• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - trimbakeshwar temple
Tag:

trimbakeshwar temple

Ranjit Savarkar Prasad Shuddhi movement of Om Pratisthan started from Trimbakeshwar in Nasik, Shops selling prasad at Hindu religious places will now be given Om certificate!
રાજ્ય

Ranjit Savarkar : નાસિકના ત્ર્યંબકેશ્વરથી અશુદ્ધ પ્રસાદ વિક્રીને રોકવા માટે હવે શુદ્ધ પ્રસાદ ચળવળ શરુ, પ્રસાદ વિક્રેતાઓને મળશે હવે OM પ્રમાણપત્ર..

by Bipin Mewada June 15, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai  

Ranjit Savarkar : જો ભગવાનને ચઢાવવામાં આવેલ પ્રસાદ ( Prasad ) અશુદ્ધ હોય તો તેનું પરિણામ વિપરીત આવે છે. માટે ભગવાનને ચઢાવવામાં આવતો પ્રસાદ હંમેશા શુભ પરિણામ માટે શુદ્ધ હોવો જોઈએ, આ મત સ્વતંત્રતા વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કાર્યકારી અધ્યક્ષ અને ઓમ પ્રતિષ્ઠાન ( Om Pratishthan ) સંસ્થાના પ્રમુખ રણજીત સાવરકરે મિડીયા સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો હતો. 

હાલમાં હિન્દુ મંદિરોની  બહાર પ્રસાદ વિક્રેતાઓની મોટી સંખ્યામાં દુકાનો લાગેલી નજરે ચઢે છે. તેમાંથી ઘણા વિક્રેતાઓ અન્ય ધર્મના હોય છે. તેથી ઘણા વિક્રેતાઓ આ પ્રસાદમાં ભેળસેળ ( Prasad Adulteration ) કરે છે. જેમાં ગાયની ચરબીમાંથી બનાવેલ ભેળસેળયુક્ત ઘીનાં કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવ્યા છે. તેથી, હવે તમામ હિન્દુ સંગઠનો ‘ઓમ પ્રતિષ્ઠાન’ ની છત્રછાયા હેઠળ એક થયા છે. આ ભેળસેળને રોકવા અને હિંદુ મંદિરોમાં ( Hindu temples ) પ્રસાદની શુદ્ધતા અને અખંડિતતા જાળવવા માટે ઓમ પ્રમાણપત્રનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. આ માટે નાસિકમાં હિન્દુ સંગઠનોએ આ કાર્યક્રમ આયોજન કર્યું હતું. આ ચળવળ શુક્રવાર, 14 જૂન, ના નાસિકના ( Nashik  )   ત્ર્યંબકેશ્વર મંદિર ( trimbakeshwar temple ) વિસ્તારમાં કેટલાક મીઠાઈ વિક્રેતાઓને ઓમ પ્રમાણપત્રોના ( OM certificates) વિતરણ સાથે શરૂ થઈ હતી.

 Ranjit Savarkar : ત્ર્યંબકેશ્વરમાં ભેળસેળયુક્ત પેંડાનું વિતરણ થયું હોવાના સમાચાર મળ્યા બાદ આ ચળવળ શરુ કરાઈ..

આ સમયે રણજીત સાવરકર સાથે મહંત આચાર્ય પીઠાધીશ્વર ડૉ. અનિકેત શાસ્ત્રી મહારાજ, પીઢ અભિનેતા શરદ પોંક્ષે, સ્વતંત્રતા વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના ટ્રેઝરર મંજારી મરાઠે અને હિન્દુ જનજાગૃતિ સંગઠનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર  પણ વાંચો : OM Certificate : નાસિકના ત્ર્યંબકેશ્વરથી ઓમ પ્રતિષ્ઠાનની પ્રસાદ શુદ્ધિ ચળવળની શરૂઆત, હિન્દુ ધાર્મિક સ્થળો પર પ્રસાદ વેચતી દુકાનોને હવે ઓમ પ્રમાણપત્ર અપાશે!..

સર્ટિફિકેટ વિતરિત થયા બાદ રણજીત સાવરકરે મીડિયા સાથે વાત કરતા આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. ત્ર્યંબકેશ્વરમાં ભેળસેળયુક્ત પેંડાનું વિતરણ થયું હોવાના સમાચાર મળ્યા હતા. અમરાવતીમાં આ પેડા બનાવવા માટે ગાયની ચરબી અને ઘીનો ઉપયોગ કરીને તેમાંથી 100 ગ્રામના પેકેટ બનાવીને મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા. આ પ્રકારની બાબતને રોકવા માટે અમે મહંત અનિકેત શાસ્ત્રી સાથે ચર્ચા કરીને કેટલાક પગલાં લેવાનું નક્કી કર્યું હતું અને આ ઓમ સર્ટિફિકેટ કન્સેપ્ટને નાસિક વિસ્તારની 13 મોટી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ટેકો અને આશીર્વાદ આપવામાં આવ્યો છે અને તેઓએ કેટલીક માર્ગદર્શિકા પણ આપી હતી.

ઓમ પ્રમાણપત્ર પ્રસાદની શુદ્ધતાની ખાતરી આપશે. આ પ્રમાણપત્ર કોઈપણ વિક્રેતા પર બળજબરીથી લાદવામાં આવશે નહીં અને તે સ્વૈચ્છિક હશે. આ ‘ઓમ પ્રમાણપત્ર’ અભિયાન ત્ર્યંબકેશ્વરથી શરૂ થયું હતું. આ અભિયાન પહેલા રાજ્યમાં અને બાદમાં દેશભરના તમામ મંદિરોમાં ચલાવવામાં આવશે.

 

June 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
prasad Purity movement of Om Pratisthan started from Trimbakeshwar in Nasik, Shops selling prasad at Hindu religious places will now be given Om certificate!.
રાજ્ય

OM Certificate : નાસિકના ત્ર્યંબકેશ્વરથી ઓમ પ્રતિષ્ઠાનની પ્રસાદ શુદ્ધિ ચળવળની શરૂઆત, હિન્દુ ધાર્મિક સ્થળો પર પ્રસાદ વેચતી દુકાનોને હવે ઓમ પ્રમાણપત્ર અપાશે!..

by Bipin Mewada June 15, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai  

OM Certificate :  મંદિરમાં શુદ્ધ અને સાત્વિક પ્રસાદનું ( Temple Prasad ) વિતરણ કરવા અને ભેળસેળયુક્ત પ્રસાદનું વિતરણ બંધ કરવા ઓમ પ્રતિષ્ઠાન ( Om Pratishthan ) દ્વારા પ્રસાદ શુદ્ધિ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. 14 જૂન શુક્રવારના રોજ નાસિકના પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં સ્વતંત્ર વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કાર્યકારી અધ્યક્ષ રણજીત સાવરકર અને મહંત આચાર્ય પીઠાધીશ્વર ડૉ. અનિકેત શાસ્ત્રી મહારાજના નેતૃત્વમાં આ પ્રસાદ શુદ્ધિ ચળવળ દ્વારા મંદિર પરિસરમાં નિમણૂંક પ્રસાદ વિક્રેતાઓને ‘ઓમ પ્રમાણપત્ર’ આપવામાં આવ્યું હતું. 

આ પ્રસાદ શુદ્ધિ ( Pure Prasad ) ચળવળને સમર્થન આપવા મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ, સંતો, મહંતો, અખાડાના વડાઓ, પુરોહિત સંઘના પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌ પ્રથમ ત્ર્યંબકેશ્વર મંદિરમાં ( Trimbakeshwar temple ) ઓમ પ્રમાણપત્રની વિધિવત પૂજા કરવામાં આવી હતી. આ પછી મંદિરના ગર્ભગૃહમાં સામૂહિક આરતી કરવામાં આવી હતી. મંદિરમાં શ્રી ત્ર્યંબકેશ્વરના આશીર્વાદ લીધા બાદ ઢોલના નાદ વચ્ચે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સમક્ષ પ્રમાણપત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ નારાઓ પણ લગાવ્યા હતા. આ પ્રસંગે મંદિર પરિસરમાં કેટલાક નિમણૂંક પ્રસાદ વિક્રેતાઓને ‘ઓમ પ્રમણન’નું વિતરણ કરવામાં આવ્યું હતું.

🕉️ #Om_Certificate_For_Hindus launched from Shri Trimbakeshwar Temple, Nashik under the leadership of ‘Om Pratishthan’

🛕 Intention of curbing instances of adulteration of Prasad and encroachment of vendors of other religions in Dharmik sites

🚩 Prasad sellers will be required… pic.twitter.com/HlVHmg0CWu

— Sanatan Prabhat (@SanatanPrabhat) June 14, 2024

આ સમાચાર  પણ વાંચો : Medicine: મોટી રાહત! આ 54 દવાઓ થઈ સસ્તી, ડાયાબિટીસના દર્દીઓ સહિત કરોડો લોકોને થશે ફાયદો..

