આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

ધતુરો વિશે

દોઢ બે હાથ ઊંચા ધતુરાના છોડ બધે જોવા મળે છે. તેનાં કાળા અને ધોળા ભેદથી બે જાતના ફૂલ થાય છે. કાળા ફૂલવાળો ધતૂરાનો આખો છોડ દાંડી વગેરે કાળો હોય છે.

ઉપયોગ 

દવાના ઉપયોગમાં કાળો ધતૂરો જ વપરાય છે. અત્યંત ઝેરી હોવાથી તેનો ઉપયોગ સામાન્ય માણસે કરવો નહી.

ઉપયોગ  

બાહ્ય ઉપચારમાં સોજો ઉતારવા માટે તે વપરાય છે. શ્વાસ ચઢે ત્યારે તેને શાંત કરવા તેના બીની ધૂણી આપવામાં આવે છે.

ઉપયોગ  

આયુર્વેદ ગ્રંથોમાં તેને વિશેષ વિભાગમાં મુકવામાં આવેલ છે. ઓછા પ્રમાણમાં તેને જુદા જુદા ભાગોમાં ઉપયોગથી ઘણા રોગો ઠીક થઇ જાય છે.

ઉપયોગ  

પ્રમાણ કરતા કરતા વધુ ઉપયોગ કરવાથી માથાનો દુ:ખાવો, ગાંડપણ અને બેભાન જેવા લક્ષણો ઉભા કરે છે અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.

ઉપયોગ  

ધતૂરો ઝેરી હોવાથી ઘર આંગણે વાવવો નહીં.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન