સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
બંને સુનીલ શેટ્ટીના ખંડાલા બંગલામાં લગ્નના બંધનમાં બંધાયા.
આથિયા શેટ્ટીએ તેના લગ્નમાં સુંદર પેસ્ટલ પિંક લહેંગા પહેર્યો હતો.
આ સાથે તેણે કુંદન જ્વેલરી પણ પહેરી હતી.
કેએલ રાહુલે લગ્નમાં અથિયા સાથે મેચિંગ પેસ્ટલ પિંક શેરવાની પહેરી હતી.
આ લગ્નમાં બંને એ ડિઝાઇનર અનામિક ખન્નાએ બનાવેલા સુંદર પોશાક પહેર્યા હતા.
વાયરલ થયેલા ફોટામાં આથિયા અને રાહુલની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે.
લગ્નની તસવીરોમાં રાહુલનો અથિયા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જોઈ શકાય છે.
લગ્ન પૂર્ણ થયા બાદ કપલને ક્રિકેટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અભિનંદન મળવા લાગ્યા છે.