કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આજે મળેલી બેઠકમાં સંપૂર્ણ સબસ્ક્રિપ્શન હોવા છતાં FPO સાથે આગળ ન વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અદાણી એન્ટરપ્રાઇઝ એ એફપીઓ રદ કરતા સમયે શું કહ્યું .
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અભૂતપૂર્વ પરિસ્થિતિ અને વર્તમાન બજારની અસ્થિરતાને જોતાં કંપની FPOની રકમ પરત કરીને અને પૂર્ણ થયેલ વ્યવહાર પાછી ખેંચીને તેના રોકાણકાર સમુદાયના હિતોનું રક્ષણ કરવાનું લક્ષ્ય રાખે છે.”
અદાણી એન્ટરપ્રાઇઝિસના ચેરમેન ગૌતમ અદાણીએ શેરના ભાવમાં થયેલા અભૂતપૂર્વ કડાકાને ટાંકીને જણાવ્યું હતું કે બોર્ડને લાગે છે કે અસાધારણ સંજોગોમાં FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં.
અદાણીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “રોકાણકારોનું હિત સર્વોપરી છે અને તેથી તેમને કોઈપણ સંભવિત નાણાકીય નુકસાનથી બચાવવા માટે, બોર્ડે FPO સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધો છે,” અદાણીએ નિવેદનમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં તમામ 10 લિસ્ટેડ અદાણી કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. 7.5 લાખ કરોડ અથવા એક તૃતીયાંશનો ઘટાડો થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર્સ તેની 52-સપ્તાહની ઊંચી સપાટીથી લગભગ 50% નીચે છે.
Adani Enterprises has decided not to go ahead with the fully subscribed FPO.
— Adani Group (@AdaniOnline) February 1, 2023