આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

આવળ વિશે

પુવાડિયા ના પાન જેવા પાનવાળાં ત્રણ ચાર હાથ ઊંચા પીળાં રંગના ગુચ્છાવાળા ફૂલોથી ભરેલ છોડ થાય છે.

આવળના ઉપયોગ

આવળની છાલ ચામડા રંગવાના કામમાં આવે છે. પગ મચકોડાઈને સોજો આવે ત્યારે તેના પર પાંદડા બાફી બાંધવાથી સારો લાભ થાય છે.

આવળના ઉપયોગ

સગર્ભા સ્ત્રીને ઉલ્ટી થાય ત્યારે આવળનાં ફૂલ ૧ તોલો લઈ ગાયના દૂધમાં વાટી પીવાથી ઉલ્ટી મટે છે. મુત્રાઘાતમાં તેનાં બી પાણીમાં વાટી પીવાથી મટે છે. 

આવળના ઉપયોગ

નદી કિનારાના કાંઠા તેમજ ગામડાની ભાગોળે અચૂક જોવા મળે છે. ફૂલ ગુચ્છામાં અહીં સુંદર દશ્ય શોભાવે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન