Tag: umarpada

  •  Surat News :આદિવાસી પિતાએ દહેજને તિલાંજિલ આપી નવ ગુલાબના ફૂલ સાથે દિકરીને વિદાય આપી- કન્યાદાન કર્યું

     Surat News :આદિવાસી પિતાએ દહેજને તિલાંજિલ આપી નવ ગુલાબના ફૂલ સાથે દિકરીને વિદાય આપી- કન્યાદાન કર્યું

    News Continuous Bureau | Mumbai

    Surat News : આદિવાસી સમાજ પુરાતનકાળથી પ્રકૃતિ સાથે જોડાયેલો સમાજ છે. તેની સંસ્કૃતિ જ અલગ ભાત પાડે છે. આપણા દેશમાં અનેક પ્રકારના સમુદાયો વસે છે અને પોતપોતાના પ્રસંગો, વિવિધ રીતિ-રિવાજોથી જોડાયેલા છે. સૌ માટે લગ્ન-પ્રસંગ અનેરી ખુશીઓનો પ્રસંગ હોય છે. તાજેતરમાં ઉમરપાડા તાલુકાના ટાવલ ગામ અને ડેડિયાપાડા તાલુકાના ચુલી ગામના આદિવાસી કુટુંબે અને અનોખો દાખલો બેસાડયો છે. દીકરીના પિતાએ દહેજને તિલાજંલિ આપતા નવ ગુલાબના ફૂલ સાથે દીકરીને વિદાય કરી અને વરપક્ષે પણ સહર્ષ સ્વકારી લીધી.

    રાજ્યમાં જિલ્લા અને સમાજ અનુસાર અલગ-અલગ પ્રથાઓ છે. જેમાં દહેજ આપવા-લેવાની કુપ્રથા પણ જોવા મળે છે. મજબૂર-લાચાર પિતાએ વર પક્ષને મોં માંગી રકમ અને ચીજ વસ્તુઓ આપવી પડતી હોય છે. ત્યારે ખારા જળમાં મીઠી વિરડી સમાન કેટલાક એવા પણ જાગૃત્ત લોકો હોય છે જે નવો ચીલો ચાતરે છે અને સમાજને દીવા દાંડી બતાવે છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમાજમાં ઘણા પરિવારો સમાજને દિશા ચીંધી રહ્યા છે. ડેડીયાપાડા તાલુકાના ચુલી ગામના વતની વિદેશીંગભાઇ રામસિંગભાઈ વસાવાની સુપુત્રી જશોદા તેમજ ઉમરપાડા તાલુકાના ટાવલ ગામના વતની ગુરજીભાઈના સુપુત્ર જિજ્ઞેશ એકબીજા સાથે પ્રેમસંબંધમાં જોડાયા હતા. ત્યારબાદ બંને પરિવારો દ્વારા રાજીખુશીથી ઉમરપાડા તાલુકાના ટાવલ ગામે દાવો રાખવામાં આવ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો :   India Service Sector :સેવા ક્ષેત્રે ભારતની રફ્તાર, નાણાકીય વર્ષ 2025 માં ભારતની નિકાસ $825 બિલિયનના રેકોર્ડ સ્તરે પહોંચી

    બંને પક્ષના ભાઈઓ-બહેનો, ગ્રામજનો તેમજ દાવો કરતા વડીલો, પંચોની સાક્ષીમાં કન્યાના પિતાએ ફક્ત નવ ગુલાબના ફૂલ દહેજ (દાવામાં) લઈને પોતાના પુત્રીને જમાઈના હાથમાં દાન કરી (સોંપી) હતી. આદિવાસી સમાજમાં આ દાવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે. ઘણી વાર નવ આના કે ₹૯ લઈને કન્યાનું દાન કરવામાં આવે છે. ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના આદિવાસી પરિવારે માત્ર ૯ ગુલાબના ફૂલ લઈને પોતાની પુત્રીને સાસરે વળાવી હતી. જેમાં વરપક્ષે પણ દહેજ વિના રાજીખુશીથી કન્યાઓને સ્વીકારી હતી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Devghat Eco Tourism : આસ્થા અને પ્રકૃતિનું સંગમ “દેવઘાટ”, ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનું સાંનિધ્ય માણવા માટે ઉમટી પડતા પર્યટકો..

    Devghat Eco Tourism : આસ્થા અને પ્રકૃતિનું સંગમ “દેવઘાટ”, ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનું સાંનિધ્ય માણવા માટે ઉમટી પડતા પર્યટકો..

    News Continuous Bureau | Mumbai 

    Devghat Eco Tourism : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલું આસ્થા અને પ્રકૃતિના સંગમ સમું ઇકો ટુરિઝમ, ધોધ, ડુંગરો અને વનરાજીની વચ્ચે પ્રકૃતિનું સાંનિધ્ય માણવા માટે પર્યટકોના ( tourists ) ધાડે ધાડા ઉમટી પડે છે. એક તરફ પ્રકૃતિ અને બીજી તરફ આદિવાસી સમાજના આરાધ્ય દેવી દેવતા યાહામોગી માતા, વિન્યા દેવ અને રાજા પાન્તુનું સ્થાનક આદિવાસી સમાજના લોકો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. 

    ઉમરપાડા ( Umarpada ) તાલુકાથી પંદર વીસ કિલોમીટરની દુરી પર સાતપુડાની રમણીય ગીરીમાળામાં આવેલું દેવઘાટ ( Devghat  ) ધામના દર્શન અને પ્રકૃતિની રમણિયતાને માણવા માટે દુર દુરથી પર્યટકો ઉમટી પડે છે. દેવઘાટ નદી પરથી પડતો ધોધ પર્યટકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો  છે. જયારે ઉંચા ઉંચા ડુંગરો અને લીલીછમ વનરાજી પ્રકૃતિના ખોળે રમવા માટે આહવાન કરે છે એમ કહીએ તો ખોટું નથી. 

    Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.
    Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.

    આમ તો દરરોજ અહીં પર્યટકોનો ખાસ્સો ધસારો રહેતો હોય છે પરંતુ શનિ અને રવિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ અહીં ઉમટી પડે છે. ઝરમર ઝરમર વરસતા વરસાદમાં પર્યટકો અહીં દેવધાટ ધામના ( Devghat Dham ) દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાથો સાથ પ્રકૃતિએ વેરેલા સૌંદર્યનું રસપાન કરી પ્રકૃતિ સાથે એકાત્મતાનો અનુભવ કરે છે. 

    રાત્રિરોકાણ કરવા માંગતા પર્યટકો માટે વન વિભાગ દ્વારા પરિસરીય ઇકો-ટુરિઝમ સેન્ટર ( Eco-Tourism Centre ) ખાતે રહેવા જમવાની સંદર સગવડ ઉભી કરવામાં આવી છે. અહીં રોકાણ કરવા માંગતા પર્યટકોએ https://devghatecotourism.in/ વેબસાઇડ પર ઓનલાઇન બુંકિંગ કરવું ફરજીયાત છે. આ ઇકો ટુરિઝમ સેન્ટરનું સંચાલન દિવતણ ગ્રામ પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવે છે. 

    Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.
    Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.

    આ સમાચાર પણ વાંચો : City Civic Center: સુવિધાઓનું ‘One Stop Solution’ એટલે સિટી સિવિક સેન્ટર, બારડોલી નગરપાલિકાની જૂની ઓફીસ બિલ્ડિંગ ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરતા સાંસદ પ્રભુભાઈ વસાવા

    વડીલો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર દેવઘાટ ધામનું મુળ નામ “દેવકાંટ” છે. દેવકાંટ પરથી દેવઘાટ નામ પડયું હોવાનું જણાવે છે. આ સ્થળ યાહામોગી માતા, કાલિકા માતા, વિન્યા દેવ અને રાજા પાન્તુનું મુળ સ્થાનક હોવાનું પણ અહીંના લોકો માને છે. આ ઉપરાંત અહીં અહીં બજરંગ બલી અને ભગવાન ભોલેનાથ પણ બિરાજમાન છે. 

    Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.
    Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.

    ઇકો-ટુરિઝમ સમિતિના પ્રમુખ અને દિવતણ ગામના રમેશભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, અહીં આવતા પર્યટકો યાહામોગી માતાના દર્શન કરી જે પણ મનોકામના ધરાવતા હોય એ અવશ્ય પુરી થતી હોવાનું કહી તેમણે મહાશિવરાત્રી અને મકરસંક્રાંતિના પર્વ પર અહીં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડે છે એમ વધુમાં ઉમેર્યું હતું. 

    ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ થતો હોય ત્યારે નદીમાં સ્નાન કરવું તેમજ ધોધ પાસે જઇ સેલ્ફી લેવી, રિલ્સ બનાવવી, ફોટોગ્રાફી કરવી જોખમી સાબિત થઇ શકે છે. જેથી પર્યટકોએ અહીં તૈનાત પોલીસકર્મીઓની સુચનાનું પાલન કરવું તેમજ સહયોગ આપવો જરૂરી છે. 

    Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.
    Devghat Eco Tourism Confluence of faith and nature “Devghat”, tourists throng to enjoy the closeness of nature during the monsoon season.

    શહેરની ભીડભાળથી દુર પ્રકૃતિની ગોદમાં શાંતિનો અનુભવ કરવા માંગતા પ્રકૃતિપ્રેમીઓ માટે દેવઘાટ એક ઉત્તમ વિકએન્ડ ડેસ્ટીનેશન છે. 

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Surat Rain: પલસાણા તાલુકામાં સીઝનનો ૧૧૧ ટકા તથા બારડોલી ૧૦૦ ટકા વરસાદ નોંધાયો.

    Surat Rain: પલસાણા તાલુકામાં સીઝનનો ૧૧૧ ટકા તથા બારડોલી ૧૦૦ ટકા વરસાદ નોંધાયો.

    News Continuous Bureau | Mumbai 

    Surat Rain: સુરત જિલ્લામાં ચોમાસાના આગમથી લઈને આજદિન મેધરાજા ( Heavy Rain ) મનમુકીને વરસ્યા હોવાથી ખેડુતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડુતોએ ખરીફ પાકોનું મોટા પાયે વાવેતર પણ કર્યું છે. ગુરૂવારે સવારથી સાંજના ૪.૦૦ વાગ્યા સુધીના આંકડાકીય વિગતો જોઈએ તો બારડોલીમાં ( Bardoli ) ૧૩, ઉમરપાડામાં ૧૨ અને પલસાણામાં ૧૯ મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે અન્ય તાલુકાઓમાં ઝરમરીયો વરસાદ જોવા મળ્યો હતો.   

                    વરસાદના આંકડાકીય વિગતો જોઈએ તો આ વર્ષે જુલાઈ ૨૦૨૪ના અંતે છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદની સરેરાશ ટકાવારીએ જોઈએ તો, પલસાણા ( Palsana ) તાલુકામાં સીઝનનો ૧૬૫૪ મી.મી.એટલે કે, ૧૧૧ ટકા તથા બારડોલીમાં ૧૪૨૦ મી. મી. એટલે કે, ૧૦૦ ટકા વરસાદ પડી ચુકયો છે. જયારે ઉમરપાડા ( Umarpada ) તાલુકામાં ૧૬૯૩ મી.મી. સાથે સીઝનનો ૭૪.૮૨ ટકા વરસાદ, ઓલપાડમાં ૯૨૭ મી.મી. સાથે ૯૧.૮૩ ટકા, કામરેજમાં ૧૨૪૧ મી.મી. સાથે ૯૩.૩૮ ટકા, ચોર્યાસી તાલુકામાં ૬૬૪ મી.મી. સાથે ૪૯.૫૦ ટકા, મહુવામાં ૧૪૫૯ મી.મી. સાથે ૯૫.૫૧ ટકા, માંગરોળમાં ૮૪૯ મી.મી. સાથે ૪૯.૩૧ ટકા, માંડવીમાં ૭૪૧ મી.મી. સાથે ૫૭.૫૫ ટકા જયારે સુરત ( Surat  ) સીટીમાં ૧૧૪૮ મી.મી. સાથે ૮૦.૮૭ ટકા વરસાદ નોંધાયો હતો. આમ સુરત જિલ્લા સરેરાશ ૮૦ ટકા વરસાદ નોંધાઈ ચુકયો છે

    આ સમાચાર પણ વાંચો :  Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સની હોકીમાં ભારતનો પ્રથમ પરાજય, ભારતીય ટીમ આ દેશની ટિમ સામે 2-1થી હારી…

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Surat Rainfall: સુરત જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પડેલ વરસાદની રસપ્રદ વિગતો

    Surat Rainfall: સુરત જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પડેલ વરસાદની રસપ્રદ વિગતો

     News Continuous Bureau | Mumbai

    Surat Rainfall:  સુરત ( Surat  ) જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસની મેધરાજાએ મુકામ કર્યો છે. સર્વત્ર જગ્યાએ વરસાદી પાણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં સુધીમાં છેલ્લા દસ વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની ની સરખામાણીએ ચાલુ સીઝનમાં તા.૨૪મી જુલાઈ વિગતો જોઈએ તો, સૌથી વધુ પલસાણા ( Palsana ) તાલુકામાં ૧૪૭૫ મી.મી. એટલે કે, સિઝનનો ૯૯.૧૫ ટકા વરસાદ વરસી ચુકયો છે. જયારે બારડોલી ( Bardoli ) તાલુકામાં ૧૨૪૨ મી.મી. એટલે કે, ૮૭.૭૧ ટકા અને કામરેજમાં ૧૧૮૩ ટકા સાથે ૮૯ ટકા વરસાદ પડયો છે. 

    અન્ય તાલુકાની વિગતો જોઈએ તો ઉમરપાડા ( Umarpada ) તાલુકામાં ૧૪૮૬ મી.મી. સાથે ૬૫.૬૭ ટકા, ઓલપાડમાં ૮૨૮ મી.મી. સાથે ૮૨ ટકા, ચોર્યાસી તાલુકામાં ૫૫૫ મી.મી. સાથે ૪૧.૩૭ ટકા, મહુવામાં ૧૧૫૩ મી.મી. સાથે  ૭૫.૪૮ ટકા, માંગરોળમાં ૭૨૫ સાથે ૪૨.૧૧ ટકા, માંડવીમાં ૬૩૬ મી.મી. સાથે ૪૯.૪૦ ટકા, સુરત સીટીમાં ૧૦૪૩ મી.મી. સાથે ૭૩.૪૭ ટકા વરસાદ ( Surat Heavy Rain ) નોંધાયો છે. આમ સમગ્ર સુરત જિલ્લામાં ૧૦૩૨ મી.મી. સાથે સીઝનનો સરેરાશ ૭૦.૫૪ ટકા વરસાદ વરસ્યો છે

    આ સમાચાર પણ વાંચો  :  Agniveer Reservation: ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત: પૂર્વ અગ્નિવીરને BSF, CISF, SSB અને RPFની નોકરીમાં મળશે 10 ટકા અનામત.. 

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Surat: ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ૧૪ ઈચ વરસાદ વરસ્યો, ભારે વરસાદના કારણે પંચાયત વિસ્તારના ૧૬ રસ્તાઓ બંધ કરાયા..

    Surat: ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ૧૪ ઈચ વરસાદ વરસ્યો, ભારે વરસાદના કારણે પંચાયત વિસ્તારના ૧૬ રસ્તાઓ બંધ કરાયા..

     News Continuous Bureau | Mumbai

    Surat: ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મેધરાજાએ આક્રમક વરસાદી ઈનિંગ આરંભતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ૧૪ ઈચ જેટલો ધોધમાર વરસાદ ( Heavy Rainfall ) વરસ્યો હતો. જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના ૬.૦૦ થી ૮.૦૦ દરમિયાન ચાર ઈચ તથા ૮.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા દરમિયાન ૧૦ ઈચ જેટલો વરસાદ વરસતા ઉમરપાડા ( Umarpada ) તથા માંડવી તાલુકાઓના ૧૬ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જરૂર જણાય ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમ ગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. 

                જયારે ઓલપાડ ( olpad ) તાલુકામાં સવારના ૬.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા દરમિયાન ૩ મી.મી., માંગરોળ તાલુકામાં ૧૭ મી.મી., માંડવીમાં છ, કામરેજમાં ચાર, બારડોલીમાં ત્રણ, મહુવામાં પાંચ, કામરેજમાં ચાર તથા સુરત શહેરમાં વરસાદી ઝાપટાઓ પડયા હતા. આમ જિલ્લાના ચેરાપુંજી એવા ઉમરપાડા તાલુકામાં સીઝનનો કુલ ૧૦૦૮ મી.મી. એટલે કે, ૪૦ ઈચ વરસાદ વરસ્યો છે.  

    આ સમાચાર પણ વાંચો:  Railway line Project: ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરી

              ભારે વરસાદના ( Heavy Rain ) કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત વિભાગ હસ્તકના એક થી બીજા ગામને જોડતા ૧૬ રસ્તાઓ ઓવર ટોપીંગ તથા કોઝવે ઓવરટોપીંગના કારણે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ઉમરપાડા તાલુકાના વડપાડથી હલધરી, શરદા થી નવી વસાહત રોડ, શામપુરથી ઉમરઝર, બલાલકુવાથી વહાર, ઉમરઝર સરવણ ફોકડી થી નવાગામ તુંડી, પાડા એપ્રોચ રોડ, ચિતલદા સ્મશાનથી ગોડલીયા, ચંદ્રપાડાથી  ગોપાલીયા, વેલાવી ખરેડીપાડા, બિલવનથી હલધરી જયારે માંડવી તાલુકામાં દેવગઢથી લુહારવડ, કોલખડી અને અંધારવાડી લીમ્દા રસ્તાઓ, ગોડધા લાડકુવા, મોરીઠા થી કાલિબેલ રેગામા, ગોડસંબા કરવલ્લી ટીટોાઇ સાલૈયા વલારગઢ સુધીના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા હતા. જેના વિકલ્પ રીતે લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેવી વિગતો આર.એન.બી. પંચાયત વિભાગ પાસે પ્રાપ્ત થઈ છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Adani Foundation : અદાણી ફાઉન્ડેશન અને કે.વી.કે સુરત દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો માટે જૈવિક ખેતી તાલીમ યોજાઈ

    Adani Foundation : અદાણી ફાઉન્ડેશન અને કે.વી.કે સુરત દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો માટે જૈવિક ખેતી તાલીમ યોજાઈ

    News Continuous Bureau | Mumbai 

    Adani Foundation : સુરત જિલ્લાના છેવાડાના ઉમરપાડા ( Umarpada ) તાલુકાના આદિવાસી ખેડૂતોને ગુણવત્તાસભર જૈવિક ખેતી તરફ વાળવા માટે એક તાલીમ શિબિર અદાણી ફાઉન્ડેશન દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના ( Navsari Agricultural University ) સહયોગથી યોજાઇ હતી. અંતરિયાળ વિસ્તારમાં ખેતી કરતાં આદિવાસી ખેડૂતો જૈવિક ખેતી ( Organic farming ) તરફ વળે અને સારી ગુણવત્તાનું ડાંગર પકવે એ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી અને અદાણી ફાઉન્ડેશન હજીરાએ સાથે મળી દેવલી કોલમ જી.આર.-૧૮ બિયારણ વિશે ની માહિતી સાથે એ જ દેવલી કોલમના બિયારણનું નિઃશુલ્ક વિતરણ કરાયુ હતું. 

    Adani Foundation and KVK Surat conduct organic farming training for tribal farmers of Umarpada
    Adani Foundation and KVK Surat conduct organic farming training for tribal farmers of Umarpada
    Adani Foundation and KVK Surat conduct organic farming training for tribal farmers of Umarpada
    Adani Foundation and KVK Surat conduct organic farming training for tribal farmers of Umarpada

                     સુરત ( Surat ) જિલ્લાના ઉમરપાડા તાલુકા પંચાયત હોલ ખાતે ખેતી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,સુરતના ( Agricultural Science Centre Surat ) વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સુનિલ ત્રિવેદી, તાલુકા ખેતીવાડી વિસ્તરણ અધિકારી છગનભાઇ વસાવા, અદાણી ફાઉન્ડેશન, હજીરાના સી.એસ.આર હેડ શીતલબેન પટેલ હાજર રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આયોજિત આ ખેડૂત જાગૃતિ કાર્યક્રમમાં નવસારી યુનિવર્સિટી અંતર્ગત ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના કૃષિ વૈજ્ઞાનિક, નિષણાંત વકતાએ ખેતી વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ખેડૂતોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. આ કાર્યક્રમમાં ઉમરપાડાના ઘાણાવડ, ચોખવાડા, પાંચ આંબા, આંધલીકુવા, જુમાવાડી અને ઉમરગોટ ગામના ખેડૂતોએ હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. ખેતીવાડી વિસ્તરણ અધિકારી છગનભાઇ વસાવા દ્વારા ખેડૂતોને ikhedut પોર્ટલ પર મળવાપાત્ર યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

    Adani Foundation and KVK Surat conduct organic farming training for tribal farmers of Umarpada
    Adani Foundation and KVK Surat conduct organic farming training for tribal farmers of Umarpada
    Adani Foundation and KVK Surat conduct organic farming training for tribal farmers of Umarpada
    Adani Foundation and KVK Surat conduct organic farming training for tribal farmers of Umarpada

    આ સમાચાર  પણ વાંચો:  Mumbai Goa Highway : ચોમાસા દરમિયાન શું મુંબઈ- ગોવા હાઈવે બંધ થઈ જશે?.. જાણો વિગતે

                      કૃષિ વૈજ્ઞાનિકોએ દેવલી કોલમ જી.આર-૧૮ જાત વિશે માહિતી અને વાવણી સમયે ધ્યાને લેવાના મુદ્દા તેમજ, ધરુવાડિયું બનાવવું, ખેતીમાં આવતી વિવિધ જીવાત નિયંત્રણ વિશે તેમજ ખર્ચ ઘટાડી ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂત જાગૃતતા કાર્યક્રમમાં હાજર ખેડૂતોને ( tribal farmers ) દેવલી કોલમ જી.આર-૧૮ જાતની ૫૦૦ કિલો બિયારણનું વિતરણ નવસારી કૃષિ યુનિવર્સિટીના કેવિકે,સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. આ બિયારણ આવનારા ત્રણ વર્ષ સુધી ખેડૂતને ઉપયોગી થશે જે એમનો ખેતી ખર્ચ ઘટાડીને આવક વધારનાર બનશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Surat: “ટીબી મુક્ત ઉમરપાડા” કાર્યક્રમ અંતર્ગત ૭૦ દર્દીઓને છ માસ માટે દત્તક લઈ ન્યુટ્રીશન કીટ આપવાનો પ્રારંભ કરાયો.

    Surat: “ટીબી મુક્ત ઉમરપાડા” કાર્યક્રમ અંતર્ગત ૭૦ દર્દીઓને છ માસ માટે દત્તક લઈ ન્યુટ્રીશન કીટ આપવાનો પ્રારંભ કરાયો.

    News Continuous Bureau | Mumbai

    Surat: સુરત જિલ્લાના અંતરિયાળ ઉમરપાડા ( Umarpada ) ખાતે તાલુકા આરોગ્ય કચેરી ઉમરપાડા ( Taluka Health Office Umarpada ) અને અદાણી ફાઉન્ડેશન ( Adani Foundation ) , હજીરા દ્વારા “ટીબી મુક્ત ઉમરપાડા” ( TB-free Umarpada  ) અંતર્ગત માજીમંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને અદાણી હજીરા પોર્ટના મરીન સર્વિસના જનરલ મેનેજર કેપ્ટન આશિષ સિંઘલના હસ્તે ટીબીગ્રસ્ત દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવાનો પ્રારંભ કરાયો હતો.  

    આ કાર્યક્રમમાં ઉમરપાડા તાલુકાના નિદાન થયેલા ૭૦ જેટલા ટીબી દર્દીઓને પ્રધાનમંત્રી નિક્ષય પોષણ યોજના અંતર્ગત ન્યૂટ્રીશન કીટનું વિતરણ થયું હતું. અદાણી ફાઉન્ડેશન દ્વારા આગામી છ માસ સુધી આ દર્દીઓને પોષક આહારથી ભરપૂર કીટ આપવામાં આવશે. 

    આ સમાચાર પણ વાંચો : CAIT: મેટા ની ગુડગાંવ ઓફિસ ખાતે દેશના વિવિધ રાજ્યોના 60 પ્રમુખ વેપારી નેતાઓ ને ઓનલાઈન વ્યાપાર અને ટેક્નોલોજી અંગેની આપવામાં આવી તાલીમ

    આ પ્રસંગે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આદિવાસી વિસ્તારના ટીબીના દર્દીઓ માટે ઉમરપાડા વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી છે જે બદલ અભિનંદન પાઠવ્યા હતા. પૌષ્ટિક ખોરાક ખાવાથી આ રોગ જલ્દી મટાડી શકાય છે તેમ જણાવીને ટીબીના દર્દીઓને આ ન્યુટ્રીશન કીટનું સેવન કરવાનો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવશે. સાથે સાથ ગામોમાં ટી.બી. જનજાગૃતિ કાર્યક્રમ અને વોલ પેઈન્ટિંગ્સ દ્વારા ગ્રામજનોને જાગૃત કરવામાં આવશે.

     

  • પ્રેરક પ્રયાસ.. અદાણી ફાઉન્ડેશન સુરતની સાત શાળાના આટલા ‘પ્રિય વિદ્યાર્થી’ઓને આપશે તાલીમ…

    પ્રેરક પ્રયાસ.. અદાણી ફાઉન્ડેશન સુરતની સાત શાળાના આટલા ‘પ્રિય વિદ્યાર્થી’ઓને આપશે તાલીમ…

     News Continuous Bureau | Mumbai

     સુરત જિલ્લાના આદિવાસી બહુલ એવા ઉમરપાડા તાલુકાની સાત સરકારી પ્રાથમિક શાળાના ૧૪૦૦થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણના ઉત્થાન માટે સહયોગ આપવા માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન-હજીરા વચ્ચે એમ.ઓ.યુ. કરાયા છે. ગત વર્ષોમાં ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની ૨૫ સરકારી શાળાના ૩૧૦૦થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન સહાયક તરીકે સહયોગી શિક્ષક કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં ૧૨૨ જેટલી સરકારી શાળાના ૧૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અદાણી દ્વારા નિમણૂક પામેલા ઉત્થાન સહાયક શિક્ષકનો લાભ લઈ રહ્યા છે.

     સુરત જિલ્લાના આદિવાસી બહુલ એવા ઉમરપાડા તાલુકાની સાત સરકારી પ્રાથમિક શાળાના ૧૪૦૦થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણના ઉત્થાન માટે સહયોગ આપવા માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન-હજીરા વચ્ચે એમ.ઓ.યુ. કરાયા છે. ગત વર્ષોમાં ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની ૨૫ સરકારી શાળાના ૩૧૦૦થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન સહાયક તરીકે સહયોગી શિક્ષક કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં ૧૨૨ જેટલી સરકારી શાળાના ૧૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અદાણી દ્વારા નિમણૂક પામેલા ઉત્થાન સહાયક શિક્ષકનો લાભ લઈ રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Mutual Fund : આ કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં પ્રવેશ કર્યો, સાત ફંડ્સ સાથે મજબૂત શરૂઆત

    અદાણી ફાઉન્ડેશન-હજીરાના સીએસઆર હેડ પ્રિયેશ રાઠોડ, પ્રોગ્રામ મેનેજર (શિક્ષણ) ડૉ.આશુતોષ ઠાકર અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉ.દિપક દરજી વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

    ‘ઉત્થાન સહાયક’ નામના પૂરક શિક્ષકોના સહયોગથી અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોમાં હાલની શૈક્ષણિક મશીનરીને મજબૂત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું બીડું ઉઠાવ્યું છે. આ હેતુ માટે, તે શાળાઓમાં પર્યાપ્ત સંસાધનો અને સુવિધાઓ ઉભી કરાઈ છે. ગુજરાતમાં મુન્દ્રા (કચ્છ)માં ૭૫ શાળાના ૧૧,૦૦૦ વિદ્યાર્થીઓ, દહેજ (ભરૂચ)ની ૧૫ શાળાના 3,00૦ વિદ્યાર્થીઓ અને સુરતના હજીરા પાસેના ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની ૨૫ શાળામાં ૩૧૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે કાર્યરત છે. આદિવાસી વિસ્તાર ઉમરપાડા તાલુકાના સાત સરકારી શાળાના ૧૪૦૦ વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોનો લાભ મળશે.

    શિક્ષણમાં નબળા વિદ્યાર્થીઓ (પ્રિય વિદ્યાર્થી)ઓના ઉત્થાનનો પ્રેરક પ્રયાસ

    દરેક બાળકને ગુણવત્તાપૂર્ણ શિક્ષણનો અધિકાર છે. ઉત્થાન પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ વિસ્તારોમાં શૈક્ષણિક રીતે પાછળ રહેલા વિદ્યાર્થીઓ જેને પ્રિય વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવે છે; આવા બાળકોને લેખન, વાંચન અને ગણન સારી રીતે શીખવવામાં આવશે. તેમજ ભણતરની સાથે તાલીમ પણ આપવામાં આવશે. આ શાળાઓમાં શિક્ષણ આપનાર વિદ્યાર્થીઓ ઉત્થાન સહાયક તરીકે ઓળખાય છે, ઉત્થાન પ્રોજેક્ટમાં પ્રાથમિક શાળાઓના શિક્ષણ અને વિદ્યાર્થીઓના જ્ઞાનસ્તરને ઊંચું લઇ જવાનું ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકોનું પાયાથી શિક્ષણ મજબૂત કરવાનું લક્ષ્ય છે. નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ અને નિપુણ ભારતની યોજનાના વિચારની સાથે જોડાયેલુ છે.

  • ઉમરપાડા : સ્વનિર્ભર નારીશક્તિની કમાલ… પ્રાકૃતિક ખેતી માટે બનાવી  કીટનાશક દવાઓ, ઉભુ કર્યું અધધ આટલા લાખનું બચત ભંડોળ

    ઉમરપાડા : સ્વનિર્ભર નારીશક્તિની કમાલ… પ્રાકૃતિક ખેતી માટે બનાવી કીટનાશક દવાઓ, ઉભુ કર્યું અધધ આટલા લાખનું બચત ભંડોળ

     News Continuous Bureau | Mumbai

    રાજ્યની સન્નારીઓ સખીમંડળના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિ કરીને આત્મનિર્ભર બની રહી છે. સૌને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે તે માટે રાજય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. વાત કરવી છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામની સ્વનિર્ભર નારીશક્તિની, જેમણે પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવી છે, છેવાડાના અંતરિયાળ ગામડામાં રહેતી આદિવાસી બહેનો પ્રાકૃત્તિક ખેતીમાં જરૂરી એવી જીવામૃત, ઘનજીવામૃત તથા અગ્નિઅસ્ત્ર દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરીને અન્ય મહિલાઓને પ્રેરણા આપી રહી છે. તેમણે રૂ.૨.૯૫ લાખના  અગ્નિઅસ્ત્રનું વેચાણ કરીને રૂ.૧.૧૭ લાખનો ખર્ચ બાદ કરતા રૂ.૧.૭૮ લાખની આવક મેળવી છે. આદિવાસી બહેનોએ પ્રાકૃતિક કીટનાશક દવાઓ બનાવીને રૂા.૧.૬૦ લાખનું બચત ભંડોળ પણ ઉભુ કર્યું છે.

    બિલવણ ગામના વૈષ્ણવી સખીમંડળના પ્રમુખ સુમિત્રાબેન રમેશભાઈ વસાવા કહે છે કે, અમે ૧૦ બહેનોએ સાથે મળીને તા.૨૦/૧૦/૨૦૨૦ના રોજ સખીમંડળની શરૂઆત કરી હતી. ગેલ કંપનીના સી.એસ.આર. હેઠળના કેર પ્રોજેકટ થકી દેશીગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ઘનજીવામૃત તથા અગ્નિઅસ્ત્ર બનાવવા માટેની તાલીમ આપવામાં આવી. અમારૂ ગામ પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હોવાથી તેમજ ઘરે ઘર ગાયો હોવાથી અમોને પ્રાકૃતિક ખેતી માટે દવાઓ બનાવવામાં સરળતા થઈ છે.             

    આ સમાચાર પણ વાંચો :  મહિનાની પહેલી તારીખે મળ્યા સારા સમાચાર! કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ…

    Bilwan Sakhimandal Developed Medicine For Natural Farming

     

    સુમિત્રાબેન કહે છે કે, શરૂઆતમાં અમે પ્રાકૃતિક દવાઓ તૈયાર કરીને પોતાના ખેતરોમાં છંટકાવ કરતા હતા. ધીમે ધીમે અમારા સખીમંડળની ખ્યાતિ વધતા ઓર્ડરો મળવા લાગ્યા. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી માટેની  અગ્નિઅસ્ત્ર નામની અકસીર દવાની માંગ વધતા તેનું મોટા પાયે વેચાણ કરીને આવક મેળવીએ છીએ. અમારા સખીમંડળને ‘મિશન મંગલમ યોજના’ અંતર્ગત સરકાર તરફથી રૂ.૩૦ હજારનું રિવોલ્વીંગ ફંડ પણ પ્રાપ્ત થયું છે.

    અગ્નિઅસ્ત્ર બનાવવાની પધ્ધતિ વિેશે વાત કરતા તેઓ કહે છે કે, ૧૦ લિટર ગૌમૂત્ર લઈને તેમાં એક-એક કિલોના સરખા ભાગે તમાકુ, લસણ, મરચા, લીમડાના પાનનું મિશ્રણ કરીને ધીમા તાપ પર ચાર ઉભરા(ઉફાળો) આવે ત્યાં સુધી ઉકાળ્યા બાદ અડતાલીસ કલાક રાખીને અગ્નિઅસ્ત્ર દવા તૈયાર થાય છે. એક વાર સુરત નજીકના ખેડૂત તરફથી અગ્નિઅસ્ત્ર બનાવવાનો  ઓર્ડર મળ્યો, તેમને કૃષિપાકોમાં ફાયદો થતા આસપાસના ગામોમાંથી પણ વધુ ઓર્ડર મળવા લાગ્યા. 

    મદાવાદ, ડાંગ, બોડેલી એમ દૂર-દૂરથી વધુને વધુ ઓર્ડર મળતા છેલ્લા એક વર્ષમાં ૧૪૧૫ લીટરથી વધુ અગ્નિ અસ્ત્ર બનાવીને વેચાણ કર્યું છે. એક લીટરદીઠ રૂા.૨૦૦ થી રૂા.૨૩૦ લેખે વેચાણ કરીએ છીએ. અમારા સખીમંડળનું હાલમાં રૂા.૧.૬૦ લાખનું બચત ભંડોળ ઉપલબ્ધ છે. જેનાથી અમારી સાથે જોડાયેલી બહેનોને જરૂર પડે ત્યારે નાણાકીય સહાય પૂરી પાડીએ છીએ. હાલ અમારા સખીમંડળને રૂ.૧ લાખની કેશ ક્રેડિટ પણ સેંકશન થઈ ચૂકી છે.

    તેમણે વધુમાં ઉમેર્યું કે, પહેલા અમે બહેનો ખેતમજૂરી કરીને રોજની માંડ રૂા.૧૦૦ની આવક મેળવતા હતા. રોજગારીના અન્ય કોઈ સંસાધનો ઉપલબ્ધ ન હોવાથી નાછૂટકે ખેતમજૂરીનો સહારે જીવન વ્યતિત કરતા હતા. પણ આજે સખીમંડળના માધ્યમથી અમે સારી એવી આવક મેળવી રહ્યા છે. જ્યારે પણ પૈસાની જરૂર પડે તત્કાલ પૈસા મળી જાય છે. ઉનાળાના સમયમાં ખેતમજૂરીનું કામ ખુબ ઓછુ હોય છે, ત્યારે અમે પ્રાકૃતિક કીટનાશક તેમજ અળસિયાનું ખાતર બનાવીને સરળતાથી આવક મેળવીએ છીએ.           

    આમ, મહિલાઓ સક્ષમ-સમૃદ્ધ-સશક્ત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સખીમંડળોને નાણાકીય સહાય પૂરી પાડીનેસ સ્વરોજગારીના અવસરો આપવાના થઈ રહેલા પ્રયાસોને કારણે છેવાડાના વિસ્તારોમાં વસતી આદિવાસી બહેનો આત્મનિર્ભર બની છે.

    આ સમાચાર પણ વાંચો :  BMC ફરિયાદ : જો ગટરમાંથી કચરો દૂર ન થાય તો ‘આ’ મોબાઈલ વોટ્સએપ પર ફોટો મોકલો અને ફરિયાદ કરો