OM Certificate :  આ પ્રસાદ શુદ્ધિકરણ આંદોલન હાલ નાસિકમાં શરૂ થયું છે….

આ પ્રસાદ શુદ્ધિકરણ આંદોલન ( Prasad Purification Movement ) હાલ નાસિકમાં શરૂ થયું છે. ઓમ પ્રતિષ્ઠાનના પ્રમુખ રણજિત સાવરકરે ( Ranjit Savarkar ) આ અંગે મિડીયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગળ તેને રાજ્ય અને દેશ સ્તરે વિસ્તારવામાં આવશે. આ પ્રસંગે નાશિક ( Nashik ) પ્રદેશના તમામ સંતો, મહંતો અને હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસાદ શુદ્ધિ ચળવળ અંતર્ગત ઓમ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે. આ પ્રમાણપત્રમાં એક QR કોડ આપવામાં આવ્યો છે. QR કોડ સ્કેન કરવાથી સંબંધિત મીઠાઈ વેચનારની તમામ માહિતી  ગ્રાહક સામે આવી જશે. તેથી કોઈ આ પ્રમાણપત્રનો દુરુપયોગ કરી શકશે નહીં. આ સર્ટિફિકેટથી ગ્રાહકને સરળતાથી માહિતી મળી જશે કે તેઓ કોની પાસેથી પ્રસાદ ખરીદી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Provide proof of dhoop at Trimbakeshwar temple steps BJP to Sena(UBT)
રાજ્ય

મહારાષ્ટ્ર : શું ત્ર્યંબકેશ્વર મંદિરમાં મુસ્લિમો દ્વારા ધૂપ ચઢાવવાની પરંપરા છે?, સાંસદ સંજય રાઉતના દાવાને નકારી કાઢ્યા ભાજપ નેતાએ. જાણો શું છે સમગ્ર મામલો?

by kalpana Verat May 23, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

ત્ર્યંબકેશ્વર મંદિરમાં ચંદનનું આયોજન કરતી મંડળી તરફથી ધૂપ ચઢાવવાની કોઈ પરંપરા ન હતી ત્યારે કેટલાક લોકો મંદિરમાં પ્રવેશવાનો આગ્રહ કરતા હોવાથી મંદિર સમિતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તદનુસાર, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક વિશેષ તપાસ સમિતિની નિમણૂક કરી છે અને ચાર સામે કેસ નોંધવામાં આવ્યો છે, એમ સોમવારે ભારતીય જનતા પાર્ટીની આધ્યાત્મિક પાંખના કન્વીનર આચાર્ય તુષાર ભોંસલેએ ભારપૂર્વક જણાવ્યું હતું. તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રવક્તા ગણેશ હાકે, મીડિયા વિભાગના સહ કન્વીનર ઓમપ્રકાશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરની સામે ધૂપ ચઢાવવાની ૧૦૦ વર્ષ જૂની પરંપરા હોવાનો દાવો કરતા સાંસદ સંજય રાઉતે આના પુરાવા આપવા જોઈએ. તેવો આચાર્ય ભોંસલેએ પડકાર ફેંક્યો છે.

આચાર્ય તુષાર ભોસલેએ કહ્યું કે ત્ર્યંબકેશ્વર મંદિરની સામે ધૂપ ચઢાવવાની ઘટનાને લઈને રાજ્યમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. ઠાકરે ગ્રુપના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે મંદિરની સામે ધૂપ ચઢાવવાની પ્રથા ૧૦૦ વર્ષ જૂની છે. સાં. રાઉતનો આ દાવો તદ્દન ખોટો છે. આ ઘટના અંગે સ્થાનિક શાંતિ સમિતિએ પત્રકાર પરિષદ પણ યોજી હતી. તે પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે મંદિરની બહાર ચોકમાં ધૂપ ચઢાવવાનો રિવાજ છે. જ્યારે આ કિસ્સો છે, ત્યારે કેટલાક લોકો કોઈ કારણ વગર આ ચર્ચાને અલગ વળાંક આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : G-20 સમિટમાં ભાગ લીધો અભિનેતા રામ ચરણે, વિદેશી મહેમાનો સાથે નાટૂ-નાટૂ ગીત પર થીરકાવ્યા પગ, જુઓ વીડિયો..

દરેક મંદિર, ધાર્મિક સ્થળે પ્રવેશને લઈને અલગ-અલગ નિયમો હોય છે. ત્ર્યંબકેશ્વર મંદિરમાં કોને પ્રવેશ આપવો તે અંગે મંદિર સમિતિએ નિયમો બનાવ્યા છે. આ મંદિરમાં પ્રવેશ કરીને ધૂપ ચઢાવવાની કોઈ પરંપરા નહોતી. જ્યારે ચોકમાં ધૂપ ચઢાવવાની પરંપરા છે, ત્યારે આ વર્ષે કેટલાક વ્યક્તિઓએ મંદિરમાં પ્રવેશીને ધૂપ ચઢાવવાનો આગ્રહ રાખ્યો હતો, જેથી મંદિર સમિતિએ તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસના ચાર આરોપીઓમાંના એક સલમાન અકીલ સૈયદ પર ૨૦૧૮માં એક સગીર છોકરીની જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેની સામે નાસિક કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ઉરુસના કેટલાક આયોજકો ગુનાહિત પ્રવૃતિઓમાં સામેલ હોવાનું સ્થાનિક નાગરિકોએ કહ્યું છે, તેવી માહિતી પણ આચાર્ય ભોંસલેએ આપી છે. તેમણે એમ પણ કહ્યું કે અમે આ માહિતી વિશેષ તપાસ સમિતિ (એસઆઇટી)ને આપીશું.

May 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Trimbakeshwar Temple Entry Rules No Entrance Except Hindu SIT Formed To Investigate Muslim Men
રાજ્ય

મહારાષ્ટ્ર: ત્ર્યંબકેશ્વર મંદિરની બહાર લાગ્યું આ નવું બોર્ડ, દર્શને જતાં પહેલા જરૂર વાંચો આ સમાચાર..

by kalpana Verat May 18, 2023
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

હાલ મહારાષ્ટ્રમાં નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશને લઈને વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તે સ્થળે ભારે હંગામો મચી ગયો હતો કારણ કે શનિવારે રાત્રે બિન હિન્દૂ યુવકોએ બળજબરીપૂર્વક મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે SITની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં મંદિરના પ્રવેશદ્વાર પર નવો બોર્ડ લગાવવામાં આવ્યો છે. આ નવા બોર્ડ પર લખવામાં આવ્યું છે કે, “No Entrance Except Hindus’s” એટલે કે આ મંદિરમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવશે. અન્ય ધર્મના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી.

નવું બોર્ડ કેમ લગાવવામાં આવ્યું?

એવું કહેવાય છે કે જૂનું બોર્ડ અસ્પષ્ટ થઈ ગયું હોવાથી આ નવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. હવે આ બોર્ડ મરાઠીની સાથે અંગ્રેજીમાં પણ લગાવવામાં આવ્યું છે. દિવાલ પર એક જૂનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. સૂચનાઓ મરાઠીની સાથે ગુજરાતી અને અંગ્રેજીમાં લખેલી હતી.

ત્ર્યંબકેશ્વરમાં પરસ્પર સંવાદિતા

દરમિયાન ત્ર્યંબકેશ્વરમાં પરસ્પર સૌહાર્દ સાથેનું ધાર્મિક વાતાવરણ છે. કામમાં એકબીજાને મદદ કરવાની પરંપરા રહી છે. શાંતિ સમિતિના સભ્યોએ કહ્યું છે કે દરેક વ્યક્તિએ શાંતિ જાળવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા જોઈએ. તેમજ પાંચ વખતનો કાર્યક્રમ છે, આ કાર્યક્રમમાં જ્યારે શોભાયાત્રા મંદિરની સામે આવે છે ત્યારે અગરબત્તીઓ પ્રગટાવવામાં આવે છે. કમિટીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ નવી પ્રથા કે તફાવત નથી, આપણે બધા દેવી-દેવતાઓમાં માનીએ છીએ.

મૂળભૂત રીતે શોભાયાત્રા કરનારાઓ પ્રસાદ વેચે છે. અહીં તમામ સમુદાયો અને ધર્મો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો છે. સમિતિએ એમ પણ કહ્યું કે જો તેમને લાગે છે કે તેમના કારણે કંઈક અલગ થયું છે, તો તેઓ માફી માંગે છે.

 

May 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
new rule for aarti pass in shirdi's saibaba temple
રાજ્ય

શિરડી-ત્ર્યંબકેશ્વર મંદિરોમાં લાઉડસ્પીકર વગર કાકડ આરતી, ભક્તોમાં નારાજગી. જાણો વિગતે.

by Dr. Mayur Parikh May 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેની(Raj thackeray) મસ્જિદ પરથી લાઉડસ્પીકર હટાવવાના આંદોલનની અસર મંદિરોને થઈ છે. અનેક જગ્યાએ મસ્જિદ પરથી હજી સુધી લાઉડસ્પીકર હટ્યા નથી પરંતુ શિરડીના(Shirdi) સાંઈબાબા મંદિર(Sai baba Temple) અને નાસિકના(nasik) ત્ર્યંબકેશ્વર મંદિરને(Trimbakeshwar Temple) તેનો ફટકો પડ્યો છે. સાંઈ બાબાની સવારની કાકડ અને રાત્રે 10.30  આરતી હવે લાઉડસ્પીકર વિના  થશે. સાંઈબાબા સંસ્થાનના લાઉડસ્પીકરોને પોલીસ દ્વારા સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવતા ભક્તોમાં  નારાજ વ્યાપી ગઈ છે.

શિરડીમાં સવારે કક્કડ આરતી(Aarti) વખતે સ્પીકર બંધ હોવાથી કેટલાય ભક્તોએ આરતી શરૂ કરી કે નહીં? તે એક ભ્રમણા હતી. શિરડીમાં દ્વારકામાઈ ખાતે, લાઉડ સ્પીકરનો ઉપયોગ સાંઈ મંદિરમાં ચારેય આરતીઓનું પ્રસારણ કરવા માટે થાય છે. જે ભક્તો સાંઈ મંદિરમાં આરતીમાં ભાગ લઈ શકતા નથી તેઓ આ લાઉડ સ્પીકર દ્વારા આરતીમાં ભાગ લેતા હોય છે. સાંઈ મંદિરમાં સવારે 5 વાગ્યે લાઉડ સ્પીકર શરૂ થાય છે અને ત્યારબાદ સવારે 5.15 વાગ્યે કક્કડ આરતી થાય છે. મંગલ સ્નાન પછી સવારે 5.50 વાગ્યે કરવામાં આવે છે, અને રાત્રે 10.00 વાગ્યે આરતી  થાય છે.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય ગૃહ પ્રધાન પશ્ચિમ બંગાળની મુલાકાતે, બંગાળના વિભાજનની જાહેરાત કરશે?  જાણો વિગતે

જો કે, 3 મેના રોજ શિરડી પોલીસે(Shirdi Police) સાઈબાબા સંસ્થાનને પત્ર મોકલીને સાંઈ મંદિરમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમને સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશ મુજબ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી ન હોવાનું કહેવામાં આવ્યું હતું. દરમિયાન, જાણવા મળ્યું છે કે સાંઈ મંદિરમાં તેનું પાલન કરવામાં આવશે એવું સંસ્થાન દ્વારા કહેવામાં આવ્યું છે. તો નાસિક ના ત્ર્યંબકેશ્વર મંદિર માં પણ સવારના કાકડ આરતી લાઉડસ્પીકર વગર થઈ હતી.

MNS પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદ પર ગેરકાયદે ભૂંગળા અને નોઈસ પોલ્યુશન(Noise pollution) મુદ્દો ઉઠાવ્યા પછી લાઉડ સ્પીકર ને લઈને બબાલ થઈ ગઈ છે. અનેક હિંદુ ધાર્મિક સ્થળો(Hindu religious places) પર લાઉડ સ્પીકર બંધ થઈ ગયા છે. પરંતુ હજી પણ અનેક મસ્જિદો પર ગેરકાયદે લાઉડસ્પીકર વાગી રહ્યા છે. આ દરમિયાન રાજ ઠાકરેના આંદોલનની અસર હિંદુ મંદિરોને થઈ રહી હોવાના પ્રહાર શિવસેનાના નેતા સંજય રાઉતે કર્યા હતા. તેની સામે ભાજપે(BJP) વળતો પ્રહાર કર્યો હતો કે શિવસેનાની(Shivsena) સરકારે મંદિરો પરથી લાઉડસ્પીકર હટાવ્યા તો મસ્જિદ પરથી કેમ નહીં?

 

May 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક