market :વિદેશી સરકારોએ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી

    વધતા તણાવને ધ્યાનમાં રાખીને, સિંગાપોર અને ઇઝરાયલ સહિત ઘણા દેશોએ તેમના નાગરિકોને ભારત અને પાકિસ્તાનમાં જમ્મુ અને કાશ્મીરની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

  • Bank Holiday March 2025 : માર્ચ મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે: અને 12 દિવસ શેરબજારમાં ટ્રેડિંગ નહીં થાય.

    Bank Holiday March 2025 : માર્ચ મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે: અને 12 દિવસ શેરબજારમાં ટ્રેડિંગ નહીં થાય.

    News Continuous Bureau | Mumbai

    Bank Holiday March 2025 :

    • માર્ચ મહિનામાં, વિવિધ રાજ્યો અને શહેરોમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે.
    • આવતા મહિને બે મોટા તહેવારો છે જેમ કે 14 માર્ચે હોળી અને 31 માર્ચે ઈદ-ઉલ-ફિત્ર.
    • 5 રવિવાર અને બીજા-ચોથા શનિવાર સિવાય, વિવિધ સ્થળોએ બેંકો 7 દિવસ બંધ રહેશે.
    • માર્ચ 2025માં 12 દિવસ સુધી શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. શનિવાર અને રવિવારે 10 દિવસ સુધી કોઈ ટ્રેડિંગ થશે નહીં.
    • આ ઉપરાંત, 14 માર્ચે હોળી અને 31 માર્ચે ઈદ-ઉલ-ફિત્રના દિવસે પણ શેરબજાર બંધ રહેશે.

    આ સમાચાર પણ વાંચો:  Trump Ukraine Russia War : રશિયા યુક્રેન યુદ્ધમાં નવો વળાંક, ટ્રમ્પની નીતિઓથી પશ્ચિમી દેશો નારાજ; આપ્યુ યુક્રેનને સમર્થન..

     

  • Bharat Global Developers Share: એક વર્ષમાં 105 ગણું રિટર્ન આપનાર આ સ્ટોક  સેબીની રડાર પર, રેગ્યુલેટરે ટ્રેડિંગ પર લાદ્યો પ્રતિબંધ; જાણો શું છે કારણ

    Bharat Global Developers Share: એક વર્ષમાં 105 ગણું રિટર્ન આપનાર આ સ્ટોક સેબીની રડાર પર, રેગ્યુલેટરે ટ્રેડિંગ પર લાદ્યો પ્રતિબંધ; જાણો શું છે કારણ

     News Continuous Bureau | Mumbai

    Bharat Global Developers Share: સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીએ વર્ષ 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક, ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ પર મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ ના શેરના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ કંપની અને 47 લોકો વિરુદ્ધ નોટિસ જારી કરી છે અને તે તમામને ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેરમાં કોઈપણ પ્રકારની ડીલ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. 

     Bharat Global Developers Share: સેબીએ ભારત ગ્લોબલ પર તેની પકડ મજબૂત કરી છે

    અહેવાલો મુજબ શેરબજારના નિયમનકારે કંપનીના પ્રમોટરોને સિક્યોરિટીઝમાં ખરીદી, વેચાણ કે વ્યવહાર કરવા અથવા કેપિટલ માર્કેટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આગામી આદેશ સુધી પ્રતિબંધ મૂક્યો છે. સેબીનો આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. આદેશમાં સેબીએ કહ્યું છે કે, 16 ડિસેમ્બર, 2024 ના રોજ, તેણે ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડની શંકાસ્પદ નાણાકીય બાબતો અને જાહેરાતો અંગેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ફરિયાદોની નોંધ લીધી હતી.

    Bharat Global Developers Share: એક વર્ષમાં શેર 105 ગણા વધ્યા

    સેબીએ જણાવ્યું કે નવેમ્બર 2023માં ભારત ગ્લોબલ ડેવલપર્સનો શેર 16.14 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો, તે નવેમ્બર 2024માં 1702.95 રૂપિયા પર પહોંચી ગયો. સેબીએ તેના કાયદાના ઉલ્લંઘન બદલ કંપની વિરુદ્ધ તપાસ શરૂ કરી. અને હવે આગળના આદેશ સુધી સ્ટોકમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડનો શેર નવેમ્બર 2023ના મહિનામાં રૂ. 16.14 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે એક વર્ષ પછી 28 નવેમ્બર 2024ના રોજ રૂ. 1702.95 પર પહોંચ્યો હતો, એટલે કે શેર 105 ગણો ઉછળ્યો હતો. 20 ડિસેમ્બર, 2024 ના રોજ, શેર રૂ. 1236.45 પર બંધ થયો હતો અને તે દિવસે કંપનીની બજાર મૂડી રૂ. 12,250 કરોડ હતી. જે કંપનીની કામગીરી જાણીતી નથી તેનું માર્કેટ કેપ રૂ. 12,520 કરોડ સુધી પહોંચી ગયું છે.

    આ સમાચાર પણ વાંચો : Share Market Update : રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 480 પોઈન્ટ ગગડ્યો; આ કંપનીના શેરમાં કડાકો..

    Bharat Global Developers Share: 31 માર્ચ 2025 સુધીમાં તપાસ પૂર્ણ કરવા આદેશ

    જે બેંકોમાં પ્રમોટરોના બેંક ખાતા અથવા સંયુક્ત ખાતા છે તે હવે સેબીના આદેશ વિના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં. સેબીએ જે 47 લોકોને નોટિસ પાઠવી છે તેઓએ તેમની જંગમ અને સ્થાવર સંપત્તિની વિગતો સેબીને આપવાની રહેશે. મિલકત, બેંક ખાતાની વિગતો, ડીમેટ ખાતાની વિગતો, શેરમાં રોકાણ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતની કોઈપણ સંપત્તિમાં રોકાણ પ્રદાન કરવું પડશે. સેબીએ 31 માર્ચ 2025 સુધીમાં કંપની વિરુદ્ધ તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો છે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

     

      

  • Muhurat trading 2024: આજે મુહૂર્તના સોદા કેટલા વાગે છે? ક્યાં સુધી ચાલશે? જાણો અહીં…

    Muhurat trading 2024: આજે મુહૂર્તના સોદા કેટલા વાગે છે? ક્યાં સુધી ચાલશે? જાણો અહીં…

    News Continuous Bureau | Mumbai

    Muhurat trading 2024: નવ વર્ષના પહેલા દિવસે જ્યારે રજા નો માહોલ છે ત્યારે શેર બજારમાં મુહૂર્તનું ટ્રેડિંગ થવાનું છે. મુહૂર્તનું ટ્રેડિંગ એટલે માત્ર અમુક સમય સુધી થનારું ટ્રેડિંગ જેમાં શેર બજાર સામાન્ય રીતે છ કલાક ચાલતું હોય છે તેના સ્થાને એક કલાક ચાલે. 

    આ સમાચાર પણ વાંચો:  Share Market Crash: ભારતીય શેરબજાર દિવાળી પહેલાં થયું કડકભૂસ,સેન્સેક્સ-નિફ્ટી જોરદાર કડાકા સાથે થયા બંધ; રોકાણકારોને આ શેરોએ રાતા પાણીએ રોવડાવ્યા.

    મુહૂર્ત ના સોદા નો સમય 

    ચાલુ વર્ષે શુભ મુહૂર્ત પ્રમાણે શેર બજાર સાંજે 6:00 વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે એટલે કે એક કલાક સુધી શેર બજારમાં મુહૂર્તના સોદા ચાલુ રહેશે. મુરતના સોદા દરમિયાન લોકો ટ્રેડિંગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે મુંબઈ સ્ટોક એક્સચેન્જની બહાર મુહૂર્તના સોદા પછી મોટા પાયે ફટાકડા ફોડવામાં આવે છે. લોકો લક્ષ્મી પૂજન કરે છે દાન પુણ્ય કરે છે અને મીઠાઈ વહેંચે છે. આજના દિવસે શેરબજારનો માહોલ જોવા જેવો હોય છે. ખાસ કરીને લોકોની નજર સેન્સર અને ઇન્ડેક્સ પર રહેલી હોય છે જ્યાં બજાર વધે છે કે ઘટે છે તેને લોકો શુભ કે અશુભ માને છે..

  • Anil Ambani: અનિલ અંબાણી આવ્યા સેબીની રડાર પર;  5 વર્ષ માટે પ્રતિબંધિત,  ફટકાર્યો મસમોટો દંડ..

    Anil Ambani: અનિલ અંબાણી આવ્યા સેબીની રડાર પર; 5 વર્ષ માટે પ્રતિબંધિત, ફટકાર્યો મસમોટો દંડ..

    News Continuous Bureau | Mumbai

    Anil Ambani: અનિલ અંબાણીના ખરાબ દિવસોનો અંત નથી આવી રહ્યો. ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ અનિલ અંબાણીને સિક્યોરિટી માર્કેટમાંથી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે. સાથે જ તેના પર 25 કરોડ રૂપિયાનો ભારે દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સના કેટલાક ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય 24 લોકો પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો કંપનીના ભંડોળના દુરુપયોગ અને અન્ય ગંભીર આરોપોથી ઉભો થયો છે, જે કંપનીમાં નાણાકીય વ્યવહારો અને અનુપાલન અંગે મોટા પ્રશ્નો ઉભા કરે છે.

    Anil Ambani:  બજારમાંથી પ્રતિબંધિત

    મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ અનિલ અંબાણીને આગામી પાંચ વર્ષ સુધી કોઈપણ લિસ્ટેડ કંપની અથવા રજિસ્ટર્ડ મધ્યસ્થીમાં ડિરેક્ટર તરીકે અથવા કોઈપણ મુખ્ય મેનેજમેન્ટ ભૂમિકામાં સેવા આપવાની મંજૂરી નથી. સેબીએ સિક્યોરિટી માર્કેટમાંથી RHFL પર છ મહિનાનો પ્રતિબંધ અને 6 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. તેમને જાણવા મળ્યું કે અંબાણી RHFLમાંથી ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડવાની યોજનામાં સામેલ હતા. જેમાં આ વ્યવહારો જે કંપનીઓ સાથે સંકળાયેલા હતા તેને  લોન તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આરએચએફએલના બોર્ડે મેનેજમેન્ટને આ ધિરાણ પ્રથા બંધ કરવા કહ્યું હોવા છતાં તેઓએ તેની અવગણના કરી. સેબીએ તારણ કાઢ્યું હતું કે સમગ્ર ગડબડ અંબાણી સાથે સંકળાયેલી કેટલીક ગંભીર ગવર્નન્સ સમસ્યાઓને પ્રતિબિંબિત કરે છે.

    આ સમાચાર પણ વાંચો: Nepal Bus Accident: નેપાળમાં મોટી દુર્ઘટના, 40 ભારતીય મુસાફરોને કાઠમંડુ લઈ જતી બસ નદીમાં ખાબકી, આટલા મુસાફરોના મોત..

    Anil Ambani:  આ રીતે કૌભાંડ થયું

    અનિલ અંબાણીએ ‘ADA ગ્રૂપના અધ્યક્ષ’ તરીકેની તેમની ભૂમિકા અને RHFLની પેરેન્ટ કંપનીમાં તેમની મોટી હિસ્સેદારીનો લાભ લઈને છેતરપિંડી કરી હતી. સેબીએ જણાવ્યું હતું કે કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટરો ખૂબ જ બેદરકાર હતા, તેઓએ એવી કંપનીઓને જંગી લોન મંજૂર કરી હતી કે જેની પાસે કોઈ સંપત્તિ, રોકડ પ્રવાહ અથવા તો કોઈ નક્કર નેટવર્થ પણ નથી. આ લોન પાછળ કેટલીક શંકાસ્પદ યોજના હોવાનું પણ  બહાર આવ્યું છે. આ વધુ શંકાસ્પદ બની જાય છે જ્યારે તમને ખ્યાલ આવે છે કે ઘણા ઋણ લેનારાઓ આરએચએફએલના પ્રમોટર સાથે નજીકથી જોડાયેલા હતા. સેબીના જણાવ્યા અનુસાર, આમાંથી મોટાભાગના ઋણ લેનારાઓએ તેમની લોન ચૂકવી ન હતી, જેના કારણે આરએચએફએલને તેની લોન પર ડિફોલ્ટ કરવું પડ્યું હતું.

    આખરે, આમાંના મોટાભાગના ઋણ લેનારાઓ તેમની લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા, જેના કારણે RHFL તેની લોનની જવાબદારીઓ પર ડિફોલ્ટ થઈ ગયું, જેના કારણે RBI ફ્રેમવર્ક હેઠળ કંપનીનું રિઝોલ્યુશન થયું અને તેના શેરધારકોને તકલીફ પડી. અત્યારે પણ 9 લાખથી વધુ શેરધારકો RHFLમાં રોકાણ કરે છે, જે નોંધપાત્ર નુકસાનનો સામનો કરી રહ્યા છે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

  • SEBI: ઇન્ટ્રા-ડે વેપારમાં પરિણીત અને મહિલા વેપારીઓને ઓછું નુકસાન થાય છે: સેબીનો નવો રિપોર્ટ.. જાણો વિગતે..

    SEBI: ઇન્ટ્રા-ડે વેપારમાં પરિણીત અને મહિલા વેપારીઓને ઓછું નુકસાન થાય છે: સેબીનો નવો રિપોર્ટ.. જાણો વિગતે..

    News Continuous Bureau | Mumbai 

    SEBI: શેરબજારમાં ( Stock Market )  દૈનિક ધોરણે (ઇન્ટ્રા-ડે) શેરની ખરીદી અને વેચાણમાં પરિણીત વેપારીઓ ( Married traders ) અવિવાહિત વેપારીઓ કરતાં વધુ સારા પરિણામો હાંસલ કરવામાં સફળ રહ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ ( Intra-day traders ) વચ્ચે હાથ ધરેલા અભ્યાસમાં આ જાણવા મળ્યું છે. આ ઉપરાંત, ઇન્ટ્રા-ડે ટ્રેડિંગના કિસ્સામાં, મહિલાઓ પુરૂષ વેપારીઓ કરતાં વધુ નફો મેળવવામાં સફળ રહી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ અંગેના અભ્યાસમાં આ રસપ્રદ વિશ્લેષણ પ્રકાશમાં આવ્યું હતું.  એક જ ટ્રેડિંગ સેશનમાં શેરની ખરીદી અને વેચાણ બંને પ્રવૃત્તિઓને ‘ઇન્ટ્રા-ડે’ ટ્રેડિંગ કહેવાય છે.  

    આ અભ્યાસ મુજબ, પુરુષ અને સ્ત્રી વેપારીઓ તેમજ પરિણીત અને એકલ વેપારી વચ્ચે ટ્રેડિંગ ( Intra-day trading ) વર્તન અને પરિણામો વચ્ચે નોંધપાત્ર તફાવત છે. સેબીએ શોધી કાઢ્યું છે કે ઇક્વિટી કેશ સેગમેન્ટમાં ( equity cash segment ) ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં પરિણીત લોકો કેટલાંક મહત્ત્વના ક્ષેત્રોમાં અપરિણીત લોકો કરતાં આગળ છે.

     SEBI: સતત નફો મેળવનારાઓમાં પુરૂષ ઉદ્યોગપતિઓ કરતાં મહિલા ઉદ્યોગપતિઓનું પ્રમાણ વધુ હતું….

     નાણાકીય વર્ષ 2018-19, 2021-22 અને 2022-23 દરમિયાન અપરિણીત વેપારીઓની ( Unmarried traders ) સરખામણીમાં પરિણીત વેપારીઓને ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં ઓછું નુકસાન થયું હતું. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, 75 ટકા અપરિણીત ઉદ્યોગપતિઓ ખોટમાં હતા. જ્યારે વિવાહિત ઉદ્યોગપતિઓની સંખ્યા આમાં 67 ટકા રહી હતી. આ ઉપરાંત, પરિણીત ઉદ્યોગપતિઓએ પણ વધુ સંખ્યામાં ટ્રેડિંગ ( trading ) કર્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો  :  Surat : સુરત જિલ્લા અને શહેરીકક્ષાએ ‘બાળ પ્રતિભા શોધ’ સ્પર્ધાઓનું આયોજન

    સેબીના અભ્યાસમાં વધુ જણાવ્યા મુજબ,  મહત્વનું પાસું એ છે કે, આમાં પુરુષ અને સ્ત્રી વેપારીઓનું તુલનાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.  તેથી રિપોર્ટ મુજબ, આટલા વર્ષોમાં, સતત નફો મેળવનારાઓમાં પુરૂષ ઉદ્યોગપતિઓ કરતાં મહિલા ઉદ્યોગપતિઓનું પ્રમાણ વધુ હતું. અભ્યાસ અહેવાલ મુજબ, ત્રણેય વર્ષમાં મહિલા ઉદ્યોગપતિઓના જૂથમાં નફો મેળવનારાઓનું પ્રમાણ પુરુષ ઉદ્યોગપતિઓના જૂથ કરતાં વધુ હતું. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, વાર્ષિક ઇન્ટ્રા-ડે ટર્નઓવર રૂ. 1 કરોડથી વધુ ધરાવતા પુરૂષ વેપારીઓને સરેરાશ રૂ. 38,570નું નુકસાન થયું હતું, જ્યારે મહિલા વેપારીઓને આ સમયગાળા દરમિયાન સરેરાશ રૂ. 22,153નું નુકસાન થયું હતું. જોકે, ઇન્ટ્રા-ડે સોદા કરનારા વેપારીઓમાં મહિલાઓનું પ્રમાણ નાણાકીય વર્ષ 2018-19માં 20 ટકાથી ઘટીને નાણાકીય વર્ષ 2022-23માં 16 ટકા થયું હતું.

    સેબીએ તેના અભ્યાસમાં વધુમાં શોધી કાઢ્યું છે કે, વેપારીઓની જેની વય જૂથ જેટલી નાની હશે, નુકસાન સહન કરનારાઓનું પ્રમાણ વધુ હશે. તે જ સમયે, મોટી વય જૂથના વેપારીઓમાં નુકસાન સહન કરનારા વેપારીઓનું પ્રમાણ ઓછું હતું. અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે ઇક્વિટી કેશ સેગમેન્ટમાં 10માંથી 7 ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે નાણાકીય વર્ષ 2022-23માં નુકસાન ઉઠાવ્યું હતું.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

  • Stock Market Trading: શેર માર્કેટમાં રોકાણ કરી નુકસાનથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો, થશે સરળ કમાણી..જાણો વિગતે…

    Stock Market Trading: શેર માર્કેટમાં રોકાણ કરી નુકસાનથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો, થશે સરળ કમાણી..જાણો વિગતે…

    News Continuous Bureau | Mumbai

    Stock Market Trading: દેશમાં શેરબજારમાં રોકાણ ( investment ) કરનારા રોકાણકારો ક્યારેક મોટો નફો કરે છે. તો ક્યારેક નુકસાન પણ સહન કરે છે. નોકરી કરનારાઓને જો કોઈ સાઈડ ઈન્કમ જોઈતી હોય તો શેરબજાર ઉપયોગી સાધન બની શકે છે, પરંતુ શેરબજારમાં મોટાભાગે મોટા ભાગના લોકોને નુકસાન થતું જોવા મળ્યું છે. જે અનેક કારણોસર થાય છે. તમે શેર બજારમાંથી તમારી નોકરીનો પગાર ઉપરાંત સાઈડ ઈન્કમ પણ મેળવી શકો છો. જેના માટે કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. શેરબજારમાંથી સાઇડ ઇન્કમ કમાવવા માટે, રોકાણકારોને નુકસાનથી બચવા અને પૈસા કમાવવામાં મદદ કરવા માટે સૌ પ્રથમ શેરબજાર વિશે વિગતવાર માહિતી મેળવવી આવશ્યક છે. 

    છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક શેરબજારમાં તેજીની લીલાછમ જોવા મળી રહી હોવા છતાં કેટલીક નાની-મોટી ભૂલોને કારણે રોકાણકારોને નુકસાન વેઠવું પડે છે. એટલે રોકાણકારો જો વિચારતા હોય કે ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું, તો કઈ ભૂલો ટાળવી જોઈએ અને શું કરવું જોઈએ? તો રોકાણકારોએ આમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે.

    Stock Market Trading: કોઈપણ રોકાણકારે ટ્રેડિંગમાં ફુલ-ટાઇમ ફાળવવો જરૂરી છે…

    તમે શેરબજારમાંથી સારું વળતર મેળવી શકો છો, પરંતુ આ માટે કોઈપણ રોકાણકારે ટ્રેડિંગમાં ( trading ) ફુલ-ટાઇમ ફાળવવો જરૂરી છે. હવે પૂર્ણ સમય માત્ર આખો દિવસ જ નહીં પરંતુ બે કે ત્રણ કલાકનો પણ હોઈ શકે છે. શિસ્તબદ્ધ રીતે શેરબજારમાં નાણાંનું રોકાણ કરી કમાણી કરી શકાય છે.

    આ સમાચાર પણ વાંચો: Juhu Beach : જુહુ બીચ પર હાઈટાઈડ વચ્ચે રેસ્ક્યુ ટીમે દરિયામાં ડૂબતા બે સગીરોને બચાવ્યા, વીડિયો સામે આવ્યો…જુઓ વિડીયો.

    સ્ટોક માર્કેટમાં લાંબા સમય સુધી ટકી રહેવા માટે શીખવાનું ચાલુ રાખવાની જરૂર છે. શેરબજારમાં જ્યારે કોઈ વ્યક્તિ ટકી રહે છે. ત્યારે જ લાંબા ગાળાના રોકાણનો લાભ મળી શકે છે. જો તમે બજારની સીડીમાં યોગ્ય નિર્ણય નહીં લો તો તમે લાંબા સમય સુધી બજારમાં ટકી શકતા નથી. સાથે જ તમારે બીજાની ભૂલોથી પણ શીખવું પડશે. અન્ય લોકો જે ભૂલો કરી રહ્યા છે તે ભૂલો ન થાય તેની તકેદારી રાખીએ તો આપણે બજારમાંથી નફો મેળવી શકીએ છીએ અને નુકસાન પણ ઘટાડી શકીએ છીએ.

    બજારમાં સતત તેજી હોય ત્યારે ઉછાળા મારતા શેરને વેચીને બહાર નીકળો. સાથે જ જો કોઈ સ્ટૉકમાં સતત ઘટાડો આવી રહ્યો છેય તો જાણો ઘટાડા પાછળના કારણો. ઘટાડાનું કોઈ કારણ ન હોય તો રોકાણ કરીને લાંબાગાળામાં સાઇડ આવક ( Side income ) મેળવી શકો છો.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

     

  • Ultratech Cement-India Cements: અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનું મોટું પગલું, હવે ઈન્ડિયા સિમેન્ટ કંપનીનો 23% હિસ્સો રૂ. 1885 કરોડમાં ખરીદશે.

    Ultratech Cement-India Cements: અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનું મોટું પગલું, હવે ઈન્ડિયા સિમેન્ટ કંપનીનો 23% હિસ્સો રૂ. 1885 કરોડમાં ખરીદશે.

    News Continuous Bureau | Mumbai

    Ultratech Cement-India Cements: દેશમાં સિમેન્ટ સેક્ટરની સૌથી મોટી કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ તેના બિઝનેસને સતત વિસ્તારી રહી છે. આ શ્રેણીમાં હવે અલ્ટ્રાટેક સિમેન્ટે એક મોટા સોદાની જાહેરાત કરી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ હવે ઈન્ડિયા સિમેન્ટ્સમાં મોટો હિસ્સો ખરીદવા જઈ રહી છે. 

    અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ધ ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડના 7.06 કરોડ ઇક્વિટી શેર્સ પ્રતિ શેર ( Stock Market ) રૂ. 267ના ભાવે ખરીદવા માટે એક સોદો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડમાં 23% હિસ્સો ખરીદશે. 

    Ultratech Cement-India Cements: આ ડીલની જાહેરાત સાથે અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો

    27 જૂન 2024ના રોજ મળેલી બેઠક દરમિયાન અલ્ટ્રાટેકની બોર્ડ મીટિંગમાં આ ડીલને હવે મંજૂરી આપવામાં આવી છે. માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટર સુધીમાં, રાધાકિશન શિવકિશન દામાણી અને ગોપીકિશન શિવકિશન દામાણી ઇન્ડિયા સિમેન્ટ્સમાં 20.78% હિસ્સો ધરાવતા હતા.

    આ ડીલની જાહેરાત સાથે અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં (  Ultratech Cement Share ) જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં, આ શેરો 6 ટકાથી વધુ વધીને રૂ. 11,874.95 પ્રતિ શેરની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો. જોકે, ટ્રેડિંગના ( trading ) અંતે શેર 5.45 ટકા વધીને રૂ.11,749.85 પર બંધ થયો હતો. તેમજ ઈન્ડિયા સિમેન્ટનો શેર ( India Cements Share ) 10 ટકાના ઉછાળા સાથે રૂ. 289.20 પર ખૂલ્યો હતો. ટ્રેડિંગના અંતે ઇન્ડિયા સિમેન્ટનો શેર 11 ટકાના ઉછાળા સાથે રૂ. 291.75 પર બંધ રહ્યો હતો. આ વધારા સાથે કંપનીનું માર્કેટ કેપ ( Market Cap ) વધીને રૂ. 9087 કરોડ થઈ ગયું છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક લગભગ 33 ટકા વધ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Jio Mobile Recharge Hike: Jio એ પોતાના યુઝર્સને આપ્યો મોટો ઝટકો, પોસ્ટપેડ અને પ્રીપેડ પ્લાન કર્યા મોંઘા, કંપનીએ કર્યો 27 ટકાનો વધારો..

    Ultratech Cement-India Cements: આ સંપાદન એક મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે…

    આ સંપાદન એક મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે અને આ રોકડ ચુકવણી દ્વારા કરવામાં આવશે. આ પગલું સિમેન્ટ સેક્ટરમાં ( cement sector ) તેનો પ્રભાવ અને હાજરી વધારવા માટે અલ્ટ્રાટેકની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. 

    નોંધનીય છે કે, ઈન્ડિયા સિમેન્ટ્સની સ્થાપના વર્ષ 1946માં થઈ હતી, જેની હેડ ઓફિસ ચેન્નાઈમાં છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024માં રૂ. 5,112 કરોડ, નાણાકીય વર્ષ 2023માં રૂ. 5,608 કરોડ અને નાણાકીય વર્ષ 2022માં રૂ. 4,858 કરોડના ટર્નઓવર સાથે સારું પ્રદર્શન કર્યું છે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

     

  • NSE Warning: સાવધાન! જો શેરબજારમાં રોકાણ કરો છો, તો આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ચેનલોથી સાવચેત રહો, NSE એ જારી કરી ગંભીર ચેતવણી

    NSE Warning: સાવધાન! જો શેરબજારમાં રોકાણ કરો છો, તો આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ચેનલોથી સાવચેત રહો, NSE એ જારી કરી ગંભીર ચેતવણી

    News Continuous Bureau | Mumbai 

    NSE Warning: જો તમે શેરબજારમાં ( stock market ) રોકાણ કરો છો અને કોઈપણ સોશિયલ મીડિયા ગ્રૂપની સલાહ લઈ રહ્યા છો, તો સાવચેત રહો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ શેરબજારના રોકાણકારોને ગંભીર ચેતવણી આપી છે. NSE એ રોકાણકારોને કેટલીક ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલોથી સાવધ રહેવા કહ્યું છે જે ખોટી રોકાણ ( Investment ) સલાહ અને ગેરકાયદેસર ટ્રેડિંગ સેવાઓ ઓફર કરે છે. 

    NSE, તેની સત્તાવાર વેબસાઈટ પર જારી કરાયેલી ચેતવણીમાં જણાવ્યું છે કે કેટલીક વ્યક્તિઓ અને સંસ્થાઓ ‘સુરક્ષિત/ચોક્કસ અને ગેરંટીકૃત વળતર’નું વચન આપીને રોકાણકારોને ( investors ) લલચાવી રહી છે. NSEએ કહ્યું છે કે આવા દાવા કરવા ગેરકાયદેસર છે અને રોકાણકારોએ આવી કોઈ સ્કીમ કે પ્રોડક્ટમાં રોકાણ કરવું જોઈએ નહીં.

    NSE Warning: NSEએ કહ્યું હતું કે, તે ટેલિગ્રામ અને Instagram દ્વારા મળેલી રોકાણની સલાહનો ઉપયોગ કરવા સામે પણ ચેતવણી આપે છે…

    NSEએ કહ્યું હતું કે, તે ટેલિગ્રામ અને Instagram દ્વારા મળેલી રોકાણની સલાહનો ઉપયોગ કરવા સામે પણ ચેતવણી આપે છે. એક નિવેદનમાં, NSE એ Instagram પર BSE NSE લેટેસ્ટ (bse_nse_latest) અને ટેલિગ્રામ ( Telegram ) પર ભારત ટાર્ડિંગ યાત્રા (BHARAT TARDING YATRA) અંગે ચેતવણી જારી કરી છે. આ ચેનલો સિક્યોરિટીઝ માર્કેટ અને રોકાણકારોના ટ્રેડિંગ એકાઉન્ટ્સના મેનેજમેન્ટ પર ટ્રેડિંગ ( Trading  ) સલાહ આપે છે.

    આ સમાચાર   પણ વાંચો :  WI vs AFG: ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે વર્તમાન વર્લ્ડ કપનો બનાવ્યો સર્વોચ્ચ સ્કોર, નિકોલસ પૂરન 98 રન બનાવ્યા બાદ સદી ચૂકી ગયો.

    સ્ટોક એક્સચેન્જે નિવેદનમાં આગળ જણાવ્યું હતું કે, તે રોકાણકારોને શેરબજારમાં ખાતરીપૂર્વક વળતરનું વચન આપતી કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાથી દૂર રહેવાની સલાહ પણ આપે છે. આમ કરવું ગેરકાયદેસર છે. ઉપરાંત, રોકાણકારોએ તેમનો યુઝર આઈડી અને પાસવર્ડ કોઈપણ તૃતીય પક્ષ સાથે શેર કરવો જોઈએ નહીં . આનાથી તેમને નુકસાન થઈ શકે છે.  NSE સમયાંતરે ગેરકાયદેસર વેપાર કરતી સંસ્થાઓના મોબાઈલ નંબર વિશે પણ માહિતી આપતું રહે છે. 

    NSEએ કહ્યું કે તેને આદિત્ય નામના વ્યક્તિ વિશે જાણવા મળ્યું છે. તે Bear & Bull PLATFORM અને Easy Trade જેવી કંપનીઓ સાથે સંકળાયેલા છે. આ કંપનીઓ નિયમો ઉલ્લંઘન કરતી/ગેરકાયદેસર ટ્રેડિંગ સેવાઓ પૂરી પાડે છે. સ્ટોક એક્સચેન્જે તેમના મોબાઈલ નંબર 8485855849 અને 9624495573 પણ આપ્યા છે. સ્ટોક એક્સચેન્જે તેની સામે પોલીસ રિપોર્ટ પણ નોંધાવ્યો છે . NSEએ જણાવ્યું હતું કે રોકાણકારો www.nseindia.com/invest/find-a-stock-broker ની મુલાકાત લઈને આ ગુનામાં નોંધાયેલા સભ્યો વિશે માહિતી મેળવી શકે છે.

  • SEBI Proposal on Derivatives:  સેબી દ્વારા સ્ટોક ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગના નિયમોની સમીક્ષાનો પ્રસ્તાવ, વધતી ભાગીદારી ઘટાડવા હવે આ પગલા લેશે.

    SEBI Proposal on Derivatives: સેબી દ્વારા સ્ટોક ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગના નિયમોની સમીક્ષાનો પ્રસ્તાવ, વધતી ભાગીદારી ઘટાડવા હવે આ પગલા લેશે.

    News Continuous Bureau | Mumbai

     SEBI Proposal on Derivatives:  બજાર નિયમનકાર સેબી ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં વધતી ભાગીદારીથી હાલ ચિંતિત છે. બજાર નિયમનકાર સેબી લાગે છે કે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વધુ લોકો દાખલ થવાને કારણે તેમના પર જોખમ પણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં સેબીએ જોખમ ઘટાડવા માટે હવે કડક નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. 

    સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની આ દરખાસ્તો વ્યક્તિગત સ્ટોક ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગને ( trading ) હવે મુશ્કેલ બનાવશે. સેબીનું કહેવું છે કે ખાસ કરીને તાજેતરના સમયમાં ઓપ્શન્સ ટ્રેડિંગમાં અનેક ગણા વધારાને ધ્યાનમાં રાખીને જોખમ ઘટાડવા માટે હવે કડક નિયમો જરૂરી બન્યા છે.

    SEBI Proposal on Derivatives:  સેબી હાલમાં ઊભરતાં જોખમોને નિયંત્રિત કરવા અને બજારની સ્થિરતાની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી શકે છે…

    અગાઉ, એવા અહેવાલો આવ્યા હતા કે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ( derivatives market ) રોકાણકારોની વધતી જતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને નિયમનકાર સેબી હાલમાં ઊભરતાં જોખમોને નિયંત્રિત કરવા અને બજારની સ્થિરતાની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી શકે છે.

    સેબીએ રવિવારે તેની વેબસાઈટ પર આ અંગે ચર્ચા પત્ર પ્રકાશિત કર્યો હતો. જાહેર પત્રમાં, નિયમનકારે દરખાસ્ત કરી છે કે વ્યક્તિગત શેરો પરના ડેરિવેટિવ સોદાઓ પર્યાપ્ત પ્રવાહિતા અને બજારના સહભાગીઓના ટ્રેડિંગ રસ સાથે હોવા જોઈએ. હાલમાં આ પ્રકારની વ્યવસ્થા માત્ર ઈન્ડેક્સ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ માટે છે.

    આ સમાચાર  પણ વાંચો : PM Modi New Cabinet: દેશમાં ફરી એકવાર મોદી સરકાર, નવી કેબિનેટ 72 મંત્રીઓએ લીધા શપથ, કોને કોને મળ્યું સ્થાન? જુઓ સંપૂર્ણ યાદી

    SEBI Proposal on Derivatives: માર્કેટ ડેટા દર્શાવે છે કે ભારતમાં ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેકગણું વધ્યું છે…

    સેબી રેગ્યુલેટર માને છે કે જો ડેરિવેટિવ્ઝ સોદાનું અંતર્ગત રોકડ બજાર પૂરતું ઊંડું ન હોય અને લિવરેજ્ડ ડેરિવેટિવ્ઝ સાથે કોઈ યોગ્ય પોઝિશન લિમિટ ન હોય, તો બજાર કિંમતમાં ઘાલમેલ, ઉચ્ચ અસ્થિરતા અને રોકાણકારોની ( Investors ) સુરક્ષા સાથે ચેડા થવાની શક્યતા વધુ છે. .

    માર્કેટ ડેટા દર્શાવે છે કે ભારતમાં ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેકગણું વધ્યું છે. NSE મુજબ, 2023-24 દરમિયાન ઇન્ડેક્સ ઓપ્શન્સનું કાલ્પનિક મૂલ્ય અગાઉના વર્ષની સરખામણીએ બમણું થયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ઓપ્શન ટ્રેડિંગ અનેકગણું વધ્યું છે. આ માટે રિટેલ રોકાણકારો મુખ્યત્વે જવાબદાર છે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)